અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ (૧)

    અમેરિકાના ગુજરાતી પરિવારોની

અપેક્ષાઓ (૧)

આ વાર્તા નથી. આ વાત નથી. વિચારોનું માનસિક મંથન છે.

‘તિરંગા ઈન ન્યુ જર્સી’ના લેખક શ્રી અરુણ મહેતાનો ડિસેમ્બર ૨૦૧૨નો લેખ “શું વૃધ્ધાવસ્થા એક શ્રાપ છે? “ વાંચ્યો. એમાં એમણે એ પણ જણાવ્યું કે ૮૦% એ પ્રશ્નનો જવાબ હકારમાં આપશે. એમનું અનુમાન સાચું હોય તો મારી ગણત્રી બાકીના ૨૦%માં થશે. હું એમના લેખનું પુનરાવર્તન નથી કરતો. એમણે અનેક વાસ્તવિક દાખલાઓ અને હકિકતોનું નિરૂપણ કર્યું છે તેની સામે પણ દલીલ કરતો નથી. અમેરિકાના ખાસ કરીને આપણા ગુજરાતી વડિલોની વિટંબણાઓની વાતો વિશે અનેક ચિંતકોએ અવાર-નવાર લેખો લખ્યા છે. આજ પત્રના સાઈકોથેરાપીસ્ટ શ્રી આર.ડી.પટેલ સાહેબે પણ પોતાના પુસ્તકોમાં ઘણું લખ્યું છે.

વડિલોએ દેશ કાળને અનુસરીને પરિવર્તન માટે તૈયારી રાખવી જ પડશે. તમે સાંઠ-સિત્તેરના દાયકામાં તમારા વડિલો માટે જે ફરજ બજાવી હોય તેવી જ ફરજ તમારા સંતાનો ચાળિસ વર્ષ પછી બજાવી શકે એવા સમય સંજોગો છે ખરા? વાસ્તવિકતાનો સમજ પૂર્વક સ્વીકાર થઈ શકે તો “શ્રાપ” માનતા વડિકોની અડધી મનોવેદના ઓછી થઈ જાય.

આપણે પહેલા વિચારીયે. વૃધ્ધ કોણ? એક સમયે પચાસની ઉપર પહોંચો એટલે વૃધ્ધ ગણાવા માંડો. સરકાર પણ પંચાવન પર પહોંચો એટલે તમને નિવૃત્ત કરી દેતી. અમેરિકામાં તમે પંચાવને ઓલ્ડ નથી ગણાતા. પંચાવન પછી તમે એડલ્ટ કોમ્યુનિટીમાં રહેવા જવા લાયક બનો છો. વારંવાર ગુજરાતમાંથી પ્રગટ થતા વર્તમાન પત્રોમાં હાસ્યાત્મક સમાચાર વાંચવા મળે છે; અઠ્ઠાવન વર્ષની વૃધ્ધાને ગાયે ગબડાવી પાડી. પત્રકારો અને વાચકોનું આ માનસ? અને તે પણ ૨૦૧૨-૨૦૧૩ના વર્ષોમાં? ચાલો ભારતની વાત જવા દો. તમો અમેરિકાની કોઈ ઑફિસમાં જઈને ઉભા રહો. નજર મારો. હવે તો ફરજીયાત નિવૃત્તિની ઉમ્મર ૬૫ વર્ષની રહી નથી. તમને ૬૫ થી ૭૦ વર્ષના ઘણા સ્ત્રી પુરુષો દરેક ક્ષેત્રમાં યુવાનો સાથે કામ કરતા દેખાશે.

જેમણે ગીતા ન વાંચી હોય એવો માનવી પણ જાણતોજ હોય છે કે હું જનમ્યો છું એટલે વહેલો મોડો મરવાનો જ છું. જાતસ્ય હિ ધ્ર્વોર્મૃત્યુ. જીવન લંબાશે તેમ શરીરના જીવંત કોષનાશ પામવાના જ છે. જેમ જેમ કોષ નાશ પામશે તેમ તેમ ઘડપણ આવતું જ જશે એ નિર્વિવાદ છે. એ શારીરિક પ્રક્રિયામાંથી કોઈ જીવ મુક્ત નથી. પણ માનસિક ઘડપણનું શું?  સંતાનને ત્યાં સંતાન થાય એટલે ઘડપણનો બિલ્લો લગાવીને ફરવાનું?  આ થઈ વૃધ્ધાવસ્થાની મનોદશા.

જુના સમયમાં અને આજે પણ અમેરિકામાં કેટલાક કુટુંબમા ત્રણ પેઢી સાથે રહે છે. દાદા-દાદી, પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહે છે. અનેક બાંધ-છોડના સંઘર્ષ વચ્ચે જીવી રહ્યા છે. અથવા જીવવું પડે છે. નામ સ્થળ બદલીને થોડા દાખલાઓ જોઈયે.

મહેસાણાથી ચિમનભાઈ બે નાના બાળકો સાથે અમેરિકામાં આવે છે. પતિ-પત્ની રોજ અઢાર કલાક કામ કરી, કરકસર કરી નાની મૉટેલ ખરીદે છે. છોકરાં મોટા થાય છે. નોકરી ધંધામાં ખાસ સફળતા નથી. આર્થિક કારણોસર સંયુક્ત કુટુંબમાં જીવન ગાળવું પડે છે. સહજીવન એક આર્થિક લાચારી છે. સાસુ-સસરા અને પુત્રવધૂઓ વચ્ચે શીત યુધ્ધ ચાલતું રહે છે. મનની મોકળાશ નથી.

બીજો દાખલો…મનોજભાઈ એક સારી કંપનીમાં એન્જીનીયર હતા. એનો પુત્ર પણ સ્થાનિક યુનિવર્સીટીમાંથી એન્જીનીયર થયો છે. પિતા એને એની કંપનીમાં જ જોબ અપાવે છે. ઘર છોડવાનો કે જૂદા પડવાનો સવાલ જ નથી પુત્રવધુ આવે છે. એને પોતાના સમણા છે. સર્વ સુખ હોવા છતાં સાસુ-સસરાનું વર્ચસ્વ કઠે છે. સાસુ-સસરાને વહુનો સ્વભાવ રીત, રસમ અને વિચારો સાથે મેળ બેસતો નથી. સામાજીક રીતે એન્જીનીયર કુટુંબની એકતા વખણાય છે. બધાને અલગ થવું છે પણ માની લીધેલી પ્રતિષ્ઠા આડે આવે છે.

એક બીજી વાત. શ્રી રણછોડજી દેસાઈ. નાના શહેરમાં વકીલ છે. એના બે પુત્રો પણ સાથે જ છે. પુત્રો પણ એ જ વ્યવસાયમાં છે. બધું કોર્ટનુ કામ ગુજરાતીમાં થાય છે. ક્લાયન્ટ્સ ગુજરાતીઓ છે. બન્ને ભાઈઓ સાથે અમેરિકા આવે છે. અંગ્રેજી આવડે છે પણ બોલવાનો મહાવરો નથી. અહીની બારની પરીક્ષા માટે ભણવું પડે તે ભણવાની જોગવાઈ અને અનુકૂળતા નથી. માતાપિતા વકિલાત ઘરબાર સમેટીને અમેરિકા આવે છે. પુત્રવધૂઓ બદલાયલી લાગે છે. પુત્રો વ્યવસાર બહારના કામ કરીને અમેરિકામાં જીવન થાળે પાડવા કોશિષ કરતા હોય છે. માતાપિતાને અનેક જાતનો અસંતોષ જાગે એ શક્ય છે. માબાપ ઈન્ડિયા પાછા જઈને ફરીથી પોતાનો વ્યવસાય શરુ કરે છે.

આપણી ભારતીય સંસ્કૃતી પરસ્પરની ફરજ પર ઘડાયલી છે. માતાપિતા સંતાનોની મોટી ઉમ્મર સુધી આર્થિક, સામાજિક જવાબદારી નિભાવે છે. વયસ્ક થતા “માં બાપને ભૂલશો નહીં” ના ગાણા ગાવાનું શરૂ કરી દે છે. માતા-પિતાએ ફરજ બજાવી હોય, એ બજાવાયલી ફરજનું વળતર મેળવવાનો પોતાનો હક છે એવું પ્રતિસ્થાપીત કરવાનો પ્રયાસ કરે છે. ના..ભઈ..ના. ફરજ અને હકમાં ઘણો ફેર છે. પેઢી દર પેઢી વચ્ચેનો બદલાવ ખૂબ ઝડપથી મોટો થતો જાય છે. જે માતાપિતાની અપેક્ષાઓ વધારે હોય,અવાસ્તવિક હોય, અવ્યવહારુ હોય કે સમયાકૂળ ન હોય તેઓ માનસિક રિબામણી ભોગવે છે, દુખી થાય છે. બ્લેક મૅઇલીંગ કરીને સંતાનોને પણ દુઃખી કરે છે.

મારા ઘણા વડિલ મિત્રોના સંતાનો અભ્યાસ કે વ્યવસાયને  ને કારણે કુટુંબથી દૂર રહ્યા છે. એમની પોતાની અલગ જીવન શૈલી છે. માબાપ પ્રત્યે પ્રેમ છે પણ વસ્તુ અને સમય સંજોગોનું મુલ્યાન્કન કરવાની દૃષ્ટિ જુદી છે. સંતાનોના મુલ્યાનકની સાથે માબાપ અલગ પડે છે. પણ અલગ રહેતા વૃધ્ધ માબાપ સહેલાઈથી સ્વીકારી લે છે. ‘ધે આર બાય ધેર ઓઉન’. જેઓ સાથે રહે છે તેઓને વર્ચસ્વ ગુમાવવાનું દુઃખ છે. તેઓ રિબાય છે.

મારા એક મિત્ર સુરેશભાઈ અમેરિકામાં ત્રીશ પાંત્રીસ વર્ષથી સ્થાયી થયા છે. સુરેશભાઈ અને અમારા સરલા ભાભી એમના પુત્ર નયન અને પુત્રવધૂ માલતી સાથે રહે છે. એને પણ બે બાળકીઓ છે. મારી દૃષ્ટિએ સુખી કુટુંબ છે. હમણાં થોડા દિવસ પર સરલાભાભી મને મળવા આવ્યા. ઔપચારિક વાતો પછી મને કહે કે તમારા ભાઈબંધને સમજાવોને! મેં પૂછ્યુ તો એ રડવા લાગ્યા. કહે કે હવે આટલા વર્ષ પછી એને નયનથી છૂટા થવું છે. ઘરનું ઘર છોડી એપાર્ટમેન્ટમાં જવું છે. નયન અમારો એકનો એક દીકરો છે. કિન્ડર ગાર્ડનમાં જવા જૅટલી થઈ ત્યાં સૂધી બે નાની દીકરીઓને મેં મોટી કરી છે. તમે તો માલતીને ઓળખો છો. એના વાણી, વિચાર, વ્યવહાર અને વર્તનથી એ અકળાય છે. મારી સાથે પણ એનું વર્તન દેરાણી-જેઠાની હોય એવું રાખે છે. જાણે સસરા અને વહુ વચ્ચે વર્ચસ્વની માનસિક લડાઈ ચાલે છે. તમને તો ખબર છે કે અમને બન્નેને અનેક જાતની બિમારી છે. દેહનો ભરોસો નથી. કદાચ એક બે વર્ષ જૂદા થઈએ પણ એક જતાં બીજાએ તો પાછું નીચા મોંએ દીકરા પાસે જ આવવાનું છે ને! આટલા વર્ષ સાથે રહ્યા પછી છૂટા થઈએ તો દીકરો પણ વગોવાયને. એમની વાત અને દલીલ એવી છે કે હવે પાછલી જીંદગીમાં જે દિવસો જીવવા મળે તે માનસિક ક્લેશ વગર જીવવા છે. કહે છે કે જે વેઠે તે જ જાણે. 

સરલાબહેન અને સુરેશભાઈ બન્નેની વ્યથા સાચી છે. પિતા સુરેશભાઈ, દીકરાના લગ્ન જીવનને અને પોતાના મનની શાંતી માટે વળગણ છોડવા માટે ઉત્સુક છે. માતાને ભવિષ્યની ચિંતા સતાવે છે. જો બે માંથી એક ન હોય ત્યારની પરિસ્થિતિ માટે સરલાબહેન તૈયાર નથી. તો એમને માટેના કયા વિકલ્પો છે?

20 responses to “અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ (૧)

  1. Minal December 4, 2015 at 9:34 AM

    The best article so far I’ve read on this social issue or struggling parents and their children. 👍🏼

    Liked by 1 person

  2. Dr Krishnachandra Vaidya June 5, 2015 at 1:47 PM

    Thanks 4 UR like Pravinbhai,

    Liked by 1 person

  3. Dr Krishnachandra Vaidya May 31, 2015 at 3:09 AM

    Pravinbhai I’m not sure how justified could it b for me to reply as I’m neither resident nor a citizen of USA.How ever after visiting the country 4 times n having some opportunity 2 witness ( in today’s term I can say audio visual..I mean either hearing their story or seeing their life as an observer?) n my self falling in the category of so called “senior citizen” (@ age of 68 now) I have been tempted to put few words; certainly not as a critic rather joining with U experienced persons in group discussion in healthy way!.Wonder if U or any of UR friend has read an excellent book in Gujarati by Father Valles titled “Pardesh” where in he has discussed all aspects ( much more than either covered in UR article or comments”.
    The reason I m stating this is absolutely simple. V shouldn’t forget Th@ every coin has 2 sides n who so ever try to narrate the story looking just @ one side might end up in being bias.To put it in another way if u write “6” in UR palm to show some one he would surely read it as “9” when U try 2 face Ur palm against him.
    In this case who’s right n who’s wrong?To cut the story short my humble suggestion is when n where ever this is possible there should b healthy discussion
    on either side without being emotional n try to reduce so called “Generation gap” as best as possible.V all know Th@ change is inevitable or “there’s nothing
    permanent but the change.
    I should b grateful for any comment on my suggestion.

    Liked by 1 person

  4. pravinshastri May 21, 2015 at 3:04 PM

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

    મારા નવા ગુજરાતી-અમેરિકન વયસ્ક વાચક મિત્રો માટે બે વર્ષ પહેલાનો આ લેખ ફરી રિબ્લોગ કર્યો છે. આપનો તો એ લેખમાં સમાવેશ નથી થતો ને? અપેક્ષાઓનો બીજો ભાગ આપે પહેલા વાંચ્યો. વૃધ્ધાશ્રમોની જરૂરિયાતનો પાયો આ લેખમાં છે. આપનો અભિપ્રાય અનુભવ જણાવશો તો અન્ય વડીલોને કંઈક જાણવાનું મળશે કે કંઈક સાંત્વન મળશે.

    Like

  5. pravinshastri December 6, 2014 at 6:19 PM

    હજારી સાહેમ આપની આ સરસ કોમેન્ટ એક સરસ સ્વતંત્ર લેખ સમાન છે. હું એને સીધો જ કોપી પેસ્ટ કરી ફેસબુક પર બહોળા મિત્ર સમુદાયને માટે પોસ્ટ કરું છૂ.

    Like

  6. Amrut Hazari. December 6, 2014 at 6:06 PM

    વૃઘ્ઘાવસ્થાની મનોદશા…જૂઓ તો ખરા…અેક અજાણ્યો ગુજરાતી કવિ, કદાચ હજુ તો યંગ હશે અને વૃઘ્ઘોની મનોદશાને વગર અનુભવે ચીતરવા બેઠો હોય તેમ લખી નાંખે છે કે…‘ કોણ રે બાંઘે અમને તોરણે ? અમે પાનખરનાં પીળા પાન.‘ હવે તમે જ વિચારો કે આવી નીગેટીવ મનોદશા લઇને હાંફતા માનીને શું કહેવું ?
    Now see what a positive thinking which boosts reader’s thinking… “Grow old with me, the best is yet to come.” ઘડપણ શબ્દને જ ડીક્શનરીમાંથી ફેંકી દેવો જોઇઅે. મારું ચાલે તો આ ઘડીઅે કરું. જે શબ્દ હું વાપરું તે છે,,,સીનીયર..
    For Seniors, someone wrote, ” The best way to predict the future is to create yourself.” લેલી હિન્દી ફિલ્મનું ગીત સુંદર મેસેજ આપે છે. ‘ જબ આપકે હાથ હૈ તકદીરકી કિતાબ, ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચીયે.‘ અને રાજ કપૂર કહી ગયો હતો કે…‘ ચલના જીવનકી કહાણી, રુકના મૌતકી નીશાની.‘ સીનીયોરીટી અેટલે નવું બાળપણ. ( આપણે બનાવવું પડે…કુટુંબના ચક્કરોમાં પડેલાં રહશો તો આ બાળપણ નહિ મળે.) સીનીયરોને સલાહરુપે અેક વાત સૂફી સંત રુમીઅે કરી છે…કહે છે,” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.” Aristotle said, ” Educating the mind without educating the heart is no education at all.” so swen we enter in the arena of seniority, we are supposed to educate our mind and heart both so that we can enjoy and make others enjoy the life. And the English proverb said in favor of the seniors…” The older the fiddler, the sweeter the tune.” When seniors meet, what do they share ? Someone said,” When we share joy and happiness, we give two of the most powerful healing medicines in the world.” and ” Nothing changes, untill you change, Everything changes, once you change.” Is not it the truth ? અને મેચ્યોરીટી..પુખ્તતા, પક્વતા તો સીનીયોરીટીની સાથે જ આવવી જોઇઅે. કોઇ કહી ગયુ છે કે, ‘ ઉમર લાયક તો આપમેળે થઇ જવાય, પણ લાયક થવામાં ઘણીવાર આખી જીંદગી નીકળી જાય.‘
    નીગેટીવ વિચારનાં ઘરડાં ( જે સીનીયર નથી તે.) ગાતા ફરશે કે…‘ પીપળ પાન ખરંત હસ્તી કુંપળીયા….મુજ વીતી તુજ વિતશે ઘીરી બાપુડીયા.‘ નીગેટીવ થીંકીંગ….વૃઘ્ઘાશ્રમમાં જવાની વાત જ મન મજબુત નથીની નિશાની છે.
    હું તો સીનીયર છુ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. mdgandhi21, U.S.A. April 5, 2014 at 8:09 PM

    આમ તો આ સાઈટ વાંચી હતી, પણ, લખવાનું રહી ગયું હતું. વાત ખરી છે…અહીં આવ્યા પછી સંતાનો અહીંના રંગે રંગાઈ જાય છે. બાપાને ક્યાંઈ લઈ જવા હોય તો પણ, જોર પડે, જ્યારે પોતાના બાળકોને દરરોજ, જો સ્કૂલ બસ ન હોય તો લેવા-મુકવા જાય, કલાસમાં લઈ જાય, ડાન્સ કલાસમાં લઈ જાય, દોસ્તારોને ઘરે લેવા-મુકવા જાય, પણ, બાપાને મંદિરે જવું હોય કે સીનીયર સીટીઝનના કાર્યક્રમમાં કે મીટીંગમાં જવું હોય તો સમય ન મળે……બા-બાપાની સાથે બેસવાનો સમય પણ ન મળે…..બાપાને “ગુજરાત સમાચાર” છાપું લેવું હોય અને એક ડોલર માંગશે તો, તો તરતજ છણકો કરશે, “હું છાપા વાંચ્યા વગર રહી ગયા છો…?? બેઠાં બેઠાં ભજન કરોને….!!!! એ તો હવે “ઝી” અને બીજી ચેનલો આવે છે, પણ, તોયે ઘણા ઘરમાં “એવો ખોટો ખર્ચ” ન કરાય કરીને એ પણ નથી નંખાવતાં….પછી બા-બાપાને કે વડીલોને કેવી રીતે ગમે…….એ તો જ્યાં સુધી સરકાર માબાપ Medi-cal આપે કે EBT કાર્ડ આપે ત્યાં સુધી બા-બાપા સારા લાગે….

    Like

  8. હિમ્મતલાલ October 22, 2013 at 1:16 AM

    પ્રિય પ્રવિણા બેન તમારી વાત મને બહુ ગમી
    બાળકો ઉત્પન્ન કરવા તેને વહાલથી ઉછેરવા એવી ગોઠવણ પરમેશ્વરે કરી રાખી છે માબાપ આ બાબતમાં સંતાનો ઉપર કોઈ ઉપકાર કરતા નથી દીકરાને ઘરે બાળકો હોય દીકરો સારું કમાતો હોય છતાં .
    પણ કેટલાક માબાપો ખાસ કરીને માં દીકરાઓને મદદ કરવા નોકરી કરતા હોય છે મોજથી નિવૃત્તિ જિંદગી વિતાવતા નથી હોતા અને દીકરા વહુઓ અને પોતરો નાં હદ્કોલા ખાતા એના ભેગા પડ્યા રહે છે

    Like

  9. હિમ્મતલાલ October 16, 2013 at 12:42 AM

    ગગો લઇ જાય તો આપને બે માન સુ નાં મોઢા જોઈએ બાપે દીકરાને વિનંતી કરી કે ગગા અમને કોક દી ત્યાં લઇ જતો હોયતો ?દીકરો એકદમ ખીજાઈ ગયો અને બાપાને અપમાન કરીને પાછા કાઢ્યા હવે ભજન વાંચો
    ઘરડા દુખિયા થાશે આજગમાં ઘરડા હદ હદ થાશે
    સીનીયર સેન્ટરમાં જાવું હોયતો ગગાને પૂછવા જાશે ગગો ક્યે મને સમય નથી પછી બાપો વિચારે ચડી જાહે
    હેમત આતો ક્યે એક ડોલરમાં સરકારી મોતરું એ એક ડોલર જો માગે ગગા પાહે તો સતાપ શબદ સંભળાશે

    Like

  10. હિમ્મતલાલ October 16, 2013 at 12:29 AM

    મેં મારા અનુભવ ઉપરથી એક લોક ગીત બ નાં વ્યું .છે
    હું રહું છું એ ગામમાં દેશી ભાઈઓ અઠવાડિયામાં એક દિવસ ભેગા થાય છે આ બાજુના ગામોમાં સરકારી કારો વૃધ્ધોને પોતાના ઘરના આંગણા માંથી જ્યાં જવું હોય ત્યાં લઇ જાય થોડા પૈસા આપવા પડે કેટલા પૈસા આપવા એ દરેક ગામના જુદા જુદા કાયદા હોય છે ગ્લેનડેલ ગામમાં એકજ ડોલર આપવો પડે પછી તમારે એજ ગામમાં જ્યાં જવું હોય ત્યાં સાચવીને વિવેક વાળી પ્રેમાળ ભાષા બોલીને લઈ જાય એક માં બાપને દીકરાએ તેડાવ્યા બાપો ખેડૂત માણસ ખદે ધડે અને માં પણ એવીજ બસ ઘરકામ કર્યા કરે બાપો શાકભાજી ઉગાડે પણ દીકરો વહુ ક્યાય ફરવા લઇ નો જાય એક વખત બાપાને ખબર પડીકે અહી દેશી માણસો એક થેકાને ભેગા થાય છે જો થાય છે જો આપણને

    Like

  11. P.K.Davda September 22, 2013 at 12:17 PM

    જ્યારે પણ હું અગાઉ શું સારૂં હતું તેની વાત કરૂં છું તો જવાબ મળે છે કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે અને સમય જતાં બધું બદલાય છે. ચાલો માની લીધું બે સમય સાથે બધું બદલાય છે, પણ એ સારૂં બદલાઈને ખરાબ શા માટે થાય છે? બદલાઈને એ વધારે સારૂં કેમ થતું નથી? આ માનસિકતા દ્રાક્ષ તો ખાટી છે જેવી નથી?
    હંમેશાં અધોગતિને પ્રગતિ સાથે શા માટે જોડવામાં આવે છે. નવી પેઢીના અવિવેકને પાંગળા બચાવના આવરણથી શા માટે ઢાંકવામાં આવે છે? એ માને કે ન માને, તો પણ એમને ખરી ખરી કહેતાં આચકાવામાં લાચારી કે મજબૂરી તો નથીને?
    સારા બદલાવનું સ્વાગત છે પણ ખરાબ બદલાવને ઉજાગર કરવામાં કોઈ પાપ નથી.

    Like

  12. હિમ્મતલાલ September 21, 2013 at 3:13 PM

    પ્રિય પ્રવીણભાઈ
    લોકો આમ ચિંતામાં ને ચિંતામાં જીવન સમાપ્ત કરે છે માની શકતા નથી

    Like

  13. Vipul Desai September 20, 2013 at 10:49 PM

    નવીનભાઈએ તો અહી વર્ષો સુધી નોકરી કરી અને સારી એવી સોસીયલ સિક્યોરીટી એમને મળતી હશે. પરંતુ જેમને ફક્ત સો.સી.ની આવક ઉપર જીવવાનું હોય, ડ્રાઈવિંગ કે ગાડીની તકલીફ હોય અને ન્યુજર્સી કે મોટા શહેરની જગ્યાએ જ્યાં સીનીયરો(ગુજરાતી) માટે ખાસ સગવડ નહી હોય તેમની હાલતનો અંદાજ નહી હોય. બીજી વાત છોકરા-વહુ અને સાસુ-સસરાએ ઇન્ડીયામાં પણ રહેવું હોય તો બંનેએ ફ્લેક્ષીબલ થવું પડે. બંનેને ગરજ હોય છે. હકીકતમાં તો જે લોકો લાંબા વખતથી અમેરિકામાં રહેતાં હોય છે જેમને સારી એવી ઇન્કમ હોય છે એવા લોકો કહે છે કે આખી જિંદગી અહી મહેનત કરી છોકરા ઉધાર્યા હવે અમે શું કામ અમારા છોકરાઓની પળોજણ માથે લઈએ? આવા ઘણા લોકો છે કે જે ભારતમાં મોટા થયા હોય અને પોતાના જ પૌત્રો/દોહિત્રોને પળોજણ સમજે છે. એ આજુબાજુમાં રહે છે અને જ્યારે મન થાય ત્યારે નાના છોકરાઓને રમાડવા જાય છે અને સ્વતંત્ર રહે છે. એમનામાં ભોગ આપવાની વૃત્તી જ નથી. હકીકતમાં તો અમેરિકામાં યુવાન લોકોને પોતાના છોકરાઓને મોટા કરવા અને સંસ્કાર આપવા વડીલોની તાંતી જરૂર છે. છતાં પોતાના લોહી માટે ભોગ આપવાની વૃતિ આ લોકો પાસેથી મરી ગઇ છે. ધારો કે પુત્રવધુ ખરાબ હોય તો પણ તેના છોકરાઓની તમે કાળજી લો તો તેને પણ તમારા માટે પ્રેમની લાગણી થશે. અમેરિકા કે ઇન્ડીયામાં બંને પક્ષે ભોગ આપવો પડે તો જ સુખી જિંદગી જીવાય.

    Like

  14. Dr.Chandravadan Mistry September 20, 2013 at 9:34 AM

    પ્રવિણભાઈ,

    આ પોસ્ટમાં તમે તમારી વિચારધારામાં અમેરીકામાં થતી કુટુંબીક હલતોના દાખલાઓ આપ્યા.

    તમે વૃધ્ધ હોય કે ના હોય….આ “ના ગમતી” ઘટનાઓ સંસારે બનતી રહે છે.

    પણ….પ્રથમ વાત તો એ જ કે તમે પોતાને વૃધ્ધ જ ના ગણો…યુવાન જ છે એવું માનતા શીખો.

    બીજી વાત તો એ કે રીટાઅર થયા એટલે “કાંઈ જ ના કરવું” એવા વિચારનો “ત્યાગ” કરવા શીખો…અને “નવી પ્રવૃત્તિઓ ” શીખો.

    ત્રીજી વાત તો એ કે એકલા જીવી શકાતું હોય તો “પરિવારના સભ્યો” આશાઓ રાખી હોય તેનો પણ ત્યાગ કરો અને તમો તમારા જ “પરિવર્તન”માં આનંદ મળવશો.

    જો એકલા ના રહી શકો તો “ના ગમતા” વાતાવરણમાં દુઃખને ઓછું કરવાના પ્રયાસો કરો…દુઃખને દુઃખ ના ગણી, સહન શક્તિ વધે એવું કરો.

    આખરે તો “મન”ને મનાવવાની વાત છે…એમાં તમે મનના “શેઠ” બનો અને લાચારી સાથે “નોકર” ના બનો !

    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar !

    Like

  15. pravinshastri September 19, 2013 at 11:42 PM

    બસ આપના હેતથી જ લખાય છે.

    Like

  16. ગોદડિયો ચોરો… September 19, 2013 at 11:38 PM

    શ્રી પ્રવિણભાઇ,

    ભોતિકતાના આ દેશની સચોટ કહાની વર્ણવી આપની કલમે કમાલ કરી છે.

    Like

  17. NAVIN BANKER September 19, 2013 at 11:26 PM

    હાથપગ ચાલતા હોય અને સ્વ-નિર્ભર રહી શકતા હોય એ માબાપે સ્વતંત્ર જ રહેવું જોઇએ.અમેરિકામાં પુત્ર અને પુત્રવધુ સાથે રહેવાના અબળખા ન રાખવા જોઇએ.દરેકને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. હું સંયુક્ત કુટુંબનો પુરસ્કર્તા નથી.માનસિક રીતે ઘરડા ન થઈ જવું જોઇએ.કરી શકતા હોય ત્યાં સુધી જોબ પણ કરવી જોઇએ. હું અને મારી પત્ની ૭૨ વર્ષની વયે, માત્ર અને માત્ર સોશ્યલ સીક્યોરિટીની જ આવક પર, પ્રેમથી અને સંતોષપુર્વક રહીએ છીએ.પણ કોઇ ખટપટો નથી.
    નવીન બેન્કર

    Like

  18. pravina September 19, 2013 at 6:16 PM

    બાળકને જન્મ આપી ઉછેરનાર માતા પિતા બાળકો પર ઉપકાર કરતાં નથી. પ્રેમથી પોતાના સંતાનોમાં સારા સંસ્કાર રેડી તેઓ વિદ્યાને વરે તેવા સંજોગો સર્જે છે. પખી પાંખ આવે એટલે માળો ત્યજી જાય એ કુદરતનો ક્રમ છે. આપણે પણ આપણા માતા પિતા ભારતમા હતાં છતાં ૧૦,૦૦૦ માઈલ અમેરિકામાં આવી વસ્યા. હવે જ્યારે આપણા બાળકો તેમનો સુખી સંસાર વસાવે તો આનંદ અને ઉમંગથી આશિર્વાદ આપવા એ આપણો ધર્મ છે.

    યાદ રહે બાળકોને નાનપણમાં આપેલાં સંસ્કાર એ તેમની મૂડી છે. તેમનામાં કદી અવિશ્વાસ ન મૂકશો.. . તેઓ ખૂબ ભિન્ન વાતાવરણમાં ઉછર્યા છે. તેમના પર આપણા વિચારો કદી ન લાદશો. તેઓ પોતાના માતા, પિતાને અનહદ પ્યાર કરે છે તેમાં બે મત નથી. તેમની પ્યાર દર્શાવવાની રીત અલગ છે.

    પ્રવીણા અવિનાશ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: