રિવર્સલ

રિવર્સલ સુધારેલી આવૃત્તિ

પ્રકરણ ૧

પૂર્વભૂમિકા

ગુજરાત દર્પણ અને સાથોસાથ પ્રવીણ શાસ્ત્રીના બ્લોગમાં, જુન ૨૦૧૨થી પ્રગટ થતી રહેલી આ નાટ્યાત્મક હળવી પ્રવાહી વાર્તા સતત પચાસ મહિના સૂધી, વાચકોને મનોરંજન કરાવતી રહી હતી. આ ઉપરાંત એનો સમાવેશ “પ્રતિલિપિ” પર પણ થયો. ના આ નવલકથા નથી જ. વાર્તા સમુહ પણ નથી. એક પરિવારની હલ્કી ફુલ્કી વાતો જ છે. વાચક મિત્રોના આગ્રહથી થોડીક સુધારેલી મઠારેલી “રિવર્સલ” ની ઈ આવૃત્તિ તરીકે મૂકવા પ્રયાસ કર્યો છે. જેમને હળવા વાંચન પ્રત્યે રુચી હોય તેને તો આ “રિવર્સલ” જરૂર ગમશે જ.

અમેરિકાના એક અનોખા [કાલ્પનિક] પટેલ પરિવારની આ હળવી વાતો છે. આ પરિવારના મુખ્ય પાત્રો છે  વયસ્ક વિઠ્ઠલ પટેલ, યુવાન એકાઉન્ટન્ટ પુત્ર વિનોદ, ટીનેજર પૌત્ર ટોની અને પૂત્રવધુ માયા.

જીંદાદિલ વિઠ્ઠલ પટેલને એની પત્નીએ મરણ પથારી પરથી કહ્યું હતું આપણે આખું જિવતર પ્રેમથી જીવ્યા એજ ઘણું છે. મને તો આ લગ્ન વખતે ધોળીયાઓ ટીલ ડેથ ડુપાર્ટ વાળી વાતો કરે છે તે બોલતા નથી આવડતું પણ મારા મર્યા પછી તમ તમારે લોકોની પરવા કર્યા વગર આનંદથી જીવજો.

  પટેલ પરિવાર ધનિક છે. ગૃહસંસારનો આર્થિક વ્યવહાર પટેલની પુત્રવધુ માયા કંજૂસાઈથી સંભાળે છે.

 

મોજીલા પટેલને પાડોસણ રોઝી સાથે સારી મૈત્રી છે….દિવસે દિવસે વિઘુર વિઠ્ઠલ પટેલ રોમાન્ટિક અને મોડર્ન થતા જાય છે. ભણેલી પણ જૂનવાણી પૂત્રવધુને સસરાના વિચારો અને વર્તન અકળાવે છે. તો વાંચો અને માણો પટેલબાપાના ગૃહસંચારની અનોખી વાતો.

 

 

 

 

પ્રકરણ ૨

 

કિચનમાંથી માયા બુમ પાડીને કહેતી હતી

અરે! હાંભળો છો?   ત્યારે બાપા ઘરમાં નથી એટલે કહી દઉં છું, આવતા વીકમાં ફાધર્સ ડે છે. મારા પપ્પા મમ્મીને આપણે ઘરે જ બોલાવી લઈશું. એ બહાને બાપા હો ઘરમાં જ રેહે. તમને તો કઈ જ હમજાતું નથી. ચોરે ને ચૌટે બાપાના જાત જાતના ગુણગાન ગવાય છે ને આપણી ઈજ્જતના ચિંથરા ઊડે છે. યાદ છે ને? ગયા ફાધર્સ ડે વખતે સિનિયર સીટીજનની પિકનીકમાં આપણી બાજુવાળી રૉઝીને લઈ ગયા હતા. ત્યાં લેકમાં બન્ને છબછબીયા કરવા પડ્યા હતા. શાંતાબેન તો બાપાને માટે એવી એવી વાતો કરતાતા કે મારે તો શરમથી ઉંચું પણ જોવાયું નહિ. હદ થઈ ગઈ. બધા સિનીયર ડોહાઓ ભજનની અંતાક્ષરી રમતાતા ને બાપાએ રૉઝી સાથે લાઈન ડેન્સીંગ શરૂ કરી દીધુંતું. એની હાથે બધા ડોહા હો જાણે નાના પોરિઆઓ છૂકછૂક ગાડી રમતા હોય એમ રૉઝીની આગળ પાછળ નાચવા લાગેલા બિચારા પેલા ટ્રાવેલ એજન્ટ રંમણકાકા એકલા મંજીરા લઈને બેસી રહેલા.

તમે જરા બાપાને ધાકમાં રાખતા શીખો, નહીં તો બાપા હાઉ વંઠી જવાના.  ગમે તેના લફરામાં પડશે આપણે તો ઈન્ડિયાના વારસામાંથી ન્હાઈ નાંખવાનો વખત આવ્હે. મારા હાહુ જિવતા હોત તો આવુંતો ન થાત!

 

માયા, મારાથી આપણા ટપુડાને કેવાય પણ બાપા સાથે માથાકુટ ના થાય હું કઈ પણ કેવા જાઉં તો તરત જ કે કે દીકરા જમાનો બદલાઈ ગયો. આતો રિવર્સલ છે. માય સન, પુરબમાંથી પસચિમમાં આયા શું કામ? દેશ તેવા વેશ કરવાનું બધા નથી કેતા?’  માયા! તારે જે કંઈ કેવું હોય તે હું ઘરમાં નઈ હોઉં ત્યારે બે ઢડક કઈ દેવું.

તમારે સારા રહેવું છે અને મને ભૂંડી કરવી છે.   આમ પાણીમાં બેસી જાવ તો બાપા ક્યારે સુધરશેકાલે બાપા ઘરમાં ન હોય ત્યારે ઈન્ડિયા ફોન કરી ને નાના કાકાને સમજાવી દેજો કે બાપાની ઉમ્મરને કારણે બુદ્ધિ બગડતી જાય છે. વકિલ રાખીને ધીમે ધીમે બાપાના નામનું તમારા નામે ટ્રાન્સફર કરતા જાય. આતો સારું છે કે એના એસ.એસ.આઈનો ચેક સીધો આપણા ખાતામાં  જમા થાય છે નહીં તો તે પણ બધું ઉડાવી ખાય. હવે તો બાપા એટલા નફ્ફટ થઈ ગયા છે કે મને આટલા આપ તેટલા આપ, હું રૉઝી સાથે લંચમાં જવાનો છું. સિનીયોર કેરનું મફતનું ખાવાનું નથી ગમતું. એક દાડો કેતાતા કે હું રૉઝીની બેન માર્થા જાય છે એ સન સાઈન સિટીઝન ગ્રુપમાં જવાનો છું. દેશી કેન્દ્રોમાં મજા નથી આવતી.

બા જીવતા હોત તો મારે આવા દાડા જોવા ન પડત. બા હતા ત્યારે ઘરમાં જ કછોટો વાળીને દંડ બેઠક કરતા તા. હવે રૉઝીની સાથે હેલ્થ ક્લબમાં જવાની વાત કરે છે. તમને તો કંઈ ભાન જ નથી. ત્યાં બધી છોકરીઓ કેવા ટૂંકા પાટલૂન પેરીનિ કસરત કરવા આવે છે. એને ચોખ્ખી ના કહી દેજો. મને શું ખબર કે મારા નસીબે આવા સસરા ચોડાયલા હશે. આપણા સંસ્કારનું દેવાળુ કાઢવા બેઠા છે. બાપાનું જોઈને એના જેવા ચાળા  કરવાનું તમે ન શિખતા. મારી મમ્મી તો રોજ ફોન પર કે છે કે જમાઈને સાચવજે. કેવાય છે કે બાપ જેવા બેટા.

મારે તો ચૂડી ચાંલ્લા સાથે જવું છે પણ મારા મર્યા પછી બાપાની જેમ ગુંલાટ મારવા જશોને તો ડાકણ થઈને આવીશ. તમને નઈ ઠરવા દઉ. ‘

જો તેં રડવા માંડ્યું પ્લીઝ હું જીવતો છું. ડોન્ટ ક્રાય. આઈ લવ યુ માયા.

તમને ખબર છેએક દાડો બાપા  ટપૂડાને પૂછતાતા કે  ઈફ આઈ મેરી અગેઈન વીલ યુ બી માય બેસ્ટમેન્જ્યારે બા સાથે મંદિરે જતા ત્યારેતો   પગથીયા ચડતી ઉતરતી વખતે કેટલી સભ્યતાથી એમનો હાથ પકડી ને એમને ચડાવતા ઉતારતા. હવે રૉઝીની કમ્મરમાં હાથ નાંખતા થઈ ગયા છે. હદ થઈ ગઈને?’

આ વખતે એમને ફાધર્સ ડે પર ફજેતીનો ફાળકો કરવા ગયા વરસની જેમ રૉઝી સાથે ઈન્ડિયન પીકનિકમાં નથી જવા દેવા, સમ્જ્યાને!

(ડોર બેલ)

ચાલ હવે તું તારું મોઢું બંધ કર. બાપા બહારથી આવે છે.

બાપા ક્યાં ફરી આવ્યા?’

અરે દીકરા, વાત જ જવા દેને, ભેજાનું દહિં થઈ ગયું. રૉઝીની બેન માર્થા એના કુતરાને લાવી હતી. તે કહે પટેલ લૅટ્સ ગો ફોર ડૉગવૉક. મારાથી ના ન પડાઈ. જાતે દોડતી જાય અને કુતરાને અને મને દોડાવતી જાય. થકવી માર્યો. ટાંટિયાની કઢી થઈ ગઈ. ખૂબ પગ દુઃખે છે.  હવે તારાથી તો થાકેલા બાપના પગ ન દબાવાય. તારી મહામાયા તતડાવે. મારે ટપૂડાને દશ ડોલર આપીને લાઈટ ફૂટ મસાજ કરાવવો પડશે.

માયા…માયા દીકરી..આ મહિનાની એસ.એસ.આઈ ખલાસ થઈ ગઈ છે. દશ તો ટપૂડાને આપીશ. કાલે બીંગોમાં જવાનો છું.

બાપા હવે જરા ધરમાં બેસીને ભગવાનનું જરા ધ્યાન ધરમનું વાંચોને!  પૈસા જોયતા હોય ત્યારે દીકરી અને બેટી .  નહિ તો મહામાયા. આ મહિનાનું એલાઉન્સ આઠ દિવસમાં પૂરુ કર્યું.  મારા બાપ કાકા તમારી ઉમ્મરના જ છે ઘરમાં શાંતીથી બેસીને ધરમ ધ્યાનનું વાંચે છે.

દિકરા, તારી રેડિયો વાઈફની સ્વીચ ઓફ થશે તો આપો આપ શાંતી થઈ જશે. એનો કાકો તો રામાયણમાં સંતાડેલું પ્લેબોય હાથમાંથી છોડતો નથી.

મારે તો ઘરડા થયા પછી એ જ કરવાનું છેનેઅત્યારે ભોગવાય તેટલું ભોગવી લઈએ.

અંદરથી માયા વહુની કોમેન્ટ.

બાપા હજુ બાવીસના જ છે.

મહામાયા બાવીસનું તન નથી પણ બાવીસનું દીલ છે.. તારી સાસુ કહી ગઈ હતી તે યાદ છેને? તમારી સાથે હું ખૂબજ સુખથી જીવી છું. મારા ગયા પછી તમને જેમાં સુખ લાગે તે રીતે જીવજો.

બોલ દીકરા બીજી શું વાત છે?’

બાપા આવતા વીકમાં ફાધર્સ ડે છે. માયાના પપ્પા મમ્મી આપણા ઘરે જ આવવાના છે.

ઓકે, ઓકે સમજી ગયો. એમની સાથે મારી કેમેસ્ટ્રી કે જન્માક્ષર મળતા નથી. હું આખો દિવસ બહાર ચાલ્યો જઈશ.

ના, ના બાપા. તમે હંમેશાં ઉંધું જ સમજો છો. એવું નથી. તમારે ઘરે જ રહેવાનું છે. તમને ગયે વર્ષે ઝભ્ભો આપ્યોતો તે ન્હોતો ગમ્યો. આ વખતે તમને નવો આઈ-ફોન અપાવીશ. ચાલશેને?’

ના બેટા. ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. એ સમજવાનું જરા અઘરું પડે. ટેણકો હરખી રીતે હમજાવતો નથી. જે છે તે ચાલશે.

એક બીજી વાત, તને યાદ છે? મેં માયા પાસે પચ્ચીસ ડોલર પીઝા માટે માંગેલા ને એની પાસે ન હતા એટલે તેં મને તારો વિઝા કાર્ડ આપેલો.

હા, હા બાપા એ તો હું ભૂલી જ ગયેલો.

એ તારો કાર્ડ પાછો લઈ લે. એમાંથી મેં ફાધર્સ ડે ની ગિફ્ટ જાતે લઈ લીધી છે. હવે બીજી લાવતો નહિ.’

બાપા તમે શું લાવ્યા?’

હુંમ્મ્મ્,’

માર્થા અને એનો બોય ફ્રેન્ડ દશ દિવસની ક્રુઝમાં જવાના છે. રૉઝી કહે કે પટેલ લેટ્સ ગો ટુ ઘેધર. ચાર જણા એક સ્ટેટરૂમમાં હોઈશું તો ઈ વિલ બી વેરી ચીપ. એટલે મેં પણ ફાધર્સ ડેની ગિફટ તરીકે તારા કાર્ડમાંથી મારી ટ્રીપ બુક કરાવી દીધી છે. થેન્ક્યુ બેટા. થેન્ક્યુ માયા દીકરી.

હેએઅએએએ…..

બાપા તો ખરેખરા વંઠ્યા. હે સંતબાપાઓ, મારા બાપાનો રોઝીસંગ છોડાઓ…

 

 

 

 

પ્રકરણ ૩

અરે! હાંભળો છો?

 આવ્યો…

તમને આવવાનું અને મને બાઝવાનું નથી કહ્યુ.  સાંભળવાનું કહ્યું છે. આવીને બ્હાજી પડ્યા છે! જરા મર્યાદાનું ધ્યાન રાખો. આપણો ટેણકો હવે મોટો થાય છે. કેવું ખરાબ લાગે! તમે તમારા બાપાની  જેમ લાજ શરમ છોડો તે મને ગમતું નથી. આપણે આપણા સંસ્કાર જાળવવાના છે. સમજ્યા?’

માયાએ વિનોદના ઉત્સાહ પર બ્રેક મારવા નિષ્ફળ કોશિષ કરી.

તું તો આટલા વરસથી અમેરિકામાં છે તોય સુધરવાની નહી. મર્યાદા ને સંસ્કાર જાય ચૂલામાં. હની, ચાલ, એજ નામ પર હો જાય એક ફ્રેન્ચ કીસ.

જાવ જાવ હવે. છોડો મને. બાપા તો વંઠ્યા, હવે દીકરો પણ વંઠવા માંડ્યો. જીભે જીભ ચાટવાની..છી..છી…મને એવી ગંદી કીસની વાત જ નો કરતા. આપણાથી બૌ બૌ તો ગાલ પર બકી થાય.

ચાલ કીસની વાત છોડ. આજે આપણે બીચ પર જઈએ. ટેણકો એની ફ્રેન્ડ  સાથે ગેઈમમાં અને મુવીમાં જવાનો છે. બસ યુ એન્ડ મી. ને યાદ છે, પહેલી વાર તો તું સાડી પહેરીને માથામાં ફૂલ નાંખીને જાણે બોમ્બેની ચોપાટી પર ફરવા આવી હોય એમ આવેલી.સાંભળ, બીચ પર પંજાબી પેરી ને નથી આવવાનું. લાસ્ટ ટાઈમ તું બીચ પર પંઝાબી પેરીને આવેલી અને બધા બીકીની બ્યુટીઓ જોવાને બદલે તું વિચિત્ર પ્રાણી. હોય એમ તને જ જોયા કરતાં હતાં.    એટ્લિસ્ટ આજે હોટ પેન્ટ પહેરજે.

હું તો કોલૅજ જતી હતી ત્યારેયે સાડી પેરીને જતી હતી. અને ધ્યાન રાખીને ભણતીતી. તમારી જેમ યુ એન્ડ મી ન્હોતી શીખી. મને તો શીખવેલું કે યુ એન્ડ આઈ કહેવાય.

ચાલ છોડ વેદિયા વેડા. બીચ પર જવું છે કે કેમ તે વાત કર.

મને ખબર છે. તમે   બીચ પર કાળા ચશ્મા લગાવી ને કેમ જવા કુદાકુદ કરો છો. પણ કશે જવાનું નથી. યાદ નથી કે આજે બાપા ક્રુઝમાંથી આવવાના છેગમે ત્યારે આવી રહેશે. હવે છોડો મને.

બિચારો વિનોદ માયાને બાથમાં લઈને હોઠ પર ચુંબન કરવાની તૈયારીમાં જ હતો અને પુત્ર ટોની ઉર્ફે ટેણકો નાચતો કૂદતો આવી પડ્યો.

ઓહ! આઈ એમ સોરી. તમારા રોમાન્સ સેસન્સમાં ખોટા ટાઈમે મારી એન્ટ્રી થઈ. કીપ ગોઈંગ. ડૅડ તમારા વૉલેટમાંથી પચાસ પચાસની બે લઈ જાંઉં છું. મારી ફ્રેન્ડ સાથે મુવી જોવા જવાનો છું.  તમ તમારે જે કરતા હોય તે કર્યા કરો. વોર ને બદલે લવ ઈઝ બેટર.

અલ્યા સો ડોલર મુવી જોવાના થતા હશેદસ ડોલર જ લેજે

આ મારી નવી ડેટ છે. રેપ્યુટેશનનો સવાલ છે. ડેડ તમને ન સમજાય. હંદ્રેડ તો પીનટ કેવાય.

કેન્સલ યોર ડેટ. યુ આર ઓન્લી ટ્વેલ.

પણ ડેડી, મારી ફ્રેન્ડ ફિફ્ટીન યરની છે, વેરી મેચ્યોર. ફિફ્ટી ડોલર તો જોઈએ જ જોઈએ.

અરે ભગવાન, મારા   બાપાને ગર્લફ્રેન્ડ સાથે ક્રુઝમાં જવું છે દીકરાને ડેટમાં જવું છે મારો દીકરો અને બાપા બન્ને મને બાવો બનાવવા નિકળ્યા છે.

ઓકે ફિફ્ટિ તો જોઈશે.

નો ફિફ્ટિ. ઓન્લિ ટ્વેન્ટિ.  મારા બાપ-દિકરા મને બરબાદ કરવા બેઠા છે.

આ મંત્રણા અને સોદાબાજી ચાલતી હતી ત્યાં લથડતા પગે વિઠ્ઠલબાપા ગણગણ કરતા ઘરમાં પ્રવેશ્યા. બરબાદીયોં કી અજબ દાસ્તાં હૈ સમનમ ભી રોયે…”    .રિક્લાઈનર પર ઢગલો થઈને બેસી પડ્યા.

ડેડ યોર ફાધર ઈસ હિયર.

એઈ ટેણકા હું તારો કોઈ સગો નથી?   બદમાસહું દસ દિવસ ક્રુઝમાં ગયો એટલાંમાં આખી દુનિયા બદલાઈ ગઈ. મારી ઓળખાણ પણ બદલાઈ ગઈ?  ભૂલી ગયો કે હું તારો ગ્રાન્ડ બાપો છું. જા તારા બાપને કેકે ટેક્ષીવાળાને પૈસા આપી આવે….. ‘

અલ્યા ..હજુ તું બાઘાની જેમ ઉભો રહ્યો છે? ….ક્યાં છે તારો બાપ જલ્દી ટેક્ષીવાળાને પૈસા આપી આવ. મીટર ચડે છે.

ગ્રાન્ડપા….તમારા સન અન ડોટર ઈન લૉ બન્ને કિચનમાં છે. હમણાં કિચનમાં જવાય એવું નથી. મર્યાદાભંગ જેવું થાય એમ છે.

વિનોદે કિચનમાંથી દોડતા આવી કહ્યું, બાપા, જે શ્રીક્રિશ્ન. આ ટેણકાને કોની સામે કેમ બોલવું તેનું ભાન નથી. હું ટેક્ષીનું ભાડું ચુકવી આવું છું.

કિચનમાંથી માયા વહુએ બુમ પાડી   “ક્રુઝમાં મજા આવીને?  બાપા ચા પીશો?”

ના, દીકરી હવે કોઈ ચા કે ચાહમાં ઈન્ટરેસ્ટ નથી.

લો! ક્રુઝમાંથી બાપા ધર્મ પરિવર્તન કરી આવ્યા. મારા ભાગ્ય ઉઘડી ગયા. મને રૅડિયામાંથી દીકરી બનાવી દીધી.

બાપા,તમારી ક્રુઝ ટ્રીપ કેવી રહી….. રોઝી પણ આવી ગઈને? ક્રુઝમાં તો મજા આવી હશે. દરિયા પરની સ્વચ્છ હવાથી મન પ્રફુલ્લિત થઈ જાય……. ‘

માયા વહુને બાપાનો કોઈ પ્રતિભાવ મળ્યો નહીં

બાપા કેમ બોલતા નથી?…… બાપા ખૂબ થાકી ગયા? ‘

મૉમ…બાપા રોઝી સાથે ગયા હતાફરવા હરવામાં અને લવની મજા માણવામાં યે થાક તો  લાગે જ…. બાપાની ઉમ્મર થઈ.

કિચનમાંથી માયાએ બરાડો પાડ્યો. નફ્ફટ લવારા બંધ કર. કોણ જાણે ક્યાંથી આવું બધું શીખી લાવે છે. તારી ઉમ્મરની હતી ત્યારે મને તારા જેવું ભાન ન્હોતું.

વિનોદથી બોલ્યા વગર રહેવાયું નહીં હજુએ ક્યાં ભાન છે?’ પણ માયાએ સાંભળ્યું નહીં

માં દીકરાની વાત પર બાપા ધ્યાન આપ્યા વગર ગાતા રહ્યા

કોઈ સાગર દિલકો બહલાતા નહીંબે ખૂદીમેં દિલ કરાર આતા નહીં કોઈ સાગર ….

ગ્રાન્ડપા..વેક અપ……. ગ્રાન્ડપા નો હિંદી  સોંગ..

ટેલ મી તમે  આપણી નેબર રોઝી સાથે ગયેલા અને ટેક્ષીમાં એકલા કેમ આવ્યા

પટેલ બાપા ગણગણતા જ રહ્યા.

ડેડ તમારા ફાધરને લવ ડિપ્રેશન હોય એવું મને લાગે છે. દાદીના ડેથ પછી પણ આવું જ મંબલિંગ કરતાતા. આઈ નૉ.હું પણ બે વાર મારી ફ્રેન્ડ સાથે સ્પ્લિટ થયો ત્યારે મારી હાલત પણ એવી જ હતી. ગ્રાન્ડપા તમે રોઝી સાથે સ્પ્લિટ થયા? ‘

વિનોદ ટેણકા પર ઘૂરક્યો…અલ્યા હજુ તો તું બાર વરહનો થયો ને લફડા કરવા માંડ્યા. અમે તો કોલેજમાં ગયા પછીએ જેમતેમ છોકરીઓની કંપની શોધતા થયેલા.

કિચનમાંથી માયાએ બળાપાનો નિશ્વાસ નાંખ્યો.મારા માંબાપે સારું કૂળ જોયા વગર જ એકલા પૈસા જોઈને તમારા લફડાબાજ ફેમિલીમાં નાંખી છે. કોઈ જાતના સંસ્કાર જ નથી.

ના બહુરાની ના. તને તો ખબર છેતારી સાસુ જિવતી હતી ત્યાં સુધી મે કોઈ બૈરાનો વિચાર પણ ન્હોતો કર્યો. આતો એ કહી ગઈ હતી કે “તમ તમારે આનંદથી જીવજો એટલે રોઝી સાથે દોસ્તી કરી હતી. મને એમ કે બિચારી એકલી છે એટલે …. જવા દે એ વાત…હવે તે ક્યાં એકલી છે.

ગ્રાન્ડ પા શું થયું. વ્હોટ હેપન્ડ?

અરે જવા દે એ વાત……. આંસુ ભરી હૈ યે જીવનકી રાહે ….

અગેઈન?… પ્લીઝ નો હિન્દી સોંગ.  ગ્રાન્ડપા…મને હિન્દીમાં સમજ પડતી નથી. આઈ થીંક, તમને લવ વાયરસ થયો લાગે છે. પ્લીઝ મને ચોખ્ખી વાત કરો. તમે સોફા પર તમારી આઈ ક્લોઝ કરીને સેડ સોંગથી તમારું ડીપ ડિપ્રેશન ડિક્લેર કરતા હો એવું મારું ડાયગ્નોસીસ છે..

ગ્રાન્ડ પા આઈ એમ યોર બેસ્ટ બડી. ટેલ મી…. રોઝીએ મારી દાદી થવાની ના પાડી?’

તમને બધાને કેમ સમજ નથી પડતી…એ મારી દોસ્ત જ હતી. મારે એની સાથે કંઈ લેવા દેવા નથી.’  બાપાએ કંટાળીને બરાડો પાડ્યો.

હાસ…રોઝી ટળી..મારી માનતા ફળી. રવિસભામાં જાઉં ત્યારે બધા બૈરાઓ મને પૂછતા કે તારા સસરા ગોરકીને પણવાના છે?   મારી મમ્મી કેતીતી કે પાડોસણ સાસુ થાય તે પેલા બધું તારા નામ પર કરાવી લેજેરોઝીની બાધા ટળી. બાપાને તો સમાજની પડી નથી સમાજમાં મોં તો અમારે બતાવવાનું છેને!

બાપા મૃત પત્નીના ફોટા સામે ટગર ટગર જોતા રહ્યા. પછી હળવેથી કહ્યું, માયા આજે મંદિરેથી બીજો સુખડનો હાર લઈ આવજે. તારી સાસુના ફોટા પરનો હાર ખૂબ ધૂળ વાળો થઈ ગયો છે.

બાપાએ ફરી લલકારવા માંડ્યું

કહ્યા વગર જતી રહી, ખબર પણ ના પડી

હતી સુંદર કેમ, જતી રહી, ખબરના પડી

કેવી મજાની દોસ્તી, દિન રાત સાથે રહ્યા

રોઝી તુ જતી રહી, ખબર પણ ના પડી.

બાપા તમે હવે ફેસ-બુક પરથી કવિતા તફડાવતા થઈ ગયા. આ તો વિશ્વદીપ બારડની રચના છે એમાં રોઝીનો કચરો કેમ ઘુસાડી દીધો? એમણે તો રોઝી નહીં જીંદગી શબ્દ વાપર્યો છે.

હા પંડિતાણી માયા વહુ, કવિએતો એવું જ લખેલું પણ મેં મારે માટે સુધારી લીધુ. તારી સાસુ ગઈ પછી તો મારી ફ્રેન્ડ રોઝી જ મારી જીંદગી હતીનેદુનિયાના દીવા વિશ્વદીપે સાચું જ ગાયુ છે. તારી સાસુ ગઈ, મારી દોસ્ત રોઝી ગઈ, મારી જિંદગી ગઈ. કપરા કાળનો સહારો ગયો.

‘જિંદગી તું  જતી રહી, ખબર પણ ના પડી.’

મૉમ તારો રૅડિયો જરા બંધ કર. મૉમ તું વચ્ચે ઈન્ટરફિયર થવાનું બંધ કર.   મારે થૉડી ગ્રાન્ડપા સાથે પ્રાઈવેટ, પર્સનલ વાત કરવી છે.  હવે કન્ફર્મ થઈ ગયું કે કે ગ્રાન્ડપાને લવ ડિપ્રેશન જ છે. જો હું વાત નહીં કરું તો કોઈ થેરાપિસ્ટ પાસે રોઝીનું વળગણ છોડાવવા લઈ જવા પડશે.

દાદા આ ઘરમાં હું જ તમારો વ્હાલો, લાડકો, અને ઈન્ટેલીજન્ટ દોસ્ત છું. આંખ બંધ કરીને દિલ ખોલીને વાત કરો. તમારો સન અને ડોટર ઈન લૉ તમને નહીં સમજે. ધે હેવ વિલેજ કલ્ચર.

અને ખરેખર બાપાએ આંખ બંધ કરી વાચા જાગૃત થઈ. વાણી પ્રવાહ વહેતો થયો. ….

હું, રોઝી, માર્થા અને તેનો બૉયફ્રેન્ડ શીપમાં દાખલ થયા. ઘણાં બધા ફોટા પડાવ્યા. નાના બારી વગરના રૂમમાં દાખલ થયા.  પૈસા બચાવવા અમે ચાર જણા એક જ રૂમ બુક કરાવેલો. ત્રણ જણાએ કપડા બદલ્યા. હું તો રૂમની બહાર ચાલ્યો ગયો. આપણાથી બેશરમ થોડા થવાય?’

સાંજના ડિનર માટે ડાઈનિંગ હોલમાં ગયા. અમારા ચારનું એક ટેબલ હતું. એપેટાઈઝર સર્વ થતું હતું. સરસ વેજી સૂપ હતો. ત્યાં સૂપમાં માખી પડે કે કબાબમાં હડ્ડી પડે તેમ રોઝીનો એક્ષ ટપકી પડ્યો. બન્ને એકબીજાને જોઈને જાણે ગાંડા ગાંડા થઈ ગયા. જાણે નવા લવરિયા હોય તેમ એકબીજાને વળગી વળગીને બકી કરતા જાય ને એક બીજાની ખબર અંતર પૂછતા જાય. પાળેલા કુતરાની પણ ખબર પુછે. આપણામાંતો એક વાર છૂટા થાય પછી એનું મોં જોવાનો સંબંધ રાખતા નથી ને આ બન્ને તો મોં ચાટતા થઈ ગયા. માયાની વાત સાચી છે. આપણી સંસ્કૃતિ જ શ્રેષ્ટ છે.

કિચનમાંથી કોમેન્ટ છૂટી. હવે ડોહામાં અક્કલ આવી.

મોમ સાઈલન્સ પ્લીઝ….હી ઈઝ ઓપનિંગ હીઝ હાર્ટ અહીં સાઈકો-સેસન્સ ચાલે છે.

હાં તો પછી…. ગ્રાન્ડપા, પછી શું થયું?’

ડાયનિંગ હોલમાંથી એનો એક્સ રોઝીને ઈટાલિયન કુઝીનમાં લઈ ગયો. માર્થા એના બૉયફ્રેન્ડ સાથે મસ્ત હતી. મેં જેમ તેમ એકલા એકલા  વેજી ડૂચા મારી પેટ પૂજા કરી.  ડિનર પછી માર્થા એના બોયફ્રેન્ડ સાથે શો જોવા ગુમ થઈ ગઈ. હું એકલો રૂમમાં આડો પડ્યો. રોઝી આવીને એની બેગ લઈને એના એક્ષના સ્યૂટમાં ચાલી ગઈ. બેવફાઈની પણ કાંઈ હદ હોવી જોઈએને? મને કહેતી ગઈ કે,  મારા એક્ષનો સ્યૂટ અપર ડેક પર છે. સરસ બાલ્કની છે. ત્રણ દિવસ સૂધી એ દેખાઈ નહીં. મારે એકલાએ લોન્જની ચેર પર રાત ગાળવી પડી. રૂમમાં રોઝીની બેન માર્થા અને એનો બોયફ્રેન્ડ હોય. એ લોકો બેશરમ હોય પણ આપણે તો શરમ નડે જને?’

હાસસ્વામીનારાયણ ભગવાનની એટલી કૃપા કે બાપાનું કમ્પ્લીટ રિવર્સલ નથી થયું.’’

મૉમ પ્લીઝ તારૂં મોં બંધ કર. અહીં સાઈકોથેરેપી ચાલે છે. એમને એમની વાત કરવા દે, પ્લીઝ નો કોમેન્ટ.

હાં તો દાદા તમે ચાલુ રાખો. રોઝી તમને છેલ્લા દિવસ સૂધી મળી જ નહીં?’

ના મળી હતી ને! સ્વિમિંગ પૂલમાં. હું પડ્યો તો ત્યાં એ બન્ને આવ્યા.  એ બન્ને પણ પૂલમાં પડ્યા. રોઝી તો હંમેશાં સ્કર્ટવાળું વનપીસ સ્વિમિંગ સ્યૂટ જ પહેરતી હતી. એના એક્ષ સાથે પાણીમાં પડી ત્યારે ટુ પીસમાં હતી. જરાયે શરમ નહીં. મારી સાથે એના એક્ષની ઓળખાણ કરાવી.”ધીસ ઈઝ્ માય ગ્રેટ એન્ડ બેસ્ટ ફ્રેન્ડ મી. પટેલ.”

સાલો તો મને આંખ મારી ને કહે કે પટેલ ટેઈક ગુડ કેર ઓફ માઈ હની.” હું પૂલમાં ન હોત તો એક ખાસડું મારત.

મેં જેમ તેમ ખારો દરિયો જોતા જોતા દિવસો પૂરા કર્યા. બધા જ પટેલો કાંઈ કવિ નથી હોતા. મને તો મારા દિલીપ નું ગીત આવડે તે ગાયા કર્યું.  કોઈ સાગર દિલકો બહલાતા નહિ….

ગ્રાંન્ડપા …ગ્રાન્ડપા…નો હિન્દી સોંગ. જુસ્ટ જ્યુસી ટોક.

દીકરા હવે જીવનમાં કોઈ જ્યુસ નથી. કોઈ રસ નથી. કોઈ દોસ્ત નથી. કોઈ ફ્રેન્ડ નથી.કૉઈ ગર્લફ્રેન્ડ નથી.

બેટી માયા, આ સંસાર છોડી સ્વામિનારાયણમાં સેવક બની જવું છે આજે મને મંદિરે લઈ જજે.

બાપા મેં તો તમે સુધરી જાવ તે માટે બાધા માની હતી. જે થયું તે સારું જ થયું.આપણે બધા સાથે જ મંદિરે જઈશું.

મૉમ તું બઉ ઈન્ટરફિયર થાય છે. લેટ અસ ટોક. રોઝીની વાત કરો. એનું શું થયું. એ ક્યાં ગઈ.

એતો ગઈ એના એક્ષની સાથે. મને કહેતી ગઈ કે પટેલ મારી લોનમાં પાણી પાજો.

ગ્રાન્ડપા ફરગેટ એબાઉટ રોઝી, ઈફ વન ગોઝ થ્રી વીલ કમ. આ મારા અનુભવની વાત છે.

માયાએ કિચનમાંથી બરાડો પાડ્યો “અલ્યા બાપાને તું આવા સંસ્કાર આપે છે?”

બાપા  જલ્દી જલ્દી શોર્ટ પાટલૂન બદલીને ધોતીયું ઝભ્ભો ચડાવી દો. આપણે મંદિરે જઈએ.

બિચારા પટેલ બાપા….

ફરી પાછું નવું રિવર્સલ

બાપા ગણગણતા હતા.

જાયે તો જાયે કંહાં, ન સમજે ગા, કોન યહાં દરદ ભરી …..

અને બાપાનો સેલ ફોન રણક્યો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

         પ્રકરણ ૪.

 

 બાપા ફોન રિસીવ કરવા  . ગયા ત્યાં જ ટેણકાએ એમને  અટકાવ્યા.

ગ્રાન્ડપા…પ્લીઝ ડોન્ટ ટેઈક ફોન..બાપા, વિન્ડોમાંથી જૂઓ. તમારી એક્ષ ફ્રેન્ડ પાછી આવી ગઈ.  મને લાગે છે કે આ રિંગ વાગી એટલે એ તમને જ ફોન કરતી હશે.  ગ્રાન્ડપા, ઈમોશનલ થવાની જરૂર નથી. બી ટફ. ઈગ્નોર હર. . જો તમને અમેરિકન ગર્લ ફ્રેન્ડ જોઈતી હોય તો, મારી ફ્રેન્ડની વિડો અને ડિવાર્સિ મધરો અવેલેબલ છે. ગ્રાન્ડપા હું તમને ફ્રીમાં દોસ્તી કરાવી આપીશ.

અરે હાંભળો છો! આ તમારો દીકરો તમારા પરમ પુજ્ય પિતાશ્રીને બગાડવા બેઠો છે. તમારો દીકરો વાંદરાને દારુ પાય છે.

ગ્રાન્ડપા ડોન્ટ લીસન ટુ મૉમ.” 

મૉમ હું તારા ફાધર ઈન લૉને ફ્રી ઍડવાઈસ આપું છું.  પહેલા બ્રેક અપનું ડિપ્રેશન બહુ સિરિયસ હોય છે. જો એને એક્ષપર્ટ એડવાઈઝ ન મળે તો કેસ સિરિયસ થઈ જાય. ગ્રાન્ડપા જ્યારે ટ્રેઝડી ટ્યુનમાં આઈઝ ક્લોઝ કરીને ઈન્ડિયન સોંગ સીંગ કરવા માંડશે ત્યારે માનવું કે ખેલ ખત્તમ.

ગ્રાન્ડપા બરાબર લિસન કરો. હું મેથ્સ અને સાયન્સમાં થ્રી ગ્રેડ એહેડ છું યુ આર લકી કે તમને એક સુપર સાઈઝ બ્રેઈનનો સ્માર્ટ અને હેન્ડસમ ગ્રાન્ડસન મળ્યો છે. લવની બાબતમાં આપણી એક્ષપર્ટી છે. ટ્વેલનો છું પણ આપણું બ્રેઈન ટ્વેન્ટિનું છે.  એઈટીનના બોય્સ અને ગર્લ આપણી સલાહ લેવા આવે છે. યુ શૂડ પ્રાઊડ ઓફ મી. બધ્ધી ગર્લ્સ બ્રેક અપ પછી બીજા બોય પાસે જાય. પણ પહેલાના બોયની એને  ખરી તલપ લાગે. પછી પાછી પહેલા બોયની પાસે જાય. રોઝી પણ તમારી પાસે દોડતી આવશે. તમારે એટલું જ પ્રીટેન્ડ કરવાનું કે બસ યુ ડોન્ટ કેર ફોર હર. એને જસ્ટ એટલું જ કહેવાનું કે સ્ટેલા સાથે ડેટ પર જવાનું છે.

અરે દોઢડાહ્યા. કકલાટ બંધ કર. નાક પર છી ગંધાતી નથી ને મને થેરાપી આપવા બેઠો છે.    મને ફોન લેવા દે. અત્યારે તારે કાઉસલિંગ કરવું હોય તો તારી માના ભેજાનું કર.

બિચારી રોઝી ક્યારની રિંગ મારે છે ને! ગમે તેમ પણ આપણી નેબર છે. પહેલી સગી પડોસણ. તારી ગામડિયણ મૉમ ને સમજાવ કે બાઈબલમાં પણ છે કે લવ ધાઈ નૅબર…. સી ઈઝ માઈ બેસ્ટ ફ્રેન્ડ. લેટ મી ટોક.

હલ્લો…

………………….

આઈ મિસ યુ ટુ….

…..

ઓહ, આઈ એમ સોરી ડાર્લિંગ આઈ ફર્ગોટ્ આઈ વીલ બી રાઈટ ધેર…

અરે, બાપા એકદમ ક્યાં દોડ્યા?”

રોઝીના ઘરની ચાવી તો મારા જેકૅટમાં રહી ગઈ. આ ટેણકાએ મને રોકી રાખ્યો! બિચારી કેટલો વખત રાહ જોઈને ઉભી રહી! બિચારી    રોઝી એના એક્ષ હસબન્ડને બાય કહેવા ઉભી રહેલી અને મને લાગ્યું કે એ એના એક્ષ સાથે જવાની છે.   હું એને મુંકીને એકલો ટેક્ષીમાં દોડી આવ્યો. આઈ ફીલ સોરી ફોર પુઅર ગર્લ…

અરે! હાંભળો છો?”

ના નથી સાંભવું. મારું આખું ફેમિલી ડિસફંકશનલ ફેમિલી થઈ ગયું છે.   અબ મેં ક્યા કરું ક્યા કરું મેરે યે દીલ બતા. મેરે યે દીલ બતા મેરે બાપ બેટે ઔર બીબીકો ક્યા સમજાઉં.”   વિનોદ ગણગણ્યો.

મૉમ, હવે તારા હસબન્ડને પણ ડિપ્રેશન થઈ ગયું એમણે પણ મંબલિંગ કરવા માંડ્યું. આઈ એમ ગોઈંગ. મારે મારી ડૅટ મીસ નથી કરવી. નહીં તો મને પણ ડિપ્રેશન આવી જશે.

જો ઈન્ટ્રેસ હોય તો વિન્ડોમાંથી બે હેપી બર્ડ્સ જુઓ. તારા ફાધર ઈન લૉ અને રોઝી કેવા હગ કરીને ઉભા છે. વેરી હેપી ઓલ્ડ કપલ.

હાઈમાં…. આ ડોહા હું કરવા બેઠા છે?   મારાથી તો જોવાતું હો નથી ભરી પોળમાં બાઝીને બકી કરે છે..તમેતો હાંભળતા જ નથીને?   કંઉં છું બાપાને જરા ધાકમાં રાખતા શીખો.  નહીં તો આપણું નામ બોળશે.

ન જોવાતું હોય તો ન જોવાનું. આ પોળ નથી આ અમેરિકાની પાર્કવ્યુ સ્ટ્રિટ છે. હની બાપાની મર્યાદા આપણે તો સાચવવી જોઈએ. બારીની બહાર પડદો ખસેડીને જોયા કરવાનું બહુ સારું ના કહેવાય.” 

હવે બહુ ડાહ્યા ના થાવ. છોકરાંઓ અને ડોસાઓ પર તો નજર રાખવી જ પડે! મેં કશેક વાંચ્યું હતું કે  ટિનેજરો અને સિનિયરોના હારમોન્સ વિચિત્ર રીતે જ કામ કરે છે. ધ્યાન રાખવું પડે. કાળજી ન રાખીયે તો બદનામ થવાનો વારો આવે. તમને તો કાંઈ ભાન જ નથી પડતું!

પણ હની, અત્યારે તો બાપા અને ટેણકાની ગેરહાજરીમાં મારા હારમોન્સ વાંકા ચૂકા થવા માંડ્યા છે. હની, માયા આઈ લવ યું. હું તો બ્યુટિને પરણ્યો છુ બ્રેઈની ચિંતા ન્હોતી કરી. યુ આર બ્યુટીફુલ આઈ લવ યુ.

અરે બાપા, છોડો મને. આઘા ખસો. સુથારનું ચિત્ત બાવળીયે. ઉમ્મર થઈ. કાલ ઉઠીને આપણો ટેણકો તેરનો થશે. મને તો બાપાની ચિંતા થાય છે. આ જૂઓ, રોઝીની બેગ લઈને એના ઘરમાં ગયા. હવે પાછા ક્યારે ઘરની બહાર નીકળશે! હે ભગવાન, મારા બાપાને સદબુધ્ધિ આલજો. જો રોઝીનું વળગણ છૂટે તો સ્વામિનારાયણ બાપાનું સામૈયું કરીશ. હનુમાનજીને એક લિટર તેલ ચડાવીશ.  વીરપુરમાં પાંચ બામણ જમાડીશ.

જો માયા હવે જમાનો બદલાયો છે. સરખે સરખી ઉમ્મરના વડીલો એકબીજાને સારી રીતે સમજી શકે છે. માનસિક જરૂરિયાતો સમજી એકબીજાના પૂરક બની શકે છે. સજાતિય મૈત્રીને બદલે વિજાતિય મૈત્રી વધારે સમભાવી અને તંદુરસ્ત હોય છે. બાપા રોઝીની કંપનીમાં વધારે સુખી છે એવું તને નથી લાગતું? ધે આર જ્સ્ટ ગુડ ફ્રેન્ડસ્.

હેં..હેં..હેં..એ..એ. માયાએ માટો ભેંકડો તાણ્યો.

““મને આ જ બીક હતી…હેંએ..હેંએ..હેંએ.

બાપાની વકિલાત કરીને હું મરી જાઉં ત્યારે મે હૌ બાપા જેવા જ ધંધા કરવાનો રસ્તો ક્લિયર કરવા માંડ્યો છે.

અરે! માયા, તું સમૃધ્ધ તનયા, જિવતી જાગતી મારી સામે બેઠી છે. ઉઠી જવાના કોઈ એંધાણ નથી. મારી બ્યુટિફુલવાઈફને એમ કાંઈ સહેલાઈથી મરવા દેવાનો છું?”

હેંએ…હેંએ…હેંએ..મને તમે રિબાવી રિબાવીને મારવાના છો?”

હની, જો એક વાત કરું. મને એક જોષીએ કહ્યું છે કે  તારા પહેલા હું જવાનો છું બસ હવે તો શાંતીને?   મેં મોટો ઈન્સ્યુરન્સ પણ લઈ લીધો છે. તને કોઈ જાતની ચિંતા નહીં.

હેંએ…હેંએ..હેંએ…તમે તો આરામથી પેટીમાં પોઢી જશો. હમણાં જ મારા પિયરથી કેટલી બધી સરસ ડિઝાઈનર સાડીઓ આવી છે. હજુ તો ઘડી એ નથી ઉકેલી અને મારે સફેદ સાડલો પહેરીને રોઝી સાસુનો ઘસરડો કરવાનો એમને? પરણ્યાને હજુ તો તેર વરહ થયાને મારી આ દશા? મારી સાસુ જીવતી હોત તો આવા દિવસો જોવા ન પડતે.

માયાનું કલ્પાંત ચાલતું હતું ત્યાં બાપા એક મોટા બોક્ષ સાથે ઘરમાં દાખલ થયા.

કેમ માયાવતી, તમે કેમ ઠુંઠડો મૂક્યો. હું તો હજુ હાજર છું.

બાપા કેમ એકદમ જલ્દી આવી ગયા. રોઝીએ કાઢી મુક્યાને? ચાલો ટાડા પાણીએ ખસ ગઈ. માયાને આનંદ થયો.

બાપા, તમે ક્યારે તમારી લીલા સમેટવાના. માયાને તમારી અને રોઝીની ફ્રેન્ડશીપ સમજાતી  નથી અને સહન થતી તેનો વલોપાત છે. બાપા આ મોટા બોક્ષ્માં શું ઉપાડી લાવ્યા. રોઝીના ઘરનું ગારબેજ તો નથીનેવિનોદે હળવાસથી સવાલ ફેંક્યો.

દીકરાઆતો રોઝીએ તમારા બધા માટે જે ગિફ્ટ વસાવેલી તે લઈ આવ્યો છું. જો તારે માટે, ટેણકાને માટે, માયા માટે સરસ ટી-શર્ટ છે. ટેણકાને માટે કેપ અને જેકેટ છે. અને માયા દીકરી તારે માટે જ્વેલરી શોપમાંથી ઈયરિંગ પણ લીધા છે.

બાપા આ બધી ગિફ્ટ તમે લીધી કે તમારી ખાસ ફ્રેન્ડે અમારે માટે લીધી?   માયાએ ઈયરિંગ કાન પાસે લટકાવી આયનામાં જોતા પૂછ્યું.

હા મહામાયા આ બધું રોઝીએ જ તમારે માટે ખરીદ્યું છે. વાત એમ છે કે એના એક્ષ હસ્બન્ડની લોટરી લાગેલી. એણે રોઝી માટે ઘણી ગિફટ લીધી. રોઝી પોતાને માટે જે લેવાની હતી તે એના એક્ષે અપાવ્યું. એટલે રોઝીએ બજેટ કરેલા પૈસામાંથી આપણે માટે ગિફ્ટ લીધી.  વેરી સિમ્પલ. શી લવ્ઝ અસ.  વી આર લકી ટુ હેવ નાઈસ નેબર લાઈક રોઝી.

બાપા તમારે માટે શું ગિફ્ટ લાવી?”

મને એ કદાચ સરપ્રાઈઝ આપશે. મારે માટે તો એ કશું લાવી હોય એવું લાગતું નથી.

બાપા, હું માનતી હતી એવી રોઝી ખરાબ નથી લાગતી. ઘરમાં સામસામે બેસીને વાતો કરવામાં વાંધો નહીં પણ ઘરની બહાર એની સાથે લોકો જૂએ એમ ફરવા હરવાનું હોં કે બાપા. એમાં મારુ ખરાબ દેખાય. આપણી આબરૂ જાય અને એની અસર આપણા ટોની પર પડે. રોઝીબેન આમ તો સારા સ્વભાવના લાગે છે.

માયા દીકરી તારે એને થોડી મદદ કરવાની છે. કરશે ને?”

“          બાપા, આંગળી આપીને પહોંચુ પકડે એવી વાત નો કરતાં હોં. તમે ધારો તેવી ગમાર નથી, હોં…..”

ના એવું કશું નથી. પેલા કબાટમાંથી તારી સાસુની લાલ સાડી છે ને તે જરા કાઢી આપને! રોઝીને આપણી સાથે સ્વામિનારાયણ ટેમ્પલમાં આવવું છે. અને એની પાસે સાડી નથી. તને કંઈ વાંધો નથીને? “

હાયમાં! તમારી સાથે એને હો લઈ જવાની? તેય પાછી સ્વામિનારાયણમાં? બચારા સંતોને ભ્રષ્ટ કરવા? પાપ લાગશે પાપ!

ના બા, એ સાડી તો ન જ આપું! મારી સાસુની યાદગીરી છે. તમને યાદ છે એ છેંતાળીસ હજાર રૂપિયાની હતી. તમે તો તરત તૈયાર થઈ ગયેલા. આતો મેં બારગેઇન કરીને સાડી બેતાળીસમાં પડાવેલી. બિચારા બાએ તો એક જ વાર પહેરેલી ને મેં હો ત્રણ ચાર વાર જ પહેરેલી. એક વાર મારી પિત્રાઈ ભાભી એની બહેનને માટે લઈ ગયેલી.

માયા, રોઝી જ્યારે એ સાડી પહેરશે ત્યારે મને હંમેશા તારી સાસુ જ યાદ આવશે. આપણી સાથે રોઝી મંદિર આવશે. આવતી કાલે અમે ઈન્ડિયા ડે પરેડમાં જઈશું. મેં એને જયહિંદ, ભારતમાતાકી જય અને મેરા ભારત મહાન બોલતા શિખવી દીધું છે. હવે બેટી તારે એને થોડું ગુજરાતી, હિન્દી શીખવવાનું છે. શીખવશેને દીકરી?”

હેંએ, હેંએ, હેંએ, હેંએ…મારા ભાગ્ય ફૂટ્યા…

અરે ક્યાં ગયા? અરે હાંભળો છો? કઉં છું, હાભળો છો? આ શ્વેતાંબરી આપણને દિગંબર બાનાવવા બેઠી છે. આ બાપાને કોઈ વારો. એક ટી શર્ટ અને બે લટકણીયામા દેશમાંનો આપણો આખ્ખો વારસો ગળી જવા આવવાની છે.

આજે સાડીથી શરૂઆત કરી છે, પછી બાના ઘરેંણા માંગશે. પહેરીને સ્વામિનારાયણમાં જઈને એકબીજાને હાર પહેરાવશે, સંતોના આશિષ લેશે સંતો શતાયુ ભવ અને શત પુત્રોના આશીર્વાદ આપશે આપણે ગલીએ ગલીએ ભીખ માંગવી પડશે.

ક્યાં છો? ઓહ મારી પાછળ ઉભા છો?  હું અહીં ભડકે બળું છું અને બાપ દીકરાને હસવું આવે છે. હું જાણે શાસ્ત્રીના સ્થુળ હાસ્યની વારતા કરતી હોઉં.

બાપા, આ કાનના લટકણીયા એને પાછા આપી દેજો હું બાની સાડી નથી જ આપવાની. ને ચોખ્ખીને ચટ વાત કઈ દઉં છું તમારે જ્યાં જવું હોય ત્યાં જજો પણ હું જે જે મંદિરે જાઉં છું ત્યાં મારે એનો ટાંટીયો ના જોઈએ.

ક્ષમ્યતામ્ માયેશ્વરી. અમે સ્વામિનારાયણમાં નહીં જઈએ બસ! હું એને બીજી સાડી અપાવીશ. એ તો સસ્તી સાડીમાં પણ બ્યુટિફુલ લાગશે. અમે ન્યુયોર્કની પરેડમાં જઈશું જન્માષ્ટમીને દિવસે હરેક્રિશ્ન મંદિરમાં જઈશું. આટલી મંજુરી મળશેને?”

એને સાડી પહેરાવશે કોણ, મારો બાપ?”

ના માયા. જ્યાં સૂધી વિનોદનો બાપ બેઠો છે ત્યાં સૂધી તારા બાપે તસ્દી લેવાની શું જરૂર છે?   આ બંદા રોઝીની સેવામાં હાજર છે.

જુઓ બાપા હું બૌ સીરિયસ છું હોં બાપા. એક કામ કરોને, બળેવ પણ આ મહિનામાં જ છેનેરોઝીબેનને રાખડી બાંધવા બોલાવજોને હું એને સાડીને બદલે સાડી કલરના લાલ લાલ તીખા મરચાની તીખી તમતમતી મસાલેદાર રસોઈ ખવડાવીશ્.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રિવર્સલ ૫

 

અરે! હાંભળો છો? બુમ પાડી પાડીને થાકી. બેરા થઈ ગયા?’

બિચારો વિનોદ ધીમેથી બબડ્યો.

બેરો હોત તો બાપાના દોસ્ત શાસ્ત્રીકાકા જેવો સુખી હોત.

તમે શું બોલ્યા એ મેં સાંભળ્યું છે હોં! કાકી કેતાતા કે કાકા તો મતલબી બેરા છે.  તમે મારી સાથે એવા નાટકવેડા ના કરતાં હોં! ફોનની આટલી આટલી રીંગ વાગે છે તોયે ઉપાડતા નથી. બાપાને માટે રોટલા, તમારે માટે ભાખરી, તમારા દીકરા માટે ચીઝ પરોઠા….. મારા હાથ નવરા નથી. જલ્દી ફોન ઉપાડો. સ્પીકર ચાલુ કરી ફોન અહીં મુકી જાવ. આમ બાઘાની જેમ મારી સામુ ના જોયા કરો. તમારી નજર ક્યાં કાયાં ઠરે છે તે મને ખબર છે. ફોન લાવો, ફોન.

હલો કાંતામાસી કેમ છો? ઘણા વખતે મને યાદ કરી!

અરે! માયા. હમણાં તો સમય જ નથી મળતો. હવે તો અમારા ડે કેર સેન્ટરમાં જાત જાતની પ્રવૃત્તિ વધારી દીધી છે મને દબાણ કરીને પરિવર્તન ક્લબની પ્રેસિડન્ટ બનાવી છે. હવે બધા ડોસલાઓ, સોરી બધા સિનિયર્સ એક સેન્ટરમાંથી બીજા સેન્ટરમા કુદાકુદ કરતા થઈ ગયા છે. મારે છોડી ગયેલાઓને પાછા લાવવા છે. જોને તારા પપ્પા પહેલા અમારી સાથે હતા. એમની સાથે બધી લેડિઝને મજા આવતી હતી. એણે અમારું સેન્ટર છોડી દીધું, એની સાથે પાંચ લેડીઝ પણ કોઈ બીજા સેન્ટરમાં ચાલી ગઈ. કહે કે વિઠ્ઠલજી વગર મજા જ નથી આવતી. મને બધાને પાછા ખેંચી લાવવાનું કહ્યું છે. હું જરા તારા પપ્પા સાથે ટોક કરી શકું. તારા પપ્પાતો માઈ ખાસ ફ્રેન્ડ હતા.

કાંતામાસી, એ મારા પપ્પા નથી હોં! એ તો મારા ફાધર ઇન લૉ છે. મારા પપ્પા તો કોઈ લેડિઝ સાથે દોસ્તી રાખતા જ નથી. બહુ જ સીધા હોં. મારી મમ્મીનો ડોળો ફરે એટલે મારા પપ્પાતો ગમે તેવી રૂપસુંદરી હોય, આંખો બંધ જ કરી દે. મારા ફાધર ઈન લૉની વાત કરતા હોય તો એ તો  મારા નૅબરને ત્યા ગયા છે.

પણ તારી બાજુમાં તો કોઈ અમેરિકન વિડો રહે છેને?’

ના માસી એ વિડો નથી. એણે એના વરને ફારગતી આપી છે પણ એના વર સાથે બધો વ્હેવાર ચાલુ રાખ્યો છે.  અંદરખાને બધો; સમજી ગયાને! બધ્ધો જ વ્યવહાર ચાલુ રાખેલો છે.  બાપાની સાથે તો ખાલી ફ્રેન્ડશીપ છે હોં.  બાપા માટે ખોટું ધારશો નહીં.   અમારું ફેમિલી તમે માનો એવું નથી હોં. અમારા ફેમિલી સાથે પાક્કી ફ્રેન્ડશીપ છે. અમારા માટે કાયમ ગિફ્ટ હો લાવે છે હોં. ખોટું ન બોલાય. માયાએ બાપાના ડિફેન્સ માટે અચકાતા અચકાતા સ્ટેટમેન્ટ આપ્યું.

એક વાત કહું?   કોઈને કહેતી નહીં આતો પેલી રમા છેને! તેણે મને ખાનગીમાં કહેલું તે વાત કરું. સાચું જૂઠું તો ભગવાન જ જાણે. આ અષ્ટમી પર રાતે તારા બાપા!…

માસી…. એ મારા બાપા નહીં. વિનોદના બાપા…

એતો બધું એકજ કહેવાય.. સસરાને પણ ન છૂટકે બાપ કહેવા પડે. અહીંની અમેરિકન વહુ હોય તો માત્ર વિઠ્ઠલ કહે કે મિસ્ટર પટેલ કહે. આપણે તો આપણી સંસ્કૃતિ જાળવે જ છૂટ્કો. જો હું આડી વાત પર ચડી ગઈ. હું કેતીતી…ના હોં રમા કેતીતી કે તારા બાપા હરે ક્રિશ્ન મંદિરમા કોઈ ગોરકીને લઈને ગયેલા. ગોરકીએ લાલ સાડી પહેરેલી. બાપાની સાથે  ગોરકીએ ક્રિશ્નની ધૂન મચાવી. હડે રામા હડે ક્રિશ્ના હડે રામા હડે ક્રિશ્ના બસ પછી રામાને ક્રિશ્ના કેન્સલ કરીને એણે બે હાથ ઉંચા કરીને ચૈતન્ય ભગવાનની જેમ નાચવા માંડ્યું. બાપાએ તો જીન પહેરેલો. એણે પણ બે હાથ ઉંચા કરીને નાચવા માંડ્યું. પણ એ તો બન્ને હાથની આંગળીઓ ઉંચી કરીને ભાંગડાની સ્ટાઈલમાં ડેન્સ કરતા હતા. હડે રામા હડે રામા કરતા કરતા ગોરકી તારા બાપાને સોરી વિનોદના બાપાને વળગી પડેલી. સાચું ખોટું તો રામ જાણે પણ રમા કેતીતી કે ગોરકીએ તારા બાપા, સોરી વિનોદના બાપાને કિસ હો કરેલી. કોઈએ એવું સાભ્ળ્યું છે કે કોઈ ગોપીએ રામને કીસ કરેલી?  છોકરાંઓ તો ના સમજે પણ ડોસલાઓએ તો સમજવું જોઈએને!! મંદિરમાં દર્શન કરવા જવાનું હોય. હડે રામ ભલ્લે બલ્લે કરવા જવાનું ના હોય.

માસી, તમે હો મંદિરે ગયેલા?’

ના બેન, અમે તો મારે ઘેર તીન પત્તીનો પ્રોગ્રામ રાખેલો. મંદિરની તો ધક્કામુક્કીમાં આપણું કામ નહી. રમા પણ અમારી સાથે જ હતી.

તો કાંતામાસી, રમામાસીને કેવી રીતે ખબર પડી કે એ વિનોદના બાપા જ હતા? કદાચ કોઈ બીજું પણ હોય!

એને તો પેલા જમનાબેન ખરાને! તેણે વાત કરેલી. જમનાબેનને વારતહેવારે મંદિરે મંદિરે ભટકવાની ટેવ છેને, એટલે બધી જ ખબર પડે.

અમારા, આઈ મીન વિનોદના બાપા જમનાજાડી કહીને બોલાવે છે તેની વાત કરો છો?’

હેંએ… ખરેખર તારા, આઈ મીન વિનોદના બાપા જમનાબેનને,  જમના જાડી કહે છે? ચાલ મારો ફોન નકામો નથી ગયો. તારી પાસે મજાની વાત જાણવા મળી. જમનાજાડીજ ને?’

ના બા. કોઈને કહેશો નહીં કે માયાએ કહ્યું છે. કદાચ બીજા જમનાબેન પણ હોય.

ના, ના એજ…એ જ જમનાબેન. હંમેશા તારા, સોરી વિનોદના બાપાને એ શોધતી રહે છે ને તારા, સોરી વિનોદના બાપા મો સંતાડતા ફરે છે. જુવાન હતી ત્યારે હેમામાલિનીનો વ્હેમ રાખીને ફરતીતી. માંગા પણ આવતાતાં પણ  નખરા કરવામાં ને કરવામાં હસબંડ વગરની રહી ગઈ. હવે માયાવતી, સોરી, આઈ મીન તું નહીં હોં, પેલી પોલિટિશીયન માયાવતી જેવી દેખાય છે. ખોટું ના લગાડતી. તું કાંઈ છેક માયાવતી જેવી નથી લાગતી. જમની બાપા પાછળ પડી છે. બાપાને જરા ધ્યાન રાખવાનું સમજાવી દેજે.

કાંતામાસીબીજો ફોન આવે છે.

અરે, અરે બાપાને કહેજે કે ક્યુટ કાંતાને ફોન કરે. વિઠ્ઠ્લજીએ જ મારું નામ ક્યૂટકાંતા રાખ્યું છે. કોઈ કોઈવાર કાંતાની બાદબાકી કરીને એકલી ક્યૂટી જ કહે. એને અમારા સેન્ટરમાં પાછા લાવવાના છે.

માયાએ ફોન ઓફ કરી દીધો.

ક્યુટ, માઈ ફૂટ. કાંતુડી…. મને હો માયાવતી કેવા બેઠી છે….ચાંપ્લી,’

 

અરે, હાંભળો છો? કઉં છું હાંભળો છોઓઓઓ?’……. માયાએ જોરદાર ગર્જના કરી.

કેમ બુમાબુમ કરે છે. જ્યારથી ઘરમાં ઓફિસ કરી છે ત્યારથી જરાએ કામ થતું નથી. હાંભળો છો…હાંભળો છો…હાંભળો છો.    આના કરતાં તો પાછો ઓફિસ બિલ્ડિંગમાં મુવ થઈ જાઉં તો શાંતીથી કામતો થઈ શકે.

મને ખબર છે કે તમારે કેમ ઓફિસ બિલ્ડિંગમાં પાછા જવું છે. ત્યાં જશો એટલે પાછી પેલી મોનિકા સેક્રેટરીને રાખશો. બાપ તેવા બેટા.

ચાલ હવે મારી અને બાપાની પ્રશસ્તિ કર્યા વગર જલ્દી કહી દે કે શું કામ છે?’

કામ કંઈ નથી.  તમ તમારે તમારું કામ સુખ્ખેથી કરો. અને કોઈ બી લેડિઝનો ફોન આવે તો લેતા નહીં. હવે મારાથી તમારા બાપાના પરાક્રમોની ગાથા નથી સહન થતી. તમારે શુંઆબરૂતો મારી જાય છેને! લોકો તારા બાપા, તારા બાપા કરીને વાત કરે છે. લો આ ફોન પણ અહિંથી મુકી દો.

પાછી રીગ વાગી.

અરે! ક્યાં ચાલ્યા! ફોન લેશો નહીં પણ જરા જૂઓ તો ખરા. કોનો ફોન છે!

એક બ્યુટિફુલ લેડીનો છે.

વળી પાછી કઈ નવરી નીકળી પડી. હું કિચનમાંથી પરવારતી જ  નથી ને મારા સિવાય બધી જ નવરીઓ ને જલશા છે.. કોણ છે નવરીઅરે, ભલા માણસ કોણ છે, કોનો ફોન છે એટલું તો કેતા જાવ. ચાલવા માંડ્યું છે તે!’

છે એક નવરી કામ ધંધા વગરની લેડી.

પણ કોણ?’

બીજું કોણ, મારા પરમ પૂજ્ય સસરાજીના મહાબુદ્ધિશાળી ધર્મપત્ની નવરા સાસુજી…. તારી મમ્મી.

લાવો લાવો. બાપ દીકરાને વાણીવિવેકનું ભાન જ નથી ને! ડોહાનું તો  રિવર્સલ થઈ ગયું છેઘરડે ઘડપણ ગુંલાટ મારીને  મોડર્ન થવું છે. નવો જમાનો માણવો છે. અરે! બાપાનુંતો ફરી ગયું છે ફરી! હવે તમે હો ફાટવા માંડ્યા છો. મારી મમ્મી વડીલ કહેવાય એટલો તો ખ્યાલ રાખો. લાવો ફોન આપો અને તમ તમારે કામે લાગો. બિચારી ક્યારની ફોન કરતી હશે ને તમે તો રીંગ સામુ જોયા કરો છો. રીંગ જોવા માટે નહીં પણ સાંભળવા માટે હોય છે. લાવો, લાવો. જલ્દી ફોન આપો.

લો માયાદેવી, નિરાંતે ત્રણ ચાર કલાક માતુશ્રી સાથે સત્સંગ કરો. મારે એટલો સમય તો શાંતી. સ્પિકર ઓન છે.

હાય મમ્મી. જય સ્વામિનારાયણ.

જય સ્વામિનારાયણ બેટી. વિનોદના બાપા ઘરમાં છે?’

ના ઘરમાં નથી. એમનું કાંઈ કામ હતું?’

ના આ તો તને થોડી સલાહ આપવાની છે.  વાત એમ છે કે તારા મુંબઈવાળા ગોરધનમામા ખરાને, તેની દીકરી ધાત્રી ઈન્ડિયા ડે પરેડમાં ગયેલી તેણે ખાસ ઉતારેલો વિડિયો મોકલેલો. ખાસ તો એટલા માટે કે ધાત્રી રાઘિકા સાથે કોલેજમાં સાથે ભણેલી.આ વર્ષે રાધિકા પરેડની ગ્રાન્ડ માર્શલ હતી,   એ તો તને ખબર છેને?’

મમ્મી કોણ રાધિકા? તું જ્યારે જ્યારે વાત કરે ત્યારે હું પહેલા તો ગુંચવાઈ જાઉં છું.

રાધિકા, ન ઓળખી?   હમ પાચની બહેરી અને બગડેલી આંખવાળી રાધિકા.

ઓહ મમ્મી એમ કહેને કે પેલી વિદ્યા. ઓળખી. પેલી ગંદી ફિલમવાળી ને? મને તો બધાની સાથે બેસીને જોવાની હો શરમ લાગે. એમણે તો બાપા અને ટેણકા સાથે બેસીને ચાર પાંચ વાર ગંદી ફિલમ જોઈ હશે. એક વખત આખ્ખી જોયા પછી  કેટલીયે વાર ફાસ્ટ ફોરવર્ડ અને રિવાઈન્ડ કરતા કંઈ ન જોવા જેવું જ જોયા કરતા હતા.

હાં તો ધાત્રીની શું વાત કરતી હતી?   ધાત્રી વિદ્યાને મળેલી?’

ધાત્રી એને મળવા ગયેલી પણ એ રાધિકાએ તો ધાત્રીને ઓળખેલી જ નહીં. એટલે એણે ગુસ્સે થઈને બીજા બધા ફ્લૉટના વિડિયો લીધેલા. એણે મને કહેલું કે આમાં એક ફ્લોટ ખૂબ ફની અને મજાનો છે.

એ ફ્લોટ આગળ વિનોદના વાપા ઘૂસી ગયેલા.

ગુજરાતના ફ્લૉટ્ની આગળ વિનોદના બાપા વિઠ્ઠલજી ચાલતા હતા.  એમણે બુદ્ધિ વગરના ઈન્ડિયન જૉકર જેવા કપડા પહેર્યા હતા. બાપાએ ધોતિયું,ટી શર્ટ, ટાઈ અને માથે નરેન્દ્ર મોદી મત માંગવા જાય ત્યારે પહેરે તેવી પાધડી બાંધી હતી. છેક કાર્ટૂન જેવા લાગતા હતા.   તેની એક બાજુ તારી પાડોસણ ખાદીની સફેદ સાડી પહેરીને હાથમાં ગુજરાતના નકશા વાળો ઝંડો લઈને ચાલતી હતી. બીજી બાજુ બનતા સૂધી પાડોસણની કોઈ સગી બીચ પર રખડતી હોય એમ ગોગલ્સ અને બિકીનીમાં અમેરિકન ફ્લેગ લઈને ચાલતી હતી. પટેલ પેલી બન્નેની કમ્મર પર હાથ લપેટાવીને ઉછળતા કૂદતા સ્લોગન બોલાવતા હતા.

અમેરિકન ગુજ્જુ ફ્રેન્ડ…ફ્રેન્ડ. ….‘મહાગુજરાત ઝિંદાબાદ. …..‘પી.એમ્ નરેન્દ્ર મોદી હમારે ભગવાન હૈ.

આ માત્ર પાંચ મિનિટ માટે જ ચાલ્યું. કોઈ કોંગ્રેસીએ ફરિયાદ કરી કે પરેડના નિયમ પ્રમાણે કોઈ પોલિટિકલ પાર્ટીના સ્લોગન એલાઉ ન હતા. સ્વયંસેવકોએ પટેલને ટાંગાટોળી કરીને પરેડમાંથી બહાર કાઢ્યા. આ વિડિયો માત્ર પાંચ જ મિનિટનો છે પણ તારા બાપાની ઈજ્જતના કાંકરા કરી નાંખ્યા છે. વિનોદના બાપાને કારણે અમારે પણ નીચું જોવું પડે છે.

ધાત્રી તો બિચારી બાપાને ન ઓળખે પણ મામા તો ઓળખેને?   એણે તો મને એવો ઠપકો આપ્યો કે આખી રાત ઉંઘ નથી આવી. કહે કે તેં આપણી દીકરીને આવા સંસ્કાર વગરના બાપના ધરમાં નાંખી છેહું તને વિડિયોની કોપી મોકલી આપીશ. વિઠ્ઠલજીને ટાંગાટોળી કરીને લઈ જતા હતા તે તારા બધા સાસરીયાને પણ બનાવજે.

મમ્મી હવે દાજ્યા પર ડામ દઈને ઉપર મીઠું મરચું ના ભભરાવ. આપણે હુરત વાલા એ લોકો નડિયાદ વાળા. એ લોકો જરૂર કરતા વધારે ડાહ્યા. આપણે જરૂર કરતાં વધારે મુરખ. વિનોદના નાનાકાકા ભરતભાઈ તો કેટલા સીધા સીધા માણસ. વિનોદ હો બૌ કહ્યાગરો. પણ બાપા જ વંઠી ગયા. રડી પડતા માયા એ ઠૂંઠવો મુક્યો. હેં..એ..એ…એ

જો માયા દીકરી એમ રડવાનું નહીં.

તો પછી કોઈ રસ્તો બતાવ. મને મારા ટોનીની ચિંતા થાય છે. બાપજીની શિક્ષાપત્રી ડોહાએ લોન્ડ્રીમાં નાંખી છે.   કંઈક રસ્તો બતાવને!’

હવે બાપાને સુધારવાને તું અમેરિકન થઈ જા.

અત્યારે તું સ્પિકર ફોન પર છેને?’

હા મમ્મી.

પહેલા તું સ્પિકર બંધ કરને મારી વાત સાંભળ.

ઓકે મમ્મી.

……..

બરાબર…હાં હાં મમ્મી તું ખૂબ સ્માર્ટ છે હોં…બરાબર…હાં, હાં બરાબર એજ લાગના છે.

                                    *************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૬

 

 ‘એઈ ટેણકા જા,   જરા જો તો માયાએ ચ્હા મુકી કે નહીં?’

 

ગ્રાન્ડપા તમને યાદ નથી કે વીક પહેલા હું થર્ટીનનો થઈ ગયો છું. હવે મારી ટીનેજર ગેંગમાં ઓફિસિયલ એન્ટ્રી થઈ ગઈ છે. આઈ ડિઝર્વ સમ રિસ્પેકટ. હવેથી ટેણકાને બદલે ટોની કહેશો તો જ એન્સર મળશે. ઓકે  ધીસ ટાઈમ આઈ ફરગીવ યુ.તમે મને કયો  ક્વેશ્ચન  પૂછ્યો હતો? ‘

ઓકે મારા બાપ!    આજે રવિવાર છે. આઠ વાગ્યા પણ ચ્હા નથી મળી. જરા તારી મૉમને પૂછી  જોને સવારની ચ્હા ક્યારે મળશે.

ગ્રાન્ડપા તમે પાછી ભૂલ કરી. વચ્ચે તમે એક મોસ્ટ ઈમ્પોરટન્ટ્ વર્ડ ભૂલી ગયા. તમારે કહેવું જોઈએ કે પ્લિઝ જરા મૉમને પૂછી જો.‘   જ્યારે નાના સાથે વાત કરતા હો તો રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ. મારી નાની કહેતી હતી કે ઈન્ડિયન ટી.વી પ્રોગ્રામમાં તમારો અમિતાભ બચ્ચન પણ નાના છોકરાઓને આપ-આપ કહીને રિસ્પેક્ટ આપે છે. અંગ્રેજી તો આવડે છેને? આઈ, વી…. ધાવ, યુ હી-સી-ઇટ, ધે તો બધા દેશીઓને આવડે. મારી થર્ડ ગ્રેડની ટિચરે પણ કોઈ દાડો  મને ધાવ એવું નથી કહ્યું. બધા યુ કહે છે. નાના મોટા બધા જ્યારે મારી સાથે વાત કરે છે રિસ્પેક્ટથી “યુ” કહે છે. આપણા દેશીઓ ડોન્ટ નો વ્હોટીઝ ધ મેનર્સ.   નાનાઓ મોટા પાસે જ શીખે છે. સે ટેન ટાઈમ ટોની પ્લિઝ‘ ‘ટોની પ્લિઝ‘ ‘ટોની પ્લિઝ

ટેણકાઆઆ…. બેટા ટેણકા….. પ્લિઝપેલા કોરનર પરથી મારો સૂઝ મને આપતો!   સવારે આઠ પહેલા ચા વગરના બાપા સાથે કેમ વાત થાય તે હવે હું તને.શીખવું છું…’. 

ટેણકાએ, લાલ આંખવાળા બાપા પાસે ખાસડાજ્ઞાન લેવાને બદલે, એના ડૅડી-મમ્મીના બેડરૂમમાં આશ્રય લેવાનું વધારે ઉચિત માન્ન્યું.

બાપાએ મોટી ત્રાડ નાંખી. ચ્હઆ…

અંદરથી માયાનો મધુરો જવાબ મળ્યો.

હવે મારે આધુનિક અમૅરિકન મહિલા થવું છે. તમારી સાથે રહેવું હોય તો થવું જ પડેને! બાપા તમારા રિવર્સલની સાથે સાથે મારામાં પણ પરિવર્તન લાવવું પડશેને!  બાપા ગઈ કાલે જ મારી મમ્મી સાથે વાત થઈ. તમારા અમેરિકન નવા વિચારોના વખાણ કરતી હતી. મને પણ દેશ તેવા વેષ કરીને અમેરિકન જીવન પધ્ધતી અપનાવવા દબાણ કરતી હતી. તમારી પાસે થોડું થોડું શીખવાનું કહેતી હતી. બાકીનું મોટાભાગનું તો મારી મમ્મી જ શીખવી દેશે.   આજથી જ મમ્મીએ આપેલું, પહેલું લેશન સ્ટાર્ટ કરું છું.  હવે મેં મારું ઈન્ડિયન વહુમાંથી અમેરિકન ડોટર ઈન લોમાં પરિવર્તન કરી નાંખ્યું છે. બાપા, અમેરિકન ઘરોમાં દરેક વ્યક્તિ પોતાની કૉફિ અને બ્રેકફાસ્ટ જાતે જ પોતાની રીતે તૈયાર કરી લે છે.  આપણે પણ આજથી રોજ એવું જ કરવાનું છે. રોજ મને સીરીયલ જોઈને સૂતા મોડું થાય એટલે ચા મુકવા ઉઠવાનું બહુ જ અઘરું પડે છે. આજથી દરેકે પોતપોતાની ચા-કૉફિ જાતે બનાવી લેવાની. મેં તમારા પ્રીન્સને પણ ગઈ કાલે રાત્રે જણાવી દીધું છે.    તમને ચા બનાવતા  ન આવડતી હોય તો એ તમને શીખવશે.’

 

અરે હાંભળો છો?   આજનો દિવસ તમારા, સોરી આપણા બાપાને, ચા બનાવતા શીખવોને! પ્લિઈઈઈઝ્.

ના દીકરા તું પણ  નિરાંતે  સૂઈ રહે. તારે ઉઠવાની જરૂર નથી.  તારો બાપ ભલભલા શેફ પણ રસોઈ કેમ કરવી તે શીખવે એવો છે..

બાપા ગાતા ગણગણતા રિક્લાઈનર પરથી ઉભા થયા.

 

 

રિવર્સલ એન્ડ પરિવર્તનમેં વિઠ્ઠલ તેરી ચ્હા ગઈ ચાહત ગયી,

બિગડી હુઈ ઉલ્લુમમ્મી,  દેશીબેટીકો નીક્કમી સલ્લાહ દે ગયી.”

 

જાત મહેનત જિન્દાબાદ, અપના હાથ વિઠલદાસ”.

બાપા કિચનમાં ગયા. વાસણોએ પોતાના જુદા જુદા રિધમથી બાપાને સહકાર આપવા માંડ્યો કાચના બે વાસણોએ સ્વેચ્છાએ આત્મહત્યા કરી લીધી…. વાસણોની ધમાધમીની વચ્ચે બાપાનો ધાંટો સંભળાતો હતો.

બાપાએ કિચનમાં જરૂરી વસ્તુઓની શોધખોળ શરૂ કરી.  

માયા….ચ્હા ક્યાં છે?’

બાપા,ગોળ નાની બરણીમાં’  માયાનો બેડરૂમમાંથી મધુરો પ્રત્યુત્તર.

અહીંતો જાત જાતની બરણીઓ પડી છે.   કેવા કલરની બરણી છે તારા પિતાશ્રીના કલરની કાળી કે તારા માતુશ્રી જેવી ઉજળી?’

બાપુ, બધી બરણી પર ગુજરાતીમાં લખ્યું છે.   રોઝીદેવીની સોબતમાં ગુજરાતીતો ભૂલ્યા નથીને?’

નાં હોં! હવે તો  રોઝીને ગુજરાતી હું જ  શિખવું છું.  એને ગુજરાતી અને હિન્દી શીખવામાં રસ છે. એને રોઝી, વિઠ્ઠલ અને પટેલ લખતા પણ આવડી ગયું છે. સી ઈઝ વેરી સ્માર્ટ.  કોને ખબર ક્યારે કામ લાગે.

મને ચા જડી હોં.  તારા પપ્પાના મદ્રાસી કલરની બરણીમાં હતી.

માયાઆ ..ખાંડ ક્યાં સંતાડી છે?’

બાપા,સંતાડી નથી, એના પર પણ ખાંડ લખેલું છે. ઉમ્મર થઈ. ચશ્મા છે પણ રોઝી આગળ ઈમ્પ્રેશન પાડવા પહેરતા નથી. જુવાન દેખાવું છેને! ગોળ મોટા ડબ્બામાં છે; પણ તમારે ખાંડ નાંખવાની નથી.  સ્વિટ એન્ડ લોના પડિકા નાના બોક્ષમાં છે તે લેજો. તમારે માટે ફેટ ફ્રી મિલ્ક ફ્રિઝમાં છે. ફ્રિઝ સ્ટોવની સામેના ખૂણામાં છે. સ્ટોવ અને તમે કિચનમાં છો. બાપા! હવે બીજું કઈ પૂછવું છેજો  ચ્હામાં વઘાર કરવો હોય તો લાલ મરચા લાલ બૉટલમાં છે. વઘાર માટેનું તેલ નાની ગ્લાસ બોટલમાં છે. ઓલિવ ઓઈલનું નાનું કેન ઉપરના કેબિનેટમાં છે. તેલનો મોટો ડબ્બો નીચેના કેબિનેટમાં છે.. ’

ચ્હામાં વઘાર?   એક્સેલન્ટ આઈડિયા.  વેરી નાઈસ…વેરી નાઈસ. મહામાયા થેન્ક્યુ વેરી મચ્ એક્ષેલન્ટ આઈડિયા. ચણાનો લોટ ક્યાં છે?’

કેમ ચણાના લોટનું શું કામ છે?’

મેં ગુગલમાં વાંચ્યું છે કે ચણાદાળ ડાયાબેટીક માટે ગુણકારી છે. એનો ગ્યાસીમિક ફેક્ટર ખૂબ લો છે. ચણાનો લોટ ચ્હામાં નાંખવાથી ચ્હા પૌસ્ટિક અને ટેસ્ટી બને છે . ચામાં થોડા ઓનિયન પણ નાંખવા છે. ઓનિયન તો કસ્તુરી કહેવાય. ઈન્ડિયાના દેશીઓ ભલે કકલાટ કરે. આપણે તો ટેસ્ટથી ખાવા મળે છે. લીલા મરચા પણ ચામાં નખાય. માયા, હવે તું પણ નિરાંતે બેડમાં પડીને આસ્થા ચેનલ પરથી વહેતી જ્ઞાન ગંગામાં સ્નાન કરીને પવિત્ર થયા કર.   બાકીનું બધું  હું શોધી લઈશ. હવે તું નિરાંતે આરામ કર.

વિઠ્ઠલબાપાએ ગાતા ગણગણતા, વાસણો અફાળતા, કિચનભૂમિ પર રાંધણ સંગ્રામ શરૂ કર્યો. દેહદાનમાં આવેલા શબની નવો વિદ્યાર્થી સર્જરી કરે તેમ બાપાએ કિચન કેબિનેટ, પેન્ટ્રી, ફ્રીઝને પીંખવા માડ્યું.

પટેલબાપાએ બટાકાની સ્લાઈસ કરી, કાંદા સમાર્યા. ચણાના લોટનું મસાલેદાર ખીરુ બનાવ્યુ. તેલની પેંણીમાં ગાતા ગાતા બટાકાના ભજીયા બનાવ્યા.

વિઠ્ઠલ ભજીયા તળેમોટું છે મુજ નામ. બહુરાનીકો કીજીયે સુબહ સુબહ પરનામ.

નાવ ગરમ ભજીયા બી રેડી, માઈ મોર્નિંગ ચાય બી રેડી. રોઝીને પોટેટો ઓનિયન પકોરા ખાવા હતા. આજે મારા હાથના હોમ મૅઈડ પકોડા ખવડાવીશ.

 

રોઝીને ફોન  કર્યો. માય ફ્રેન્ડ,   આઈ એમ કમિંગ વિથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ‘.

બાપાએ નવું ટેનિસ શોર્ટ અને પોલો ટી શર્ટ ચડાવ્યું. ટ્રેંમાં, ચાયના ડિસ, અને તેમાં ગોળ ભજીયા ગોઠવ્યા ઉપર કેચપના ચાંલ્લા કર્યા.ચાંલાની ઉપર કોથમીરના બબ્બે પાન મૂક્યા ચાયના કેબિનેટમાંથી વગર વપરાયલી માયાના પિયરથી આવેલી તદ્દન નવી  શોભામાં મુકી રાખેલી સ્ટરલિંગ સિલ્વરની  કિટલીમાં ચા ભરી. ટેણકા માટેની લાવેલી ખારી પડવાળી જીરા બિસ્કિટ સરસ રીતે ટ્રેમાં ગોઠવી.

માયા વહુ કિચનમાં આવી. પહોળા મોંએ અવાચક થઈને બાપાને જોતી રહી. બાપાએ એક હાથમાં હોટલ બોયની અદાથી સર્વિંગ ટ્રે લીધી બીજા હાથ પર નેપકિન નાંખ્યો.

અરે બાપા આ શું કરો છો?’

બાપાએ સાંભળ્યું જ નહીં. બાપા ઊંડા ખરજ સૂરમાં ગણગણતા હતા “પીયા મિલનકો જાના, હાંહાંહાં, પીયા મિલનકો જાના”

બાપાએ રોઝીના ઘર તરફ પ્રયાણ કર્યુ.

અરે અરે અરે..બાપા… આઆ

માયાના શબ્દો ખેંચાઈને પિઝાની લંબાઈલી ચીઝ જેવા પાતળા થઈ ગયા.

અરે હાંભળો છો?   જલ્દી બેડરૂમની બહાર આવો.  આ બાપા રોઝીની ભક્તિનો થાળ, પ્રસાદ લઈને ઉપડ્યા.

અરે જરા પાછળની બારીમાંથી  બહારતો જુઓ. હું બુમો પાડું છું તે સાંભળતા નથી ને બહાર નજર નાંખવાની હો દરકાર નથી. અરે જરા જુઓ તો ખરા. બાપા રૂમ સર્વિસ કરતા ઘરમાં ગયા. હવે બેક ડોરમાંથી ડેક પર આવ્યા. ડેક પર બ્રેકફાસ્ટ ટેબલ સેટ કર્યું. રોઝી બેગલ, ડોનટ, જ્યુસ લઈ આવી. રોઝીએ બાપાના રોલ પર બટર હો લગાવ્યું. પેલી બોટલમાં વાઈન જેવું લાગે છે. હવે  બાપા અને રોઝી ડેક પરના ટેબલ પર બ્રેકફાસ્ટ લેવા બેઠાઅરે બારીમાંથી જુઓ તો ખરા. પેલી તો જગમાં કોઈ લાલ જ્યુસ લઈ આવી. જરા જુઓતો ખરા દારુ છે કે જ્યુસ છે. .જગમાં કાઈ લાલ છે. અરે મારા સ્વામિનારાયણ બાપા, મારા બાપાને સદબુધ્ધી આલજો. હવારનાપોરમાં દારુ બારુ નઈ પીએ. ને પેલું શું છે તે દેખાતું નથી. કેક છે કે પાઈ છે? તમને કેટલી વાર કહ્યું કે એક હારામાંનુ બાઈનોક્યુલર લાવી આપો. હાંભળતા જ નથીને. બાપા પર નજર તો રાખવી પડેને?   જૂઓ જૂઓ  આ રોઝીએ ભજીયું મોંમાં લીધું. દાંતે તોડેલું એઠું અડધુ બાપાના   મોઢામાં  પણ મુક્યું. અરે મારા ભગવાન! આ ગોરકી કોણ જાણે કઈ ન્યાત જાતની ઓહે!  બાપા ને વટલાવ્યા.

બુમો પાડતી માયાએ પાછળ જોયું તો વિનોદ અને ટેણકો તેની પાછળ બહાર જવાની તૈયારી કરીને ઊભા હતા.

પાછળ ઉભા ઉભા હસ્યા કરો છો. ગળું ફાડીને બુમો પાડું છું તોયે જવાબ નથી આલતા.

હની, બાપા અને રોઝીની ગેઈમની રનિંગ કોમેન્ટ્રી સાંભળતા હતા.

આ રવિવારે  સવાર સવારમાં  બની ઠનીને કયા ચર્ચમાં જવાની તૈયારી કરો છો? બાપ દીકરા તૈયાર થઈને ક્યાં ચાલ્યા?’

ચર્ચમાં નથી જતા.  હની હું અને ટોની ઈન્ટર નેશનલ પેન કેક માં જઈએ છીએ. તારી મમ્મીએ કહ્યું હતુંને કે અમેરિકામાં બધાએ ખાવા પીવાની વ્યવસ્થા પોતે કરવાની હોય છે. આઈ લાઈક ઈટ. તારે આવવું છે?

અરે. હાંભળો છો?    હું  પેન કેક ઘરે બનાવીશ ત્યાંની વેઈટ્રેસનો ભરોશો નહીં. જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે તમે આઈ હોપમાં કઈ હોપથી દોડો છો તે હું  બરાબર જાણું છું હોં.

બે વરહ પેલા આઈ હોપમાં ગયેલા ત્યારે ત્યાં પેલી મોના વેઈટ્રેસ પર દયા આવી ગઈ. બિચારી એકાઉન્ટિંગમા ગ્રેજ્યુએટ થઈ છે ને બિચારીને જોબ નથી. બિચારી વેઈટ્રેઈસનું કામ કરે છે. એ તો સારૂ છે કે થોડા વીકમાં જ એ બિચારીને વૉશિંગટનમાં જોબ મળી ગઈ નહીં તો તમે તો એ  બિચારી ને બિચારા ક્લિન્ટનની મોનિકા જ દેત. સ્વામીનારાયણ બાપાની કૃપા કે મને સારું રૂપ અને સારો દેખાવ આપ્યો છે. નહીંતર આ ફેમિલીમાં મારી શી દશા થતે!   હું કંઈ હિલેરી જેવી નફ્ફટ થોડી છું? મારે તો લોકોને મોં બતાવવાનું પણ અઘરું લાગે.  મારી ઈજ્જતનું શું?’

કેમ કંઈ બોલતા નથી? ‘

ઓ ભગવાન હું એકલી જ બોલ બોલ કરતી હતીબાપા રોઝી સાથે અને બાપ દીકરો મને મુકીને બાર ઝાપટવા ઉપડી ગયા!  બધાને ઘરનું ખાવાનું તો ભાવતું જ નથી. બધી જ બાબતમાં બહારના ચટકા સૂઝે છે. એ તો બિચારી મારા કરતા રૂપાળી છે બિચારી હજુ સિંગલ છે. બસ એ બિચારીને ઓફિસમાં લઈ આવ્યા. બહારાના ચટાકાના જ ભભડા થાય છે. બહારનું ખાવાથી એઈડ થાય, કેન્સર થાય કેટલા બધા ખાનગી રોગ થાય તે જાણવા છતાં પારકે ભાણે જ મોટો લાડવો જોવાની ટેવ પડી ગઈ છે. ઘરના માણસની તો કોઈને ચિંતા જ નથી. હવે મારે જ મારે માટે કંઈ બનાવવું પડશે.

માયા એ કિચનમાં પગ મૂક્યો,  અને  મોટો ભેંકડો તાણ્યો. ઓ મારી માં, ડોહાએ તો કિચનમાં ગંદવાડ કરી મૂક્યો.

બિચારી માયાએ રડતા, બબડતા પોતાને માટે બ્રેકફાસ્ટ તૈયાર કરવાને બદલે કિચનનો ગંદવાડ સાફ કરવા માંડ્યો. મમ્મીએ મને ઊંધે રસ્તે ચડાવી. અમારા ઘરના નાટકના પાત્રોમાં એનું દિગ્દર્શન ફ્લોપ થઈ ગયું. બાપા સુધારની યોજના કિચનના ગંદવાડની જેમ ગટરમા ચાલી ગઈ. અત્યારે બધા લેરથી બ્રેકફાસ્ટ કરે છે ને મારે આ ઉઠવેઠ. હે ભગવાન આવતા અવતારમાં જરા મારું ધ્યાન રાખજો બાપા. બાપા અને એના દીકરાને હવે રેશનાલિસ્ટ ધરમમાં જવું છે. બાપ દીકરાને વાંકુંચૂકું આ જનમમાં ભોગવી લેવું છે. આવતા જનમમાં માનતા જ નથીને! પણ હું તો માનું છું હો! ભલે આના આ જ બાપ દીકરા આવતે જન્મે ચોડાય પણ જરા ધાર્મિક બનાવીને સુધારીને મારે માથે મારજો.

એક કલાક પછી બાપાએ હસતા હસતા ઘરમાં પ્રવેશ કર્યો. બહુરાની હું આવી ગયો છું.

લો આજે પાછું  બહુરાની?’

કેમ તને ન ગમ્યું?   પેલી એશને બિગ બી બહુરાની જ કહે છેને?   કેન આઈ હેલ્પ યુ ઈન કિચન?

બાપા, આજે કેમ વ્હાલ વરસી પડ્યુંપાડોસણે મને પટાવવાનો શો પાઠ ભણાવ્યો છે?’

જો રોઝીએ તારે માટે વધેલા ભજીયા, ડોનટ, હોમ મેડ કુકી બધું મોકલ્યું છે.

અને વિનોદે  પણ ટેણકા સાથે પ્રવેશ કર્યો.

મૉમ વી હેવ સમ પેન કેઈક ફોર યુ.

અને હની તારે માટે દસ પેકેટ સુગર અને પંદર પેક હાફ એન્ડ હાફવાળી કેપેચિનો કૉફિ લાવ્યો છું.   

આ શું કરવા બેઠા છોઆજે કોઈ બીજી મોના નૈ મળી તે મને હગ કરવા આવ્યા છો!  બાપા અને ટેણકો અહીં ઉભા છે એટલી શરમતો રાખો! બઉ પ્રેમ ઉભરાતો હોય તો બાપાએ કરેલો ગંદવાડ સાફ કરવામાં મદદ કરો.

માયાએ છણકો કરતાં  બાપાએ લાવેલા બે ભજીયા મોંમાં મુક્યા…. અને પાછા બે…અને પાછા બે… અને પાછા બીજા બે ભૂખ્યા પેટમાં ઉતરી ગયા.

બાપા, તમે ભજીયા બનાવવાનું ક્યાંથી શિખ્યા?

વિનોદનો જનમ થયો તેની આગલી રાતે તારી સાસુને ભજીયા ખાવાનું મન થયું.   બસ, એ કહેતી ગઈ તેમ હું કરતો ગયો. અડધી રાતે એને મેં ગરમ ગરમ ભજીયા ખવડાવ્યા અને મસાલેદાર ચ્હા બનાવીને પાઈ. અને અને વિનોદની બાને તરત હોસ્પિટલ જવું પડ્યું. વિનોદનો જન્મ થયો.

અરે હાંભળો છોબાપા આજે રોઝીને ચ્હા અને ભજીયા ખવડાવી આવ્યા છે.  કદાચ રોઝીને હોસ્પિટલ લઈ જવી પડશે.  મારા ભગવાન આ ડોહા હું કરવા બેઠા છે.    હવે મારે મારા નાના દિયરીયાના ડાયપર બદલવા પડશે. મારી મમ્મીની સલાહ ન માની હોત અને વહેલી સવારે ચા પાઈ દીધી હોત તો આવા પ્રોબ્લેમ તો ન થાત.

માયા, ચાલ આ કૉફિ પી લે પછી હું તને ક્લિનીંગમાં હેલ્પ કરીશ. ઓકે!  આઈ લવ યુ.

તમે સાચ્ચું કહો છો?   આ બાપા અહીં ઉભા છે એટલે નથી કહેતી પણ મને હો તમારા પર કોઈ વાર હવારે હવારે વ્હાલ આવી જાય છે હોં. ….

ગ્રાન્ડપા લેટ્સ ગો ઇન લિવિંગ રૂમ….હવે અહીં આર રેટેડ ડ્રામા શરુ થશે. ઈટ્સ નોટ ફોર અસ.

 

                                                                        *************

 

 

પ્રકરણ ૭

 

અરે! હાંભળો છો?…… આખો દિવસ ઓફિસમાં ભરાઈને, ફાઈલોમાં જ માથું ઘાલીને બેસી રહો છો. ફેમિલી સાથે વધારે સમય મળે એટલા માટે તો ઘરના બૅઝ્મેન્ટમાં ઓફિસ કરી છે. જરા મારી સાથે તો બેસીને વાતો કરો. જરા ઉપર આવો. બાપા કંઈ નવી વાત લાવ્યા છે. જરા જલ્દી ઉપર આવો.  અરે! સાંભળ્યું કે?   બળ્યું કેટલી બુમો પાડું છું; …… અરે! હાંભળો છોઓ?

આ આવ્યો.  જ્યારે ઓફિસ બિલ્ડિંગમાં મારી ઓફિસ હતી ત્યારે સારું હતું. કામ સારી રીતે થતું હતું. મદદમાં મીઠ્ઠી મધુરી સેક્રેટરી મોના હતી. બ્લોન્ડ એન્ડ બ્યુટિફુલ રિસેપ્સનિસ્ટ લિસા પણ હતી. બધું કામ ફટાફટ થતું હતુંતને એમ કે પોલિટિશીયનનોની જેમ હું  પણ બધી છોકરીઓ સાથે લફડા કરવા જ છોકરીને હાયર કરું છું. જેને ધંધો કરવો હોય, તેઓ કામ કરાવવા માટે છોકરીઓ રાખે છે. નોકરી કરતી છોકરીઓને પોતાના બોયફ્રેન્ડ કે ફેમિલી હોય છે. પણ તને તો મારા પર વિશ્વાસ જ  નથી એટલે ઘરમાં જ ઓફિસ કરાવી  ને મને બેઝમ્રેન્ટમાં ગોંધી દીધો. કહેતી હતી કે હું ઓફિસ કામમાં મદદ કરીશબારડોલી કોલેજમાંથી હું પણ બી.એ. થયેલી છું.   શરૂઆતમાં બે ત્રણ દિવસ મદદ કરવા આવીને મારા કામમાં છબરડા વાળી ગઈ.  હજાર વખત મમ્મીજીના ફોન આવે. કામ છોડીને એકતા કપુરની  સીરીયલ જોવા ઉપડી જાય.  વિન્ડોમાંથી કર્ટેન ખસેડિને રોઝી આમ કરે છે અને તેમ કરે છે તે જોયા કરવું છે. જેમ તેમ કરીને એકલો કામ કરતો હોઉં ત્યારે થોડી થોડી વારે બસ હાંભળો છો…હાંભળો છો. મને બે સેક્રેટરી હાયર કરવા દે, પછી બસ તારી સાથે બેસી રહીશ. 

 હવે, તમારું લેક્ચર બંધ કરો!  મને ખબર છે, તમારે તો ગમે તે બહાને  લપુકડીઓને ઘરમાં ઘાલવી છે. અને પછી  હનીસ્વીટીડિયરબૅબ કહીને તેમની આજુબાજુ રાસ રમ્યા કરવા છે. બિચારીઓએ લંચમાં લઈ જવી છે.  બિચારીઓને  ક્લાયન્ટ સાથે મિટીંગમાં લઈ જવી છે અને બિચારી પાસે કાર નથી; જરા   ઘરે મુકવા જવું છે.  હું ભલે ગામડાની છું પણ  મને બધી સમજ પડે છે હોં.   તમે તમારા બાપાના જ દીકરા છો ને! …બાપા તો બા ગયા પછી રવાડે ચડ્યા.   તમારે માટે હું જીવતી છું અને  તમારે તો….. મારી નજર સામે મોનિકા સાથે….

લે આ, આવી ગયો.  હવે તું તારું ભાષણ બંધ કર.  બોલ મને પ્રેમની વાત સાંભળવા જ બોલાવ્યોને?   ગીવમી વન કિસ.   હની તારા જેવી રૂપસુંદરી ઘરમાં  હોય પછી મારે બીજે ફાંફાં શા માટે મારવા.

ડાર્લિંગ આઈ લવ યું. મેં ફોટામાં તારી બ્યુટિફુલ બૉડી જોઈને વગર ઈન્ટર્વ્યુએ તને પસંદ કરી હતી.  ફોટામાં  તારું બારડોલી બ્રેઈન નહોતું જોયું.   આહા! યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઈન થે હોલ્લ વર્લ્ડ.

બસ બસ હવે આધા ખશો!   જરા  બોલાઉં એટલે બાઝવા જ આવો છો.  બાપા કિચનમાં જ છે,    બાપાની થોડી શરમ, મર્યાદા રાખતા શીખો.   આવીને ચોંટી પડવાની જ ટેવ પડી છે!  ચાલો ચા પીતા પીતા બાપાની વાત સાંભળીયે.     મારેયે તમને કઈ કહેવું છે પણ તમને તો મારી વાત સાંભળવાની ફુરસદજ ક્યાં છે?

            આવ બેટા વિનોદ. માયાની વાત સાચી છે.  તારે કામમાં થોડો બ્રેક લેવાની જરૂર છે. બે ત્રણ છોકરી હાયર કરી લે. વધારે ક્લાયન્ટ મળી રહેશે. દેખાવડી છોકરીઓને કામને માટે નહીં પણ વિન્ડો ડ્રેસીંગ તરીકે ઓફિસમાં રાખો તો એ પણ માર્કેટિંગનું કામ કરે.  બિચારી માયાને માટે પણ તારે થોડો કાઢવો જોઈએ. તું પૂરતું કમાય છે. આખો દિવસ ભોંયરા જેવા બેઝમેન્ટ ઓફીસમાં પડી રહેવાનો અર્થ નથી.  ઈન્ડિયામાં પણ આપણી પાસે પુરતું છે.  હવે હું ખોટી મેડિકેઈડ અને એસ.આઈ પણ નથી લેવાનો. માયા દીકરીની ચિકણાશકરકસરની સરહદ ઓળંગીને કંજુસાઈના એરિયામાં ઘૂસી ગઈ છે. અત્યારે તમે યુવાનીમાં ન ભોગવશો તો ક્યારે ભગવશો?    અને હવે મારે કેટકા વર્ષ જીવવાનું?   અડસઠતો થયા. બહુ બહુ તો ત્રીસ પાંત્રીસ વર્ષ જ જીવવાનું છે ને?   બસ આનંદથી જીવો અને મોજ કરો.

બાપા તમે લંચ લીધા પછી રોઝીને ત્યાં ગયા હતા. હમણાંજ આવ્યા. રોઝીને ત્યાં શું ઢીંચીને આવ્યા છો. દીકરાને સારી સારી સલાહ આપો છો.  કહો છો કે થોડી છોકરીઓ ને ઘરમાં ઘાલી દે. તમે તો દારુ પીધો પણ વાંદરને હો દારુ પીવડાવીને નીસરણી આપો છો! મદદ જોઈતી હોય તો ઈન્ટર્વ્યુ લઈને  હું હાયર કરીશ, સમ્જ્યા. કોઈ જુવાન છોકરીને હાયર કરે તો પટેલ દીકરો કુદવા માંડે અને ડોસીને હાયર કરીએ બાપા એને ડિસ્કો શીખવવા જાય. હું તો કોઈ ડોસાને જ પાર્ટ ટાઈમ હાયર કરું! માયાને દીકરી બનાવી દીધી. રોઝીની સાથે કંઈ પૈસા ઉડાવવાનો પ્લાન કર્યો લાગે છે. બાપા મફતના મેડિકેડ ને પાંચ કલાકનું ડે કેરનું મફતનું ખાવાનું છોડી દેવાનું કાણે સમજાવ્યું?

મેડિકેઈડ લીધા પહેલા ૭ લાખ ડોલર મેં તારા ખાતામાં જમા કરાવી દીધા હતા તે ભલે તારી પાસે રહે પણ જે રેગ્યુલર ચેક આવે છે તે હવે મારી પાસે જ રાખીશ. વધારે જોઈશે તો તમારી પાસે માંગી લઈશ બરાબર છેને?   આપણે ગાંધીજીના દેશમાંથી આવીએ છીએ. પ્રમાણિક રીતે જીવવું જોઈએ. જ્યારે જરૂર વગરનું સરકાર પાસે લઈએ ત્યારે જરૂરવાળાઓનું ખૂચવી લઈએ છીએ. છે તે સમજીને વાપરીશું તો ભોગવ્યાનો આનંદ મળશે અને બીજાને રોજી રોટી મળી રહેશે.

બાપા, તમારી સુફિયાણી વાતોમાં સત્ય છે, પણ કંઈ અવ્યવહારું છે. તમારી વાતો પર કેફ ઉતરે પછી    બે ત્રણ કલાક પછી વિચાર કરીશું. માયા કહે છે તેમ કદાચ તમે રોઝીને ત્યાં થોડું ઢીંચીને આવ્યા છો એની અસર ઉતરવા દો. .ક્યાં તો પેલા શાસ્ત્રીકાકાના ચક્કરમાં ફસાયા લાગો છો.  એમનામાં કાયદાનો લાભ કેમ ઉઠાવવો તેની જરા પણ આવડત નથી એટલે બધાને સતા થવાની સુફિયાણી સલાહ આપ્યા કરે છે. આ તો સારું છે કે માયાના પપ્પાએ તમારા બેનીફિટ માટે રસ્તા કાઢી આપ્યા. રોઝી સાથેનો સત્સંગ બહુ સારો નથીં હોં બાપા. ઠીક છે,  હલ્લો હાયનો સંબંધ રાખો, પણ આખો દિવસ કોઈને કોઈ બહાને એને ત્યાં ભરાયા કરો  તે બહુ સારું  તો ન જ  કહેવાય.

ના બેટા ઢીચ્યું નથી પણ રોઝી સાથે સત્ય-અસત્યની ઑનેસ્ટી-ડિસઑનેસ્ટીની ઘણી વાતો કરી છે.  એને તો એની બહેન માર્થા જુવાન છે અને કામધંધા વગર બેનીફિટ લીધે રાખે છે તે પણ નથી ગમતું. એની બહેન માર્થા પણ ઘણા ગેરલાભ ઉઠાવે છે.

પણ આજે તો  મારે તમને  બીજી વાત કરવી છે.

અમે જ્યારે ઓનેસ્ટી ડિસઓનેસ્ટીની ચર્ચા કરતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આપણે ઘણાં લાંબા સમયથી સત્યનારાયણની કથા નથી કરાવી. તારી બા જીવતી હતી ત્યારે તો એની બર્થ ડે પર દર વર્ષે આપણે કથા કરાવતા હતા. આવતા વીકમાં માયાની બર્થડે છે. આ વખતે બહાર હૉટલમાં જવાને બદલે આપણે ઘરમાં જ કથા કરાવીને બર્થડે સેલીબ્રેટ કરીએ તો?

ના બાપા કથા રાખીએ તો ઘરે જ બધું કરવું પડે અને પાર્ટીની મજ ન આવે.

આજે મને બાપાની વાત ખૂબ જ ગમી. બાપા, ભલે મારી બર્થડે હોટૅલમાં ન થાય. બસ ઘરમાં જ કથા કરીશું. આપણા બધા સગાવ્હાલાઓને પણ ઘરે જ બોલાવીશું. આપણું મોટ્ટું ઘર મારા ઘણાં પિયરીયાઓએ એ જોયું નથી કથા થશે. મારી મમ્મી પણ જાણશે કે બાપા છેક નાસ્તિક નથી.

ભાવનામાસીને પણ આવશે. ખૂબ સરસ ભજન ગાય છે.

ઓહ માય ગોડ! પાર્ટીમાં ભજન બજનનું શું. કામ?   બાપા તમે માયા પર કેમ આજે આટલા બધા વરસી ગયા?   આવી તો કંઈ પાર્ટી થતી હશે?    ઓહ ભલા ભગવાન! આજે તમે કોઈ જુદી બ્રાન્ડની બ્રાન્ડી ઠપકાવી છે.       બા ગઈ પછી કોઈ દિવસ આવું બોલ્યા નથી.   ઘરમાં તે બર્થડે પાર્ટી થતી હશે?

મારે મારા થોડા ક્લાયન્ટ્સને પણ બોલાવવા છે.   કથા કરીએ તો ડ્રિન્ક્ ન રખાય.  ડિજેને ન બોલાવાય. બાપા કથા-બથાનું તૂત ક્યાં ઉભું કરો છો! મારા મગજમાંતો હું મારી એકની એક બ્યુટિફુલ વાઈફ માયા માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવાનો હતો. બાની બર્થડેની વાત જુદી હતી.

હાંભળો છો બાપાની સામે મારે માટે આવું ન બોલાય. મને શરમ લાગે.

જો વિનોદ, કથા પતી જાય પછી આપણા બેઝમેન્ટમાં  બાર છે જ. ત્યાં તારા ફ્રેન્ડસ અને ક્લ્યન્ટસને જે સર્વ કર્વું હોય તે કરજે ને?

હું રોઝીને પણ ઈન્વાઈટ કરવાનો છું. મજા આવશે.

બાપ્પઆ, ના બા આવું ના કરતા. લોકો આટલી આટલી તો વાતો કરે છે હવે આપણી ઈજ્જતની વધારે ધજા ફરકાવવી છે? મારા મામા તો મારી મમ્મીને કાયમ મહેંણાં ટોણાં મારે છે કે….જાવ વધારે નથી બોલતી તમે ઈન્ડિયા ડે પરેડમાં કેવું વિચિત્ર કર્યું હતું.

તારો મામો જૂઠ્ઠો,   તારા મામાની દીકરી પણ જુઠ્ઠી. કોઈ મારા જેવાને જોયો હશે. હા, અમે પરેડમાં ગયા હતા. ફ્લોટમાં નહીં. સ્ટોલ પર ખાધું નથી. રોઝી એના ડાયેટમાં બહુ સ્ટ્રીક્ટ છે. માત્ર રેસ્ટોરાન્ટમાં ઈડલી સંભાર જ ખાધા હતા.  તારા મામા એક નંબરના લબાડ છે.

બાપા, બાપા તમે એકદમ એક્સાઈટ થાવ નહીં. આપણે જાણીયે છીએ કે માયાના મામા ખૂબજ સંકુચિત માનસના છે. નાની વાતને ટ્વિસ્ટ કરીને જુદી જ વાત કરવાને પંકાયલા છે. અને એટલે જ રોઝીને બોલાવીને નવી વાત કરવાનું બહાનું ન આપવું જોઈએ.

ના. તમે બન્ને બરાબર સાંભળી લો રોઝી આપણી નેબર છે. ભલી છે. તમારે માટે પણ સારી લાગણી રાખે છે.   એન્ડ મોસ્ટ ઈમ્પોરટન્ટ્ થીંગ ઈઝ….સી ઈઝ માઈ બેસ્ટ ફિમેલ ફ્રેન્ડ. સી વીલ કમ. ધેટ્સ ફાઈનલ.  તારા અમેરિકન ક્લાયન્ટ પણ આવશે જ. તેની સાથે સહેલાઈથી ભળી જશે. એને આપણા કલ્ચર-સંસ્કૃતિમાં રસ છે. બધું જાણવાની ઈચ્છા છે એટલે જ તો મેં સત્યનારાયણની કથાનો પ્લાન કર્યો છે.

બાપા, હું છેક ગમાર નથી હોં.   ફિમેઈલ ફ્રેન્ડને બદલે બધા લોકો તો તેને તમારી ગર્લ ફ્રેન્ડ તરીકે જ ઓળખે છેનેએને આપણી સંસ્કૃતિમાં કેમ એકદમ રસ પડવા માંડ્યો? એને કેજો કે અમારી સંસ્કૃતિમાં બૈરાઓ માંથું ઓઢીને લાજ કાઢીને બહાર નીકળે છે. બેકયાર્ડમાં સ્વિમીંગ પુલમાં  અડધા કપડા પેરીને એમાં કુદાકુદ નથી કરતા.

લો, હાંભળો છોને! બાપા તમારી રોઝીબાને આપણી સંસ્કૃતિ શીખવવા માટે જ કથા કરાવવાના છે. મારી બર્થડે નું તો બહાનું છે બહાનું. એમ કરોને બાપા મારે અને એમને બદલે તમે અને રોઝી જ પાટલે બેસીને કથા કરાવજોને! એને બહુ પુન લાગશે.

ઍક્સલન્ટ આઈડિયા માયા. આપણે એવું જ કરીશું. ભગવાનની પૂજા તો કોઈની સાથે પણ સાથે થાય.  રોઝીને પણ ગમશે. હું એને બધું સમજાવી દઈશ. આખ્ખી સ્ટોરી તો કહેવાનો જ છું પણ મહારાજ સમર્પયામી કહે ત્યારે “ઐમીન” કહીને હાથમ્માં જે હોય તે ગોડને આપી દેવાનું.  ભલે પાર્ટી પણ કરીશું અને રોઝી સાથે બેસીને કથા પણ કરીશું બસ. થેન્ક્યુ માયા.

તમે બેઠા બેઠા બાપાની વાત સાંભળ્યા કરો છો તે જરા બાપાને વાળોને! બાપા તો સાવ વંઠ્યા.  મારા મમ્મી પપ્પા શું કહેશે?   મામા શું કહેશેમારી ફજેતી કરવા બેઠા છો. ભલે બાપા એને બોલાવજો પણ તમે એનાથી આઘા રહેજો. અને એને કહેજો કે જાત ઉઘાડી ન રહે એવા કપડા પેરીને આવે. મારા પપ્પાને આવી લેડિઝો ગમતી નથી….

મેં કહ્યું તેમાં બાપ દીકરા દાંત કેમ કાઢો છો. મારા મમ્મી પપ્પાના સંસ્કાર તમારા જેવા નથી હોં….હા,હા. હસ્યા કરો.

બેટી માયા તારી બર્થડે આપણે સરસ રીતે ઉજવીશું.  ડોન્ટ વરી. મેં આપણા ટેણકાને તો વાત કરી જ દીધી છે. અમે બન્ને સરસ પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે. યુ જસ્ટ એન્જોય.  વિનોદ,  તું, માયાને માટે એને ગમતી ડિઝાઈનર સાડી કઈ આવ. મારી બ્યુટિફુલ ડોટર-ઈન-લ સુપર બ્યુટિફુલ લાગવી જોઈએ.

સાંભળો છોને બાપાએ શું કહ્યું?     આપણે ક્યારે સાડી લેવા જવું છે?

માયા, બેટી તારી બાની પેલી લાલ સાડી જરા કાઢી આપજે ને. દર કથા વખતે વિનોદની બા એ જ સાડી પહેરતા હતા. તે દિવસે રોઝી એ લાલ સાડી પહેરશે.

બાપા, તમે તો આંગળી આપીને પહોંચું પકડવાની વાત કરો છો. મારે નવી સાડી નથી જોઈતી. હું જ એ લાલ સાડી પહેરીને કથામાં બેસીશ. તમે વારા ફરતી એક એક પત્તુ ખોલીને મને રમાડતા અને રડાવતા  જાવ છો.  હું ગામડાની છું પણ ગમાર નથી હોં. મારી મમ્મી કહે તે સાચું જ છે. તમને બાપ દીકરાને તો કંઈ પડી નથી,  મારેતો ઘરની ઈજ્જત આબરુ સાચવવાની છે. ગામને પહેલા ખબર પડે, ઘરનાને પાછળથી ખબર પડે. જ્યાં ધૂમાડો હોય ત્યાં આગ હોય જ. કંઈ હોય તો જ લોકો તમારી આટલી બધી વાતો કરે. બાપા, મારી મમ્મી કાયમ કેછે કે દાળમાં કઈ કાળું છે.

મારી વેવણ જુઠી ન પડે એટલા માટે પણ મારે દાળને કાળી બનાવવી પડશે. ભલે તું એને લાલ સાડી ન આપતી. આ વખતે કથા અને મસ્ત પાર્ટી થશે.

બાપા પ્લીઝ અમારે શરમાવું પડે એવું તો તમે નહીં કરોને? બાપા, મારી મમ્મીનો ફોન હતો મારી મંગળા માસી ઈન્ડિયાથી છ માસ માટે ફરવા આવવાના છે. હું તો એની બહેનપણી છું પણ ખરેખરતો મંગળામાસી તારા સાસરાના ગામના જ છે અને તારા બાપાના ખાસ ઓળખીતા છે. એની સાથે ઓળખાણ પણ તારા લગ્નમાં જ થયેલી. મેં તો અમારે ત્યાં રહેવા કહ્યું પણ મંગળામાસી કહેતા હતા કે હું તો વીઠુને ત્યાં જ થોડો સમય રહેવાની છું. મમ્મીએ કહ્યું છે કે તારું ઘર મોટું છે એટલે એ તારે ત્યાં જ રહેશે.

કોણ?…કોણ મંગળા?…મંગળી સાર્જન્ટ?… મંગળી મોનિટરઆપણે ઘેર?…બેટા વિનોદ જાતો, દોડ..મને જલ્દી થ્ંડુ પાણી આપ…ફ્રીઝમાંથી આઈસ લાવીને મારા માથા પર મુક.

બાપા એકદમ શું થયું?     કંઈ નહીં બેટા.   મંગળીના આગમનની વાત સાંભળીને જરા વાર ચકરી ખાઈ ગયો. એ આપણે ત્યાં આવે તે બહુ ઠીકના કહેવાય.  મારા ગામની મટી ને હવે તો તારી મમ્મીની ખાસ બહેનપણી અને વ્હાલી મોટીબહેન બની ગઈ છે.  તું તો એની દીકરી જેવી કહેવાય. પરણેલી દીકરીને ત્યાં છ મહિના ધામા થોડા નંખાય?    તારી મમ્મીને ત્યાં જ રહેવું જોઈએને?       આપણી સંસ્કૃતિમાં તો દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય?    એ મંગળી આપણે ત્યાં રહેશે?

આપણું ઘર મોટું એટલે ભલે છ મહિના આપણી સાથે રહેતા. મેં તો મમ્મીને હા પાડી દીધી છે.   પણ બાપા, તમને કેમ પરસેવો છૂટ્યો?

એ તો માયા તું એને જ પૂછજે.  પણ એ અહીં રહેશે તેટલા દિવસ હું રોઝીના બેઝમેન્ટમાં રહેવા ચાલ્યો જઈશ.

બાપાઆઆઆ….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૮

                      

અરે હાંભળો છો?    ક્યાં ગયા? ‘ 

બાપાઆ…… તમે એમને જોયા છે?’  

અરે! બાપા એ ક્યાં દેખાય છે!’

મારી બર્થ ડે છે ને કોઈને કંઈ પડી જ નથી. સવારથી આગળથી પાછળ ને ઉપરથી નીચે દોડાદોડી કરીને પાર્ટી પહેલા જ થાકી ગઈ. અરે! ટોની તું યે ક્યાં નાસી ગયો?    હમણાં બધા આવવા માડશે. અરે બધા ક્યાં ગયા? હાંભળો છો?’

માયા હું તારી પાછળ જ ઉભો છું. ડોન્ટ ગેટ હાઈપર હની. આજે તો તું કરીનાકપુર ખાન મિસિસ પટૌડી નંબર ટુ જેવી લાગે છે. બસ રોજ આવી બની ઠનીને રહેતી હોય તો?   આહા ક્યા બાત હૈ.   ક્યા બ્યુટિ હૈ. અરે મેરી કરિના મેરી જાન.  બેડરૂમમેં ચલેંગે?’

કૌંઉ છું. જરા આઘા ખસો.   છેડછાડ કરીને મારો મેક અપ ના બગાડતા. સારા દિવસોએ પહેલા ભગવાનનું વિચારવું જોઈએ. ભગવાનને થેન્ક્યુ કેતા શીખો કે મારા જેવી બ્યુટિફુલ વાઈફ મળી છે! બાપા ક્યાં ગયા?   અને ટેણકો?’

પ્લીઝ કામ ડાઉન. ટોની મંગલામાસીને લેવા એરપોર્ટ પર ગયો છે.

હાય હાય તમે એને કાર આપી?  હજુ તો તેર વરસનો થયો. પોલીસ પકડશે. એક્સીડન્ટ કરશે. કોઈને છૂદી મારશે! જેલમાં જશે. અરે ભગવાન, એ સાજોસમો આવશે તો વીરપુરમાં પાંચ બામણ જમાડીશ. તમારામાં  પણ તમારા બાપાની જેમ જરા પણ બુદ્ધિ નથી.

માયા, માયા, માયા જરા મારી વાત તો સાંભળ. ટોની એની અઢાર વર્ષની પાકા ડ્રાઈવિંગ લાયસન્સવાળી ગર્લફ્રેન્ડ સાથે ગયો છે. એ સલામત છે.

શું ધૂળ સલામત છે?    અઢારની છોકરી સાથે?    આજની છોકરીઓ?    અરે ભલા ભગવાન, બે બાપ ને બે દીકરાઓમાં જરા તો અક્કલ આપવીતી. મંગળામાસી આપણા ટોનીને નથી ઓળખતા, ટોની મંગળામાસીને નથી ઓળખતો.    એરપોર્ટ પર એકબીજાને એકબીજાને શોધ્યા કરશે.

તું ચિંતા ન કર. બાપાએ ટોનીની ગર્લફ્રેન્ડને બરાબર ઓળખ આપી છે. હાલતું ચાલતું બીયર ડ્રમ દેખાય તેની આગળ લિમોઝિન વાળા રાખે છે તેવી સાઈન લઈને ઉભો રહેજે  સો ટકા એ જ તારી મધરની મંગળીમાસી.

જુઓ તમને છેલ્લીવાર કઈ દઉં છું,  બાપાની જેમ મારા પીયરીયા માટે ગમે તેમ બોલવાનું નથી હોં….. મંગળામાસી કહેવાનુંએ મારી મમ્મી કરતાયે મોટા છે.  ભલે બેન સગ્ગી બહેનો નથી પણ પાક્કી બેન પણીઓ તો છેજ ને!  માસી કહેવાનું કે માસીબા કહેવાનું. ભુલમાંયે મંગળી ના   બોલતા.   મંગળામાસીની હાજરીમાં  ટોની એની અઢારની જોગમાયાના હોઠ ચાટવા ન બેસે તો સારું. બાપ દીકરાઓને બધી કુટેવો કોના વારસામાં મળી તે જ સમજાતું નથી. . તમે યે જરા આઘા ખસો. હમણાં જ લીપસ્ટિક લગાવી છે.

            ‘જુઓ, તમને ખાનગીમાં કહી દઉં છું. મારી મમ્મીએ કહ્યું છે કે મંગળામાસી જ આપણા બાપાને રોઝીની દોસ્તીમાંથી છોડાવશે. એ જાત જાતની સંસ્થામાં પ્રમુખ હતા અને મરજાદી સ્વામીનારાયણવાળા છે. એમણે ઘણાંને ખોટી લતમાંથી છોડાવી ધરમની કંઠી પેરાવી છે. બાપાને પણ રોઝીની લતમાંથી છોડાવીને સીધે રસ્તે લાવશે.

બાપાને કહેતા નહીં કે આ મારી મમ્મીનો પ્લાન છે. આપણે બધી વાતમાં મંગળામાસીને સપોર્ટ કરવાનો છે. સમજ્યાને! એ પરણ્યા નથી અને એને સ્ત્રી-પુરુષો જાહેરમાં એકબીજાને વળગ્યા કરે તે પસંદ નથી. સ્વામીનારાયણ વાળા છે. તમે પણ  બાપાની હાજરીમાં શરમ વગર આ ઉમ્મરે મને વળગ્યા કરો છો, પણ જરા મંગળામાસીની હાજરીમાં મને વળગીને બકી કરવા ન આવતા. એમને નઈ ગમે.   તમને તો કશું ભાન જ નથી. શાસ્ત્રમાં જે રાત્રે કરવાનું લખ્યું હોય તે દા”ડાના અજવાળે કરવા ફાંફા માર્યા કરો છો. બાપાએ બેશરમ થવાનું લાઈસન્સ આપ્યું છે. મેં કહ્યુંને જરા હખણા રહોને!    પ્લીઝ, મારો મેકપ બગડશે.

ઓહ માય ગોડ. મંગળામાસી એટલે હગીંગ-કીસીંગનું રેશનિંગ?   હજુ તો આપણે જુવાન છીએ. બાપા સુધરશે કે નહીં પણ તારી માસી મને ગૃહસ્થાશ્રમ પૂરો થાય તે પહેલા જ  સન્યાસી બાવો બનાવીને જ રહેશે.

અરે જુઓ, પાછળ મોટી ટ્રક આવી છે જુઓને શું થાય છે.

એ તો બેકયાર્ડમાં મોટો ટેન્ટ નાંખવા આવ્યા છે. બાપાએ રોઝી સાથે બધું પ્લાનિંગ કર્યું છે. ઘરમાં નહીં પણ બેકયાર્ડમાં પાર્ટી પ્રોગ્રામ છે.

અને ભગવાનની કથા?’

બધું બહાર ટેન્ટમાં.

કથા માટે કોને બોલાવ્યા છે. બાપાના દોસ્ત પેલા શાસ્ત્રીને તો નથી કહ્યું ને? એ તો સાધુવાણીયા ને લીલાવતી કલાવતીની વાતને બદલે સત્ય એટલે શુંવિજ્ઞાન-બ્રહ્માંડ અને અણુપરમાણુની વાત કરવા લાગી જાય. એને તો નથી કહ્યું ને?’

ના ભઈ ના. એ તો મેં જ વ્યવસ્થા કરી છે. બામણને કહ્યું છે કે અડધો કલાકમાં કથા પતાવી દેવાની. એ જ બધો પોતાના ઘરેથી જ રિસાઈકલ્ડ પુજાપો લઈ આવશે. આપણે કશી જ માથાકૂટ નહીં. બસ એની ફીઝ આપી દેવાની. આપણે પૂજામાં બેસીને માત્ર પૂજાના ફોટા જ પડાવવાના.

અરે મારા મમ્મી-પપ્પા હજુ આવ્યા નથી. મારી મમ્મી જ હંમેશા પ્રસાદનો શીરો બનાવે છે. સરસ બનાવે છે.’

અરે! .. તારી,… સોરી,  આપણી  મમ્મીએ કશું જ કરવાનું નથી. પ્રસાદ માટે પણ  કેટરર્સને જ ઓર્ડર આપી દીધો છે.

અરે! ભલા માણસ,   કથાનો પ્રસાદ તો ઘરે જ બનાવવો પડે. બહારનો ન ચાલે.

ચાલે….. તારી મમ્મીએ જ કહ્યું હતું…. ચાલે…. મમ્મીએ જ કહ્યું હતું કે હું કાઈ  દીકરીને ત્યાં રાંધવા નથી આવવાની. દીકરીની બર્થડે પાર્ટીમાં મહાલવા આવવાની છું.

‘…ને ભાવનાબેનના ભજનનું શું?’ 

બાપાએ કહી દીધું છે કે ભાવની બાવનીને માઈક આપવાનું નથી  ડિજે જ ટાઈમે ટાઈમે ભજન અને ભાંગરા મુક્યા કરશે.

અરે! આવી તે કથા થતી હશે?’

જો માયા, મને લીલાવતી કલાવતીની કથામાં ઈન્ટરેસ્ટ નથી. મને મારી બ્યુટિફુલ માયાવતીમા જ ઈન્ટરેસ્ટ છે. ઠીક છે. પાંચ મિનિટ ભગવાનનું નામ લઈશું. આરતી કરીશું. ઘણો બધો પ્રસાદ ખાઈશું. મને કથામાં એક જ વાત ખૂબ ગમે. તે પ્રસાદનો ઘી-મેવાથી લચપચતો શીરો.    બસ આપણી કથા પૂરી.

બાપાએ જ કેટરીંગ વાળાની વ્યવસ્થા કરી છે. પ્રસાદ પછી લંચ, પછી પિકનિક સ્ટાઈલનું ફંકશન પ્લે અને રોઝીના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ અને બેડમિંગટન, બાર્બેક્યુ,   વોલીબોલ ગેઈમ, પછી ઈવનિંગ બર્થડે પાર્ટી, ડેન્સ અને ડિનર. તારે માટે મોટા ભાગનું પ્લાનિંગ બાપા એ રોઝી સાથે મળીને કર્યું છે. બાપા એ કહ્યું તેમ મેં કર્યું છે.

બાર્બેક્યુ? મારી બર્થડે કથામાં બાર્બેક્યુ? મમ્મીના સત્સંગીઓ માટે બાર્બેક્યુ?’

હની આ પિકનિકનો પ્લાન આપણા ટેણકાનો છે. મારો નથી. બાપાનો નથી. રોઝીનો નથી.

આ ઘરમાં તણૈ મરદો આપના સંસ્કારનું બારમું કરવા બેઠા છો. મમ્મી પપ્પાને આની જાણ થશે તો કેટલું દુઃખ થશે?’

જુઓ, યાદ કરતાં જ  પપ્પા મમ્મી આવી ગયા… હાશ, હવે મને શાંતી. સાંભળો, આજે મારા પપ્પા મમ્મીને વાંકા વળીને પગે લાગજો. હાય કહીને હાથ ઉંચો કરી મૂકો એમાં વડીલ પ્રત્યેનો વિવેક ના કહેવાય.

આવો આવો પપ્પા-મમ્મી…(વિનોદૌવાચ્) આજે તો મારે આપને લાંબા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ પણ માયાએ જ કહ્યું હે એવું ના કરતા નવા કપડા બગડશે. હાથ જોડીને પગે લાગશે તો ચાલશે.

જમાઈરાજ, આજે કેમ અમારા પ્રત્યે આટલું બધું માન ઉભરી આવ્યું?   બોલવાની બાબતમાં ધીમે ધીમે તમારામાં પણ વિઠ્ઠલજીનો સ્વભાવ ઝળકવા માંડ્યો છે?’

ના મમ્મી એવું નથી. આતો તમારા પ્રત્યે આદર અને આભારની વાત છે.

આદર તો સમજ્યા પણ આભાર?’

એવું છે ને કે તમે સુંદર છો એટલે જ માયા પણ બ્યુટિફુલ છે. બસ તમે તમારી બ્યુટિફુલ દીકરીને જન્મ આપ્યો. મારે માટે જ પાળી પોષીને મોટી કરી. ખરેખર એના જન્મ માટે હું તમારો ખૂબ આભારી છું.

અરે! હાંભળો છો?   ટોની આવી ગયો.મંગળામાસી પણ આવી ગયા.   હવે મને શાંતી. જુઓને ટોની કમ્મર પર હાથ દઈને ઉભો છે અને પેલી અઢારની છોકરી બિચારી સામન ઉતારે છે. અરે મંગળામાસીથી કારમાંથી નીકળાતું નથી. ચાલો જરા હેલ્પ કરીએ. તમારે આપણું  સ્ટેશન વેગન મોકલવું હતુંને! ટું ડોર સ્પોર્ટ્સ તે કંઈ મોકલાતી હશે. ને આ જુઓ, કેટલો મોટો સ્ક્રેચ પાડ્યો છે?  છોકરી એકસિટન્ટ કરી આવી લાગે છે. અરે ભગવાન મારા એકના એક ટેણકાને વાગ્યું ન હોય તો સારું. ટોની, દીકરા અહીં આવ તો. તને કાંઈ વાગ્યું તો નથીને? બેટા ક્યાં એક્સિડન્ટ થયો હતો?’

મૉમ ધેર વૉઝ નો ઍક્સિડન્ટ.

આ સ્ક્રેચ અને ડૅન્ટ?’

આ ઓલ્ડ આન્ટી ઈન્ડિયાથી મેટલની બેગ લાવેલા તે મૂકતા એમણે જ ડૅન્ટ ને સ્ક્રેચ પાડ્યા છે.

ઓહ માય ગોડ! મારી સ્પોર્ટ બૅબી? આ સદીમાં પણ પતરાની બેગ?’

ચાલો જે થયું તે થયું. તમારી જ ભૂલ કે તમે નાની ગાડી આપી. જુનું સ્ટેશન વેગન આપ્યું હોત તો આવો સંતાપ ના થાત. તમારા દીકરાને તો એની પટાકડીને તમારી સ્પોર્ટકારમાં લઈ જઈને ઈમ્પ્રેશન પાડવી હતી. હવે માસી ને કંઈ પણ કહેતા નહીં.

માસી, જૈ સ્વામિનારાયણ. તમને કંઈ તકલીફ તો નથી પડીને?’

રમકડા જેવી કાર મોકલી. કોઈ સારી કાર ઘરમાં ન હોય તો લાંબી ટેક્ષી મોકલવી જોઈએને? ને આ છોકરાઓને મોકલ્યા, તે વીપીને લેવા આવતા શું થયું. ક્યાં છે વીપી?’

માસી કોણ વીપી?’

વીપી એટલે તારા સસરા…શ્રીમાન વિઠ્ઠલદાસ પટેલ. ક્યાં છે વીપી.

માયાની મમ્મીએ હળવેથી માયાને પૂછ્યું,   તારા બાપા રોઝીબાને ત્યાં તો નથી ભરાયાને?’

મમ્મી તમે પણ શું, આ માસી સાંભળશે તો કેવું લાગેપાડોસીને ત્યાં કંઈ પ્લાન કરતા હશે. મારી પાર્ટીનું.

પ્લાન કરતા હશે એ વાત સાચી. વેવાઈને હું સારી રીતે ઓળખું

માસીને બધી જ ખબર છે. મે બધી જ વાત સમજાવી છે. અરે જો વિઠ્ઠલજી બાજુના હાઉસના બેકયાર્ડમાંથી આવી ગયા. જો સાથે કોઈ ગોરકી બ્લેક સાડીમાં આવે છે. અરે! માયા જો તો ખરી! આ તો તારી નેબર રોઝી જ છે. ઓહ ભગવાન આજે આ ડોહા  હું ભવાડા કરવાના. જો માયા તારા બાપાએ મંગળામાસીને જોઈ ને હાથ ઉંચો કર્યો એ દોડતા આવ્યા.

પટેલ બાપા દોડતા આવી મંગળા માસીને ભેટી પડ્યા. ઉંચકીને ગોળ ગોળ ફેરવી એને ઉભી રાખી. બન્ને ગાલ પર હાથ મુકીને કહ્યું,  એમપી મેં તમને કેટલા વર્ષે જોયા. વિનોદના લગ્નમાં જોયલા. એ વાતને પણ ઘણા વર્ષો થઈ ગયા. થોડા સુકાઈ ગયા લાગો છો.

માસીનો ચહેરો લાલ થઈ ગયો હતો. ગુસ્સો કે શરમ તે તો એ જ જાણે.

જૂઓ વીપી મને મશ્કરી પસંદ નથી. આ ઉમ્મરે આવી મજાક કરો તે સારું નહીં લાગે. અને હું સ્પષ્ટ કહી દેવા માંગું છું કે પુરુષોએ સ્ત્રી સ્પર્ષ ન કરવો જોઈએ.

આ વાત ચાલતી હતી ત્યાં કાળી ડિઝાઈનર સાડીમાં રોઝી આવી અને બાપાની બાજુમાં જ ઉભી રહી. બાપાનો એક હાથ રોઝીની કમ્મર પર વિંટળાઈ ગયો.

એમપી, આ અમારી પાડોસણ અને ખાસ મિત્ર રોઝી છે.’   બાપાએ ઓળખાણ કરાવી.

એન્ડ રોઝી, ધીસ ઈઝ માઈ ચાઈલ્ડહુડ ફ્રેન્ડ મંગલા પટેલ. વી ઓલ ફ્રેન્ડ કોલ હર જસ્ટ એમપી.

આઈ વીલ કોલ હર મંગલા.’    રોઝીએ સ્મિત સાથે કહ્યું

મને મંગલા નહીં પણ મંગળાબેન કહેજે. વીપી આ ધોળીયણને થોડો વિવેક શીખવી દેજો. હું તમારા કરતાં પણ બે વરસ મોટી છું. મને કોઈ તુંકારે બોલાવે તે ગમતું નથી.

પટેલ, વ્હોટ યોર ફ્રેન્ડ સૅઝ્?’

ઓહ, સી સેઈડ રોઝી ઇઝ વેરી પ્રીટી. સી લાઈક યોર ડિઝાઈનર  સારી.

ઓહથેન્ક્યુ મંગલા.

અરે બાપા પેલા મારાજ કથામાં બેસવા બુમ પાડે છે. એને પચ્ચીસ મિનિટમાં કથા પતાવીને કોઈનું બારમું કરાવવા જવાનું છે અને ત્યાર પછી બેબી સાવર અને ત્યાર પછી લગન કરાવવા જવાનું છે. મોડું થશે તો પા કલાકમાં જ આરતી કરાવી દેશે. ચાલો જલ્દી.

હા માયા તું અને વિનોદ બેસી જાવ. ચાલુ કરો હું અને રોઝી પણ તમારી પાછળ જ છીએ. લેટ્સ ગો.

થોડી જ વારમાં માઈકમાં “સત્યનારાયણ દેવકી જૈ” ના જય ધોષ સાથે કથા પૂરી થઈ અને પ્રસાદ વહેંચાયો.

પટેલ બાપાએ જાતે શીરો, સૂકો મેવો, મિઠાઈ અને ફળ ભરીને મોટી ડિશ મંગળા માસીને આપી. પોતે નાની ડિશમાં માત્ર શીરો જ લીધો. એક નાની ડિશમાં શીરા અને મિઠાઈ સિવાયનો બધો પ્રસાદ રોઝીને આપ્યો. મંગળા માસી જોતા હતા.

વીપી, કેમ તમારી સાહેલીને શીરો ન આપ્યો? ઈંડા માંસ-મચ્છી વગરનું ખાવાનું ભાવતું નહીં હોય. આટલી મરકટ પાપડી તો દેખાય છે ફેશનમાં ડાયેટ કરતી હોય એવું લાગે છે! તમે બન્ને ડાયેટ પર ઊતર્યા છો?’

કંઈક એવું જ છે.’   પટેલ બાપાએ ઠંડકથી જવાબ આપ્યો.

એટલામાં માયાની મમ્મી શીરાની પ્લેટ લઈને આવી. “મંગળાદીદી લો આ તમારે માટે લચપચતા ઘી વાળો શીરો લાવી છું.”

લાવ બેન લાવ, મારે ક્યાં વીપીનું ઘર પારકું છે. વીપીના મનથી હું ડાયેટ કરતી હોઈશ સમજીને પહેલી વખત થોડો જ પ્રસાદ આપ્યો હતો. બસ પ્રસાદ જ છે કે બીજું પણ ખાવાનું છે?’

દીદી જુઓ, પેલા કોર્નર પર લંચ શરુ થઈ ગયું છે.

ચાલ સારું, બાકી આટલા પ્રસાદમાં કાંઈ પેટ ના ભરાય!

મમ્મી, તમે એમને જોયા છે?   હમણાંતો મારી સાથે હતા. એકદમ ક્યાં ચાલ્યા ગયા?’

એ પેલા ખૂણામાં ફ્રેન્ડ સાથે ઉભા ઉભા ડ્રિંક્સ લે છે.

અરે મારા ભલા ભગવાન, હજુ તો પૂજા પુરી થઈ અને ઢીંચવા પણ માંડ્યું!

જરા ધ્યાનથી જો દીકરી, એકલી સૂરા જ નથી સાથે બે સુંદરી પણ છે.

મમ્મી એ તો એમની બે જૂની સેક્રેટરી છે.  ઓહ માય ગોડ! એ તો મોના અને લીસા છે. હજુ બાપાની એક તો નીકળી નથી ને મારે માથે  બીજી બે ભરાવાની.

મંગળામાસીએ આશ્વાસન આપ્યું બેટી થોડા સમયમાં વીપી ઠેકાણે આવી જશે.ક્યાં છે વીપી? વીપી પાછા ક્યાં છટકી ગયા?’

માસી મને તમારા વીપીની ચિંતા નથી. હવે મને વીપીના દીકરાની અને મારા દીકરાની ચિંતા છે.

અને દીકરા ટોનીની બુમ સંભળાઈ. મૉમ હવે લંચ પછી ફ્રી ટાઈમ છે. ઈવનિંગ બર્થડે પાર્ટીતો પાંચ પછી શરૂ થશે. ત્યાં સૂધી અમે બધ્ધા રોઝીના સ્વિમીંગ પૂલમાં જઈએ છીએ. સી ઈઝ વેરી સ્વીટ નેબર. રોઝી હેઝ ઇન્વાઈટેડ ઓલ્ડ આન્ટી ટૂ. કમોન્ મૉમ.  લૂક ડેડ ઈઝ ઓલ્સો ઈન પૂલ વિથ મોના એન્ડ લીસા. કમોન મોમ!

મમ્મી, આભ ફાટે ત્યાં ક્યાં ક્યાં થીગડા દેવાય?   બાપા અને રોઝી, તમારા જમાઈ અને એની બે  પટાકડીઓ, ટોની અને એની ફ્રેન્ડ પૂલમાં તદ્દન ટુંકા કપડામાં એક બીજાને અડી અડીને કેવી ધિંગા મસ્તી કરે છે. ને મને તરતા નથી આવડતું. જો આવડતું હોત તો તમારા જમાઈનો કાન પકડી પુલની બહાર ખેંચી કાઢી કપડા પહેરાવી દેત.  મંગળા માસી તમને તરતા આવડે છે?’

ના બા. પાણી સાથે રમત ના રમાય. એકવાર નાની હતી ત્યારે, ગામના તળાવમાં કપડા ધોવા ગઈતી. પગ સરી ગયેલો. વીપી ત્યાં જ રમતો હતો. મને પાણીમાં જોઈને હસ્યા કર્યું. બે ત્રણ ડુબકી ખાધા પછી મને પગ ખેંચી બહાર કાઢી. મને તરતા આવડતું હોય તોયે આવા ટૂંકા કપડે વીપીની સામે તો ન જ જાઉં. વીપીની નજર મારા પર બગડે  તેનું પાપ તો મને જ લાગેને? રોઝી અહીં આવી ત્યારે તો સરસ સાડીમા આવી હતી…હવે તદ્દન…જા મારાથી બોલાતું યે નથી.

જોને તદ્દન કપડા વગરની જ લાગે છે. બધું જ ઉઘાડું હોય એવું છે; કલ્પના કરવાની જરૂર જ નથી. હાય માં આ વીપી સુધરશે   કે આ ધોળીયણની સાથે મને પણ બગાડશે?   મેં છેક આવું ન્હોતું ધાર્યું.

…..માયા, મમ્મી અને મંગળા માસી સાથે વાતો કરતી હતી ત્યાં ટોની છોકરા છોકરીન ઝૂંડ  સાથે આવી પહોંચ્યો. એક છોકરીના હાથમાં વનપીસ સ્વિમિંગ સ્યૂટ હતો.

આન્ટી ધીસ વીલ ફીટ યુ. ચેન્જ ધીસ. વી કેન નોટ ફાઈન્ડ ફોર બીગ એમપી. સી ડોન્ટ નીડ વન. લેટ્સ ગો.’   છોકરા છોકરીઓ મંગળા આન્ટીને પહેરેલે કપડે જ પૂલમાં ઘસડી ગયા. મંગળા માસી બૂમો પાડતા રહ્યા. ઓ હું ડૂબી જઈશ…મને બચાવો બચાવો. બધા હસતા હતા. પટેલ બાપાએ કહ્યું.  અરે, એમ્પી. હું છું ને? મેં  તમને આ જ સૂધી ડુબવા દીધા છે?

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ

 

મંગળા માસીને માટે આ આપત્તિકાળ હતો. પુરુષોને સ્પર્શ પણ ન કરવાના સાંપ્રદાયિક આદેશનો  ભંગ કરી એઓ પટેલબાપાને વળગી રહ્યા. ભીના વસ્ત્રોમાંનો ઉભરાતો દેહ પટેલ બાપાની ઉઘાડી છાતી પર ઘસાતો હતો. બાપાએ મંગળામાસીને હળવેથી દૂર કરતાં કહ્યું ” તરતા ન આવડે તો પણ અહીં ગભરાવા જેવું નથી. અહિ પાણી માત્ર ચાર ફૂટ ઊંડું જ છે. આપણાંથી આમ જાહેરમાં વળગીને ઉભા ન રહેવાય. બસ નિરાંતે પાણીમાં ઉભા રહીને આનંદ કરો.

માયાની મમ્મીએ કહ્યું માયા જલ્દી કપડા બદલી પૂલમાં જા. જો વિનોદ પેલી મોના અને લીસાની વચ્ચે પૂલમાં ઉભો છે. મોડું થાય તે પહેલા પાણીમાં કૂદ.

પણ મમ્મી મને તરતા નથી આવડતું, મને બીક લાગે છે.

અરે, દીકરી….પૂલમાં આટલા બધા છે તે તને ડૂબવા દેશે?   જા પૂલમાં પડ નહીંતો ચૂલામાં પડવાનો વખત આવશે. જોતી નથી અડધી નાગી છોકરીઓની વચ્ચે વિનોદ ઊભો છે. પહોંચ, જલ્દી પહોંચ‘.

ના મમ્મી, બાપા પૂલમાં છે….મને શરમ લાગે છે. મારે તો લાજ મર્યાદા સાચવવી પડેને?’

તું મર્યાદાની વાત છોડ. બાપા મંગળામાસી અને રોઝીની વચ્ચે ઉભા છે ને તારો નાવલીયો બે પટાકડીઓ સાથે નાવા પડ્યો છે. તારો દીકરો ચાર ગોપીઓ વચ્ચેનો કન્હૈયો  પાણીમા રાસ રમે છે અને તું સાસુની લાલ સાડી પહેરી કિનારે ઉભી છે? દોડ.  મરદને સાચવતા ન આવડે તો પૂલને બદલે કૂવામાં પડવાનો વારો આવે.  દોડ.   કપડા બદલ અને કૂદ પાણીમાં.

અને ખરેખર માયા સ્વિમસ્યુટ પહેરીને શરમાતી શરમાતીપૂલની ધાર પર આવીને ઉભી રહી. બધાનું ધ્યાન એના પર કેન્દ્રીત થયું. બધાએ એને તાળીઓથી વધાવી લીધી. બિચારી માયા ક્ષોભ અને બીકથી ગભરાતી હતી. બધાએ તાળી સાથે જમ્પ માયા જમ્પ‘, ‘જમ્પ માયા જ્મ્પશરુ કર્યું.

વિનોદ બે હાથ પહોળા કરી ઉભો રહ્યો. એકાએક માયાને કોઈકે ધક્કો માર્યો અને માયાનો સુંદર દેહ વિનોદના હાથમાં સમાઈ ગયો. વિનોદે બધાના દેખતા માયાના હોઠપર કસકસ્તું ચુંબન ચપકાવી દીધું. માયાના જીવનનો આ પહેલો જાહેર રોમાન્સ હતો. બાપા સહિત બધા તાળીઓ પાડી ગાતા હતા “હેપી બર્થ ડે ટુ યુ” મંગળામાસી મોઢું વકાસી બાપાને અને માયાને જોતા હતા. બાપા શરમ વગર મંગળામાસીના બન્ને ખભા પર હાથ મૂકી કાનમાં કહેતા હતા મંગળી આ અમેરિકા છે.

જીવનમાં પહેલીવાર જ જૂનવાણી વિચારની માયા વિનોદના હાથોમાં સુરક્ષીત હોવાનો ભાવ અનુભવતી હતી. આધુનિક બાપા પર પ્રેમ ઉભરાતો હતો. હંમેશા સાડી અને પંઝાબી લધરવધર વાવટા ફરકાવતી માયા રોઝીના પુલમાં જૂદાજ ભાવો સાથે ખરેખર વિનોદના હાથોમાં વહેતી હતી.

બેકયાર્ડના એક ખૂણામાં બાર્બેક્યુનો ધૂમાડો. થોડા અંતરે શેકાતી મક્કાઈ ભૂટ્ઠા પાપડીના લોટનો ઘારો, પોપકોર્ન, સોડા, સરબત, બરફના ગોળા અને આઈસક્રિમની જ્યાફત ઉડતી હતી. માયાના પપ્પા કોઈ ન જૂએ તેમ ખૂણામાં સંતાઈને બાર્બેક્યુ ઉડાવતા હતા. ડીજેએ બોલિવૂડને અને ભાંગરાને બાજુ પર મૂકીને કેરૅબિયન અને મેક્સિકન બીટ્સ ચાલુ કર્યા હતા. દેશી આમત્રિતો એક પણ શબ્દ સમજતા નહતા પણ તેમના શરીરો તાલમાં ડોલતા હતા. બસ એ ધમાકેદાર માહોલ હતો. મંગળામાસી બિચારા એક ખૂણાંમાં ધાર પકડીને ઊભા ઊભા રાહ જોતા હતા કે હવે ક્યારે પુરું થાય અને બધા પૂલમાંથી બહાર નીકળે.

એની પ્રાર્થના ફળી હોય એમ ડીજે એ એનાઉન્સ કર્યું કે હવે બે કલાકની વિશ્રાંતી. ઈવનીંગ પાર્ટી વીલ સ્ટાર્ટ એટ સિક્સ ઓક્લોક.

બધાનું ઈવનિંગ પાર્ટી માટેનું વસ્ત્ર પરિધાન શરું થયું. માયાને તૈયાર કરવા માટે બે છોકરીઓ બ્યુટિ પાર્લરમાંથી આવી હતી. આવો શણગાર તો એના લગ્નમાં પણ થયો ન્હોતો. બધાને ફોર્મલ ડ્રેસમાં આવવા આમંત્રણ અપાયું હતું. મુંઝવણ બિચારા મંગળામાસીને થતી હતી. એની પતરાની પેટી ખોલવાનો પણ સમય મળ્યો ન હતો. અરે ટેણકાએ લાવીને કપડાની પેટી ક્યાં મૂકી હતી તે પણ ખબર ન હતી. શું પહેરવું? માયાએ એનું સાડીઓથી ભરેલું ક્લોઝેટ ખુલ્લું કરી દીધું પણ તકલીફ હતી બ્લાઉઝની. સ્થુળ કાયા પર કશું ફીટ થાય એમ નહતું. મંગળામાસીને શું ખબર કે અમેરિકા પહોંચશે તે જ દિવસે મોટી પાર્ટી છે. એને તો એટલી જ ખબર કે માયાની બર્થ ડે નિમિત્તે કથા છે.

પ્લેનમાં બેઠા બેઠા મનમાં વીપીને ઠેકાણે લાવવા કેટલું વિચાર્યું હતું. પણ આ વીપીનુ અમેરિકા તો ધાર્યા કરતાં જૂદું જ નિકળ્યું. એણે તો સાંભળ્યું હતું કે અમેરિકામાં તો જ્યાં જાવ ત્યાં ગુજરાત દેખાય અને બાપાના ભવ્ય મંદીરો દેખાય. અહીં તો ગુજરાતીના ઘરમાં પણ અમેરિકા પેધુ પડેલું છે. હે ભગવાન હું વિઠ્ઠલીયાને સુધારું કે નહીં પણ મારે એની સાથે બગડવું નથી. અત્યાર સૂધી બાપાની શીક્ષાપત્રી જાળવી છે અને આ ઉમ્મરે વટલાવું નથી.

પણ પહેરવું શું? એને મદદ કરનારી મહિલાઓ જાત જાતની સલાહ આપતી હતી. માસી એકલી બ્રા ચાલશે હવે તો ફેશન છે. કોઈકે કહ્યું બાપાનું ટીશર્ટ પહેરી લો અને ઉપર શાલ વિંટાળી દો.

ઈન્ડિયામાં વાઘ જેવા મંગળામાસી અમેરિકાના અજાણ્યા વાતાવરણમાં પહેલે દિવસે બકરી થઈ ગયા. આવતાની સાથે જ વીપીએ એને બાઝીને ગોળ ગોળ ફેરવી, પાણીમાં ભીની કરી. એના સહારા માટે એને વળગવું પડ્યું.  બધાની સામે માનથી વાત કરી અને નાનપણમાં ચીઢવતો તેમ ખાનગીમાં મંગળી પણ કહી દીધું પણ અત્યારેતો બ્લાઉઝ વગર….ઓ મારા ભગવાન મારી લાજ રાખજે….આ વિઠ્ઠલીયો ડોસો થયો તો પણ સુધર્યો નહીં.   હજુ પણ નટખટ અને નફ્ફટ છે.

અને ભગવાને એની લાજ રાખી. મગળામાસીની મુઝવણ મહિલાઓ દ્વારા ધીમે ધીમે રોઝી પાસે પહોંચી. રોઝીએ એની મૃત માતાનો પાર્ટી ડ્રેસ સાચવી રાખ્યો હતો. મંગળા માસીને ફીટ થાય એમ હતો. રોઝી ડ્રેસ સાથે આવી પહોંચી. માય ફ્રેન્ડ ટ્રાય ધીસ. ઈટ વીલ ફીટ યુ. મંગળામાસીએ

થોડી આનાકાની સાથે સમય વર્તી ડ્રેસ પહેરી જોયો. બરાબર ફીટ થઈ ગયો. જીંદગીમાં પહેલી વાર આવો ઝગારા મારતો ડ્રેસ પહેર્યો હતો. મગળા માસી સુંદર લાગતા હતા. એણે પૂરી સાઈઝના આયનામાં જોયું એ પોતાને પણ ઓળખી ન શક્યા.  મંગળામાસી મનમાં ને મનમાં ગણગણતા હતા, ‘મને સમજાતું નથી કે આ વિઠ્ઠલીયા એ એવો તે શું જાદુ કર્યો કે બાજુની ગોરકી એના ફેમિલી માટે આટલું બધું કરવા તૈયાર થાય છે. સાંભળ્યું હતું કે અમેરિકાના લોકો વર્ષોથી રહેતા પાડોસીના નામ પણ નથી જાણતા.  નક્કી વિઠ્ઠલીયાનું લફરું જ છે. મંગળામાસી ગાઊન ને આપતેમ ફેરવીને જોતા હતા ને મોટેથી ચીસ પાડી.

હાય માં. આતો મારી ઈજ્જત કાઢવા પાડોસણે ફાટેલો ડ્રેસ  મોલ્ક્યો છે. હું કાંઈ ભિખારણ કે વાસણ વેચવાવાળી નથી કે આવા ફાટેલા કપડા લઉં. આ જમણી બાજુ ઘુંટણથી છેક નીચે સુધી ફાટેલો છે. જે છોકરી ડ્રેસ પહેરવામાં મદદ કરતી હતી તેણે કહ્યું માજી….

એઈ, મને માજી નહીં;  માસી કહે.. હાં આ ડ્રેસ ફાટેલો નથી તો શું છે? જો આ લાંબ્બો ચીરો.

સોરી માસી, આ તમને શોભે એવો, ઓલ્ડ ફેશન પાર્ટી ડ્રેસ છે. એને વન સ્લિટ ગાઉન કહેવાય. હવે બધા ટુ સ્લિટ ગાઉન પહેરે છે. આ બારીમાંથી જૂઓ પેલી મરુન ડ્રેસ વાળી લેડીને જૂઓ. બન્ને બાજુ કમરથી જ સ્લિટ છેને! તમારી ઉમ્મર વાળા આવો જ પાર્ટી ગાઉન પહેરે છે. જૂઓ પેલી બાજુ સીગરેટ પીએ છે તે બ્લેક લેડીએ તમારા જેવો જ ગાઉન પહેર્યો છે. માત્ર કલર જ  જૂદો છે. ચાલો જલ્દી તૈયાર થઈ જાવ.. બધા ગેસ્ટ આવી ગયા છે.

દીકરી એક કામ કરને બેન.’  મંગળામાસી હવે દયામણું કરગરતા હતાં

વ્હોટ?’   છોકરી કંટાળી હતી.

મને એક પીન મારી આપને, તો મારી જાત ઉધાડી દેખાય છે.

નો,  એતો એમ જ હોય. રોઝી આન્ટીના મોંઘા ડ્રેસમાં પીનના કાણાં ન પડાય. યુ લુક ફાઈન લેટ્સ ગો. માય બોય ફ્રેન્ડ ઇસ વેઈટિંગ ફોર મી. બઉ લાંબુ વેઈટ ન થાય.  કૉઈ બીજીની સાથે ચાલવા માંડશે.

બિચારા મંગળામાસી સ્લીટ ભેગી કરી પગ સંતાડતા ટેન્ટમાં આવ્યા. એણે જોયું તો અડધા ઉપરાંત મહેમાનો તો અમેરિકન કાળીયા ધોળીયા હતાં. જેઓ ગુજરાતીઓ હતા તેઓ પણ અંગ્રેજીમાં જ ઠોકાઠોક કરતા હતા. એમ તો એને પણ થોડું અગ્રેજી તો આવડતું હતું પણ બોલવા સાંભળવાનો મહાવરો ન હતો. માયા કે માયાની મમ્મી દેખાતી ન હતી. વિનોદ અમેરિકનો સાથે ટોળામાં હતો. કદાચ દારુ પણ પીતો હોય. અને મંગળા માસીની આંખો વીપીને શોધતી હતી. એટલામાં પાછળથી ખભાપર હાથ પડ્યો.

હાય એમ.પી. યુ લુક બ્યુટિફુલ. ચાલો હું તમને આપણા ટેબલ પર લઈ જાઉં. હાથમાંથી ડ્રેસનો છેડો છોડો અને મારી બગલમાં હાથ  નાંખી એ હાથ છાતી પર મૂકો. અહીં સન્નારીઓને પુરુષો માનપૂર્વક પાર્ટીમાં એસ્કોર્ટ કરીને લઈ જાય છે.

અરે! વીપી આવું ના થાય. શીક્ષાપત્રીમાં પરપુરુષને અડવાની મનાઈ છે.

મંગળીઈઈઈઈ. આજનો દિવસ હું કહું છું તેમ કર. પાપ લાગે તો કાલે પ્રાયશ્ચિત કરજે માય ચાલ્ડહુડ ફ્રેન્ડ….

અને શરમાતા અકળાતા ગોળ ટેબલ પર મંગળામાસીએ સ્થાન લીધું.

ટેબલ પર વિઠ્ઠલબાપા, તેની જમણી બાજુ રોઝી રોઝીની બાજુમાં રોઝીનો એક્ષ. એક્ષની બાજુમાં એક્ષની નવી બ્લેક ગર્લફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની બાજુમાં રોઝીની બહેન માર્થા, માર્થાની બાજુમાં એનો બોયફ્રેન્ડ, અને સર્કલ પુરું કરતા મંગળા માસી અને મંગળામાસીની બાજુમાં પટેલબાપા. બાપાએ મંગળા માસીને બધાની ઓળખાણ કરાવી. બધાએ હેન્ડશેક માટે હાથ લંબાવ્યો પણ મંગળામાસીએ બે હાથ જોડીને પ્રણામ કર્યા. મનમાં હતું જેટલું ઓછું પાપ થાય તેટલું સારું.

            પટેલબાપાએ બધાને મંગળામાસીની ઓળખાણ માય ચાઈલ્ડહુડ ફ્રેન્ડ મીસ મંગળાતરીકે આપી. આ ઉમ્મરે આજ સુધીમાં કોઈએ આવું કહ્યું ન હતું. મોં શરમથી લાલચોળ થઈ ગયું.

            એની પાછળના ટેબલ પર સિનીયોર સીટીજન સેન્ટરના આમંત્રીત ડોસા-ડોસીઓ પટેલને સંભળાય તેમ ગુસપુસ કરતા હતા. તેમાં જમનામાસી (ખાનગીમાં જમના જાડી), કાંતામાસી (ખાનગીમાં કાન્તાક્યૂટ), રમામાસી (રમતીમાસી), લલિતામાસી (કાણી પવાર)ની પટેલ કેવા સારા હતા ને હવે ગોરકીમાં ભેરવાઈ ગયા પછી કેટલા બગડી ગયા તેની સમીક્ષાઓ કરતા હતા. કાન્તામાસીતો કહેતા હતા કે પટેલ તો મારા ખાસ દોસ્ત હતા. આગળ  બેઠેલામાંથી માત્ર પટેલ અને મંગળામાસી જ ગુજરાતી જાણતા હતા. પટેલતો મસ્તાના મૂડમાં હતા, પણ મંગળામાસી વિઠ્ઠલીયાની યશ ગાથા સાંભળીને વિચારતા હતા કે વાંદરો ઘરડો થયો પણ ગુંલાંટ મારવાનું ન ભૂલ્યો. બદમાશને અંગુઠા પકડાવવા જોઈએ.

જમનામાસીએ માયાને બોલાવી મોટેથી જ કહ્યું અલી, જરા તારી નવી સાસુ સાથે અમારી ઓળખાણતો કરાવ!

કપલ ડેન્સ શરૂ થયો. પહેલા વિનોદ અને માયાએ ડેન્સ શરૂ કર્યો. પણ માયાને તો સ્ટેપ આવડે નહીં. વિનોદને વળગીને બિચારી ફરતી રહી. પછી મધ્યમાં માયાની મમ્મી પપ્પા, અને પટેલબાપા અને રોઝીએ ડેન્સ શરૂ કર્યો. માયાના પપ્પાને આલ્કોહોલની અસર હોય એવું લાગ્યું. બિચારા બેસી ગયા. પટેલબાપા અને રોઝીએ તો સાલસા શરૂ કરી દીધા. સૌ તાળી પાડતા રહ્યા, વધાવતા રહ્યા. બિચારી માયા શરમાતી અકળાતી વિચારતી હતી, બાપા આ બધું ક્યારે શીખ્યા? નક્કી રોઝી જ વિનોદની બીજી બા બનવાની. બાપાની સાથે શોભે છે એમાં તો ના ન પડાય.

એવામાં વિનોદના એક બ્લેક મિત્રે મંગળામાસી પાસે આવીને પૂછ્યું કેન આઈ હેવ ઑનર ટૂ ડેન્સ વિથ યુ મેમ?’  મંગળામાસી ફાટી આંખે બરાડતા હતા. નો…નો..નો..નો. વગર વિચાર્યે એણે પટેલને બૂમ પાડી…વીપી મને બહું ઉંઘ આવે છે. મારે સૂઈ જવું પડશે.

પટેલબાપાએ ખૂબ જ સ્વસ્થતા અને સમભાવથી કહ્યું “હું સમજી શકું છું, મંગળાબેન. લાબી મુસાફરી અને તરત આ પાર્ટીની ધમાલમાં તમને જરા પણ આરામ નથી મળ્યો. જાવ કપડા બદલી મારા બેડરૂમમાં આરામ કરો. કાલે સવારે વાતો કરીશું…

મંગલામાસી વધતા હાર્ટબીટને પકડતા હોય તેમ બરાડ્યા વીપીઈઈઈઈઈઈઈ!! તમારા બેડરૂમમાં?…….”

 

 

 

પ્રકરણ ૧૦

 

 

પાર્ટીની બીજી બપોર.

****************************

હા સવાર તો કોઈએ જોઈ જ નહતી. બધા જ થાકેલા; અગિયાર વાગ્યા પછી ઊઠ્યા હતા. માયાના પપ્પા મમ્મી રાત રોકાયા હતા અને ગેસ્ટરૂમમાં સૂતા હતા. ટેણકા ટોનીના ઓવરક્રાઉડેડ રૂમમાં ટિનેજર છોકરા છોકરીઓ આખી રાત ધમાલ કરીને સવારે છ વાગ્યે જંપ્યા હતા.

માયા, વિનોદ, અને માયાના પપ્પા મમ્મી બ્રેકફાસ્ટ લેતા વાતો કરતા હતા. મંગળામાસી ક્યાં છે? ક્યાં સૂતા હશે. અને બાપાયે ક્યાં છે?

માયાને એકદમ ધ્રાસ્કો પડ્યો. મંગળામાસી?    ...બાપા?

હાય માં…બાપા અને મંગળામાસી એક રૂમમાં તો ન હોયમાસીની સૂવાની ગોઠવણ કરવાનું તો ધ્યાન બહાર જ રહી ગયું હતું.

વિનો ઓઓઓઓઓદ, હાંભળો છો? બાપા ક્યાં છે? મંગળામાસી ક્યાં છે? બાપા કે બિચારા મંગળામાસી નીચે તમારી ઓફિસમાં સોફા પર સૂઈ રહ્યા હશે. જરા નીચે જઈને જૂઓને પ્લીઈઈઈઈઝ.

અરે, બરાડા ના પાડ. તારી બાજુમાં તો બેઠો છું. હાંભળો છો, હાંભળો છો નું ભૂગળું વગાડવાની ટેવ જ પડી ગઈ છે.

ઑફિસમાં તો મોના અને લીસા ઊંઘે છે.  બાપા ઓફિસમાં નથી એ એના બેડરૂમમાં જ સૂતા હશે.

 

મને એમ કે તારી બર્થડે છે એટલે તું મારે માટે જાગતી હશે…પણ જવા દે એ વાત…… મારી મનની મનોકામનાને તથાસ્તુ કેનાર બર્થ ડે બૅબ તો ઊંઘતી હતી….તું તો થાકીને પડતાની સાથે જ ઊંઘી ગઈ હતી.

રાત્રે બહુ મોડું થયું હતું એટલે મોના અને લીસાને મેં રાત રોકાઈ જવા કહ્યું હતું. મેં થોડો વખત એમની સાથે કામની વાતો કરી હતી. એ બન્ને અત્યારે નીચે સોફા પર જ સૂતા છે.

ઓ માં..મને ઊંધતી મૂકીને એ બન્ને પટાકડીયો સાથે કયા કામશાસ્ત્રની વાત માટે ઉજાગરો કર્યો હતો?

મમ્મી, જોયું આ બાપ દીકરાના લખ્ખણ. જાણે આસા હરામ અને નારી ઓ સાંઈ. મંગળામાસી જો બાપાના રૂમમાં હોયતો?   બાપા ક્યાં સૂતા હશે? સમજાતું નથી કોણ કોને સુધારશે કોણ કોને બગાડશે!  મેં વળી ક્યાં બાપાને સુધારવા મંગળામાસીને બોલાવ્યા! અતો બકરી કાઢતા ઊંટ ભરાયું.

માયા, મોં બંધ કર. મંગળામાસી આવે છે.

મંગળામાસી હાંફળા હાંફળા આવી પહોંચ્યા.

માયા વીપી ક્યાં છે?’

કેમ?   એના બેડરૂમમાં જ હશેને?’   તમારી સાથે બેડમાં ન હતા?

ઊઠ્યા ત્યારથી મોં સીવીને બેઠેલા કુંદનલાલની જીભ જાગૃત થઈ.

માયા કંઈ બોલે તે પહેલા જ  માયાને બદલે એના પપ્પાએ જવાબ ને બદલે સવાલ ફેંક્યો.

એના રૂમમાંતો હું સૂતી હતી.

માયાની મમ્મી એ ડોળા કાઢીને ઈશારાથી પપ્પાને ચૂપ રહેવા જણાવ્યું. પણ પપ્પાને શૂર ચડતું હતું.

તો શું થયુ?   વિઠ્ઠલજીએ તમને એના રૂમમાં તમને સૂવાડ્યા એટલે એનાથી એના પોતાના રૂમમાં ન સૂવાયપ્રસંગ વખતે ઘરમાં ઘણાં માણસો હોય ત્યારે સાંકડમૂકડ બધાએ સૂઈ રહેવું પડે. માયાના પપ્પા સાહજિક રીતે વાત કરતા હતા કે કંઈક મર્માળુ બોલતા તે માત્ર માયાના મમ્મી જ સમજી શકે.

ઉજાગરા અને દોડધામમાં હું એવી તો થાકી ગઈ હતી કે પડતાની સાથે જ ઊંઘી ગઈ હતી. મને કશી જ ખબર નથી.

ઓ મારા ભલા ભગવાન. મારી પાકી ઊંધમાં વિઠ્ઠલીયાએ કંઈ ગરબડ ન કરી હોય તો સારું. મંગળામાસી ખૂબ ધીમેથી ગણગણ્યા.

ખરેખર તો માયાના પપ્પા મમ્મી બન્નેને, વેવાઈ પટેલબાપાને વુમનાઈઝર, ચીતરવામાં મજા આવતી હતી. માયા બિચારી બાપ દીકરાને સુધારવાની ચિંતામાં કાયમ અકળાતી રહેતી હતી.

 

માયાના મમ્મી કામીની બહેને મંગળાબેનનો ગણગણાટ સાંભળ્યો. એણે ધીરે રહીને મમરો મૂક્યો.

મંગળાબેન મારી માયાના દરેક રૂમમાં સુપર કિંગસાઈઝ બેડ છે. એક બેડ પર સહેલાઈથી ત્રણ જણા પણ સૂઈ શકે.

અહીં લોકો કુતરા પાળે અને હસબન્ડ વાઈફની વચ્ચે ડાઘીયો સૂઈ જાય. પોતાના છોકરા હોય તેને જુદા રૂમમાં સુવડાવે. કદાચ અમારા વેવાઈ તમારા બેડપર જ તમને ખબર ન પડે એ રીતે બિચારા એક પડખે સૂઈ રહ્યા હશે. અત્યારે એ બેડરૂમમાં નથી?’

ના કામીની, બેડરૂમમાં તો કોઈ નથી. હું જાગી ત્યારે  એકલી જ હતી.

મંગળામાસી પાંજરામાં ઊભેલા આરોપીની જેમ પોતાની સફાઈ રજૂ કરતા હતા.

અમારા વેવાઈને સવારે વહેલા ઊઠીને ચાલવા જવાની ટેવ છે. તમારી ઊંઘ ન બગડે એ ગણત્રીએ તમને જગાડ્યા વગર ચાલી નીકળ્યા હશે. લાઈટ ચાલુ હતી કે બંધ હતી?’

હું જાગી ત્યારે તો બંધ હતી.   એક મિનિટ. હું લાઈટ ચાલુ રાખીને જ ઊઘી ગઈ હતી તો પછી મારા રૂમની લાઈટ કોણે બંધ કરી.   ચોક્કસ મારા રૂમમાં કોઈ આવ્યું હશે.

બીજું તો કોણ તમારા ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ જ દોસ્તીની જૂની યાદો તાજી કરવા આવ્યા હશે. અમારા વેવાઈની યાદશક્ત્તિ ઘણી સારી છે.

માસી, મમ્મીની વાત પર ધ્યાન આપશો નહીં. દરેક રૂમમાં મોશન સેન્સર છે. રૂમમાં કંઈ પણ હલન ચલન ન હોય તો આપોઆપ લાઈટ બંધ થઈ જાય.

વિનોદે બાપાનું રેપ્યુટેશન છે તેના કરતાં વધારે ન બગડે એટલે તરત ખુલાસો કર્યો. કોણ ક્યાં સૂતા તેની ચિંતા કરવાની શું જરૂર. બધા નિરાંતે ઊંઘ્યા એ જ બસ છે ને!

લો બાપા આવી ગયા. એમને જ પૂછોને?   હું નીચે ઓફિસમાં જાઉં છું. મોના અને લીસા જાગી હોય તો એમને બહાર બ્રન્ચ માટે લઈ જવી પડશે. એમને ગઈ કાલનું વાસી વધેલું નહીં ફાવે. સોમવારથી આપણી ઓફિસમાં કામ શરુ કરશે.

અરે! હાભળો છોએમને જ્યાં ખાવું હશે ત્યાં ખાશે. હું જીવતી જાગતી બેઠી છું ત્યાં સૂધી તમારે તો ઘરનું જ ખાવાનું છે. બહારની લત સારી ન કહેવાય. જાત જાતના રોગ થાય. જોયું ને માસી, આ બાપ દીકરાના લખ્ખણ. હાંભળતા નથી અને હમજતા હો નથી. બાપા પધાર્યા અને દીકરા દોડ્યા.

 

જૈય શ્રી કૃષ્ણ મંગળાદેવી. જૈ સ્વામિનારાયણ. રાત્રે બરાબર ઊંઘ આવી હતીને? તમે ગઈકાલે ખૂબ જ થાકી ગયા હતા. માનુંછું કે થાક ઉતર્યો હશે. અને ગુડ મોર્નિંગ એવ્રીવન. માયા દીકરી, તને મઝા આવીને? રોઝી અને મારા બધાજ ફ્રેન્ડ્સ તારા ખૂબ જ વખાણ કરતા હતા. યુ લુક્ડ ગોર્જીયસ.  ઈટ વોઝ મોસ્ટ મેમોરેબલ પાર્ટી.

હું આવ્યો ત્યારે તમે કંઈ મને પૂછવાની વાત કરતા હતા! મારા વેવાઈએ મને શું પૂછવું છે?

વિઠ્ઠલજી પૂછવાનું તો શું હોય પણ અમને બધાને ચિંતા થતી હતી કે બાપા ક્યાં સૂતા હશે?’ કંચનલાલ ને બદલે કામીની બહેને જ સારા શબ્દોમાં પ્રશ્ન પૂછ્યો.

પટેલબાપાએ જવાબ આપવાને બદલે થોડી વાર પલક પાડ્યા વગર મંગળાબેન પર નજર સ્થિર કરી.

એમ્પી,   વાંકો વળી પગના અંગુઠા પકડું કે કાન પકડીને ઊઠ બેસ કરું?’

આ સવાલે મંગળાબેનનો ભૂતકાળ જાગૃત થયો.

એક નાનું ગામ. કરિયાણાની એક દુકાન. દુકાનની બાજુંમાં એક મકાન. ગામના લોકો એને બંગલી કહેતા, એ બંગલી વિઠ્ઠલના દાદાની. એ બેઠાઘાટની બંગલીની સામે  જ બરાબર મંગળાના દાદાનો બેમાળનો મોટો બંગલો. ગામને નાકે એક તળાવ. તળાવની પાસે સાત ધોરણ સૂધીની એક નિશાળ. એ નિશાળમાં મંગળા ભણે. એક વાર ત્રીજા ધોરણ નાપાસ થઈ. અને ચોથા ધોરણમાં પણ બિચારી નાપાસ થયેલી. માસ્તર તો બિચારા એને પાસ કરી દેવા તૈયાર, પણ દાદાજી સિધ્ધાંતવાદી. એણે માસ્તરને સામેથી ધમકી આપેલી કે એની જાતે પાસ થાય તો જ એને ઉપરના ધોરણમાં ચડાવવી. ચોથા ધોરણના સાહેબે એને ક્લાસ મોનિટરનો દરજ્જો અને સત્તા આપેલી.

એના ક્લાસમાં જ ત્રીજા ધોરણમાંથી પહેલા નંબરે પાસ થઈને વિઠ્ઠલ આવેલો. મહાતોફાની બારકસ. મંગળા ક્લાસ મોનિટર. વિઠ્ઠલ કરતા ઉમ્મરમાં મોટી. માસ્તર સ્કુલના ઓટલા પર ઉભા ઉભા બીડી પીતા હતા. મોનિટર મંગળા ક્લાસ સંભાળતી હતી. વિઠ્ઠલ છાપાના પેપરના બલુનએરો બનાવીને બધે ઉડાડતો હતો. એણે મંગળા મોનિટરના માથાનું નિશાન તાક્યું. કમનશીબે તે મંગળાને ખોટી જગ્યાએ વાગ્યું. મોટા ઘરના તોફાની છોકરાઓ! બાપડો માસ્તર શું સજા કરેએણે મોટાસહેબને વાત કરી. રૌદ્ર સ્વભાવના મોટાસાહેબ કોઈની શેહ રાખે નહીં. એઓ ફુટપટ્ટી લઈને ઊભા રહ્યા. મંગળા, આ વિઠલાને જે સજા કરવી હોય તે કર. મંગળાએ તકનો સારો ઉપયોગ કર્યો. એણે સજા ફરમાવી કે અડધો કલાક એણે વાંકા વળી ઘુટણ વાળ્યા વગર પગના અંગુઠા પકડવાના. પીઠ પર ફૂટપટ્ટી મુકવાની, પડી જાય તો  બીજો પા કલાક. એ સજા પુરી થાય પછી અવળા કાન પકડીને “હવે વિમાન નહીં મારું” એમ બોલતા દસ ઉઠ બેસ કરવાની. બિચારા  વિઠ્ઠલે એક કલાક અંગુઠા પકડેલા.

તે દિવસથી વિઠ્ઠલે મંગળા સાથે બોલવાનું કે સામે જોવાનું પણ બંધ કરેલું.

મંગળાતો મોટા ઘરની. એને કાંઈ તળાવ પર કપડા ધોવા જવું ન પડે પણ એ એની બહેનપણી સાથે તળાવ પર ગઈ. બિચારીનો પગ લપસ્યો. સીધી પાણીમાં. બચાવ બચાવની બુમ પાડી. એ વખતે વિઠ્ઠલ તળાવની પાળે વડવાઈની ડાળે ઝૂલતો હતો. મંગળા સામે જોયું, બિચારી ડૂબકા ખાતી હતી. છેવટે આરામથી ખમ્મીસ કાઢી પાણીમાં ગયો. એક પગ ખેંચી બહાર કાઢી અને ખમ્મીસ લઈને ચાલતો થયો. બન્ને કુટુંબો વચ્ચે સારા સંબંધ હતા પણ મંગળા અને વિઠ્ઠલ એકબીજા સાથે બોલતા ન હતા.

મંગળા હાઈસ્કુલમાં આવી. મંગળાની મમ્મીએ મંગળાની વાત વિઠ્ઠલ માટે નાંખી. પણ વિઠલાએ ધરાર ના પાડી દીધી. અને મંગળાની જ દૂરની સગી સુકન્યા સાથે લગ્ન થયેલા. સુકન્યા સુંદર નમણી અને સાલસ સ્વભાવની હતી અને તેણે જ મંગળાબેન સાથેના અબોલા તોડાવીને સંબંધ સુધારેલો. મંગળાએ વિનોદ અને માયાના લગ્ન ગોઠવવામાં મધ્યસ્થી કરેલી.

 

આજે એજ વયસ્ક વાંદરો વિઠ્ઠલ, મંગળાદેવીને પૂછતો હતો, ‘એમ્પી, વાંકો વળી પગના અંગુઠા પકડું કે કાન પકડીને ઊઠ બેસ કરું?’

મંગળામાસી મનમાં વિચારતા હતાહે ભગવાન, અમેરિકન ડોસલાઓ આટલા નફ્ફટ હોય એ જાણતી હોત તો અહીં આવતે જ નહીં. હું તો ભર ઊંઘમાં હતી. કંઈ અડપલા ન કર્યા હોય તો સારું. કંઈ ગરબડ હોય તો જ માફી માંગેને!

વીપી, જો ગુનો કર્યો હશે તો શિક્ષા તો થશે જ. મારે એ જાણવું પડશે કે તમે કયો ગુનો કર્યો છે અને એની ગંભીરતા કેટલી છે! પહેલો સવાલ તો એ છે કે આપશ્રી આખી રાત ક્યાં હતા?’

દેવીજી આટલા મોટા ઘરમાં મારે માટે જગ્યા જ ક્યાં હતી? ઘડીભર તો મને થયું હતું કે ભલે તમે મારા બેડ પર હો, એક ખૂણા પર થોડી જગ્યામાં સૂઈ એકાદ ઊંધ કાઢી લઈશ.

વીપી તમને આવો વિચાર કરતાં જરાયે લાજ શરમ નથી આવતી? વીપી, આ ઉમ્મરે ગંદી વાત વિચારી જ કેમ શકો?’

ના એમ્પી, મેં ક્યાં એવી એભદ્ર વાત કરી છે. માત્ર ઊંઘવાની જ તો વાત છે. માનવીને ચોવીસ કલાકમાં ચાર કલાક તો ઊંઘવાનું જોઈએ જ ને?’

તો શું તમે ચાર કલાક મારી સાથે હતા?’

તમારી સાથે તો નહીં પણ એક રૂમમાં તો આરામ કરી લેત. રૂમમાં એક સોફો અને એક રિક્લાઈનર પણ છે જ ને? તેના પર તો થોડા કલાક સહેલાઈ થી નીકળી જાત. પણ ખોટું ના લગાડતા મંગળાદેવી. તમે ખૂબ જ થાકેલા હશો. નિરાંતે એટલું મોટેથી ઘોરતા હતાં કે એ રૂમમાં મારાથી ઊંઘાય એ શક્ય જ ન હતું. તમે થોડા અવ્યવસ્થિત સૂતા હતા. મેં તમને એક વધારાનો બ્લેન્કેટ ઓઢાડ્યો. મારો નાઈટ ગાઉન લઈને રૂમની બહાર ચાલ્યો ગયો.

માફ કરજો મંગળાબેન, એક મહિલા રૂમમાં એકલા હોય ત્યારે સજ્જન પુરુષે એના રૂમમાં ન જવું જોઈએ પણ મારે મારા રૂમમાં આવવું પડ્યું હતું. સોરી, માય ફ્રેન્ડ મંગળાદેવી. જો આપ જાગૃત હોત તો વાત જૂદી જ હોત. હું ડોર નૉક કરીને, તમારી મંજુરી લઈને જ રૂમમાં દાખલ થાત. મારો ગુનો હું કબુલ કરું છું. શક્ય હોય તો માફ કરજો અગર તમે જો શિક્ષા કરશો તે હું કબુલ કરીશ. વાંકો વળી પગના અંગુઠા પકડીશ, કે મુરઘો બનીશ કે કાન પકડી ઊઠ બેસ કરીશ. રોજ કસરત કરીને આ ઉમ્મરે પણ આ કાયા ટનાટન રાખી છે. માનીશ કે મંગળાદેવીએ થોડી વધારે કસરત કરાવી.

મંગળામાસીએ માનસિક હાસકારો અનુભવ્યો.

વીપીઈઈઈ. જરા ઉમ્મરનો ખ્યાલ રાખો. છોકરાઓની હાજરીમાં શું બોલવું, શું ન બોલવું, એ હજુ પણ શિખ્યા હોય એવું લાગતું નથી.

મંગળાબેન આ સંસારમાં છેલ્લા શ્વાસ સુધી આપણે કાયમ કંઈ ને કંઈ શીખતા રહેવાનું છે. સદાકાળ કોઈ ને કોઈ સલાહકાર ગુરુ હાજર જ હોય છે. આપ જ્યાં સુધી અહીં રહો એ સમય દરમ્યાન મારા ગુરુ અને ગાઈડ બનશોહું માનું છું કે અમારી માયા અને અમારી કામીનીવવાણને પણ એ વાત ગમશે. એક વિનંતી કરુ? હવે સ્કુલ લાઈફના સંબોધનો વીપી અને એમ્પીને બદલે હું તમને મંગળા દેવી કહીશ અને તમે મને વિઠ્ઠલ કહેજો. આ પી..પી વાળું નથી ગોઠતું.

વિઠ્ઠલભાઈ, સાઠ પછી તમારી બધી બુદ્ધિ નાઠી નથી એટલું તો કબુલ કરવું જોઈએ. હું તમને વિઠ્ઠલભાઈ જ કહીશ અને તમારે મને મંગળાબેન કહેવાનું.   બરાબર છે?’

તમારું આ પ્રમાણપત્ર હું સાચવી રાખીશ. મોટેભાગે બધી મહિલાઓ મને સમજી શકતી નથી અને મારું ખોટું મૂલ્યાંકન કરે છે. મને માત્ર વિનોદની બા અને મારી નેબર ફ્રેન્ડ રોઝી જ સમજી શક્યા છે. અમારી માયા અને એના મમ્મી વેવાણ કામીનીબેન પણ હંમેશા મારે માટે  સત્યથી વેગળી કલ્પના કરતા રહે છે.

તો વેવાઈ વિઠ્ઠલજી, તમે જરા મુદ્દાની વાત જણાવોને! તમે તમારી રાત ક્યાં ગાળી હતી?’   કામીની બહેને સીધો જ હુમલો કર્યો.

બાપા, સવારે તમને ઘરમાં તમને ન જોયા એટલે મને તો ઘણી ચિંતા થઈ. બાપા, તમે ક્યાં સૂતા હતા?

માયા, તું તો જાણે છે કે ભૂતનો વાસ પિપળે!

એટલે…એટલે… એટલે… તમે રોઝી ને ત્યાં.. બાપા તમે…તમે રોઝી સાથે…રોઝી સાથે રાત ગાળી?’ હા અને ના….

બધા અધ્ધર શ્વાસે અને ફાટી આંખે હવે પછીની વાત સાંભળવા સાંભળવા આતુર હતા.

 

હા માયા, રોઝીના બેડરૂમની લાઈટ ચાલુ હતી એટલે મેં તેને ફોન કર્યો. એને રાત્રે મોડે સૂધી વાંચવાની ટેવ છે એટલે તે જાગતી હતી. હું એને ત્યાં ગયો અને એને ત્યાં સોફા પર નિરાંતની ઊંઘ ખેંચી કાઢી.

પણ બાપા આપણા લીવિંગરૂમના સોફા પર સૂવાને બદલે તમે રોઝીના સોફા પર સૂવા કેમ ગયા?’

દીકરી આ સવાલ મને પૂછવાને બદલે તારા પપ્પાને પૂછ?’

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૧૧

 

 

 “હેં પપ્પા, તમે જાણો છો, બાપા ઘરના સોફાને બદલે રોઝીને ત્યાં કેમ ગયાતા?” માયાને બાપાના રૉમેન્ટિક સ્વભાવની જે દહેશત હતી તે જ પપ્પા મમ્મીની હાજરીમાં એને અકળાવતી હતી.

કામીનીબેને ડોળા કાઢીને કંચનલાલ સામે જોયું. કંચનલાલ સિવાય બધાની નજર કામીનીબહેન પર હતી. થોડી મિનીટો પહેલા જે  કંચનલાલ વિઠ્ઠલબાપાની અને મંગળામાસીની ફિલમ ઉતારતા હતા એનું મોં બીલકુલ સીવાઈ ગયું હતું.

એટલામાં ટેણકો ટોની નાચતો કુદતો આવ્યો. ફ્રીઝનું બારણું ખોલી ઉભો રહ્યો. વડીલો તરફ જોયા વગર જ  એણે બોમ્બ બ્લાસ્ટ કર્યો; “મૉમ, ડુ યુ નો, નાના નાની ડિવૉર્સ લેવાના છે!

ટેણકા, મરવાનો થયો છે? રાત્રે બધા ફ્રેન્ડ સાથે કંઈ નશો તો નથી કર્યોને? લવારા કરવા માંડ્યા છે. ગેટ આઉટ ફ્રોમ હિયર!”

ઈફ્ યુ ડોન્ટ બિલીવ મી, આસ્ક ગ્રાન્ડપા. આઈ ડોન્ટ કેર. એની વે, લેટ મી નો ઈફ્ યુ નીડ ન્યુ પાર્ટનર આઈ વીલ પ્રોવાઈડ ફ્રી સર્વિસ ફોર માય નાના નાની.

 

પટેલબાપાએ એ બારકસને ધીમે રહીને બહાર કાઢ્યો.

કંચનલાલે નીચું મોં રાખીને ધીમે રહીને કહ્યું.

માયા દીકરી, ટોનીની વાત સાચી છે.

અને માયાએ મોટેથી ઠૂંઠવો મૂંક્યો. ચીસ નાંખી…

અરેએએએ ઈઈઈઈ …..હાંભળો છો? મોના અને લીસાને પડતી મેલીને સીધા ઉપર આવો. મારી મમ્મીના સંસારમાં આગ લાગી છે. પ્લીઝ હાંભળ્યું કે….

કામીનીબહેન થોડા સ્વસ્થ હતા.

જો માયા, હજુ અમે કશું જ નક્કી નથી કર્યું. મેઓર મે નોટ બી

બાપા, મારા પપ્પા મમ્મીને સમજાવોને! તમને અને ટેણકાને આ વાત કેવી રીતે ખબર પડી? પ્લીઝ મંગળામાસી, હેલ્પ મી.

મારી લાઈફમાં તો ચારે બાજુથી સળગ્યું છે. ટેણકો હજુ તો સોળનો નથી થયો, ને સત્તાવીસનો હોય એવા ભવાડા કરે છે. બાપા બાજુવાળીની બગલમાં ભરાય છે. તમારો જમાઈ મોનાલીસાની છબી ચિતરવામાં પડ્યા છે

વિનોદ આવ્યો. શું થયું ડાર્લિગ?”

વિનોદ એની ટેવ મુજબ વળગીને કીસ કરવા ગયો; અને માયાએ એને હડસેલ્યો.

ડોન્ટ ડાર્લિંગ મી. અત્યારે વળગવાનો ટાઈમ નથી. વળગેલાને છૂટા થવાનો ટાઈમ છે. જરા આઘા ખસો.

“શું થયું?”

તમારી મોનાલીસામાંથી ફૂરસદ મળે તો ખબર પડેને કે ઘરમાં શું થાય છે!

તારે સીધી વાત કરવી હોય તો કર નહીં તો મારે મોના સાથે નવા એકાઉન્ટ વિશે એને સમજાવવાનું ઘણું બાકી છે.   બાપા, વ્હોટ હેપન્ડ?”

ખાસ અગત્યની વાત નથી લાગતી. આ તો ગઈ રાત્રે હું આપણા સોફા પર સૂવા જતો હતો ત્યારે ગેસ્ટરૂમના ડોર પાસે ટેણકાને ઉભેલો જોયો. એ કંઈ કાન માંડીને નાના નાનીની વાત સાંભળતો હતો. મેં એને ઠપકાર્યો. તો બેટ્ટમજી મને કહે નાનાનાનીની  ડર્ટી વાત નથી સાંભળતો. સીરીયસ અને ડેન્જરસ ફાઈટ છે. હું સોફા પર આડો પડવાની તૈયારી કરતો હતો અને કામીની બહેનનો ઘાંટો સંભળાયો. આપણે વકીલને મળીને નક્કી કરીશું અત્યારે તમે બહાર સોફા પર જઈને સૂઈ જાવ. સવારે ઘરે જઈને બધી વાત.

મને લાગ્યું કે કંચનલાલ સોફા પર સૂવાના છે એટલે તરત જ પીલો રહેવા દઈને, કંચનલાલ રૂમની બહાર આવે તે પહેલા હું ઘરની બહાર નીકળી ગયો. બસ આ સિવાય મને બીજી કોઈ વાતની ખબર નથી.

ટેણકાએ જે સાંભળ્યું હોય તે સાચું. માયા, આપણે કોઈએ પણ એમની અંગત વાતોમાં પડવાની જરૂર નથી. મને પણ મારા અંગત જીવનમાં બીજાકોઈ નૉઝીવેડા કરે તે પસંદ નથી. મારી વાત સાચી છેને, કામીની બહેન?”

બાપા, હું કોઈ નથી….. હું પારકી નથી. હું એમની એકની એક દીકરી છું.

બોલ, મમ્મી બોલ. વ્હોટ ઈઝ ધ પ્રોબ્લેમ?”

દિવસે દિવસે તારા પપ્પા બગડતા જાય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ.  ભગવાનનું સામૈયું કરીએ છીએ. પૂજા કરીએ છીએ. પપ્પા ધીમે ધીમે બીયર, બીયર પરથી વાઈન અને હવે વિસ્કી સૂધી પહોંચવાની તૈયારી પર છે. ખાવાપીવાની મર્યાદા પણ નેવે મૂકી છે. ગઈ કાલે આપણે બધા પૂલ પાસે હતા અને તારા પપ્પા બાર્બેક્યુ અને હોટ ડોગ ઉડાવતા હતા.

મારે આ જનમમાં તારા બગડેલા બાપ સાથે જીંદગીના આખરી દિવસો પસાર નથી કરવા. બેટી માયા, તારા પપ્પા સાથે હવે મારાથી નહીં રહેવાય.

મંગળામાસી આપણી શિક્ષાપત્રી શું કહે છે એ જરા પાછા એમને સમજાવોને?”

કંચનભાઈ, આ હું શું સાભળું છું?”

મંગળાબેને ચોવીસ કલાકમાં ચાલીસ કલ્ચરલ શોક્સ અનુભવ્યા.

શિક્ષાપત્રી પંદરમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે માંસ છે તે યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવૈદ્ય હોય તો પણ ન પીવુ. શિક્ષાપત્રી બારમાં ચોખ્ખું જ જણાવ્યું છે કે દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. વિઠ્ઠ્લભાઈ તમે શું માનો છો?” મંગળાબેને વીપીને માર્મિક રીતે હેતુસર વાતમાં ઘસડ્યા.

તમારી સ્વામીનારાયણ શિક્ષાપત્રીની વાત અવ્યવહારુ પણ સૈધ્ધાંતીક રીતે સ્વીકાર્ય છે. પહેલા ઈંડા આમ્લેટ ખાતો હતો. હવે મેં તો તે પણ બંધ કર્યા છે.

કંચનલાલથી ન રહેવાયું, “વિઠ્ઠલજીના ચાવવાના જૂદા અને બતાવવાના જૂદા છે મંગળાબેન, મારી માયા તો કહેતી હતી કે બાપા ઘરમાં ડાયૅટ કરે છે અને લંચ અને ડિનર પછી નૉટી નેબરને ત્યાં જાય છે. કોને ખબર ત્યાં શું શું આરોગતા હશે!

બાપા શાંતીથી સ્મિતવદને બેઠા હતા.

હેં બાપા, તમે રોઝીને ત્યાં માંસ મચ્છીતો ખાતા નથીને? એવું હોય તો કહી દેજો, બામણને બોલાવી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવવી પડે.

ના દીકરી, મને નોનવેજ ખાવાની કોઈ ઈચ્છા જ નથી થતી. જરૂર પણ નથી. પણ આખી દુનિયામાં જે ખોરાક ખવાતો હોય એ ખાનારને ધિક્કરતો પણ નથી. અને તમારી જાણ ખાતર કહું છું કે રોઝી પણ નોનવેજ નથી ખાતી. એ જૈનોની જૈન છે. એ વીગન છે.

હેં બાપા, રોઝી ખરેખર વીજન છે? તો તો આપણા કરતાં પણ ચડિયાતી વેજીટેરિયન કહેવાય! માયાના રોઝી પ્રત્યેનો અહોભાવનો પારો સડસડાટ ઉપર ચડી ગયો.

હાંભળો છો. રોઝી જેવી રોઝી વેજીટેરિયન છે અને તમે અને તમારો ટેણકો બહાર જઈને બધું જ પેટમાં પધરાવો છો. ગઈ કાલની પાર્ટીમાં બાર્બેક્યુ ન રાખ્યુ હોત તો આજે  મારા પપ્પા મમ્મીના જીવનમાં ભડકા ન થાત  ને?”

માયાના પરિતાપનું સુકાન વિનોદ તરફ વળ્યું.

મંગળામાસી એકદમ કન્ફ્યુઝ હતા. વીગન એટલે શું? એકલી વેગણ ખાતી હશે?  એમને માટે આ શબ્દ નવો હતો.

વીગન એટલે સંપૂર્ણ શાકાહારી ખોરાક. કોઈ પણ પ્રાણીજ પદાર્થ ન ખવાય. અરે! ડેરી પ્રોડક્ટ પણ નહીં. દૂધ નહીં. દૂધની કોઈ પણ બનાવટ નહીં. એણે પ્રસાદનો શીરો ન્હોતો લીધો કારણ કે એમાં ધી હતું. ઘી તો દૂધમાંથી બને ને?”

ઓ મારી માં! આ ગોરકી તો જબરી મરજાદી નીકળી. મારે એને એક વાર મળવું પડશે.

એકાએક મંગળામાસીના હૃદયમાં વિઠ્ઠલભાઈની પાડોસણ પ્રેમિકા માટે પૂજ્યભાવ જનમ્યો. એણે કંચનલાલને સલાહ આપી.

જૂઓ આ અમેરિકન સત્સ્ંગી પાસે આપણે ઘણું શીખવાનું છે.

અરે! મંગળાબેન દોસ્તી કરશો તો એના પૂલમાં કપડા વગર તમને નવડાવશે. એ કાંઈ સ્વામીનારાયણબાપાની સત્સંગી નથી. વિઠ્ઠલબાપાની સત્સંગી છે. કંચનલાલે ઊભરો ઠાલ્વ્યો.

માયાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. એને લાગ્યું કે પપ્પા એના ઘરની ઈજજતના ચિંથરા ઉડાવતા હતા. એણે કહ્યું, “પપ્પા, બાપા માટે આવું ન બોલાય.

જો બેટા આજે ચાળીસ વરસથી મૂંગા રહીને તારી મમ્મીની આંગળીએ નચાવ્યો નાચ્યો છું. હવે મારા પગ થાકી ગયા છે. હું ભગવાનમાં માનું છું પણ તારી મમ્મીએ મારે માટે નક્કી કરેલા નિયમોના બંધનમાં નથી રહેવું. ભલે મારે નરકમાં જવું પડે. મને ભાવતું ખાઈશ અને ગમતું માણીશ. મારે પણ સ્વતંત્ર જીંદગી માણી લેવી છે. મને વગર પૂછ્યે મંદીરની સેવામાં જોતરી દીધો. સામાજિક શરમમાં મારાથી ના પડાઈ નહીંને હું કાયમ .ઘસડાતો રહ્યો. નોટ એની મોર. વિઠ્ઠલજી આઈ એમ જેલસ ઓફ યુ. મારે તમારા જેવી જીંદગી જીવવી છે. નથી જીવી શકતો એટલે જ તમારી ટીકા કરું છું. આઈ એમ સોરી વિઠ્ઠલજી.

કામીનીબેન સ્તબ્ધ થઈને કંચનલાલનો આક્રોશ નિહાળતા હતા. એને કલ્પના ન હતી કે કંચનલાલ ઘરનો સંતાડી રાખેલો કચરો બધાની આગળ ઠાલવશે.

પપ્પા, પ્લીઝ બંધ કરો…પ્લીઝ સ્ટોપ ધીસ.

માયાનું કલ્પાંત ચાલુ હતું. મંગળામાસી, પ્લીઝ કંઈક કરો. મારા  તો બન્ને બાપા બગડયા.

પરિવર્તન પામેલા વિઠ્ઠલબાપા વેવાઈની આંતરિક વાતોમાં કુદી પડે એવા નાદાન ન હતા. મંગળામાસી બકરું કાઢવા આવેલા, પણ આ સંસાર તંબુમાં તો એક નહીં અનેક ઊંટ ભરાયલા જોયા.

માયા, તને ખબર નથી. મંદીરમાં રવિસભામાં મમ્મીથી મારી સાથે ન બેસાય, મારે એકલા બેસવાનું અને તેજ વખતે બહારના બાંકડા પર કે ઓફિસમાં જેન્તીમામો મમ્મી સાથે કલાકો સૂધી ગપ્પા માર્યા કરે એને શિક્ષાપત્રીના નિયમો ન નડે. આ બધા નિયમો મારા બાપના ઘરના નથી. તારા મોસાળના છે. ૨૦૧૪ અમેરિકાના નહીં, ૧૮૨૬ ઈન્ડિયાના ગામડાના છે.

કંચનલાલ ઉભરો ન્હોતા કાઢતા પણ જાણે ન પચેલા માનસિક ખોરાકની ઊલ્ટી કરતા હતા.

આટલું અધુરું હોય એમ ટેણકાની એન્ટ્રી થઈ, “ઍની વન નીડ માય હેલ્પ? ફ્રી કન્સલ્ટેશન ફોર નાના નાની.

ગેટ લોસ્ટ માયાએ રડતા રડતા, મોટો બરાડો પાડ્યો.

મૉમ કામ ડાઉન, આઈ ડોન્ટ હેવ ટાઈમ ઈધર. વી આર ગોઈંગ ટુ રોઝીઝ પૂલ. આઈ આસ્ક્ડ હર. સી સૅઇડ ઓકે. અને ટોનીના બેડરૂમમાંથી છોકરા છોકરીઓનું ટોળું સ્વિમસ્યૂટમાં બહાર નીકળ્યું.

વિઠ્ઠલજી, તમે તો સ્વામિનારાયણમાં નથી માનતા. તમારું શું માનવું છે?”

કંચનલાલે વિઠ્ઠલબાપાને પોતાના પક્ષમાં ખેંચવા સીધો પશ્ન કર્યો.

નહીં નહીં નહીં…. કોણે કહ્યું કે હું નથી માનતો? હું કોઈ એક સંપ્રદાયની કંઠી પહેરી ફરતો નથી એનો અર્થ એવો થોડો છે કે હું આપણા ધર્મમાં માનતો નથી? મારા અંગત વિચારો અને સમજ પ્રમાણે ગમતું નગમતું સ્વીકારતો રહ્યો છું. વિનોદની બાને જે ગમતું તેને મારું ગમતું કરીને જીવ્યો છું. એની સાથે મંદીરે જતો હતો અને હવે મારી ફ્રેન્ડ રોઝી સાથે પણ મંદીરે જાઉં છું. કોઈક વાર ચર્ચમાં પણ જાઉં છું. માત્ર માયાએ પ્રતિબંધ મૂક્યો છે કે બધે જજો પણ બાપાના મંદીરે ના જતા. બસ ત્યાં રોઝી સાથે નથી જતો.

વિઠ્ઠલજી તમે ભલે બાપાના મંદીરમાં ન જતા હોય પણ જાહેરમાં છૂટથી તમારી ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં ફરી શકો છો અને અમારા કામીની બહેન બાપાના મંદીરને બાંકડે જેન્તી મામા સાથે કલાકોની ગોષ્ઠી કરે છે. મારે પલાંઠી વાળીને મંદીરમાં સદાચારના પાઠ ગોખવાના છે. હું કાળો છું. જેન્તીમામો ઉજળો છે. જેન્તીમામો મંદીરનો અગ્રગણ્ય સતસંગી છે. મોટો દાનેશ્વરી છે. લીકર ડેલી ધંધામાં ખૂબ કમાય છે. બ્યુટિફુલ કામીની બહેનનો વ્હાલો છે.

કામીની બહેનના લાલચોળ ચહેરા પર ક્રોધની આગના જ્વાળા ભડકાતા હતા. કંચનલાલને વર્બલ ડાયેરિયા થયો હતો. અને અન્ય સૌ માયાના પિયરની કોઈ હોરર ફિલ્મ જોતા હોય એમ મોં પહોળા કરી જોઈ રહ્યા હતા…..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૧૨

 

આર યુ સ્ટીલ ડ્રન્ક? દીકરીના ઘરમાં બેસીને લવારા કરતા શરમ નથી આવતી? મારા પર આટલો બધો અવિશ્વાસ?’

અરે માયાની માં, તારા પર તો ઘણો વિશ્વાસ હતો. માયાના મામા પર નથી. હવે મને તારા પરનો વિશ્વાસ પણ ઘટતો જાય છે. તને વિઠ્ઠલજી અને રોઝીના રોમાન્સમાં રસ છે અને તને ખબર નથી કે તારી સત્સંગી સહેલીઓને કામીની-જેન્તીની સીરીયલમાં રસ છે.

માયાએ બન્ને કાનો પર હાથ ડાબી દીધા. મોં પરનો મૅકઅપ આંસુના રેલાથી ધોવાતો હતો. વિનોદને શું કહેવું તે સમજાતું ન હતું. એ સાસુ-સસરા, બાપા અને મંગળામાસીની પરવા કર્યા વગર માયાને આશ્વાસન આપવા વળગીને બેઠો હતો. માયાને માટે પપ્પા મમ્મીના સંસારનું આ સ્વરૂપ કલ્પના બહારનું હતું.

જોકે માયાને એટલી તો ખબર હતી કે પોતાના પિયરમાં મમ્મીનું વર્ચસ્વ વધારે હતું. પપ્પા છેક ગમાર નહતા પણ જોઈએ તેટલું વાક્ચાતુર્ય ન હતું એટલે હંમેશા લઘુતાગ્રંથીથી જીવતા હતા.  આજે અચાનક જ ભારેલા અગ્નિ પરની રાખ ઊડી જતાં ભડકો થઈ ઊઠ્યો. એકાએક પપ્પા મમ્મીની શિક્ષાપત્રી એમાં ભસ્મીભૂત થઈ ગઈ.

વિઠ્ઠલબાપાનું મન કળવું અઘરું હતું. ખૂબ સ્વસ્થતાથી ઊભા થયા.

 

મંગળાદેવી, અમારા વેવાઈ વેવાણની ફાઈટ મને ફિક્સ મેચ જેવી લાગે છે. તમારે રેફરી થવું હોય તો અહીં બેસીને એમની ગેઈમ જૂઓ. મને એમાં રસ નથી. છોકરાંઓ રોઝીના પૂલમાં આનંદ માણે છે. હું પણ ત્યાં જાઉં છું.  તમે પણ મારી સાથે પૂલમાં ચાલો. હું તમને સ્વિમીંગ શીખવીશ. મજા આવશે. સ્વિમીંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ.

 

જૂઓ વિઠ્ઠલભાઈ આપણે નથી નાદાન કે નથી જુવાન.  તમારે હવે તમારી ઉમ્મર પ્રમાણે બોલતા વર્તતા શીખવું જોઈએ. ઘડીકમાં એમ્પી, ઘડીકમાં મંગળી, ઘડીકમાં મંગળાબેન અને હવે મંગળાદેવી. આ બધા ટચાકવેડા મને પસંદ નથી. ગઈ કાલે મને ધક્કો મારીને પાણીમાં પાડી હતી. મને પાણીની બીક છે. અને કપડા વગર પાણીમાં પડવું અને જાહેરમાં સ્ત્રીઓ એ સ્નાન કરવું એ મારા સંસ્કાર અને શિક્ષાપત્રીના આદેશ બહારની વાત છે. કૃપા કરી હવેથી મારી સાથે આવી વાત કરી ચિડવશો નહીં. હું તમને મારા પોતાના સમજીને અહીં આવી છું. તમને ન ગમતું હોય તો હું ચાલી જઈશ.

 

પટેલબાપાએ કોઈ પણ સંકોચ વગર મંગલામાસીના મોં પર એનો હાથ ડાબી દીધો.

ઓ મારી મોટીબેન! ઓ માય ફ્રેન્ડ! તમને પારકા માનું કે માનું પોતાના? પોતાના ગણું છું. તમારી હાજરીમાં મને આપણું નાનપણ યાદ આવે છે. પોતાના સ્નેહીઓ સાથે દંભી વર્તન રાખવાની આદત નથી. તમારે કશે જવાનું નથી. અહીં જ રહેવાનું છે. મારી હાજરી ન ગમતી હોય તો પાડોસના બેઝ્મેન્ટમાં એક સરસ રૂમ ખાલી જ છે. હું ત્યાં ચાલ્યો જઈશ.

 

તમારે જે કરવું હોય તે કરો પણ મારાથી દુર રહો. મને સ્પર્શ કરીને પાપમાં ન નાંખો. ગઈ કાલે પણ બધાની હાજરીમાં તમે તમારી પાડોસણ પટાકડીની કમ્મરમાં હાથ નાંખીને ફરતા હતા અને અડી અડીને નાચતા હતા. બધી જ મહિલાઓનું ધ્યાન તમારા પર હતું. બધી, ગુસપુસ કરીને જાત જાતની ટીકા કરતી. તમારા કરેલા બિચારી માયાએ ભોગવ્યા. એક આધેડ બાઈએ તો માયાને સીધું જ પૂછ્યુંતું. આ ધોળીયણ તારી સાસુ છે કે બાપાની રખાત છે?’ તમે ખોટા રસ્તે આગળ વધો છો એવું મારું માનવું છે.   મેં તો તમારા દાદા દાદીને ઓટલા પરના હિંચકે અડી અડીને ઝૂલતા જોયા છે. એ બાપ દાદાનો વારસો વિનોદમાં અને એના દીકરામાં પણ ઉતર્યો છે. વિનોદ તું જરા માયાથી છેટો બસ. વડીલોની આમન્યા તું નહીં રાખે તો તારો દીકરો પણ તારી રાખશે નહીં. મંગળાબહેનને વિઠ્ઠલીયાને સુધારવા આવવાનો મૂળ ઉદ્દેશ યાદ આવ્યો.

 

ચાલો મારી ભૂલ થઈ ગઈ. માફ કરો. હવે તમે ડૂબતા હોય તો પણ તમને બચાવવા નહીં આવું. બસ…જય સ્વામિનારાયણ.  બોલો વાંકોવળીને પગના અંગુઠા પકડું કે અવળા હાથે કાન પકડી ઊઠબેસ કરું?

 

વાતની દિશા બદલાઈ  હતી અને કંચન-કામીનીનો યુધ્ધ વિરામ આપો આપ થઈ

ગયો.

 

ચાલો મંગલેશ્વરી, પૂલમાં પલળવા પધારો. અત્યારે ગરમી પણ છે. પાણીમાં મજા માણીયે

 

અરે, મારા ભગવાન કૂતરાની પૂંછડી ક્યારે સીધી થશે? મારે નથી આવવું. અડધો દિવસ પુરો થયો ને મારે તો નાહીને પૂજા માળા પણ બાકી છે. માયા, ઘરમાં ભગવાન બેસાડ્યા છે કે નહીં?

 

હા માસી, છેને. અમારા બાએ સરસ મંદિર બનાવ્યું હતું. હવે હું પણ બાની જેમ રોજ સવારે પૂજા પાઠ કરું છું હોં. છેલ્લે તો આપણો ધરમ જ આપણી સાથે આવશે. ખરું ને માસી?

 

આ બે દિવસમાં મેં માત્ર તારામાં જ હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર જોયા છે. બાપાની શિક્ષાપત્રી સદાચાર અને સુખીજીવન માટેનો ઉત્તમ માર્ગ છે. ધિરજ રાખજે ધીમે ધીમે બધા જ તારે માર્ગે ચાલશે.  અહીં આવ્યા પછી મારી પેટી ખોલવાનો તો ટાઈમ જ  નથી રહ્યો. માયા,મને આજનો દિવસ તારી એકાદ જૂની સાડી ન્હાવા માટે કાઢી આપ.

 

ન્હાવા માટે સાડી? તમે સાડી પહેરીને ન્હાશો? ઈટ્સ વેરી વિયર્ડ. આ પણ શિક્ષાપત્રીમાં છે? વિનોદથી ટિકાત્મક પ્રશ્ન પૂછ્યા વગર રહેવાયું નહીં.  પૂછવા કહેવાનો ભાવ કટાક્ષમય હતો.

 

મંગળામાસીએ તદ્દન સાહજિકતાથી જવાબ વાળ્યો. હા વિનોદ, એ પણ શિક્ષાપત્રીનાં મહિલા માટેના ૧૭૩ આદેશમાં સ્પષ્ટ છે જ.

સ્ત્રીઓએ નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું.

 

આ સિવાય સ્ત્રીઓ માટે બીજા કયા નિયમો જાણવા જેવા છે જરા જણાવોને? માયાની ક્યાંક ભૂલથાપ થતી હોય તો સુધારવામાં મદદરૂપ થઈ શકું. વિનોદે ગંભિર ચહેરે ટીખળી સવાલ પૂછ્યો.

 

મંગળામાસીને આખી શિક્ષાપત્રી કંઠસ્થ હતી.

વિનોદ, દીકરા તારો ટચાકીયો પ્રશ્ન મને સમજાય છે. જ્યારે બસો વર્ષ પહેલા શિક્ષાપત્રીનો આદેશ અપાયો ત્યારે ગ્રામ્ય પ્રજાનું જીવન જુદું હતું. સ્ત્રીઓ નદીમાં, તળાવમાં કે ઘરના વાડામાં કુવાની પાળપર સ્નાન કરતી હતી. આજુબાજુના પુરુષોની કામુક નજરના ભોગ ન બનવું પડે તે માટે વસ્ત્ર સાથે સ્નાન કરવુ એ જ સ્ત્રીઓ માટે હિતાવહ હતું.

 

તમે તો શહેરમાં જન્મ્યા છો, મોટા થયા છો. મોટા આલીશાન બાથરૂમમાં નગ્નતાનો ઉત્સવ માણી શકો છો પણ દેશમાં હજુ પણ ગામડાઓમાં ન્હાવાની સગવડની વાત તો બાજુ પર રહી. મળમૂત્રની દેહશુધ્ધી માટે પણ વ્યવસ્થા નથી. હું એવા ગામડાઓમાં જાઉં છું અને એવી બહેનોને દાખલા રૂપે મેં પણ એજ રીતની જીવનશૈલી અપનાવી છે. હા, હું કપડા પહેરીને જ સ્નાન કરું છું. બસ માનો તો મર્યાદાની  ટેવ પડી છે.

 

પણ માસી, ભવ્ય મહાલયો જેવા મંદિરોને બદલે સંડાસ બાથરૂમો બંધાતા હોય તો?

માસીની આંખમાંથી જાણે લાવા નીકળવાની તૈયારીમાં હતો. એણે આંખો બંધ કરી. જ્વાળામુખી ફાટતો રહી ગયો.

 

વિનોદ, આ તો બની બેઠેલા સુધારાવાદીઓનું રોતલ ગાણું છે. ઠેર ઠેર ઊભા થતા મોલ અને મલ્ટિપ્લેક્ષ બાંધનારને કેમ નથી કહેતા કે સંડાસ બાંધો. કરોડો કમાતા ખાનો, કપુરો, બચ્ચનો અને અંબાણીના આવાસો નથી દેખાતા અને મંદિરો જ દેખાય છે?

 

વિનોદને ખ્યાલ ન હતો કે મંગળામાસી આટલી કડક વાત કરશે.

માસીને બોલવાની તક મળી હતી. એણે ચાલુ રાખ્યું…

 

 

તું સ્ત્રી માટેની બીજી વાત જાણવા મંગતો હતો ખરુંને. ગઈ કાલે મને મારી બેગ ખોલવાનો સમય જ ન મળ્યો અને મારે શરમ જનક જાંઘ દેખાય એવા કપડા પહેરવા પડ્યા. શિક્ષાપત્રીના ૧૬૧ના આદેશમાં બાપાએ સ્પષ્ટ કહ્યું છે કે “એવા વસ્ત્રો ન પહેરો કે જેનાથી પોતાની છાતી, નાભિ અને સાથળ અન્યને દેખાય.

 

સ્ત્રીઓએ પોતાના શરીરને યોગ્ય ઉત્તરીય અને અધોવસ્ત્રથી વ્યવસ્થિત રીતે ઢાંકેલું રાખવું જોઈએ. પારદર્શક વસ્ત્રો ન પહેરવા જોઈએ એ પણ ૩૮ સૂક્તમાં જણાવ્યું જ છે. સ્ત્રીઓએ એવા વસ્ત્રો ન પહેરવા જોઈએ કે જેનાથી અંગ-પ્રત્યંગનુ પ્રદર્શન થાય અને પરપુરુષની કામ વાસના ભડકાવે.

 

બળાત્કારોને માટે વસ્ત્રાભૂષણ પણ મહત્વનો ભાગ ભજવે છે. નગ્ન અર્ધનગ્ન નટીઓને જોઈને ભડકેલો કામાગ્નિ સંતોષવા પુરુષ ગમે તે સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરવા પ્રેરાય છે. ભલે સ્ત્રી સ્વાતંત્ર્યની મોટી ફિલોસોફીની વાતો થતી હોય પણ સ્ત્રી એ સ્ત્રી છે. શરીર રચના અલગ છે. પુરુષની બે મિનિટની વાસના સ્ત્રીને જીવનભરની યાતના આપી જાય છે. શારીરિક રીતે નબળી સ્ત્રીઓએ તો ખાસ સ્વરક્ષણાર્થે પણ મર્યાદાઓ સ્વીકારવી જ જોઈએ. કામીની અને માયા સુંદર છે જ. સાદા વસ્ત્રોમાં પણ શોભે છે. ભલે સુંદર દેખાવ. આજે તો સેક્સી દેખાવાની સ્પર્ધા ચાલી રહી છે.

 

કંચનલાલનો બળાપો હજુ શાંત પડ્યો ન હતો. એણે પણ મને કમને શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો હતો. એણે તક ઝડપી.

 

મંગળાબેન જરા તમારી નાની સહેલી સત્સંગી કામીનીને ૧૫૯ અને ૧૬૦મી શિક્ષા પણ યાદ કરાવોને! બિચારી ભૂલી ગઈ છે.

 

 

 

હવે તમે ચૂપ મરશોદીકરીના ઘરમાં બેસીને મંગળાદીદી સામે તમારા શાસ્ત્રજ્ઞાનનો દેખાડો કરવાની જરૂર નથી.કામીનીબેને મોટા ડોળા કાઢી કંચનલાલ ને તતડાવ્યા.

 

પણ કંચનલાલને શૂર ચઢ્યું હતું. ના મંગળાબહેન જરા સાદી ભાષામાં સ્ત્રીધર્મ સમજાવોને.

 

જો કામીની મેં તો લગ્ન નથી કર્યા પણ પરિણીત સ્ત્રીએ પતિવ્રતા થઈને પ્રેમપુર્વક પોતાનો સંસાર સાચવવો જોઈએ. શિક્ષાપત્રીમા લખ્યું છે “પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને તેના બધા જ ગુણ-દોષો સહિત સ્વીકારે છે. તે નથી પતિની ફરિયાદ કરતી કે નથી તેની ટીકા-કુથલી કરતી. તે અનન્યપણે પોતાના પતિને વફાદાર રહે છે. તે પોતાના પતિને કટૂ વચન કહેતી નથી કે દુર્વ્યવહાર કરતી નથી. પરપુરુષ ગમે તેટલો સુંદર, યુવાન, ઘનવાન, બળવાન કે ગુણવાન કેમ ન હોય, પરંતુ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય કોઈ પણ પ્રત્યે આકર્ષાતી નથી કે પોતાનું મન જવા દેતી નથી.

 

દીદી એમનું મગજ ઈર્ષ્યાની ગંદગીથી ખરડાયલું છે. એ હંમેશા વિઠ્ઠલજીની પણ દરેક વાતે અદેખાઈ કરતા ફરે છે. જેન્તીભાઈએ જ એમને ટ્રસ્ટી સમિતીમાં ગોઠવ્યા છે. અમારા પવિત્ર સંબંધને પણ હંમેશા જુદુ જ સ્વરૂપ આપતા રહે છે. હી ઈઝ નેરોમાઈન્ડેડ જેલસ પરસન. એ મારા ભાઈ જેવા જ છે.

 

હા, હા, હા. શિક્ષાપત્રીનો સગવડિયો ધર્મ સારો ચાચવો છો. જેન્તીભાઈ ભાઈ જેવા છે. ભાઈ નથી. અને ભાઈ હોય તો પણ એ સત્સંગી જેન્તીભાઈએ આપત્તિ કાળ સિવાય એકાંતમાં પરસ્ત્રી, નજીકની સ્ત્રી માતા કે બહેન હોય તો પણ એની સાથે સમય ન ગાળવો જોઈએ. કેમ મંગળાબેન ૧૩૬મી શિક્ષાપત્રીમાં આવું જ કહ્યું છે ને?

 

મંગળાબેન અમારા વિચારો અને વર્તનમાં ઘણો ફેર છે. ધેર ઈઝ ઓન્લી વન લાઈફ ટુ લીવ. આઈ વોન્ટ ટુ એન્જોય લાઈક વિઠ્ઠલજી. આઈ એડમાયર વિઠ્ઠલજી. યુ આર રાઈટ. આઈ એમ જેલસ. માયા, તને ખબર નથી કે તારી મમ્મી મારી સાથે અપમાન જનક વાત કરે અને તારા જેન્તીમામા સાથે મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરે. હવે મારાથી તારી સાર્જન્ટ મા સાથે જીવાય એમ નથી.  અમે ડિવૉર્સ લઈએ એજ બન્ને માટે યોગ્ય છે. માયા, યુ આર એડલ્ટ. તું સમજી શકે છે. એક વાતમાં અમે સહમત છીએ કે વી બોથ લવ યુ.  કંચનલાલનું આખું શરીર ધ્રૂજતું હતું.

 

ભલે. આપણે ડિવૉર્સ લઈશું. હવે તમારા મગજની ગંદકી દીકરીના ઘરમાં ઓકવાનું બંધ કરો.

 

માયાએ મોટી ચીસ નાંખી, માસીઈઈઈઈઈઈ મારી બર્થડે પાર્ટી અપશુકનિયાળ નીવડી. મારા ઘરમાં મોનાલીસા ભરાઈ, બાપા ખુલ્લમ ખુલ્લા રોઝી ભેગા નાચવા માંડ્યા અને મારા પપ્પા મમ્મી ભેગા રહેવાને બદલે છૂટાછેડા લેવા તૈયાર થયા. દીકરો વંઠી ચાલ્યો. મારા ઘરના સંસ્કારનો પરિવર્તન પાર્ટી જેવો ફિયાસ્કો થયો. મારા સાસુ જિવતા હોત તો બાપા રોઝીના પડખામાં ન ભરાત. બાપાને પગલે પપ્પાને ચાલવાનુ મન ના થાત. બાપાનું રિવર્સલ થઈ ગયું. મારા પપ્પા મમ્મીના લગ્ન જીવનનું રિવર્સલ થઈ ગયું. માસી તમે કંઈક નિવેડો લાવો ઓઓઓઓ.

 

માયા વિનોદના હાથ છોડાવી મંગળામાસી ના ખભા પર ઢળી પડી. માયા અચેતન થઈ ગઈ.

 

બધા બુમ પાડી ઉઠ્યા “માયાદીકરી શું થયું?”

                                               ********

 

 

 

 

પ્રકરણ ૧૩

 

 

માયા લગભગ ભાન વગરની થઈ ગઈ. માયાની મમ્મી પાણી લેવા દોડી. વિનોદ ૯૧૧ (અમેરિકાનો ઈમર્જન્સી ફોન નંબર) કરવા દોડ્યો. પટેલબાપાએ રોઝીને ફોન કરીને સ્વિમિંગપૂલમાંથી ટોનીને મોકલવા કહ્યું.

ટોની કે ૯૧૧ હેલ્પ આવે તે પહેલા તો રોઝી પણ દોડતી આવી પહોંચી. એણે વાઈટલ સાઈન તપાસી જોઈ. કહ્યું સી વિલબી ઓલરાઈટ વિધીન ફ્યુ મિનીટસ. સી ઈઝ ઓલ રાઈટ. ગીવ હર ફ્રેસ એર.અને તે જ મિનીટે ૯૧૧ પેરામેડિક ટીમ આવી પહોંચી.  હવા મળતાં જ માયાએ આંખ ખોલી. પેરામેડિક ટીમે માયાને તપાસી. સ્વામીનારાયણ બાપાની  કૃપાથી માયા બેઠી થઈ ગઈ. રોઝી પેરામેડિક ટીમ લિડર સાથે વાત કરતી હતી. તે કહેતી હતી . માયા મે હેવબીન ફેઈન્ટેડ બિકોઝ ઓફ્વ એંકઝાઈટી, ફીયર, પેઈન, ઈન્ટેન્સ ઈમોશનલ સ્ટ્રેસ ઓર લો બ્લડ સુગર. એઝ આઈ નો હર સી ઈઝ વેરી હેપ્પી લેડી.

પેરામેડિકે પણ બધું બરાબર છે જાણી વિદાય લીધી.

રોઝીતો પૂલમાં ધિંગા મસ્તી કરતાં છોકરાં છોકરી પર ડેક પર બેઠા બેઠા ધ્યાન રાખતી હતી. આજે વનપીસ બીકીનીમાં હતી. પટેલનો ફોન જતાં જ છોકરાઓને પૂલમાંથી નીકળવાનો ઓર્ડર કરીને સીધી માયા પાસે દોડી હતી. એણે સીપીઆરની ટ્રેનિંગ અને ઈમર્જન્સી કેરનો કોર્ષ કર્યો હતો.

આજે કંચનલાલને ખૂબજ નજીકથી રોઝીને જોવાની તક મળી.  કમળની પાંખડી જેવી માંખણીયા મુલાયમ આછી ગુલાબી  ત્વચા. અને ફાટ ફાટ થતો સર્વાંગી પરિપક્વ ઉભાર. ઉમ્મર તો રામ જાણે પણ માદકતા તો ત્રીસીની. સંતો તો ન જૂએ એમાં જ એમના સંયમની શોભા.

વેવાઈ વિઠ્ઠલજી ક્યાં સંત હતા. અને કંચનલાલને તો પરાણે શિક્ષાપત્રીના શિષ્ય બનાવાયા હતા. રોઝીને જોતાં કંચનલાલના રૂધિરાભીષ્ણની ઉષ્મામાં થોડો વધારો થયો તો થયો પણ તરત આત્મજ્ઞાન પણ પ્રગટ્યું.

વિઠ્ઠલજી તો ઊજળા હતા. પ્લેટિનમ પર્સનાલિટી. પોતે કટાયલા તામ્રવર્ણી. વિઠ્ઠલજી હવે તો સીંગલ કહેવાય. પોતે અત્યારે તો ડબલ જ ને? બાપા, સ્વભાવના મનમૌજી અને થોડા નફ્ફટ પણ ખરા. વળી ગર્ભશ્રીમંત.

ના, રોઝી જેવી રૂપાળીને પામવાના અભરખામાં કોઈ ગોરકી તો હાથમાં ન આવે  અને રૂપવંતી કામીની પણ હાથમાંથી જાય. આ ઉમ્મરે કોઈને કહેવાય પણ નહિ અને શેહવાય પણ નહીં.

આ બધું વિચારવા છતાં પણ કંચનલાલની નજર તો રોઝી પરથી હટતી ન્હોતી. મંગળામાસી કંચનલાલને જોતા હતા. રોઝી મંગળામાસીને જોતી હતી. જાગૃત માયા બધાને બાઘાની જેમ બધાને જોતી હતી.

બાપાની સિક્થ સેન્સ સતેજ થઈ. એમણે પાસે પડેલો મોટો ટૉવૅલ રોઝીના ખભા પર નાંખ્યો. ડિયર યુ મસ્ટ બી કૉલ્ડ.

થેન્ક્સ પટેલ, આઈલ લીવ નાવ કહેતાં રોઝીએ વિદાય લીધી.

બેટી માયા, તને હવે કેમ છે?    આર યુ ઓલરાઈટ? જો તું એમ ઈચ્છતી હોય કે અમારે ડિવૉર્સ લઈને છૂટા ન થવું તો, હું જીંદગીભર તારી મમ્મીની ગુલામી કરીશ. એના મ્હેણાં ટોંણા સહન કરીને મારું જીવન જીવતો રહીશ. દીકરી તારે માટે હું બધું જ કરીશ. આઈ લવ યુ.

કંચનલાલે જિંદગીમાં ક્યારે યે નાટકમાં કામ કર્યું ન હતું પણ આપોઆપ ટીએનટીના તખ્તા પર એક દ્રવિત બાપનું પાત્ર ભજવતા હોય એમ એણે મગજમાં આવ્યા તેવા ડાયલોગ ફટકારવા માંડ્યા.

હની, કમીની કામીની, મારી માયાની મા, તું મારો પાછો સ્વીકાર કર. મારી વ્હાલી દીકરી માયાને માટે…તારી વન એન્ડ ઓન્લી ડોટર, માયાને માટે.

આ શું ગાંડપણ માંડ્યું છે. છેલ્લા બે દિવસથી લવારે ચડ્યા છો. દીકરીના ઘરમાં જમાઈ, વેવાઈ અને મંગલાદીદીની આગળ સરખી વાત કરોને? “

ડિવૉર્સની વાત પડતી મૂકીને સીધા આપણે ઘેર ચાલો. હું યે દીકરી ખાતર જ જિંદગીભર સહન કરતી આવી છું. થોડું વધારે સહન કરી લઈશ. હવે બાકી કેટલા રહ્યા છે? તમારે જે ખાવું હોય તે ખાજો, જે પીવું હોય તે પીજો, જ્યાં ફરવું હોય ત્યાં ફરજો અને જ્યાં ચરવું હોય ત્યાં ચરજો. હવે મેટ્રેસ નીચે ચોપાનીયા સંતાડવાની જરૂર નથી. જે વાંચવું હોય તે વાંચજો. તમારે જે રીતે જીવવુ હોય તેમ જીવજો. બસ…દીકરીને ખાતર ….

ચાલો, અત્યારે ઘેર જઈએ. આજે તમારે જે સેવા કરાવવી હોય તે બધી જ સેવા શિક્ષાપત્રી પડતી મૂકીને કરીશ, પણ હવે મોં બંધ રાખતા શીખો. આપણી દીકરીને દુઃખ થાય તેવું નથી કરવું.

કામિની બહેને ઉઠીને ચાલવા માંડ્યું. એની પાછળ કંચનલાલ પણ દોડ્યા. ટેણકાએ બુમ પાડી.

નાના-નાનીહજુ તો મેની મોર યર્સ ટુ ગો. ઈફ કન્સીલીયેશન ડઝ નોટ વર્કઆઉટ આઈ વીલ હેલ્પ  યુ ટુ ફાઈન્ડ રાઈટ પાર્ટનર ઓફ યોર ચોઇસ.

ટેણકાએ પાછી હોલવાઈ ગયેલી જામગ્રી સળગાવવાનો પ્રયાસ કર્યો. પટેલબાપાએ એનો કાન પકડી રૂમની બહાર કાઢ્યો.

ગ્રાન્ડપામારો કાન છોડો, જેમ તમને ટ્રુથ હર્ટ કરે, તેમ મને કાનમાં હર્ટ થાય છે. ડુ યુ નો કે આ ચાઈલ્ડ એબ્યુઝ કહેવાય?”

 

મંગળામાસી તો આ બધું જોઈને એકદમ આભા જ થઈ ગયા. આ અમેરિકા?

વીપી, મને સમજાતું નથી. અહીં આપણાં બધા ગુજરાતી ઘરોમાં આવું જ ચાલે છે?”

આવું એટલે કેવું?”

તમારે ત્યાં ચાલે તેવું”

મારે ત્યાં? મારે ત્યાં તો સરસ ચાલે છે. જૂઓ ભગવાનની દયાથી સારું ઘર છે. અમે ત્રણ પેઢી એક ઘરમાં આનંદથી રહીયે છીયે. દીકરાને સારો પ્રોફેશનલ બિઝનેશ છે. ઘરમાં ગુણવંતી વહુ છે. દીકરાનો દીકરો સારા ગ્રેડ લાવીને ભણે છે. દીકરા સાથે તો રહું જ છું પણ મારે મારા ટોની સાથે પણ જીવવું પડે તો એની જ સ્ટાઈલમાં જીવી શકું એવી માનસિક તૈયારી કરતો જાઉં છું. અમે બધા જ ફ્લેક્ષીબલ છીએ. હા, માયા થોડી જૂનવાણી વિચારની છે. એ પણ નવા કૌટુંબિક જીવનની વાસ્તવિકતા સમજતી થઈ જશે.

શું કહ્યું વીપી તમે? નવા જીવનની વાસ્તવિકતા? એટલે કયું નવું જીવન? કોનું નવું જીવન?”

અરે મંગળાદેવી મને વીપીને બદલે વિઠ્ઠલ કહેવાનું!

બાપા, વાત બદલો નહીં. માસીએ પૂછ્યું તેનો જવાબ આપો.

આપણે રોજે રોજ બદલાતા જીવનનો અનુભવ નથી કરતા? બધા ને માટે જ નવો દિવસ એટલે નવુંજીવન. જ્યાં સૂધી આ ખોળીયામાં જીવ છે ત્યાં સૂધી દરેક શ્વાસે નવજીવન. નવી જીંદગી કે  જીવનમાં આવતી  નવી વ્યક્તિને અપનાવતી રહે.  બસ માયા દીકરી, દરેક નવી ક્ષણને, નવા વિચારને, વધાવતી રહે. આનંદથી સ્વીકારતી રહે.

અરે હાંભળો છોઓઓઓ….?    તમારા બાપાએ શું કહ્યું!

હાંભળો છો, હાંભળો છો, આખ્ખો દિવસ હાંભળો છો. હવે તો ડાર્લિંગ માત્ર તને જ સાંભળું છું.  હા હું કોઈનું સાંભળતો નથી. તને સાંભળું છું પણ તને હું સમજી શકતો નથી. શું કહ્યું બાપાએ?”

બાપાએ કહ્યું. દરેક નવીને વધાવતી રહે.

બાપાએ એવું ક્યાં કહ્યું? એવું કહ્યું જ નથી. વિનોદ બાપાના રેપ્યુટેશનને સાચવવા હંમેશ પ્રયાસ કરતો.

અરે બાપા જ બધાને શીખવે છે કે લાઈન બીટવીન વાંચતા શીખો.

તેં શું લાઈન બીટવીન વાંચ્યું?”

કેતાતા. દરેક નવીને વધાવતા શીખો. એનો અર્થ એ કે મારે મારી નવી સાસુને બા કહીને બારણે પોંખવા જવાનું. વધાવવા જવાનું.

કદાચ તને મારી નવી બા મારી જૂની બા કરતા વધારે ગમે પણ ખરી! અત્યારે મૂવી ભેંસના મોટા ડોળાની જેમ બાના ગીત ગાય છે પણ બા જીવતી હતી ત્યારે તે તને જૂનવાળી લાગતી હતી.

વિનોદે તક જોઈને ટોંણો માર્યો; અને બેઝ્મેન્ટ ઓફિસમાં ચાલ્યો ગયો. માયા એના રૂમમાં ચાલી ગઈ. એની આંખ ભીની હતી.

હવે કિચનમાં માત્ર બે જણા જ હતા. વિઠ્ઠલ પટેલ અને મંગળા પટેલ.

વિઠ્ઠલભાઈ, મને તો કામિનીના સંસારની ચિંતા થાય છે શું થશે?”

કદાચ  કશું જ નહીં થાય. એની મેળે જ ઠેકાણે પડી પણ  જશે. કદાચ છૂટા પડી પણ જાય. અમારા કંચનલાલને ફ્રીડમની ભૂખ જાગૃત થઈ છે. અહીં અમેરિકામાં પચાસ પછી જાત જાતની ફેન્ટસીનો રોગ લાગુ પડે છે. સુખી ગણાતા ત્રીસ ચાળીસ વર્ષના લગ્ન જીવન પછી કોઈ પણ ક્લેશ વગર સહેલાઈથી ડિવૉર્સ સ્વીકારી લે છે. નજર સામે જ દાખલો છે. વીસ વર્ષના લગ્નજીવન પછી રોઝી એના પતિથી છૂટી પડી. એના હસબંડે ડિવૉર્સ પછી બીજા લગ્ન કર્યા. ન ફાવ્યું. માત્ર ચાર મહિનામાં જ પાછા છૂટાછેડા. તેનો યે કોઈ અફસોસ નહીં.

થોડા સમય પછી રોઝી સાથે આવન જાવન રહી. રોઝીની સાથેની એની મૈત્રી હાઈસ્કુલના સમયની. ડિવોર્સ પછી પણ લાગણીશીલ મૈત્રી સાચવે છે.

રોઝી સાથેની મારી ફ્રેન્ડશીપને એ માનપૂર્વક સ્વીકારે છે. મારા અને રોઝીના વિચારોમાં ઘણી સામ્યતા છે. અમને સાથે સમય ગાળવો ગમે છે. આ તો તમે આજ સૂધી ન અનુભવેલી સાંસારિક વાસ્તવિકતાની વાત કરું છું.

કંચનલાલને પણ એવું રસિક જીવન માણવાની ઈચ્છા છે. તેના જ આ બધા ઉધામા છે. કંચનલાલ અને કામીનીબહેનમાં કશી જ સામ્યતા નથી. એઓ માત્ર બે જ વાતમાં સંમત છે. બન્ને માયાને ખૂબ જ પ્રેમ કરે છે. અને બન્નેને મારી રોઝી સાથેની દોસ્તી ખટકે છે.

વીપી, શું કામિની એનું લગ્ન તોડશે? આ ઉમ્મરે? લગ્નના આટલા વર્ષો પછી? મારા માનવામાં નથી આવતું!

હા મંગળાબેન આ અમેરિકા છે. બધી જ શક્યતાઓ છે. અત્યારના સ્ટેટિસ્ટિક પ્રમાણે ૫ થી ૧૨% પચાસ વર્ષની ઉમ્મરે પહોયા પછી ડિવૉર્સ  લે છે. પચ્ચીસ, ત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા લગ્ન થયા હોય તે વ્યક્તિ વર્ષો જતાં એની એ જ નથી રહેતી. લગ્ન સમયની સામ્યતા લગ્ન બાદ ધીમે ધીમે બદલાતી જાય.વાણી, વિચાર અને વર્તન બદલાઈ જાય. બસ બાકીના વર્ષો અણગમાના સંતાપ હેઠળ જિવવાને બદલે તેઓ છૂટા પડી જાય અને મનગમતા પાત્ર સાથે રહેવા માંડે કે લગ્ન કરી લે. અને હવે તમારા એક વખતના પાડોસી કંચનલાલ અને કામીની બહેન અમેરિકામાં છે. બધી જ શક્યતાઓ છે.

વીપીઈઈઈ.

આપણે નક્કી કર્યું હતું એ હવે વીપી, એમ્પી ભૂલી જવાનું. હવે પ્રેમથી વિઠ્ઠલીયો કહેવા માંડો.

શરમાવ! આ ઉમ્મરે આવા શબ્દો બોલાતા હશે?   હું તો તમને એમ પૂછતી હતી કે ખરેખર તમે પણ રોઝી સાથે લગ્ન કરવાના છો. છાતી પર હાથ મૂકીને જવાબ આપજો.

મંગળાદેવી કોની છાતી પર હાથ મૂકીને જવાબ આપું?    મારી કે તમારી?”

વિઠ્ઠલીયા હવે તું તેરનો નથી….તોત્તેરનો છે. પંચોતેરની સત્સંગી છોકરીની છેડતી કરવા માંગે છેવધારે લવારે ચડ્યો તો સાચે જ અંગુઠા પકડાવીશ.”  મંગળામાસીએ ગુસ્સે થવાને બદલે છણકો કરતાં હોય એવી મીઠાસથી કહ્યું.

માયા બારણા પાસે એક હાથથી મોં બંધ રાખી ફાટી આંખે ડોસા, ડોસીની ગોસ્ટી જોતી હતી.

 

 

 

 

 

પ્રકરણ ૧૪

 

હું તો તમને એમ પૂછતી હતી કે ખરેખર તમે પણ રોઝી સાથે લગ્ન કરવાના છો. છાતી પર હાથ મૂકીને જવાબ આપજો.

મંગળાદેવી કોની છાતી પર હાથ મૂકીને જવાબ આપું?    મારી કે તમારી?”

વિઠ્ઠલીયા હવે તું તેરનો નથી….તોત્તેરનો છે. પંચોતેરની સત્સંગી છોકરીની છેડતી કરવા માંગે છેવધારે લવારે ચડ્યો તો સાચે જ અંગુઠા પકડાવીશ.”  મંગળામાસીએ ગુસ્સે થવાને બદલે છણકો કરતાં હોય એવી મીઠાસથી કહ્યું.

માયા બારણા પાસે એક હાથથી મોં બંધ રાખી ફાટી આંખે ડોસા, ડોસીની ગોસ્ટી જોતી હતી.

 

લગ્ન એક ખૂબ જ ગંભીર વાત છે. રોઝી સાથે લગ્ન કરીને વધારાનું શું સુખ પામવાનો છું કે લગ્ન ન કરીને શું સુખ ગુમાવવાનો છું એ પણ ખૂબ વિચારવા જેવી વાત છે. રોઝી અમારી પાડોસણ તરીકે આવી એ આકસ્મિક ઘટના કહેવાય. એ મારા જીવનમાં એક મિત્ર તરીકે સંકળાઈ ગઈ. હું સુકન્યાના અવસાન બાદ સિનીયર સંસ્થાઓમાં જતો હતો. જેમની સાથે હસી-મજાકમાં દિવસો પસાર કરી શકું, એવી મૈત્રી શોધતો હતો. કોઈ કંપેનિયન.  પણ બધા જ ત્યાં દિવેલીયા ડાચાના ડોસા ડોસીઓ ભેગા થયા હોય એવું લાગ્યું.

આપણા સમાજની મોટાભાગની મહીલાઓ વિજાતીય મૈત્રી એટલે લવ લફરા જએવી મનોદશામાંથી બહાર આવી નથી. એમનો આનંદ એટલે પારકાની ગોસીપ, નિંદા કે પોતાના દુઃખના રોદણાં.

“એજ સમયે મારી લાઈફમાં લાઈકેબલ નેબર મળી ગઈ.  હવે ભગવાનની દયાથી મારા દિવસ રાત સારી રીતે પસાર થાય છે. રોઝી સાથે લગ્નની વાતો તો તમારી કલ્પનાઓનો જ વિષય કહેવાય. હજુ સૂધી મેં વિચાર્યુ જ નથી. મને ખબર નથી હું શું કરીશ. અત્યારે મારા દિવસો આનંદથી પસાર થાય છે. એ આનંદને કોઈ ચોક્કસ ચોખટામાં મૂકીને ફરી વાર બંધિયાર નથી બનાવવો.”

             न कश्चिदपि जानाति किं कस्य श्वो भविष्यति

 ન જાણ્યું જાનકી નાથે પ્રભાતે શું થવાનું છે.

કાલે હું શું કરીશ કે મારું શું થશે તેની મને ખબર નથી કે ચિંતા  પણ નથી. મારે માટે મારા સ્વજનો શું વિચારશે કે કહેશે તેની પણ મને પરવા નથી.

હું મારી આજ આનંદથી વિતાવવામાં માનું છું. ચાલો,  મંગળા બહેન ધારોકે હું રોઝી સાથે લગ્ન કરું તો તમે  ટેણકા સાથે  મારા વરઘોડામાં ડેન્સ કરશો?”

મંગળામાસીની એકાએક માનસિક ઉમ્મર ઘટીને પટેલબાપાના જેટલી જ થઈ ગઈ. એણે પણ સંસ્કૃતમાં એ જ વાક્ય ઠપકાર્યું.

न कश्चिदपि जानाति किं कस्य श्वो भविष्यति

કોને ખબર? પરણો તો ડેન્સ તો થશે. કદાચ હું કરુ કે મારે બદલે રોઝી પણ કરે..ના ના આતો જો તમે કોઈ જાતનો વરઘોડો કાઢવાના જ હોય તો ત્યારની વાત છે.

માયા બન્નેની માર્મિક વાતો દાદર પર ઊભી ઊભી સાંભળતી હતી.  શું ધીમે ધીમે મંગળામાસીને પણ બાપામાં રસ પડવા માંડ્યો? બાપાને બગડતાં અટકાવવા માટે બોલાવેલા મંગળામાસીની પણ આ ઉમ્મરે બુધ્ધી ભ્રષ્ઠ થવા માંડી? જો પંચોતેરની માસી મારી સાસુ બને તો કાલે ઊઠીને બન્ને ડોસા ડોસીની સારવાર મારે જ માથે પડેને? ના બા મારે એવી કોઈ ડોસીને ધરમાં ઘાલવી નથી.

એ સીધી બાપા સામે આવી ને ઊભી રહી. ગળુ ફાડીને એણે બુમ પાડી અરેઍઍ, હાંભળો છોઓઓઓઓ ….બાપાએ રોઝી સાથે નાતરુ કરવાનું નક્કી કરી લીધું છે.

વિનોદ આ દેશમાં જ મોટો થયો હતો. એણે એની ઓફિસમાંથી જ  બુમ પાડી જવાબ આપ્યો.

મારી બારડોલી બ્રેઈન મહામાયા, બાપા પાછા પરણે તે આજના જમાનામાં નાતરું ના કહેવાય એતો પુનર્લગ્ન કહેવાય.

બાપા લગ્ન કરે એ તો આનંદની વાત છે. ભલે એનો જીવડો એમ સુખી થતો. તને પણ નવી સાડીઓ પહેરી મ્હાલવાનું તો મળશે.

સાંભળ્યું મંગળામાસી તમારા જમાઈને. શું જમાનો આવ્યો છે. છોકરા નફ્ફટ થઈને બાપા બાને પરણવવા માંડ્યા છે.

બાપા હું, આજ સૂધી તો  બોલતી ન હતી, પણ આજે માસીની હાજરીમાં તમને ચોખ્ખુંચટ અને ક્લિયરકટ કહી દઉં છું કે તમને આ ઉમ્મરે બીજા લગ્ન કરવા દેવાની નથી. ઘોડે ચઢવા નથી જ દેવાની. તમે તો કૂદીને ઘોડે ચઢશો અને ગામ આખું અમારી ઈજ્જત આબરુને ગધેડે ચઢાવશે.

મારે નવી મધર ઈન લોને મારા ઘરમાં ઘાલવી  જ નથી. મારા ઘરની ત્રણે પેઢી રિવર્સલના નામે રહીસહી ઈજ્જત આબરુનાં કાંકરા કરવા બેઠા છે. ઈન્ડિયામાં માંબાપ છોકરાંઓને ખોટા માર્ગે જતાં વાળે છે. અહીં અમેરિકામાં મારે ડોસલાંઓને લફરાં કરતાં વાળવા પડે છે.

મારા માંબાપે ઈન્ડિયાના બાપાના પૈસા જોયા. અમેરિકાના વિઝાની તક જોઈ અને  મને પરણાવી દીધી. અહીં આવીને મારા માંબાપ પણ આ ઉમ્મરે છૂટા પડવા તૈયાર થયા છે. માસી આ બે દિવસમાં અમારુ અમેરિકા કેવું લાગ્યું?

લગન બગન કરવાની આડી તેડી વાત કરશો તો સીધા બોમ્બેની ફ્લાઈટમાં ચઢાવી દઈશ. ભરતકાકાને આજે જ ફોન કરીને જણાવી દઉં છું કે તમારા રામ જેવા ભાઈને હવે આ ઉમ્મરે પરણવાનો ચસકો લાગ્યો છે.  એમના વરઘોડામાં કોણે નાચવું તે પણ નક્કી કરી નાંખ્યુ છે તમારી પાસે તો દસ વર્ષના વિઝા છે જ. ચલે આઓ ચાચાજી આપ ભી બડેભૈયાકી શાદીકી બારાતમેં. બાદમેં રોઝીમડામ, ભાભીજી કે સાથ ભૈયા કો  હનિમુનકે લીયે પહુંચા દો અપને ગાંવ વાલે તૂટા ફૂટા મકાનમેં.  ખંભાત પાસેના આપણા ઘરમાં મોકલી આપજો.

પટેલ બાપાએ મંગળામાસીને ઠાવકાઈથી પૂછ્યું, “તમેતો આમ બરોડામા જ રહો છો. ક્યારેક આપણા ગામની મુલાકાત લો છો ખરા?”

હા હા ગામ જાઉં છું ને અહીં આવી તે પહેલા જ જઈ આવી હતી.

તમે માયાને અમારા તૂટા ફૂટા મકાનની થોડી માહિતી આપોને! બિચારી સોળ વર્ષ પહેલા માત્ર બે-ત્રણ કલાક માટે જ ગામનું મકાન જોયું હતું.

ઓહ માયા! તારા બાપાએ શું અફલાતુન બંગલો બંધાવ્યો છે. એકદમ ટીપ-ટોપ અમેરિકાની બધી જ સગવડવાળો તમારા અહીંના બંગલાથીયે મોટો બંગલો છે. ત્યારે કહેતા હતા કે જો અમેરિકામાં અમને અમારા વિનોદ અને માયા વહુ સાથે નફાવે તો અમે ગામ પાછા ચાલ્યા આવીશું. તેં એમને અહીં સારી રીતે રાખ્યા હશે તો જ એ પાછા ગામ ન આવ્યા ને! પણ સુકન્યા એ ઘર ભોગવવા ન પામી. તારા ભરતકાકાએ જ એ મકાનનું નામ સુકન્યા સ્મૃતી રાખ્યું છે.

 

હેં બાપા! તમે ઘર બંધાવ્યું તે મને ખબર જ નહીં.

આ તો મારો નાનો જ બધું સંભાળે છે. એ મારો ભરત, રામભક્ત નહીં વિઠ્ઠલભક્ત છે. મેં મારા વિલમાં લખ્યુ જ છે કે મારી હયાતી બાદ એ બંગલો ભરત કે એના સંતાનોને જ મળશે.

બાપા હવેતો તમને બીજા લગન નહીં જ કરવા દઉં. તમારી હયાતી બાદ જેટલું બચ્યું છે તે પણ તમારી બીજી વાળીને જ મળેને? મારી મમ્મી એટલે જ કહેતી હતી કે તારી નેબરનો ખ્યાલ રાખજે.

ને છાના છપના કોર્ટમાં જઈને  લગન કરશો તો હું તમારા ડિવોર્સ થાય ત્યાં સૂધી ભૂખ હડતાલ પર ઊતરીશ. હાં મને કાચી પોચી ના સમજતાં હોં.  મારા પપ્પા-મમ્મીને પણ ફાઈનલ વૉર્નિંગ આપી દેવાની છું કે જો તમે ડિવૉર્સ લેશો તો હું તે જ દિવસે અગ્નિસ્નાન કરી દઈશ.

મંગળામાસી તમે પણ જરા ધ્યાન રાખતા રહેજો. અમારા બાપા ભલભલીને ભાન ભૂલાવે એવા છે.  અમારા ડોહાને સુધારવા જતાં તમે એનાથી બગડી ન જતાં. આ તો મેં દાદર ઉતરતાં સાંભળ્યું કે રોઝીના લગ્નમાં તમે કે તમારા લગ્નમાં રોઝી નાચવાની છે.”

ઓ માંહું તો એવું બોલી જ નથી.”

તમે પણ મને વિનોદની જેમ શબ્દોને જ પકડીને ખોટી પાડવા માંગો છો. પણ બાપાએ મને લાંબા વખત શિખવેલું કે બે લાઈન વચ્ચે ન લખેલું વાંચતા શીખ. હવે મને બધ્ધી સમજ પડે છે હોં.”

બાપાએ હસતા હસતા પ્રશ્ન કર્યો. માયા તેં બે લાઈન વચ્ચે શું વાંચ્યું.

એજ કે બાપા તમે રોઝી સાથે લગ્ન કરવા માંગો છો અને માસી તમારી સાથે લગ્ન કરવા માંગે છે. માસી મારા સમ, સાચ્ચું બોલજો, તમારા મનમાં બે લાઈન વચ્ચે આ જ વાત હતી ને?”

તને બે લાઈન વચ્ચે જે લાગતું હોય તે લગાડવાની સંપૂર્ણ્ છૂટ છે. અમેરિકામાં મને આવ્યાને ઝાઝો સમય થયો નથી. થોડા વર્ષો પછી તારી સાથે કાયમ રહેવાનું થાય તો કદાચ તારા જેવું બે લાઈન વચ્ચે વિચારતાં આવડી જાય. અત્યારે તો સંગત દોષ થયો નથી. મેં લગ્ન વિશે વિચાર્યું નથી. અત્યારે કંઈ કહેવાય નહીં. ન જાણ્યું જાનકીનાથે, પ્રભાતે શું થવાનું છે.”

હવે વિઠ્ઠલબાપાને ચિંતા થવા માંડી. મંગળી દેખાય તેવી બુધ્ધુ સત્સંગી નથી. એ માયા સાથે વ્યગમાં બોલે છે કે ખરેખર ઊંડા પાણીમાં રમે છે?

છ મહિનાના વિઝિટર વિઝા પર અમેરિકામાં આવી અને માત્ર બે દિવસમાં જ મારા ઘરમાં વર્ષો રહેવાના ગીતો કેમ ગાવા માંડ્યા. સમજાતું નથી.

બાપાએ ફરી પાછું સંબોધન બદલ્યું.

મારી મંગળાબહેન, એક વાત પૂછું આટલા વર્ષોમાં તમે કેમ પરણ્યા નહીં?   આજ સૂધી પરણવાનો વિચાર જ ન આવ્યો?   તમે સ્વામિનારાયણ પંથમાં સત્સંગી બન્યા તે કારણે કુંવારા રહેવાનો નિર્ણય કર્યો?”

મંગળામાસીએ આ સવાલ હસી કાઢ્યો. પણ ચહેરા પરની વેદના અને આંખનાં નૂછાઈ ગયેલાં ઝળઝળયાં છૂપા ન રહ્યાં.

એ ઝળઝળીયાના પટલ હેઠળ એક ચલચિત્ર સજીવ થઈ ગયું હતું.

સોળની ઉમ્મરનું ઉભરાતું અંગ. દિવસે દિવસે નાની પડતી કાંચળીમાંથી ડોકિયાં કરતાં ચૂસ્ત ઉરોજો કોઈ પણ પુરુષનો સંયમ તોડાવે  એવાં માદક હતાં. દાદાની ઉમ્મરના મમ્મીના બે કાકાઓ મહેમાન બની ને આવ્યા હતા.

એક બપોરે ઘરમાં કોઈ ન હતું બધા ગામમાં લગ્નમાં ગયા હતા. બપોરના એ ઘરડા ડોસાઓને ચહા પીવડાવવાનું કામ એ છોકરીનું હતું. એણે ચહા બનાવી દાદાકાકાઓને નીચે આવવા બુમ પાડી. એમણે કહ્યું “દીકરી, અમને ઉપર ચહા આપી જા.” એ ઉપર ગઈ…… એ ચૂંથાઈ ગઈ.  દાદાની ઉમ્મરના બે ડોસાઓએ એને પીંખી નાંખી.

બે મહીના પછી મહીનાનું ભાન થયું. બા એને બરોડા લઈ ગઈ. પદ્મા દાયણે નિકાલ કરી દીધો.

તે જ સાંજે એને ખબર મળ્યા કે એ દાદાકાકાઓના ઘરમાં ધાડપડી હતી અને ધાડપાડુઓએ બન્નેને ધારિયાથી વાઢી નાંખ્યા હતા.  બાએ ઘણાં વરસો પછી મરતા પહેલા કહ્યુ હતું કે એના બાપુએ જ ધાડપાડુઓને સાધ્યા હતા.

ત્યાર પછી તરત એને પરણાવી દેવાનો નિર્ણય કર્યો.  વડિલોની પહેલી નજર ફળીયાના વિઠ્ઠલ પર પડી. પણ વિઠલીયા, તેં તો અંગુઠા પકડાવ્યા બાદ એ છોકરી સામે પણ જોવાનું બંધ કરી દીધું હતું. તેં નન્નો ભણ્યો. પછી મને બધા પુરુષોની બીક લાગવા માંડી. એણે  જ લગ્નની ના કહી દેવા માંડી. મેટ્રીક પણ બે ટ્રાયલે પાસ કરી. પુરુષો સાથે ઓછામાં ઓછો સપર્ક રાખવો પડે એવી સંસ્થામાં ભળવા માંડ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયે એને જોઈતો માહોલ આપ્યો. વિઠ્ઠલ જો તેં ના ન પાડી હોત તો એ છોકરીનું જીવન જૂદું જ હોત.

સમજાતું નથી પંચોતેરની ઉમ્મર તો સંપૂર્ણ સન્યાસની ઉમ્મર કહેવાય! આ ઉમ્મરે શારીરિક તૃષ્ણા તો મરી પરવારી છે. અત્યાર સૂધી તો મહિલાઓની સંગતમાં જ જીવતર પૂરું કર્યું છે તો હવે કેમ કોઈ વિજાતિય સથવારો શોધવાની ઈચ્છા જન્મે છે? મારી અંતર્ગત લાગણીઓનું પૃથ્થકરણ કરી મારા શેષજીવનને સંતોષને પાટે આ વિઠ્ઠલજ ચડાવી શકે એવી ભ્રમણા કેમ થવા લાગી છે? છતાંએ એવી કેમ ઈચ્છા થાય છે કોઈ પુરુષ મને સ્નેહથી, ગાઢ આલિગનથી કચડી નાંખે!

પુરુષ કે મસ્તાના સ્વભાવનો વિઠ્ઠલઆવુંતો મેં મારી યુવાનીમાં પણ અનુભવ્યું નથી. આ ઉમ્મરે તો  દરેક સ્ત્રી પુરુષો, મને થતાં શારીરિક, માનસિક અને સામાજિક રીતે વિચિત્ર સ્પંદનો ગુમાવી ચૂક્યા હોય. હાયમાં! આ અમેરિકાની ભૂમિ કે વિઠ્ઠલાનો પ્રતાપ? બળ્યું એનામાં એવું તો શું છે કે મને એનાથી દૂર રહેવાની અને પાસે જવાની સંયુક્ત લાગણી ઉદ્ભવે છે? સ્વિમિંગપૂલના પાણીમાં એની છાતી સાથે દબાયલી હતી એણે નવા કંપનો પેદા તો ન કર્યા હોય? તો વિઠ્ઠલના રૂમમાં સૂવાની વાતે કેમ ભયભીત થઈ ગઈ હતી!

વર્તમાનના વમળો,  અતિત અને તેની વ્યથા અત્યારે તો અવ્યકત રહે એજ વ્યાજબી હતું.  

આટલા વર્ષોમાં તમે કેમ પરણ્યા નહીં?   આજ સૂધી પરણવાનો વિચાર જ ન આવ્યો?   તમે સ્વામિનારાયણ પંથમાં સત્સંગી બન્યા તે કારણે કુંવારા રહેવાનો નિર્ણય કર્યો?”   પટેલબાપાના પ્રશ્નનો  વિચાર ચક્રવાતમાં ગુંચવાયલા મંગળામાસીએ ઉત્તર ન આપ્યો. મંગળામાસી મૂંગા જ રહ્યા.

 

 

 

 

             પ્રકરણ ૧૫

માયાની બર્થ ડે પાર્ટીની ઘમાલ પછીનું એક વીક ખૂબ શાંતીથી પસાર થયું. કંચનલાલ અને કામિનીબેન લડતાં ઝગડતાં પણ માયાના પ્રેમને ખાતર ડિવૉર્સ ન લેવાનો સધ્યારો આપીને પોતાને ઘેર ગયા હતા એટલે એ તરફની શાંતી હતી. ટેણકો એના રૂમમાં ભરાઈને ક્યાંતો ટેસ્ટ માટે વાંચતો હોય કે છોકરા છોકરીના ટોળા સાથે ભટકતો હોય. એણે મંગળામાસીને જાતે જાતે જ મંગળાદાદીમાં કહેવાનું શરૂ કરી દીધું હતું. મંગલામાસીની ઉંમર જોતાં ઓલ્ડ આન્ટીને બદલે મંગળાદાદી કહે તેજ વ્યાજબી હતું. માયાએ વિનોદને મોના કે લીસા સાથે બહાર લંચ કે મિટિંગ કોઈ પણ કારણસર બહાર જવાની કડક મનાઈ ફરમાવી હતી. દિવસમાં બે ત્રણ વાર બેઝમેન્ટ ઓફિસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી આવતી હતી. 

મંગળામાસી પણ ધીમે ધીમે નવા વાતાવરણમાં ગોઠવાતા જતા હતા. વિઠ્ઠલબાપા રોજ સવારે એના રૂમમાં જ પૂશઅપ કરતા. વિઠ્ઠલબાપાના રૂમની સામે જ મંગળામાસીનો ગેસ્ટરૂમ હતો. એક દિવસ બન્ને રૂમના બારણા ખુલ્લા હતાં. મંગળામાસી બે ધડી પોતાના રૂમમાંથી બાપાને કસરત કરતા જોઈ રહ્યા. એજ સમયે માયા માળ પરથી નીચે ઉતરી. એણે જોયું કે માસી પૂશઅપ કરતા બાપાને એકી ટસે જોઈ રહ્યા છે. એણે ધડાક દઈને બાપાના બેડરૂમનું બારણું બંધ કર્યું અને ચાલતી પકડી. મંગળામાસીએ પણ કંઈક ક્ષોભ અનુભવ્યો.

આજે રવિવાર હતો. બાપા, મંગળામાસી, વિનોદ, માયા અને ટોની બધા સાથે બેસીને બ્રેકફાસ્ટ કરતા કરતા આખા દિવસનો પોગ્રામ ઘડતાં હતાં. મંગળામાસીને મંદિર જવું હતું. કોણ એમને મંદિર લઈ જાય એ નક્કી થઈ શકતું ન્હોતું. વાતો ચાલતી હતી ત્યાં  કામિની બહેનનો ફોન આવ્યો. માયાએ જ ફોન લીધો.

માયાએ હરખથી ફોન તો લીધો પણ તરતજ મોં પરના ભાવો બદલાવા માંડ્યાં.

હેં?.. પણ થયું શું?….ના હોય!..અરે! મારા બાપા આ શું થવા બેઠું છેઆઈ ડોન્ટ બીલીવ મમ્મી…પપ્પા આવું કરે એ માનવામાં આવતું નથી. મમ્મી તું હિમ્મત રાખજે. અમે બધા હમણાં ને હમણાં જ તારે ત્યાં અવીએ છીએ. શું જેન્તી મામા ત્યાં છે? ઓકે..પણ તું ફોન કરતી રહેજે.

માયાની વાત હરખથી શરૂ થઈ અને રૂદન ડુસકાથી પૂરી થઈ.

અરે! હાંભળો છોઓઓઓઓ.

શું થયું હની? હું તો તારી બાજુમાં જ બેઠો છું.

પપ્પા ગયા.

હેંએએએ!

બધાના મોંમાં થી પહોળી આંખે શબ્દ સર્યો. “શું થયું? ક્યારે થયું? લેટ્સ ગો.

વિનોદ માયાને પડખામાં લેવા જાય તે પહેલા તો મંગળામાસી એને બાથ ભરીને વળગી પડ્યા.

દીકરી બધી ચોખ્ખી વાત કર. હિમ્મત રાખ. દરેકનો સમય ભગવાને નક્કી કરેલો જ હોય છે. અહીંના રીતરિવાજ તો મને ખબર નથી. ક્યારે લઈ જવાના છે? ચાલ મને એક સફેદ સાડલો કાઢી આપ. આપણે જલ્દી જવું જોઈએ. કામિની બિચારી એકલી છે.

અરે! મારા ભગવાન! તમે થોડા જ સમયમાં  વિઠ્ઠલના અમેરિકન ઘરમાં કેટલા બધા રંગો બતાવ્યા.

માસી, પપ્પા તો જીવતા છે પણ મમ્મીને છોડીને ચાલ્યા ગયા.

માયા તેં તો અમારો શ્વાસ ઊચો ચડાવી દીધો.  માયાને આલિંગન મુક્ત કરતાં માસીએ કહ્યું.

હવે ટેવમુજબ માયાને બાઝવાનો ચાન્સ વિનોદે લીધો. “હની ડોન્ટ વરી. આપણે પોલીસને જાણ કરીએ અને બેત્રણ દિવસમાં પત્તો ન કાગે તો પ્રાઈવેટ ડિટેક્ટિવ રાખીશું.

અરે! મને છોડો. બાપા અને માસીની સામે મને વળગવા આવો છો. સારા નબળા સમયનું ભાન જ નથીને! બાપા તો તમારા લખ્ખણથી ટેવાઈ ગયા છે પણ માસીની મર્યાદા તો જાળવો. પપ્પા નાશી નથી ગયા કે ગુમ નથી થયા, પપ્પા મમ્મીને પૂછ્યા કહ્યા વગર ચીઠ્ઠી મુકીને વહેલી સવારે ચાલતા થયા છે.

મંગળામાસીએ ઉભા થઈને રડતી માયાને પાણી આપ્યું. દીકરી માયા જરા સમજાય એવી વાત કર. કંચનભાઈએ ચીઠ્ઠીમાં શું લખ્યું છે?’

પપ્પાએ એમ લખ્યું કે એણે ગઈ કાલે સાંજે જ સિનીયર સર્કલની યુરોપની ટૂરમાં જવાનો વિચાર કર્યો. એક જગ્યા હતી. ક્રેડિટકાર્ડ, પાસપોર્ટ, અને દશહજાર કેસ મની લઈને ઉપડી ગયા. લખ્યું હતું કે એમનો પહેલા પણ વિચાર તો હતો જ પણ મમ્મીના મંદિરના બધા પ્રોગામ નડતા હતાં એટલે મમ્મીએ જવાની ના પાડી હતી. બાપા જતા હતા તે જ સિનીયર સેન્ટરના પપ્પા પણ મેમ્બર છે. કહેતા હતા કે કાંતાબેને ખૂબ આગ્રહ કર્યો એટલે છેલ્લી ઘડીએ તને પૂછ્યા વગર ડિસીસન લઈ લીધું છે. કાન્તાબેનની મામાની દીકરી લંડનમાં છે. રિટર્ન ટિકીટનો મેળ પડશે તો કાન્તાબેન સાથે પપ્પા પણ લંડન થોડા દિવસ રોકાઈ જશે. માયાને પ્રોમિસ કર્યું છે કે ડિવૉર્સ નહીં લઈએ પણ જુદી જીંદગી તો માણી શકીયેને?’

ચાલો, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. એમને આનંદથી ફરવા દો. એ બધા જાણીતા મિત્રો સાથે છે. એમને પણ મજા આવશે.’    વિનોદે બે ફિકરાઈથી ટકોર કરી.

બાપા, એ કાંતાબેન એટલે તમારી કાંતા ક્યુટ તો નહીં આપણી પાર્ટીમાં આવી હતી.

દીકરી માયા, એ મારી કાંતા ક્યૂટ નહીં હોં. હા એ જરા સિનીયર સેન્ટરમાં વધુ પડતી એકટીવ છે ખરી. મજાની યુવતી છે. ગંદા જોક કહેવા સાંભળવામાં ક્ષોભ શરમ રાખતી નથી. એક બાજુ મહિલાઓનું ટોળું હોય અને બીજી બાજુ પુરુષોનું ટોળું હોય તો એ બીજા ટોળામાં હોય. એણેજ કંચનલાલને યુરોપની ટૂરમાં ઘસડ્યા હશે. મને ખાત્રી છે કે એમને જરૂર મજા આવશે. ચાલો આનંદની વાત છે. દીકરી ચિંતા કરવાની જરૂર નથી.

ગ્રાન્ડપા વી ડોન્ટ હેવ ટુ વરી, બટ હાવ એબાઉટ નાની. સી સૂડ ફાઈન્ડ ગુડ ડિવૉર્સ લોયર.

ચાંપલા તું ચૂપ મર. નાને મોઢે મોટી વાત કરવા બેઠો છે. ગેટ આઉટ ફ્રોમ હીયર.

મોમ આઈ એમ ટેલીંગ યુ ટ્રુથ. આપણી પાર્ટીમાં તમે બધા રેડી થતા હતા તે ટાઈમે નાના અને ક્યૂટ આન્ટી લાંબો ટાઈમ ખૂણા પર ઉભા ઉભા વાતો કરતા હતા. ધે વેર વેરી ક્લોઝ. ઈટ લૂક લોન્ગ ટાઈમ સીરીયસ એફેર.

હા, હા એજ કાંતા ક્યુટ.

ઓ ભગવાન, ઓ સ્વામીનારાયણ બાપા, આ શું થવા બેઠું છે? મારા ભોળા પપ્પાને કાંતુડીએ ભોળવ્યા. ટૂરમાંથી સીધા મમ્મી પાસે આવી જાય તો વીરપુરમાં પાંચ બામણ જમાડીશ. પપ્પાને આ ઘરડી ઉમ્મરે આ શું સૂંજ્યું? બાપાએ જ બધા ડોસા ડોસીના મગજમાં રિવર્સલનું ભૂત ભેરવ્યું છે. ઘરડાઓએ ઘડપણ ખંખેરી નાંખીને જુવાન થઈને શરમ આવે એવા ચાળા કરવાનું શીખ્વ્યું છે. બાપા તમારું જોઈને જ મારા  સીધાસાદા પપ્પામાં કળીયુગ ભરાયો છે. બાપા, તમે જ મારા મમ્મી પપ્પાના જીવનમાં તડ પાડી છે. આ રોઝીએ જ મારા પપ્પ્પાના મગજને બગાડ્યું છે. બાપા, તમે મને જણાવી દો કે છાનામાના તમે કઈ દવા ખાવ છો કે બધા ડોકરાંઓ તમારી વાત પર કૂદાકૂદ કરવા માંડે છે? આજ થી રોઝલીનું મોં જોવાનું પણ બંધ કરો અને બાની જેમ ભગવાનનું નામ દેતા શીખો. એમાં જ તમારું અને અમારા બધાનું કલ્યાણ છે.

માયાનો વલોપાત ચાલતો હતો. પપ્પાના દોષનો ટોપલો બાપા પર ઠલવાયો. બાપા આંખ બંધ કરીને સ્મિત સાથે માયાનો સંતાપ સાંભળ્યા કરતા હતા.

ડાર્લિગ, ટેક ઈટ ઈઝી. કામ ડાઉન હની.

ડોન્ટ હની મી. મારી મમ્મીનું જીવન બરબાદ થાય છે તેની તમને પડી જ નથી.

માયા…માયા…માયા. જો બાપા પણ રોઝી સાથે ક્રુઝમાં ગયાતાને! એમનામાં કંઈ ફેર પડ્યો છે. પપ્પાના જવા સાથે બાપાને શું લાગે વળગે. અને પપ્પાતો બાપા કરતાં જુવાન છે. આ તો ટેમ્પરરી મિડલાઈફ ક્રાઈસીસ કહેવાય. બધાજ સ્ત્રી પુરુષોમાં આવી ફિલીંગ્સ આવે જ. ડોન્ટ વરી આ બધું ટેમ્પરરી કહેવાય. બધું જ ઠેકાણે પડી જશે.

મંગળામાસી માયા અને વિનોદની વાતો સાંભળતાં બાઘાની જેમ ડાબી જમણી બાજુ ડોકું ફેરવતા હતા. અને માયાએ રડવા માંડ્યું.

માસી તમે આ જૂઓ, તમારા જમાઈના લખ્ખણ. બાપ તેવા બેટા. સાંભળ્યું એ શું કહે છે? કહે છે કે બધા સ્ત્રી પુરુષના જીવનમાં ટેમ્પરરી મિડલાઈફ ક્રાઈસીસ આવે જ. માસીઈઈઈઈ.. રીડ ઈન બીટવીન ધ લાઈન. તમે સમજ્યા… તમારા જમાઈએ આગળથી એની લાઈન ક્લિયર કરવા માંડી. જો તમે  તમારા મીડલાઈફના ચટાકા ચાટવા જશો તો તમારી એન્ડલાઈફના ભડકા જોવા જેવા કરીશ. મને ઓછી ના સમજતા હોં. હું કાઈ ક્લિન્ટનની હિલેરી નથી. ડિવૉર્સ લઈને તમારી, તમારા બાપાની અને તેના બાપાની બધી જાયદાદ ખૂંચવી લઈશ. મિડલાઈફ, મિડલાઈફ કરીને બૈરીને અંધારામાં રાખીને બાર ડાફા મારવા જવું છે.  . કાલે જ તમારી મોન્કી અને લીસ્સીને પીંક સ્લીપ પરખાવી દઉં છું. છું..જો જોને!

મૉમ. ઈફ યુ ગેટ ડિવૉર્સ હુ ઈઝ ગોઈગ ટુ ગેટ માય કસ્ટડી?’ 

 

અરે! હની ગાંડી ન થા. આઈ લવ યુ ડાર્લિગ. તારા પપ્પા માત્ર ફરવા ગયા તેમાં બિચારી મોના અને લીસાનો શું વાંક?’

જરા હખણાં બેસો… લવ યુ, લવ યુ કરતાંહોઠ ચાટવા પાસે આવી જાવ છો તે! માસીની મર્યાદા સાચવતા શીખો. તમને પ્રેમ કરવાનું સૂઝે છે ને મને મારી મમ્મીની ચિંતા થાય છે. પપ્પા કાંતુડીને તો ઘરમાં ન ઘાલેને? ઓ ભગવાન! આવું કાંઈ ન થાય તો વીરપુરમાં પાંચને બદલે દશમાણસ જમાડીશ..

મંગળામાસી કંઈક ગુંચવાયા. માયા વીરપુરમાં કેમ બ્રાહ્મણ જમાડવાની માનતા માને છે! ત્યાં તો જલારામબાપાનું અન્નક્ષેત્ર સૌને માટે સદાકાળ ખુલ્લું જ છે. પણ આ સમયે એને વધારે છંછેડવી એ યોગ્ય નથી સમજી તેઓ ચૂપ રહ્યા.

પ્લીઝ ટેણકા. ડોન્ટ ગેટ ટુ સ્માર્ટ. ઈફ યુ આર ડન વીથ યોર બ્રેકફાસ્ટ ગેટ લોસ્ટ. હે ભગવાન મારા દીકરામાં બાપ દાદાના સંસ્કાર ન ઉતરે તો સારુ.

મોમ ન ઉતરે તો હાવ મેની બામણને વીરપુરમાં જમાડે?’

માયાના વલોપાત પર બધાજ હસ્યા.

માયા દીકરી, ખોટો બળાપો છોડ. બધાજ મોટા અને સમજુ છે. કામિનીબેનને આપણે ત્યાં બોલાવ. કંચનલાલ આવે ત્યાં સૂધી ભલે આપણે ત્યાં રહેતા. મંગળાબેનને પણ કંપની રહેશે. તારા પપ્પાની ગેરહાજરીમાં એકલા રહે તે પણ ન સારું અને જેન્તીમામાની અવરજવર વધે તે પણ બહુ સારું ન કહેવાય. તારા જેન્તીમામાને હું બહુ સારી રીતે ઓળખું છું.’   વિઠ્ઠલબાપાએ તદ્દન શાંતીથી સૂચન કર્યું.

હાય માં, એ તો મારા ધ્યાન બહાર જ રહી ગયું. જેન્તીમામા મમ્મીને ત્યાં કેમ તરત પહોંચી ગયા. માય ગૉડ! જેન્તીમામા અને મમ્મી…મમ્મી અને જેન્તીમામા…ઓહ! નો..નો…શું એમની વચ્ચે?’

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૧૬

 

માયાના પપ્પા એકાએક કામિનીબેનને જ્ણાવ્યા વગર સીનિયર સેન્ટરે ઓર્ગેનાઈઝ કરેલી ટૂરમાં કાંતાક્યૂટના આગ્રહને માન આપી ચાલ્યા ગયા હતા. કામિનીબહેનને શરૂઆતમાં આઘાત લાગ્યો પણ પછી આઘાત કરતાં ક્રોધ વધારે હતો.

માયા મમ્મીને પોતાને ત્યાં લઈ આવી હતી. માયાનો પહેલો સવાલ એ હતો કે પપ્પા ગયા તે જ દિવસે જેન્તીમામા કેમ તરત જ મમ્મીને મળવા દોડી ગયા હતા. સીધા પુછાયલા પ્રશ્નનો જવાબ આપતાં કામિનીબેનને વાર તો લાગી પણ પછી સંતોષકારક જવાબ મળી ગયો.

તારા પપ્પા પાસે મંદિરની થોડી ફાઈલો હતી તે લેવા આવ્યા હતા અને ત્યારે જ એમને તો ખબર પડી હતી કે તારા પપ્પા ટૂરમાં  ગયા છે.

કામિનીબેન અને કંચનલાલ આમતો મૂળ બારડોલીમાં પણ માયા હાઈસ્કુલમાં હતી ત્યારે બરોડા શિફ્ટ થઈ ગયેલા અને ત્યાં મંગળાબેનની ઓળખાણ થયેલી. કામિનીબેન મંગળાબેનને મોટી બહેન ગણતા અને મંગળાબેને જ માયા અને ગર્ભશ્રીમંત કુટુંબના અમેરિકન બોર્ન વિનોદના લગ્નમાં મધ્યસ્થી કરેલી. માયાએ જ સિટિઝન થયા પછી એના પપ્પા મમ્મીને અમેરિકામાં બોલાવેલાં.

ટુંક સમયમાં જ  કંચનલાલ અમેરિકન બેનિફિટશાત્રમાં નિષ્ણાત થઈ ગયેલા. એમણે જ વિઠ્ઠલબાપાને એનું બધું ફંડ વિનોદ અને માયાના નામ પર ટ્રાન્સફર કરાવીને ખોટા લાભો લેતા કરેલા, જે રોઝી ધોળીયણની ફ્રેન્ડશીપ પછી લેવાનું બંધ કરેલું. દીકરીના ભાવી સુખમાં કદાચ રોઝલી ભાગ પડાવી જાય તો?

વિઠ્ઠલજીને ઘરડે ઘડપણ જુવાની ફૂટતી હતી. પરિવર્તન અને રિવર્સલના ભભડા જાગ્યા હતા. મરણ પથારીએ માયાની સાસુ ચાર જણાની હાજરીમાં કહી ગઈ હતી કે આપણે સાથે જીવ્યા એ સુખથી જીવ્યા. હવે મારા ગયા પછી તમતમારે તમને જેમાં સુખ લાગે તે રીતે  લોકોની પરવા કર્યા વગર જીવજો. બસ ત્યારથી એણે સિનીયૉર સેન્ટરમાં જવા માંડ્યું. એણે ત્યાંના ડોસા ડોસલીના મગજ પણ બગાડી નાંખ્યાં. તેમાં વળી પાડોસણ રોઝલી સાથે દોસ્તી થઈ અને તોત્તેરના બાપા ત્રેવીસના થઈ ગયા. એટલું જ નહીં પણ કંચનલાલને પણ ચાળા કરતાં કરી મુક્યા. એટલે જ તો હિમ્મત કરીને છડેચોક કાંતાક્યૂટ ના આગ્રહથી કહ્યા મૂક્યા વગર ટૂરમાં ચાલ્યા ગયા. વિઠ્ઠલ વેવાઈ પણ રોઝી સાથે ક્રુઝમાં જઈ આવેલા એટલે જ કંચનલાલને શૂર ચડ્યું. ત્યાં શું શું થયું હોય અને કહેતા શું હોય કોને ખબર?

બધા પાપનું મૂળ બાપા અને એની ગર્લફ્રેન્ડ જ જવાબદાર છે.

કામિનીબેન અને મંગળામાસી બન્ને ગેસ્ટરૂમમાં માયાને ત્યાં સાથે રહેતા હતા. મંગલામાસી રોજ સવારે વહેલા ઊઠી એમનું નિત્યકર્મ પતાવીને પૂજા પાઠ અને માળામાં લાગી જતા હતા. બાપા ઘરમાં થોડી કસરત કરતા.  ટીવી પર સમાચાર જોતાં જોતાં વિનોદ સાથે હળવો નાસ્તો કરતા. વિનોદ નીચે એની ઓફિસમાં જતો અને બાપા ઉપડતા રોઝીના બેકયાર્ડમાં. ક્યાંતો પુલમાં સ્વિમિંગ કરતા હોય કે રોઝી સાથે પ્લાન્ટનું વાવેતર કરતા હોય કે ડેક પર રોઝી સાથે સફેદ કપડા પહેરીને યોગા કરતા હોય. મોટેભાગે એમની પ્રવૃત્તિઓ આઉટડોરની જ રહેતી. અને તે માયાની કિચન તરફની બારીમાંથી સ્પષ્ટ જોઈ શકાતું.

અત્યારે મંગળામાસીના હાથમાં માળા હતી. પણ માળાના ફરતા મણકા અટકી ગયા અને એ વિચારોમાં ખોવાઈ ગયા.

મંગળામાસી વિચારતા હતા કે અમેરિકામાં દરેક ગુજરાતી ઘરોમાં આવું જ ચાલતું હશે કે આ વંઠી ગયેલ વિઠ્ઠલના કુટુમ્બમાં જ આવું છે? ખરેખર તો જ્યારે ઈન્ડિયાથી નિકળ્યા ત્યારે નિર્દોષભાવે વિચાર્યું હતું કે પહેલા વિઠ્ઠલભાઈને ત્યાં ઉતરીશ અને પછી જો એને અનુકૂળતા હોય તો એની સાથે અમેરિકાના સ્વામિનારાયણ મદિરોમાં જઈ આવીશ. ઈન્ડિયામાં તો એકલા જ ફરતા. મહિલા મંડળોમાં ઘાર્મિક પ્રવચનો કરતા. અહીં ફરવા માટે કોઈનો સાથ સહકાર જરૂરી હતો. પણ આ વિઠ્ઠલના ઘરની તો હવા જ જૂદી હતી..

વિઠ્ઠલને સાથ આપવા માટે પૂછાય ખરુંજો સાથે આવે અને કોઈ જગ્યાએ એક રૂમમાં સાથે સૂવાનું થાય તો? ના બાપા ના! પાપમાં પડાય! અત્યારે જ આ ઉમ્મરે છેડછાડ કરતાં અચકાતો નથી કે શરમાતો નથી. હું એના કરતાં તો બે વર્ષ મોટી છું, મારી સાથે બહેન તરીકે માન પૂર્વક વર્તવાને બદલે દોસ્ત તરીકે જ વર્તે છે. એનો એક જ રૂમમાં ભરોસો થાય ખરો?

નાનપણમાં મેં વિઠ્ઠલને અંગુઠા પકડવાની શિક્ષા કરી હતી તેના દ્વેષમાં તેણે લગ્ન કરવાની ધરાર ના પાડી હતી. તે સમયે જો એણે હા પાડી હોત તો? આજે વિઠ્ઠલ સાથે  જુદી જ જિંદગી  માણતી હોત! વિનોદ જેવા એક નહીં પણ બેચાર સંતાનની માતા બની હોત! રોઝીની કમ્મરમાં હાથ નાંખીને ડેન્સ કરવાને બદલે શોખીન વિઠ્ઠલ, મારી કમ્મરમાં હાથ નાંખીને ડેન્સ કરતો હોત!

અને મંગળામાસીએ પંચોતેરની વયે પણ અઘટિત માનસિક સ્પંદનો અનુભવ્યા. સાંપ્રદાયિક સંસ્કારથી મૃતપ્રાય બનેલી શારીરિક ચેતના આ ઉમ્મરે કેમ સજીવન થાય છે? આપણા દેશમાં ખરેખરતો પચાસ સાંઠની વયે પરિણિત મહિલાઓ પણ શારીરિક સંવેદના ગુમાવી ચૂકી હોય અને વાનપ્રસ્થાશ્ર્મની કૌટુંબિક, ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિમાં સમય વિતાવતી હોય છે.

આ ઉમ્મરે સેક્સ એક અસ્પૃશ્ય વિષય થઈ જાય. પતિ પત્ની જૂદી પથારીમાં સૂવા માંડે. તો પછી મારું મન કેમ ન સમજાય એવી રીતે સળવળે છેહું તો હવે સંન્યસ્તના પ્રવેશદ્વાર પર ઊભી છું.શું આ દેશની હવા છે? કે પછી વિઠ્ઠલે સર્જેલી વિકૃત્તિ છે? શું વિઠ્ઠલનો ભરોસો કરી શકાય? એની મુક્ત છેડછાડમાં મારા મન પર ભરોસો રાખી શકાય? પુલમાં ડૂબી જવાના ભયથી જ્યારે વિઠ્ઠલની ખુલ્લી છાતી સાથે ચંપાઈને વળગી હતી ત્યારે પાપ થવાની લાગણી સાથે ન સમજાય તેવી ઉત્તેજના પણ થઈ જ હતીને!

એને અમેરિકાના જૂદા જૂદા શહેરના મંદિરોની યાત્રા માટે સાથે આવવા પૂછી શકાય? એ હા પાડે તો, એની સાથે હોટલમાં એક રૂમમાં રહી શકાય? અને કદાચ એક જ બેડ પર સૂવું પડે તો?

ના બાપા ના. મારે આ ઉમ્મરે પાપમાં પડવું નથી. અમેરિકામાં ફરવા માટે એનો સાથ લેવો નથી. એનો ભરોસો નહીં. એની સાથે કદાચ મને મારો ભરોસો પણ નથી. વિચાર કરતાં પણ પાપમાં પડાય. મંગળામાસીનું મનોમંથન અટક્યું. પોતાની વાતના મનોમંથન પછી કંચનલાલ અને કાંતા બહેનના સંબંધના વિચારે ચઢ્યા.

કંચનલાલ કાંતાજેવી વયસ્ક મહિલાના આગ્રહથી યુરોપ ગયા તેઓ ટૂરમાં એક જ રૂમમાં અઘટિત વ્યવહાર તો કરતા ન હોય અને કામિની અને જેન્તીભાઈનો શું સંબંધ? એમના સંબંધને કારણે તો એ કાન્તા સાથે ચાલી નિકળ્યા ન હોય?

મંગળામાસી વિચારતા હતા અને ટોની ટેણકાની બુમ સંભળાઈ

મૉમ ટેઈક ધી ફોન. નાનાનો ફોન છે.

હલ્લો પપ્પા તમે ક્યાં છો? ક્યાંથી બોલો છો?     અમને તમારી ખૂબ ચિંતા થાય છે.

બાપ દીકરીની વાત શરૂ થઈ.

હું પેરિસથી બોલું છું. ચિંતા કરવાની કંઈ જરૂર નથી. જેલમાંથી છૂટીને આવ્યો હોઉં લાગે છે. ખાવા પીવાની અને ફરવાની ખુબ મજા આવે છે. ગઈ કાલે પેરિસની નાઈટ ટૂરમાં ગયા હતાં. બધા ડોસાઓતો આ સ્પેશીયલ નાઈટ લાઈફ ટુરમાં ન્હોતા ગયા પણ કાંતાબેનને જવું હતું એટલે એમને કંપની આપવા એમની સાથે  ગયો હતો. લોસ વેગાસને પણ ભુલાવે એવી નાઈટ ક્લબોની મુલાકાત લીધી. મોલ્યુઈન રગમાં ટિકિટ ન મળી એટલે લિડોમાં ગયા હતા.  ત્યાં કાંતાબહેને જરા વધારે પડતું ડ્રિંક લીધુ હતું. જેમતેમ કરતાં રૂમપર લઈ આવ્યો. પેરિસ અમારું લાસ્ટ સ્ટોપ છે. હવે અમે સાંજે પાછા લંડન જઈશું.

કાંતાબેનની માસીની દીકરી ને ત્યાં લંડનમાં થોડા દિવસ રોકાઈશું. તું ચિંતા કરે એટલે ફોન કર્યો. બાકી તારા સિવાય આ દુનિયામાં મારું છે પણ કોણ? કાન્તાબેન જેવા સરસ સ્વભાવના સાથીદાર છે એટલે જીવન જીવવા જેવું લાગે છે. તારી મમ્મી અને મંદિરમા ગુંગળામણ થતી હતી. હવે થોડી મુક્ત હવામાં શ્વાસ લેતો હોઉં એવું લાગે છે.

માયા, તારા વિઠ્ઠલબાપાની વાત અને વિચાર મને સારા અને અપનાવવા જેવા લાગે છે. એ જ બધાને શીખવે છે કે તમારા શરીર અને મન પર ઉમ્મરનો આંકડો ન લાગવા દો. ધેર ઈઝ વન લાઈફ ટુ લીવ. ડોન્ટ વરી. બી હેપ્પી. બાપા મારાથી મોટા છે. એમના રસ્તે ચાલવાથી  જિંદગી માણી શકાય. હવે એ મારા ગુરુ છે.

કામિનીબેન પણ બીજા ફોન પરથી કંચનલાલની વાત સાંભળતા હતા. કંચનલાલે કામિનીબેન માટે કંઈ પૂછ્યું પણ નહીં અને કહ્યું પણ નહીં. કામિનીબેને વાત સાંભળી. એમનો ગૌર ચહેરો ક્રોધના લોહીથી લાલ લાલ થઈ ગયો.

જોયું, તારો બાપ હવે આ ઉમ્મરે તારા બાપાના ચેલા થવા નિકળ્યા છે. જરા પણ લાજ શરમ વગર કુબડી કાન્તાની સોડમાં ભરાયા છે. દશ હજાર ડોલર લઈને જલસા કરવા ઉપડ્યા છે. આજે જ બેંકમાં જઈને જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દઉં છું. ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયો છે એમ કહીને એ પણ કેન્સલ કરાવી દઉં છું. પછી જોજે ને કે તારો બાપ કેવા જલસા કરે છે. આજ સુધી જાળવેલા સંસ્કારનું તારા બાપે બારમું કરી નાંખ્યું. આ બધ્ધા પાપનું મૂળ,….જા નથી બોલતી. પણ તું  તો જાણે છે કે કોણ છે! બાસ્કેટમાંનું એક સડેલું એપલ બધા એપલને બગાડે છે. તારા બાપાના સડેલા મગજની તારા સીધા સાદા બાપ પર પડી છે. હવે  ટોપલામાંથી સડેલું સફરજન કાઢવાનો ટાઈમ પાકી ગયો છે. તારો બાપ બગડ્યો. તારો વર બગડવાની તૈયારીમાં છે. તારો છોકરો કેટલો બગડશે તેનો ખ્યાલ છે ખરો? મંગળામાસી પણ વિચારતા હશે કે અમેરિકામાં બધાના ઘરમાં પણ આવું જ ચાલતું હશે?’

તારા ઘરમાંથી જ ભૂંગળા વાગે છે.  તમારા મન પરથી ઘડપણનો ભ્રમ કાઢી નાંખો. આપોઆપ જુવાની અનુભવશો. બધા આપણા ગુજરાતી ડોસલાઓ પણ તારા બાપાની જેમ ચાળા કરવા માંડ્યા છે. બધાને બાપા અમેરિકન ફિલોસોફી સમજાવે છે. ઘડપણમાંથી જુવાનીમાં પરિવર્તન કરો. રિવર્સલ…રિવર્સલ…રિવર્સલ

કંચનલાલ ટૂરમાં ગયા અને દોષનો ટોપલો વિઠ્ઠલબાપા પર ઓઢાયો. વિઠ્ઠલબાપાના માથા પર કામિનીબેને માછલાં ધોયાં. આ રમખાણમાં મંગળામાસીથી વિઠ્ઠલ પટેલ સાથે અમેરિકાના મંદિરોમાં તો જવાય જ કેમ્?

અરે! હાંભળો છોઓઓઓ…મોના અને લીસાને પડતી મુકીને સીધા ઉપર આવો. મારી મમ્મીના સંસારમાં આગ લાગી છે. તમારા બાપાએ આગ લગાડી છે. જલ્દી ઉપર આવોઓ…

શું છે કેમ બરાડા પાડે છે. હમણાં હું મારી ક્લાયન્ટ બાર્બરા સાથે ફોન પર વાત કરતો હતો. શું આગ આગ કરે છે? ક્યાં આગ લાગી છે? બાપાએ ક્યાં આગ લગાડી? એતો રોઝી સાથે ટેનિસ ક્લબમાં ગયા છે.’    વિનોદ પગ પછાડતો ઉપર આવ્યો.

જરા કાન ખોલીને મારી ચોખ્ખીને ચટ વાત સાંભળીલો. કોઈ પણ રીતે બાપાનું રિવર્સલ કરવાનું છે. વર્ષો પહેલા જ્યાંથી આવ્યા ત્યાં પાછા મોલલવાના છે. સડેલા એપલને ગામ ભેગા કરવાના છે.

માયા ડાર્લિંગ….વિનોદ એની ટેવ મુજબ માયાને વળગી ને કીસ કરવા ગયો….

જરા આઘા ખસો, મમ્મી અને માસી સામે છે તેનો ખ્યાલ તો રાખો! મેં તમને બાઝવા નથી બોલાવ્યા. વાત સાંભળો. પપ્પા પીધેલ કાંતુડી કુબ્જા સાથે પેરિસની નાઈટ કલબમાં ગયા હતા. લગન પછી તમે મને પેરિસની નાઈટ લાઈફ જોવા લઈ ગયા હતા. યાદ છે? કપડા વગરની નાચવાવાળીઓને જોઈને મારે આંખ બંધ કરી દેવી પડી હતી. મારા પપ્પા કાંતુડી સાથે આવી ક્લબોમાં ભટકે એનું પરિણામ શું આવે તેનો ખ્યાલ આવે છે ખરો? હજુતો કાંતા સાથે લંડનમાં રોકાવાના છે.

બાપાની સોબતમાં મારા પપ્પાએ મારી મમ્મીનો ભવ બગાડ્યો. કઉં છું, સાંભળો છોઓઓ.. અને પપ્પા કહે છે કે હવે એ તમારા બાપાને રસ્તે ચાલવા માંગે છે. તમને તો આ ઘરમાં શું થાય છે એનું ભાન જ નથી બસ મોના લીસાની સાથે જ કામમાં વળગ્યા કરો છો.

કોઈ પણ રીતે ચાર છ મહિના માટે બાપાને ઈંડિયા મોકલી આપો. ત્યાંની હવાથી થોડો મગજની તબિયતમાં ફેર પડશે. રોઝીનો સાથ છૂટશે તો વિચારો પણ બદલાશે. પ્લીઝ બાપાને થોડો વખત બહાર મોકલી આપો. બાપાને રોઝીથી છૂટા પાડવા જ પડશે. વિનોદ, પ્લીઝ કંઈ રસ્તો કાઢો.

જો મમ્મીએ પ્લાન કરીને માસીને આપણે ત્યાં બાપાનું બ્રેઈન વૉશ કરવા જ બોલાવ્યા છે; બરાબરને? માસીને અમેરિકામાં બધા સ્વામિનારાયણ મંદિરોના દર્શને પણ જવું છેઃ બરાબર? બસ બાપાને માસી સાથે ફરવા મોલલી આપીયે. બાપા આખા અમેરિકાના અનુભવી છે. માસીને પણ મજા આવશે. એમના સંગમાં તારે અને મમ્મીએ બાપાને જે રીતે બદલવા છે તે સત્સંગના રંગે રંગાશે. પ્રોબલેમ સોલ્વ. તું જ બાપાને સમજાવી દેજે. નાવ કેન આઈ ગો બેક ટુ વર્ક?’

હેંએએએ….? બાપાને માસી સાથે?’

મંગળામાસીએ  આછી કંપારી અનુભવી…

અને વિઠ્ઠલબાપા સફેદ સોર્ટ અને ટીશર્ટમાં આંખો પર રેબોન્ડ ગોગલ્સ અને હાથમાં ટેનિસ રેકેટ સાથે ઘરમાં દાખલ થયા…

 

 

 

 

પ્રકરણ ૧૭

 

માયા, માયાની મમ્મી અને મંગળામાસી બાપાની સામે ટગર ટગર જોયા કરતાં હતાં.

માયા વિચારતી હતી કે  જો મંગળામાસી ઘરડે ઘડપણ લાલ લગામ લગાવીને બાપાના ઉપર ફીદા થઈ જાય તો એને પણ મારી સાસુ બનવાના અભરખા જાગે. ના બા ના, મારે બાપાને પણ થોડો સમય બહાર કાઢવા પડશે એટલું જ નહીં પણ મંગળા માતાજીનો પણ કંઈ રસ્તો કાઢવો પડશે.

મંગળામાસી વિચારતા હતાશિક્ષાપત્રીના પાઠોના વ્યાખ્યાનો કરીને મેં કેટલીય યુવાન વિધવા બેહેનોનું જીવન નીરસ બનાવ્યું હતું. એમને પુનર્લગ્નને માર્ગે વાળવાને બદલે ભક્તિમાર્ગે વળવાની શિખામણો આપી હતી. ભારતની પંચોતેર વર્ષની સ્ત્રીઓમાં અને આ અમેરિકાની પંચોતેર વર્ષની સ્ત્રીઓમાં કેટલો બધો ફરક છે.  જો જીવનમાં વિઠ્ઠલ જેવાનો સાથ મળ્યો હોત તો  આયુષ્યના દશ વર્ષ વધી જાય એવો માણસ છે.

એ સુકન્યા સાથે પણ અનુકૂળ થઈને રહેતો હતો અને રોઝી જેવી ગોરકી સાથે પણ એના જેવો થઈને જીંદગી માણી શકે છે. મરજાદી ધર્મમાં મારી જુવાની વેડફાઈ ગઈ. હવે શરીરને તો બીજી કોઈ ઝંખના રહી નથી, પણ એક માનસિક સાથ પણ મળે તો જીવન પરિવર્તન થઈ જાય.

વિઠ્ઠલને પણ રોઝી મળી પછી જ બદલાયોને? પરભવની શું ખાત્રી છે? સદ્કર્મથી પુરુષોને સ્વર્ગમાં અપ્સરાઓનું સુખ પ્રાપ્ત થાય એવું સાંભળ્યું છે પણ સ્ત્રીઓના સદ્કર્મનો શું પુરસ્કાર? કશું જ વાંચ્યુ, જાણ્યું નથી. મંગળામાસીના માનસપટ પર એમને પોતાને ન સમજાય એવા ચિત્રો સર્જાતા હતા અને વિખરાતા હતા. આજ સૂધીના સાંસ્કારિક જીવન સાથે આ વિઠ્ઠલીયાના ઘરનો કોઈ તાલ મેલ બેસતો ન હતો. શું વિઠ્ઠલ સાથે અમેરિકામાં હરવું ફરવું?

ના….હા…ના ના….. હા…., શું વાંધો છે?…  ના, પાપમાં પડાય….. પણ મારે ક્યાં એની સાથે…? આ ઉમ્મરે ના, ના, ના. એના મગજમાં બે મંગળા એક મેકની સાથે લડતી હતી. શારીરિક વુત્તિઓનું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું. પણ માનસિક વૃત્તિઓએ કેમ સળવળાટ કરવા માંડ્યો? એણે તરવરિયા તોત્તેરના વિઠ્ઠલ પરથી નજર ફેરવી લીધી.

કામિનીબેન બાપાને જોઈને વિચારતા હતા, વેવાઈ તોત્તેરના નહીં પણ તેપ્પ્નના લાગે છે. માયાના બાપને પણ હવે વિઠ્ઠલબાપાની જેમ જલ્સા કરવા છે. એને ખબર નથી કે કાગડાથી હંસની ચાલ ન ચલાય. કાન્તુડી તો ચાર ઘેર ભટકી ચૂકી છે. હું જેન્તી સાથે હળુ મળુ તેમાંય માયાના બાપને જલન છે. જેન્તી મારા ગામનો અને ફળીયાનો, બિચારો એની વાઈફથી કંટાળેલો એટલે મારી સાથે ચાર ધડી બેસીને હૈયું હલકું કરે. તો તેમાંયે દીકરીને અમારા સંબંધ માટે ખોટા રંગે રંગે. ઠીક છે. હવે હું પણ એને બતાવી આપીશ… વગર ડિવૉર્સે ડિવૉર્સ કરી બતાવીશ.

રોઝી સાથે ટેનિસ રમીને આવેલા પટેલબાપાને ત્રણે મહિલાઓ જોતાં જોતાં જુદા જુદા વિચારોમાં ગરકાઉ થઈ ગઈ હતી. બાપાની અનુભવી આંખો ને લાગ્યું કે આ ત્રિમુર્તીઓ કંઈક બાપાનું જ બાર્બેક્યુ કરવાની હોય એવું લાગે છે!  

મને જોઈને બધા કેમ ચૂપ થઈ ગયા? મને લાગે છે કે મારે માટે, કે મારી પાછળ, કંઈક રંધાઈ રહ્યું છે. જ્યારે અમારા કામિની વેવાણ વિચારતા હોય ત્યારે ડેવિલે વિચારવામાંથી  બ્રેક લેવો પડે. ઈન્ટ્રેસ્ટિંગ પ્લાનિંગ હોય તો આ બંધાને જણાવવાની કૃપા કરો તીન દેવીયાં!

મંગળામાસીને તો ડેવિલમાં સમજ ન પડી પણ કામિનીબેને જ જવાબ આપ્યો.

વિઠ્ઠલજી, વાત એમ છે કે મંગળાદીદીને અમેરિકાના મંદિરોમાં ફરવું છે.

એમને કોણ સંગાથ આપીને બધે ફેરવી શકે તેનો વિચાર કરતાં હતાં. આપની જ રાહ જોતાં હતાં કે  વિઠ્ઠલજી આવે એટલે એની સલાહ પ્રમાણે કામ કરીયે. વિનોદ તો હમણાં જ કહી ગયા કે બાપાને આખા અમેરિકાનો અનુભવ છે. ભલે બાપા માસી સાથે યાત્રા કરી આવે. તમારું શું સૂચન છે?’

મારો વિનોદ જ્યાં સુધી પોતાની બુદ્ધિ વાપરે ત્યાં સુધી તો એના નિર્ણય યોગ્ય જ હોય છે. જ્યારે માયાની સલાહ પ્રમાણે ચાલવા જાય ત્યારે જ બિચારો ગોથાં ખાઈ જાય છે. એની વાત સાચી જ છે. મને પણ મંગલાદેવીજી સાથે યાત્રા પ્રવાસ ગમશે. પણ એમાં થોડા પ્રોબ્લેમ છે. એમાં પણ મંગળાદેવીની કૃપાયુક્ત સહર્ષ સમ્મતી હોવી જોઈએ. વિનોદે કહ્યું એટલે ચાલી નીકળાય એવું થોડું છે! મને તો મારી જુની દોસ્ત સાથે હાથમાં હાથ નાંખીને ફરવાની મજા જ આવશે. કેમ મંગળાબેન મારી સાથે ફાવશેને?’

મંગળામાસીનો ચહેરો લાલ ધૂમ થઈ ગયો. સાપે છછુંદર ગળ્યું એવો ઘાટ થયો. નવી જન્મેલી લાગણીઓ સમજાતી ન હતી. શિક્ષાપત્રીના પાના ફાટીને હવામાં ઉડતા થઈ ગયા હોય અને દોડીને વણીને ભેગા કરવાનો પ્રયાસ કરતાં હોય એવું અનુભવ્યું.

વિઠ્ઠલબાપા મંગળામાસીની વ્યથા ન સમજે એવા અબુધ ન હતા. એણે જ હસતાં હસતાં કહ્યું કે મેં પહેલા મારા પ્રોબ્લેમની વાત કરી હતી તે તમને જણાવી દઉં. રોઝીએ અમારું નામ અમારી કાઉન્ટી ક્લબની ટેનિસ ટૂર્નામેન્ટમાં લખાવી દીધું છે. અમે ડબલ્સ રમવાના છે. ટફ કોમ્પિટીશન છે. રોજ ખુબ પ્રેક્ટિશ કરવી પડશે, એટલે તો મારી ઈચ્છા હોય અને મંગાળાજીને પણ મને એમનો સત્સંગી સહયાત્રી થવાનો લાભ આપવાની મરજી હોય તો પણ મારાથી નીકળાય એમ નથી. સોરી લેડિઝ આઈ કાન્ટ હેલ્પ યુ.

બીજું, આજે બિચારા કંચનલાલ યુરોપ ફરવા ગયા અને બિચારી કન્તાક્યુટ વગોવાઈ ગઈ. હું તો ડોસલા મંડળોમાં છપાયલું કાટલું બની ગયો છું, પણ લોકો મરજાદી મંગળાબેન માટે ગમે તેવી વાતો કરે એવું શા માટે કરવું જોઈએ?   એને બદલે માયા અને કામિનીબેન જ માસી સાથે ફરી આવે તો શું ખોટું. તમને ત્રણે મહિલાઓને સ્વામિનારાયણ ભગવાન પર શ્રદ્ધા છે. જાવ, આનંદથી યાત્રા કરી આવો.

અરે! હાંભળો છોઓઓઓઓ. બાપાએ શું કહ્યું?’

વિનોદે માયાનો હંમેશ મુજબનો  તણાયલો   રાગડો સાંભળ્યો  પણ એણે સાંભળ્યું નસાંભળ્યું કર્યું.

વાહ, બાપા વાહ. તમે તો મથુરામાં રોઝી સાથે ખેલ ખેલી આવ્યા. હવે મને માસી સાથે જાત્રાએ મોકલીને દીકરા  વિનોદને પણ મોના લિસા સાથે બાઉન્ડ્રીલેશ રમવાનું પ્લેગ્રાઉન્ડ આપવું  છે એમને? હું કાઈ કાચી નથી, હોંઓ હું ન હોઉં તો તમારા દીકરાને જલ્સા  જ થઈ જાય અને રોઝીમેડમનો મારા ઘરમાં પગ પેસારો થઈ જાય.

મમ્મી તું જ માસી સાથે ફરી આવ. ધેસ્ટ ધ ફાઈનલ. હું જો ઘરમાં ન હોઉં તો ટોની શું કરે તેનું પણ કોણ ધ્યાન રાખે?’   માયાએ ઝપાટો બોલાવ્યો.

ટોની એનું નામ સાંભળી એના રૂમમાંથી નીચે આવ્યો. મૉમ, ડીડ યુ કોલ મી?’

નો આઈ ડીડન્ટ. એની વે તારા રૂમમાં મોટી છોકરી સાથે શું કરે છે?’

આઈ ટોલ્ડ યુ ઈન ધ મોર્નિંગ. શી ઈઝ ગિવીંગમી મેથ્સ ટ્યુટોરિયલ ફોર ફ્રી. સી ઈઝ ક્યુટ ઈઝન્ટ સીડુ યુ લાઈક હર?’

ગેટ લોસ્ટ. બે  બાપ અને બે દીકરાઓ મને તલવારની ધાર પર રાખે છે.  ડોર બંધ કરીને મોટી હેડંબા જેવી છોકરીઓ પાસે શું શીખતો હોય તે તો એ અને એનો ભગવાન જ જાણે. કેછે મેથ્સનું ટ્યુટોરિયલ આપે છે.

એઇ ટેણકા…. ડોર ઓપન રાખીને જે સ્ટડી કરવો હોય તે કરજે. ટેણકાના બાપને ચેક કરવા દિવસના દશવાર ઓફિસમાં આંટા મારવા પડે છે. બાપા તો રોજ રોજ નવી નવી ગેઈમ રમવા મડામને ત્યાં જાય છે.   આજે ટેનિસ ને કાલે બૉલિંગ, કોણ જાણે પરમ દિવસે કઈ રમત રમવા જશે!   હે, ભગવાન! આવું તો મેં અમેરિકાના કોઈ ઘરમાં નથી જોયું કે જાણ્યું.

મૉમ, પ્લીઝ, કામ ડાઉન. યુ આર ઓવર રિએક્ટિંગ ફોર નથ્થીંગ. જો  પાછી અનકોન્સિયસ થઈ જશે તો એમ્બ્યુલન્સ પહેલા, તારી ટ્રિટમેન્ટ માટે ગ્રાન્ડપા રોઝીને જ બોલાવશે. આઈ વીલ કીપ માય ડોર ઓપન. આર યુ  હેપ્પી નાવ?’

માયાનો રઘવાટ ચાલુ જ હતો. બાપા ટેવાઈ ગયા હતા. એણે પાસે પડેલું સ્પોર્ટસ મેગેઝીન ઉથલાવવા માંડ્યું.

ખરેખર તો પટેલ બાપા એમાંથી ટેનિસ સૂઝની એડ શોધતા હતા. પણ એના કવર પેઈજનો ફોટો જોઈને માસી ભડક્યા. એ સ્વિમસ્યૂટ ઈસ્યુ હતો. એનાથી ન રહેવાયું. એનાથી બોલાઈ ગયું. વિઠ્ઠલભાઈ આ ઉમ્મરે આવા ગંદા મેગેઝિન ઘરમાં રાખો ને શરમ વગર મહિલાઓની હાજરીમાં વાંચો એ સારું કહેવાય?   તમારા ટોનીને બગાડવામાં તમે જ જવાબદાર છો.

મંગળાબેન આ ગંદુ મેગેઝિન નથી. આ રમત ગમતનું વિશ્વવિખ્યાત મેગેઝિન છે.  અમારો વિનોદ અને ટોની કાયમ વાંચે છે.  દરેક ઘરમાં વંચાય છે.  ડોક્ટરની ઓફિસમાં પણ હોય અને હજામની દુકાનમાં પણ હોય.

રમત ગમતમાં અર્ધનગ્ન સ્ત્રીઓના ફોટાની શું જરૂર?’

જુદી જુદી બિકિનીમાં સ્ત્રીઓ સુંદર દેખાય એટલું જ નહીં પણ અન્ય સૌ જાડી પીપ જેવી મહિલાઓને પણને પણ કસરત કરીને પાતળા થવાની પ્રેરણા આપે. અને સ્વિમિંગ એ પણ સ્પોર્ટ છે. અહીં ના બીચ પર બધા સ્વિમસ્યૂટમાં જ વૉલીબોલ પણ રમે છે. હું એક દિવસ તમને બીચ પર લઈ જઈશ.  આવશોને?’

આજે આ ફોટા જોવા મેં મેગેઝિન નથી ખોલ્યું. એમાં મારે સૂઝ લેવા છે તે શોધું છું.

બળ્યું તમારું મેગેઝિન. ખાસડા પહેરવા પહેલા બૈરાને કપડાં પહેરતા શીખવું જોઈએ.

માસી જવાદો એ વાત.  બાપા પાસે બધી વાતનો સગવડિયો જવાબ તૈયાર જ હોય છે. બાપા, એમાં મોંધા મોંઘા ખાસડા હોય છે. હમણાં હમણાં તમારા ખર્ચા બહુ વધી ગયા છે. એક તો ડોઢ ડહાપણ કરીને એસ.એસ. આઈ લેવાનું બંધ કર્યું છે અને મદામ પાછળના ખર્ચા પણ વધી ગયા છે. બધું મારા ધ્યાનમાં છે હોં.

બાપા પહેલા પહેલા તો માયાને સણસણતો જવાબ ફટકારી દેતા પણ હવે  એમણે નીતિ બદલી હતી. માયાના કકળાટ સામે કાન અને મગજ બંઘ રાખવાનું શીખી ગયા હતા. બાપાએ કવર પેજ વાળી દઈને ફરી પાછા પાના ઉથલાવવા માંડ્યાં.

આ ધરમાં કોઈ મને તો ગણકારતું જ નથી.

મમ્મી હવે તું  ક્યારે માસી સાથે ક્યારે નીકળવાની છે?   શું વિચાર છે?’

જો માયા મને ખાસ બધા મંદિરોનો અનુભવ નથી. બે ત્રણ દિવસમાં જેન્તીમામા એટલાન્ટા જવાના છે. તને તો ખબર છે કે મોટાભાગના શહેરોમાં બાપાના, મંદિરની આજુબાજુના એરિયામાં જેન્તીમામા ની મોટેલો છે. એ અનુભવી છે.  એમની સાથે જઈશું, એમની મોટૅલમાં રહીશું એટલે એનો ખર્ચો પણ બચી જશે. એ લૉસએન્જલિસ પણ જવાના છે.  ત્યાં હન્ડ્રેડમિલિયનના મંદિરનું પ્લાનિંગ છે. એ ત્યાં પણ મોટૅલમાં પડવાના છે. એની સાથે જ હોલીવુડ જઈ આવીશું. માસીને લોસવૅગાસ પણ બતાવી દઈશું. લાવ હું હમણાજ જેન્તીમામા સાથે જવાનું ગોઠવી દઉં છું.

અને કામિનીબેને જેન્તીભાઈ નો નંબર ડાયલ કર્યો.

મમ્મી તું અને માસી જેન્તીમામા સાથે?….. માયા વિચારમાં પડી ગઈ. જેન્તીમામા મમ્મીના ભાઈ જેવા છેકે ફ્રેન્ડ છેબોયફ્રેન્ડ છે કે પછી કંઈક…વધારે? નાનપણથી  મમ્મીએ મને સંસ્કારની જે શિખામણો આપી એના કરતાં કંઈક જુદું જ લાગે છે.

 

પ્રકરણ ૧૮

 

 

મૉમ યોર ડૅડ ઈઝ બેક ફ્રોમ યુરોપ.

ટેણકાએ……. સોરી, હવે ટેણકો ન કહેવાય. એનું માથું ફરી જાય.

ટોનીએ વિન્ડોમાંથી કંચનલાલને ટેક્ષીમાંથી ઉતરતાં જોઈ બુમ પાડી.

 

ટેણકાઆઆઆ…  દિવસે દિવસે તું ફાટતો જાય છે. એમ નથી ભસાતું કે  નાનાઆવ્યા છે.  મારા ડેડી તે તારા કોઈ   સગા નથી? તું આ બધી અમેરિકન પેદાશ સાથે મોટો થઈને આપણા સંસ્કારનું શ્રાધ્ધ કરવા બેઠો છે. ગો એન્ડ હેલ્પ નાના ટુ ટેઈક હીઝ લગેજ.

 

ઓકેઈઈઈઈ…. ડોન્ટ ફરગેટ, આઈ એમ ઓલ્સો અમેરિકન પ્રોડક્ટ મૉમ…. વ્હાઈ યુ ડીડન્ટ ગો ટુ ઈન્ડિયા ટુ પ્રોડ્યુસ મી?    આઈ વુડ હેવ બીન પ્યોર બારડોલીયન લાઈક યું મોમ.

 

જરાએ શરમ નથી. માં બાપ સાથે કેમ વાત કરવી તેનું પણ ભાન નથી. શટ યોર બીગ  માઉથ એન્ડ હેલ્પ નાના.

 

અરે, હાંભળો છોઓઓઓઓઓ……જલ્દી ઉપર આવો, પપ્પા આવી ગયા.

 

વિનોદ મોના સાથે એકાઉન્ટની ચર્ચામાં હતો. માયાના હંમેશ મુજબના લંબાયલા રાગડાબરાડામાં એણે એટલું જ સાંભળ્યું કે પપ્પા ગયા‘.

એણે નીચેથી જ જવાબ વાળ્યો કે ડાર્લિંગ. તું જરા પણ રડતી નહીં. હિમ્મત રાખજે. બાપા કહેતા કે  એમના નાનપણનાં જ્યારે કોઈ અંગત સગાના દેવલોકના સમાચાર આવે ત્યારે તેમને ન્હાવું પડતું.   જો તમારા બારડોલીમાં આવો કોઈ રિવાજ હોય તો પહેલા તું ન્હાઈ લે. પછી હું તો   કાલે સવારે  ન્હાઈ લઈશ. ટોનીએ પણ ન્હાવું પડશે.

 

અરે! બાપલા સરખું સાભળો અને ભાંગડો વાટ્યા વગર જલ્દી ઉપર ટળો. જાણી જોઈને મને સાતાવવા, કાયમ ખોટા લવારા કરવાની ટેવ પડી  ગઈ છે. બરાબર કાન અને ભેજું ખુલ્લું રાખીને સાંભળો. હું કહું છું મારા અને તમારા બન્નેના બાપા જીવતા છે મર્યા નથી. પપ્પા યુરોપથી આવી ગયા છે.

 

થાકેલા હારેલા કંચનલાલે દીકરી માયાના ઘરમાં પ્રવેશતાં જ ન્હાવાની વાત સાંભળી. બેટા, કોણ ગયું?’

 

પપ્પા આ તો અમારા ધરમાં વડીલોની માન મર્યાદાનું ઊઠમણું રોજ થાય છે તેની  ન્હાવાની વાત તમારા જમાઈ સાથે ચાલતી હતી.

 

પપ્પા તમે તો પેલી કાન્તા ક્યુટ સાથે એની માસીની દીકરીને ત્યાં રોકાવાના હતા ને?     એકદમ કેમ જલ્દી આવી ગયા?’

 

એ બધી વાત પછી. તારી મમ્મી ક્યાં છે? અહીં છે? ઘરે ગયો તો ઘરે તાળુ. અત્યારે  આ સમયે તો તારી મમ્મી હંમેશાં ઘરમાં જ ટીવી સામે ચોંટેલી હોય છે. આ સમયે તો ભટકવા ના જાય.  અહીં છે?’

 

મમ્મી અહીં જ હતી પણ એ મંગળામાસી સાથે એટલાન્ટા ગઈ છે.

 

અને બાપા? એ પણ સાથે એટલાન્ટા ગયા છે?’

 

.’ના, બાપા તો અહીં જ છે.   એની ગર્લફ્રેન્ડ  સાથે  જાત જાતની ગેઈમમાં બીઝી રહે છે. આજે પણ ગેઈમમાં  બીઝી છે. રોઝી સાથે ટેનિસ રમવા ગયા છે.

 

માયા દીકરી,  પહેલા હું એમની અદેખાઈ કરતો હતો. હવે મેં એમને મારા ગુરુ માન્યા છે. સારી રીતે કેમ જીવવું એ તો એમને જ આવડે છે. મને લાગે છે કે હવે મારે, આ ઉમ્મરમાં જીંદગીનો ખરો આનંદ માણવાને બદલે મેં ભગવાવસ્ત્રધારી સંતોની વાતો સાંભળવામાં સમય બગાડવો નથી.

 

અમેરિકા આવતા પહેલા મને એક ડ્રીમ હતું કે ત્યાં જઈને રંગીન લાઈફ મળશે.  પણ તારી માતુશ્રીની કૃપાથી મને બે જ રંગ મળ્યા છે. મારે શ્વેત સ્વ્યંસેવક કપડાં પહેરી ભગવા રંગી સંતોની સેવા કરવી. તારી મમ્મીએ મને મંદીરની સેવામાં જોતરી દીધો.

 

કેટલા વર્ષોથી કહેતો હતો કે ચાલ આપણે યુરોપ ફરી આવીએ. દરેક વખતે તારી મમ્મી આને ત્યાં સામૈયું છે ને તેને ત્યાં ભજન છે. આ વીકમાં ફલાણો મહોત્સવ છે અને મંદિરમાં ઢીકણો પ્રોગ્રામ છે. કોઈ વખત મારી મરજીનું તો થતું ન્હોતું.

 

ઈન્ડિયામાં તો વાર તહેવારે કોઈકવાર હરખથી જતો.  અહીં તો તારી મમ્મીને મંદિરનું  ગાંડું વ્યસન વળગ્યું છે. મને સેવામાં લગાવીને એ સોસીયાલાઈઝેશનમાં જોડાઈ જાય. મંદિરમાં એ આખા ગામની પંચાતમાં જ બીઝી રહે છે. હદ થઈ ગઈ. મને લાગે છે કે જીંદગીનો ખરો ચાર્મ વાઈફ કરતાં ગર્લફ્રેન્ડ સાથે જ મળે.

કંચનલાલની કામિનીબહેન તરફની કટુતા ઓગળી ન હતી.

 

પપ્પા આજે તમે બિલકુલ પ્યોર ટ્રુથની વાત કરી. આઈ વન હન્ડ્રેડ પરસૅન્ટ એગ્રી વીથ યુ; પપ્પા. તમારો આ ક્વૉટ “જીંદગીનો ખરો ચાર્મ વાઈફ કરતાં ગર્લફ્રેન્ડ સાથે જ મળે” લેમિનેટ કરાવી ને હું નીચે મારી ઓફિસમાં મુકીશ. વિનોદે ઉપર આવતા કહ્યું.

 

પપ્પા, આવી વાત સાંભળીને તમારા જમાઈને એની મોના-લીસા સાથે લફરા કરવાનું સૂર ચડશે. વાતનો વિષય બદલો.

 

ડાર્લિંગ ડોન્ટ વરી હું તારા જેવી બ્યુટી છોડીને બીજે જાઉં એવો  પપ્પાની જેમ મુર્ખ નથી. બ્યુટી માટે તો તું જ, તું જ અને તું જ. બ્રેઇન માટે બીજી  જગ્યાએ નજર માંડવી પડે.

 

વિનોદ એને રાબેતા મુજબ વળગવા ગયો. માયા દૂર ખસી ગઈ. પપ્પા અહીં ઉભા છે તેનો તો વિચાર કરો. મારા ઘરના મરદોએ શરમ શિષ્ટાચારને તો છાપરે ચડાવી દીધા છે. રાત દિવસનું ભાન હૌ ભૂલી જાય છે. બસ, સુથારનું ચિત્ત બાવળીયે.

 

ચાલો ત્યારે દિવસનો ધંધો દિવસે મોના અને લીસાની સાથમાં.  

રાતની વાત રાતે માયાદેવીની બાથમાં.

એની વે, પપ્પા તમે વહેલા આવી ગયા તે સારું જ કર્યું. અમને તો ઘણી ચિંતા રહેતી હતી. માયાએ તો બાધા પણ માની હતી કે તમે સાજા સમા તમારા અદ્ભૂત સાહસમાંથી સહી સલામત આવો એટલે વીરપુરમાં પાંચ બ્રાહ્મણ જમાડીશ.

 

પ્લીઝ વિનોદ પપ્પા થાકીને આવ્યા છે.  હવે નીચે જાવ અને તમતમારે મોના અને લીસાથી બે હાથનું અંતર રાખી, તમારો ધંધો સંભાળો.

 

પાછી પાંચ મિનિટમાં સાંભળો છોઓઓઓઓની બાંગ ના પુકારતી. નિરાંતે ફાધર ડોટર વાત કરો.’   વિનોદ એના કામે લાગ્યો.

 

હાં તો પપ્પા, તમારી ટૂર કેવી રહી? તમારી તબીયત તો સારી રહી હતીને?’

 

માયાએ વાત બદલવાની કોશિશ કરી ત્યાં ટોની ટેણકાએ તીર છોડ્યું; ‘નાના, ગર્લફ્રેન્ડ સાથે પેરિસમાં બરાબર મજા આવીને?’ એ બે પગ પહોળા કરીને ખુરસી પર ઉંધો બેસવા જતો હતો અને માયાએ કાન પકડીને બહાર કાઢ્યો.

 

પપ્પા તમે કાંતુડીના લફરામાં મમ્મી સાથે ડિવૉર્સ તો નથી લેવાનાને? મને રાત દિવસની ચિંતા રહે છે. આઈ લવ યુ બોથ. તમે મને ઉછેરી અને ઉચ્ચ સંસ્કાર આપ્યા અને હવે તમે આ ઉમ્મરે આવું કરો એમાં અમારે પણ શરમાવું પડેપ્લીઝ એ કાંતુડીમાં એવું તે શું ડાટ્યું છે? એના કરતાં તો મમ્મી કેટલી સુંદર છે! જ્યાં સૂધી મારા સાસુ જીવતાં હતાં ત્યાં સૂધી તો બાપા પણ ચોખ્ખા જ હતા. હવે જ રોઝી સાથેના ચાળા ચસ્કામાં પડ્યા છે. પણ એ તો હવે સિંગલ કહેવાય. તમે તો સુખી સંસ્કારી સંસારી છો. પપ્પા તમે કાંતુડી સાથે એક રૂમમાં રહ્યા હતા?   એની સાથે કંઈક અજુગતું…. યુ નો, વ્હોટ આઈ મીન….તમને મારા સોગંદ છે, મને સાચી વાત કહી દો. અત્યારે આપણે બે જ છીએ.

 

ના માયા અમે એક રૂમમાં રહ્યા ન હતા.   હું તો ખરેખર મારા બદનસીબે  ગોવિંદકાકા સાથે ભેરવાઈ પડ્યો હતો.  મારે ગોવિંદકાકા સાથે રૂમ શેર કરવાનું આવ્યું હતું. એ આખી રાત મોટે મોટેથી ઘોરતાં અને ઉંઘમાં જાત જાતના લવારા કરતા. સવારે જરા મારી આંખ બંધ થવા માંડે કે જાગને જાદવાના ભજન શરૂ કરી દેતા. હેરાન હેરાન થઈ ગયો.

અને કાંતા પેલી બોયકટ બીના સાથે રૂમ શેર કરતી હતી. દિવસે અમે  બધાં સાથે ફરતાં હતાં એટલું જ. તારા પપ્પાએ અત્યાર સુધી તો લક્ષમણ રેખા નથી ઓળંગી. ભવિષ્ય તો કોણે જાણ્યું છે?…ન જાણ્યું જાનકીનાથ પ્રભાતે શું થવાનું છે. બધો આધાર તારી મમ્મી પર છે. અમુક ઉમ્મર પછી શરીરની સુંદરતા કરતાં સ્વભાવની અનુકૂળતા જરૂરી બની રહે છે?’

 

માત્ર એક જ વાર કાંતા સાથે મારે પેરિસની નાઈટ ક્લબમાં જવુ પડ્યું. તેમાં પણ શો જોવા કરતાં એને પીવામાં રસ પડી ગયો અને જેમ તેમ કરતાં મોડી રાત્રે એને એના રૂમમાં ઠેકાણે પાડી.

 

પપ્પા તમે તો એની સાથે લંડનમાં રહેવાના હતાને! કેમ જલ્દી ચાલ્યા આવ્યા? જો કે પપ્પા તમે વહેલા આવી ગયા એ મને ગમ્યું. પપ્પા આપણે આપણો સંસાર સાચવવો જ જોઈએ. મમ્મી વગર બીજા સાથે ફરો હરો તે સારું ના કહેવાય. શીક્ષાપત્રીમાં પણ એવું જ કહ્યું છે. તમે કાંતુડી સાથે ન રહ્યા એ જ સારૂ કર્યું

 

એની સાથે રહેવાનો કાંઈ અર્થ જ ન હતો. એની સાથે રહેવા જેવું કાઈ હતું જ નહીં. એના તો ચાવવાના અને બતાવવાના જૂદા છે. મરદોના ટોળામાં ભરાઈને જાત જાતની  સેક્સની વાતોના વડાં કરે એટલું જ પણ ખરેખર તો કાઈ કેવા જેવું જ નથી.

પપ્પા શું પ્રોબ્લેમ છે?’

મારાથી તારી સાથે એવી વાત ના થાય.

ના ના પણ કહો તો ખરા! માયાને રસ પડ્યો.

એ તો ખરેખર લેસ્બિયન છે. એટલે તો કુંવારી છે. એની માસીની દીકરીનું પણ એવું જ. એને તો લંડનમા મારી સાથે મારા ખર્ચે ફરવું હતું અને માસીની દીકરી સાથે મજા કરવી હતી. અને એ કાંઈ એની સગ્ગીમાસીની દીકરી નહતી. માંની બહેનપણીની  દીકરી હતી. જેમ આપણાં મંગળા માસી છે તેમ.

 

એક વાર અમે એક હોટલમાં ગયા ત્યાં ખાધુ-પીધું. બીલ ચુકવવા મેં મારો ક્રેડિટકાર્ડ આપ્યો તો તે રિજેક્ટ થયો. કહ્યું કે કાર્ડ ઈઝ કેન્સલ્ડ. નોટ વેલીડ. પે ઈન કેશ. અમે ત્રણે જણે ફંફોળીને બીલના પૈસા એકઠા કરી ઈજ્જત સાચવી. બોલ હવે મારાથી લંડન કેવી રીતે અને શા માટે રોકાવાય!

 

માયાને યાદ આવ્યું કે મમ્મી ગુસ્સામાં કહેતી હતી કે હું અમારો ક્રેડિટ કાર્ડ કેન્સલ કરાવી દઈશ તે ખરેખર એણે એવું જ કર્યું હશે. પણ માયા મુંગી રહી. રખેને પપ્પા ભડકી જાય. એણે કહ્યું ગમે તે કારણ હોય તમે જલ્દી આવી ગયા એ સારું કર્યું.

 

માયા મને અમારી ટૂરમાં એક સરસ ઓળખાણ થઈ. એનું નામ કેતકી શાહ. ખુબ સરસ મજાનો પ્રેમાળ સ્વભાવ, મમ્મી જેટલી જ ઉમ્મર અને ફેઈસ કોમ્પ્લેશન તો મમ્મીને ટક્કર મારે એવો. જાજરમાન સન્નારી. વેરી ડિગ્નીફાઈડ વુમન. એ કેટલોક જાત અનુભવ લેવા જ આ ટૂરમાં આવ્યા હતા. જ્યારે કાંતા બીજા ટોળામાં ગપ્પા મારતી ત્યારે કેતકી શાહ મારી પાસે આવીને બેસતાં. લગ્ન પછી બે વર્ષમાં જ વિધવા થયા હતાં.  એમને તારી ઉમ્મરની તો પરણેલી દીકરી છે.

 

કેતકી નાની ટ્રાવેલ એજન્સી ચલાવે છે. એમનો બીઝનેસ વધ્યો છે.  એને મદદની જરૂર છે. એણે મને જોબ વીથ પોસીબલ પાર્ટનરશીપની ઓફર કરી છે. એક જ પ્રોબ્લેમ છે કે એ આપણાથી દોઢસો માઈલ દૂર છે. નજીક હોત તો તરતજ હા કહી દેત, પણ મેં તેને કહ્યું છે કે વિચારીને જવાબ આપીશ. હવે મારે મંદિરમાં મફતની મજુરી નથી કરવી. આઈ નીડ સમ ચેઈન્જ. જોઈએ તારી મમ્મી આ બાબતમાં શું કહે છે?’

તારી મમ્મી એટલાન્ટાથી પાછી ક્યારે આવશે?    એક બે દિવસમાં આવશે ને?’

ના પપ્પા, એ તો એટલાન્ટાથી કેલિફોર્નિયા અને ત્યાંથી લૉસ વેગાસ પણ મંગળા માસીને ફરવા લઈ જવાના છે.

એને તો અમેરિકાના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની દિશાનું પણ ભાન નથી એ શું મંગળામાસીને અમેરિકામાં ફેરવવાની?’

 

આ વાત ચાલતી હતી અને બીલકુલ ખોટા સમયે ટોની ટેણકાની એન્ટ્રી થઈ.

નાના, નાની પર્ફેક્ટ નોલેજેબલ ગાઈડ સાથે ફરવા ગયા છે. યુ, ડોન્ટ હેવ ટુ વરી ફોર નાની.

વ્હોટ યુ મીન? કોણ ગાઈડ છે?’

નાની અને મંગળાદાદી મમ્મીના જેન્તી અંકલ સાથે બધે ફરવાના છે.

 

વ્હોટ?…નાની બદમાશ જેન્તી સાથે મંદિરને બહાને લૉસ વેગાસમાં ફરવાની છે? ઓહ! માઈ ગોડ. વાહ સ્વામિનારાયણ સેવકો. માયા, નાવ આઈ ડોન્ટ હેવ ટુ કન્સલટ યોર મમ્મી. આઈ મે મુવ. આઈ એમ ગોઈંગ ટુ ટેઈક જોબ વીથ કેતકી ટ્રાવેલ્સ.

એમણે ગજવામાંથી સેલ ફોન કાઢ્યો અને કેતકીનો નંબર ડાયલ કર્યો.

 

કંચનલાલ વાત કરતા હતા અને પટેલબાપાની પધરામણી થઈ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રિવર્સલ ૧૯

 

નાની અને મંગળા દાદી, મમ્મીના જેન્તી અંકલ સાથે બધે ફરવાના છે.’  ટેણકા ઉર્ફે ટોની ઉવાચ્

 

વ્હોટ?…નાની, બદમાશ જેન્તી સાથે મંદિરને બહાને લૉસ વેગાસમાં ફરવાની છે?

 

ઓહ! માઈ ગોડ. વાહ સ્વામિનારાયણ સેવકો!  માયા, નાવ આઈ ડોન્ટ હેવ ટુ કન્સલટ યોર મમ્મી. આઈ મે મુવ.   આઈ એમ ગોઈંગ ટુ ટેઈક જોબ વીથ કેતકી ટ્રાવેલ્સ.

એમણે ગજવામાંથી સેલ ફોન કાઢ્યો અને કેતકીનો નંબર ડાયલ કર્યો.

 

એ ઉશ્કેરાટ અને ઉત્સાહથી ફોન પર વાત કરતા હતા 

કેતકી બહેન તમારે મને બધું જ શીખવવું પડશે….

……..

ભલે હવે તમને કેતકી બહેનને બદલે કેતકી કહીશ…..

……..

ગમે તેમ પણ તમે મારા બોસ કહેવાવ, તમારી સાથે મારાથી તુંતા ન થઈ શકે….

ના હજુ મારી વાઈફ સાથે વાત નથી થઈ. અમે ઘણી રીતે એકબીજા માટે ઓપન છીએ અને સ્વતંત્ર છીએ…. કશો વાંધો નહીં…..

………

ના એમનાથી તો ત્યાં મુવ થવાય એમ નથી. એમને અમારા મંદિરનું સાનિધ્ય છોડવાનું નહીં ફાવે. જો કે હું પણ વર્ષોથી માનદ સેવા આપું છું, પણ હવે જરા અર્થોત્પાદન તરફ પણ લક્ષ આપવું જરૂરી છે…..

……..

નો..નો..નો..ઓલ ધ ટાઈમ આઈ ડોન્ટ ટોક ઈન ધીસ કાઈન્ડ ઓફ વર્ડ્સ..મંદિરમાં જ્યારે સંતો સાથે વાત થાય તો આવી રીતે વાતો કરવી પડે…તમે, સોરી કેતકી તું તો હવે મારી દોસ્ત. માય બેસ્ટ ફ્રેન્ડ.

……

ત્યાં આવીને પહેલાં તો મારે એપાર્ટમેન્ટ શોધવો પડશે. હું એકલો જ હોઈશ એટલે મને તો  સ્ટુડિયો એપાર્ટમેન્ટ પણ ચાલશે…. મને શોધવામાં મદદ કરશો?

…….

શું કહ્યું?… ના ભઈ ના…ભલે તમારો બે બેડરૂમનો કોન્ડો હોય પણ એમ મારાથી તમારી સાથે ન રહેવાય….

……..

ભલે! ટેનન્ટ ફ્રેન્ડ તરીકે રહીશ. રોજના પચ્ચીસ ડોલર રેન્ટ ઓકે…રાતદિવસ સાથે હોઈશું તો ટ્રાવેલ બિઝનેશ જલ્દી શીખી જઈશ.

હા,…… હું સમજુ છું. આ બિઝનેશમાં ફ્લેસીબલ તો બનવું પડે. ખાવા પીવામાં મને બધું જ ફાવશે. આજથી જ ઈન્ટરનેટ પર બધો સ્ટડી કરવા માંડું છું. ઓકે બાય…લવ યુ   માય બૉસ….

 

કંચનલાલ રસ પૂર્વક કેતકી સાથે ફોન પર વાત કરતા હતા અને પટેલબાપાની પધરામણી થઈ.  પણ કંચનલાલનું ધ્યાન ન હતું.

 

પટેલ બાપા વિઠ્ઠલજી, શાંતીથી એક વેવાઈ કંચનલાલની ન્યુ ફ્રેન્ડ કેતકી સાથે ધંધાની કે લફરાની એક પક્ષીય વાત સાંભળીને પરિસ્તિતિનું તારણ કાઢતા હતા. બિચારી માયા અકળાતી હતી. જાણે દશ વર્ષની છોકરીને  તેના પેરન્ટ્સના ડિવૉર્સના સમાચાર મળે અને રડવા માંડે તેમ જ રડવા માંડ્યું.

 

કંચનલાલે ફોન મૂક્યો અને પટેલ બાપાએ ગીત ગણગણવા…

એક કેતકી કુંવારી, હમરી સુરત પે મર ગઈ..હાય હાય

એક મીઠી કટારીહમરે દિલ મેમ ઉતર ગઈ હાય,…’

 

કંચનજી કોઈ રંગીન મામલા લગતા હૈ….

 

ગુરુદેવ વિઠ્ઠલજી, આતો ટ્રાવેલ એજન્સીની એક જોબ ઓફર છે. એસ.એસ.આઈ અને જેન્તીમામો મંદિરમાં થી જે થોડો સાઈડ પ્રસાદ અપાવે તેમાં જીવવાનું પોસાતું નથી.

મોટો રાજભોગ તો સાલેભાઈ જ ગળી જાય છે. એટલે કંઈક તો કરવું પડે ને? ‘

 

વિઠ્ઠલજી તમે તો વયસ્કોના સુખી જીવનના પ્રણેતા છો. દિવાદાંડી સમાન છો. પહેલા તમારી વેવાણ સાથે મને પણ તમારી ટીકા નિંદામાં રસ હતો. હવે હું તમને બરાબર સમજી શક્યો છું. વિજાતિય મૈત્રી,  જીવન અને જીવનની ચેતના જાગૃત રાખે છે…..

 

અરે! હાંભળો છોઓઓઓઓઓઓઓ. આતો બન્ને ડોહાઓ વંઠ્યા…તમારા બાપાની સાથે સાથે હવે મારા સંસ્કારી પપ્પા હૌ પરિવર્તન-રિવર્સલને ચાળે ચઢ્યા. તમારી વિજાતિય ફ્રેન્ડ મોનાલીસાને છોડીને  જલ્દી ઉપર ટળોઓઓઓઓ. સજાતિય બાપાઓ ને સંભાળોઓઓઓ… ‘  માયાનું સંસ્કૃતિ કલ્પાંત શરૂં થયું.

 

તમારા અલ્ટ્રા મોડર્ન બાપા તો રંડાયલા છે, એટલે ગમે તેમ વાંદરાની જેમ ગુંલાટ મારે….. પણ   મારા પપ્પાને માટે તો મારી મમ્મી હજુ આ દુનિયામાં હયાત છે   અને તમારે માટે હું પણ અહીં જીવતી જાગતી જોગમાયા બેઠી છું.   હામ્ભળો છોઓઓ….જલ્દી ઉપર આવોઓઓ…’      માયાએ જોરદાર ઠૂંઠવો મૂક્યો.

 

વિનોદ ઓફિસમાંથી દોડતો  ઉપર આવ્યો.   એના ખભા પર હાથ મૂકી પ્રેમથી કહ્યુ……. ‘

કામ ડાઉન હની…. આમ બીટર મેલન જેવી વાત ના કર.   ડાર્લિગ, હું ના હોઉ અને જ્યારે તું એકલી હોય ત્યારે, મારા બાપા માટે, તારા માઈન્ડમાં જે હોય તે મોટેથી ગાઈને કે બોલી બરાડીનેબાથરૂમમાં જઈને ફ્લસ કરી નાંખજે.    તું જ્યારે જ્યારે એક્સાઈટ થઈ જાય ત્યારે તને બોલવાનું ભાન નથી રહેતું. પપ્પા અને બાપા માટે આવું ના બોલાય…એટલિસ્ટ એમની હાજરીમાં તો નહિ જ. ટોની પણ પછી ગમે તેમ બોલતો થઈ જાય! છેલ્લે દોષ તો  તું મારા બાપ-દાદાના જીન્સ પર જ   ઢોળે.

 

આઈ એમ સોરી પપ્પા; સોરી બાપા. હવે મારાથી આ બધું સહન નથી થતું.

બાપા, તમે માયાના પપ્પાને શું કર્યું?’

વિનોદ, માયા ખોટી ખોટી અકળાય છે. એ જ્યારે તને બુમ પાડે ત્યારે દરેક વખતે કામ છોડીને દોડી આવ્યા કરવાની જરુર નથી. એની હાંભળો છોઓઓઓઓની પેટન્ટેડ  બુમ માત્ર એના ફેફસાની એક્ષસરસાઈઝ માટેની હોય એટલું એ સમજતો નથી?’

માયાની વાતમાં કાંઈ દમ નથી.

હું તો ટેનિસ પ્રેક્ટિશ કરીને હમણાં જ આવ્યો. કંચનલાલ ફોન પર હતા. એમને કોઈ ટ્રાવેલ એજન્સીમાં સારી જોબની ઓફર મળી લાગે છે. તેમાં તો માયાદેવીના બુમ બરાડા શરૂ થઈ ગયા. માયાના પપ્પા કંચનલાલ એને ન ગમતું કાંઈ પણ કરે તેને માટે મને જવાબદાર ગણાવે છે. મને તો તારા પપ્પા કોઈ સારી નોકરી કરીને કૅરિયર બનાવે તે ગમેં. મંદિરમાં ભટકવું ખાવુ-પીવું, જેન્તીલાલ પટેલના અને મંદિરના ચોપડામાં હેરાફેરીની સેવા આપવીઅમેરિકન બેનીફિટના છીંડા શોધી ગેરલાભ લેવો અને લેવડાવવો એના કરતાં નોકરી કરવી એ શું ખોટું છેમેન મસ્ટ મુવ ફોર પ્રોગેસ.

વિઠ્ઠલજી આપે સોટકાની વાત કરી. મારે પણ મારું જીવન પરિવર્તન કરવું છે. રંગીન થવું છે. હવેથી તમારી ટીકા, નિંદા કરવાને બદલે તમારા માર્ગે જ ઈચ્છીત સુખ  મેળવવું છે. ધેર ઈઝ ઓન્લી વન લાઈફ ટુ લીવ. વી આર નોટ એ કેટ એન્ડ વી ડોન્ટ હેવ નાઈન લાઈફ.

બ્રાવો પપ્પા, બ્રાવો.’   વિનોદે તાળી પાડીને સસરાજી ને બિરદાવ્યા, ને માયાના ભડકે બળતા કલ્પાંતમાં ઘી રેડ્યું.

જાણે આ કોઈ નાટક હોય તેમ બ્રાવો બ્રાવો કરવા બેઠા છો. હજુ તાળી પાડવામાં ત્રણ ભાયડાઓ ઓછા પડતા હોય તો બોલાવો તમારા પ્રિન્સ ટેણકા  ટોનીને, એ ય કુદવા લાગશે. લગ્નજીવન એક પવિત્ર બંધન છે. અમે સ્ત્રીઓ સુખ્ખે દુખ્ખે સહન કરીને પણ એ બંધન અને પવિત્રતા જાળવીએ છીએ. પપ્પા આટલા વર્ષ પછી મંદિરને છોડીને મારા પિયરના સારા સંસ્કારનું શ્રાદ્ધ કરવા બેઠા છે. આ બધ્ધા પાપનું મૂળ મોડર્ન બાપા છે બાપા. બાપા અને મારી થનાર સાસુ રોઝી છે રોઝી.’  માયાનો ફફડાટ વધતો હતો.

પપ્પા, જો તમે કાંતુડી છોડીને કેતુડીના લફરામાં પડ્યાને તો જોવા જેવી થશે. હું પંખે લટકી જઈશ. મારે મારી મમ્મીનું બગડેલું જીવન જોવા જીવવું જ નથી.

કંચનલાલ સ્તબ્ધ બનીને વહાલી દીકરી માયાનો ફાટતો જ્વાળામુખી જોઈ રહ્યા. વિઠ્ઠલબાપા માયાવહુના વિચારો અને ફફડાટથી ટેવાયલા હતા.

એમણે હળવેથી કંચનલાલને કહ્યું,    ‘જોયું અમે કેવી અગમચેતી રાખી છે!  માયાના લટકવા માટે  અમે ઘરમાં એક પણ સિલિંગ ફેન રાખ્યો જ નથી.

માયાને સ્ત્રી પુરુષ વચ્ચેના કોઈ પણ સાહજિક સંબધને વિકૃત સંબંધ ગણવાની ટેવ અને દૃષ્ટિ અને હતી. નાનપણથી જ એના કાનમાં એ રેડાયું હતું. કામિનીબહેનનો માનીતો વિષય હતો સ્ત્રી પુરુષના કલ્પીત સેક્સ કે રોમાન્સની ગોસીપ કરવાનો.

એઓ નિર્લેપ ભાવે બેસીને સ્મિત સાથે હાથમાંના ટેનિસ રેકેટને રમાડી રહ્યા હતા.

બિચારો વિનોદ ઝંખવાણો પડી માયાને શાત કરવા વળગવા જતો હતો તેને માયાએ સ્હેજ ધક્કો મારી ખસેડ્યો.

જાવ નીચે.  તમારી બબ્બે બેઠી છે તેની પાસે. વળ્ગો તેને…જાવ જાવ તમને છૂટ છે. બાપા તમે પણ જાવ તમારી રોઝલી પાસે. જે જે ગેઇમ રમવી હોય તે રમો. દીકરો ટોની હૌ  હાવ વંઠી ગયો છે. મોટી મોટી છોકરીઓ સાથે બંધ બારણે કયા કયા લેશન લેતો હશે એ રામ જાણે.

મૉમ ડીડ યુ કોલ મી? ‘   કહેતા પ્રીમેચ્યોર એડલ્ટ એવા ટોની એ  તોફાની સ્ટેજ પર એન્ટ્રી મારી.

યુ શટ્અપ.

બટમૉમ આઈ ડીડન્ટ સે એની થીંગ. વ્હ્યાઈ આર યુ સો એન્ગ્રી વીથમી? વ્હાઈ આર યુ સો હાઈપર મૉમ?.

આઈ સે, યુ શટ અપ એન્ડ લીસન, ફ્રોમ ટુમોરો નો ગર્લ ઈઝ કમિંગ ઈન ધીસ હાઉસ….. તારા બાપે તો ઘરમાં બે ઘાલી છે અને બાપા હૌ રોઝલી ને ઘરમાં ઘાલવાની તયારીમાં જ છે.  હું હમણાં મમ્મીને બોલાવીને બઘો ફેંસલો કરી કરી નાંખું છું. એ સેલ ફોન માટે ફાંફા મારતી હતી ને ઘરનો ફોન જાગ્યો.

ટોનીએ દોડીને ફોન લીધો….મૉમ ધીસ ઈઝ ફોર યુ..ેણે ફો આપવાને બદલે સ્પીકર પર મુકી દીધો. બધા શાંત થઈ ગયા હતાં. વિનોદે માયાને પાણી આપ્યું અને એના પડખાં ભરાયો.

હાય મમ્મી તું સો વર્ષ જીવવાની છે. તને યાદ કરી અને તરત જ તારો ફોન આવ્યો. અત્યારે તું ક્યાં છે?   મંગળામાસી સાથે તું તરત ને તરત અહીં જલ્દી જલ્દી આવી રહે. બને તો એટલાંટાથી પ્લેનમાં આવી રહે?’

બેટી હું એટલાન્ટામાં નથી. હું લૉસવેગાસથી બોલું છું?

અને મંગળામાસી?’

એમનાથી ન આવી શકાયું. બિચારાં બિમાર પડી ગયા. એ લૉસ એન્જલીસમાં જ રોકાઈ ગયા.

તું એકલી જ લૉસવેગાસ પહોંચી ગઈ?’

ના રે! મારાથી એકલા તો  જવાય, સાથે જેન્તીમામા છેને!

મમ્મી તું…તું…તું જેન્તીમામા સાથે લૉસવેગાસમાં એકલી?’

કેમ શું વાંધો છે?   તારા વ્હાલા વ્હાલા પપ્પાજીથી પીઘેલ કાન્તાક્યૂટ સાથે પેરિસની  નાઈટ ક્લબમાં અડધી રાતના રખડાય તો મારાથી મારા ભાઈ જેવા જેન્તીમામા સાથે લૉસ વેગાસ કૅશિનોમાં ન જવાય? માય ડિયર ડોટર, તારા સસરા વિઠ્ઠલબાપાએ તારા પપ્પાના બ્રેઈનનું રિવર્સલ કર્યું. તારા પપ્પાએ મારું ભેજું ફેરવ્યું. જો અકળાતી નહીં, હું તારા પપ્પાની જેમ, જેન્તીમામાની સાથે એક રૂમમાં નથી રહેતી. અમે જુદા જુદા રૂમમાં રહીયે છીએ.

માયાએ હાશકારો અનુભવ્યો અને કંચનલાલે સીટી વગાડી ગાવા માંડ્યું;  જૂઠ બોલે કૌવા કાટે…

જો એક ખુશ ખબર આપું…જેન્તીમામા કેસિનોના સ્લોટ મશીનમાં ડોલર પધરાવતા હતા અને પૈસા ગુમાવતા હતાં. એમણે મને પચ્ચીસ ડોલર રમવા માટે આપ્યા. જે જીતીયે તેમાં મારો અડધો ભાગ. સરપ્રાઈઝ…મારા પહેલા જ  ડોલરમાં એ મશીનનો જૅક પૉટ લાગ્યો. એંસીહજાર ડોલર…એમાં મારા ચાલીસ હજાર…તારા પપ્પાએ કાન્તાક્યૂટ સાથે દશ બાર હજારનો ધૂમાડો કર્યો અને મેં જેન્તીમામા સાથે મંદિરોની યાત્રા કરી તેનું ફળ, ચાળીશ હજાર પામી. તારા પપ્પા આવે ત્યારે તેને આ વાત કહેવાની જરૂર નથી. જેન્તીમામા સલાહ આપે તેમ રોકાણ કરીશું.

મમ્મી…મમ્મી, પપ્પા લંડનથી પાછા આવી ગયા છે. અહીં જ છે અને તારી બધી જ વાત સ્પીકર ફોન પર સાંભળે છે. જે હોય તે પણ પ્લીઝ, તું જેમ બને તેમ જલ્દી અહીં આવી રહે. પપ્પા આપણાથી દૂર નોકરી કરવા ચાલ્યા જવાની વાત કરે છે. મમ્મી તારો સંસાર સળગવાની તૈયારીમાં છે. પપ્પા મમ્મી છૂટા રહે તે મને નથી ગમતું.

જો દીકરી હવે તું નાદાન નથી. પપ્પા આજ સુધીમા કોઈપણ નોકરીમાં બે મહિના કરતાં વધુ ટક્યા નથી. આ ભભડો પણ પૂરો કરી લેવા દે. માયાના પપ્પા, જો તમે આ વાત સાંભળતા હો તો મારી આ વાત પણ સાંભળી લો. તમારે જ્યાં જવું હોય ત્યાં સુખ્ખેથી જાવ. મજા કરો. વિઠ્ઠલજીનું રિવર્સલ માત્ર તમારે માટે જ નથી મારે માટે પણ છે. હવે હું પાછી લૉસ એન્જલિસ જવાની છું. મંગળામાસીની તબિયત સુધરે પછી જ પાછા અવાશે. અને કાર મારા નામ પર છે. કાર ના લઈ જતા. કાર અને ઘરની બધી ચાવીઓ માયાને આપીને જ જજો. જયસ્વામિનારાયણ.

અને ફોન મુકાઈ ગયો.

પ્રકરણ ૨૦

 ‘અરે હું અહીં જ છું…. તારી બાજુમાં જ છું. વિનોદે બાપા અને પપ્પાની હાજરીની દરકાર કર્યા વગર માયાને ખેંચીને પડખામાં લઈ લીધી.

છોડો મને. જરા તો શરમ રાખો.   બાપાએ તો તમને શરમ નેવે મુંકવાનું લાયસન્સ આપી દીધું છે પણ મારા પપ્પાની આમન્યાતો રાખો. તમારી પાસે જ આ ટેણકો છોકરીઓના પડખામાં ભરાતા શીખ્યો છે.

બેટી માયા, વિનોદ તને વહાલ કરતો હોય તેમાં કાંઈ ખોટું કે અજુગતું નથી. તારી મમ્મીએ ન તો મને  વિનોદની જેમ પ્રેમ કરવા દીધો કે ન તો એણે મને ઉમળકાથી પ્રેમ કર્યો. જો દામ્પત્યની ભુખ રહી જાય તો અમારા જેવો સંસાર થઈ જાય.

વાઉવ મૉમ! યુ ગોટ પરમિશન ફોર રોમાન્સ. નાવ કેન આઈ હેવ યોર્ પરમિશન ફોર ઇન્ટિમેટ ફ્રેન્ડશીપ વિથ માય ગર્લફ્રેન્ડસ.’  ટોની ત્યાં જ હતો. એણે માયા મમ્મીના ઉશ્કેરાટમાં વધારે ઉભરો લાવવા ફટાકડો ફોડ્યો.

માય ડિયર ટેણકા, પ્લીઝ, કેન યુ ગેટ માય બીગ સૂ ફ્રોમ ધૅટ કોર્નર!  બાપાએ દાંત પીસીને ટેણકાને કહ્યું.  ટેણકાને ભગાડવાની બાપાની આ પેટન્ટેડ સ્ટાઈલ હતી.

ગ્રાન્ડપા જસ્ટ ટેલ મી ટુ લીવ ધીસ રૂમ નાઈસ એન્ડ રિસ્પેકટફુલી. યુ ડોન્ટ હેવ ટુ બીકમ ચાઈલ્ડ એબ્યુઝર. આ ખુબ ડેલીકૅઇટ સીચ્યુએશન છે. ડૅડ હેઝ્ ટુ કમ્ફર્ટ મૉમ.

ચાલો આપણે ત્રણે બીજા રૂમમાં જઈને નાના નાનીની કોમપ્લીકેટેડ સિચ્યુએશનની, મેન ટુ મેન ડિશ્કશન કરીયે. ડેડી મૉમને વળગીને બેઠા હોય ત્યાં  ચિલ્ડ્રનથી યે ના બેસાય ને એલ્ડરથી પણ ના જોવાય. લેટ્સ ગો.

ટેણકા, વધારે ચાંપલાશ કર્યા વગર, પ્લીઈઈઈઝ  ગીવમી માય સૂઝ.

ઓકે…ઓકે…આઈ ગોટ ફાઈનલ વૉર્નિંગ. આઈ એમ લિવિંગ.

બાપા, તમે જ મારા સુખી સંસ્કારી પિયરમાં રિવર્સલની આ આગ લગાવી છે. હવે તમે જ કંઈ ઠારવાની વાત કરો. મમ્મી જેન્તીમામા સાથે છે. પપ્પા કોઇ કેતુડી સાથે રહેવાના છે. તમે રોઝી સાથે બોલ ઉછાળવાની રમતમાં પડ્યા છો. તમારો દીકરો બબ્બે પટાકડી સાથે હિસાબ કિતાબ માંડ્યા કરે છે. મારો દીકરો મોટી મોટી છોકરીઓ પાસે  ગણિતના કયા સમિકરણો શીખે છે તે તો રામ જાણે. આ બધું ક્યાં જઈને અટકશે?’    માયાએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો.

કંચનલાલ, માયા કહે છે મેં તમને બગાડ્યા. તમે મને કેમ ગુરુ સ્થાને ગોઠવી દીધા?’ બાપાએ હળવે રહીને કંચનલાલ ને પ્રશ્ન કર્યો?    બાપા ખરેખર ગંભીર હતા.

અરે વિઠ્ઠલજી, તમારો જીવન જીવવાનો રસ્તો જ, સુખી થવાનો માર્ગ છે. મને સત્ય સમજાઈ ગયું છે. રોઝી સાથે તમે નિઃસંકોચ મુક્ત વ્યવહાર કરી શકો છો. મારે પણ હવે તમારે રસ્તે જ જીવવું છે.

વિઠ્ઠલબાપાએ દિવાલ પરના સુકન્યાના સુખડના હારવાળા ફોટા સામું જોયા કર્યું. ભીની આંખનાં ખૂણા નૂછાઈ ગયા. થોડી ક્ષણો નિઃશબ્દ રહી. પછી ફોટા સામે જ જોઈને બાપાએ કહ્યું

કંચનલાલ અહીં જ તમારી ભુલ થાય છે. હું વિનોદની બા, સુકન્યા સાથે સંપુર્ણ સુખ અને પ્રેમથી જીવ્યો છું. મને ફાવે કે ન ફાવે  હું એને જ રસ્તે ચાલ્યો છું. એ જ્યાં સુધી જીવી ત્યાં સુધી એના સુખે જ હું જીવ્યો છું. એ ખુબ જ સમજશાળી જીવનસાથી હતી. એના વિરહમાં મારું જીવન શુષ્ક ન બને એ ધ્યાનમાં રાખીને જ મરતાં પહેલાં નવા જીવનનો રસ્તો બતાવી ગઈ.

સીનીયર સેન્ટરમાં પણ મહિલાઓ સાથે દોસ્તી કરવા માંડી હતી. એક જીવન સાથી સ્ત્રીના જવાથી સર્જાયલો અવકાશ અનેક સ્રીઓના સહવાસથી પુરવા કોશીશ કરતો હતો. ખાસતો સીંગલ મહિલાઓ સાથે વાતના વડામાં સમય ગુજારતો હતો. મનની ઈચ્છાઓ ધરબી રાખતી દંભી મહિલાઓ સાથે ફાવતું તો ન હતું પણ સમય પસાર થતો હતો. રોઝી સાથે ફ્રેન્ડશીપ થઈ ગઈ. એક સાચી મિત્ર મળી ગઈ. જો તમે મને આત્મીય ગણતા હો અને વગર મફતના ગુરુ બનાવ્યા હોય તો મારે તમને મારી દૃષ્ટિએ સાચી સલાહ આપવી જોઈએ.

બાપાએ ખુરશી કંચનલાલની નજીક ખસેડી.

તમને અને કામિની બહેનને સમય કરતાં મોડો; મિડલાઈફ ક્રાઈસીસનો વાઈરસ થયો છે. મારા નામની આડાસ હેઠળ તમે ખોટે રસ્તે ઘસી રહ્યા છો. હું જોઈ શકું છું કે તમને નોકરીમાં રસ નથી. કાંતામાં રાખેલી અપેક્ષાઓ ન ફળી એટલે કેતકીમાં કંઈક શોધવા નીકળ્યા હો એમ લાગે છે. તમે કોઈ રંગીન સ્વપના માણવા જઈ રહ્યા છો. ખોટું તમે કરશો અને અપજશ મને મળશે.

મારે તમને કડવું સત્ય કહેવું જ પડશે. કંચનલાલ તમને નવા શરીરની લાલસા જાગી છે. આપણે કાંતાક્યૂટના અંગત જીવનમાં ઉતરવાની જરૂર નથી. હું જે જાણતો હતો તે તમને મોડું મોડું સમજાયું છે.  એ માત્ર વાતોની જ મિત્ર બની શકે. કેતકી પાસે પણ તમને કંઈક મળશે કે કેમ તેની કોઈ ખાત્રી નથી.  ભલે મુક્ત પણે વાતો કરતી હોય તો પણ, મહિલાઓ તમે માનો છો તેમ  ગમે તે પુરુષ માટે સરળતાથી વસ્ત્રો ઉતારતી નથી. પછી તે ઈન્ડિયન હોય કે અમેરિકન. ઉતારનારીના ક્લાસ   જુદા  હોય છે. એ ક્લાસ સાથે ભદ્ર સમાજના લોકો દૂર જ રહે છે. હું નથી માનતો કે એવી સ્ત્રીઓની લાલસા પાછળ તમે તમારું લગ્ન જીવન અને સંસાર સુખની આહુતિ આપી દો.

આ અમેરિકામાં એજન્ટ શબ્દ છેતરાંમણો છે. હવે ધંધાની વાત. એજન્ટનો વ્હાવહારિક અર્થ તમે બિઝનેશ લાવો અને કમિશન કમાવ. એમાં મોટાભાગમાં પગાર નથી હોતો, અગર હોય તો મામુલી હોય છે. જો તમારામાં કાબેલિયત અને કોઈપણ વેચાણની આવડત ન હોય તો તમારા સમયની બરબાદી જ છે. કેતકીએ તમારા જેવાને તો કંઈ કેટલાને એજન્ટો બનાવ્યા હશે.

મનમાંથી ખોટા માર્ગનો વિચાર કાઢી નાંખો. તમારી કુદાકુદ કામિની બહેનને જેન્તીની વધારે નજીક લઈ જશે. તમારા બળાપામાં વધારો કરવા જ કામિનીબહેન  જેન્તીનો સંપર્ક વધારશે. મને જેટલો કામીનીબેન પર વિશ્વાસ છે એટલો જેન્તી પર નથી. તમારી વાત અને શંકા સાચી છે. જેન્તી એક બદમાશ તકસાધુ છે. એ પોતાના સ્વાર્થ માટે મંદિરના વહિવટમાં જોડાયો છે. જમણા હાથે દાન કરીને ડાબા હાથે ડબલ ગજવામાં મુકે એવો માણસ છે. સાત્વિક સંતોને પણ ઊઠાં ભણાવે એવો છે. જાતે ચોખ્ખો રહેશે અને તમારી પાસે એના લાભમાં ખોટું કરાવતો રહેશે. જો તમારે તમારા સુખી સંસાર માટે અને ખાસતો તમારી માયાને માટે તમારું ગૃહજીવન સાચવવું હોય તો સૌ પહેલાં બીજે ફાંફાં મારવાને બદલે કામિની બહેનને સાચવો. આ તમને કહું છું એ આપણી માયાના સુખને માટે કહું છું. મારી જીવનશૈલી તમારે માટે યોગ્ય નથી.  આજે મેં, આજ સુધી ન કહેલી કડવી વાત કહી છે. જો ખોટું લાગે તો ક્ષમા કરજો. મેં જે કંઈ કહ્યું છે તે તમારો સંસાર સચવાય તે માટે જ કહ્યું છે. જો તમે સુખી હશો તો માયા સુખી હશે. અને માયા સુખી હશે તો અમે સુખી હોઈશું.

વિનોદ, માયા અને કંચનલાલ વિઠ્ઠલબાપાના સ્પષ્ટવકવ્યને સ્તબ્દ્ધ બની ને સાંભળી રહ્યા. બાપા ઘણી વખત સીઘું પરખાવી દેવા માટે જાણીતા હતા પણ લગ્નજીવન માટે આટલા સરસ વિચાર ધરાવતા હશે એ કંચનલાલે આજે જ જાણ્યું.

તો ગુરુજી હવે મારે માટે શું આજ્ઞા છે?’

કંચનલાલે હળવા થવા કોશીશ કરી. પણ બાપા ખરેખર ગંભીર હતા.

જો મારી વાત માનવી હોય તો અત્યારે જ કામિની બહેનને ફોન કરો. અને જણાવો કે મારે ઘર છોડીને કશે જવું નથી.

માયાની આંખ રેલા વહાવતી હતી. પપ્પા, બાપાની વાત માની જાવ.  મમ્મી સાથે વાત કરો. બાપા, તમને સમજવાની હું હમેશાં ભુલ કરતી આવી છું. મને માફ કરજો. તમે મારા પપ્પા મમ્મીને સમજાવો.

માયા, તારો અને વિઠ્ઠલજીનો આગ્રહ હોય તો હું ઘર છોડીને બીજે ન જાઉ, પણ હવે આખો સમય મંદિરની સેવામાં   મારે મારી આ  જીંદગી બરબાદ નથી કરવી. ગવર્મેન્ટ લાભો તો લેવાનું ચાલુ જ રાખીશ. મારે વિઠ્ઠલજીના જેવા આદર્શવાદી નથી મનવું. કોઈક અંડર ધ ટેબલવાળી નોકરી શોધી કાઢીશ. ભલે હું અહિ જ રહીશ પણ તારી માતુશ્રીને હું ફોન કરવાનો નથી.

કંચનલાલ બાપાની ગંભીર વાત સમજ્યા તો ખરા પણ ટેંગડી ઊંચી રાખતા હતા.

ભલે પપ્પા તમે મમ્મીને ફોન ન કરો તો વાંધો નહીં પણ હું મમ્મીને ફોન કરીને કહું કે તમે જવાનું માડી વાળ્યું છે.

ના માયા, તારે પણ ફોન કરવાની જરૂર નથી. એ આવશે ત્યારે એની એટિટ્યૂટ કેવી છે એના પર આધાર રાખે છે. નવ્વાણું ટકા કેતકી ટ્રાવેલમાં જોબ કરવા નહીં જાઉ પણ અત્યારે ના નથી કહેવાનો. એ ઓપ્શન ઓપન જ રાખીશ. બધો આધાર તારી મમ્મી પર જ છે.

મારા વેવાઈની વાત તદ્દન સાચી હોવા છતાં લગ્નજીવનમાં મોટી ઉમ્મરે  કેટલાક ન કલ્પેલા વળાંકો આવી જાય અને ન છૂટકે ન ધારેલું બની જાય. તમે ભલે વિધુર છો પણ રોઝીના જીવનમાં પણ કંઈક બન્યુ જ હશે ને કે એણે લાંબા સમય પછી ડિવોર્સ લીધા અને આટલી મોટી ઉમ્મરે તમારી ગર્લફ્રેન્ડ બની. દીકરી માયા, મારા બધા બળાપા બહાર કાઢી તને દુખી નથી કરવી. અને વિનોદ અને વિઠ્ઠલજીની આમન્યા નથી તોડવી. તારી લાગણી અને મારા ગુરુ વેવાઈની સલાહ માનીને હાલ પુરતું જવાનું માંડી વાળીશ.

જ્યાં ગંભીર વાતો ચાલતી હતી ત્યાં મુંછનો દોરો ફૂટવાની શરૂઆત થઈ ગઈ હતી એ ટેણકા ટોનીએ એન્ટ્રી મારી.

નાના, બધું ફાયનાલાઈઝ થઈ ગયું?  મારી ઈન્ડિયન ફ્રેન્ડ શેફાલીના પેરન્ટસના હમણાં જ ડિવૉર્સ થઈ ગયા છે. એના ડેડના ઘણાં લફરાં હતા. વન, ટુ, થ્રી. ડિવૉર્સ. એની મમ્મી જરા તમારા જેવા જ કલરની ડાર્ક બ્રાઉન છે. અને વેઈટમાં આપણાં મંગળાબા કરતાં જરા હેવી છે. ફેઈસ કોમ્પ્લેશન સરસ છે. સરસ સરસ ખાવાનું બનાવે છે અને નવી નવી વાનગીઓ ખાવાની શોખીન છે.  એ હવે અવેઇલેબલ છે. વાત ચલાવવી છે?       નાની તો બ્યુટિફુલ છે એને માટે તો લાઈન લાગશે.

ટેણકાઆઆઆ….

સમજી ગયો ગ્રાન્ડપા. થેન્ક્યુ ગ્રાન્ડપા…મને તમારા સૂઝ લાવવાનું ના કહેતા. થેન્ક ગોડ દર વખતે ધમકી જ આપી છે.  આઈ એમ લકી કે ખાસડા પ્રસાદ ખાવા મળ્યો નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડર્સ્ટેન્ડ મી. આઈ જસ્ટ વોન્ટુ હેલ્પ નાના.  એન્ડ પ્લીઝ ગ્રાન્ડપા. આઈ એમ નોટ ટેણકો એની મોર. માય નેઈમ ઈઝ ટોની. ટોની એટલે એન્થોની, તમને કદાચ ખબર નહીં હોય રોમનો માર્ક એન્ટોની ઈજીપ્તની મહારાણી ક્લિયોપેટ્રા સાથે ગાદીએ બેઠો હતો. હમ ભી કુછ કમ નહિ.

હું તો એમ પૂછવા આવ્યો હતો કે ડિનર ટાઈમ થઈ ગયો છે. ઘરમાં ખાવાનું છે કે બહાર ડિનર માટે જવાનું છે? આઈ એમ રિયલી હન્ગ્રી.

અરે એ તો હું ભૂલીજ ગઈ, બાપા તો રોઝી સાથે ઝાપટી આવ્યા હશે પણ પપ્પા તમે તો સાવ ભુખ્યા જ છો. સવારનું બધું તૈયાર જ છે. હમણાં ફટાફટ ગરમ કરી દઉં છું. બાપા તમારું કેમનું છે?’

માયા, મેં સેન્ડવીચ સોડા લીધી હતી. પણ ટેનિસની દોડાદોડીમાં ક્યારની તે પચી ગઈ છે. બધા સાથે જ ડિનર લઈશું.

……અને ડિનર ટેબલ પર બડાઈખોર ટોની ટેણકા ટોનીની વાત સાંભળતાં ડિનર  શાતીથી પુરું થયુ. ફરીથી ફોન રણક્યો….

માયાએ નંબર જોયો. મમ્મીનો જ ફોન હતો. બે મિનિટ સુધી માત્ર મમ્મીના રૂદન ડૂસકાં જ સંભળાયા…માયા ફોન સ્પીકર પર મુકી ચેર પર ફસડાઈ પડી. બધા એકદમ બોલી ઊઠ્યા. શું થયુંવ્હોટ હેપન્ડ?

કંચનલાલ સીધા ફોન પાસે દોડ્યા.

કામિની કામ ડાઉન. રડવાનું  બંધ કરી શાંત થઈ જા. સરખી વાત કર. શું થયું? આર યુ ઓલરાઈટમને ચીંતા થાય છે.

પ્રકરણ ૨૧

 ‘કામિની કામડાઉન. રડવાનું  બંધ કરી શાંત થઈ જા. સરખી વાત કર. શું થયું? આર યુ ઓલરાઈટમને ચીંતા થાય છે.

કામિની બહેને ડુસકે ડુસકે રડવાનું ચાલુ જ રાખ્યું. બધાને અમંગળ અશુભ શંકા થતી હતી. સ્પીકર ફોન પરથી વિઠ્ઠલબાપાએ જરા મક્કમતાથી કહ્યું, કામિનીબહેન જરા ધિરજ રાખો અને સ્પષ્ટ વાત કરો  કે એકદમ શું થયું. આ રીતે ફોન પર રડતા રહેશો તો અમને શી રીતે ખબર પડે કે શું થયું. તમારા કરતાં ચાર ઘણું દુખ થશે. તમે તો ખૂબ મનોબળવાળા છો. એવું તો શું થયું કે તમે એકદમ ભાંગી પડ્યા?

બાપાના મક્કમ અવાજની અસર થઈ. ડૂસકાં બંધ થયા. નાક સાફ થવાનો પણ અવાજ આવ્યો. પાણીના ધૂટડાનો અવાજ આવ્યો. વિઠ્ઠલબાપા, કંચનલાલ, વિનોદ, માયા અને ટોની બધા જ કામિનીબહેન  આગળ કંઈ બોલે તે સાંભળવા અધિરા થઈ ગયાહતાં. માયા રડતી હતી અને કંચનલાલ પણ રડવાની તૈયારીમાં જ હતા. કામિની બહેનનો ધીરો અવાજ સંભળાયો.

તમે અહીં જ ફોન પર છોને?’   એનો ઉલ્લેખ કંચનલાલ પ્રતિ જ હતો.

હા હા,  હું અહીં જ છું.

હમણાં તમે ઘર છોડીને બીજે નોકરી ના બહાને ચાલ્યા ન જતા. ભવિષ્યમાં તમને ઠીક લાગે તેમ કરજો. હમણાં તો, આઈ નીડ યુ.

ભલે જો તારી ઈચ્છા હોય તો થોડો સમય રોકાઈ જઈશ. પણ તું ઓલરાઈટ છે નેઆપણી દીકરી માયા તારી ખુબ જ ચિંતા કરે છે.

કંચનલાલને પોતાને પણ ચિંતા તો થતી જ હતી પણ એણે એની ટંગડી ઉંચી જ રાખી. પોતાની ચિંતા ને મોટું સ્વરૂપ આપ્યા વગર માયાની લાગણી જ દર્શાવી. પોતે કુલછે એ બતાવવાનો પ્રયાસ કર્યો.  આ પટેલબાપાના  ધ્યાન બહાર ન હતું.

હું અત્યારે લૉસ વેગાસથી નીકળીને મંગળાબેનને લેવા લૉસ એન્જલીસ જાઉં છું. ત્યાંથી મંગળાબેન ને લઈને કાલે રાત્રે સવા આઠ વાગ્યે ત્યાં આવી પહોંચીશ. અમને એરપોર્ટપર લેવા આવી રહેજો. આપણે સીધા આપણે ઘેર જ જઈશું.

માયા સાંભળતી હતી. એ પણ  હવે થોડી સ્વસ્થ થઈ હતી. એણે ફોન પર જવાબ વાળ્યો. મમ્મી, પપ્પા અહીં મારે ત્યાં જ રોકાયા છે. અને હું પણ એર્પોર્ટપર આવીશ. તમારે અને માસીએ મારે ત્યાં જ આવવાનું છે.

સારું જેમ  તારા પપ્પા કહેશે તેમ કરીશું.”  ગરીબડા અવાજે કામિની બહેને સંપૂર્ણ શરણાગતી સ્વીકારી લીધી. ફોન શાંત થઈ ગયો. પણ વિઠ્ઠલબાપા સિવાયના બધા જ અશાંત હતા.

મોડી રાત સુધી કંચનલાલ પડખાં ફેરવતાં રહ્યા. વિઠ્ઠલજીની વાતો કેટલી સોંસરી હતી. વિધુરાવસ્થામાં વેવાઈ જે રીતે જીવે તે પોતે તો ન જ જીવી શકે. જેને નાનો ગણી કાઢીયે તે ટોની ટેણકો પણ ચચરે એવું સત્ય સંભવી ગયો.

મારી ઈન્ડિયન ફ્રેન્ડ શેફાલીના પેરન્ટસના હમણાં જ ડિવૉર્સ થઈ ગયા છે. એના ડેડના ઘણાં લફરાં હતા. વન, ટુ, થ્રી. ડિવૉર્સ. એની મમ્મી જરા તમારા જેવા જ કલરની ડાર્ક બ્રાઉન છે. અને વેઈટમાં આપણાં મંગળાબા કરતાં જરા હેવી છે. ફેઈસ કોમ્પ્લેશન સરસ છે. સરસ સરસ ખાવાનું બનાવે છે અને નવી નવી વાનગીઓ ખાવાની શોખીન છે.  એટલે તો એ જાડી છે. એ હવે અવેઇલેબલ છે. વાત ચલાવવી છે?   નાની તો બ્યુટિફુલ છે એને માટે તો લાઈન લાગશે.

નાની તો બ્યુટિફુલ છે એને માટે તો લાઈન લાગશે. ……..નાની તો બ્યુટિફુલ છે એને માટે તો લાઈન લાગશે.

વાત કેટલી સાચી છે. લગ્ન વખતે પણ ઘણાએ કોમેન્ટ મારી જ હતી ને? કાગડો દહિંથરું લઈ ગયો. કામિની સાથે ઘણાં વિચારભેદ હોવાં છતાં એ હંમેશાં પ્રેમ તો કર્યો જ હતો. હા એને ગોસીપમાં રસ પડતો. આજે કોને નથી પડતો? આવી સુંદર પત્ની તો કોઈ ભાગ્યશાળીને જ મળે! તો મારું મન કેમ ભટકે છે?

ના હવે મારા મનને ખોટી દિશામાં ભટકવા નહીં દઉ. કંચનલાલ મનોમન બોલતા રહ્યા આઈ લવ યુ. માય ક્યૂટ ક્વીન કામિની, આઈ લવ યું. સ્વામિનારાણ બાપા મારી કામિનીને સહી સલામત રાખજો. એને શું થયું હશે. એ કેમ રડતી હશે? જય સ્વામિનારાયણ હરી નારાયણ, જય સ્વામિ નારાયણ હરી નારાયણ, જય સ્વામિનારાયણ હરી નારાયણનો જપ કરતાં છેક વહેલી સવારે કંચનલાલની આંખ વિંચાઈ. લગભગ લંચ સમયે તેઓ ઉઠ્યા.

પટેલબાપા તો ટેનિસ પ્રેક્ટિશ માટે રોઝી સાથે સવારથી નીકળી ગયા હતા. વિનોદ નીચે ઑફિસમાં કામે લાગ્યો હતો. ટોની સ્કુલે ગયો હતો. કંચનલાલ અને દીકરી માયા વ્યગ્ર હતાં. મનમાં કામિનીબેન માટે ચિંતા હતી. મમ્મીને શું થયું હશે? કંચનલાલને અનેક અશુભ વિચારો આવતા રહ્યા. દરેક ક્ષણે કામિની તરફનો પ્રેમ અને ચિંતા વધતી હતી.

….સાંજ પડી…એરપોર્ટ પર કામિનીબહેન કંચનલાલને  રીતસરના વળગી જ પડ્યા. ટોનીએ કોઈ દિવસ નાનાનાનીને આવી રીતે જોયા ન હતાં ટોનીના સેલફોનમાં નાનાનાનીનું આલિંગન કેપ્ચર થઈ ગયું. મંગળામાસી ખુબ જ ગંભીર હતાં કામિનીબેનના ગાલ પર સુકાયલા આંસુ રેલાઓના ડાઘ સ્પષ્ટ દેખાતાં હતાં.

ઘરે આવ્યાં ત્યારે વિનોદ, વિઠ્ઠલબાપા અને રોઝી તેમની રાહ જોઈને ચિંતામાં બેઠાં હતાં. કંઈક ગંભીર વાત હતી. આખરે હળવેથી વિઠ્ઠલબાપાએ જ પુછ્યું, કામિની બહેન વૅગાસમાં શું કંઈ એક્સીડન્ટ થયો હતો? તમે તો મોટી રકમ જીત્યા હતા. એને માટે કોઈએ ધાક ધમકી આપી હતી?

ના એવું કશું જ ન હતું.કામિનીબહેને જવાબ વાળ્યો. એમની નજર ટોની અને પટેલબાપાની અડોઅડ સોફા પર બેઠેલી રોઝી પર હતી. રોઝીની હાજરી નો ખંચકાટ હતો. રોઝી ન સમજે એવી અબુધ ન હતી. એણે કહ્યું આઈલ લીવ. આઈ હેવ ટુ કેચઅપ વીથ માય વર્ક. વીઠુ, સી યુ ટુમોરો. રોઝી પટેલ બાપાના ગાલ સાથે ગાલ લગાવી ચાલતી થઈ. બાપાએ ટોની ટેણકાને કહ્યું તું પણ જરા બહાર જા

બાપાને ખ્યાલ આવી ગયો કે કામિનીબેનને કંઈ ખાસ વાત કરવી છે જે પારકાં અને છોકરાંઓની હાજરીમાં ન કહી એવી જ હોવી જોઈએ.

ગ્રાન્ડપા આઈ એમ નોટ નાદાનએઝ યુ સે.    આઈ એમ ગોઈંગ ટુ સ્ટે હીયર.

ઈટ્સ ઓકે બેટા! યુ કેન સ્ટે. વિઠ્ઠલજીને બદલે નાનીએ પરમિશન આપી દીધી.

કામિનીબેન કંઈક શબ્દો ગોઠવતાં હોય એમ લાગ્યું.

ખૂબ ધીમા અવાજે વાત શરૂ કરી.

મેં માણસ ઓળખવામાં થાપ ખાધી. જેને જગતે ઓળખ્યો હતો તેને હું ન ઓળખી શકી.

મમ્મી તું કોની વાત કરે છે?’

જેન્તીની

કોણ જેન્તીમામા?’

એણે મામાની લાયકાત ગુમાવી દીધી છે દીકરી!

શું થયું મમ્મી?’

એણે મને પચ્ચીસ ડોલર સ્લોટ રમવા આપ્યા હતા. કહ્યું હતું કે જે જીતે તેમાંથી અડધા તારા અને અડધા મારા. રમતી વખતે હું કાંઈ એવી ગંભીર પણ ન હતી. મારો એંસી હજારનો જેક પોટ લાગ્યો ત્યારે એ મારા મશીન પર આવી ગયો હતો. ચોવિસ હજારનો ટેક્ષ બાદ કરતાં છપ્પન હજારનો ચેક જેન્તીને મળી ગયો હતો. પછી મેં તમને ફોન પણ કર્યો હતો. અમે લોન્જમાં બેસીને વાતો પણ કરી હતી.

ત્યાર પછી અમે અમારા પોતપોતાના રૂમમાં ગયા. હું સૂવાની તૈયારી કરતી હતી ત્યાં જેન્તીએ મારું બારણું ખખડાવ્યું. અમે ઘણીવાર રૂમમાં સાથે બેસીને વાતો કરતાં એટલે મને એમાં કાંઈ અજુગતું પણ ન્હોતું લાગ્યું. એ આવ્યો ત્યારે હાથમાં લીકરની બોટલ લઈને આવ્યો હતો. એણે મારી સાથે અણધટતી છેડછાડ કરવાની કોશીશ કરી. આ પહેલાં મે એને કદીયે આવો જોયો કે કલપ્યો ન હતો. એને બે ત્રણ વાર તો મેં રાખડી પણ બાંધી હતી. હું તો ભાઈ જ માનતી હતી. મેં એને કહ્યુ જેન્તી તું તો મારો ભાઈ છે આવી નીચ વૃત્તિ તારામાં ક્યાંથી આવી?

તો કહે ભાઈબાઈની વાત ભુલી જા. નફ્ફટ થઈને કહેતો હતો કે તારો વર લંડન પેરિસમાં મજા કરે છેતું મારી સાથે વેગાસમાં મજા કર. મેં એને એક જોરદાર તમાચો ઠોકી દીધો.

મેં એને કહ્યું ગેટ આઉટ. જો નહીં જાય તો હું સિક્યોરિટીને બોલાવીશ. એ જતો તો રહ્યો. કહેતો ગયો કે હવે જીતેલા પૈસામાંથી એક પણ પેનીની આશા ન રાખતી.  ચેક મારા નામનો જ છે.  છતાં એ  જો વિચાર બદલાય તો  કાયમની દોસ્તીકાયમની મોજ.   પૈસા અને હું તારો જ છું.

બસ મેં રિસેપ્શન ડેસ્ક મેનેજરને લોસ એન્જેલસ જવાની વ્યવ્સ્થા કરવા રિક્વેસ્ટ કરી. ભલા માણસે  લોસ એન્જીલસ જવાની વ્યવસ્થા કરી. ત્યાંથી અમારા બેનું ઘરે આવવાનું બુકિંગ કરાવ્યું અને તમને ફોન કર્યો. મંગળાદીદીને પ્લેનમાં વાત કરી. તમે બધા જેન્તી માટે વાતો કરતાં હતાં. હું ન્હોતી માનતી. હું માણસને ઓળખવામાં કાચી પડી.

બધા સ્તબ્ધ બની કામિનીબેનની વાત સાંભળતાં હતાં. એમણે પાસે બેઠેલા કંચનલાલનો હાથ પકડી રાખ્યો હતો. આંખમાંથી રેલા ઉતરતા હતાં. માયાએ પાણી અને ટિસ્યુબોક્ષ આપ્યું.  કોઈના બોલવાના હોશ રહ્યા ન હતા.

ટોની બોલ્યો… પુરી ગંભીરતાથી બોલ્યો. નાની યુ મેઇડ બીગ મિસ્ટેક. યુ શૂડ હેવ કોલ પુલિસ ફોર સેક્સ્ચ્યુઅલ હેરેસ્ટમેન્ટ. નાવ ઈટ ઈઝ ટુ લેઈટ.

ના ટોની, પોલિસ બોલાવીને છાપાંમાં અને ટીવી ન્યુઝમાં આવીને મારે અમારી ઈજ્જતનો ભવાડો નહોતો કરવો.

ધેટ્સ યોર ઈન્ડિયન મેન્ટાલિટી. ઈફ યુ ડોન્ટ ટેઇક કરેજીયસ સ્ટેપ્સ, ધેટ ઈડિયટ વીલ ડુ ઈટ અગેઇન્ વીથ સમબડી એલ્સ. નાની ડોન્ટ વરી. આઈલ હેનડલ જેન્તી બાય માય વે.

એટલે, એટલે તું શું ધમાલ કરવાનો છે?’ માયાનો જીવ અધ્ધર થઈ ગયો.

મૉમ, યુ વૉન્ટ અંડરસ્ટેન્ડ.

એઈ ટેણકા, આઈ વિલ અન્ડર્સ્ટેન્ડ. ટેલ મી.પટેલબાપાએ ગર્જના કરી.

ગ્રાન્ડપા, પ્લાન એ.

ડોન્ટ વરી    મારા ફ્રેન્ડને જેન્તીની મોટેલ પર મોકલીને એની ધોલાઈ કરાવવાની

પ્લાન બી.

એના શોર્ટ ડે ટાઈમ મોટેલ કસ્ટમરની જાણ પોલિસને કરીને એ પ્રોસ્ટીટ્ય્શન રીંગ ચલાવે છે એ બૅઇઝ પર એરેસ્ટ કરાવવાની.

પ્લાન સી.

મારી ફ્રેન્ડ મારિયાના ડેડી ઈન્કમટેક્ષ ઓડિટ ઓફિસમાં છે. એને વાત કરીશ એટલે એની ને એના એકાઉન્ટન્ટની દોડાદોડી શરુ થઈ જશે.

પ્લાન ડી.

ટેણકાઆઆ…સ્ટોપ ઈટ. યુ આર નોટ ગોઈંગ ટુ ડુ એની થીંગ. ગ્રાન્ડપા પટેલ બાપાએ એને અટકાવ્યો.

બટ વ્હાઈ?’

ઓકે. આઈ એક્સપ્લૅઇન યુ.

તારો પ્લાન કાયદા બહારનો છે. એવા તોફન કરવા કરાવવાની હું પરમીશન ન જ આપું.

પ્લાનસી’…. નાનાજી પણ જેન્તીનું બુકકિપિંગનું કામ કરતાં હતાં, કદાચ રેલો એના પગતળે આવે અને દોષનો ટોપલો એના માથે આવે.  યુ સ્ટે અવે ફ્રોમ ધીસ. અભી તુ બચ્ચા અક્કલકા કચ્ચા. બાપાએ ગંભીર વાતાવરણને હળવું કરવા પ્રયાસ કર્યો.

માયા ગંભીર હતી. એણે મંગળામાસીને પુછ્યું માસી તમે શું સલાહ આપો છો?’

મંગલામાસી ટેણકાની વાતો સાંભળી કંપી ઉઠ્યા. એનો ભૂતકાળ જાગૃત થઈ ગયો…

એના પર બળાત્કાર કરનાર બે દાદાની ઉમ્મરના ડોસાઓના ઘરમાં ધાડ પડી હતી. ધાડપાડુઓએ બન્ને ડોસાઓને કાપી નાંખ્યા હતાં. બાએ મરતાં પહેલાં કહ્યું હતું કે બાપુએ જ ધાડપાડુઓ સાથે આ ગોઠવણ કરી હતી. અમેરિકાનો ટેણકો પણ આવું જ વિચારતો હતો. મોટાભાગના બળાત્કારો સ્ત્રીઓએ પોતાની અને પોતાના ઘરની ઈજ્જત માટે મુંગા મુંગા સહન કરતાં રહેવું પડે છે. નફ્ફટ પુરુષોને ચઢી વાગે છે.

એક બાજુ આ સામે આક્રોશ દેખાય છે. બીજી બાજુ વિઠ્ઠલ અને રોઝી એકબીજાના પડખામાં હોય છે અને છતાં યે  એમનો મૈત્રી સંબંધ વાસના મુક્ત હોય એવું લાગે છે. નાનો ટેણકો છોકરીઓ સાથે મસ્તી તોફાન કરતો હોય કે સેક્સની વાતો કરતો હોય છતાંયે બળાત્કાર કે રેઇપ અંગે જલદ વિચારતો હોય. કંચનલાલ પોતે પણ  કામિની આટલી સુંદર હોવા છતાં બીજી સ્ત્રીઓ પર લાલચુ નજર રાખતા હોય, જેન્તી જેવો સત્સંગી હોવાનો દાવો કરનાર નાલાયક બહેન જેવી કામીનીની લાજ લૂંટવાની હદ સુધી જતો હોય. આ પુરુષ જગત કેટલું જટિલ છે. કશું જ સમજાતું નથી. કશું જ સમજાતું નથી. વિઠલ અને રોઝી; વિનોદ, માયા અને બે છોકરીઓ, ટેણકો અને એની બહેનપણીઓ; કંચનલાલ  કાન્તાક્યૂટ અને કેતકી અને કામિની અને જેન્તી. સ્ત્રી પુરુષોના સંબંધો જરાયે સમજાતાં નથી.  જ્યાં મને જ કંઈ ન સમજાય ત્યાં હું કોઈને શું સલાહ આપી શકું?

જો બહેન કામિની, તારા જીવનમાં હજુ કાંઈ બગડ્યું નથી. બાપાની કૃપાથી તારું ચારિત્ર્ય સચવાઈ રહ્યું છે. દરેકે દરેક સંસ્થામાં કંઈકનો કંઈક કચરો હોવાનો જ. જેન્તી જેવા કચરાઓને ઓળખવા મુશ્કેલ છે. પણ ઓળખાય પછી એની બાદબાકી જ કરવી રહી. એવાને સુધારવા અઘરા છે તે હું જાણું છું. તારા મંદીરમાં પણ મારે બે ત્રણ ઓળખાણ થઈ છે. મંદીરમાંથી તો કોઈને ન કઢાય પણ બધા વહિવટમાંથી તેને પાણીચું અવશ્ય અપાવી શકીશ.

જીવનના મતભેદો ભૂલીને પ્રેમથી જીવન જીવવાનું ચાલુ રાખો. છૂટા પડવાનો વિચાર જ ન કરતા. મને ટલી વાત તો સમચાય છે કે આ આખા પરિવારમાં ભલે વિચારો જૂદા હોય પણ બધાને જ પરસ્પર ખૂબ જ પ્રેમ છે. મને એમ હતું કે વિઠ્ઠલભાઈ આડે રસ્તે ચડ્યા છે તેને કંઈક સુધારું. પણ મારી માન્યતા ખોટી ઠરી છે. મારા કરતાં ઓછી દિવાળી અને વધારે દુનિયા જોઈ અનુભવી છે. રોઝી પણ સારી પાડોસણ છે. એ સિવાય બીજું તો શું કહું. સમાજના નક્કી કરેલા સદાચાર પ્રમાણે સૌએ જીવનને સંયમીત રાખવું એવું હું શીખી છું. એમાં જ સૌનું કલ્યાણ છે.

ચાલો મારે હવે બીજી વાત કરવાની છે. આવતા રવિવારે અમારી ટેનિસ ગેઇમ્સ છે. ચેરિટી ઈવાન્ટ છે. મેં આપણા બધા માટે ટિકીટ મંગાવી હતી તે આપવા રોઝી આવી હતી. કીપ નેક્ષ્ટ સનડે ઓપન. હસતા રહો, રમતા રહો એમાં જ છે સૌનું કલ્યાણ. બાપાએ વાતને વળાંક આપ્યો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૨

 

વર્ષો પહેલાં રોઝી, ટેનિસની કોલેજ ચેમ્પીયન હતી. પણ પછી માત્ર અવાર નવાર રમતી એટલું જ. અને પટેલબાપાને ક્રિકેટનો જ અનુભવ પણ ટેનિસ તો રમ્યા જ ન હતા. સિનિયર ક્લબની ચેરિટી ટેનિસ મેચમાં જ્યારે રોઝી સાથે નામ નોંધાવ્યું ત્યારે માત્ર ફન માટે જ નામ નોંધાવ્યું હતું. પણ રોઝી સીરીયસ હતી.

વિઠુ લેટ્સ ગો. રન, ડોન્ટ ગીવ અપ, વી મસ્ટ  વીન,’

રોઝીને માટે એ મેચ ઈગોનો સવાલ હતો. રોઝીએ લેરીને કોલેજમાં મિક્સ ડબલમાં હરાવ્યો હતો. એજ લેરી એન્ની સાથે એની સામે સિનિયર ક્લબમાં રમવાનો હતો. એન્ની પણ સરસ રમતી હતી. જ્યારે રોઝીની સાથે તદ્દન નવોદિત પટેલબાપા હતા. રોઝી ટફ કોચની જેમ બાપાનો દમ કાઢી નાંખતી હતી. બાપા જ્યારે પ્રેક્ટિશ કરીને આવતા ત્યારે પરસેવાથી સ્નાન કરીને આવ્યા હોય એમ લાગતું. એક તબ્બક્કે તો એમણે રેકેટ પછાડીને રોઝીને કહી દીધુ. સોરી રોઝી આઈ કાન્ટ પ્લે. આઈ નેવર પ્લેઇડ ટેનિસ બીફોર એન્ડ આઈ કેન્ટ લર્ન નાવ. આઈ એમ ટૂ ઓલ્ડ ટુ લર્ન ન્યુ ગેઈમ.

ડિયર વિઠ્ઠુ, ટૂ ઓલ્ડ ટુ લર્ન વ્હોટ?’

રોઝીએ મારકણી આંખે ઉરોજ ઉછાળતા પ્રશ્ન કર્યો હતો અને ટેનિસ બોલ સીધો બાપાના કપાળ પર ઠોક્યો હતો. બસ, બાપા પણ સિરીયસ થઈ ગયા હતા. બન્ને જણા સવારે ચાર કલાક એકબીજા સાથે અને સાંજે  ટેનિસ બોલ મશીન સામે આખડતાં. એ મેચમાં કોઈ મોટું ઈનામ કે જીવનભરની મહાસિધ્ધિ જેવો એવૉર્ડ નહોતો મળવાનો પણ રોઝી અને બાપા સીરીયસ હતા.

તો ટોની પણ ઓછો એક્સાઈટેડ ન્હોતો. એણે એની ગેંગના સભ્યોને (સભ્યો?)  ‘સેલ ઓલ ઓર બાય ઓલની દાદાગીરી સાથે ટોનીએ બધા ફ્રેન્ડસને એક એક ટિકીટ બુક પકડાવી દીધી હતી. ટોની રોઝીનો વ્હાલો અને લાડકો બની ગયો હતો. ટોનીએ પોતાની સાથે ચાર છોકરી અને એક છોકરાને બોલબોય તરીકે ગોઢવી દીધા હતા.  સિનિયર દાદા દાદીઓ, તેમના આધેડ દીકરા દીકરીઓ અને ગ્રાન્ડચિલ્ડનથી નાનું ટેનિસ સ્ટેડિયમ ઉભરાતું હતું. વિનોદની એકબાજુ મોના અને લિસા હતી, બીજી બાજુ માયા હતી. કંચનલાલ કામિનીને વળગીને બેઠા હતા અને કામિની બાજુમાં મંગળામાસી બેઠા હતાં. મંગળામાસી માટે ટેનિસ મેચ નવી જ દુનિયા હતી. શિક્ષાપત્રીમાં આવા પ્રસંગ અંગે કોઈજ ઉલ્લેખ ન હતો. એને તો આવવું જ ન હતું પણ વિઠ્ઠલનો આગ્રહ કે ઓર્ડર જે ગણો તે નકારી શકાય એમ ન હતો. વળી આગલી રાતે રોઝી પણ મંગળામાસીના ગાલ સાથે ગાલ લગાવી વ્હાલથી કહી ગઈ હતી  યુ મસ્ટ કમ.

કોઈ પણ સાડીવાળું આવી ગેઈમમાં ન આવે એવું ઠસાવી ને  ટોનીએ મંગળાદાદીને  જીદ કરીને પેન્ટ-સ્યૂટ પહેરવાની ફરજ પાડી હતી. આટલું પુરતું ન હોય તેમ તડકો ન લાગે તે માટે મોટી સફેદ હેટ પહેરાવી હતી. ડાર્ક ગ્લાસીસ સાથે મંગળામાસી ઓળખાય પણ નહીં એવાં લાગતાં હતાં. ટેણકાએ (સોરી-ટોનીએ) એના અનેક ફોટાઓ પાડ્યા હતા. મંગળામાસીને શરમાતા સંકોચાતાં ના-નાકરતાં ટોની ને સહકાર આપવો પડ્યો હતો.

મેચ શરૂ થઈ. 

પહેલો સેટ તો લેરી અને એન્ની ને ફાળે ગયો. બાપા-રોઝી ૨-૬માં ધોવાઈ ગયા.

ટોનીએ બોલબોયની ફરજ એના બીજા ફ્રેન્ડને સોંફી, બેન્ચ પર ચઢી, બીજા છોકરા છોકરી સાથે બુમાબુમ કરવા માંડી. ગો… ગો પાપા ગો.રોઝીએ ટોની પાસે જઈને દાંત પીસીને કહ્યું.

શટ અપ એન્ડ બિહેવ…ધીસ ઈસ નોટ યોર સ્કુલ

બીજો સેટ …બાપાએ રંગ રાખ્યો. ૬-૫ થી સેટ જિત્યા. રોઝી કુલ હતી. બાપાના ચહેર પર જાણે કોઈ મારું-મરુંનું ઝનૂન હતું.

 ટાઈ બ્રેકર ત્રીજા સેટ પહેલા રોઝીએ ઓરેન્જ જ્યુસ લીધું અને એક ગ્લાસ બાપા તરફ ધર્યો. બાપાએ રોઝીના હાથને હડસેલી કાઢ્યો. બસ જીત પહેલાં કશું જ નહીં….

રોઝીની સ્વસ્થ કુશળતા અને બાપાનું ઝનૂન…લેરી સાથેનો હિસાબ ચૂકતે ૬-૧ની જીતથી બાપાએ હવામાં રેકેટ ઉછાળ્યું. એ જીત્યા “રોઝીકી ઈજ્જતકા સવાલ થા”

બાપાએ રોઝીને ઉંચકી લીધી. રોઝીએ તેના બે હોઠ બાપાના હોઠ પર મુંકી દીધા.

આ માત્ર બે ક્ષણ માટે જ.  

વિજયના આનંદ અને ઉમળકાનું પ્રદર્શન! કોઈ કશું જ અજુગતું ન લાગ્યું. જાણે આ બધું તદ્દન સાહજિક અને સામાન્ય!

વિઠ્ઠલ કેટલો બધો અમેરિકન થઈ ગયો! લેરી અને એન્નીએ પણ પટેલબાપા અને રોઝીને અભિનંદન આપ્યા.

મંગળામાસીનું પંચોતેરવર્ષની ઉમ્મરે નવા વસ્ત્ર પરિધાનથી ટોનીએ કરેલું પરિવર્તનથી સંકોચ પણ અનુભવ્યો અને ન સમજી શકાય એવો રોમાંચ પણ અનુભવ્યો. સેંકડો માણસોની વચ્ચે જ્યારે રોઝીએ જીતના ઉમળકામાં વિઠ્ઠલીયાને કીસ કરી ત્યારે એક મિનિટ માટે તો એમને પણ થયું કે વિઠ્ઠલીયાને વળગીને હું પણ એક બચકું ભરી લઉં. પણ ના એ મારા સંસ્કારની વાત નથી. કદાચ રોઝીને બદલે હું એની સાથે રમતી હોત તો પણ મારાથી તો આવી રીતે કીસ ના જ થઈ હોત. રોઝીએ સામેથી કીસ કરી પણ કોઈને માટે એ એનું કુતુહલ જ નહિ…સાચે જ વિઠ્ઠલીયાની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. ક્યાં ગામનો વિઠ્ઠલ, ક્યાં મુંબઈનો વિઠ્ઠલ, ક્યાં અમેરિકામાં સુકન્યાનો વર વિઠ્ઠલ અને ક્યાં આજનો દિવસે દિવસે જુવાન થઈને રોઝી સાથે રંગ માણતો વિઠ્ઠલ.

એમને થયું કે એણે વિઠલ અને રોઝીને અભિનંદન આપવા તો જવું જોઈએ પણ એમણે દૂરથી જેન્તીને બાપા અને રોઝી પાસે જતો જોયો. કામિની જેને ભાઈ માનતી હતી, જેને રાખડી બાંધતી હતી અને ભાઈબીજને દિવસે જમવા બોલાવતી હતી તે જ જેન્તીએ કામિની સાથે દુર્વ્યવહાર કરવાની કોશીષ કરી હતી.

મંગળામાસીએ અભિનંદન આપવા જવાનું માંડી વાળ્યું. પોતાની નવી વેશભુષાનો  પણ સંકોચ હતો. એઓ દૂર જઈને ઉભા રહ્યા. જેન્તી સ્થાનિક મંદિરમાં અગ્રેસર વહિવટદાર હતો. મંગળામાસીને ડર લાગ્યો કે પેન્ટ-સ્યૂટ હેટ  અને ડાર્કગ્લાસિસમાં જોશે તો સંતો આગળ કેવી વાતો ફેલાવશે. હે ભગવાન! મેં ક્યાં આવા વાઘા ચડાવ્યા!

જેન્તીએ વિઠ્ઠલબાપા અને રોઝી સાથે વાત કરવાની કોશિષ કરી પણ બન્નેએ એની સામુ પણ ન જોયું એટલે ભોંઠો પડીને કામિની અને કંચનલાલ પાસે ગયો. એ મંગળામાસી પાસેથી જ પસાર થયો પણ એણે મંગળામાસીને ઓળખ્યા જ નહીં.

એને કોઈ છોકરી સિનિયર ક્લબની ચેરીટી ટેનિસમેચ માટે પાંચસો ડોલર ડોનેશન લખાવી કોમ્પ્લિમેન્ટરી ટિકિટ આપી આવી હતી.

જય સ્વામિનારાયણ કંચનલાલ. તમે તો યુરોપ ફરી આવ્યા પછી મંદિરમાં આવવાનું બંધ જ કરી દીઘું! તબિયત તો સારી છેને? સાંભળ્યું કે પેરિસમાં ખૂબ મજા કરી આવ્યા.જાણે કશું જ બન્યું ન હોય એમ કંચનલાલ સાથે વાત કરવા માંડી.

કંચનલાલ કંઈ પણ પ્રતિભાવ આપે તે પહેલા પાસે ઉભેલી માયાએ જેન્તીમામાના ગાલ પર એક જોરદાર તમાચો ચપકાવી દીધો. ગેટ લોસ્ટ નાલાયક. સ્ટે અવૅ ફ્રોમ અસમાયાનું ગૌર મોં લાલ લોહિયાળ રણચંડી જેવું લાગતું  હતું.

બહારના લોકોને કશીજ ખબર ન પડે એ રીતે, થોડી ક્ષણોમાં તો જેન્તી અને માયા પરિવાર ની આજુબાજુ ટિનેજર છોકરીઓનું વર્તુળ રચાઈ ગયું. જેન્તીમામો સ્તબ્ધ થઈ બાઘાની જેમ ઊભો હતો અને છોકરીઓ તાળી પાડી બોલતી હતી વન મોર માયા, ગો માયાવન મોર માયા‘  જેન્તી છોભિલો પડી જેમ તેમ કરતાં છોકરીઓના  ટોળાંમાંથી રસ્તો કાઢી નાસી છૂટ્યો. જેન્તી કાર પાસે આવ્યો….

શીટ્સ‘. અને એક અમેરિકન અભદ્ર ગાળ મોંમાંથી સરી પડી.

એની કાર નજીક બે લાલભૂરી ફ્લેશિંગ લાઈટ સાથે  પોલિસ કાર જેન્તીની રાહ જોતી ઊભી હતી. જેન્તીની બ્રાન્ડ ન્યું બી.એમ.ડબ્લ્યુના ચારે ટાયર ફ્લેટ હતાં. વિન્ડશિલ્ડ પર સ્પ્રે પેઈન્ટથી એની મોટેલનું નામ સરનામું હતું. ઉપરાંત લખ્યું હતું જેન્તીઝ સેક્સ પેરેડાઈઝ ફોર સિનિયર્સ – ડે ટાઈમ રેઈટ ૫૦% ઓફ્ફ.

કોઈ ડોશીએ આવી ઓબસીન જાહેરાતવાળી કાર સિનિયર ક્લ્બ પાસે જોતાં પોલિસને ફોન કર્યો હતો. અને પોલિસ જેન્તી પટેલની જ રાહ જોતી હતી.

જોકે પોલિસને ખાત્રી હતી કે આ કામ કોઈ તોફાની છોકરાઓનું જ કારસ્તાન છે છતાં જેન્તીના આડા ધંધાનું રેપ્યુટેશન જાણતા પોલિસ ઓફિસરે કાયદા પ્રમાણે જેન્તી પટેલને ઓબસીન જાહેરાત માટે કોર્ટમાં હાજર રહેવાનો સમન્સ પકડાવી દીધો. એને પાકો વહેમ હતો કે આને માટે જવાબદાર ટોની જ હોવો જોઈએ પણ ટોની તો પોતે આવ્યા પછી ટેનિસ કોર્ટ પર જ દેખાયો હતો.

એક બાજુ માયાના હાથનો તમાચો ખાઈને છોકરીઓની નજરમાં હલકો પડેલો અને નવી કારની બરબાદી સાથે કોર્ટ સમન્સ લઈને ધુંવાપુંવા થતો જેન્તીમામો મદદની રાહ જોતો પાર્કિંગ લોટમાં જ અટવાતો હતો ત્યારે પટેલબાપાનું ફેમિલી ચિન્નાઈ પેરેડાઈઝ ડાયનરમાં ટેનિસ વિજયનું આનંદભોજન માણતા હતાં.

વિઠ્ઠલપટેલ, રોઝી, વિનોદ, માયા, ટોની, મંગળામાસી, કંચનલાલ, કામિનીબેન, મોના અને લીસાએ સંપૂર્ણ શાકાહારી મદ્રાસી વાનગીઓ માંણી. મંગળામાસીએ કાંદા-લસણ વગરની વાનગીઓ માણી જ્યારે રોઝીએ વેઈટરને સમજાવીને વિગનઢોસા મંગાવ્યા.ડિનરને અંતે વેઈટર થોડા બુકે લઈ આવ્યો.

પટેલબાપાએ મોના, લીસા, માયા અને કામિનીબેનને બુકે આપ્યા. ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો કે આજે તો વેલેન્ટાઈન ડે છે. ત્યાર પછી બે મોટા બુકે આવ્યા. બાપાએ એક મંગળામાસીને આપ્યો અને એક રોઝીને આપ્યો.  સાથેની નૉટ્સમાં લખ્યું હતું “બી માય વેલેન્ટાઈન” મંગળામાસીને ખાસ સમજ ન પડી. એ ઓ વિચારતાં હતાં. શું આ પ્રેમ પ્રસ્તાવ છે?

સ્વામીનારાયણ સંસ્કારમાં ઘડાયલા મંગળામાસીને માટે આ બધું નવું અને ગુંચવાડાવાળું લાગતું હતું. છેલ્લા થોડા વર્ષથી ઈન્ડિયામાં પણ વેલેન્ટાઈન જેવું કંઈક તૂત શરૂ થયાનું સાંભળ્યું હતું પણ કંઈ સમજાયું ન હતું. એને તો એમ કે આ બધું કોલેજના છોકરા છોકરી જ કરે પણ અહીતો દેશી તોત્તેર વર્ષનો બુઢ્ઢો બધા જ બૈરાઓને વેલેન્ટાઈના ફૂલો આપે અને બબ્બે ડોસીઓને બી માય વેલેન્ટાઈન કહે એ તે કેવી વાત!

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૩

અરે! હાંભળો છોઓઓઓઓ….

ક્યારની બુમો પાડી પાડીને ઘાંટો બેસી ગયો છે. હવે તમારી મોના-લીસા પટાકડીઓની માયા છોડીને તમારા દીકરાની માં, માયા પર મેરબાની  કરી અહીં પધારો.

શું ખોટા ખોટા બરાડા પાડ્યા કરે છેજ્યારે પ્રેમથી મેરબાની કરવા દોડી આવું છું તો ધક્કો મારીને હડસેલી મુકે છે. લે આવ્યો.

વિનોદને વળગીને વ્હાલ કરવાની ટેવ અને માયાને શરમથી ધક્કો મારવાની ટેવ. આજે માયા ના ના કરતાં તે વિનોદના પડખામાં ભરાઈ. જૂઓ, … બાપા, મારા મમ્મી પપ્પા કે આપણો ટોની હોય ત્યારે જરા મર્યાદા સાચવવાની. ટોની આપણે માટે શું ધારી લે. ચાલો હવે બહુ થયું.  બસ હવે, બહુ બચકા ભરી લીધા. છોડો મને. બાપા તમારી આવી લવરિયા હરકત સામે આંખ વિંચામણા કરે, કારણકે એમણે પણ ઘરડે ઘડપણ  ફાગ ખેલવા શરૂ કર્યા છે. તમને તો કાંઈ ખબર નથી પડતી પણ તમારા બાપા ગઈ કાલે રાતે છેક બે વાગ્યે રોઝીને ત્યાંથી આવ્યા હતા અને તમારો દીકરો ટોની છેક અઢી ત્રણ વાગ્યે આવ્યો હતો. બન્ને પર રાત્રે નવ વાગ્યાનો કરફ્યુ મુકવાની જરૂર છે.

માય ડિયર, માય સ્વીટ હની, માય બ્યુટીફુલ બુલબુલ, મારા બાપા નહીં, પણ આપણા બાપા અને મારો દીકરો નહીં પણ આપણો દીકરો ટોની હવે એડલ્ટ છે. સમજુ અને જવાબદાર છે. બન્ને આપણા રોમાન્સને ઉજળી તક આપવા માટે જ ઘર બહાર રહેતા હશે.

હું જે કહેવા માંગતી હોઉં તે સમજવાની તમારામાં બુદ્ધિ જ નથી. હંમેશા ગાડી આડા પાટા પર જ જાય છે.  ટોની, ટોનીનો બાપ ને તેના બાપ અને બાપાના બાપ તમારી સાત પેઢીના બાપને કોણ જાણે કયા ઋષિમુનીએ રોમેન્ટિક જીન્સના શોટસ આપ્યા કે ગુરૂશિક્ષા આપી, તે સમજાતું નથી. માત્ર એકજ ઈન્દ્રીયનું ભાન. મને તો વિચારતાંયે શરમ આવે છે.

એ જીવ સૃષ્ટિની સર્જન પ્રક્રિયાને, આલ્હાદક બનાવવાના શોટસ આપનાર મહાઋષિનું નામ છે વાત્સાયન.  મારા બાપ દાદાના બ્લડમાં ભૂલથી ડબલ ડોઝ અપાઈ ગયેલો અને જેને એ ડોઝ ન મળ્યો એ બધાએ સ્વામિનારાયણ સંપ્રદાયની કે કોઈ ને કોઈ ધર્મની દિક્ષા લઈ લીધી. આઈ લવ યુ સ્વીટી. મેરેજ ઇઝ ફોર હગ, લવ એન્ડ સેક્સ.

એ ગંદામુનીનું નામ બોલીને મને અત્યારે કટાણે, ફસાવવાની વાત ના કરશો. હું તો એમ કહેતી હતી કે આજે આપણે ડિનર માટે મમ્મીને ત્યાં જવાનું છે. મંગળામાસી તો સવારથી ગયા છે. ટોની મુકી આવ્યો હતો. જરા ફોન કરીને તમારા બાપાના સત્સંગમાં ખલેલ પાડો અને રોઝીમોમ સહિત સ્વગૃહે પધારવા વિનંતી કરો.  મારા પપ્પા મમ્મીએ એમની વેવાણ ટુ બીરોઝીમાંને પણ આમંત્રણ આપ્યું છે. પપ્પા મમ્મી આપણી રાહ જોઈને જ બેઠા છે…..અને બરાબર કાન ખોલીને સાંભળી લો, મારા પપ્પા મમ્મી અને મંગળામાસીના દેખતાં મને બાઝાબાઝ કરવા આવવું નહીં. અત્યારે ધરાઈને ઈનફ બકીઓ કરી લીધી છે.  મને શરમ લાગે અને વડિલોની મર્યાદા ભંગ થાય, સમજ્યા? તમને તો ભાન નથી પડતું પણ ટોની પણ જાણે અમેરિકન બાપનો બેટો હોય એમ આપણે માટે પણ  સેક્સી કૉમેન્ટ મારતો થઈ ગયો છે.

યુ આર વન હંડ્રેડ પર્સેન્ટ કરેક્ટ. આઈ એન્ડ ટોની આર અમેરિકન. અમે બન્ને તો અમેરિકામાં જ જન્મ્યા એટલે અમેરિકન કહેવાઈએ. આપ શર્મિલા શ્રીમતીજી, બારડોલી બોર્ન  ભારતીય છો. અમે તો અમેરિકન જ છીએ.

ઘોડાના તબેલામાં ગધેડો જન્મે તે ગધેડો ઘોડો ના કહેવાય. તમે ગમે તેટલી હોંશિયારી મારો તો પણ તમારા ચકલાથી દેશી જ કહેવાવવાના છો. મોટા અમેરિકન થવા આવ્યા છો! ચાલો જલ્દી તૈયાર થઈ જાવ.

માયા પિયર જવાના ઉમળકામાં હતી.

કામિનીબેન અને કંચનલાલે જેન્તી સાથેના બનાવ પછી મંદીરે જવાનું જ બંધ કરી દીધું હતું. કામિનીબેન મંદિરના રસોડામાં ઘણી વખત સેવા આપતા એ અનુભવને ધ્યાનમાં રાખીને પટેલ બાપાએ ગૃહ ઉદ્યોગ તરીકે કેટરિંગ સર્વિસ શરૂ કરવા સૂચન કર્યું હતું જે તેમણે સ્વીકારી શુભ શરૂઆત કરી દીધી હતી.

કામિનીબેનને ભાઈ માનેલા જેન્તીએ કરેલા દુર્વ્યવહાર પછી મંદીરની માયા છૂટી ગઈ હતી અને એકતાની સીરીયલનું વ્યસન આપોઆપ છૂટી ગયું હતું. કંચનલાલ બે ત્રણ સિનિયર સેન્ટરમાં લંચનો કોન્ટ્રાક્ટ લઈ આવ્યા હતા. કેટરિંગના નવજીવન પછી પહેલી જ વાર દીકરીના પરિવારને આમંત્રણ આપ્યું હતું. કંચનલાલ અને કામિનીનો બાપા અને રોઝી સાથેના અહોભાવ વધ્યો હતો. જાણે રોઝી પણ દીકરીના પરિવારની જ હોય એમ એને પણ આમંત્રણ આપ્યું હતું.

માયા સજી-ધજીને તૈયાર હતી. વિનોદે મોના અને લીસાને વહેલી છૂટી કરી. બન્ને પપ્પા-મમ્મીને ત્યા પહોંચી ગયાં. ટોની સ્કુલથી સીધો જ નાના નાનીને ત્યાં પહોંચી ગયો હતો. સાથે કોઈ અમેરિકન છોકરીને પણ વણબોલાવી અતિથિ તરીકે લઈ આવ્યો હતો. (કારણ એને ઈન્ડિયન ફૂડ અને ઈન્ડિયન છોકરા ગમતા હતા).

બીજા કોઈને વાંધો ન હતો. માત્ર માયાને ભવિષ્યની ચિંતા ડરાવતી હતી. જો સાસુ અમેરિકન હોય અને વહુ પણ અમેરિકન હોય તો પાતાની હાલત બે હૅમની સ્લાઈસ વચ્ચે સત્યનારાયણના શીરા જેવી થાય.

ટોની કરતાં પણ બે ઈચ ઊંચી અમેરિકન છોકરીને માયાએ કડક ટોનમાં પૂછ્યું વોટ્સ યોર નેઈમ લેડી?’

હાય, મીસીસ પટેલ, આઈ એમ ગીટા.

અને તે જ સમયે બાપા પાયજામા કફનીમાં અને રોઝી સરસ સાડીમાં સજ્જ થઈને આવી પહોંચ્યાં.

એમને જોઈને માયાનું મોં પહોળું થઈ ગયું. બાપાએ રોઝી સાથેના સહવાસ પછી પેન્ટ પહેરવાનું જ રાખ્યું હતું પણ આજે બન્ને પુરા ગુજરાતી લાગતાં હતાં. બીજી બાજુ આ ગોરકી છોકરી એનું નામ ગીટા કહેતી હતી.

યુ ગીતા?’

યસ મેમ આઈ એમ ગીટા પટેલ

માયાના પહોળા મોંમાં કોન્સ્ટીપીશન થયું હોય એમ શબ્દો બહાર ન આવ્યા. એને થયું કે એની જાણ બહાર ટોની એ આ ઊંચી અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા છે. ઓહ માય ગોડ! ગોરકી  મારા ભોળીયા દીકરા ને ફસાવીને પટલાણી થઈ ગઈ.

કામિનીબેન ટ્રેમાં બાપા અને રોઝી માટે કોક લઈને આવ્યા તે બાપા ના હાથમાં જાય તે પહેલાં માયા એકી સાથે ગટગટાવી ગઈ.

હાવ કમ યુ ગીટા પટેલહેંએએએ.. વ્હોટ્સ્યોર મેઇડન નૅઇમ?’   જાણે ઈન્ડિયન મધર ઈન લો ખખડાવતી હોય તેમ પેલી છોકરીને પૂછ્યું.

મેમ, ઈટસ્ટ્ માય ઓન્લી નેઈમ.

વિનોદે ધીરે રહીને માયાના કાનમાં કહ્યું ડિયર કોઈને આવા પર્સનલ સવાલ ના પૂછાય.

આપણે અમેરિકામાં કોઈપણ ગુજરાતીને મળીયે એટલે સીધા સવાલો પૂછવા માંડીયે, તમારું નામ શું? તમે ક્યાંનાં? અહીં ક્યાં રહો છો? શું કરો છો? કેટલો પગાર છે? કેટલા છૈયા છોકરાં છે? તેઓ શું કરે છે?

વિનોદ ગમે તે કહે પણ આ તો કુટુંબનો સવાલ છે! ટોની ગમે તેને મીસીસ પટેલ બનાવી દે તે થોડું ચાલે?

પણ છોકરી સ્માર્ટ હતી. એ માયાનું મન કળી ગઈ. એણે જ કહેવા માંડ્યું.

માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઈન્ડિયન. હિઝ નેઈમ ઈઝ ડો.ગોવિંદ પટેલ. માય ગ્રાન્ડ મધર ઈઝ ડો. મેરી પટેલ. માય ફાધર ઈઝ ડો. ફ્રેન્ક પટેલ. એન્ડ માય મધર ઈઝ જુલીયન પટેલ.  સો ઓબ્વિયસ્લી આઈ એમ  ગીટા પટેલ. નાવ  આઈ એમ ફ્રેસમેન ઈન બોસ્ટન યુનિ. આઈ એન્ડ ટોની આર ગુડ ફ્રેન્ડ. આઈ કેઇમ ફ્રોમ બોસ્ટન. આઈ મેટ હીમ બાય સ્કુલ એન્ડ હી ઈન્વાઈટમી ફોર ડિનર. આઈ લવ ઈન્ડિયન ફૂડ. થેન્કસ નાના એન્ડ નાની. આઈલ આસ્ક માય ફેમિલી ટુ ગીવ કેટરિંગ ઓર્ડર ફોર ઈન્ડિયન ફૂડ ટુ નાના.

માયાનું મોં અમેરિકન છોકરીની વાત સાંભળી વધારે પહોળું થયું. વિનોદે પહોળા મોંમાં એક મોટું બટાકું વડું મુકતા કહ્યું કે  મારા કરતાં બાપાની અને ટોનીની પસંદગી વધારે સારી છે.

નાના નાનીને પણ આ અમેરિકન ગીતા અને ગીતાની વાત ગમી ગઈ.

સૌ ડિનર ટેબલ પર ગોઠવાઈ ગયા. કામિનીબેને ખબર હતી કે રોઝી માત્ર વેજીટેરિયન જ નહીં પણ વૅગન ખોરાક જ લે છે. એ દૂધ ઘી જેવા પ્રાણીજ પદાર્થો પણ નથી લેતી. એમણે રસ-પૂરી, ઉંધીયું, સુરતી ખમણ ઢોકળા, દાળ, વેજી બિરિયાની, સલાડ વિગેરે બનાવ્યું હતું જેમાં દૂધ કે ઘીનો વપરાશ ન હોય. ઘી ને બદલે વેજીટેબલ ઓઈલ કે વેજીટેબલ શોર્ટનિંગ જ વાપર્યા હતા. ટેબલ પર બધું પીરસાય તે પહેલા ટોનીએ ભાણામાં જે આવે તે ઝાપટવાની શરૂઆત કરી. અમેરિકન ગીતાએ એને અટકાવ્યો.

સ્ટોપ ટોની. વેઈટ…

બધું પિરસાઈ ગયુ, ગીતાએ બન્ને બાજુ પાસે બેઠેલાનો હાથ પકડ્યો. રોઝીને ખ્યાલ આવી ગયો. તેણે કહ્યું લેટ્સ પ્રે બિફોર મીલ.

અને ગીતાએ શરૂ કર્યું.

બ્લૅશ અસ ઓહ લોર્ડ એન્ડ ધીસ ગિફટ, વીચ વી એબાઉટ ટુ રીસીવ, ફ્રોમ ધાય બાઉન્ટી, થ્રુ ગોડ, અવર લોર્ડ. એઇમિન્.

બધા એઇમિન કહી સહમત થયા.

રોઝીએ બધાને ને સમજાવ્યું કે મૂળ પ્રાર્થનામાં ક્રાઈસ છે. પણ ગીતાએ બધા જ ધર્મને સાંકળી લઈને ક્રાઈસને બદલે ગોડ શબ્દ વાપર્યો છે.

[Bless us Oh Lord, and these thy gifts, which we are about to receive, from thy bounty, through Christ, Our Lord. Amen.]

મંગલામાસીને અત્યાર સુધીમાં થયેલા અનુભવ કરતાં આ અમેરિકન જીવન પ્રણાલીનો જૂદો જ અનુભવ થયો. ખાવા-પીવામાં શાકાહારી કરતાં પણ ચડે એવી રોઝી અને ગુજરાતી પટેલ ડોક્ટર દાદાની પૌત્રીની ભોજન પહેલાની પ્રાર્થના…વાહ અમેરિકા વાહ. બીજી બાજુ માયાની તપાસ આગળ વધતી હતી. સ્વભાવ પ્રમાણે વિવેક ભૂલીને ગીતાને સીધું જ પૂછ્યું

સીન્સ વ્હેન આર યુ ગર્લફ્રેન્ડ ઓફ ટોની?’

ગર્લ ફ્રેન્ડઓહ નો મેમ. આઈ એમ નોટ ટોનીઝ ગર્લફ્રેન્ડ. હી ઈઝ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ અવર ગ્રુપ. વી ઓલ લવ હીમ. હી ઈઝ વેરી ફની. માય બોયફ્રેન્ડ ઈઝ ઇન યેલ યુનિવર્સીટી ઈન મેડિકલ કૉલેજ.

ડેડ, તમારી હનીને સમજાવોને કે બધી ગર્લ્સ ફ્રેન્ડ હો તે ગર્લફ્રેન્ડ ના કહેવાય.

વાતો કરતાં ડિનર પુરુ થયું.

થોડી આડી અવળી વાતો પછી કામિનીબેને એકદમ રંગ બરસે ભીગે ચુનરવાશરૂ કર્યું. એક થાળીમાં ગુલાલ અને બીજા વાડકાઓમાં જૂદા જૂદા રંગોના પાવડર કોફીટેબલ પર ગોઠવી સજાવી દીધા.

સવારે મંગળાદીદીએ યાદ કરાવ્યું હતું કે આજે ધૂળેટી છે.

કામીની બહેને શરૂઆત કરી મંગળામાસીથી… એમના બન્ને ગાલ પર મર્યાદિત ગુલાલ લગાવ્યો. વિનોદે માયાને બરાબર રંગી નાંખી. તકનો લાભ લઈ જેટલી બકીઓ થાય તે પણ કરી નાંખી. ગીતા અને ટોનીએ એકબીજાને રંગ્યા. રોઝીએ પણ હોળીના મ્યુઝિક સાથે નાચવા માંડ્યું એક મુઠ્ઠો ભરી મિક્ષ કલરથી બાપાનું માથું ટેકનિકલર બનાવી દીધું. બાપા પણ ઊઠ્યા અને બેત્રણ મજાના ઠૂમકા સાથે રોઝીને રંગવા માંડી. બાપાએ રંગમાં આવીને મંગળામાસીને પણ ખેંચ્યા. પણ મંગળામાસી બે વાર હાથ ઉંચા નીચા કરી પાછા સોફા પર બેસી ગયા. એમને જરા હાંફ ચડી ગઈ. બધાએ ઘૂળેટીનો ઉત્સવ અડધો કલાક માણી લીધો. ટોની ગીતાને મૂકવા ગયો.

ફરી ફળાહાર અને કોફીનો રાઉન્ડ શરૂ થયો.

વાત વાતમાં વિનોદે સાસુજી કામિનીબેનને કહી દીધું કે તમે તકલીફ ના લેતા. હું ક્લીનીંગ સર્વિસમાં ફોન કરી દઈશ. માણસો આવીને બધી સફાઈ કરી જશે. માયાને પણ વિનોદે મમ્મીની કાળજી રાખી એ ગમ્યું.

બાપાએ વાળ પરથી કલર ખંખેરતાં કહ્યું, ‘મારે એક એનાઉન્સમેન્ટ કરવાનું છે.

ગઈ કાલે બોમ્બેથી મારા સેલફોન પર ભરતનો ફોન આવ્યો હતો. એણે કહ્યું કે માયાનો આગ્રહ છે કે બાપાએ થોડો સમય ઈન્ડિયા જવું જોઈએ. ભરતની પણ ઇચ્છા છે, અમે લાંબા સમય થી મળ્યા નથી એટલે મારી પણ જવાની ઈચ્છા તો હતી જ. ભરતે સરસ પ્લાન ગોઠવ્યો છે.

બાપા મેં ભરતકાકાને એવું નથી કહ્યું કે મારે તમને ઈન્ડિયા કાઢી મુકવા છે. બાપા ખોટું ના સમજશો હોંઓઓઓ… પણ તમે ફરીઆવો તો તમને પણ ચેઇન્જ મળશે.

ભરતે રોઝી સાથે પણ ખૂબ વાતો કરી. એટલે જ કાલે ઘરે આવતાં રાત્રે બે વાગી ગયા. હું અને રોઝી બન્ને ઈન્ડિયા જવાના છીએ. રોઝીને પણ ઈન્ડિયામાં ફરવા જોવાની ઘણી ઈચ્છા છે.

હેંહેં..એએએએ…બાપાઆઆ.. તમે અને રોઝી બન્ને સાથે ઈન્ડિયા જવાના છોઓઓ?’

માયાના બન્ને હાથો એના ગાલ પર હતા. મોં સમ સમ ખૂલ જા ની ખુલ્લી ગુફા જેવું પહોળું હતું અને ફાટેલી આંખો રોઝી પર હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૪

 

એઈ, જાગો છો?’

ના.

‘જૂઠ્ઠા કહીંના, બોલોતો છો. પ્લીઝ ઊઠોને, મારે વાત કરવી છે.

અડધી રાતે? મને ઊંઘ આવે છે, કાલે સવારે વાત. તું સૂઈ જા અને મને પણ સૂવા દે.,’

તમે મને ઊંઘ આવતી હોય, ત્યારે નથી જગાડતા?   આજે હું ઊઠાડું છું, ત્યારે ઘોરવા માંડો છો.

‘રિયલી!!!…એવી વાત છે? હિસાબ સરભર કરવો છે? ઓકે આઈ એમ રેડી..’

ના બાપા ના. તમે માનો છો એ વાત નહીં. એ વાત તો પહેલા પતી ગઈ. હું તો તમારા બાપાની વાત કરું છું.

બાપાની વાત કાલે સવારે. આતો મારે કોઈ સેવા કરવાની હોય તો સેવા બજાવીશ નહી તો પ્લીઝ મને ઊંઘવા દે.

સેવા મેવાની વાત નથી પણ મારે બાપાની ઈમ્પોર્ટન્ટ વાત પૂછવી છે.

 

એઈ…સાંભળો છોને? મારી ઊંઘ ઊડી ગઈ છે. ઊંઘ નથી આવતી.

 

તો વન શીપ, ટુ શીપ, થ્રી શીપ એમ ઘેટાં ગણવા માંડ ઊંઘ આવી જશે. એમ પણ ન આવે તો બાથ લઈને પવિત્ર થઈ ને સ્વામીનારાયણ બાપાની માળા કર અગર શિક્ષાપત્રી પાકી કર. એમા જ અત્યારે તારુ કલ્યાણ થશે અને મને ઊંધવા મળશે.

હવે હું ઊઘતી હોંવ અને તમે મને ઊઠાડવા આવશો ત્યારે હુંયે ના ઊઠીશ.

ઓ. કે.

પ્લીઝ સાંભળો છોને?’

ના.

હું મોટેથી બુમ પાડીશ હોં. સાંભળો છો?’

 

કેમ આજે એકદમ બુમ બરાડા વગર તારા ગળાનું વોલ્યુમ ડાઉન થઈ ગયું?’

 

તમે તમારી પટાકડીઓ સાથે ઓફિસમાં નથી. તમે મારી બાજુમાં જ સૂતા છો. કેટલીક વાતો બરાડા પાડીને ના થાય એટલી અક્કલ તો મારામાં છે. તમારામાં ન હોય તો ઉછીની આપું.

 

રહેલી સહેલી અક્કલ મને આપી દેશે તો તારી પાસે શું રહેશે?’

 

વિનોદ જાગી ગયો અને બેડરૂમની લાઈટ ચાલુ કરી.

 

કામિની બેનને ત્યાં ડિનર ધૂળેટીની ઉજવણી બાદ બાપાએ કરેલી વાતથી માયાના બ્રેઇનમાં ઉલ્કાપાત્ સર્જાયો હતો. અડધી રાતે પાસે સૂતેલા વિનોદને ઢંઢોળીને ઉઠાડ્યો. અને વાત શરૂ કરી.

 

ખરેખર બાપા રોઝી સાથે આખા ઈન્ડિયામાં ભટકશે?’

 

ભટકશે નહીં પણ પ્રવાસ કરશે, યાત્રા કરશે.

 

યાત્રા કરશે ત્યારે આપણી જેમ એક જ બેડમાં સૂશે? તમારા બા હતા ત્યારે તો પાછલા વર્ષોમાં જૂદા બેડ પર સૂતા હતા.

 

કાલે સવારે બાપાને જ પૂછી લે જેને!

 

મારાથી આવું ના પૂછાય.

 

તો શું મારાથી બાપાને આવું પૂછાય?  મને તો આવો વિચાર પણ ના આવે.

 

પણ જો …!

 

પણ જો શું? બાપા એડલ્ટ છે સમજુ છે. મોડર્ન છે. રોઝી રોમેન્ટિક છે પણ એક્ષપાયર ડેઈટની છે. કશું યે નહીં થાય ચિંતા કરવા જેવી નથી.

 

તમે તો કાંઈ સમજતા નથી. જો સાથે ને સાથે હરતાં ફરતાં હોય તો લગ્ન કરી બેસે તો?   ભરતકાકાને માટે તો  મોટાભાઈ, બાપાની મરજી એટલે રામચંદ્ર ભગવાનની મરજી.

 

ભલે કરે.

 

આવડા મોટા એકાઉન્ટન્ટ થયા છો પણ પાશેર બુદ્ધિનો છાંટોનો છાંટો નથી.

 

તો અડધીયા બુદ્ધિથી મને સમજાવ. સમજી લઉં એટલે ઊંધવા મળે.

 

મને કહો કે કાકાની અને આપણી મળીને આપણી માલ મિક્લત અને પૈસા કેટલા? ‘

 

આપણી પાસે અહીં છે તેના ત્રણ ઘણાં.

 

આપણી પાસે કેટલા છે?’

 

એક્ઝેટ તો મારે મોના પાસે બધી બુકસ કઢાવીને ગણવું પડશે.

 

હવેથી તમારી મોનુડી કીસુડીને બીજાના એકાઉન્ટની વાત કરવી આપણી વાત ના બતાવવાની. અત્યારે મારે આશરે જાણવું છે.

 

હશે પંદર-સત્તર મિલીયન ડોલર

 

એનો અર્થ એ કે કાકાના અને આપણા પંદર મિલીયન ડોલર ઈન્ડિયામાં છે.

 

હશે! એનું શું?’

 

 

એટલે  સાંઠથી ગુણીએ તો કેટલા રૂપિયા કરોડ રૂપિયા થાય?’

 

તું ગણ્યા કર…તોયે તારા શાહરૂખખાન કરતાં ઘણા ઘણા ઓછા.

 

બાપરે! તમને તો કંઈ પડી જ નથી. તમારા બાપાને રોઝીડી ફસાવીને પરણે. અને પછી ડિવોર્સ લઈ લે તો મફતની અડધી મિલ્કત લઈ લેનેઆપણે તો બરબાદ થઈ જઈએ. તમે ઊઠો. અત્યારે ઈન્ડિયામાં કેટલા વાગ્યા હશે? કાકા ઓફિસમાં જ હશે. અત્યારે ને અત્યારે ફોન કરો. મારે કાકાને બધું સમજાવવું પડશે.

 

જરા સમજો. એ મિઠડી રોઝી કાઈ મુંબઈની ચોપાટી પર પાણીપૂરી ખાવા નથી જતી. એતો આપણી ઈન્ડિયાની માલમિલ્કતના એસ્ટીમેટ માટે જવાની હશે.

 

તેં અને તારા મમ્મી પપ્પાએ પણ અમારી માલ મિલ્કત જ જોઈ હતીને? ‘

 

મને તો તમારી માલ મિલ્કતની જરાયે ખબર ન હતી. મેં તો માત્ર અમેરિકા જ જોયું હતું. દરેક માંબાપ દીકરીની આર્થિક સલામતી વિચારે જ ને? મેં જો તમારા ફેમિલીના સંસ્કાર જોયા હોત તો પરણતે જ નહીં. બૈરા પાછળ બાપ-દાદા બધા જ મોડર્ન. આપણા ફેમિલીની સંપ્પત્તિ અને સંસ્કાર જાળવવાની મારી ફરજ છે. ઊઠો અને કાકાનો ફોન જોડો.

 

તને નંબર ખબર છે. તારે વાત કરવી છે તો તું કર મને ઊંઘવા દે. મારે મોના સાથે કાલે કોન્ફરન્સમાં જવાનું છે.

 

હાહા..મને ખબર છે …તમારી દાનત…બઘે જ મોનુડીને સાથે લઈ જવાની શું જરૂર છે?’

 

…..અને માયા એ કાકાસસરા ભરતભાઈ ને ફોન જોડ્યો.

હલ્લો કાકાઆ…હું માયા…મારા પ્રણામ.

 

કેમ દીકરી માયા..આત્યારે? અત્યારે તો અમેરિકામાં રાત છે. મોટાભાઈ મજામાં છેને? કોઈ પ્રોબ્લેમ નથીનેઅડધી રાતે કેમ ફોન કરવો પડ્યો માયા બેટી?’

 

અને બેડરૂમના ડોર પર ટકોરા પડ્યા.

 

માયાએ કપડા સંકોરી ડોર ઉધાડ્યું.

 

બાપાએ રૂમમાં આવતાં પૂછ્યું માયા, કોનો ફોન છે? તારા મમ્મી પપ્પાને ત્યાં અડધી રાત્રે કોઈ પ્રોબલેમ તો ઊભો નથી થયોને?’

 

ના બાપા, આતો મેં જ નાના કાકાને બોમ્બે ફોન કર્યો હતો. તમે ઈન્ડિયા જવાના તે બાબતમાં મારે નાના કાકા સાથે વાત કરવી હતી. હું જરા વાત કરી લઉં પછી તમારે વાત કરવી હોય તો કરજો. માયાએ ભરતકાકા સાથે વાત ચાલુ રાખી.

 

કાકા, બાપા અમારી નેબર સાથે ઈન્ડિયા ફરવા આવવાના છે તો બાપાનો બરાબર ખ્યાલ રાખજો. બાપા કરતાં પણ એની ફ્રેન્ડ ખાવાપીવામાં ખૂબ ચૂંધીખોર છે, આતો સ્હેજ જણાવવા માટે જ ફોન કર્યો હતો. આપણી બધી વાતો પૂછે તો જરા ખ્યાલ રાખજો. ગમે તેમ પણ પારકું માણસ કહેવાય. આમ તો ખૂબ સારી દેખાય છે પણ આ દેશના લોકોની દાનત કેવી હોય  તે અત્યાર સૂધીમાં મને પણ સમજાયું નથી. બધે ફેરવીને આપણા પૈસાનો ધૂમાડો ના કરતા. એને સમજાવી દેવાનું કે ઈન્ડિયામાં તો બહારથી આવેલી ગોરી ચામડીવાળી પર બહુ ગેન્ગ રૅપ થાય છે. બાપા ભલે તમારી સાથે વધુ રહે પણ રોઝીને વહેલી રવાના કરી દેજો.

 

માયા, ભગવાને આપ્યું છે તો આનંદથી વાપરવાનું. મારી ના છતાં રોઝીએ એના ભાગના હોટેલ અને ટ્રાવેલિંગના ખર્ચા અગાઉથી એના ક્રેડીટ કાર્ડથી પેઈડ કરી દીધા છે. બધો પ્રોગ્રામ સરસ સેટ થઈ ગયો છે. અને માયા, મારા સાળા સુરેશભાઈ અને એની વાઈફ  શોભા મોટાભાઈ સાથે બધે ફરવા જવાના છે. તને તો ખબર છે કે સુરેશભાઈ આસિસ્ટન્ટ પોલિસ કમિશ્નર છે. કાયમ ગન લઈને ફરે છે. બિચારી રોઝીને ખોટી રીતે ગભરાવવાની જરૂર નથી. મેં ગઈ કાલે એની સાથે લાંબી વાત કરી હતી. તું બાપાની પણ ચિંતા કરતી નહીં. તું પણ બાપા સાથે ફરવા આવ તને મઝા આવશે.’

 

ના કાકા ના. તમારા ભત્રિજાને ગમે ત્યાં ચરવા છોડી મારાથી ઈન્ડિયા અવાય. ચાલો હું બાપાને ફોન આપું છું.’

 

માયાથી બાપાની હાજરીમાં મનની બધી વાત થઈ શકી નહીં.

 

નાના, ભઈલા હોસ્ટેલનો પ્રોગ્રામ બરાબર ગોઠવાઈ ગયો છે?’

મોટાભાઈ એવ્રીથીંગ ઈઝ સેટ.’

તો પછી જરૂર પડ્શે તો વાતો કરીશું.’ બાપાને પણ વાતો લંબાવવી હતી.

 

 સામાન્ય રીતે  બાપાની નાની નાની વાતોમાં માથું ન મારતા  વિનોદને હોસ્ટેલની વાતમાં રસ પડ્યો.

‘બાપા હોસ્ટેલની શું વાત છે?’

 

‘એક જમાનામાં આપણા ગામમાં હાઈસ્કુલ પણ ન હતી. હવે આપણાં ગામમાં બે કોલેજ છે. કોલેજની હોસ્ટેલ પણ છે. પણ તે બોય્સ હોસ્ટેલ જ છે. નાનાએ ગર્લસ હોસ્ટેલ માટે આપણા ફેમિલી તરફથી મોટું ડોનેશન આપ્યું હતું. તેની ઉદ્ઘાટન વીધી મારે હાથે થવાની છે.  હોસ્ટેલમાં છોકરીઓ માટેના જીમમાં જ એક દરેક છોકરીને કરાટે અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ માટે એક કરાટે ટીચરને એપોઈન્ટ કરી છે. એ ટીચરના બે વર્ષના પગાર જેટલી રકમનું ડોનેશન રોઝીએ કર્યું છે. અને રોઝી “સેલ્ફ ડિફેન્સ અગેઇન્સ્ટ રેપ એટેક” પર લેક્ચર આપવાની છે.’

 

‘વાઉવ, વેરી નાઈસ બાપા. કોન્ગ્રેટ્સ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ એન્ડ રોઝી.’ વિનોદને બાપા અને રોઝી પ્રત્યેના માનની લાગણી વધી.

 

‘શું વાઉવ! રોઝીએ બાપાને તો લપટાવ્યા છે પણ હવે નાનાકાકા પર પણ ભુરખી નાંખવાની શરૂઆત કરી છે. બાપા તમને ખબર છે કે અમિતાભ બચ્ચન અને જયાભાદુરીને લગ્ન પહેલા લંડન જવું હતું પણ બચ્ચનના પેરન્ટ્સે ઘસીને નાં પાડી હતી. એનું નામ ભારતના ઉચ્ચ સંસ્કાર કહેવાય. ઝડપથી મેરેજ કરી પછી જ લંડન ગયા હતાં. બાપા તમે મારા પપ્પાને લાંબું પ્રવચન આપીને સુધાર્યા અને તમે દિવસે દિવસે બગડતા ચાલ્યા. અત્યાર સૂધી કાંઈ બોલતી ન હતી પણ હવે તમને ચોખ્ખું ને ચટ્ટ કહી દઉં છું મને તમે રોઝી સાથે વધુ આગળ વધો તે મને જરાયે નથી ગમતું’

 

‘દીકરી માયા તો શું મારાથી રોઝી સાથે લગ્ન કરી ને જ ઈન્ડિયા જવાય?’

 

‘ના, તમને લગ્ન કરવાનું કોણે કહ્યું? મનમાં એવા ઘોડા દોડાવતા જ નહીં. એવું કંઈ કરશો તો હું પંખે લટકી જઈશ.’

 

બાપા અને વિનોદ માયાના લાલ ચોળ મોં સામે જોઈને હસતા હતા.

 

વિનોદે કહ્યું બાપા મને બેસ્ટ મેન બનાવશોને?

ના બેટા એ માટે આપણો ટેણકો બુક થઈ ગયો છે.

 

‘ઓ મારા ભગવાન, આ ઘરના બધ્ધા મરદો દિવસેને દિવસે નફ્ફટ ને નફ્ફટ થતાં જાય છે. મારી વાતને કોઈ સીરીયસલી સાંભળતું જ નથી.’

 

‘બેટી માયા, અમે એક સારા મિત્રો છે. અમે ઘણી બાબતોમાં જૂદા પણ છીએ. પણ એ જૂદાપણું એક બીજાનું પુરક બની રહે છે. આજે અમે મિત્રો છીએ. કાલે કદાચ રસ કે વિચાર સરણી બદલાય તો કોઈ પણ દુઃખ વગર છૂટા પણ પડીયે. પણ અત્યારે તો અમે સાથે છીએ. માયા તને ન સમજાય પણ સીંગલ સીનીયર્સને  તમે માનો તેવા શારીરિક સુખ કરતાં વિજાતીય હૈયાની હૂંફની જરૂર છે. અત્યારે તો અમે મિત્રો છીએ. જો લગ્નનો વિચાર આવશે તો તારી મંજુરી લઈને જ આગળ વધીશ. અત્યારે તો આપણા કુટુંબમાં મોટામાં મોટી વડીલ મહિલા તું જ છે ને? હવે ખોટા વિચારો કર્યા વગર શાંતિથી ઊંઘી જા.’

 

બાપાએ પ્રેમથી માયાના માથા પર હાથ ફેરવ્યો અને પોતાના બેડરૂમમાં ગયા. લાઈટ બંધ થઈ. વિનોદે ઘોરવા માંડ્યું. માયા પડખાં ફેરવતી રહી. બાપા, રોઝી સાથેની કંપની પછી, વાણી વિચાર અને વર્તનમાં કેટલા બદલાઈ ગયા!  માયાના મગજ પર જાત જાતના ચિત્રો દોરાતા અને ભૂસાતા રહ્યાં

 

વિચારતાં વિચારતાં ઊંઘ આવી ગઈ.

 

આજે અખાત્રીજનો શુભ દિવસ હતો અને સ્વપનામાં મોટા ચર્ચમાં બાપા અને રોઝીના લગ્નની વીધી ચાલતી હતી. ટોની બેસ્ટમેન બનીને બાપાને વેડિંગ રીંગ આપતો હતો. પોતે પપ્પા મમ્મીની વચ્ચે બેઠી હતી અને વિનોદ  બે પટાકડિઓ મોના અને લીસાની વચ્ચે બેઠો હતો. એની આગળની ખુરસી પર મંગળામાસી અમેરિકન ડ્રેસમાં કોઈ સ્વામિનારાયણ સંતની સાથે હાથ પકડીને બેઠા હતા. અને લગ્ન કરાવનાર પ્રિસ્ટે પૂછ્યું જો કોઈને વિઠ્ઠલ પટેલ અને રોઝી લગ્નગ્રંથીથી જોડાય તેનો વિરોધ હોય તો જણાવે

 

“if anyone can show just cause why this couple cannot lawfully be joined together in matrimony, let them speak now or forever hold their peace”

 

અને રોઝીએ ઉભી થઈને મોટો બરાડો પાડ્યો….’અરે  બધા સાંભળો  છોઓઓ? આઈ ઓબ્જેક્ટ.’

 

પોતાના બરાડાથી પોતેતો જાગીને બેડમાંથી ઉભી થઈ ગઈ અને માયાની પેટન્ટેડ બુમથી વિનોદ પણ  જાગી ગયો.

 

હવે  પાછું શું થયું?’ વિનોદે અકળાતાં અકળાતાં પૂછ્યું.

કશું નહીં હવે સૂઈ જાવ. આતો જરૂર પડે ત્યારેઆઈ ઓબ્જેક્ટની બુમ પાડવાની પ્રેકટિશ કરું છું

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૫

 

આધુનિક બનતા જતા પટેલબાપાની, શંકાઓથી ઘેરાયલી માયા વહુના મગજમાં ઠસી ગયું હતું કે મીઠી મીઠી વાતો કરીને રોઝીએ બાપાને ગાંડા કર્યા છે અને ફસાવ્યા છે. અમ્રેરિકન બૈરાનો શું ભરોસો? આજે મેરેજ, અને કાલે ડિવૉર્સ. જેટલી પ્રોપેર્ટી, પૈસા ખંખેરાય તેટલા ખંખેરી લે. હવે બાપા રોઝી સાથે ઈન્ડ્યા ફરવા જવાના છે. ત્યાં સાથે રહેશે, સાથે ફરશે, સાથે એક બેડમાં….. મારા ભગવાન! લોહીના સંસ્કાર જો વિનોદમાં ઉતરશે તો મારું શું?

અરે વિનોદ, હાંભળો છોઓઓઓઓ? સવાર સવારના ક્યાં ગયા?’

હું બાથરૂમમાં છું.’

બાથરૂમ લાઈબ્રેરી નથી. પેપર મુકી, જે કરવાનું હોય તે કરીને જલ્દી સીધા બહાર આવો.’ ‘મારે ખાસ વાત કરવાની છે.’

લે તારે માટે બાથ લઈને ફ્રેસ થઈનેહમ ગયે હૈ….લાલાલાલાતુમ ને પુકારા ઔર હમ ચલે આયે

ગાંડાવેડા છોડો. દિવસ રાતનું ભાન રાખતા શીખો. આઘા ખસો મેં તમને બાઝવા કે ચાટવા નથી બોલાવ્યા! બહુ સિરિયસ વાત કરવાની છે. જૂઓ, વાત એમ છે કે બાપા ભલે ઈન્ડિયા જાય; પણ સાથે રોઝી જાય એવું કંઈક વિચારો.. જશે તો ત્યાંની આપણી મિલ્કત જોઈને બાપા સાથે લગ્ન કરશે અને આપણે બરબાદ થઈ જઈશું

જો માયા, બાપા પોતાની પાછલી જીંદગીના સુખ માટે જે કરતા હોય તે કરવા દેવામાં માનું છું. બાપાએ શું કરવું શું કરવું  તે બાપા પોતે સારી રીતે સમજી શકે છે. બાપા મારી બા સાથે આખી જીંદગી પ્રેમથી અને વફાદારીથી જીવ્યા છે. બા હોત અને બાની હાજરીમાં રોઝી કે બીજી કોઈ પણ સ્ત્રી સાથે નિકટના સંબંધ બાંધતે  કે લફરા કરતે તો તે ખોટું કહેવાતે. પણ હવે બા નથી. બાએ એમને સુખ મળે તેમ જીવવાનું કહ્યું હતું. બાપાને જે કરવું હોય તે કરવા દે. તને વાંધો લાગે તો બાપાને સમજાવવાની માથાકૂટ તારે કરવાની. પ્લિઝ મને એમાં ઈન્વોલ્વ કરવાની જરૂર નથીમારા વિચારો તારા કરતાં ઘણાં જૂદા છેડાર્લિંગ એમ આઈ ક્લિયર? તારા પપ્પા તો મમ્મીની હયાતીમાં લફરા કરવા તૈયાર થયા હતા. બાપાને સુખને માટે જે કરે તે કરવા દેવામાં હું સમ્મત છું.

હા હા, હું મુરખ નથી. તમારા વિચારો કેમ જૂદા છે તે પણ બરાબર સમજુ છું. બાપાને બધી છૂટ આપીને તમે તમારી લાઈન ક્લિયર કરતા જાવ છો. અમેરિકન બોર્ન દેશી છો ને? બા ગયા પછી બાપાને બધી છૂટ આપવાની અને તમે તો હું જોગમાયા, તમારી સામે બેઠી છું તોયે હમણાં નીચે જઈને મોનુડી અને લિસુડી સાથે ઈલ્લુ ઈલ્લુ કરવા દોડી જશો.’

અરે માય બ્યુટિફૂલ આરડોલી બોર્ન, બરોડા ગ્રોન ડાર્લિંગ; બોચાસણ બ્રેઈન, મેં જે દિવસે તને જોઈ તે દિવસથી  તારી કમનીય કાયાના પ્રેમમાં પડી ગયો છું. મારે માટે તો તું અભિની એષ છે. તારી સામે મોનુડી અને લિસુડીનો કોઈ ક્લાસ નથી બન્ને કોઈ મારી ગર્લફ્રેન્ડ નથી. મારી એમ્પ્લોયી છે. બન્ને છોકરીઓને એમના બોય ફ્રેન્ડ છે. મારે માટે તો માત્ર તું છે. તૂ હી હૈ, સિર્ફ તૂ હી હૈ.

જ્યારે જ્યારે તારી પાસે આવું ત્યારે તું વડીલો છેટોની છે, એમના દેખતાં પ્રેમ ના થાય, બકી ના થાય. દરેક વખતે હડસેલો ના માર્યો હોત તો આજે ટોનીને અગિયાર ભાઈબેનોની કંપની મળત.’.

તમારા લખ્ખણ જાણું ને! એટલે સ્તો દૂર રહું. હમણાં ટોની નીચે આવશે. ચાલો મંગળામાસી નીચે આવે તે પહેલા….’

મૉમવોચ આઉટ, આઈ વોઝ વૅઇટિઇન્ગ ટુ કમ ડાઉન બટ મંગળા દાદી ઈઝ કમીંગ. બેડ લક ડેડ’….ટોનીની બુમ સંભળાઈ.

ધત્ત તેરીકી. કબાબમેં હડ્ડી…. બોલો શ્રી જયસ્વામિનારાણ અનેકરો પાપી મનની શુધ્ધી.’

વિનોદ બેટા તેં કાંઈ  કહ્યું?’

ના માસી મેં તો આપને જયસ્વામિનારાણ કહ્યું. ચાલો હું ઓફિસમાં જાઉં છું. માયાને આપની ઘણી સલાહની જરૂર છે. આપ ઉઠીને પરવારો તેની રાહ જૂએ છે.’

માયા શું કાંઈ મોટી સમસ્યા છે?’

માસી, મને બાપા સાથે રોઝી ઈન્ડિયા જાય તે જરાયે યોગ્ય નથી લાગતું. બાપા અમેરિકામાં તો વગોવાયા છે અને હવે ઈન્ડિયામાં આબરૂના ધજાગરા ફરકાવવા જવાના છે. હવે તો મોટા થઈને અમારા નાનાની મર્યાદા પણ નથી રાખતા. ટેનિસકોર્ટ પર સેંકડો માણસોની વચ્ચે ઉંચકીને હોઠ પર બકી કરી હતી તે નથી જોયું? સંસ્કારી માણસોને આવું શોભે? મને એમ કે તમે આવશો ને અમારી સાથે રહેશો તો બાપા સુધરી જશે.’

માયા, તારા સસરા હવે સુધરે શક્યતા નહિવત છે. એની સાથે હું વધુ વાત કરું તો મને બગાડી મૂકે એવું નંગ છે. એને જવા દે. જીંદગીના જે અભરખા બાકી હોય તે માણી લેવા દે. ઘણીવાર લાગે છે કે એની  જીવનશૈલી સાચી છે. હજુ પણ મને સમજાતું નથી કે રોઝી એની મિત્ર છે કે પ્રેમિકા છે? જે હોય તે પણ મને તો એમ લાગે છે કે તેઓ એકબીજાને માટે સર્જાયા છે.’

(ટેલીફોન)

હલ્લો.

હાય માયા ધીસ ઈઝ રોઝી, વિઠ્ઠુ વિલ બી ઓલ ડે બીઝી વીથ હિઝ ફાઈનાસિયલ એડવાઈઝ્રર. આઈ એમ એલોન. વ્હાઈ ડોન્ચ્યુ કમ વિથ મંગલા, વી વિલ હેવ લંચ ટુ ઘેધર એટ માય પ્લેસ. ટુ ડે. આઈ મેઈડ ગુજરાતી દાલ ભાત એન્ડ રોટી એન્ડ શાક. આઈ નીડ યોર ઓનેસ્ટ ઓપિનિયન એબાઉટ માય કુકીંગ.’

થેન્ક રોઝી. ઇટ વિલબી અવર પ્લેઝર.’

ચાલો માસી આપણે મારા સાસુજીની રસોઈ જમવાનું આમંત્રણ છે. તમારે એનો અભિપ્રાય આપવાનો છે. બધ્ધામાંથી કંઈકને કંઈક વાંધો કાઢી એને નાપાસ કરવાની છે. બીજી વાત કરવાની પણ સરસ તક છે.’

લંચ દરમ્યાન રોઝીએ પૂછ્યુંમંગલાજી આપકો મેરી રસોઈ કૈસી લગી?’

વ્હોટ? ડુ યુ નો હિન્દી?

મૈં વિઠ્ઠુ કે પાસ શીખ રહી હું. ફર્સ્ટ હિન્દી એન્ડ ધેન ગુજરાતી. ડિડ આઈ સે  રોંગ?

નો નો નો મિસ્ટેઇક. પર્ફેક્ટ હિન્દી. યુ સેઇડ ટુ માસી મંગલાજીઇનસ્ટેડ ઓફ મંગલા…. ઇટ્સ નાઈસ.’

બચ્ચનજી તો છોટે બડે સબકો આપ ઔર જી લગાકે બાત કરતે હૈ. આઈ લર્ન ફ્રોમ ઈન્ડિયન ટીવી. ઇટ્સ પ્રીપ્લાનિંગ ફોર ઈન્ડિયા ટૂર.’

રોઝી, યુ આર એક્સાઈટીંગ ફોર ઈન્ડિયા બટ આઈ અફ્રેઇડ યુ વુડ નોટ લાઈક ધેર.’

ક્યું?’

ઈન્ડિયા ઈઝ વેરી વેરી ડર્ટી કન્ટ્રી.’

નો, યોર મોદીને ગંદ્કી દૂર કર દી. વિઠ્ઠુ સેઇડ, ઈન્ડિયા ઇસ નાવ વેરી ક્લિન એન્ડ બ્યુટિફુલ કન્ટ્રીવિઠ્ઠુ, પ્રાઉડલી સેઝમેરા ભારત મહાન”. આઈ બીલીવ હિમ.’

યા યા યા, ધીસ સ્લોગન  મેરા ભારત મહાન”. ઇસ ઓન્લી ઓન બેક ઓફ ટ્રક.’ એન્ડરોઝી બિલિવ મી. ધેર ઈઝ લોટ્સ ઓફ  રેટ્સ, માઈસ, ક્રોકરોચીસ એન્ડ મોસ્ક્યુટોઝ એવરી વેર ઈન ઈન્ડિયા. ધેર ઈઝ ટાઈફોર્ડ, ટીબી, સ્વાઈન ફ્લ્યુ, કાઉ ફ્લ્યુ, ભેંસ ફ્લ્યુ, બર્ડ ફ્લ્યુ, મેની મેની  ડિફરન્ટ કાઈન્ડ ઓફ ફલ્યુ  વ્હીચ યુ એન્ડ આઈ ડોન્ટ નો. ચીકન ગુનિયા ગોઇંગ ઓન એવરીવેર. ઈફ આઈ વેર યુ, આઈ વિલ નોટ ગો ફોર મિલિયન ડોલર. યુ નો ધેસ્ટ વ્હાઈ  વી ઓલ સ્માર્ટ ઈન્ડિયન્સ આર ઇન અમેરિકાઆઇ લવ યુ. આઈ ડોન્ટ વોન્ટુ સી યુ ગેટ સીક.

અરે માયા ફિક્ર મત કરો. આઈ વીલ બી ફાઈન. ભરતકા રેસીડ્ન્સ ભી એકદમ સાફ રવાયા હૈ. હમ ફોર સ્ટાર ઓર ફાઈવ સ્ટાર હોટૅલમેંહી ઠહરેગેં.

ફાઈન. આઈ વીશ યુ ઓલ બેસ્ટ રોઝી. ફોર અસ યુ આર નોટ જુસ્ટ નૅઇબર, બટ અવર ફેમિલી મેમ્બર. એન્ડ થેન્કસ ફોર નાઇસ ગુજરાતી લંચ. ઇટ વોઝ બેટર ધેન માઈન.’

આભાર. સુક્રિયા. ધન્યવાદ. ડિયર માયા, આપ મેરી સાથ શોપિંગ કે લીયે શકતી હો? મૈ ભરત કે ફેમિલી કે લીએ ગિફ્ટ ખરીદના ચાહતી હૂં.’

વી વીલ ગો ટુ મોરો, ઓકે

@@@

કેમ માયા, હથીયાર હેઠા મુકીને આવીને?’

માસી, જ્યારે એની સામે હોઉ ત્યારે એના પ્રભાવમાં આવી જાઉ છું. એણે બાપાને ભેરવ્યા. મારો ટોની તો એને નવી ગ્રાન્ડમાં તરીકે એનો લાડકો થઈ ગયો છે. વિનોદને કાંઈ પડી નથી. બાપા પરણવા તૈયાર થાય તો વરઘોડામાં એની બે પટાકડી સાથે ભાંગરા કરવા તૈયાર છે. હું મુવી સંતાપમાં બળી રહી છું. હવેના જમાનામાં છોકરો પરણે એટલે એને જૂદો કાઢવામાં મજા છે. બસ એજ રીતે સસરો પરણે તો એને પણ જૂદો કાઢવો જોઈએ. જો જોને બાપાને અને રોઝીને હું જૂદા કાઢીશ. જૂઓને ભરતકાકા આટલા દૂર છે એને પણ વગર જોયે વ્હાલા કરી દીધા છે. થોડા વખતમાં તો કેટલું બધું હિન્દી બોલતી થઈ ગઈ. મને હિન્દી આવડે તો પણ કુદરતી રીતે ખરું ખોટું અમેરિકન ઈનગ્લિશ ભચડાયા કરે છે. કેટલા વખતથી વિનોદ મને સ્પેનિશ શિખવાનું કહે છે પણ બેચાર શબ્દો પણ યાદ નથી રહેતા અને સિત્તેરની બુઢ્ઢી થોડા દિવસમાં હિન્દી પછી ગુજરાતીમાં ઠોકાઠોક કરવા માંડશે. એની હાજરીમાં કઈ ભાષામાં વાત કરીશું? આપણા કોઈ પ્રાઈવસી નહીં.

માસી મારી  સાસુમાં સુકન્યાબા વિઠ્ઠલધામમાં પહોંચ્યા અને વિઠલબાપાના દિલમાં રોઝી ભરાઈ ગઈ. અમારી તો આખી દુનિયા બદલાઈ ગઈ. પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ડોસાઓને જુવાની ઝળકી. ડોસા અમેરિકન થયા. અમેરિકન ડોસી ઈન્ડિયન બનવા નિકળી. રિવર્સલરિવર્સલરિવર્સલ. બાપાએ મારા પપ્પા મમ્મીને પણ બદલી કાઢ્યા. હવે મમ્મી પપ્પાએ મંદિરે જવાનું પણ ઓછું કરી નાખ્યું છે. જો જોને બાપા એક દિવસ તમને બિકીની પહેરાવીને બીચ પર લઈ જશે.’

માયા, અત્યારે તને હિસ્ટિરીયા એટેક આવ્યો હોય એમ લાગે છે. બાપા અને રોઝીના વિચારો કર્યા કરશે તો ગાંડી થઈ જશે. સ્વામિનારાયણ બાપાએ તને ખુબ સુખ આપ્યું છે. વિનોદ તને કેટલો બધો પ્રેમ કરે છે! સુખને ઓળખીને સુખ માણતા શીખ. નાનપણથી વિઠ્ઠલને ઓળખું છું પણ કદીયે સમજી શકી નથી. એને કોઈ બદલી શકે એમ નથી. રોઝીએ એને બદલ્યો નથી. એણે રોઝીને બદલી છે. બેટી, હું તારી સાથે ઘણું રહી. તારે ત્યાં રહીને અમેરિકન દેશીઓ વિશે ઘણું જાણવા મળ્યું. હવે ન્યુ જર્સીના રોબિન્સવિલ્લ બાપાના મંદિરમાં સેવા આપવા જવા વિચારું છું. તું કહે તેમ અહીં રહીશ તો તારા બાપા મારા પોણોસો વર્ષના  મર્યાદા સંસ્કારને અભડાવશે. ઉમ્મરે મારે બદલાવું નથી.. તારા પપ્પા કંચનલાલ કહેતા હતા કે તેઓ મને કદાચ કાયમના વિઝા કે ગ્રીન કાર્ડ મળે એવો રસ્તો શોધી કાઢશે

માસી ભલે તમે ના કહો પણ તમે પણ બદલાયા છો. હું એવી ને એવી રહી. નવી સાસુને પોંખવા સિવાય હવે મારો છૂટકો નથી. સ્વામિનારાયણ બાપાની ઈચ્છા પ્રમાણે થશે.

આવતી કાલે રોઝી સાથે આપણે બન્ને શોપિંગ માટે જઈશું. માસી મારે પાર્લરમાં પણ જવું છે. એક વાત કરું? જો તમે હેર કલર કરાવો તો પંચોતેરને બદલે પાંસઠના લાગો એવા છો.. હું તમારી દીકરી જેવી છું નેતમને ખબર છે કે મે મહિનામાં મધર્સ ડે છેબસ કામિનીમમ્મી અને તમે મારા વ્હાલા માસીબાબા,તમારે મારી વાત માનવી પડશે.’

વિનોદ કહેતા હતા કે  વર્ષે એની રોઝી મોમ્ને પણ મધર્સ ડે ને દિવસે ડિનરમાં લઈ જવા વિચારે છે

તને ભાન છે, કે તું શું બોલે છે? હું ઉમ્મરે વાળ રંગવાની? ના બાપા ના. મારાથી નખરા ના થાય.’

મારા વ્હાલા મંગળામાસીબા, તમારા નાનપણના દોસ્તના ઘરમાં રહ્યા છો એટલે તમારે પણ, કાળા પછી ધોળા અને ધોળા પછી કાળાનું રિવર્સલ તો કરવું પડશે.’

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૬

 

અરે! ઓફિસ પટાકડીઓને પડતી મૂકીને જરા ઉપર આવોને! તમે મને કાયમ કહેતા હતાને કે મારે રેગ્યુલર પાર્લરમાં જઈને તમારે માટે મારે મારી જાત શણગારવી જોઈએ. હું આજે બ્યુટિપાર્લરમાં જઈ આવી. જરા ઉપર આવીને જોઈને કહો કે હું કેવી  લાગું છુંહાંભળો છોઓઓઓઓને!. અને છું, જરા કાન ખોલીને પણ સાંભળી લો, ધરમાં મંગળામાસી પણ  છેહોંઓ. સમજ્યાને?’

સમજ્યો, સમજ્યોમારે આવવાનું અને મારી બ્યુટિફુલ બુલબુલ સામે સ્વામિનારાયણ સંત બની જવાનું.’ વિનોદ ગણગણ્યો. ‘આની સામે આમ થાય, આમના દેખતાં પત્નીને પ્રેમ ના  થાય. તેમની સામે સેક્સની વાતો ના થાય. માયાને પોતાના સૌંદર્યનો ખ્યાલ નથી. બારડોલીમાં જન્મેલી અને બરોડામાં સ્વામિનારાણ સાદગીના સંસ્કારે  તો સ્ટાઈલિસ ડ્રેસ પહેરતાં શીખી કે તો ઘરેલું મેઇક કરતાં પણ શીખી. હું  ક્યાં ઈન્ડિયા જઈને લગ્ન કરવા માંગતો હતો. મને તો કોઈ પણ અમેરિકન ગોર્કી મળી જાતઆતો માયાને જોઈ બસ વિનોદ ક્લિન બૉલ્ડ થઈ ગયો. ચિંથરે બાંધ્યુ રતન. ટૉની આટલો મોટૉ થયો તો યે એની ફિટનેશ એવીને એવી છે. માયાની બ્યુટીએ મારા સેક્સ હાર્મૉન સજાગ રાખ્યા છે. એને જોઉં અને અને મારામાં સમાવી દઉ ઉમળકો કાયમ ભડક્યા કરે છેમાયાની વોર્નિગ મળી ગઈ. મંગળામાસીની હાજરીમાં પેન્ટના ગજવામાં બન્ને હાથ રાખવા અને માનસિક માયાનો ત્યાગ કરી સામે ઉભેલી સુંદરી માયાને સ્પર્શ કરવાનો પણ વિચાર કરવાનો. ચાર ફૂટ દૂર રહેવાનો આદેશ. આંખો બંધ કરી,લાલ પાઘડી વગરના સંત બનીને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ  કરવાનું.’

…..પણ આખરે તો વિનોદ એટલે વિનોદ. નો વૅ.. માસીકી ઐસી તૈસી. જાણે માસી જેવી કોઈ બલા છે ભૂલીને સીધો માયાને વળગ્યો.

અર્રેરેરે શું કરો છો? પાળેલા ડોગની જેમ કાયમ મને જોતાંની સાથે ચાટવા દોડી આવો છો! જરા મારી સામે તો જૂઓ. મારો બધો મે અપ બગાડી. મૂક્યો.’

ઓહ માય સુગર, આઈ એમ સોરી.’

આજે તમારી થનાર, નવી રોઝીબા સાથે બ્યુટિપાર્લરમાં ગઈ હતી. ખરેખર તો અમે ગયે મહિને મધર્સ ડે પર જવાના હતા પણ એપોઇન્ટમેન્ટ મળી એટલે આજે ગયાતાં. મારા ભાવી સાસુમાંએ પ્રેમથી જે જે સલાહ આપી તે પ્રમાણે બધું કરાવ્યું છે.’

મને જરા દૂરથી જોઈને કહોને કે કેવી લાગું છું!’

ઓહ માય ગોડ! સ્ટનિંગ….આજ માયાકો દેખા તો ઐસા લગા, જૈસે ખિલતા ગુલાબ,જૈસે શાયરકા ખ્વાબ, જૈસે ઉજલી કિરન, જૈસે બનમેં હિરન, જૈસે ચાંદનીકી રાત….ઔર ગરમ ગરમ સેક્સકી બાત…’

ગરમ સેક્સકી બાત. બસ બસ હવે ઠોકા ઠોક અને લવારા છોડો…. સુથારનું ચિત્ત બાવળીયે.. સારી લાગું છું નેમારી બર્થડે પાર્ટી પછી પહેલીવાર પાર્લરમાં ગઈ.’

ડાર્લિંગ, પ્લીઝ, જરા આંખ સાંકડી કર….બે હોઠો વચ્ચે, દેખાય એમ જીભ ફેરવ….યુ આર વર્ડ બેસ્ટ સેક્સી ગર્લ..  માયા….’

ચાલો  બહુ થઈ ગયુંજરા દાદર તરફ જૂઓ. માસી નીચે આવે છે?’

વાઉવાઉવાઉઆઈ ડોન્ટ બીલિવ ઈટ. નો વૅ કોણ? આપણા મંગળામાસીમંગળામાસી પણ બ્યુટિપાર્લરમાં આવ્યા હતાસ્ટનિંગ, સુપર્બમંગળામાસી યુ લુક ગ્રેઈટ. તમે એકદમ સુંદર અને પ્રભાવશાળી લાગો છો. બીલકુલ કોર્પોરેટ પર્સનાલિટી.’

વિનોદ, મને સમજાતું નથી કે તારા અમેરિકન લવારા, મારા વખાણ છે કે મશ્કરી? માયાએ અને તારા બાપની પાડોસણ ગર્લફ્રેન્ડે, પટાવીને, ભોળવીને, મને ખુરસી પર બેસાડી દીધી. વાળ કાપી નાંખ્યા. ત્યાં કામ કરતી છોકરીઓ મને કાંઈ કહેતી જાય, સમજાવતી જાય, પણ મને સમજ પડે નહીં. મેં, યા યા અને ઓકે ઓકે કહ્યા કર્યુ, તેમાં મને સર્કસના જોકર જેવી બનાવી દીધી …… મોં પર જાત જાતના લપેટા કર્યાસાડી પણ અવળી પહેરાવી દીધી. મને તો હવે આયનામાં જોતાં પણ શરમ આવે છે. આયનામાં મારે બદલે કોઈ પારસણ ઉભી હોય એવી લાગું છું. ઉમ્મરે મોં પર આવા રંગરોગાન શોભતા હશે?. તારો બાપ આવે તે પહેલાં મોં ધોઈને સાફ ક્રરવું પડશે. મારે એની જાત જાતની ટીકા નથી સાંભળવી

ટુ લેઇટ ડિયર મંગલાદેવી. આઈ એમ હિયર…” અને પટેલબાપાની એન્ટ્રી થઈ.

ટીકા કે કોમૅન્ટ નહીં..બીલકુલ સાચી વાત કહીશ. માસાલ્હલ્લા. જવાબ નહીં આપકા મંગલાદેવીજી. મારે ગાવું પડશે; “જો ભી હો તુમ ખુદાકી કસમ લા જવાબ હો.” તમે કોના જેવા લાગો છો તે કહું? દેવીજી આપ બિલકુલ અસ્સલ ઈન્દિરા ગાંધી લાગો છો. હું મશ્કરી નથી કરતો અને અતિશયોક્તિ પણ નથી કરતો. થોડી ટાપટીપ માનવીનું વ્યક્તિત્વ બદલી નાંખે છે. કહેવાય છે કે; એક નૂર આદમી, હજાર નૂર કપડાં લાખ નૂર ટાપટીપ અને કરોડ નૂર નખરાં

એટલે હવે મારે ટાપટીપ થયા પછી કરોડમાં પહોંચ્વાનું છે એમ કહેવા માંગો છો?’

જો કરોડના સ્ટેજ પર પહોંચો તો તમને જોઈને સંતો પણ દેવઆનંદ ની જેમ ગાવા લાગશેનખરેવાલી,,,,, દેખને મેં કઈસી ભોલી ભાલી

મંગળાબેન મશ્કરીની વાત નથી, તમારો દેખાવ સરસ, સૌમ્ય અને મોભાદાર છે. અમારી માયા બ્યુટિફુલ છે પણ જ્યારે જ્યારે પાર્લરમાં જઈને આવે છે ત્યારે બ્યુટિક્વિન બની રહે છે. અને મારા વિનોદની મર્યાદા સાચવવા મારે ઘરની બહાર જતાં રહેવું પડે છે.’

તમારા વિનોદનું નાટક તો તમારા આવતાં પહેલાં પૂરું થઈ ગયું. મારે પણ દાદર પર ઘણો સમય મોં ફેરવીને ઉભા રહેવું પડ્યું હતું પછી ખોંખારો ખાઈને નીચે ઉતરી.’

તમેયે શું માસી, પાર્લરમાં તમારો દેખાવ બદલાવી આવ્યા અને તમારી વાત કરવાના ઢંગ પણ બદલાઈ ગયા. આતો, તમારા જમાઈને વારંવાર વ્હાલ કરવાની વાઈ આવે છે.’

માયા બેટી, ભગવાન તમારું સુખદ દાંપત્ય જીંદગીભર આવું પ્રેમાળ અને હસતું રમતું રાખે. સ્વામિનારાયણ ભગવાન પતિપત્નીના પ્રેમ અને શારીરિક સંબંધનો નિષેધ નથી કરતા. વ્યવહારની અભિવ્યક્તિ સામાજિક મર્યાદામાં રહીને થવી જોઈએ. ચાલો હવે હું મારું કાબરચિતર્યું મોં સાફ કરી રાબેતા મુજબની સાડી પહેરી દઉં. વાળ તો હમણાં ઉગશે નહીં, માથું ઓઢીને ફરવું પડશે.‘

મંગળાજી, દેખાવમાં જરા પણ ફેરફાર કરશો તો હું ઉપવાસ પર ઉતરીશ.’ પટેલબાપાએ હસતા હસતા, ધમકી આપી.

વિઠ્ઠ્લજી અહીં ઉપવાસનો દેખાડો કરશો અને પાડોસણને ત્યાં ઝાપટી આવશો.’

વાતચિતંનુ વાતાવરણ હળવું હતું.

રોઝીએ ઈન્ડિયા માટે શોપીંગ કર્યું કે નહીં?’ બાપાને જાણવાની જિજ્ઞાસા હતી.

અરે બાપરે! રોઝીએ તો ઢગલાબંધ શોપીંગ કર્યું છે. કોણ જાણે કેટલા હજાર ખર્ચ્યા હશે. ભરતકાકાના સાળા સુરેશભાઈ માટે ગોલ્ફ ક્લબ. એની વાઈફ માટે વિલ્સનના ભારેમાંના ટેનિસ રેકેટ્સ. ભરતકાકા અને કાકી માટે મોંઘામાંના કૉલોન અને પર્ફ્યુમ્સ. ગામની હોસ્ટેલની છોકરીઓ માટે બુક્સ અને કરાટે ટીશર્ટ્સ. આપણાથી તો આટલી બધી ખરીદી કરવાનો વિચાર પણ કરાય. આપણે તો સંસાર લઈને બેઠા છે. ટોનીની મોટી જવાબદારી છે. રોઝીને ક્યાં આગળ પાછળ વિચારવાનું છે?’ માયાએ વિગતવાર હેવાલ આપ્યો.

ખર્ચો કરવામાં પણ મોદીની જેમ છપ્પનની છાતી જોઈએ.’  બાપાએ થોડા વર્ષો પહેલાના એમના દિવસો યાદ કર્યા. માયા બાપાના ખર્ચાનું કન્ટોલ કરતી હતી. બાપાએ જાણી જોઈને એને સત્તા ભોગવવા દીધી હતી. સેલ ફોન પણ ટેણકા પાસે માંગવો પડતો હતો. પણ એક મજાના દિવસો હતા. કંચનલાલ અને કામિનીબેનને  ફાધર્સ ડે ને દિવસે ક્રૂઝ ડિનર અને લેપટોપ અપાયા હતા અને બાપાને ઉતરેલો ઝભ્ભો અને પાંચ ડોલરની સિનિયર પિકનિક માણવા મળતી. પાડોસણ તરીકે રોઝી આવી અને બાપાનું જીવન પરિવર્તન થઈ ગયું. બાપા બધી વાતે છપ્પનની છાતી વાળા થઈ ગયા.

કંઈ કેટલા માનવીઓ ખૂબ મહેનત કરે, કમાય, ધનના ઢગલા કરે; પણ મન મૂકીને કમાયલા ધનને વાપરવાની વૃત્તિના અભાવે દરદ્રી અવસ્થામાં જીવતા હોય. પોતે ગર્ભશ્રિમંત હતા. વિનોદ પણ સારું કમાતો હતો. બાપાના પત્ની સુકન્યા બહેને માયા વહુ આવતા બધો વહીવટ એને સોંફી દીધો હતો. માયા નિમ્ન મધ્યમ વર્ગની છોકરી હતી. એણે ઘણાં ખોટા ખર્ચા બંધ કરી  ઘરની બધી વ્યકતિ પર કરકસર અને કેટલીક બાબતોમાં કંજુસાઈ ભર્યા નિયંત્રણ નાંખ્યા હતા; પણ રોઝી સાથેની મૈત્રી પછી આર્થિક દિશામાં પણ બાપાએ રિવર્સલ કરી દીધું હતું. છપ્પનની છાતી વાળા તોત્તેરી યુવાન વિઠ્ઠલ પટેલ મન મૂકીને જીંદગી માણતા થઈ ગયા હતા. છપ્પનની છાતીવાળા હતા તો રોઝી…?

રોઝી પોતે પોતાના અંગત જીવનમાં ઉડાવ થયા વગર મિત્રો અને સ્વજનો માટે મન મૂકીને પોતાની શક્તિ મર્યાદામાં રહીને ખર્ચો કરતી રહે છે.

અને બાપાના સેલફોને રણકાર કર્યો. રોઝીનો ફોન હતો.

રોઝી યુ આર ગોઈગ ટુ લીવ વન હન્ડ્રેડ યર. વી આર જસ્ટ ટોકીંગ એબાઉટ યુ. એની વે વોટ્સ અપ.’

હાય વિઠ્ઠુ, ડુ યુ નો ધેટ ફાધર્સ ડે ઈઝ કમિન્ગ.’

આઈ એમ વેઇટિંગ ટુ સી, વ્હોટ વિનોદ એન્ડ માયા હેવ પ્લાન ફોર મી.’

ડુ યુ રિમેમ્બર ફાધર્સ ડે ઇઝ અવર એન્નિવર્સરી ડે.’

રોઝી રોઝી રોઝીઆઈ ડોન્ટ રિમેમ્બર ધેટ વી મેરિડ ઓન ફાધર્સ ડે. આર વી મેરિડ?’

યાર વિઠ્ઠુ શાદીકી બાત નહીં….હમારી પક્કી દોસ્તીકી બાત કરતી હું. વી એન્ટર ઇન વેરી સ્પેશિયલ ફ્રેન્ડલી બોન્ડ ઓન ફાધર્સ ડે પિકનિક ઇવેન્ટસ. આઈ ફીલ ધેટ આઈ એમ મેમ્બર ઓફ યોર ફેમિલી. ઈન્ડિયા જાને સે પેહલે આઈ વોન્ટ ટુ ઇનવાઈટ યોર ફેમિલી એન્ડ કંચન એન્ડ કામિની ફોર બેક્યાર્ડ પાર્ટી. પ્લીઝ મુઝે  કામિનીકા ફોન નંબર દે શકતે હો?’

હાં માયા આપકો ફોન દેગી. આપ માયાકો બેકયાર્ડ પાર્ટીકી બાત બતાઓ. આપ મુઝસે ભી અચ્છી હિન્દી બોલ શક્તી હો. કોન્ગ્રેચ્યુલેશન માય ડિયર ફ્રેન્ડ, પાર્ટી ઈન્વિટેશન કે લીયે હાર્દિક આભાર.’

થેન્ક ફોર કોમપ્લીમેન્ટ્સ. સુક્રિયા.’

૦૦૦૦૦૦

આજનો ફાધર્સ ડે આનંદનો હતો. વિનોદે બાપાને લેટેસ્ટ મોડેલનો આઈ ફોન આપ્યો; અને કંચનલાલ સસરાને તેમના કેટરિંગના બિઝનેશમાં કામ લાગે એવું પુરી મશીન આપ્યું. આજની પિકનિકની મોટાભાગની વાનગી કામિનીબેને  બનાવી હતી. રોઝીએ મોના અને લીસાને પણ ઈન્વાઈટ કર્યા હતા. બન્ને પોતાના બોયફ્રેન્ડને લઈને આવી હતી એટલે માયાને વિનોદની દિશામાં શાંતિ હતી. વિનોદને માયા સાથે સ્વિમિંગપુલમાં સુંવાળો સત્સંગ માણવો હતો પણ આનાકાની કરતી હતી. પણ નવાઈની વાત હતી કે આજે મંગળામાસીએ પણ એને કહ્યું વિનોદની સાથે પાણીમાં જા. દરેકને તરતાં તો આવડવું જોઈએ. મને ન્હોતું આવડતું. જો વિઠ્ઠલજીએ બચાવી હોત તો આજે જીવતી હોત. વિનોદ અને માસીના દૃષ્ટિબિંદુ જૂદા હતા પણ આજે વિનોદે પણ માસીની વાત વધાવી લીધી. બાપાનું ઘર અન્ય પટેલ કુટુંબ કરતાં તદ્દન જૂદું હતું. બઘાના જીવનમાં અને વિચારમાં સમજાય એવું પરિવર્તન આવી જતું હતું. માસી પણ બદલાયા. ઘરડાંઓ માળા પકડવાને બદલે કુદી કુદીને ગુંલાંટ મારતા થવા માંડ્યા. માયા માનતી હતી કે બધો રોઝીનો પ્રતાપ છે. રોઝી પાડોસણ હતી અને માત્ર બાપાની મિત્ર નહીં પણ આખા કુટુંબની મિત્ર હતી. માનસિક રીતે માયાના મગજમાં રોઝી બાપાની પ્રેમિકા અને ભાવી સાસુ તરીકે ગોઠવાઈ ગઈ હતીડગલેને પગલે એનો એહસાસ થતો હતો.

પણ  બધામાં ટોની ક્યાં છે? સવારે થોડા સમય માટે ટોની આવ્યો હતો. મારી ફ્રેન્ડને લઈને આફ્ટરનૂન પછી આવીશ એમ કહીને વિનોદની સ્પોર્ટકાર લઈને ઉપડી ગયો હતો. માયા એની રાહ જોતી હતી. એને સો ટકાની ખાત્રી થઈ ગઈ હતી કે વહેલી મોડી બાપા રોઝીને ઘરમાં ઘાલશે; અને ચોક્કસપણે ટોની પણ કોઈ અમેરિકન ધોળીયણ લાવશે.

ટોનીની રાહ જોઈને થાક્યા પછી; બાપાએ બધાને પેટિયો પર બોલાવ્યા.

બધા બાપા અને રોઝીની આજુબાજુ ગોઠવાઈ ગયા.

ફાધર્સ ડેની સિનિયર પિકનિકમાં મને રોઝીનો સથવારો સાંપડ્યો. જીવનને એક નવો વળાંક મળ્યો. ભગવાને આપેલા જીવનના ઉત્તરાર્ધમાં સુકન્યાએ વિદાય લીધી અને નવી દિશા પ્રત્યે આંગળી ચિંધતી ગઈ. સુકન્યાના સ્નેહ સ્વરૂપે મને રોઝીની મૈત્રી મળી….’

બાપા બોલતા અટક્યા.

ટોની આવી પહોંચ્યો. સાથે એની ફ્રેન્ડ હતી. માયાની આંખ પહોળી થઈ ગઈ વળી એની નવી ફ્રેન્ડ? છોકરો શું કરવા બેઠો છે. કાળીને ક્યાંથી પકડી લાવ્યો?’ કંચનલાલ, કામિનીબેન અને મંગળામાસીની નજરમાં ઘણાં આશ્ચર્ય અને પ્રશ્નો વંચાતા હતા. વિનોદ, બાપા, રોઝી કે મોના લીસાને કાળા ધોળાનો  વિચાર પણ આવતો હતો.

એણે ઓળખાણ કરાવી.

ધીસ ઈસ માઈ ફ્રેન્ડ સાન્ડ્રા.   સાન્ડા, ધીસ ઈસ માઈ મૉમ માયા, ડેડ વિનોદ, માય ગ્રાન્ડ પેરન્ટસ એન્ડ ફેમિલી ફ્રેન્ડ…’ બધાની ઓળખાણ થઈ ગઈ.

ગ્રાન્ડપા સોરી. આઈ એમ લીટલ લેઇટ. સાન્ડ્રાના બેબી માટે બેબી સીટરને આવતા વાર લાગી એટલે મોડું થયું.’

માયાથી રહેવાયું. ‘વ્હેર ઈઝ યોર હસબંડ?’

મેમ આઈ એમ નોટ મેરિડ. આઈ એમ સિંગલ મધર. આઈ એન્ડ ટોની આર વર્કિંગ ઓન બાયોલોઝી પ્રોજેક્ટ. હી ઈઝ વેરી સ્માર્ટ. આઈ એમ લર્નિંગ લોટ્સ ફ્રોમ હીમ.’

વિઈઈઈઈઈનોઓઓદ તમે સાંભળ્યું ને! તમારો સ્માર્ટ દીકરો હવે સિંગલ મધરને બાયોલોઝી શીખવે છેકંઈ  હમજો છો?’

એમાં સમજવાનું શું છે? તું અહીં ભણી નથી એટલે તને ના સમજાય. સ્કુલના ઘણાં પ્રોજેક્ટ ટીમ વર્કમાં કરવાના હોય છે.’

કોઈ બહુ ધ્યાન આપ્યું.

બાપાએ એની અધુરી સ્પીચનું અનુસંધાન સાધ્યું.

ટુ ડે આઈ વોન્ટ ટુ પ્રેઝન્ટ ધીસ રીંગ ટુ માઈ ફ્રેન્ડ રોઝી ઓન અવર ઇન્ટીમેટ ફ્રેન્ડશીપ એન્નીવર્સરી. ડિયર રોઝી કેન આઈ હેવ યૌર ફિંગર પ્લીઝ.’

ઓહ માય ગોડ વિઠ્ઠુ આઈ ડોન્ટ બીલીવ ધીસકહેતાં એણે આંગળી ઘરી. બાપાએ આંગળીમાં ચળકતા ડાયમંડની વીંટી સરકાવી દીધી. બાપાએ રોઝીના ગાલ સાથે ગાલ લગાવી સ્નેહ ભર્યો બુચકારો બોલાવ્યો. માયા, મંગળામાસી, કામિનીબેન અને કંચનલાલ સ્તબ્ધ બનીને બાઘાની જેમ જોતાં રહ્યાં. બાકી સૌએ બાપા રોઝીને તાળીથી વધાવી લીધા. છૂટકે એઓએ પણ મોડામોડા તાળી પાડવા માંડી. એમણે માન્યું કે બાપાએ સગાઈ કરી દીધી. પ્ણ વિનોદ સમજ તો હતો કે તો ફ્રેન્ડશીપ રીંગ હતી. અને રોઝીના ડાબા હાથની આંગળીમાં નહીં પણ જમણા હાથની આંગળીમાં પહેરાવાઈ હતી. જો ફ્રેન્ડશીપ રીંગ ડાબા હાથની આંગળીમાં પહેરાવી હોત તો પ્રોમિસ રીગ કહેવાત. આવા રીત રીવાજ બિચારી માયાને શું ખબર. બબડી…’આખરે બાપા ફસાયા .’

 

પ્રકરણ ૨૭

માયાને અમેરિકામાં લગભગ વીસ વર્ષ થયા પણ અહીંની સંસ્કૃતિ પચી ન હતી. તેમાં વળી ગામડામાં જન્મેલા  સસરાજી વિઠ્ઠ્લ પટેલ બાપા તો ફૂલ સ્કેલ પર અમેરિકન થઈ ગયા. અને તે પણ સિત્તેર વટાવ્યા પછી…બાપા પાડોસણ સખી સાથે મળીને રોજે રોજ કંઈને કંઈ આચકા આપતા. ફટાક દઈને મોંઘા હિરાની વીંટી પાડોસણની આંગળીમાં પહેરાવી દીધી; અને સુપુત્ર વિનોદે તાળી પાડીને બાપાના બેશરમ પ્રેમ પરાક્રમને વધાવી લીધા. અધુરામાં પુરુ હોય તેમ દીકરો, કુંવારા છતાં માં બનેલી કાળી ધબ્બ છોકરીને બાયોલોજી શિખવવામાં પડ્યો છે. અમેરિકામાં લાખ્ખો ગુજરાતીઓ છે. બહુમતી તો પટેલોની જ. બધાયે નોકરી ધંધા કરે છે. આપણા ધરમ ધ્યાન સાચવે છે, પાળે છે. આપણી સંસ્કૃતિ સાચવે છે. બાળકો પણ ગુજરાતી ભાષા શીખે છે. વૃધ્ધો મંદિરોમાં જાય છે. બાપુઓની કથા સાંભળી આત્મકલ્યાણને માર્ગે જીવન વ્યતિત કરે છે. પણ આ મારા અલ્ટ્રા મોડર્ન સસરાજી; હજારો વિઠ્ઠલ પટેલ નામધરીમાંના, વન એન્ડ ઓન્લી વિઠ્ઠલ પટેલ, સિત્તેરની સુંદરી સાથે સ્વર્ગીય સંબંધની સુવાસ માણી રહ્યા છે. અને જાણે માયાની ટીકા કરે છે કે વીસ વર્ષ પછી પણ માયા અમેરિકન ના થઈ.

માયાએ મનોમન નિર્ણય કરી લીધો. હવે હું કોઈને માટે જીવ બાળવાની નથી. આ ઘરમાં જેને જે કરવું હોય તે કરવા દઈશ. આઈ ડોન્ટ કેર. બાપાએ રોઝીને ઘરમાં ઘાલવી હોય તો ભલે ઘાલે. આઈ ડોન્ટ કેર. વિનોદને જેટલી  પટાકડીઓને હાયર કરવી હોય તેટલીને હાયર કરીને ઓફિસમાં બેસાડે. આઈ ડોન્ટ કેર. ટોની પણ બાપની જેમ અમેરિકન હોસ્પિટલમાં જન્મેલો છે. જેમ કરવું હોય તેમ કરે. આઈ ડોન્ટ કેર.

હું હવે મારે જે કરવું હોય તે હું કરીશ. બધાને ગમે કે ના ગમે, આઈ ડોન્ટ કેર. સવારે બે કલાક પૂજા પાઠમાં સમય વિતાવીશ. રોજ સાંજે મંદિરે જઈને સંતવાણી સાંભળીશ. બાકીના સમયમાં આસ્થા ચેનલ પરથી આત્મ કલ્યાણને માર્ગે ટીવી પર બાવા બાપુ જે માર્ગ બતાવે તે માર્ગે જઈશ.  છેવટે તો ઉપર જઈશ ત્યારે એજ સાથે આવશે.

‘અરે! હાંભળો છોઓઓઓઓ….’

‘કંઈ ન્યુ સાંભળવાનું હોય તો ઉપર આવું? આજે લીસા નથી આવી. કામ માટે અમે બે એકલા જ છીએ. હું મોના સાથે ખૂબ બીઝી છું.’

‘મોંના હોય કે બિલ ક્લિન્ટનની મોનિકા, તમારે જેની સાથે જેટલા બીઝી થવું હોય તેટલા થજો; આઈ ડોન્ટ કેર. જરા એક વાર ઉપર આવીને મારી વાત સાંભળી લો.’

‘બોલ શું સંભળાવે છે?’

‘જૂઓ આવતી કાલે બાપા તમારા નવા, આઈ મીન બ્ર્રાન્ડ ન્યુ માતુશ્રી સાથે ભારતયાત્રાએ જવાના છે. તો એરપોર્ટ પર એમને મુકવા  જવું પડશે. અને હાર-તોરાની પણ વ્યવસ્થા કરવી પડશે.’

‘તને કેટલીવાર સમજાવ્યં કે બાપાએ રોઝી સાથે લગ્ન નથી કર્યા અને રોઝી મારી મધર નથી બની. એઓ બન્ને એકબીજાના સારા દોસ્ત- ફ્રેન્ડ જ છે.’

‘બાપાએ બધાની હાજરીમાં રીંગ તો પહેરાવી દીધી. રોઝીએ પિકનિકને બહાને આપણને બધાને ઈન્વાઈટ પણ કર્યા હતા અને બાપા જાન લઈને રોઝીને ત્યાં પહોંચી ગયા હતા. એ અમેરિકન ટાઈપના વેડિંગ જ હતાને!’

‘એ રીંગ તો ફ્રેન્ડશીપ રીંગ હતી. તે પણ બાપાએ રોઝીના જમણા હાથની આંગળીમાં પહેરાવી હતી. જો ફ્રેન્ડશીપ રીંગ ડાબા હાથની રીંગ ફિંગરમાં પહેરાવાય તો એ પ્રોમીશ રીંગ કહેવાય. કે ભવિષ્યમાં લગ્ન થશે. હવે સમજ પડી?’

‘હા, હા, પડી. બધી જ સમજ પડી. એ જ તો દુઃખ અને શરમની વાત છે કે બાપએ ઓફિસિયલ લગ્ન કર્યા વગર સંસાર માંડ્યો છે. ગમે તે બહાને વીંટીતો પહેરાવી જ છેને! બાકી શું રાખ્યું હશે એ તો ભગવાન જ જાણે.’

‘તારે જે માનવું હોય તે માનજે. આનંદ અને સંતોષ છે કે એ તંદુરસ્ત અને હેપી છે. બીજી વાત. તારી જાણ ખાતર. આપણે કોઈએ પણ બાપાને મૂકવા જવાની જરૂર નથી એમણે લિમો મંગાવી છે. હાર-તોરાનો રિવાજ તમારા ઈન્ડિયામાં હશે અમેરિકામાં નથી. હવે હું ઓફિસમાં જાઉં? અમેરિકન લાઈંફ હજું તું જાણી સમજી નથી અને હાંભળો છો, હાંભળો છોમાંથી જ ઉંચી નથી આવતી. અત્યારે હું બહુ કામમાં છું.’ આજે વિનોદ જરા ગુસ્સામાં બોલ્યો.

‘નરસી મે’તા કહી ગયા છે કે કામ અને ક્રોધ નિવારવા જોઈએ. મેં તો તમને બીજી વાત કરવા બોલાવ્યા હતા. હમણાં અધિક મહિનો ચાલે છે. બાપા અને રોઝી પણ ન ત્હોય. એટલે ધરમ ધ્યાનમાં ચિત્ત ચોંટશે. મારે મંદિરમાં દાન ધરમ માટે દસ પંદર હજાર જોઈશે.’

‘વ્હોટ્? દસ પંદર હજાર? દાન ધરમ માટે? આર યુ નટ્સ?’

‘દરેક મંદિરમાં દાન દાતાઓનું મોટું લાંબુ લિસ્ટ કોતરેલું હોય છે. મોટેભાગે આપણા પટેલો જ દાન કરે છે. એ લાંબા લિસ્ટમાં મેં કોઈ પણ જગ્યાએ વિનોદ વિઠ્ઠલભાઈ પટેલનું નામ વાંચ્યું નથી. આપણા પટેલોના દાન વગર કોઈ પણ મંદિર ઉભા થાય નહીં અને ચાલે પણ નહીં. તમને નથી લાગતું કે આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું દાન તો કરવું જોઈએ. જરા તો ધરમ શું છે તે શીખો.’

‘મારે ફૂલ કે પાંદડા કશું શિખવું નથી. બધા એમનેમ બુમ નથી પાડતા કે ટેમ્પલ ઈઝ આઉટ, ટોયલેટ ઈઝ ઈન. કરમચંદ ગાંધી અને મોતીલાલ નહેરુ પણ આ જ વાત કહી ગયા છે.’

‘પ્લીઝ ઠોકાઠોક કરવાનું બંધ કરો.  આ વાતમાં ગાંધીજી અને જવાહરના બાપને ક્યાં ગોઠવી દીધા.આ તો હમણાં અધિક માસ ચાલે છે એટલે હાથે જાતે દાન કરી કંઈ પૂણ્ય મેળવીયે. તમારું નામ પણ દાતાના લિસ્ટમાં  મુકાય. આપણા નામ નથી એટલે મને તો મંદિરમાં જતાં પણ શરમ આવે છે.’

‘એ ખરેખર શરમની જ વાત કહેવાય. મને પણ શરમ આવે છે. એટલે તો હું પણ મંદિરે નથી જતો. જો હવે બાપા પણ ઘરમાં નથી. ટોની તો મોટેભાગે બહાર જ હોય છે આપણે બે એકલા જ. બસ તને એકલું લાગે ત્યારે મને સંભળાય એવી બુમ પાડજે. હું તારી સેવામાં હાજર થઈશ.’

જૂઓ તમે વાતને આડે પાટે ના ચડાવો. તમારી ખોરા કોપરા જેવી દાનતની પણ ખબર છે. એમ ના મનતા કે ઘરમાં આપણે બે જ છીએ. મારા મંગળામાસી પણ છે હોં.

ઓહ માય ગોડ…ઓકે…આજની આપણી વાત પૂરી. જયસ્વામિનારાયણ. પત્ની સાથે સંતાન પ્રાપ્તીની ઈચ્છા વગરનો દેહ સમાગમ વાસના યુક્ત વ્યભિચાર જ કહેવાય છે.’ બીજી વાત મંદિરોમાં આપણા જેવાના દાન સ્વીકારાતા નથી. જેઓની દારુ, સિગારેટ, માંસ વેચવાની દુકાનો છે તેમને પાપની કમાણીમાંથી દાન કરવું ફરજીયાત  જ છે. જેઓ પોતે માંસ મછ્છી ન ખાતા હોય પણ પોતાના સ્ટોરમાં વેચીને બીજાને ખવડાવતા હોય એવા ધંધાવાળાઓએ મંદિરમાં દાન કરીને પાપ નિવારણ કરવુ જ પડે. તે જ કરવું પડે. તારા જેન્તી મામાએ પણ “ડે ટાઈમર શોર્ટ ટર્મ કસ્ટમરની” આવકમાંથી મોટું દાન કરવું જ પડે. હું તો એવા કોઈ ધંધામાં નથી એટલે દાન કરવા જાઉં તો પણ એઓ મારું દાન સ્વીકારે જ નહીં.’

‘દિવસે દિવસે સાવ નાસ્તિક અને નફ્ફટ થતા જાવ છો. મેં કરકસર કરી જે પૈસા ભેગા કર્યા છે એમાંથી મારે જે કરવું હશે તે કરીશ, સમજ્યા!’

‘ચોક્કસ. એવરી વીક પાર્લરમાં જજે. જીમમાં જજે. તું બ્યુટિફુલ અને સેક્સી દેખાય તે તો મને ગમશે. અમેરિકન ઈકોનોમીમાં તેં ફાળો આપેલો કહેવાશે. નાણું ફરતું રહેવું જોઈએ. મંદિર ફંદિરમાં પૈસા આપવામાં હું નથી માનતો. છતાં તારે જે કરવું હોય તે કરજે. બાપા ઘણી વાતમાં ન્હોતા માનતા પણ બાની સાથે મંદિરે જતા અને બાની ઈચ્છા પ્રમાણે દાન ધર્મ કરતાં. હજુ પણ બાપા રોઝી સાથે ચર્ચમાં જાય છે ત્યારે ફરતી બાસ્કેટમાં પાંચ-દસ ડોલર મૂકે છે. રોઝી બાપા સાથે મંદિરમાં જાય છે ત્યારે એ પણ દાન પેટીમાં કંઈનું કંઈક મૂકે જ છે. તું પણ જ્યારે મહાપ્રસાદનો લાભ લે ત્યારે દસ પંદર ડોલર જરૂર મૂકવા, પણ માય ડાર્લિંગ કોઈ બાવા બાપુમાં ભોળવાઈને ભૂલમાં હજારોની હોળી ના કરતી.  બાપા ઈન્ડિયા જાય પછી મારા પણ તારે માટે ઘણા પ્લાન છે. તારે મંગળામાસીને મંદિરે ઉતારી મારી પાસે આવી રહેવું. બસ આપણે બે એકલા. વી નીડ સમ સ્પેસ. અધિકમાં અધિક સ્પેસ.’

‘શરમાવ હવે. હજુ પચ્ચીસના હોવ તેમ કૂદ્યા કરો છો. હવે તો દીકરો પણ જુવાન થઈ ગયો છે.’

‘હવે જ તો મિડલાઈફની મજા માણવાનો સમય અને તક છે.’

…….લિસાનો કોમળ અવાજ સંભળાયો. ‘મીસ્ટર પટેલ, મીસીસ બ્રાઉન ઈઝ ઓન ધ ફોન. સી વોન્ટસ ટુ ટોક ટુ યુ નાવ. ઈટ્સ અરજન્ટ.’

‘હાહાહા…જાવ લિસા તમને બોલાવે છે. મીસીસ બ્રાઉનને તમારી અરજન્ટ જરૂર છે. જાવ મારા નાથ; એમની સાથે હિસાબ-કિતાબની મિડલાઈફ મજા માણો. મને શાંતિ.’

…અને વિનોદ નીચે બેઝમેન્ટ ઓફિસમાં દોડ્યો.

રોઝીનો ફોન આવ્યો.

‘હાય હની, ઇફ યુ આર ફ્રી કેન યુ સ્પેર ટેન મિનિટ્સ ફોર મી? પ્લીઝ કમ ડાઉન. વી વિલ હેવ કૉફી ટુ ગેધર.’

‘સ્યોર મેમ. આઇ’લ બી ધેર ઈન ફાઈવ મિનિટ્સ.’

માયાએ ઝડપથી કપડાં બદલ્યા અને મે’કઅપ ઠીકઠાક કરી લીધો.

‘અરે! હાંભળો છોઓઓ. હું તમારે મોસાળ એટલે કે બાપાને સાસરે જાઉં છું. નવા મમ્મી મને બોલાવે છે.’

વિનોદ ગણગણ્યો, સારું છે કે હાંભળો છો સિવાય મોના અને લીસા ગુજરાતી સમજતી નથી.

બારડોલી-બરોડા બ્રેઈન માયા, બાપા અને રોઝીની ફ્રેન્ડશીપને સમજતી જ નથી. રોઝી એક સરસ નેબર છે. બાપાને રોઝી ગમે છે. રોઝીને બાપા ગમે છે. તોત્તેર પંચોતેરની ઉમ્મરે બાપા એમની રીતે સુખી છે તો સ્વામિનારાયણી માયાને કેમ પેટમાં દુઃખે છે?

વિનોદે જવાબ વાળ્યો ‘માયા, વિવેકી વહુ બનીને માથું ઓઢીને જજે અને મારી બાને વાંકી વળીને પગે લાગજે. એને પગે લાગશે તો કંઈક તો પામશે. સારા આશીર્વાદ મળશે.’

‘તમે યે દિવસે દિવસે નફ્ફટ થતાં જાવ છો. નફ્ફટ અને નાગાઓને કોઈ શરમ હોતી નથી. તો હું જાઉં

છું હોંઓ.’

…અને માયાએ રોઝીને ત્યાં ગૃહ પ્રવેશ કર્યો. રોઝીએ ટ્રેડિશનલ હગથી આવકાર આપ્યો. ‘થેન્કસ ફોર કમિંગ ડિયર. આઈ વોન્ટ ટુ શો યુ માય સારીઝ. આઈ નીડ યોર ઓપિનિયન.’

અને રોઝીએ એનો વોર્ડરોબ ઓપન કર્યો.

વાઉવ…એમાંથી એણે એક સરસ મરૂન કલરની સાડી કાઢી. એ પ્રી સ્ટીચ, પ્રી પ્લેટેડ રેડી ટુ વેર સાડી હતી. માયાએ કોઈ પણ દિવસ આવી સાડી તો ખરીદી જ ન હતી. એની પાસે જાત જાતના અમ્મર અને શેલા હતાં. એને તો સાડી પહેરતાં આવડતું હતું એટલે આવી  તૈયાર સાડીનો વિચાર પણ આવ્યો ન હતો. હવે એને ખ્યાલ આવ્યો કે એની બર્થ ડે અને મમ્મીને ત્યાં રોઝીએ સરસ સાડી પહેરી હતી તેનું રહસ્ય આ હતું. એના મનમાં તો એમજ હતુ  કે બાપાએ જ  રોઝીને સાડી પહેરાવી હશે.

‘સમ હાવ વ્હેન આઈ ઓર્ડર સારી, સમથીંગ ગોન રોંગ સમવેર. ધીસ વન ઈઝ ફાઈવ ઇંચ શોર્ટ. વિઠ્ઠુ સૅઇડ સેન્ડ ઈટ બેક. બટ આઈ ડોન્ટ વોન્ટુ સેન્ડ ધીસ બેક. આઈ એમ સ્યોર ધીસ વીલ ફિટ યુ પેર્ફેક્ટ. પ્લીઝ ટ્રાય ધીસ.’

માયાએ શરમાતા શરમાતા ટ્રાય કરી. કેટલી સરસ. બસ ચડાવીજ દેવાની. બરાબર જાણે એના જ માપની.

‘વાવ માયા, માય બ્યુટિફ્યુલ એન્જલ…યુ લુક સો ગોર્જીયસ. લુક ઈન ધીસ મિરર. આઈ હોપયુ લાઈક ધીસ.’

‘યસ, યસ આઈ લાઈક ઈટ. હાવ મચ ઇટ કોસ્ટ?’

‘ડોન્ટ બી સીલી. ઈફ યુ લાઈક ઈટ; ઈટ ઈસ યોર્સ માય બેબી.’

માયાની આંખમાં પાણી આવવાના જ બાકી હતા. એ ભાવવિભોર થઈ ગઈ. વિનોદે હસવામાં કહ્યું હતું તેમ રોઝીને પગે લાગવાનું મન થયું પણ એને એ સિરસ્તો પાડવો ન હતો. એણે થેન્ક્યુ કહ્યું. સાચા મનથી એને હગ કરી.

પછી રોઝીએ એક રાજસ્થાની સાડી કાઢી. માયાના દેખતાં જ કોઈ પણ જાતની શરમ વગર પેન્ટ કાઢી સાડી પહેરી. એની સાથેની મેચીંગ બ્લાઉઝ, પાછળ માત્ર એક જ દોરી વાળી હતી. પાછળ બાંધવાનો નોટ (Knot) થોડો વિચિત્ર હતો. એને પાછલા હાથે બાંધવાની મુશ્કેલી પડી. માયાથી કુદરતી રીતે જ કહેવાઈ ગયું. ‘લેટમી હેલ્પ યુ.’

માયાએ હેલ્પ તો કરી પણ સિત્તેર વર્ષની રોઝીનું બ્રા વગરનું ચુસ્ત યૌવન જોતાં વિચારતી  થઈ ગઈ. બાપા લપસે તેમાં નવાઈ શી? કઈ સિત્તેરની ઈન્ડિયન ડોસી આવી તંદુરત દેખાય!

બન્ને સરસ સાડીમાં શોભતા હતાં. રોઝીએ કહ્યું ‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ લેટમી ટેઈક અવર પિકચર્સ. યોર ભરત અંકલ વુડ લાઈક ધીસ.’

…..અને સેલ્ફી ફોટોગ્રાફસ લેવાયા.

કોફી અને એગ ફ્રી કૅઇક વખતે રોઝીએ માયાના હાથમાં ઘરની ચાવી મૂકી. ‘પ્લીઝ કીપ ધીસ. ઈફ માય સિસ્ટર માર્થા આસ્ક ફોર કી, ડોન્ટ ગીવ ઈટ ટુ હર. સે નો.  લાસ્ટ ટાઈમ સી મેઈડ મેસ. ઈફ ટોની નીડ ઈટ, હી યુઝ માય બેઝમેન્ટ જીમ એન્ડ મ્યુઝિક રૂમ.’

‘વી આર લીવીંગ ટુમોરો અર્લી મોર્નિંગ.’

‘આઈ વીશ યુ ગ્રેઈટ ટાઈમ ઈન ઈન્ડિયા. પ્લીઝ ટેઇક કેર ઓફ ઈચ અધર. સ્પેસીયલી ટેઇક કેર ઓફ યોર હેલ્થ. એન્ડ, કમ બેક સુન. આઈ એમ ગોઇન્ગ ટુ મીસ યુ. થેક્સ મેમ ફોર નાઈસ સારી. આઈ લવ યુ.’ માયાએ આ કહ્યું તો ખરું પણ પોતાને પણ નવાઈ લાગી કે એનાથી રોઝી માટે આવું લાગણીસભર કેવી રીતે બોલાયું!

પ્રકરણ ૨૮

‘એઈ, ખરા ઊંઘણસી છો. પત્યું કે ઘોરવા માંડ્યું. મને ઊંઘ નથી આવતી. જાગોને, જરા વાત કરવી છે.’

‘કાલે સવારે વાત કરીશું. કાલે સન ડે  છે. મને તો આમ જ સરસ ઊંઘ આવે. પ્લીઝ મારી ઊંઘની મજા ના બગાડ.’

‘ના તમે તો સાવ સેલફિસ છો. હું કાંઈ તમારી સ્લીપીંગ પિલ્સ નથી. જાગો નહીં તો મોં પર પાણી રેડીશ. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું. આગળ પાછળ પણ લવ રોમાન્સની વાતો કરવી જોઈએ. કહેતાં પણ શરમ આવે પેલું શું ફૉર પ્લે અને આફ્ટર પ્લે…એવું કંઈક છે ને! મને તો વાતો કરવાનું ગમે છે.’

‘જેમ જેમ ઉમ્મર થાય તેમ તેમ તું સેક્સી થતી જાય છે. બોલ શું વાત કરવી છે? હવે મારી ઊંઘ બગડી ગઈ છે. તું શું કહેતી હતી. આપણે ક્યાંથી શરૂ કરીયે?’

‘મારે તો બાપાની વાત કરવી છે. બાપાને ગયાને એક વીક થઈ ગયું. મને બાપા બહુ યાદ આવે છે. લાંબા સમય પછી ગયા એટલે ચિંતા થાય છે કે એને બોમ્બેમાં ફાવતું હશે ને?’

‘ગઈ કાલે તો મેં ફોન પર વાત કરી હતી. બાપા મજામાં છે. ચિંતા કરવા જેવું કંઈ નથી.’

‘આતો મને વિચાર આવ્યો કે રોઝીને બોમ્બેમાં ગમતું હશે?’

‘એને તો બોમ્બે ખુબ જ ગમી ગયું છે. હિન્દીમાં અને થોડું ગુજરાતીમાં પણ વાત કરે છે. બસ હવે કાંઈ બીજી ચિંતા છે?’

‘તમે જરા ભરતકાકાને પાછો ફોન કરોને!’

‘કેમ?’

‘મારે જાણવું છે કે બાપા અને રોઝીની સૂવાની વ્યવસ્થા કેવી છે?’

‘એ તો ભરતકાકાને ઠીક લાગે તેમ કરશે. બંગલો ખૂબ મોટો છે. અને કાકાતો આપણાં કરતાં પણ મોડર્ન વિચારવાળા છે.’

‘એટલે જ તો મને ચિંતા થાય છે એઓ બન્ને આપણી જેમ એક જ બેડરૂમમાં તો  સૂતા ન હોય ને? મને ખબર છે કે આપણા બંગલાના બધાજ બેડરૂમમાં એક જ કિંગસાઈઝ બેડ હોય છે. મને એવા જ વિચાર આવ્યા કરતા હતા.’

‘આપણાથી વડીલો માટે એવા વિચાર ના થાય. પાપ લાગે એવુંતો તું જ કહેતી હતી. મને તો તારી જેમ બાપાના વિચાર આવતા જ નથી.’

જ્યાં સૂધી ઘરમાં તમારી પટાકડીઓ ભરાયલી છે ત્યાં સૂધી તમને ફેમિલીના કોઈ વિચાર આવતા જ નથી. તમારો દીકરો કે તમારા બાપા કેવા રૉમૅન્ટિક ખેલ કરતા હશે એની ખબર રાખવાની પણ પડી નથી. ચાલો હવે ફોન કરીને પ્લીઝ ભરતકાકાને સીધી આડકતરી રીતે પૂછી તો જૂઓ. મારે એ નથી જાણવું કે બાપાએ અને રોઝી ડોસીમાએ ચોપાટી પર ભેળ ખાધું કે તેઓ ગેઇટ વૅ ઓફ ઈન્ડિયાથી ફેરીમાં બેસીને એલિફન્ટા કૅવ જોવા ગયા. કાલે તો બધી એવી જ વાતો કરતા હતા. મારે આ વાત પૂછવી હતી. જો ફોન પર કાકી હોત તો પૂછી લેત.’

‘જો બાપા જ ફોન પર કહેતા હતા કે રોઝી તો થર્ડ ફ્લોરની ટેરેસ પાસેના રૂમમાં સ્પેશિયલ મચ્છરદાની વાળા બેડ પર સૂવે છે અને બાપાને તો ટેરેસમાં જ ખૂલ્લા આકાશ નીચે સૂવાનું ગમે છે. સ્ટાર-મૂનને જોવાનું એને પહેલેથી જ ગમે છે. ગામ જાય ત્યારે પણ આંગણામાં ખાટલો ઢાળીને સૂવે છે. એ રોઝીને એની સાથે બહાર એની સાથે સૂવડાવવાના નથી એની મને ખાત્રી છે. તારા બધા સવાલોના જવાબ આવી ગયા? હવે તું કહેતી હોય તો અહીંની અમેરિકન ઠંડીમાં હું પણ ખૂલ્લા આકાશ નીચે બેકયાર્ડ પેટિયો પર જઈ ને સૂઈ જાઉં.”

‘તમને ક્યાં એવું કહું છું. પણ મને જરા વિચાર આવે છે કે હજુ તો ઓગસ્ટ જ છે. જો વરસાદ પડે તો પલળેલા બાપાને રોઝીના રૂમમાં જ દોડવું પડેને?

‘તારી કલ્પના શક્તિ અદ્ભૂત છે. લેખિકા બની જા.  શાસ્ત્રી કરતાં સારી વાર્તા લખશે. તને કેમ આવા જ વિચારો આવે છે! બાપાની વાત કરીને તું સેક્ન્ડ સેસન્સનું તો નથી વિચારતીને? હજુ  આપણું કાઈ બાકી છે?’

‘જાવ હવે. મારે, આપણી કોઈ વાત કરવી નથી. આ તો વરસતા વરસાદમાં બાપા અમિતાભજીની જેમ “આજ રપટ જૈયે તો હમે ના ઊઠૈયો” ગાવા માંડે તો?

‘ના બાપાને એવા બોલીવૂડના સોંગની ખબર નથી. એ તો કદાચ છત્રી લઈને એકલા એકલા જીન કૅલીની જેમ સિંગીંગ ઇન ધ રેઈન ગાય પણ ખરા.

‘ચાલો, આખરે તો મારે જ કાકીને ફોન કરવો પડશે.’

બોમ્બે ફોન જોડાઈ ગયો.

કાકીસાસુ સાથે ખૂબ લાંબી વાત થઈ પણ આખી વાતનો વિષય જ બદલાઈ ગયો.

‘અરે એઈ! જરા પાંચ મિનિટ ફોન પર વાત કરતી હતી ને પાછું ઊંધવા માંડ્યું. જરા આંખ ઉઘાડો, ને કાન ખોલીને મારી વાત સાંભળો. આપણા ફેમિલીનું, આપણા ફેમિલીની ઈજ્જતનું અને માલમિલ્કતનું ઊઠમણું થવાની તયારીમાં છે?’

‘કેમ? કાકી તને બાપાના લગ્નની કંકોત્રી મોકલવાના છે? એવું હોય તો આનંદની વાત છે’

‘હવે અક્કલ વગરની બેશરમ વાત છોડો. ભરતકાકાના ડિવૉર્સ થવાની તૈયારી હતી. એટલે તો એમના વડીલબંધુ શ્રી વિઠ્ઠલ પટેલ પોતાની પ્રિયતમાને લઈને ઈન્ડિયા દોડ્યા છે. બાપા તમને સાચી વાત પણ જણાવતા નથી. તમને તો આપણા ફેમિલીમાં શું થાય છે તેની પડી જ નથી’

‘વ્હોટ? ના હોય. કાકા કાકીને એકબીજા માટે ખૂબ જ લવ છે. એમણે તો લવ મેરેજ કરેલા છે. એમના ડિવૉર્સ? ઇમ્પોસિબલ. ડિવૉર્સ થાય તો કાકા પહેલેથી મને ઇન્ફોર્મ કરે. અંકલ છે પણ મારે માટે તો ફ્રેન્ડ જેવા છે. કાકીએ તારી સાથે મજાક કરી હશે.’

‘ના મજાક નથી. મારી સાથે એવું થાય તો હું પણ તમારા માથાપર ઝાડુ મારી ડિવૉર્સ આપી દઉં.’

‘પ્લીઝ જરા સમજ પડે એવી સીધી વાત કર. ડોન્ટ કન્ફ્યુઝમી.’

‘વાત એમ છે કે થોડા મહિના પહેલાં કાકાને બિઝનેસ માટે એક વીક માટે સિંગાપોર જવાનું હતું. એમણે કાકીને  સાથે આવવા પૂછ્યું હતું પણ કાકી મહિલા પરિષદના પ્રેસિડન્ટ છે. કોઈ મોટો કાર્યક્રમ હતો. એમનાથી કાકા સાથે એ દિવસોમાં જવાય એમ ન હતું. કાકીએ સિંગાપોરની ડેઇટ બદલવાની વાત કરી. પણ કાકાએ ડેઇટ ચેઇન્જ ના કરી. એ એની ઈરાનીયન સેક્રેટરી રેશમા સાથે સિંગાપોર ઉપડી ગયા. એક વીકને બદલે પૂરા દસ દિવસે આવ્યા. કાકીની જગ્યાએ હું હોઉં તો મારું પણ છટકે જને?’

‘માયાદેવી તમારું તો કાયમનું છટકેલું જ છે ને! હાં, તો આટલી વાતમાં કાકીને ડિવૉર્સ જોઈયે છે? આઈ ડોન્ટ બિલિવ. બિઝનેસમાં બીબીનું સ્કેડ્યુલ ના જોવાય, ક્લાયન્ટની કન્વિનિયન્સ જોવી પડે. કાકીતો બોમ્બે બોર્ન છે. તારી જેમ ….’

‘બસ થયું. વારંવાર બારડોલીને વગર લેવે દેવે બદનામ કરવાની જરૂર નથી. ગાંધી સરદારે બારડોલીમાંથી જ ભારતને આઝાદ કર્યું છે. વધારે ગરબડ કરશો તો હું પણ આઝાદ થઈ જઈશ. ખબરદાર મને બારડોલી બ્રેઈન કહી છે તો.’ માયા દુર્ગાદેવી બની ગઈ.

‘મારી પૂરી વાત સાંભળો. સેક્રેટરી રેશમા પરણેલી નથી કાકી કરતાં વધારે ઉજળી છે. કાકા સાથે સિંગાપોર જઈ આવ્યા પછી પ્રેગ્નન્ટ થઈ છે. બોલો, હવે કાકી છૂટા થવાની વાત કરે જ ને? તમને ખબર છેને કે કાકીના મમ્મીએ એમના પપ્પા સાથે પ્રેમ લગ્ન કરેલા, મોટી ઉમ્મરે કાકીના પપ્પા મમ્મીએ ડિવૉર્સ લીધેલા. કાકીના મમ્મી જૈન છે. કાકીએ જીદ પકડી કે છૂટાછેડા પછી બસ સંસાર છોડી દિક્ષા લઈ લેવી છે. એમના ભાગની મિલ્કત વર્ષીદાનના વરઘોડામાં ઊછાળવી છે. એટલે તો એમના પોલિસ કમિશ્નર ભાઈ રજા લઈને બહેનને સમજાવવા બોમ્બે આવ્યા છે. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણા બાપાને પણ એક વીકની શોર્ટ નોટિસથી બોલાવ્યા છે.  હું વર્ષોથી કહેતી આવી છું કે બધા પટેલો કરતાં તમે કોઈ જૂદા જ પટેલો લાગો છો. એક વાઈફથી ધરાતાં નથી અને સેક્રેટરીઓ સાથે ચક્કર ચલાવ્યા કરો છો. જાણે મોગલવંશના સુલતાન.’

‘ના અમે મોગલવંશના નથી. અમે તો ભગવાન રામચંદ્ર અને સીતામાતાના પૂત્રો, લવ અને કુશના સંતાનો છીએ. અમારામાં પિતાશ્રી રામના સંસ્કાર છે.  ન છૂટકે અમે એક પત્નીવ્રત પાળીયે છીએ. કોઈકમાં પટેલમાં લવ-કુશને બદલે દાદાશ્રી દસરથજી ભરાયા હોય તો તેઓ બે-ત્રણ પત્નીઓ રાખતા હશે. પણ મારા બાપા, કાકા કે હું અત્યાર સૂધી એક પત્નીવ્રત સાચવતા આવ્યા છીએ. તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મારે ફોન કરીને પૂછવું પડશે કે મામલો શું છે.’

‘ના હવે તમારે ફોન કરવાની જરૂર નથી. મારે બધી વાત થઈ ગઈ છે. તમારા નવા ભાવી બા, રોઝીમેડમે ચાલાકીથી કે કુશળતાથી મામલો ઠેકાણે પાડ્યો છે. એમણે ઈરાનીયન રેશમા સાથે વાત કરી છે. કાકા સાથે એનો કોઈ સંબંધ નથી. આવનાર બેબી કાકાનું નથી જ એવું કહ્યું છે પણ એના બોય ફ્રેન્ડનું નામ આપવા માંગતી નથી. બેબી આવે પછી એ ડી.એન.એ ટેસ્ટ કરાવવા તૈયાર થઈ છે. કાકી હાલ પૂરતા સમજી ગયા છે. બાપા અને રોઝી, કાકા કાકી, કાકીના ભાઈભાભી,  એ બધા આવતી કાલે આપણા ગામ જવાના છે. ત્યાં ગર્લ્સ હૉસ્ટેલનું ઉદ્ઘાટન બાપાને હાથે થવાનું છે. રોઝીબા છોકરીઓને સેલ્ફ ડિફેન્સની વાતો કરી અહીંથી લઈ ગયેલી ગિફ્ટ આપવાના છે.’

‘ચાલો ત્યારે હવે શાંતિ છે. ચિંતા કરવા જેવું નથી. ચાલ, આપણે આનંદોત્સવ ઉજવીને પાછા ઊંઘી જઈએ.’

‘અરે સૂવાની ક્યાં વાત કરો છો? સવાર પડવા આવી છે. ઊઠીને બ્રશ કરો. હું બ્રેકફાસ્ટ તૈયાર કરું છું.’

‘હની બ્રશ કરીને આપણે બહાર બ્રેકફાસ્ટ કરવા જઈશું. ઘણા સમયથી આપણે ‘આઈ હૉપ’માં ગયા નથી. તને ત્યાંની પૅનકૅક ભાવે છે. જસ્ટ આપણે બે …પણ આઈ હૉપ યુ ડોન્ટ માઈન્ડ…’

‘હવે છોડો મને…કોણ જાણે કેવા દુકાળમાંથી મને પરણ્યા છે કે ધરાતાં જ નથી. જ્યારે જ્યારે તમારા આ લખ્ખણને વિચારું છું ત્યારે એમ થાય કે કાકીની શંકા સાચી જ હશે. તમારાથી બે દિવસ ઉપવાસ નથી થતા તો તમારા કાકા કેવી રીતે ભૂખા રહ્યા હશે! ડી.એન.એમાં ભોપાળું ન નીકળે તો ભગવાનનો મોટો પાડ.’

‘ભલે માયાદેવી, તમારો મૂડના હોય તો જય સ્વામીનારાયણ. ઈશ્વરેચ્છા બલીયસી. બોલ હવે આજનો શો પ્રોગ્રામ છે?’

‘જૂઓ અત્યારે બહાર બ્રેકફાસ્ટ કરવા જવાની જરૂર નથી. હું જ બનાવી દઈશ. ત્યાર પછી આપણે મમ્મીને ત્યાં લંચ માટે જવાનું છે. મંગળામાસી પણ થોડા દિવસ ત્યાં જ રહેવાના છે. કેટરિંગના મોટા ઓર્ડર આવે છે. મમ્મીતો રોજ આપણને માટે ટિફિન મોકલવાનું કહે છે. પણ મેં દર રવિવારે લંચ માટે આવીશું એમ કબુલ્યું છે. આજે લંચ લીધા પછી. મંગળામાસીને બહેનો માટેની રવિસભામાં લઈ જવાના છે. તમારે પણ આવવાનું છે. આપણા ફેમિલીની શાંતિ માટે હું સવાસો ડોલરનું ડોનેશન આપવાની છું.’

‘હની જો તારે સવાસોને બદલે દોઢસો ડોલરનું ડોનેશન આપવું હોય તો ખુશીથી આપજે પણ મને ત્યાં ખેંચવાની વાત ના કરીશ. મારાથી અવાય એમ નથી. લીસાનો બોયફ્રેન્ડ મને ગેઇમની ટિકિટ મફતમાં આપી ગયો છે એનાથી જવાય એમ નથી. ટિકિટ વેસ્ટ ન જાય એટલે મને આપી છે. મારે લીસાને લઈ જવાની છે.’

‘વ્હોટ. તમે લીસા સાથે લપસવાના છો? કાકા કાકીના આ બનાવ પછી પણ કંઈ લેશન લેતા નથી? એક કામ કરો તમે મંગળામાસીને મંદિરે લઈ જાવ અને લીસાને ગેઈમમાં હું કંપની આપીશ.’

‘તને ક્યાં ગેઈમમાં સમજ કે રસ પડે છે. ખોખો સિવાય તને કઈ ગેઇમમાં ઈન્ટરેસ્ટ છે? એમ કહે કે તને મારા પર વિશ્વાસ નથી.’

‘અરે હવેતો મને આપ પાર્ટીના પેલા કવિ વિશ્વાસનો પણ વિશ્વાસ નથી. એના પણ કેટલા લોચા-લાપસી છાપે ચડ્યા છે. બધાજ મરદો ફાંફામારુ છે. ટિકિટ વધારાની હોય તો ટોનીને આપી દો.  એ  બ્લેકમાં વેચી આવશે. જે પૈસા આવે તે લીસાને આપી દેજો.’

‘ગમે તે હોય આજે આપણે મંદિરે જવાનું છે એટલે જવાનું જ છે. નો લીસા. નો મોર એની ગેઈમ. સમજ્યા? બાપા આવે એટલે એમને પણ સીધુને સટ સમજાવી દેવાની છું. નો મોર ટેનિસ કે નો મોર એની ગેઇમ ઈન પબ્લિક. રોઝી સાથે પણવું હોય તો પરણી જાવ ને રોઝીબા સાથે ઘરમાં બેસીને ક્રિસ્ટના અને ક્રિષ્ણાના ભજન કરો. કાકી બિચારા ભોળીયા છે કે રોઝીબાએ અસ્ટમ પસ્ટમ સમજાવ્યું ને સમજી ગયા. હું તો કાકાને પણ ચોખ્ખી નૉટિસ ફટકારવાની છું કે પહેલી તકે રેશમાને નોકરીમાંથી વિદાય કરી દો.’

‘ચાલો હવે અમારા ઘરમાં ઈંદિરાનું કટોકટી રાજ શરૂં થયું. રોમેન્ટિક સન ડે મોર્નિંગને બદલે રિલિજીયસ ફતવા મોર્નિંગ બની ગઈ. જયશ્રી ક્રિષ્ન, જય યોગેશ્વર, જય માતાજી, હરહર મહાદેવ, જય સ્વામિનારાયણ, જય માયાદેવી જય હો.’

‘તમને મશ્કરી અને ટિકાઓ સિવાય આવડે પણ શું? આ બધાની જયને બદલે ગમેતે એકની પણ શ્રદ્ધા પૂર્વક એકવાર પણ જય બોલશો તો તમારું કલ્યાણ થશે. તમારામાં સદ્ બુદ્ધિ આવશે. તમારા કરતાં તો એક રીતે રોઝી  સંસ્કારી છે કે આપણા ધર્મના અંગ્રેજી ચોપડા વાંચે છે. ચાલો બેડમાંથી નીકળો’

‘યસ માયા મેડમ’


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 ચાલે છે

 

 

 

 

 

 

 

 

 

 

અંગી છે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૯

 

અરેએએએ, હાંભળો છોઓઓઓઓ. બાપાએ ઈન્ડિયાથી બધા ફોટા કોમ્પ્યુટર પર અપલોડ કર્યા છે. જલ્દી ઉપર આવો. આ ડોહા તો ખરા જલસામાં પડ્યા છે. જલ્દી ઉપર આવો.  તમારી નવી બાને લઈને  લગન પહેલા જ હનીમૂન પર ઉપડ્યા છે. આપણે છ મહિનામાં ખર્ચો નથી કરતાં તેના કરતાં વધુ છ દિવસમાં ધૂમાડો કરે છે.’

તને તો ખબર છે કે રોઝીએ એની ઈન્ડિયા ટૂરનું મોટાભાગનું પ્લાનિંગ એના ક્રેડિટ કાર્ડથી જ કર્યું છે. બીજો નાનો મોટો ખર્ચો કદાચ બાપા અને ભરતકાકા કરતાં હશે. છે તે ભલે વાપરે.’

હા હા ઉડાવો, ઉડાવો. મારા ટોનીને માટે કશું જ રહેવાનું નથી. જોજો ને બિચારા મારા ટોનીને ભીખ  માંગવાનો વારો આવવાનો છે.’

બાપાનું છે તે બાપા વાપરશે, મારું કમાયલું આપણે વાપરીશું. ટોની જેટલું કમાશે તેટલું એ વાપરશે. આ અમેરિકા છે. સાત પેઢીની ચિંતા કરવાની જરૂર નથી. પૈસા વપરાય અને સર્ક્યુલૅટ થાય તેમ દેશની આબાદી વધે.’

મેં તમને ઈકોનોમિક્સના લેશન આપવા નથી બોલાવ્યા.’

તો? તને હું જે જે લેશન આપવા માંગું તે તો બધા તેં પ્રિમેચ્યોર સન્યસ્તના ગાર્બેજમાં ફેંકવા માડ્યાં.’

જૂઓ પાછી એકની એક વાત?… શાસ્ત્રમાં કહેલો ગૃહસ્થાશ્રમ જેમ જેમ પુરો થવા આવ્યો છે તેમ તેમ તમારો મીડલાઈફ નો ભભડો વધતો જાય છે./

ઓકે. આજે હું બાપાના મંદિરમાં જઈને ત્રણ કેસરી પાઘડી અને કેસરી લૂંગી લઈ આવીશ. એક બાપાને માટે, એક મારે માટે અને એક આપણાં ટોની માટે. અમે ત્રણ આ ધરમાં હોઈએ ત્યારે તારે કામિનીજી કંચનલાલજી કેટરિંગવાળાને ત્યાં ચાલ્યા જવાનું.’

જૂઓ મારા પપ્પા મમ્મી માટે એલફેલ બોલશોને…બોલશોને…બોલશો  એંએંએંએં…’

પ્લીઝ હની ડાર્લિંગ તેં મને હાંભળો છોઓઓઓઓ કરીને બોલાવ્યો હતો તે લઢવા રડવા બોલાવ્યો હતો?’

ઓકે આ બધી આડી વાત પર ચડીને મૂળ વાત તો ભૂલાઈ જ ગઈ. મેં તો ફેસ ટુ ફેસ સ્કાઈપ પર બાપા સાથે રાત્રે વાત કરી હતી તમે તો ઘોરતાં હતાં. તમારા બાપા ભૂખ્યા નથી, તરસ્યા નથી. જરા વજન વધેલું લાગે છે. તામારા રોઝીબા એવા ને એવા જ છે.’

મને ઉઠાડવો હતોને! હું યે બાપા સાથે થોડી વાત કરી લેત.’

ના બાપા ના તમને ઉંઘમાંથી ઉઠાડું તો તમારી ડાગળી ચસ્કે.

તમે તો ઉંઘમાં જ સારા. તમે મારી સાથે હો અને નિદ્રાસનમાં હો એના જેવું ઉત્તમ સુખ બીજું કંઈ નહિ. બાપાનો સંઘ ગામની હોસ્ટેલના ઉદ્ઘાટન પછી કલ્કત્તા પહોંચ્યો હતો. ત્યાં રોઝીને વિવેકાનંદે સ્થાપેલા બેલુર મઠ અને મધર ટેરેસાએ સ્થાપેલી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. રવિન્દ્રનાથનું શાંતિનિકેતન બુદ્ધગયા અલ્હાબાદ થી ખટમંડુ વિગેરે જોઈને દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી હરદ્વાર થઈને દિલ્હી પાછા આવ્યા હતા.’

ચાલો સરસ બાપાએ તારી દૃસ્ટિએ જે જે પાપ કર્યા હશે તે બધા પાપનો નાશ થઈ ગયો હશે. બાપા ચોખ્ખા અને ગંગા મેલી થઈ ગઈ હશે. તારી થનારી સાસુમાને ભારતીય સંસ્કૃતીનો અનુભવ થયો હશે. મારી બા ખૂબ ભક્તિભાવ વાળા ભાવુક હતાં અને રોઝીબા ખૂબ નોલેજેબલ વિદ્વાન છે. આપણે નસીબદાર છીએ.’

બાપા પાપોનો ડબ્બો ગંગામાં ખાલી કરી આવ્યા એટલે ડબ્બામાં પાછું ઢગલા બંધ નવું ભરવા માંડ્યું છે.

કેમ તને નવું શું દેખાયું?’

આખરે મને જે વહેમ હતો તે સાચો જ પડ્યો. મને એમ હતું કે ત્રણ પુરુષો અને ત્રણ સ્ત્રીઓ છે તે હૉટલમાં બે રૂમ રાખશે. એકમાં ત્રણ સ્ત્રીઓ અને બીજામાં બાપા, ભરતકાકા અને એમના સાળા રહેશે પણ આ તો ત્રણ રૂમ રાખીને રહ્યા હતાં. પૈસા અને કેરેક્ટર બન્ને બગડ્યાં. હવે શું! કાકા અને એમના સાળાની વાત તો ઠીક છે પણ આપણા બાપાનું શું? આખા ગામમાં વિઠ્ઠલ પટેલના પરિવારની ઈજ્જતની બદનામી થશે.’

અરે જો ત્રણને બદલે બે રૂમમાં જ રહ્યા હોત તો આખ્ખા અમેરિકામાં ઈજ્જતના કાંકરા થાત. ટોનીથી કોઈને મોં ના બતાવાત.’

કેમ?’

અરે જરા તો બારડોલી બ્રેઈનનો યુઝ કર? કોઈ એમ કહે કે માયાનું આખું ફેમિલી ‘ગૅ” છે તો કેવું લાગે? આપણા ટોનીનું શું થાય? કોઈ છોકરી એની પાસેયે ના ઉભી રહે.’

કોણ જાણે તમારા સડેલા ભેજામાંથી આવા  ફાલતુ જવાબો કેટલા જલ્દી ઉગી નીકળે છે તે જ સમજાતું નથી.  અરે મારી હની, સડેલી વસ્તુઓનું જ સરસ ફર્ટિલાઈઝર બને  અને પાક સારો થાય એવું બારડોલીની સ્કુલમાં ન્હોતી શીખી?’

મેં તમને બારડોલીની નીંદા કરવા નથી બોલાવ્યા. મેં તો બાપાની બેશરમીની વાત જણાવવા  બોલાવ્યા છે. આ જૂઓ બધા નફ્ફટ ફોટાઓ.’

ઓકે…લેટ મી સી!’

ઓહ, નાઈસ. આતો પેલેસ ઓન ધ વ્હિલ ના  છે? હું નાનો હતો ત્યારે ભરતકાકા સાથે ટૂરમાં ગયો હતો. વેરી નાઈસ; સુપર્બ. રાજ્સ્થાની લક્ઝરીઝ. જો જરા આંખ ફાડીને જોઈલે. એમાં બાપાનો સ્યૂટ બે બેડ વાળો છે. થઈ ને શાંતિ? તને જ વાંકુ અને ખોટું દેખાય છે. બાપા અને રોઝી  જૂદા બેડ પર સૂતા હશે.’

 

પણ જો બે બેડને બદલે…જાવ, મારે વધારે વાત નથી કરવી પાપમાં પડાય!’

ડિયર ટ્રેઈનમાં એક રૂમમાં બે કિંગ સાઈઝ બેડ ના હોય. બીજા  ફોટા જોવાદે.’

 

આ જોધપુર આ ઉદયપુર ચિતોડગઢ સવાઈમાધોપુર જયપુર વાઉવ મારી નાનપણની યાદ તાજી થઈ ગઈ. બસ આટલા જ ફોટા છે? આતો માત્ર ચાર દિવસના જ છે. બીજા ત્રણ દિવસના ક્યાં છે? આ તો સાત દિવસનું પેકેજ હોય છે.’

તમારે જોવા જેવા નથી. તમારા ભડકામાં પેટ્રોલનો ડબ્બો ઢોળાય ને આપણો ટોની તો નાદાન કહેવાય. એ જૂએ તે પણ સારું ના કહેવાય. મેં આમાંથી ગંદા ફોટા કટ કરીને બીજા ફોલ્ડરમાં નાંખ્યા છે. તમારે પણ હવે આ જોઈને વધારે અભ્યાસ કરવાની જરૂર નથી.

એનો અર્થ કે એ ચોક્કસ મારે જોવા લાયક જ હશે.

ના, નથી બતાવવાની. બાપાને જરા પણ વિચાર ન આવ્યો આવા ગંદા ફોટા મોકલતાં? એતો બેશરમ મગજની વિકૃતિ અને પાપના પોટલાં કહેવાય.’

તું બસ હંમેશાં આવી રીતે જ મારું ટેમપ્ટેશન વધારતી રહે છે. પ્લીઝ લેટમી  સી ઓલ.’

નો.‘

આઇ’લ આસ્ક મોના ટુ ફાઇન્ડ ધ ફોલ્ડર.’

ડોનચ્યુ ડેર. બીલ ક્લિન્ટનની મોના પણ અહીંથી જ શીખી હશે. તમારે તમારી મોનાને શીખવવાની જરૂર નથી.’ માયા માયાવતી બની ગઈ.

ઓહ હવે સમજાયું…સ્વામિનારાયણ સંતોને માટેના આ ફોટા નથી. મસ્ટ બી ખજુરાહો સ્ક્લ્પ્ચરના ફોટા હશે. મારે નથી જોવા, બસ. સંતાડ્યા કર અને ખાનગીમાં એનો અભ્યાસ કર્યા કર.’

 

તમે તો બધું જ ગોખી રાખ્યું છે. હા એ ખજુરાહોના છે, પછી વારાણસી અને આગ્રાના ફોટા છે.’

ફોન રીગ.

હલ્લો….’

હું મમ્મી બોલું છું. વિઠ્ઠલજીના શું સમાચાર છે?’

મમ્મી,  બધા ઉત્તરભારતની જાત્રા કરી ગઈ કાલે જ મુંબઈ પહોંચી ગયા છે.’

સાસુમાને ઈન્ડિયામાં ગમે છે ને?’

 ‘જ્યાં બાપા હોય ત્યાં બધા જ બૈરાઓને ગમી જાય. એકબીજા સાથે રહે છે,  ફ્રેન્ડ ફ્રેન્ડ કહીને કમ્મરમાં હાથ નાંખીને સાથેને સાથે હરેફરે છે. મમ્મી તેં તો મને કોઈ બોયફ્રેન્ડ પણ બનાવવા ન્હોતો દીધો. તો સાથે કમ્મરમાં હાથ દઈને ફરવાનો તો સવાલ જ ક્યાંથી આવે? બસ બાપાના મંદિરમાં જવાનું. હું સાદી મણીબેન હતી તો પણ બ્યુટીફુલ તો હતી જ ને?  રોઝી તો સાસુ બને તે પહેલા જ બાપા સાથે….. ‘

જો દીકરી, ખોટો વસવસો ના રાખ. વિનોદ તને પ્રેમ કરે છે. બસ તું એને સુખી રાખ. તારા બાપાએ મને અને પપ્પાને સારા રસ્ત્તે જ દોરવ્યા છે. અમારું બગડતું જીવન સુધાર્યું છે. એને ઉપરથી નહીં અંદરથી ઓળખવા જરૂરી છે.’

મમ્મી ફાયનલી બાપાએ તમારા વિચાર પણ બદલી નાંખ્યા. મૂઈ હું જ ના બદલાઈ.’

રોઝી પણ કેટલી બધી બદલાઈ ગઈ. હરદ્વારમાં બીકીની પહેરી ને ગંગા સ્નાન કર્યું. ગંગા આરતી કરી. એને દિલ્હીમાં બાપાનું અક્ષરધામ પણ ખૂબ ગમ્યું. બે દિવસ ત્યાં ફર્યા હતા. ત્યાં કમિશ્નરની વાઈફ અને કાકી સાથે જ આરતી સભામાં સાડી પહેરીને બેઠી હતી.’

મમ્મી એક સવાલ પૂછું? તેં ખજૂરાહોના મંદિરો  જોયા છે?’

ના. આપણે ટૂરમાં ગયા હતા ત્યારે તારા પપ્પાને તો જોવા હતા પણ તે વખતે તું નાની હતી એટલે મેં જ એમને અટકાવ્યા હતા.’

મમ્મી, બાપાએ અને રોઝીએ તો એની દિવાલો સાથે ઢગલાબંધ ફોટા અને વિડિયો લીધા છે.’

હવે તું નાની નથી. તારે જે જોવું કરવું હોય એ કરવું પણ આવી વાત ટોની સાથે કે મંગળામાસી સાથે ન કરવી. માયા એક ખાનગી વાત કરું. કોઈને કહેતી નહીં.’

[સાવધાનઃ મા દીકરીની ખાનગી ગોસીપ]

મંગળામાસીને રોજ મંદિરે જવાનું મન થાય. હવે કેટરિંગનો બિઝનેશ જામતો જાય તેમ મંદીરે જવાનો ટાઈમ ન મળે. અમારાથી એક જ બ્લોગ દૂર રહેતા શરદકાકા રોજ એમને રાઈડ આપે છે. મેં ગઈ કાલે વિન્ડોમાંથી જોયું હતું કે એમની કાર અમારા ઘર પાસે જ હતી અને એક કલાક સૂધી બન્ને કારમાં બેસીને વાત કરતાં હતાં. પહેલા તો મંગળામાસી પાછલી સીટ પર બેસતાં. હમણાં હમણાં શરદકાકા સાથે આગળ બેસતા થઈ ગયા છે. શરદકાકા એના વહુ દીકરાના ત્રાસ અને ઉપેક્ષાને કારણે હવે એકલા રહે છે. એની વાઈફ તો દસ વર્ષ પહેલા ગુજરી ગયાં હતાં. બાપા જેવો ઘાટ ન થાય તો સારું.’

લે મંગળામાસી આવ્યા. એમને તારી સાથે વાત કરવી છે.’

કેમ છો માસી? તબીયત તો સારી છેને?’

દીકરી પંચોતેર થયા. બાપાની કૃપાથી અત્યારેતો તબીયત સારી છે. નીતિ નિયમથી શરીર ટકી રહ્યું છે. વિઠ્ઠલજી ક્યારે આવે છે? રોઝી ઈન્ડિયાથી કંટાળી હશે.’

એમનું આવવાનું કંઈ નક્કી જણાતું નથી. રોઝીને  તો ઈન્ડિયામાં ખૂબ ગમી ગયું છે. બાપા સાથે હોય પછી પૂછવું જ શું? બાપા સાથે સવારે ચર્ચમાં સન્ડે સર્વિસમાં જાય છે. સાંજે  બાપા સાથે મોજ મજા કરે છે. ગઈ કાલે બાબુલનાથ ગયા હતાં. જન્માષ્ટમી પછી કદાચ પાછા આવે. હવે તો મહારાસ્ટ્ર સરકાર ફોરેન ટ્રાવેલર્સને માટે જન્માષ્ટમી વખતે મંદિરોની સ્પેશિયલ ટૂર બસ ઉપાડે છે. તેમાં જવાના છે. જૂહુ પરના ઈસ્કોન મંદિરનું સેલિબ્રેશન જોવું છે. વરલીમાં જી.એમ.ભોસલે રોડપર જામ્બોરી મેદાનમાં દહીં હાંડી એ ગોવિન્દા જોવામાં ખાસ રસ છે. બસ મજા જ મજા. રોઝીને આ બધું અમેરિકામાં થોડું જોવા મળે!’

માયા. મને લાગે છે કે ગયા જન્મે રોઝી ઈન્ડિયન હશે અને તારા સસરા સાથે કંઈક સંબંધ હશે.’

માસી, એવું પણ હોય કે રોઝી ઈન્ડ્યન હશે અને બાપા અમેરિકન કે અંગ્રેજ પણ હોય. કેટલાક અંગ્રેજો ઈન્ડિયન ને પરણીને ઈંગ્લેન્ડ લઈ જ ગયા હતા ને? વખતે બધું પલટાઈ ગયું ખરેખર બાપાનું રિવર્સલ જ છે ને?’

મમ્મી પપ્પા પણ બદલાઈ ગયા. માત્ર હું અને તમે ના બદલાયાં ખરુંને માસી.?’

મંગળામાસીએ જવાબ ન વાળ્યો…….

૦૦૦૦૦૦

અરે હાંભળો છો? હમણાં પાસે હતાં ને મમ્મીનો ફોન આવ્યો અને જરા વાતમાં પડી એટલે દોડ્યા પાછા મોના-લીસા પાસે. તમારી લાડલી લીસા લપસણી અને લીસ્સી છે અને તમારી મોના એક બોયફ્રેન્ડથી ધરાય એમ નથી. એના લખ્ખણ સારા નથી. એનાથી થોડું ડિસ્ટન્ટ રાખ્જો. નહીં તો જોવા જેવી થશે.’

ડાર્લિંગ, મારી પ્રોફેશનલ લાઈફની કચુંબર કરવામાં માનતો નથી. મારે માટે તો “યુ આર વન એન્ડ ઓન્લી વન” તું જ છે. મારી બ્યુટિક્વીન, મારી હની, મારી સુગર, મારી વ્હાલી તું જ છે.’

પાછા ગાંડા થયા?’

મારા કામનો આરામ તું જ છે’

કામને કામડાઉન કરતાં શીખો. કામેચ્છાને કંટ્રોલ કરો’

હું તો ઓફિસ વર્કની વાત કરું છું’

તો હું પણ ઓફિસકામની જ વાત કરું છું ને? તમે ઉંધું સમજ્યા કરો છો. મારા વિનોદજી, તમે તો ઘરમાં ઓફિસ કરી છે ત્યારથી સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સૂધી કામ કર્યા કરો છો. બપોરે બે કલાક મારી સાથે આરામ કરવાનું રાખોને?’

વ્હોટ? હની વ્હોટ ડીડ યુ સે? યુ મીન….!’

જૂઓ મોંમાં આંગળા નાંખીને મારી પાસે ગમે તેવું બોલાવો નહીં હોં. ઉપર આવો. લંચ લઈને આરામ કરીશું સમજ્યા.’

યાહૂઉઉઉઉઉઉઉ……’

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨૯

 

અરેએએએ, હાંભળો છોઓઓઓઓ. બાપાએ ઈન્ડિયાથી બધા ફોટા કોમ્પ્યુટર પર અપલોડ કર્યા છે. જલ્દી ઉપર આવો. આ ડોહા તો ખરા જલસામાં પડ્યા છે. જલ્દી ઉપર આવો.  તમારી નવી બાને લઈને  લગન પહેલા જ હનીમૂન પર ઉપડ્યા છે. આપણે છ મહિનામાં ખર્ચો નથી કરતાં તેના કરતાં વધુ છ દિવસમાં ધૂમાડો કરે છે.’

તને તો ખબર છે કે રોઝીએ એની ઈન્ડિયા ટૂરનું મોટાભાગનું પ્લાનિંગ એના ક્રેડિટ કાર્ડથી જ કર્યું છે. બીજો નાનો મોટો ખર્ચો કદાચ બાપા અને ભરતકાકા કરતાં હશે. છે તે ભલે વાપરે.’

હા હા ઉડાવો, ઉડાવો. મારા ટોનીને માટે કશું જ રહેવાનું નથી. જોજો ને બિચારા મારા ટોનીને ભીખ  માંગવાનો વારો આવવાનો છે.’

બાપાનું છે તે બાપા વાપરશે, મારું કમાયલું આપણે વાપરીશું. ટોની જેટલું કમાશે તેટલું એ વાપરશે. આ અમેરિકા છે. સાત પેઢીની ચિંતા કરવાની જરૂર નથી. પૈસા વપરાય અને સર્ક્યુલૅટ થાય તેમ દેશની આબાદી વધે.’

મેં તમને ઈકોનોમિક્સના લેશન આપવા નથી બોલાવ્યા.’

તો? તને હું જે જે લેશન આપવા માંગું તે તો બધા તેં પ્રિમેચ્યોર સન્યસ્તના ગાર્બેજમાં ફેંકવા માડ્યાં.’

જૂઓ પાછી એકની એક વાત?… શાસ્ત્રમાં કહેલો ગૃહસ્થાશ્રમ જેમ જેમ પુરો થવા આવ્યો છે તેમ તેમ તમારો મીડલાઈફ નો ભભડો વધતો જાય છે./

ઓકે. આજે હું બાપાના મંદિરમાં જઈને ત્રણ કેસરી પાઘડી અને કેસરી લૂંગી લઈ આવીશ. એક બાપાને માટે, એક મારે માટે અને એક આપણાં ટોની માટે. અમે ત્રણ આ ધરમાં હોઈએ ત્યારે તારે કામિનીજી કંચનલાલજી કેટરિંગવાળાને ત્યાં ચાલ્યા જવાનું.’

જૂઓ મારા પપ્પા મમ્મી માટે એલફેલ બોલશોને…બોલશોને…બોલશો  એંએંએંએં…’

પ્લીઝ હની ડાર્લિંગ તેં મને હાંભળો છોઓઓઓઓ કરીને બોલાવ્યો હતો તે લઢવા રડવા બોલાવ્યો હતો?’

ઓકે આ બધી આડી વાત પર ચડીને મૂળ વાત તો ભૂલાઈ જ ગઈ. મેં તો ફેસ ટુ ફેસ સ્કાઈપ પર બાપા સાથે રાત્રે વાત કરી હતી તમે તો ઘોરતાં હતાં. તમારા બાપા ભૂખ્યા નથી, તરસ્યા નથી. જરા વજન વધેલું લાગે છે. તામારા રોઝીબા એવા ને એવા જ છે.’

મને ઉઠાડવો હતોને! હું યે બાપા સાથે થોડી વાત કરી લેત.’

ના બાપા ના તમને ઉંઘમાંથી ઉઠાડું તો તમારી ડાગળી ચસ્કે.

તમે તો ઉંઘમાં જ સારા. તમે મારી સાથે હો અને નિદ્રાસનમાં હો એના જેવું ઉત્તમ સુખ બીજું કંઈ નહિ. બાપાનો સંઘ ગામની હોસ્ટેલના ઉદ્ઘાટન પછી કલ્કત્તા પહોંચ્યો હતો. ત્યાં રોઝીને વિવેકાનંદે સ્થાપેલા બેલુર મઠ અને મધર ટેરેસાએ સ્થાપેલી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. રવિન્દ્રનાથનું શાંતિનિકેતન બુદ્ધગયા અલ્હાબાદ થી ખટમંડુ વિગેરે જોઈને દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી હરદ્વાર થઈને દિલ્હી પાછા આવ્યા હતા.’

ચાલો સરસ બાપાએ તારી દૃસ્ટિએ જે જે પાપ કર્યા હશે તે બધા પાપનો નાશ થઈ ગયો હશે. બાપા ચોખ્ખા અને ગંગા મેલી થઈ ગઈ હશે. તારી થનારી સાસુમાને ભારતીય સંસ્કૃતીનો અનુભવ થયો હશે. મારી બા ખૂબ ભક્તિભાવ વાળા ભાવુક હતાં અને રોઝીબા ખૂબ નોલેજેબલ વિદ્વાન છે. આપણે નસીબદાર છીએ.’

બાપા પાપોનો ડબ્બો ગંગામાં ખાલી કરી આવ્યા એટલે ડબ્બામાં પાછું ઢગલા બંધ નવું ભરવા માંડ્યું છે.

કેમ તને નવું શું દેખાયું?’

આખરે મને જે વહેમ હતો તે સાચો જ પડ્યો. મને એમ હતું કે ત્રણ પુરુષો અને ત્રણ સ્ત્રીઓ છે તે હૉટલમાં બે રૂમ રાખશે. એકમાં ત્રણ સ્ત્રીઓ અને બીજામાં બાપા, ભરતકાકા અને એમના સાળા રહેશે પણ આ તો ત્રણ રૂમ રાખીને રહ્યા હતાં. પૈસા અને કેરેક્ટર બન્ને બગડ્યાં. હવે શું! કાકા અને એમના સાળાની વાત તો ઠીક છે પણ આપણા બાપાનું શું? આખા ગામમાં વિઠ્ઠલ પટેલના પરિવારની ઈજ્જતની બદનામી થશે.’

અરે જો ત્રણને બદલે બે રૂમમાં જ રહ્યા હોત તો આખ્ખા અમેરિકામાં ઈજ્જતના કાંકરા થાત. ટોનીથી કોઈને મોં ના બતાવાત.’

કેમ?’

અરે જરા તો બારડોલી બ્રેઈનનો યુઝ કર? કોઈ એમ કહે કે માયાનું આખું ફેમિલી ‘ગૅ” છે તો કેવું લાગે? આપણા ટોનીનું શું થાય? કોઈ છોકરી એની પાસેયે ના ઉભી રહે.’

કોણ જાણે તમારા સડેલા ભેજામાંથી આવા  ફાલતુ જવાબો કેટલા જલ્દી ઉગી નીકળે છે તે જ સમજાતું નથી.  અરે મારી હની, સડેલી વસ્તુઓનું જ સરસ ફર્ટિલાઈઝર બને  અને પાક સારો થાય એવું બારડોલીની સ્કુલમાં ન્હોતી શીખી?’

મેં તમને બારડોલીની નીંદા કરવા નથી બોલાવ્યા. મેં તો બાપાની બેશરમીની વાત જણાવવા  બોલાવ્યા છે. આ જૂઓ બધા નફ્ફટ ફોટાઓ.’

ઓકે…લેટ મી સી!’

ઓહ, નાઈસ. આતો પેલેસ ઓન ધ વ્હિલ ના  છે? હું નાનો હતો ત્યારે ભરતકાકા સાથે ટૂરમાં ગયો હતો. વેરી નાઈસ; સુપર્બ. રાજ્સ્થાની લક્ઝરીઝ. જો જરા આંખ ફાડીને જોઈલે. એમાં બાપાનો સ્યૂટ બે બેડ વાળો છે. થઈ ને શાંતિ? તને જ વાંકુ અને ખોટું દેખાય છે. બાપા અને રોઝી  જૂદા બેડ પર સૂતા હશે.’

 

પણ જો બે બેડને બદલે…જાવ, મારે વધારે વાત નથી કરવી પાપમાં પડાય!’

ડિયર ટ્રેઈનમાં એક રૂમમાં બે કિંગ સાઈઝ બેડ ના હોય. બીજા  ફોટા જોવાદે.’

 

આ જોધપુર આ ઉદયપુર ચિતોડગઢ સવાઈમાધોપુર જયપુર વાઉવ મારી નાનપણની યાદ તાજી થઈ ગઈ. બસ આટલા જ ફોટા છે? આતો માત્ર ચાર દિવસના જ છે. બીજા ત્રણ દિવસના ક્યાં છે? આ તો સાત દિવસનું પેકેજ હોય છે.’

તમારે જોવા જેવા નથી. તમારા ભડકામાં પેટ્રોલનો ડબ્બો ઢોળાય ને આપણો ટોની તો નાદાન કહેવાય. એ જૂએ તે પણ સારું ના કહેવાય. મેં આમાંથી ગંદા ફોટા કટ કરીને બીજા ફોલ્ડરમાં નાંખ્યા છે. તમારે પણ હવે આ જોઈને વધારે અભ્યાસ કરવાની જરૂર નથી.

એનો અર્થ કે એ ચોક્કસ મારે જોવા લાયક જ હશે.

ના, નથી બતાવવાની. બાપાને જરા પણ વિચાર ન આવ્યો આવા ગંદા ફોટા મોકલતાં? એતો બેશરમ મગજની વિકૃતિ અને પાપના પોટલાં કહેવાય.’

તું બસ હંમેશાં આવી રીતે જ મારું ટેમપ્ટેશન વધારતી રહે છે. પ્લીઝ લેટમી  સી ઓલ.’

નો.‘

આઇ’લ આસ્ક મોના ટુ ફાઇન્ડ ધ ફોલ્ડર.’

ડોનચ્યુ ડેર. બીલ ક્લિન્ટનની મોના પણ અહીંથી જ શીખી હશે. તમારે તમારી મોનાને શીખવવાની જરૂર નથી.’ માયા માયાવતી બની ગઈ.

ઓહ હવે સમજાયું…સ્વામિનારાયણ સંતોને માટેના આ ફોટા નથી. મસ્ટ બી ખજુરાહો સ્ક્લ્પ્ચરના ફોટા હશે. મારે નથી જોવા, બસ. સંતાડ્યા કર અને ખાનગીમાં એનો અભ્યાસ કર્યા કર.’

 

તમે તો બધું જ ગોખી રાખ્યું છે. હા એ ખજુરાહોના છે, પછી વારાણસી અને આગ્રાના ફોટા છે.’

ફોન રીગ.

હલ્લો….’

હું મમ્મી બોલું છું. વિઠ્ઠલજીના શું સમાચાર છે?’

મમ્મી,  બધા ઉત્તરભારતની જાત્રા કરી ગઈ કાલે જ મુંબઈ પહોંચી ગયા છે.’

સાસુમાને ઈન્ડિયામાં ગમે છે ને?’

 ‘જ્યાં બાપા હોય ત્યાં બધા જ બૈરાઓને ગમી જાય. એકબીજા સાથે રહે છે,  ફ્રેન્ડ ફ્રેન્ડ કહીને કમ્મરમાં હાથ નાંખીને સાથેને સાથે હરેફરે છે. મમ્મી તેં તો મને કોઈ બોયફ્રેન્ડ પણ બનાવવા ન્હોતો દીધો. તો સાથે કમ્મરમાં હાથ દઈને ફરવાનો તો સવાલ જ ક્યાંથી આવે? બસ બાપાના મંદિરમાં જવાનું. હું સાદી મણીબેન હતી તો પણ બ્યુટીફુલ તો હતી જ ને?  રોઝી તો સાસુ બને તે પહેલા જ બાપા સાથે….. ‘

જો દીકરી, ખોટો વસવસો ના રાખ. વિનોદ તને પ્રેમ કરે છે. બસ તું એને સુખી રાખ. તારા બાપાએ મને અને પપ્પાને સારા રસ્ત્તે જ દોરવ્યા છે. અમારું બગડતું જીવન સુધાર્યું છે. એને ઉપરથી નહીં અંદરથી ઓળખવા જરૂરી છે.’

મમ્મી ફાયનલી બાપાએ તમારા વિચાર પણ બદલી નાંખ્યા. મૂઈ હું જ ના બદલાઈ.’

રોઝી પણ કેટલી બધી બદલાઈ ગઈ. હરદ્વારમાં બીકીની પહેરી ને ગંગા સ્નાન કર્યું. ગંગા આરતી કરી. એને દિલ્હીમાં બાપાનું અક્ષરધામ પણ ખૂબ ગમ્યું. બે દિવસ ત્યાં ફર્યા હતા. ત્યાં કમિશ્નરની વાઈફ અને કાકી સાથે જ આરતી સભામાં સાડી પહેરીને બેઠી હતી.’

મમ્મી એક સવાલ પૂછું? તેં ખજૂરાહોના મંદિરો  જોયા છે?’

ના. આપણે ટૂરમાં ગયા હતા ત્યારે તારા પપ્પાને તો જોવા હતા પણ તે વખતે તું નાની હતી એટલે મેં જ એમને અટકાવ્યા હતા.’

મમ્મી, બાપાએ અને રોઝીએ તો એની દિવાલો સાથે ઢગલાબંધ ફોટા અને વિડિયો લીધા છે.’

હવે તું નાની નથી. તારે જે જોવું કરવું હોય એ કરવું પણ આવી વાત ટોની સાથે કે મંગળામાસી સાથે ન કરવી. માયા એક ખાનગી વાત કરું. કોઈને કહેતી નહીં.’

[સાવધાનઃ મા દીકરીની ખાનગી ગોસીપ]

મંગળામાસીને રોજ મંદિરે જવાનું મન થાય. હવે કેટરિંગનો બિઝનેશ જામતો જાય તેમ મંદીરે જવાનો ટાઈમ ન મળે. અમારાથી એક જ બ્લોગ દૂર રહેતા શરદકાકા રોજ એમને રાઈડ આપે છે. મેં ગઈ કાલે વિન્ડોમાંથી જોયું હતું કે એમની કાર અમારા ઘર પાસે જ હતી અને એક કલાક સૂધી બન્ને કારમાં બેસીને વાત કરતાં હતાં. પહેલા તો મંગળામાસી પાછલી સીટ પર બેસતાં. હમણાં હમણાં શરદકાકા સાથે આગળ બેસતા થઈ ગયા છે. શરદકાકા એના વહુ દીકરાના ત્રાસ અને ઉપેક્ષાને કારણે હવે એકલા રહે છે. એની વાઈફ તો દસ વર્ષ પહેલા ગુજરી ગયાં હતાં. બાપા જેવો ઘાટ ન થાય તો સારું.’

લે મંગળામાસી આવ્યા. એમને તારી સાથે વાત કરવી છે.’

કેમ છો માસી? તબીયત તો સારી છેને?’

દીકરી પંચોતેર થયા. બાપાની કૃપાથી અત્યારેતો તબીયત સારી છે. નીતિ નિયમથી શરીર ટકી રહ્યું છે. વિઠ્ઠલજી ક્યારે આવે છે? રોઝી ઈન્ડિયાથી કંટાળી હશે.’

એમનું આવવાનું કંઈ નક્કી જણાતું નથી. રોઝીને  તો ઈન્ડિયામાં ખૂબ ગમી ગયું છે. બાપા સાથે હોય પછી પૂછવું જ શું? બાપા સાથે સવારે ચર્ચમાં સન્ડે સર્વિસમાં જાય છે. સાંજે  બાપા સાથે મોજ મજા કરે છે. ગઈ કાલે બાબુલનાથ ગયા હતાં. જન્માષ્ટમી પછી કદાચ પાછા આવે. હવે તો મહારાસ્ટ્ર સરકાર ફોરેન ટ્રાવેલર્સને માટે જન્માષ્ટમી વખતે મંદિરોની સ્પેશિયલ ટૂર બસ ઉપાડે છે. તેમાં જવાના છે. જૂહુ પરના ઈસ્કોન મંદિરનું સેલિબ્રેશન જોવું છે. વરલીમાં જી.એમ.ભોસલે રોડપર જામ્બોરી મેદાનમાં દહીં હાંડી એ ગોવિન્દા જોવામાં ખાસ રસ છે. બસ મજા જ મજા. રોઝીને આ બધું અમેરિકામાં થોડું જોવા મળે!’

માયા. મને લાગે છે કે ગયા જન્મે રોઝી ઈન્ડિયન હશે અને તારા સસરા સાથે કંઈક સંબંધ હશે.’

માસી, એવું પણ હોય કે રોઝી ઈન્ડ્યન હશે અને બાપા અમેરિકન કે અંગ્રેજ પણ હોય. કેટલાક અંગ્રેજો ઈન્ડિયન ને પરણીને ઈંગ્લેન્ડ લઈ જ ગયા હતા ને? વખતે બધું પલટાઈ ગયું ખરેખર બાપાનું રિવર્સલ જ છે ને?’

મમ્મી પપ્પા પણ બદલાઈ ગયા. માત્ર હું અને તમે ના બદલાયાં ખરુંને માસી.?’

મંગળામાસીએ જવાબ ન વાળ્યો…….

૦૦૦૦૦૦

અરે હાંભળો છો? હમણાં પાસે હતાં ને મમ્મીનો ફોન આવ્યો અને જરા વાતમાં પડી એટલે દોડ્યા પાછા મોના-લીસા પાસે. તમારી લાડલી લીસા લપસણી અને લીસ્સી છે અને તમારી મોના એક બોયફ્રેન્ડથી ધરાય એમ નથી. એના લખ્ખણ સારા નથી. એનાથી થોડું ડિસ્ટન્ટ રાખ્જો. નહીં તો જોવા જેવી થશે.’

ડાર્લિંગ, મારી પ્રોફેશનલ લાઈફની કચુંબર કરવામાં માનતો નથી. મારે માટે તો “યુ આર વન એન્ડ ઓન્લી વન” તું જ છે. મારી બ્યુટિક્વીન, મારી હની, મારી સુગર, મારી વ્હાલી તું જ છે.’

પાછા ગાંડા થયા?’

મારા કામનો આરામ તું જ છે’

કામને કામડાઉન કરતાં શીખો. કામેચ્છાને કંટ્રોલ કરો’

હું તો ઓફિસ વર્કની વાત કરું છું’

તો હું પણ ઓફિસકામની જ વાત કરું છું ને? તમે ઉંધું સમજ્યા કરો છો. મારા વિનોદજી, તમે તો ઘરમાં ઓફિસ કરી છે ત્યારથી સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સૂધી કામ કર્યા કરો છો. બપોરે બે કલાક મારી સાથે આરામ કરવાનું રાખોને?’

વ્હોટ? હની વ્હોટ ડીડ યુ સે? યુ મીન….!’

જૂઓ મોંમાં આંગળા નાંખીને મારી પાસે ગમે તેવું બોલાવો નહીં હોં. ઉપર આવો. લંચ લઈને આરામ કરીશું સમજ્યા.’

યાહૂઉઉઉઉઉઉઉ……’

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૩૦

અરેએએએ, હાંભળો છોઓઓઓઓ.

એઈઈઈઇ,, હજુ તો સવારના નવ વાગ્યા છે, પાછું યાહૂઉઉઉઉઉઉઉ……?

જાવ હવે.  શરમાવ હવે. ઘરમાં કોઈ નથી એટલે  જેટલી વાર બોલાવું એટલે તમને તો ‘યાહૂઉઉઉઉઉઉઉ…… સંભળાય છે.  

વન ઇઝ ફનસમજીને મેં ઓપરેશન કરાવ્યું ન હોત તો આજે નાના મોટાં કેટલાય આજુબાજુ મમ્મી, મમ્મી કરતાં અટવાયાં કરતાં હોત. મમ્મી તો કહે છે જો દીકરી, ખોટો વસવસો ના રાખ. વિનોદ તને પ્રેમ કરે છે. બસ તું એને સુખી રાખ. પણ મારો આ નાવલીઓ તો ખાય ખાય અને ભૂખ્યો ને ભૂખ્યો. દર મહિને જુદા જુદા શબ્દો શોધી લાવે છે. હમણાં વાત વાતમાં યાહૂઉઉઉઉઉઉઉ ના લવારા ભડકે છે. આજે એની વલે કરું છું.’

અરે, ક્યારથી બૂમો પાડું છું. પર આવો છોને?

બાપાનો મેસેઈજ છે. ઉપર આવો.

હા હા આવું છું, મોનાથી ઝીપર નથી ખુલતી, લિસા પણ મથે છે. મારે શું કરવું તે સમજાતું નથી.

ઓ માં, હું હમણાં ઝાડુ લઈને નીચે આવીને તમને ત્રણેને ઘર ની બહાર કાઢું છું. તમારી આટ આટલી કાળજી રાખું તોયે આ….અને તે પણ મારા ધરમાં? છેવટે તો બાપના અવગુણ લઈને…..

અરે! તું આ શું ધમાધમી કરે છે?’

તમને સાફ કરવા ઝાડુ શોધું છુંહું આજે મારી મમ્મીને ત્યાં ચાલી જાઉં છું. નથી જીવવું તમારી સાથે. પંખે લટકી જઈશ. અત્યારેને અત્યારે લિસુડી મોનુડીને ઓફિસની બહાર કાઢું છું. હું અકળાઉં છું.  પાછા નફ્ફટ થઈને મારી સામું હસતા શરમ નથી આવતી? ઓફિસની પટાકડીઓ પાસે ઝીપર ખોલાવીને શું કરવા માંડ્યું છે? લૂંગી જ પહેરવાનું રાખોને ઝીપરની ઝંઝટ જ નહીં

તું શું સમજી? ડાર્લિંગ માય હની આ પેન્ટની ઝીપરની વાત નથી!.’

ડોન્ટ ડાર્લિંગ એન્ડ હની મી.ખબરદાર મને અડક્યા છો તો? પાટલૂનની ઝીપર; મોના અને લિસા પાસે ખોલાવવાની? આ બધું શું માડ્યું છે?’

અરે મારી પ્રિય બારડોલી બ્રેઈન, મેં કહ્યું તે સાંભળ. આ પાટલૂનની ઝીપરની વાત નથી. આ તો જૂના એકાઉન્ટની કોમપ્યુટરમાં ઝીપ ફાઈલ બનાવેલી તે એકાઉન્ટ ફાઈલ ખૂલતી નથી તે વાત કરતો હતો. ઓહ માય ગોડ. આવી બ્યુટિફુલ બોડી માં થોડું કોમપ્યુટર નોલેજ તો અપલોડ કરવું હતું!’

સાચુ બોલો છો? કે મને બનાવો છો? ચીટિંગ તો નથી કરતા ને?’

હા આ કોમપ્યુટર ની ફાઈલની વાત છે. જો તારી અનામત…’

ધરમાં કોઈ ન હોય ત્યારે મર્યાદાનું ભાન જ રાખતા નથી. બંધ કરો; અને ખબરદાર; જો આગળ એક પણ શબ્દ બોલ્યા તો જોવા જેવી થશે. ભગવાન સામે જોઈને કહો કે તમે મને ભોળી ગામડીયણ સમજીને બનાવતા તો નથી ને? પેલીઓ સાથે ગરબડ તો નથી કરતા ને?

તારા સમ હું…..’

હા, હા, મારા ખોટા સમ ખાઈને તમારે મને પર ધકેલવી છે. પછી બાપાની જેમ બબ્બેને રાખીને મજા ઉડાવવી છે! ખાવ તમારા બાપાના સમ અને કહો કે તમે કોમપ્યુટરની વાત કરતાં હતાં.

ચાલ બાપા, યુ વીન, બાપાના સમ બસ, કોમપ્યુટરની ઝીપ ફાઈલની વાત હતી. મારા પેન્ટની ઝીપરની નહીં.

હજુયે તમે ચાલાકી કરો છો. પહેલા તમે મને બાપા કહી. પછી બાપાના સમ ખાધા. એટલે કે મારા સમ ખાધા. એમ કહો કે મારા બાપાના સમ.

સારુ સારુ બાપા, તારા બાપાના સમ.

સાચુ બોલો, નહીં તો હમણાં મોનાલિસાને બુમ પાડું છું; એઈઈઈ  મોનકીઈઈઈ

અરે ભઈ. મારા બાપાના, તેના બાપાના અને તેના બાપાની સાત પેઢીના સમ,કોમપ્યુટરની વાત છે.

ભલે કોમપ્યુટરની હોય પણ તમારા મનમાં તો બીજી ઝીપર હતીને?’

હા, હા, હા,  જા તારે જે માનવું હોય તે. હા પેન્ટની ઝીપરની વાત હતી.

સરસ ગુસ્સે   થયાને? મજા આવી હોં. તમે ગુસ્સે થાવ ત્યારે બહુ ફની લાગો છો. તમે માનો તેવી ડોબી નથી.  મને તો ખબર હતી કે તમે ઝીપ ફાઈલની વાત કરતા હતા. આતો જરા તમને ગરમ કરવા જોક મસ્તીની વાત.

ઓહ્હો. મને ખરેખર ગરમ કરવા? લે તેં ગરમ કર્યો અને હું બરાબર ગરમ થઈ ગયો’

જાવ હવે.  તમે માનો છો એ રીતે ગરમ કરવા નહીં! પાછો અર્થનો અનર્થ કરવા માંડ્યો છે. ખોટી કુટેવ પડી છે. હવે તમારાં ટાણે કુંટાણે બધા ચટાકા બંધ. વાત એમ છે કે, આવતી કાલે તમારા પિતાશ્રી એમની બિલવેડ ઓલપર્પઝ ફ્રેન્ડ સાથે અમરિકામેં વાપસ પધાર રહે હૈ.’

આજે સવારે ચા માં શું નાંખ્યું છે? બિલકુલ કલરફુલ મિજાજમાં છે ને?

જૂઓ, જરા દૂર ઊભા રહીને વાત કરો. મારે ગંભીર વાત કરવાની છે.

તો હું ચાલ્યો મારે ઘણાં ગંભીર એકાઉન્ટના લોચા ઠેકાણે પાડવાના છે. તારાથી મારી ગંભીર વાતોમાં માથું ન મરાય અને મારાથી તારી ગંભીર વાતોમાં ડખો ના થાય. આઈ એમ વેરી બીઝી.’

એક કામ કરો. પહેલા મારી વાત સાંભળો. પછી બીજી ઓ સાથે બીઝી થવા જજો. વેરી ઈન્ટરેસ્ટિંગ વાત છે. મંગળા માસી બાપા સાથે વાત કરવા આવવાના છે.

તે આવશે. એમાં ક્યાં નવાઈની વાત છે. આવશે,  બેસશે. વાતો કરશે. ભલે કરે.

ના. બાપા સાથે લગ્નની વાત કરવા આવવાના છે. તમારા બા સાથે બાપાના લગ્ન થયા તે પહેલા મંગળામાસી સાથે થવાની વાત હતી. તો હવે માસી ફરી વાર વાત નાંખવાના છે.

વ્હોટ? આઈ ડિસએપ્રુવ. મારે મંગળાદેવી મારી બા તરીકે ના જોઈએ. નો વૅ. આઈ ઓબ્જેક્ટ.

અરે! જરા વાત તો સાંભળો. મારા પપ્પાએ બે ત્રણ રીતે મંગળા માસીને ગ્રીન કાર્ડ મળે તે માટે પ્રયાસ કરી જોયા. પણ કાંઈ પત્તો લાગે એમ નથી. એક રસ્તો છે. જો એ અમેરિકન સીટીઝન સાથે લગ્ન કરે તો કાયમ અમેરિકામાં રહી શકે. બાપા અમેરિકન સીટીઝન છે. સિંગલ છે. બન્ને એકબીજાને ઓળખે છે. સરસ જોડી જામે એવી છે. મંગળા માસીની ઈન્દિરા ગાંઘી જેવો મેક અપ જોઈને તો બાપા ને પણ લાળ પડવા માંડી હતી. જો બાપા ને એમની સાથે સાચ્ચા લગ્ન ન કરવા હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું. બેન્ક માં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાનું અને માસીનું મેઈલિંગ એડ્રેસ આપણા ઘરનું આપવાનું. બાપાને રોઝીમાં સાથે જે ખેલ ખેલવા હોય તે ખેલવાની છૂટ. બાપાએ કોની સાથે કેમ વર્તવું એ નન ઓફ અવર બિઝનેસ. બરાબરને? આતો પપ્પાની સલાહ છે.

એટલે તારા પપ્પા મારા બાપા ને બકરો બનાવવા માંગે છે એમને? ખાલી ખાલી ખોટા ખોટા લગ્ન કરવાના અને અમેરિકામાં ઠસી જવાનું. ના મારા બાપા એ રીતે સાચા અમેરિકન છે. એ એને માટે તૈયાર થાય નહીં. અને જો તારા પપ્પા એની રમતમાં બાપા ને ગેરકાનુની રમતમાં ભેરવે એ ના થવા દઉં. જો પપ્પાને અને મમ્મીને  મંગળામાસી માટે બહુ લાગતું હોય તો મમ્મી ભલે પપ્પાને ડિવોર્સ આપે અને પપ્પા ભલે માસીને પરણે. આઈ ડોન્ટ માઈન્ડ. જરા ઉંમરનો તો વિચાર કર; સ્વામિનારાયણમાસી બાપા કરતાં બેત્રણ વર્ષ મોટા છે.

ઓહ્હો, તમે તો કહેતા હતા કે પ્રેમ કે લગ્નને ઉમ્મર સાથે કાઈ સંબંધ નથી. જૂના જમાનામાં તો આપણા પટેલોમાં મોટી ઉમ્મરની છોકરીઓને નાના છોકરાઓ સાથે પરણાવી દેવાતી. કવિ કલાપીના પણ આઠ વર્ષ મોટી ઉમ્મરના રમાબા ઉર્ફે રાજબા અને એનાથી બે વર્ષ મોટા આનંદીબા ઉર્ફે કેસરબા સાથે લગ્ન થયેલા હતાં ને?’

 હું કાંઈ બારડોલી કે બરોડાની કૉલેજમાં તારી જેમ કલાપી બલાપીની લાઈફ કે વાઈફની વાત શીખ્યો નથી. ગમે તે હોય પણ મંગળા માસીતો નહીં જ. એ ડોસી ના ચાલે.

કેમ ના ચાલે? બાપા નાના હતા ત્યારે માસી સાથે લગ્નની વાત થયેલી ને. એ તો માસી સ્કુલમાં મોનિટર હતા અને બાપાને અંગુઠા પકડાવ્યા હતા એટલે બાપાએ રિસાઈને ગુસ્સો કરીને ના પાડી હતી. હવે તો સંધી થઈ ગઈ છે. બોથ આર ગુડ ફ્રેન્ડ્સ. મને તો સાસુમાં તરીકે મંગળામાસી ચાલશે.

જ્યારે આપણો ટોની મોટી છોકરી સાથે ડેટિંગ કરતો ત્યારે તો તમે કહેતા હતા કે દીકરાને મોટી છોકરીઓ પાસે શીખવાનું મળશે. પછી કોણ!  મને તો બળ્યું યાદ પણ નથી રહેતું……પેલી ટીના ટર્નર પંચોતરની થવાની અને એનો બોય ફ્રેન્ડ ચાલીસ વર્ષનો, તમારી પેલી વાત વાતમાં કપડાં ઉતારે તે મડૉના પંચાવનની અને એનો બોય ફ્રેન્ડ બાવીસનો. જો તમારા દીકરાને માટે મોટી છોકરીઓ ચાલતી હોય તો તમારા બાપાને કેમ ના ચાલે?’

ના ચાલે એટલે ના ચાલે.  ખાલી મને ચીડવવા ઠોકા ઠોક ના કર. મારે ખૂબ કામ છે. હું જાઉં છું.’

છોડ ગયે બાલમ મૂઝે હાય અકેલા છોડ ગયે….. અરે સાંભળો, આ તો ધરમનું કામ છે. બિચારા માસી જીવનભર એકલા રહ્યા. મોટી ઉમ્મરે કોઈ આશરો તો જોઈએ ને? ચાલો આપણે ડિવૉર્સ લઈ લઈએ. હું કોઈ યંગ બોયને  પરણી જાઉં તમે માસીને પરણી જાવ. પછી રોજ રોજ પેલી એક ગુજરાતી નોવેલમાં આવે છે તેમ “દનમાં બબ્બે વાર, જોવનાઈ કહે છે જવાર, કે મનખો માણી લે જોરે! ની જેમ માસી સાથે યાહુ કર્યા કરજો. ઉમ્મરનો બાધ ક્યાં નડે છે! આપણો ટોની મોટી છોકરીઓની સાથે ડેટિંગ કરે તેનો તમને વાંધો નથી. ત્યારે તમે બધી હોલીવૂડની ડોસીઓ જુવાન છોકરાઓ સાથેના લફરા અને લગ્નની વાતો મને સમજાવતા હતા. બાપાનું ઉમ્મરે રોઝીકુમારી સાથે જગ જાહેર ચક્કર ચાલે છે તેમાં તમને કાંઈ અજુગતું નથી લાગતું અને બિચારા માસીને મદદ કરવા માટે બાપા સાથે ટેમ્પરરી મેરેજ ગોઠવાય તેમાં તમારે શા માટે ડખો કરવો. હું બાપાના લગ્ન મંગળા માસી સાથે કરાવીશ. તમારી રોઝીમૈયાની છૂટ્ટી. તમારે સાદાઈથી તમારા બાપાના લગ્ન કરવા હોય તો કોર્ટમાં આપણે બે વીટનેશ માટે જઈશું. અને દેશી સ્ટાઈલે કરવા હોય તો બાપાનો વરઘોડો બ્રોડવે પર કાઢીશું. હું યે રસ્તામાં ભાંગડા કરીશ. એક વાર તો બાપાના લગ્ન માણી લેવા છે.

હું જાઉં છું.’

અરે હાંભળો. ક્યાં આમ ગુસ્સે થઈને ક્યાં ચાલ્યા? મને હગ કર્યા વગર? મને કીસ કર્યા વગર? તમારા બાપાના મેરેજની વાત આવી ને તમે કેમ સન્યાસી થવા ભાગ્યા. તમે તો મારા નાથ આ વાત પછી આજે મને બાઝવા અને બકી કરવાનું યે ભૂલ્યા?’

આજે તારામાં આટલો મોટો ચેઇન્જ. બીગ સર્પ્રાઈઝ. જોરદાર રિવર્સલ. સડન ડેન્જરસ ઇલ્લીગલ યુ ટર્ન. ઓહ માય ગોડ. પ્લીઝ મારા ભગવાન, મારા ગોડ, મારા અલ્લાહ; મને આ બારડોલી બ્રેઈનને હેન્ડલ કરવાની અંડરસ્ટેન્ડિંગ આપો, આજે મને આ મહામાયા સમજાતી નથી. કોઈ બીગ સ્કેન્ડલની ગંધ આવે છે.

હવે મારું બ્રેઈન બારડોલી, બરોડા કે બોમ્બે બ્રેઈન નથી રહ્યું. મીસ્ટર વિનોદ પટેલ હવે એ બોસ્ટન થી બેવરલીહિલ સૂધી આંટા મારે છે.  સ્વામીનારાયણ છોડી  હવે હું શૃંગાર અને ત્યાંથી સેક્સના પાઠો શીખવાની છું  અને તમને બધું નવેસરથી નવું શીખવવાની છું.  હું આ બધા ભગવાનના ફોટા કાઢીને થોડા ખજૂરાહોના વોલ પિક્ચરસ મંગાવીને લટકાવવાની છું. તમને તો ગમશે એની મને ખાત્રી છે. હવે આસ્થા ચેનલ કેન્સલ; અને ઈન્ડિયન સીરીયલને બદલે પેલા તમને ગમે તેવા વિડીયો આપણે સાથે જોઈશું. હવે તો મોદીયે પણ એવું બધું જોવાની ઈન્ડિયામાં છૂટ આપી છે.  અને આપણે તો અમેરિકામાં છીયે. તમને પણ જોઈએ છેને? હની તમને વાંધો નથીને? હવે તો મારી મમ્મીએ પણ કહ્યું છે કે મારાથી પણ ખજૂરાહોની વોલ પરના દેવદેવી ના દરશન  કરવા જાત્રાએ જવાય. ક્યારે જવું છે?’

અરે, પણ તને આ શું થયું છે?’

પરિવર્તન. ટોટલ ચેઈન્જ. મૈં અબ માયા નહિ મડોના હું. “ગર્લ ગોન વાઇલ્ડ.” ગાઈશ. આઈ વીલ બી  સુપર ડુપર દેશી અમેરિકન. અરે! મંગળામાસીને પણ એવા અમેરિકન બનાવી બનાવી દઈશ કે બાપા રોઝી મેડમને ભૂલીને મંગળામાસી સાથે યાહૂઉઉઉઉ ગીત ગાતા થઈ જશે.

હું હમણાં 911 ડાયલ કરૂ છું. મારાથી ટોલરેટ ના થાય એવો તને કોઈ મેન્ટલ રોગ થયો છે. સીધી મેન્ટલ કેરમાં એડમિટ કરવી પડશે.’

કેમ, તમે વાત કરો તે ચાલે પણ અમારાથી આવી વાત ના થાય ખરૂ ને? મિ. વિનોદ પટેલ સેક્સી વાત કરે તે બરાબર પણ શ્રીમતી માયા પટેલ વાત કરે તો ગાંડી કહેવાય. અમારું શરીર નથી? અમારા હાર્મોન્સ નથી? અમારી ઈચ્છાઓ નથી? અમે માત્ર ભોગ્ય છીએ? અમારાથી ભોક્તા ના થવાય? ચાલો એકવાર યાહૂ થઈ જાય. તમારી રીતે નહીં મારી રીતે.

ઓહોહોહો. આજે બાપાના સેક્સી સન બારડોલી બ્રેઈનની વાત સાંભળીને માથે હાથ દઈને કેમ બેસી ગયા? સેક્સી સન્ની બનું તે ના ગમ્યું ને? મને ખબર હતી કે તમને ના ગમે. ચાલો હું પાછી સ્વામીનારાયણ માયા બની જાઉં ઓકે. પણ એક શરતે મારી સાથે દર રવિવારે સ્વામીનારાયણ બાપાના મંદીરે આવો તો હું બધું તમારી રીતે તમારા ટાઈમે. સમજ્યાને!’

સીરીયસલી, મેં તો તમને ઉપર બોલાવ્યા હતા તે બાપાના મેસેજ માટે બોલાવ્યા હતા. લિમો બુક કરાવી નથી એટલે આપણે એમને લેવા એરપોર્ટ પર જવાનું છે. કાલે મંગળામાસી, પપ્પા મમ્મી, અને ટોની પણ આવવાનો છે. કાલે એક દિવસ મોનુડીલિસુડીને રજા આપી ઓફિસ બંધ રાખજો. બિચારીઓ તમારી ઝીપર ખોલતાં થાકી ગઈ હશે!!!!!!

 

 

 

 

 

 

 

પ્રકરણ ૩૧

અરેએએએએઈઈ. હાભળો છોઓઓઓ?”

બાપા ચાર ચાર મહિના રોઝીમમ્મા સાથે ઈન્ડિયા ફરી આવ્યા તો એમની સાથે નવીનતાની વાત સાંભળવાને બદલે એરપોર્ટથી આવી સીધા સરક્યા મોનાલિસાને મળવા. મેં કહ્યું હતું કે તમારી બિચારી પટાકડીઓને એક દિવસ રજા આપી તમારાથી છૂટી પાડો અને પિતાશ્રીને વળગો. બન્નેના બોય ફ્રેન્ડ હિજરાતા હશે અને એનો શ્રાપ લાગશે શ્રાપ.”

એમને આજે રજા આપો. અને ઉપર આવો. બાપા સાથે બેસીને એમના ભારત પ્રવાસની વાતો કરવાની છે મંગળામાસી પણ પપ્પા મમ્મી સાથે આવી ગયા છે. આપણે થયેલી વાત બાપાને કરવાના છે. બાપા જો મંગળામાસીને યસ જવાબ આપે તો બિસમિલ્લાખાનજીના સૂરો આપણાં ઘરમાં ગૂંજતા થશે. હજુ ટોની નથી આવ્યો.”

બસ, બસ, બસ બહુ બુમો ના પાડ. હું આવી ગયો છું. મારા બાપાને કોઈ ભેરવી મારે એવું તો થવા દઉં

અહીં મારી પાસે નહીં, મારી સામે, બાપાની સાથે બેસો. પછી ચાન્સ ના મળે. કદાચ મંગળા માસી બેસશે

બાપા, થોડો આરામ કરવો હતોને! અઢાર વીસ કલાકની મુસાફરીથી થાક લાગે ને. સોરી હું જરા બીઝી હતો. લિસાને એના બોય ફ્રેન્ડ સાથે બ્રેક અપ થયું. રડતી હતી. એને સલાહ આપવામાં રોકાયો હતો.”

બાપા, સાંભળ્યું તમે? તમારા ચિરંજીવીએ એકાઉન્ટ ઓફિસમાં  છોકરીઓના આંસુ પૂંછવાનું, કાઉન્સીલિન્ગ શરૂ કર્યું છે. મારો તો આખો જન્મારો તમારો દીકરો લિસા સાથે લસરી ના પડે તે જોવામાં પૂરો થવાનો. હવે એક કૉઉચ વસાવવાનો બાકી છે. પછી કૉચ પર રડતી છોકરીઓ સૂતા સૂતા એના દુઃખ દરદની વાતો કરશે અને આપના સુપુત્રજી દુઃખી છોકરીઓના દુઃખનું નિવારણ કરશે. આટલા મહિના પછી બાપા આવ્યા, અને ઘરમાં મહેમાનો છે તેમની સાથે વાતો કરવાને બદલે રડતી છોકરીઓને ખોળે બેસાડી કાલે બીજો બોય ફ્રેન્ડ અપાવીશ ને કોઈ તૈયાર થાય તો હું તો છું ને? જેવી સલાહ આપતા હશે.”

બાપા, બારડોલી…..”

પપ્પા, મમ્મી સાંભળ્યું ને તમારા જમાઈ રાજનું મારે માટે થતું કાયમનું સંબોધન! હમેશાં બારડોલી બ્રેઇન, બારડોલી બ્રેઇન સાંભળવું પડે છે. મમ્મી તમારે ડિલીવરી માટે બારડોલીને બદલે બેવરલિહીલ આવવું હતું ને કે જમારા જમાઈને અલ્ટ્રામોડર્ન બેવરલી હિલ બ્યુટી, મડોનામાયા મળતે.”

હું તો એમ કહેવા જતો હતો…”

બસ ચૂપ રહો. તમે બધાની સામે ગમે તેમ બોલવાનું બંધ રાખ્જો નહીં તો જોવા જેવી થશે, મારેતો બાપા સાથે ઘણી વાતો કરવાની છે. બાપા આઈ રીયલી મિસ યુ. તમારા વગર મને તો જરાયે ગમતું હતુંતમારા દીકરાને તો તમારી કંઈ પડી નથી.”

તો રોજ મારી સાથે વાત કરતો હતો. એમ કેમ કહેવાય કે એને મારી કંઈ પડી નથી

વ્હોટ? તમે બાપદીકરા રોજ મારી પીઠ પાછળ વાતો કરતા અને મને ખબર ના પડે. અરે ભગવાન, ઓહ માય ગોડ. ઘરમાં મારી કાંઈ વેલ્યુ નહીં? વિનોદ, તમને ભરતકાકા પુરાણની પણ બધી સ્ટોરીની પણ ખબર હતી?”

વિનોદ તેં માયાને બધી વાત કરી હતી?”

ના હું કરવાનો હતો પણ પછી તો બધું રોઝીએ ઠેકાણે પાડી દીધું પછી વાતનું વતેસર કરવાની શી જરૂર?”

મારી સાથે અજાણ્યા બન્યા કરતા હતા. બાપા હવે તમને હું બધાની વચ્ચે એક સ્ટ્રેટ, આઈ મીન સીધ્ધી અને સટાક વાત પૂછવાની છું, તમે અને રોઝી….”

જો દીકરી માયાતારે બાપાને જે કાંઈ સીધું, વાંકું પૂછવું હોય તે અમે જઈયે પછી નિરાંતે પૂછી લેજે. અત્યારે વિનોદ સાથે લડવા ઝઘડવાનું બંધ કરીને અમને વાત કરવા દે. મંગળામાસીને વિઠ્ઠલજી સાથે ધણી વાતો કરવાની છે. અને એમને પણ આરામ કરવો હશે.”

ઓહ, સોરી મમ્મી, હું તો ભૂલી ગઈ ગઈ કે મંગળામાસી બાપા સાથે પેલી વાત કરવા કરવાના છે. સારું હું ચૂપ રહીશ, માસી તમ તમારે બાપા સાથે વાત કરો. હું મૂંગી રહીશ.’

વેઇટ મિનિટ. શું વાત છે? તું મને કહેતી હતી કે અમે બાપ દીકરો છાની છપની વાત કરીએ છીએ તો તમે શું કરો છો? તું અને મમ્મી મારી પાછળ શું રાંધ્યા કરતાં હતાં?”

કેમ, મેં તમને કહ્યું તો હતું કે માસી બાપાને પૂછવાના છે.”

ઓહ, નો વે. મેં કહ્યું હતું ને કે પોસીબલ નથી. હું થવા દઉં, બાપા, માસી કંઈ પણ પૂછે એનો સ્ટ્રેટ એન્સ્વર નો.”

તમે ચૂપ રહેશો. વચ્ચે ડખો ના કરો. મારી જેમ ચૂપ રહો

ના હું થવા દઉં

તમને, બોસ્ટન કે બાલ્ટીમોર કે બાલ્ડીપુર જે ગામમાં જનમ્યા હોય તેને આવી વાતોમાં સમજ પડે એટલે શાંતીથી મૌન પાળો અગર નીચે ઓફિસમાં જઈ કામ કરો. સમજ્યા!”

અત્યાર સૂધી તમારી જીભાજોડીમાં હું ચૂપ રહ્યો. બોલો મંગળાબહેન શું વાત છે? વિનોદ અને માયા શું વાત કરે છે? વિનોદ તું શું નહીં થવા દઉં નહીં થવા દઉં ઠોક્યા કરે છે?”

બાપા તમારા દીકરાને ઘરમાં દેશી બૈરાઓ નથી જોઈતા. એટલે બધી વાતમાં નહીં જોઈએ, નહીં થવા દઉં વગેરે લવારે ચડે છે. તમ તમારે મંગળામાસી કહે તે સાંભળો અને પછી મારે તમને તમારી ધર્મયાત્રા વિશે પણ ઘણું જાણવું છે.”

વિઠ્ઠલભાઈ, હું તમને અંગત ગણું છું. આજે મનની વાત કરવી છે. તમે ઈન્ડિયા હતા તે  દરમ્યાન ફોન પર વાત કરી સલાહ પૂછવી હતી, પછી વિચાર્યું કે આપણે બધા સાથે બેસીને વિચારીએ કે શું યોગ્ય છે અને શું નથી. મારે માટે તો ઈન્ડિયામાં પણ હવે કોઈ અંગત રહ્યું નથી. એમ થાય છે કે અમેરિકામાં જીંદગીના બાકીના વર્ષો પૂરા કરું. પણ ગેરકાયદે તો રહી શકાય નહીં. અને ગેરકાયદે ઠસી પણ નથી પડવું. કંચનલાલે પ્રયાસ કરી જોયો પણ બીજો કોઈ રસ્તો દેખાતો નથી. હું પાછી આપણા દેશમાં ચાલ્યા જવાનો વિચાર કરતી હતી ત્યાં કંચનભાઈએ નવો રસ્તો બતાવ્યો; અને જીવન પ્રવાહને નવી દિશા સાંપડી. શું કરવું એમાં મને એક  દોસ્ત તરીકે, તમારી મંગળી મોનિટરને તમારી મદદ જોઈએ છે.

આમ ગોળ ગોળ વાત કરો સમજાય. ચોખ્ખી વાત કરોને આપણે બધા તો ઘરના છીએ!”

મારાથી ઉમ્મરે લગ્ન થાય? જો હું લગ્ન કરું તો મારાથી અમેરિકામાં તમારા બધાની સાથે રહી શકાય?”

માસી, બાપાને બદલે હું તમને સલાહ આપું. ઉમ્મરે લગ્ન થાય તો પણ તમને તો ના શોભે, અને ખરેખર તો સ્વામીનારાયણ સંતો પિકેટિંગ કરી ધમાલ મચાવે અરે પથ્થરો પણ ફેંકાય.”

માસીએ તમને નથી પૂછ્યું. બાપાને પૂછ્યું છે. જે કંઈ હોય તે બાપા અને માસી વચ્ચેની વાત છેઆજે મૂંગા રહીને ડાહ્યા થઈને વાત સાંભળ્યા કરો. તમે તો લેક્ચર આપ્યા કરતા હતા કે વડીલોની વાતમાં આપણાથી માથું ના મરાય. તમે ચૂપ રહો. રહેવાય તો નીચે જઈને તમારી મોનાલીસા સાથે એકાઉન્ટ ફાઈલની ખૂલતી ઝીપ અંગે ફાંફા મારો. વાજાં વાગશે ત્યારે વરઘોડામાં નાચવા બોલાવીશ.”

માસી તમારા ભાણેજ જમાઈની વાતને ધ્યાનમાં ના લેતા. તમે તમારી વાત ચાલુ રાખો.”

અમેરિકામાં પણ તમારા સિવાય મારે માટે તમારા સિવાય બીજું કોઈ નથી. મને પંચોતેર પૂરા થયા. હવે જીવનનો થાક વર્તાય છે. આખું જીવન એકલાએ પૂરું કર્યું. સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના સત્સંગ માર્ગે સંપ્રદાયની વિધવા અને ત્યક્તા બહેનોને માટે શીબીરો કર્યા. આમ છતાં આખરે તો હું એકલી હતી; પણ ક્યારેય એકલતા અનુભવી હતી. વિઠ્ઠલભાઈતમારા જીવનને જોયા પછી, જીવન પ્રત્યેનો મારો અભિગમ બદલાયો છે. હું મંદીર અને સમાજ સેવાના ટોળાંમાં હતી. પણ હું કોઈની સાથે હતી. કોઈ મારી સાથે હતું. મનની વાતો તો ગોઢવી ગોઠવીને સૌને કહી શકું પણ હૈયાની વાત કરી શકું એવું કોઈ નથી. મને લાગે છે કે મારા શેષ જીવન માટે એક ખભો જોઈએ છે. આપ શું સલાહ આપો છો? મારાથી લગ્ન કરી શકાય?”

બાપા સમજી વિચારીને માસીને જવાબ આપજો

એમાં વિચારવાનું શું છે? એકાકી જીવન જીવતી વ્યક્તિની માનસિક વ્યથા જે ભોગવે તે જાણે. રોઝી સાથેની મૈત્રીમાંથી હું પણ ઘણું શિખ્યો છું. વિનોદ, તારી બા ભલે ગામડાં માં જન્મી હતી. પણ સમજી શકી હતી. ઘેર ઈઝ વન લાઈફ ટુ લીવ. એન્ડ લાઈફ ઈઝ શોર્ટ. જીવનના પાછલા વર્ષોમાં એક વિજાતીય સાથીદારની જરૂર છે જેની સાથે તનની વાત કરતાં વધુ તો મનની વાતો કરી શકાય; અને દીકરા વિનોદ તું તો અમેરિકામાં જનમ્યો અને મોટો થયો છે. મારા પર આવતા AARP (American Association of Retired Persons) ના મેગેઝિનમાં પણ સિત્તેર વર્ષની ઉપરના સિંગલ વ્યક્તિઓની મૈત્રીની હિમાયતની વાતો આવે છે. એટલું નહિ પણ વયસ્કોને પાછલી ઉમ્મરમાં ફિઝિકલ રિલેશનશીપનો આનંદ મેળવી શકે તેના ઉપાય સાધનોની જાહેર ખબર આવે છે. જો મંગળા માસીને કોઈ મનગમતું પાત્ર મળતું હોય તો લગ્ન સાથે કે લગ્ન વગર પણ રહી શકે છે. કાયમ રહેવાને માટે કોઈની સાથે લગ્ન કરે તો પણ ખોટું નથી. હું એમાં કશું અયોગ્ય જોતો નથી. કંચનલાલ તમે તો આવી આંટીઘૂંટીમાં નિષ્ણાત છો. તમે શું માનો છો?”

વિઠ્ઠ્લજી મેં  એમને સલાહ આપી હતી. જો લગ્ન કરે તો અહીં કાયમને માટે અહીં આપણી નજર સામે રહી શકે

પણ પપ્પા એને માટે પણ કોઈ બકરો મળવો જોઈએને?

બાપા તમારા દીકરાને ક્યારે શું બોલવું તેનું ભાન નથી. મને પરણવા લઈ આવ્યા ત્યારે ગુજરાતી બોલતા ગેંગેંબેંબેં થતું અને હવે ગુજરાતીમાં લવારા કરતાં</