મારી વાર્તાની વાત (૨)

Post 80

મારી વાર્તાની વાત (૨)

જ્યાં કલ્પના અને સત્ય એકબીજાના વાઘામાં રજૂ થાય છે.

‘અંકલ, જય શ્રીક્રિષ્ન.’

‘જય શ્રીક્રિષ્ન વિદુષીની.’

‘આવ. ઘણાં દિવસે તને જોઈ.’

‘અંકલ ઘણાં લાંબા સમયથી આપને મળવાની ઈચ્છા હતી પણ કોડીની કમાણી નહીં અને ઘડીની ફુરસદ નહીં એવી દોડધામમાં સમય જ નથી મળતો.’

‘હા, હું સમજી શકું છું. યુવાનો તો હંમેશા વ્યસ્ત જ રહેવા જોઈએ. પપ્પાજી કેમ છે?   મને કહેતા હતા કે હવે મારે લખવાનું બંધ કરવું જોઈએ અને ભજન મંડળીના સભ્ય બની જવું જોઈએ.’

‘પપ્પાજી તમારે માટે એવું કહે જ નહીં. મને તો ઉલટું કહે કે મારો દોસ્ત શાસ્ત્રી કોઈબી અમદાવાદી વાર્તાકારને ટક્કર મારે એવો છે.’

‘તારા ચન્દ્રકાંત પપ્પાજી દર મિનીટે સુકાન બદલે. મને કંઈ કહે, બીજાને કંઈ કહે. ચન્દુભાઈ એટલે વિવિધ રંગી માણસ. સાચો રંગ પરખાય જ નહીં. નાનપણથી જ એવા છે.’

 

‘પપ્પાજીએ તમારે માટે, આંધળી વાનીનો પોંક, સેવ, લીલા ચટની, વરિયાળીદાણા, થોડા પોંકના વડા મોક્લ્યા છે.’

‘મારી સાથે લડીને ગયા હતા. હવે મસ્કા મારે છે.’

‘અન્…કલ! પપ્પાજી તમારી સાથે લડે જ નહીં’

‘ઓકે..ઓકે. મને ખબર છે કે તું તારા સસરાજીની લાડકી ચમચી છે.’

 

‘તમારા મામાએ તમારી ખાસ વાર્તાઓની લિન્ક મોકલી છે.’

‘ખાસ એટલે?’

‘એ તો તમે, પપ્પ્પાજી અને તમારા મામા જાણે. મને શું ખબર? વડીલોની વાત વિચારમાં, નાનેરાઓ દૂર રહે તે જ સારું કહેવાય. પણ હું તો તમને એ કહેવા આવી છું કે,  અંકલ હું તમારી દરેક વાર્તાઓ વાંચું છું. તમે કેટલાઓ વર્ષ કંઈ વાંચ્યું જ નહીં. લગભગ ચાળીસ વર્ષના ગાળા દરમ્યાન સર્જાયલા સાહિત્ય અને તેના સર્જકોના નામથી પણ અજાણ્યા રહ્યા હતા અને તમે આવી સરસ નવલિકાનું સર્જન કરવા માંડ્યુ એ ખરેખર નવાઈની વાત જ કહેવાય.’

‘મારે તારા શબ્દોમાં થોડો સુધારો કરવો પડશે. ‘નવલિકા’ અને ‘સર્જન’ એ બે શબ્દો માત્ર સુસંસ્કૃત સાહિત્યકારો માટે રિઝર્વ રખાયલા છે. હું તો ગાઈ વગાડીને, બરાડા પાડીને કહેતો ફરું છું કે  હું એ ન્યાતનો નથી. હું લખું છું, કાલ્પનિક વિચારોની વાતો. મારા બ્લોગને પણ ખોટું નામ અપાયું છે. “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ” ખરો શબ્દ “વાતો” હોવો જોઈએ.’

‘જગતનો કોઈ પ્ણ માનવી, એક પળ માટે પણ વિચારવિહીન રહેતો નથી. સતત ચાલતા વિચારો વાસ્તવિક અવાસ્તવિક દિશામાં ઘૂમતા રહે છે. એમાંથી કલ્પના સાકાર પામે, એક માનસિક ઘટનાચિત્ર ઉપસે તે વાત લખું. કોઈ એમના વિચારો, વાત કરીને વ્યક્ત કરે. કોઈ એ વિચારો ભૂલી જાય. હું મારી કલ્પનાને શબ્દોમાં બાંધવા કોશિશ કરું છું. કોઈ વાર માત્ર એક ઘટના કે પાત્ર કે માત્ર એક શબ્દ વિચારોનું ગુંચળું બનાવી દે. એ ઉકેલીને ગોઠવીને વાત તરીકે લખું છું. જો એને વાર્તા કહેવાતી હોય તો તે એક વાર્તા છે. એ વાતને વાર્તા કહેવાય કે ન કહેવાય તે તો તું  કે મારા વાચકો જ નક્કી કરી શકે.’

‘અંકલ આપ ગમે તે કહો, હું તો એને સ-રસ નવલિકાઓ જ કહીશ. તમારી પચાસ સાંઠ વાર્તાઓ વાંચી છે. તમારા વિચાર વૈવિધ્યનું ફલક ખૂબ જ વિશાળ છે. દરેક વાર્તામાં કંઈક નવી જ વાત હોય છે.’

‘ના ખાસ નવી ન કહેવાય. લગભગ બધી જ વાતો અમેરિકામાં વસતા આપણા ગુજરાતી માનવીઓના જીવન અંગે જ છે. એટલે જ મારા અમેરિકન મિત્રોને ગમે છે. એ વાતોમાં, એમના આજુબાજુના વાતાવરણની હવા છે. એ હવા એમને સ્પર્શે છે. એટલે એઓ વાંચે છે. એમને ગમે છે. જો કે તારા પરમ પૂજ્ય પપ્પાજી મને આવી ને ઘમકાવી ગયા કે ‘ટારી વાર્ટામાં એસ.ઈ.એક્ષના કચરા સિવાય છે શું?’

‘જો દીકરી, ચન્દુભાઈની એક વાત સો ટકા સાચી છે.  મારે પ્રમાણિકપણે કહેવું જોઈએ કે મારી વાતોમાં લવ, લાગણી કે લસ્ટનુંજે નિરૂપણ કરી શકું તે જો મારા સંતાનો વાંચી શક્તા હોત તો કદાચ ક્ષોભને કારણે ન કરી શક્યો હોત.  અત્યારે તારી સાથે પણ વાત કરવાનો સંકોચ તો ખરો જ.’

‘અંકલ એ કોચલામાં જાતને પૂરવાનો અર્થ નથી. ચાલો વિચારો. લગ્ન થાય. દંપતિ હનીમૂન પર જાય. એ શું છે? એક સ્ત્રી ગર્ભવતી બને. એની આપણે ઉજવણી કરીએ એ શું છે?  સ્ત્રી પુરુષના દૈહિક સમાગમનો ઉત્સવ છે. અને તમારી વાર્તાઓમાં પણ મને એ જ દેખાય છે. હું બાયોલોજીસ્ટ નથી પણ શારીરિક માનસિક ગ્રંથીઓમાંથી ઝરતા સ્રાવો અને એનાથી સર્જાતુ વાસ્તવિક ચિત્ર તમે અનેક પાત્રોમાં વણ્યું છે. તમે બળાત્કારની વાતો લખી છે પણ એની હિમાયત નથી કરી. આક્રોશ ઠાલ્વ્યો છે. તમે હાર્દિક માનસિક પ્રેમ અને ફેન્ટસીની વાતો લખી છે. ‘

‘અંકલ ડોન્ટ ફીલ ગિલ્ટી. હું એક યુવાન સ્ત્રી છું. મે કદીએ સામાજિક મયાદાઓની હદ ઓળંગતી નથી. સામાન્ય રીતે આજના યુવાન યુવતીમાં કોણ ‘સુંદર’ શબ્દ ને બદલે વ્હવહારમાં હુ ઈઝ મોસ્ટ ‘સેક્સી’ શબ્દ વપરાવા લાગ્યો છે.’

‘પણ તારા પપ્પાજી…?’

 “You Don’t take anything personally.  What others say and do is a projection
of their own reality, their own dream.
When we are immune to the opinions and actions of others,
we won’t be the victim of needless suffering.”

 ‘પપ્પાજીની વાત ભૂલી જાવ. અંકલ બીજી વાત.’

‘ મારે જાણવું છે કે તમે માનસશાત્ર ક્યાંથી શીખ્યા? તમારી વાર્તાઓમાં મને હંમેશા સાઈકોલોજી દેખાય છે. તમારા એક સુરતના ખૂબ વિદ્વાન ફિલોસોફર મિત્ર તો તમારી દરેક દરેક વાર્તાઓને ફિલોસોફીના સંદર્ભમાં મૂલવે છે અને વખાણે છે.’

‘હું નથી માનસશાસ્ત્રી કે નથી ફિલોસોફર. વિચાર વાણી અને વર્તનના ત્રિકોણની વચ્ચે માનવીય પાત્રો ઘડાય. એ ત્રિકોણ સમબાજુ કે સમકોણી હોવો જરૂરી નથી. એ ત્રિકોણમાના માનસિક પાત્રોથી વાર્તાઓ બને છે. આ ખૂબ રસપ્રદ વિષય છે. કોઈક વાર વિગતે હું નિબંધ લખીશ.’

‘મેં એક બે જગ્યાએ હળવી રીતે લખ્યું છે કે સાહિત્યકાર જોડકણાં જેવી કવિતાથી શરૂ કરે. સરસ કાવ્યો લખતા થાય. આગળ વધતા ગદ્યમાં સરે. વાર્તા અને નવલકથાનું સર્જન થાય, અમુક સમય પછી સર્જનાત્મક શક્તિ ઘટતી જાય અને સાહિત્યિક મોનાપૉઝ આવે. ડાહ્યા ડાહ્યા નિબંધોની શરૂઆત થાય. પોતાના સર્જનની એકની એક વાતોનું પૂનરાવર્તિત વાર્તાલાપો ગોઠવાય અને છેલ્લે અન્ય સર્જકોના સમીક્ષક બની જાય.  હું પણ થોડા સમયમાં કદાચ નિબંધોમાં ઘૂસી જઈશ. ત્યારે માનસશાસ્ત્રી અને ફિલોસોફર બની જઈશ.’

‘જો દીકરી તેં આજે મારા ખૂબ વખાણ કર્યા. સાચું કહું તો મને ગમ્યું પણ ખરું. પણ આવી ખોટી અફવા બહાર ફેલાવતી નહીં. મને કોઈ સાહિત્યકાર ગણી લેશે; અને તારી સાહિત્ય સમજનું ડિવેલ્યુએશન થશે.’

 ‘અંકલ તમારું નામ નવા ‘સાહિત્યકારકોષ’માં  છે જ. તમારા  બ્લોગમાંની વાર્તાઓ વંચાય છે. વખણાય છે.’

 

‘બે હજાર નામોમાં થોડા ખૂટતા હતા એટલે કોઈકે મારું નામ ચડાવી દીધું હશે. અને બ્લોગની વાત. બ્લોગનું આંકડાશાસ્ત્ર છેતરામણું છે. મારી વાર્તાના વાચકો બસો-સવાબસો કરતા વધુ નથી. મારા બ્લોગમાં માત્ર મારી વાતો જ મૂકું છું અને તે પણ મર્યાદિત સંખ્યામાં. તારા જેવા વાંચવાવાળા  યુવાનો  અમેરિકા, કેનેડા ઈંગ્લેન્ડ વગેરે દેશોમાં બહુ ઓછા છે.  એમને ગુજરાતી વાંચતા આવડતું જ નથી. માત્ર વયસ્કો જ વાંચે છે.’

 ‘મારી વાત છોડ. તારા પપ્પાજીને મારી સાથે સીધું ગુજરાતી બોલતા કરને. સુરતનો કોઈ પણ મળે એટલે તરત એની અસલીયત પર આવી જાય છે.’

‘અંકલ એ માત્ર તમારા જેવા જૂના મિત્રો સાથે જ સુરતી બોલે છે. બીજા સાથેતો શુધ્ધ ગુજરાતી બોલે છે. ઘરમાં પણ સુરતી નથી બોલતા. આ તો  માત્ર તમારી અને માતૃભાષાની માયા.’ 

 ‘દીકરી તું તો વિદ્વાન છે. ચિંતક માનસશાસ્ત્રી અને સાહિત્યપ્રેમી છે. મારે માટે કંઈ સલાહ સુચન.’

‘આપ વડીલ છો. વડીલને સલાહ ન અપાય. એમની પાસેથી સલાહ લેવાની હોય. તમે સરસ લખો છો. બસ લખતા રહો.’

‘બેટી, તું જરા વધારે પડતી ડિપ્લોમેટિક વાત કરે છે. તારા પપ્પાજીની જેમ સ્પષ્ટ વાર કરતી થા.’

‘અંકલ સલાહ તો નથી આપતી પણ મારું માનવું છે કે જો તમે તમારી જોડણીનો ખ્યાલ રાખો તો ચોખલિયા સાહિત્યકારો પણ રસથી તમારી નવલિકાઓ વાંચે. જેઓની નજરમાં બાળપણથી જ શબ્દોના આકાર નિશ્ચિત થઈ ચૂક્યા હોય તેમને જૂદું દેખાતા તાવ ચડી જાય. આવું જ ઊઝા જોડણીમાં બને છે. અને જો જરા કાળજી રાખીને લખેલું ફરી મઠારાય તો ઉત્તમ કૃતિ બની જાય.’

‘એટલે મારી વાતોને મેક્’પ કરવાની જરૂર છે એમને!    ભલે પ્રયાસ કરીશ. સફળતા માટે શંકા છે.’

 ‘તું કહે,  તને મારી કઈ કઈ વાર્તાઓ ગમી છે?’

‘બધ્ધીજ.’

‘ના એમ નહીં…ખાસ કઈ કઈ.’

‘ખરેખર બધી જ વાર્તાઓ સરસ છે. એક બીજાથી જૂદી. જો કે બધા નામ યાદ નથી પણ જે યાદ છે તે આ વાર્તાઓ છે. મને તો ગમે છે.’

                                                                ***

રિવર્સલ વાર્તા # ૧૬

   

માવડિયો વાર્તા # ૨૭

   

ફાધર્સ ડે વાર્તા # ૧૨

   

કોણ માં?

“પચ્ચીસ હજારનો ડંખ” નવી વાર્તા # ૧૪

ભૂરું કવર વાર્તા#૫૩

લકી ગ્રે સ્યૂટ વાર્તા # ૨૫

   

અમેરિકામાં માથે પડેલો દેસી ગઠિયો.

   

દેસાઈગીરી વાર્તા # ૩૦

   

ડોસીએ દાટ વાળ્યો

   

દેવકી – યશોદા વાર્તા # ૨૧

   

ચિત્કાર વાર્તા # ૧૧.

   

શિલ્પા વાર્તા # ૧૭

   

આધુનિક વાલ્મીકિ

   

સ્નેહ સેતુ વાર્તા # ૧૩

   

લખવાનું બંધ વાર્તા # ૨૯

   

પ્રવીણ શાસ્ત્રીની વાર્તા # ૧૫ “લિબર્ટીનો આક્રોશ”

   

ન સમજાતા મીંડા વાર્તા # ૨૦

   

MAUN

   

 

અંકલ આ તમારા મામાનું લિસ્ટ. એનું શું કરવાનું છે?

હું મારા વાચકોને આપીશ એઓ નક્કી કરશે કે મારી વાર્તાઓ ગંદી, ગોજ્જી કે ગંધાયલી છે.

(સંકલિત સાચી મૌખિક વાતો કાલ્પનિક પાત્રમાં)

  મામાની નજરે મારી ગંદી ગણાતી વાર્તાઓ  જેમાં સીધો આડકતરો સેક્સનો ઉલ્લેખ છે.

 https://pravinshastri.files.wordpress.com/2012/06/chitkar.pdf

https://pravinshastri.files.wordpress.com/2012/07/shilpa.pdf

https://pravinshastri.files.wordpress.com/2012/10/e0aa9fe0ab87e0aab0e0aab0e0aabfe0aab8e0ab8de0aa9f-e0aab0e0aaa3e0aa9ae0aa82e0aaa1e0ab80.pdf

https://pravinshastri.files.wordpress.com/2012/12/atmvibhajan.pdf

https://pravinshastri.files.wordpress.com/2012/12/diary3.pdf

https://pravinshastri.files.wordpress.com/2013/02/escort.pdf

https://pravinshastri.files.wordpress.com/2013/03/midlife.pdf

https://pravinshastri.files.wordpress.com/2013/04/medical-waste.pdf

https://pravinshastri.files.wordpress.com/2013/04/loveandlust.pdf

https://pravinshastri.files.wordpress.com/2013/04/lal-sadi.pdf

 

8 responses to “મારી વાર્તાની વાત (૨)

 1. Bharat Mehta June 16, 2015 at 6:22 AM

  વાતો, માનસિક વાતો, વાર્તાઓ…એક મોટા વર્ગીકરણમાં સાહિત્ય કહેવાય. સાહિત્ય એટલે જે કંઈ વાસ્તવિક છે તેને શબ્દમાં ઉતારીને ફરીથી એ જ વાસ્તવિકતામાં જીવવું. સાહિત્ય એ વાસ્તવિક્તાનુ પુન:સર્જન છે. શબ્દોનું સર્જન જ્યારે થયું, ત્યારે અને ત્યાંથી સંસ્ક્રુતિની, શોધ થઈ એમ કહેવાય. શરૂઆતના શબ્દો લેખિત ન હતા. સિંધુ સંસ્કુતિ શબ્દોના લેખિત સ્વરૂપ સુધી વિકસિત થયેલી, અને તેના વિનાશ પછી અસ્તિત્વમાં આવેલી વૈદિક સંસ્ક્રુતિને લેખિત ભાષા શોધતા ઘણી સદીઓ લાગ્યા હતા….ત્યાં સુધીનું વૈદિક સાહિત્ય કંઠસ્થ રખાયેલુ….એને લિપીમાં બાંધતા યુગો અને સદીઓ લાગેલી.

  અસલમાં આ શબ્દો, આ ભાષા એ વિજ્ઞાન છે. વેદાંત એ વિજ્ઞાન ને સાધતો જ્ઞાનનો સિદ્વાત છે, જેને પશ્ચિમમાં થિયરી ઑફ નોલેજ કહે છે….અથવા એને જ ફિલોસોફી. આપણે ત્યાં વેદાંતના સમાનાર્થી શબ્દો છે..બ્રહ્મવિદ્યા, અદ્વૈતદર્શન. વેદાંતિક યુગમા લગભગ બધી જ સાહિત્યિક કળાઓનું ખેડાણ થયુ છે, જેમા કથા અને મહાકથા, કાવ્ય અને મહાકાવ્ય…એ એટલુ જબ્બરદસ્ત સર્જન છે, કે આજનો યુગ એ યુગનુ માત્ર પુનરાવર્તન છે.

  Liked by 1 person

 2. mdgandhi21 September 21, 2014 at 10:51 PM

  લગભગ બધી વાર્તાઓ એક કરતાં પણ વધારે વખત વાંચી છે અને દરેક વખતે નવા જેવીજ લાગે….વાંચવામાં બહુ મજા આવે છે…

  નવી નવી વાર્તાઓ બસ લખતાં રહો…..

  Like

 3. pravinshastri November 12, 2013 at 12:40 PM

  “હસો” મને ગમ્યું.

  Like

 4. Vinod R. Patel November 12, 2013 at 11:05 AM

  કુશળ હસો.

  કુશળ રહેવા માટે હસવું તો પડે ને !

  Like

 5. pravinshastri November 12, 2013 at 10:39 AM

  પ્રવીણાબેન આપના માયાળુ પ્રતિભાવ બદલ આભારી છું. બસ, સમય મળે વાંચતા રહેજો. બ્લોગનું માધ્યમ ગમે છે. બ્લોગર્સ વચ્ચે જે સમભાવ અનુભવ્યો છે તે પ્રિન્ટ મિડીયામાં નથી જોયો.
  કુશળ હસો.

  Like

 6. pravina November 12, 2013 at 5:48 AM

  વાહ, ભાઈ તમારી શૈલી દાદ માગી લે તેવી છે. જે સુંદર કલામય રીતે મનના ભાવ રજૂ કર્યા છે તે ખૂબ ગમ્યા.

  સંવાદ રૂપે જે કહેવું હતું તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નબળાઈ હોય તેને “માણસ” કહેવાય. વર્ષોનો થયેલો ભાષા

  સાથેનો વિયોગ એ ‘જોડણી”નું મુખ્ય કારણ છે. .તમે લખો છો એ વાંચવું ગમે છે..

  Like

 7. pravinshastri November 11, 2013 at 10:21 PM

  મૌખિક વાતોને એક કાલ્પનિક પાત્રના મુખ દ્વારા મારા પોતાના ભાવો રજુ કરવાની કોશીશ કરી છે. આપને ગમ્યું એ મારે માટે ઍવૉર્ડ જ ગણાય. મારી નબળાઈઓનો પણ સ્વીકાર છે. શરૂઆતથી આપનો સમભાવ મને મળતો રહ્યો છે. આપનો ઋણી છું.

  Like

 8. Vinod R. Patel November 11, 2013 at 10:09 PM

  ” તમે કેટલાઓ વર્ષ કંઈ વાંચ્યું જ નહીં. લગભગ ચાળીસ વર્ષના ગાળા દરમ્યાન સર્જાયલા સાહિત્ય અને તેના સર્જકોના નામથી પણ અજાણ્યા રહ્યા હતા અને તમે આવી સરસ નવલિકાનું સર્જન કરવા માંડ્યુ એ ખરેખર નવાઈની વાત જ કહેવાય.’

  “તમારા વિચાર વૈવિધ્યનું ફલક ખૂબ જ વિશાળ છે. દરેક વાર્તામાં કંઈક નવી જ વાત હોય છે.’”

  પ્રવીણભાઈ ,ઉપરના બન્ને અભિપ્રાયોમાં હું તદ્દન સંમત છું .

  મારી વાર્તાની વાત ની વાર્તામાં તમારી વાર્તાઓનું સેલ્ફ વિવેચન કરવાનો જે નવીન પ્રયોગ કર્યો એ ગમ્યો .

  મારે પણ આજ કહેવાનું છે કે ” તમે સરસ લખો છો. બસ લખતા રહો.’”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: