બિચારા શાંતીલાલની પંદરમી ઓગ્સ્ટ. વાર્તા#૬૧

Image

બિચારા

  શાંતીલાલની પંદરમી ઓગ્સ્ટ.

વાર્તા#૬૧

USA-INDIA

.

શાંતીલાલ હોસ્પિટલને ખાટલે પડેલા હતા. બન્ને પગે ફ્રેકચર હતું. બન્ને પગે પ્લાસ્ટર. બન્ને પગ એલિવેટ કર્યા હતા.

ચિમનીયાએ તો કોઈને ખબર ના પડે એ રીતે  શાંતીલાલની ખબર લઈ જ નાંખી હતી.   જેઓ જાણતા હતા તેઓ ચૂપ હતા. ખબર લેવા નહીં પણ શાંતીલાલને લટકેલો જોવા વયસ્ક વર્તુળના વરિષ્ઠોનું ટોળું હોસ્પિટલમાં ધસ્યું હતું. કોઈ ગંભીર વાત ન્હોતી. પણ વ્યવહાર ખાતર ખબર લેવા તો જવું પડે ને!  ચિમનીયાએ જ બધાને શાંતીલાલની ખબર કાઢવા સમજાવ્યા.

દસ બાર ડોસાઓ ઉપડ્યા. રિસેપ્સન લેડીએ બે જ વિઝિટીંગ કાર્ડ આપ્યા. જગુડોસાએ કહ્યું. “હું આ હોસ્પિટલના બધા રસ્તા જાણું છું. ચાલો બીજે રસ્તે શાંતી ખૉડાની રૂમમા પહોંચીયે. કાફેટેરિયામાંથી E.R.માં, E.Rમાંથી એક્સ રૅમાં અને એક્સ રૅ માંથી સીધા શાંતીલાલની રૂમમાં….અને બાર  બુઢ્ઢાઓ નું ટોળું શાંતીલાલ પાસે પહોંચી ગયું.

નવા આવેલા ડોસા નવલકાકા, શાંતીલાલને ન ઓળખતા હોવા છતાં બધાની સાથે આવ્યા હતા. સંકોચ સાથે ચિમનને પૂછ્યું ચિમનભાઈ આપણે હૉસ્પિટલ તો જઈએ છીએ પણ જેની ખબર કાઢવા જઈએ છીએ તેનો પરિચય તો આપો! અને ચિમને શાંતીલાલનો સંપૂર્ણ પરિચય, માંદગીનું કારણ અને જીવન ચરિત્રનો ચિતાર આ રીતે આપ્યો.

સર્વ ગુણ સંપ્પન શાંતીલાલ પણ અનેક નામે ઓળખાતા. શાંતીલાલ ધારાસભ્ય. શાંતીલાલ સમાજસેવક. શાંતીલાલ તારણહાર. શાંતીલાલ બાહોશ. શાંતી ખટપટીયો. શાંતી લાંચિયો. શાંતી લબાડ. શાંતી સિક્ંદર, વિગેરે વિગેરે.

જ્યારે અઝાદી મળી ત્યારે શાંતીલાલની ઉંમર દસ વર્ષની હતી. સારા ઘરના વંઠી ગયેલા તોફાની શાંતીલાલે , પંદરમી ઓગસ્ટે  પોતાનું નામ ‘શાંતી આઝાદ’ જાહેર કરી દીધું હતું. સ્વયંપ્રેરણાથી ચૌદમી ઓગસ્ટ ૧૯૪૭ ની સાંજે, બાપાની ઓવર સાઈ,ઝ સફેદ ટોપી પહેરીને ઉજવણી માટે ડબ્બો લઈને ગામમાં ફાળો ઉઘરાવવા નીકળી પડ્યો. આઝાદીના ઉમંગમા ગામ લોકોએ પાવલી પાવલીનો ફાળો પ્રેમથી આપ્યો. શાંતીઆઝાદે એ ગણવાની દરકાર કર્યા વગર બે મુટ્ટી સિક્કા ગજવામાં મુક્યા. બીજે દિવસે ગામના છોકરાઓને ભેગા કરી ધ્વજ વંદન કર્યું. ગામમા કોંગ્રેસ સેવાદળની સ્થાપના કરી.

શાંતી ભણવા સિવાય બધામાં ઉત્પાતિયો આગેવાન. બધા શિક્ષકો એના ત્રાસમાંથી છૂટવા માટે વરસો વરસ પાસ કરી એને પોતાના ક્લાસમાંથી કાઢી, બીજા માસ્તરને પધરાવતા રહ્યા. માસ્તરો ઉત્પાતિયા શાંતીને ક્લાસ મોનિટર બનાવી પોતાની શાંતી મેળવી લેતા. શાતીએ લિડર તરીકેનું જ્ઞાન એણે ક્લાસ મોનીટરશીપ દ્વારા મેળવ્યું.  એ શાંતી બુલી તરીકે પણ ઓળખાતો. સડસડાટ મેટ્રીક સુધી તો આવ્યો પણ મેટ્રીકમાં ચાર વાર નાપાસ થયો. સમાજ સેવક બની ગયો. સરપંચ…જીલ્લા પ્રમુખ.  અને છેવટે શાંતીલાલ સમાજ સેવક, રાજ્ય ધારાસભ્ય બની ગયો.  જીસકે તડ મેં લડ્ડુ ઉસકે તડમેં હમ. અનેકવાર પાટલી બદલી પણ આગેવાની અને સંપત્તિની કૂછ આગળ વધતી જ રહી.  મેરા ભારત મહાન.

બઘી મિલ્કત સાળાના નામે….. પોતાના નામે કશુંજ નહીં

સાળો નામુકર ગયો. એ બધું હડપ કરી ગયો. ઈલેક્શનમા બનેવી સામે જ ઉભો રહ્યો. એની સામે કાદવ ઉછાળ્યો. બનેવી શાંતીલાલ હાર્યા. ભૂંડી રીતે હાર્યા.

આ બધામાં એકજ જ પ્રકાશિત કિરણ. એનો દીકરો સંયમ.  સ્માર્ટ અને આદર્શવાદી.    ડાહ્યો અને સમજુ. ખંત રાખી ભણ્યો.  ભણી ગણી ડોક્ટર થયો. પિતાની અપ્રમાણિક જીંદગીના વિકૃત પ્રભાવોથી દૂર રહેવા માટે ભારત છોડ્યું.  સંયમ અમેરિકા આવી સ્થાયી થયો.

સીધો સાદો, ભલો  અને સેવા ભાવી ડોક્ટર.  ધનિક નહીં પણ ખાધેપીધે સુખી. સંતોષી સ્વભાવ.  એણે માતાના મૃત્યુ બાદ બધી રીતે ખંખેરાઈ ગયેલા પિતા શાંતીલાલને અમેરિકા બોલાવી લીધા.

ડૉ. સંયમનું ચાર બેડરૂમનું નાનું પણ સાદુ અને સુઘડ ઘર હતું.

શાંતીલાલ અકળાયા. પોતાના સદગુણી દિકરાને નવા નવા વિશેષણોથી નવાજ્યો.

“બાપનું નામ બોળ્યું. સાવ ડોબો. તદ્દન ડફોળ. તારા પછી આવેલા કૅટલાયે સુધીરભાઈઓ,  હસમુખભાઈઓ, પટેલો અને શાહો બિલીયનરો થઈ ગયા. એ લોકો કમાતા હતા ત્યારે તું ડોહલાઓની છાતી પર ભૂગળી મૂકી ધબકારા સાંભળતો રહ્યો.”

“પેલી ઐશ્વર્યાની ફિલમ ‘આ અબ લૌટ ચલે’ માના  રાજેશ ખન્ના, કાકાનું શૂટિંગ કોના ઘરમાં થયું હતું તે ખબર છે? ડો.શાહના મકાનમાં. આહા, શું ભવ્ય મહેલ!, મુરખ તું તો એના કરતાં અમેરિકામાં ચાર વર્ષ વહેલો આવ્યો હતો.  કાકાના અડધા ભાગનું મકાન ન કર્યુ. “

“ને આ કંઈ કાર કહેવાય?  વીસ વરસ જુનો ખટારો વાપર્યા કરે છે. દાક્તર થઈને આવી જૂની કાર વાપરતા શરમ નથી આવતી?”

“સારું થયું તેં મને બોલાવ્યો. તારો મામો મને મામો બનાવી  ન ગયો હોત તો મારે આવા દહાડા જોવા અમેરિકા આવવું જ ન પડત.  મારે જ તારી દરિદ્રતા ફેડવી પડશે.”

“બાપૂજી હું સુખી છુ. આપણે દરિદ્ર્ નથી. દરેકની મહત્વકાંક્ષા અને સ્વપનાઓ જુદા હોય. સંજોગો અને શક્તિ, એ ભાગ્ય પ્રમાણેજ વિકશતા હોય છે. વિકાશ પામતા હોય છે. હું જે સુખદ નિદ્રા લઈ શકું છું તે બધાના ભાગ્યમા હશે કે કેમ તે આપણને ખબર નથી.”

દીકરાનું દોઢ ડહાપણ શાંતીલાલને ગમ્યું નહિં.

“તું આખી જીંદગી ઊંઘવા જ જન્મેલો છે. ઈંડિયામાં હોત તો તને ક્યાં નો ક્યાં પહોંચાડી દીધો હોત.”

શાંતીલાલે કમીશન કટકીનો ધંધો શરૂ કરી દીધો. અમેરિકન કાયદાઓના છીંડાઓમા પારંગત થવા માંડ્યા. પાંચ વર્ષ પુરા કરી દીકરા- વહુની ના છતાં ડે કેર સેન્ટરમા જવા માંડ્યું. ત્યાયે એ બુલી મોનિટર બની બેઠા. એના ધારેલાજ પ્રોગ્રામો ગોઠવાય. એમણે સુચવેલ જગ્યાએથી જ વ્યવસ્થાપકો ખરીદી કરી શકે. સિનીયર સીટીઝન એસોશિયન માં પણ એમની દાદાગીરી.  બધા વૃદ્ધો એનાથી ત્રાસે.

શાંતીલાલનો એવો આગ્રહ કે દરેક પ્રવૃત્તિમા  એને સ્ટેજ અને માઈક મળવાજ જોઈએ. ફોટા પડવાજ જોઈએ. ફૉટા છપાવા જ જોઈએ. દરેક ડિગ્નીટરીની સાથેના ફોટાથી આખી દિવાલ ભરાઈ ગઈ હતી.  ૧૫ ઓગ્સ્ટની પરેડમાં પરેડની એકે એક ગ્રાન્ડ માર્શલ એક્ટેસ સાથેના ફોટાઓ પોસ્ટર સાઈઝના કરાવ્યા હતા.

આ વખતની  ગ્રાન્ડમારસલ બોલિવૂડ સ્ટાર   ચિલબુલી સપના કપુરની સાથે ફોટો પડાવવા એના ફ્લોટ પર ચડવા ગયા. અદેખવા ચિમને જરા પગ અડાવ્યો. ઉંધે માથે સપનાના ચરણમાં પડ્યા. ચિમનિયાએ સપના દેવીના ચરણમાં પડેલા શાંતીલાલનો ફોટો પાડ્યો. ત્યાંથી કોઈકનો ધક્કો લાગ્યો. ફ્લોટના છેલ્લા વ્હિલમાં બન્ને પગ કચડાયા ચિમને એ બધા ફોટા ફેસ-બુક પર મુકી શાંતીલાલનો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો.પડ્યા. જય હિંદ, મેરા ભારત મહાનની બુમ પાડતા શાંતીલાલના મોમાંથી અંગેજી ગાળ નીકળી પડી હતી.

શાંતીલાલને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા.  ચિમનભાઈએ એમ્બ્યુલન્સમાં સાથે જવાનું સૌજન્ય દાખવ્યું.  બન્ને પગ પર પ્લાસ્ટર જડાઈ ગયું. પગને ઊંચા લટકાવી દીધા. દીકરો વહુ ડોક્ટર પણ તેઓ હવાઈમાં વૅકેશન માણતા હતા. પાસે કોઈ ન હતું. ચિમનને દયા આવી. પોતે જ ઊબડો પાડ્યો હતોને!   એડ્લ્ટ ડે કેરમાં ફતવો બહાર પાડ્યો. દરેકે બાર બારના ગ્રુપમાં ખૉડાના પગ જોવા, હૉસ્પિટલ જવાનું જ છે. પહેલા ગ્રુપની આગેવાની ચિમને જાતે લીધી. શાંતીલાલ કણસતા હતા. વયસ્કમિત્રોને જોઈને વધારે અશાંત થયા. પગ ભાંગ્યાનું દુઃખ ન્હોતું. ચીલબુલી સપના કપુર સાથે ફોટો ન પડાયો તેનું દ્ઃખ હતું. બધાએ પગના પ્લાસ્ટર પર ‘ગેટ વેલ સુન’ના સંદેશાઓ લખી ચિત્રામણો કર્યા.

બધા રૂમની બહાર નીક્ળ્યા. એણે બુમ પાડી. “ભઈલા ચિમન! અહીં આવતો દોસ્ત”

“ફરમાવો મુરબ્બી.”

“’જો આ વાત તને જ કહેવાય. તારો દીકરો કોમ્પ્યુટરનું કામ જાણે છેને, એને કહેજેને કે ફ્લોટ પર સપના કપુર સાથે મારો ફોટો જોડી આપે. હું સારો થાઉં એટલે તારા દીકરાને ટાઈમ મેગેઝીનમાં ગોઠવી દઈશ.’

“ને સાંભળ, બે ચાર મોટા પેપરમાં મારા ફોટા સાથે સમાચાર છપાવજે કે ૧૫ ઓગસ્ટે પરેડ પછી સપના હૉસ્પિટલમાં ખાસ ખબર કાઢવા આવી હતી. ભૂલતો નહીં હોં. તારા સિવાય મારું છે પણ કોણ?

12 responses to “બિચારા શાંતીલાલની પંદરમી ઓગ્સ્ટ. વાર્તા#૬૧

  1. pravinshastri August 25, 2015 at 8:19 PM

    જો શાંતિલાલ મળે તો મારું નામ ના આપશો. મને માર પડશે.

    Liked by 1 person

  2. Vinod R. Patel August 25, 2015 at 6:09 PM

    જાણે ક્યાંક જોયા હોય એવા લાગતા શાંતિ લાલ નું પાત્રા લેખન તમારી આગવી શૈલીમાં માણ્યું .

    Liked by 1 person

  3. mdgandhi21, U.S.A. August 15, 2014 at 12:32 AM

    વાર્તા તો ઘણી સારી છે, પણ, ૧૫મી ઓગસ્ટને વણી લઈને જે ખોખલી પરેડ અને ગ્રાન્ડ માર્શલ વગેરેનું જે વર્ણન કર્યું છે તે તો લાજવાબ છે…. બાકી કામધંધા વગરના અને કુટુંબમાં અણગમતાં “બુઢ્ઢાઓ’-“ડોસલાઓ” પોતાની રીતે, ખરેખર તો અમેરીકન સરકારની મહેરબાનીથી પૈસા ખરચ્યાં વગર પણ મનગમતાં કાર્યક્રમો ગોઠવતાં-માણતાં-ખાતા પીતાં હોય છે…ભારતમાં હોત તો કોઈ સામું પણ ન જોત, કોઈ ભાવ પણ ન પુછત અને આ ડોસલાઓ ગલીને નાકે કે ગામને ચોરે બેસીને ગપાટાજ મારતાં હોતને…….

    લબાડ માણસનું વર્ણન સરસ કર્યું છે……

    Liked by 1 person

  4. pravinshastri August 14, 2014 at 10:14 AM

    મારા વલસાડી વ્હાલા ડૉક્ટરે કરેલું પરવિનીયાની ખોપડીનું ને શાંતિલાલના ભેજાનું પોસ્ટમોર્ટમ…આભાર અમૃતભાઈ.

    Liked by 1 person

  5. Amrut Hazari. August 14, 2014 at 9:16 AM

    મારો વ્હાલો ગઇકાલનો પરવિનીયો….પ્રવિણ બની ગયો…..સમયસરની સોગઠીઓ મારતો થઇ ગયો….દેશી, વિદેશમાં મોટી ઉમરે પાકો વારતા લખતો ,વાતોડીયો થઇ ગયો……શાંતિલાલના રુપમાં આજકાલના ‘અેક ઢૂઢો હજાર મીલે, દૂર ઢૂઢો પાસ મીલે‘ જેવા શાંતિલાલોને સમાજની સામે ઉભા કરી દીઘા. આ શાંતિલાલો ભારતમાં અને અમેરિકામાં પણ લાળ ગળતા મોઢા વાળા ખુરસીભક્તો તરીકે ખ્યાતનામ છે. માન છે વલસાડી જમાઇ ઉપર..અને તેની હઠોટી ઉપર….તારી હઠોડી તો હઠોડો થઇને પડે છે રે ભાઇલા…….પણ પેલો ‘સંયમ‘ દોઢ ડાહ્યો ન્હોતો. તે તો સંયમી ડહાપણનો ભંડાર હતો. પોતાના સંયમી વિચારોની જાળમાં બાપને સીઘો ના કરી શક્યો. હાર્દિક અભિનંદન. આમજ સમાજના બની બેઠેલાં શાંતિલાલોને ઉઘાડા પાડતા રહો….પારિતોષીક પામવા માટે સક્ષમ , સત્યને ઉઘાડનારી ,હકીકતને સરફેસ કરનારી વાર્તા.

    Liked by 1 person

  6. pravinshastri August 13, 2014 at 10:06 PM

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

    મિત્રો રખે માનતા કે અમે પરદેશની ભૂમિ પર રહીને સ્વદેશ માટેની લાગણી ગુમાવી દીધી છે. દેશમાં ઉજવાતા દરેક તહેવારો અમે અમેરિકામાં વ્યાપારી દૃષ્ટિકોણથી ઘમાકેદાર ઉજવીએ જ છીએ. અમારા દેશભક્ત સામાજિક કાર્યકરો માઈક, સ્ટેજ અને ટોળાનો ખુબ જ રચનાત્મક રીતે ઉપયોગ કરે છે. અમેરિકાના અનેક શહેરોમાં ઈન્ડિયા ડે પરેડ નો આનંદ લોકો માણે છે. આ વર્ષે (૨૦૧૪) ન્યુયોર્કની અને એડિસન, ન્યુ જર્સીની પરેડમાં ગરમ ધરમના પ્રખર દેશભક્ત સંતાનો સની અને ઈશા ગ્રાન્ડમાર્શલ છે. તો આવી જ એક પરેડ અમારા શાંતીલાલે પણ ઉજવી હતી. હવે શાંતીલાલ કોણ, અને એની ઉજવણીની વિતકકથા જાણવા માણવા માટે વાંચો…

    Like

  7. pravinshastri September 22, 2013 at 7:09 PM

    આને હું પ્રસંસા નથી ગણતો…આપના આશીર્વાદ ગણું છું.

    Like

  8. P.K.Davda September 22, 2013 at 12:27 PM

    ભારતના કહેવાતા નેતાઓનું આબેહુબ વર્ણન એટલે પ્રવીણભાઇની વાર્તાના શાંતિલાલ.

    Like

  9. ગોદડિયો ચોરો… September 19, 2013 at 11:36 PM

    શ્રી પ્રવિણભાઇ,

    મજો મજો પડી ગયો. ભારતમાં આવા કેટલાય શાંતિલાલો ભટકે છે.

    કેટલાય કડદાના ફળદા લણે છે. વાહ…વાહ..વાહ.

    જન્મ દિવસની ખોબલા ભરી શુભ કામના

    Like

  10. NAVIN BANKER September 16, 2013 at 4:04 PM

    એક વધુ સરસ વાર્તા. ખરેખર ! આવા શાંતિલાલો બધે જ જોવા મળે છે.
    નવીન બેન્કર (હ્યુસ્ટન)

    Like

  11. Dr.Chandravadan Mistry September 15, 2013 at 7:45 PM

    બધા રૂમની બહાર નીક્ળ્યા. એણે બુમ પાડી. “ભઈલા ચિમન! અહીં આવતો દોસ્ત”

    “ફરમાવો મુરબ્બી.”

    “’જો આ વાત તને જ કહેવાય. તારો દીકરો કોમ્પ્યુટરનું કામ જાણે છેને, એને કહેજેને કે ફ્લોટ પર સપના કપુર સાથે મારો ફોટો જોડી આપે. હું સારો થાઉં એટલે તારા દીકરાને ટાઈમ મેગેઝીનમાં ગોઠવી દઈશ.’

    “ને સાંભળ, બે ચાર મોટા પેપરમાં મારા ફોટા સાથે સમાચાર છપાવજે કે ૧૫ ઓગસ્ટે પરેડ પછી સપના હૉસ્પિટલમાં ખાસ ખબર કાઢવા આવી હતી. ભૂલતો નહીં હોં. તારા સિવાય મારું છે પણ કોણ?
    15th Sep 2013….and 15th August Varta
    Sundar Varta !
    But….what is Common ?
    It’s the Writer !
    Why ?
    15th Sep= Pravinbhai (birthday Boy )
    15th Aug=Pravinbhai ( Varta writer)
    HAPPY BIRTHDAY !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting YOU & the READERS to Chandrpukar.
    Hope to see you !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: