“ડાયાબેટિક પ્રસાદ.”

ડાયાબેટિક પ્રસાદ.

દિવાળીની ખાણીપીણીના દિવસો વહી ગયા. અને શરૂ થઈ ગયો દોઢડાહ્યો ડાયાબેટિક મન્થ નવેમ્બર. મારી અંગત હાલત “ગાંડી સાસરે ના જાય અને ડાહીને શિખામણ આપે” એવી છે. હું પોતે કસરત કે ડાયેટિંગ કરતો નથી. દિવસમાં પાંચ ઈન્જેક્શન પેટમાં ઠોકું છું. ભાવતી વાનગી મર્યાદામાં માણું છું. આંખની રિટિનોપેથી માટે લેઝર પણ લઉં છું. કિડનીનું ક્રિયેટીનાઈન પણ જોયા કરવું પડે છે. જો તમારે મારી ક્લબમાં જોડાવું ના હોય તો હાથ પગ હલાવીને પેટ હલકું રાખજો. ઓરલ દવાઓ લાંબા ગાળે કિડની ફંક્શનને અસર કરશે. ડોક્ટરની સલાહ ઈન્સ્યુલીન શોટની હોય તો તે લેતાં અચકાશો નહિ. Hemoglobin A1C દર ત્રણ મહિને ચેક કરતા રહેજો. અને સત્યનારાયણ કથા ભલે ના સાંભળો પણ શીરાના પ્રસાદનો ડબલ ડોઝ લેવાનું ચૂકશો નહિ. સત્યનારાયણદેવકી જય.

હવે વાંચો…….

 ડાયાબેટિક મિત્રોએ વાંચવા જેવી ખાસ વાર્તા.

સત્યનારાયણ ભગવાનના પઋરસાદનો અનાદર તો ન જ થાયને?

પણ ઘરમાં થી કંટ્રોલ હોય ત્યારે શું?

%e0%aa%aa%e0%ab%87%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%aa%e0%ab%87%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%aa%e0%ab%87%e0%aa%82%e0%aa%a1%e0%aa%be 

ઊર્મિનો ઊચાટ અને બબડાટ ફફડાટ પરાકાષ્ટા એ પહોંચ્યો હતો. એના બા એટલે કે સાસુજી ભગવાનની રૂમમાં માળા ફેરવતા હતા. જેઠ એટલેકે જીજાજી ટીવી પર ન્યુઝ જોતા હતા. જેઠાણી એટલેકે એની પોતાની મોટી બહેન રસોઈ કરતી હતી. એનો વ્હાલમિયો ઉત્પલ ઘરમાં આવ્યોજ ન હતો. ભાણેજ કહો કે ભત્રીજો કહો નિખિલ, એના ફેસબુક સંપર્કમાં મસ્ત હતો. દસ વર્ષની  દીકરી આર્ષા, કાનમાં ઈયરફોન નાંખીને  મોટા બરાડા પાડી કંઈક ગાતી હતી.

કોઈ  ઊર્મિનો બબડાટ સાંભળતું ન હતું.  આવતી કાલે સત્યનારાયણની કથા હતી.  ઊર્મિ, મહારાજે આપેલી યાદી મુજબ પુજાપાની સાધન સામગ્રી ભેગી કરતી હતી.

દેરાણી જેઠાણી એટલે કે બન્ને બેનોએ સાસુમા એટલે કે બાને ઘરકામમાંથી નિવૃત્ત કરી દીધા હતા. બાના બન્ને દીકરાઓ બે બેનો સાથે પરણીને આનંદથી સુખી કોટુંબિક જીવન માણતા હતા. બા એક સત્ય સમજતા હતા. જો દીકરાઓને સુખી જોવા હોય તો વહુઓને મસકા પાલીસ કરી ને, ખુશ રાખવામાંજ કુટુંબનું કલ્યાણ છે. એમણે બન્ને વહુઓને વ્હાલી કરી હતી.  બાએ એક પ્રથા ચાલુ કરી હતી. બન્ને વહુના જન્મદિને સત્યનારાયણની કથા કરાવવાનો નિયમ જાળવ્યો હતો. સવારે સત્યનારાયણનું પૂજન અને સાંજે આપ્તજનો સાથે ઘરમાં પાર્ટી.

કાલે મોટી વહુની બર્થડે છે. મોટી શાંત અને ઠરેલ . નાની ઉછળતી કુદતી ધાર્યું કરવા વાળી હતી. ઘરમાં નાનીનુંજ વર્ચસ્વ હતું. તડને ફડ બોલવામાં સંકોચ રાખતી ન હતી. એની સ્પષ્ટવક્તા કે ‘બીગ માઉથ’ બદલ એની દીદી માફી માંગી લેતી અને બગડેલી બાજી સંભાળી લેતી. પાર્ટી, ફંકશન, શોપીંગ એ નાનીના હાથમાં. મોટી મોટાભાગની ઘરેલુ અને સામાજિક જવાબદારી નિભાવતી. આવતી કાલના પ્રોગ્રામની જવાબદારી નાની બહેન એટલે કે ઊર્મિએ લઈ લીધી હતી.

એને બે દિવસ પહેલાં પ્રસાદને માટે લાવેલ પેંડાનું બોક્ષ મળતું ન હતું. કિચન  કેબિનેટ, પેન્ટ્રી, કિચન કાઉન્ટર અને ફ્રિઝ… કશે  પ્રસાદના પેંડાનું બોક્ષ  દેખાતું ન હતું. એને અવો ખ્યાલ હતો કે એણે કાઉન્ટર પરજ બોક્ષ મુક્યું હતું. અત્યારે એ જડતું જ નહતું. મિઠાઈના બોક્ષમાં હતા તો માત્ર સાત પેંડાજ,  પણ એ જાય ક્યાં! ફ્રિઝ પેન્ટ્રી અને કેબીનેટના બારણાં ધડાધડ ખુલતા અને બંધ થતા હતા. બબડાટ ફફડાટનું વોલ્યુમ મોટું થતું હતું. એણે બુમ પાડીને પુછ્યું,   ‘દીદી, તેં પેંડાનું બોક્ષ જોયું છે?  કે બીજી કોઈ જગ્યાએ મુક્યું છે?’

 ‘ના, મારા જોવામાં કોઈ બોક્ષ આવ્યું નથી. ખોટી માથાકૂટ છોડ. ન મળે તો કંઈ નહિ. બીજી ઘણી મિઠાઈ છે. જાત જાતનો પ્રસાદ છે. આપણે ક્યાં અન્નકૂટ ભરવો છે? પેંડા ન હશે તો ચાલશે.’

‘ના, ના. આતો ખાસ માવાના કેશર પેંડા છે. તારી ફેવરિટ સ્વિટ.’ ચાર પાંચ જગ્યાએ ફરીને તાજી મિઠાઈ લાવી હતી. ઘણી જગ્યાએતો બે ત્રણ મહિનાથી પડી રહેલી વાસી મિઠાઈજ હતી. બઘાને ભાગે એક એક આવે એ ગણત્રીએ માત્ર સાત પેંડાજ લાવી હતી. દીદી, કદાચ જીજાજી એ તો ન લીધી હોય?’

‘તારા જીજાજી ક્યાં ગળપણ ખાય છે! એને તો બાનો ડાયાબિટિઝનો વારસો મળ્યો છે.’

‘ઉત્પલ તો મિઠાઈને અડકતો પણ નથી. એને તો તીખું તમતમતું  મસાલેદાર ફરસાણ જ ભાવે છે.’

‘કદાચ નિખિલીયોજ ઝાપટી ગયો હશે! નિખિલ, ઓ નિખિલ, અરે નિખિલીયા સાંભળે છેઍઍઍઍઍઍ.. ડીડ યુ સી ઓર ઈટ પેંડા? ‘

‘આન્ટી, વ્હોટ પેંડા?   આઈ ડિડન્ટ સી ઓર ઈટ એની પેંડા. ચેક વીથ સ્નીકી કેટ.’

સ્નીકી કેટ એટલે દસ વર્ષનું વાવાઝોડું… સુનામી…કઝીન આર્ષા. ..

અને બુમ પડી આર્ષા….આર્ષા…

આર્ષા કાન પરના હેડફોન સાથે મ્યુઝિકના તાનમાં બરાડા પાડીને નાચતી હતી.

આર્ષાના નામની બુમ સાંભળતાજ બાના માળાના મણકા ફરતા બંધ થઈ ગયા. આમતો બાના કાનથી ખાસ સંભળાતું ન્હોતું; પણ ઊર્મિનો પેંડા માટેનો પરિતાપ શબ્દે શબ્દ સાંભળ્યો હતો. અને એટલેજ ફફડતા હતાં. સ્વભાવમાં નાની પૌત્રી આર્ષા, એની મમ્મી,  ઊર્મિની લઘુ કૃતિ હતી . વિફરે તો કોઈની નહીં. મીઠ્ઠી થઈને મિનીટમાં વ્હાલી પણ થઈ જાય. નિખિલ ની ગર્લફ્રેન્ડની વાતોને બ્લેક મેઈલિંગ શસ્ત્ર બનાવીને નિખિલની પાસે ધાર્યું કામ કઢાવતી રહે.

એ આર્ષાને એની મમ્મી પેંડાના બોક્ષ માટે પૂછતી હતી. આર્ષા સાંભળતી ન હતી પણ બાનો ડાયાબિટિઝ ધીમે ધીમે કંટ્રોલ બહાર જઈ રહ્યો હતો. ઊર્મિ જ દર વખતે બાને મેડિકલ ચેક અપ માટે ડોકટરને ત્યાં લઈ જતી હતી.  ડોક્ટરે એમને ૧૫૦૦ કેલેરી, લૉ કાર્બોહાઈડ્રેટ ડાયેટ પર મુક્યા હતા. સુગર તદ્દન બંધ કરવાનું કહ્યું હતું. કોઈકવાર મોટીને દયા આવતી અને ભાણાંતર ન થાય એ ગણત્રીએ જરા ગળપણ આપતી… પણ નાની…?  બાના મોઢામાંથી ઓકાવે એવી જબરી હતી. બાને કારણે ઘરમાં બધાને માટે ગળપણનું રિસ્ટ્રિકશન આવી ગયું હતું. પણ આતો કથા માટેનો દીદીને ભાવતા પેંડાનો પ્રસાદ હતો.

હવે બન્યું એવું કે ગઈ કાલે ઘરમાં કોઈજ ન હતું. બાએ કિચન કાઉન્ટર પર કેસરી પેંડાનું બોક્ષ જોયું. ક્લીયર પ્લાસ્ટિકમાંથી પેંડા દેખાતા હતાપણ આતો કથાના પ્રસાદને માટે છે!  બાનો આત્મા કહેતો હતો.

પેંડા કહેતા હતા ભગવાન તો ભગવાન તો કથાના મંડળમાં પણ છે અને તારા શરીરમાં પણ છે. ભગવાન તારા મોંમાં છે અને ભગવાન તારા પેટમાં પણ છે. ખાત્રી કરી લે પેંડા ખાધા વગર પણ તારા મોંમાં પેંડા વાળુંજ પાણી ભરાયું છેને! આવતી કાલે યે છે અને આજે પણ છે. મને આજે જ ઠાકોરજીને ધરાવી દે, હું પેંડો મટી પ્રસાદ થઈ જઈશ. મને આરોગશે તો તારું કલ્યાણ થઈ જશે. પેંડા કહેતા હતા …મને ખા…મને ખા..મને ખા..

બાએ એક પેંડો લીધો. ડીસમાં મુક્યો. ભગવાન પાસે દીવો કર્યો. ઔમ પ્રાણાય નમઃ સ્વાહા…  વિગેરે મંત્ર બોલીને નૈવેદ્ય ધરાવ્યો. ઘણાં લાંબા સમય પછી ગળ્યા પ્રસાદનો આનંદ માણ્યો.

ઘડપણમાં ડાયાબિટિઝ પેધો પડે ત્યારે ન ભાવતી ગળ્યી વાનગી ભાવતી થઈ જાય અને એનેમાટે પણ તલપ લાગે. બા બોખા મોંમાં પેંડો જીભથી ફેરવતા ફેરવતા, ધીમે ધીમે રસાસ્વાદ માણતા હતા અને એકદમ સ્નીકી કેટ આર્ષા આવીને ગ્રાંડમા સામે ઊભી રહી ગઈ. ‘ગ્રાન્ડમા, આઈ નૉ; યુ આર ઈટીંગ સ્વિટ.  આઈ હેવ ટુ ટેલ માઈ મૉમ.’

‘ના બેટા, તારી મમ્મીને કહેતી નહિ. લે, તું પણ લે.  ખા. આતો પ્રસાદ છે.’

આર્ષાએ એક પેંડો મોમાં મુક્યો. ‘ઓહ! વેરી નાઈસ! કેન આઈ હેવ વન મોર ગ્રાન્ડમાં?’  આઈ પ્રોમિસ. આઈ વો’ન્ટ ટેલ માય મોમ.

‘લે બેટા લે. પણ પ્લીઝ, તારી મમ્મીને કહેતી નહીં. મારે એનું બે કલાકનું દાકતરી ભાષણ સાંભળવું પડશે.’

‘ઓકે… ઓકે.. ગ્રાન્ડમા, હવે બોક્ષમાં ઓન્લી ‘ફોર’ જ રહ્યા છે. ‘ટુ’ તમારા અને ‘ટુ’ મારા. લેટ્સ ફિનિશ ધ બોક્ષ.’

દાદીમા અને પૌત્રીએ ક્યારે બધા પેંડા પુરા કર્યા તેનો દાદીમાંને પણ ખ્યાલ ન રહ્યો. અને આજે સવારે ઈરાદા પૂર્વક ગ્લુકોમિટરથી ફાસ્ટિંગ સુગર માપવાનું ભુલાઈ ગયું હતું. પણ અત્યારે નાની વહુ પેંડાનું બોક્ષ શોધતી હતી. આર્ષાની જુબાની લેવાની હતી. દાદીમાં ફફડતા હતા. આર્ષા એની માની બુમ સાંભળતી ન્હોતી. ઊર્મિએ ગુસ્સામાં આવીને એનું હેડફોન ખેંચી કાઢ્યું. ‘અહિ પેંડા હતા તે તું ખાઈ ગઈને?’

‘આસ્ક ગ્રાન્ડમાં.’  આર્ષા નો જવાબ સાંભળીને બાને પરસેવો છૂટ્યો.

પણ સ્નીકી કેટે બાજી સંભળી લીધી.

‘કાઉન્ટર પર બોક્ષ હતું તેની વાત કરે છેને?’

‘હા એ  પેંડાનું બોક્ષ.’

‘એ તો ફેંકી દીધું.’

‘કેમ?’

‘કેમ શું એમાંતો મોટી મોટી એન્ટના ઢગલા હતા. કેટલી બધી એન્ટ્સ. બાપરે! ગ્રાન્ડમાએ કહ્યું આખું બોક્ષ્ બેકયાર્ડના બુસીસમા ફેંકી દે. મેં તો ગ્રાન્ડમાએ કહ્યું એટલે સાણસીથી બોક્ષ પકડી બહાર ફેંકી દીધું. મોમ પૂછી જો ગ્રાન્ડમાને!’

‘ખરેખર?   તું તો નથી ખાઈ ગઈને?  જુટ્ઠું તો નથી બોલતી ને?’  મમ્મીએ એનો કાન પકડ્યો.

‘નો મૉમ. આઈ સ્વેર. આઈ વોન્ટ ટેલ લાય.’

 એણે જીભ પર આંગળીનું ટેરવું ભીનું કરી ગળે લગાડ્યું.  ‘આસ્ક ગ્રાન્ડમા.’

બા હળવેથી બહાર આવ્યા. ‘બેટા ઊર્મિ આ ગણગણાટ શું છે?  કંઈ ખોવાઈ ગયું છે?’

‘બા! આ ગણગણાટ નથી. મારા બુમ બરાડા છે. આ તમારી લાડકી બિલાડી પ્રસાદના પેંડા ખાઈ ગઈ લાગે છે. બીગ લાયર.’

‘ના બેટા. એમાં કીડી ઉભરાતી હતી એટલે મેં જ આર્ષાને કીધું કે આ બોક્ષ બહાર ફેંકી દે, નહિ તો આખા ધરમાં કીડી થઈ જશે. ઉત્પલને ફોન કરીને કહી દે ને કે બીજા પેંડા લઈ આવે. આજે સવારે હું આ વાત કરવાની ભૂલી જ ગઈ હતી.’

કેઇસ ક્લોઝ.

 બાને નાનપણની પ્રાર્થના યાદ આવી. ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.’  તે રાત્રે બાએ પ્રાયષ્ચિત માટે બે માળા વધારે કરી હતી.

બીજે દિવસે કથામાં મહારાજ સત્ય પાલન માટે કથાનું મહાત્મ્ય સમજાવતા હતા. પાંચમાં અધ્યાયમાં પ્રસાદનો મહિમા સંભળાવતા હતા. બાને પેંડામાં અને આર્ષામાં પ્રભુના દર્શન થયા જ  હતા. આજે ઊર્મિ વહુએએ બાને અને જીજાજીને એક કણી જેટલો પેંડો અને માત્ર અડધી ચમચી શીરો આપ્યો હતો.

બધા મોટી પ્લેટ ભરીને શીરો ખાતા હતાં.

બાએ સત્યનારાયણ દેવ કી જય કહીને પ્રસાદનો ડાયાબેટિક પોરશન લીધો હતો.

14 responses to ““ડાયાબેટિક પ્રસાદ.”

 1. Pingback: (969 ) ડાયાબિટીસ – મધુપ્રમેહ વિષે આ જાણતા હતા ? | વિનોદ વિહાર

 2. La' Kant " કંઈક " November 5, 2016 at 7:08 AM

  જિંદાબાદ ” પ્રવીણભાઈ શાસ્ત્રી
  “ફોટામાં પણ મુખડું હસતું જ છે ! ‘પર્સનાલીટી’ પણ મજાકિયા કિસમની જિંદગી ખૂબ સહજ હળવાશથી લ્યો,જીવો,અન્યોને પ્રેરો એવા …છો … ” તમારું નામ તો ‘ હસમુખભાઈ હસ્ગુલ્લારામ હંસોડ ‘ ( હસ ગુલ- કે -મસ્ત )જેવું ‘કંઈક’ હોવું જોઈતું હતું ! અભિનંદન હલકી-ફૂલકી કૃતિ ફરી મુ કવા બદ્દલ . બાકી ….અમારા આતમરામ તો ‘ આ મહેન્દ્રભાઈ ઠાકરની લાઈનના .નેચરોપથીવાલા … હામણા એક માહીનાથી ‘સ્ત્રીક્ત’ ડાયેટ,કસરત,પ્રાણાયામ,એકાંત-મૌન ” સરસ” આધ્યાત્મ રસિક પ્રોરામ ચાલે છે . સ્ટિલ ” એન્જોયિંગ …એન્જોયિંગ એન્ડ એન્જોયિંગ ….જલસામાં મસ્ત ખુદમાં લીન મસ્ત વ્યસ્ત પણ ત્રસ્ત નહીં ….ભાગ્યેજ બને એવું ..આનંદ આનંદ ..’પરમ-આનંદ’ વર્તે છે. લગભગ .
  સુ.જા.(શીરા ખાતર શ્રાવક થવા પણ તૈયાર રહેવું – એ સાચો બ્રાહ્મણ ધર્મ છે.
  એ જ રીતે ઈદના દિવસે શિર ખુર્મા પણ આરોગવાનું મહાતમ છે !)ને ” હળી ” કરી લઇ એ કવચિત …બાકી ભારે જીનીયસ અમદાવાદી “વિજ્નેર’ અમારા પરમ બ્લોગર મિત્ર ! મીઠા સાલસ માણસ હોં ! મળવા જેવા છે, ન મળ્યા હો તો ” ચાનસ” લેવા જેવો !

  Liked by 2 people

 3. pravinshastri November 5, 2016 at 1:24 AM

  પ્રેમથી મર્યાદામાં જરા જીભ ગળી કરી લેવી. આપણે બધા જ એક બોટના પ્રવાસી છીએ. પણ જેઓ ૪૦-૫૦ના છે તેમણે ખાસ કાળજી રાખવી જોઈએ.

  Like

 4. pravinshastri November 5, 2016 at 1:15 AM

  વાહ મારા દોસ્ત મહેન્દ્રભાઈ, આતો રડવાનું પણ હસતાં હસતાં. જબરૂ કે’વાય. આભાર સાહેબ. હું એકલો નથી એ જાણી હરખાવું કે દુખી થવું?

  Like

 5. mhthaker November 5, 2016 at 12:51 AM

  Pravinbhai,
  khubaj saras ujavanee..D’Month Nee…
  we all are sailing in same boat–and sharing our weakness to each other- like Gandhiji’s Satya Na Prayog…
  what i did: from 20th October- Jain sell of Mithai and Farsan as every year…
  i purchased my favorite- Badam Pak 1 kg and diwali special- Chola Fali..few packets..રોજ કટકી ઝાપટી Jato..and Hand ful chola fali…
  then as diwali approaches other mithai also masaka mare–“Mane pan AArogo” thethi
  kaju katari- magas- penda- ghughara- delhi famous Son Papdi and list is long to allure you all…and many other supplementing diwali farsan like suwali- mathia- chakali-chewado-sev- ganhiya – papadi…and all…
  yesterday A1C was little less then 9 Graha which was earlier revolving around Saptarshi…
  however fasting was 90 and PP 150 (After getting Divorce from all these Sweeties and fryee)
  Now like your story of વિધુર વ્યથા….
  Strict dieting 2 toast with tea around 8 AM
  (1 hour exercise before breakfast)
  Fruit around 10 AM
  Lunch around 12+ With Handful of Salad with germinated Mung
  Boiled vegetable +Rotala
  Some day Dal+Bhat
  Afternoon- Banana
  Tea
  and Apricot (In interval)
  7pm dinner like Lunch–compulsory salad and soup
  (PS: Oral Medicine was reduced before diwali- which is again maintained as earlier.)
  Let us meet again after 3 months..

  Liked by 1 person

 6. Anila Patel November 5, 2016 at 12:44 AM

  Maney 93 thi diabites chhe, pach varsh India insulinana injection lidha 2oo7ma U.S.A.na dr. Bandh karavya, tran time golithi chale chhe, pan tamara badhani jem kyarek galyu khavanu man to maney thai jay chhe. Shu thay? Manav manani majboorino koi ilaj kharo? Hoy to janavava vinanti.

  Liked by 1 person

 7. pravinshastri November 4, 2016 at 10:58 PM

  મેં પણ દવાઓ લીધી પછી એની અસર ઓછી થવા માંડી અને આડ અસરો વધવા માંડી. પછી બે ત્રણ જૂદા ઇન્જેકશન ચાલે છે. ઘરમાં ગુંડા ગીરી કરીને થોડું ભાવતું ખાઈ લઉં છું. વાર્તાની શરૂઆતમાં જ નવેમ્બરનો મેસેજ આપી દીધો.

  Like

 8. Vinod R. Patel November 4, 2016 at 2:49 PM

  ડાયાબીટીસવાળા માણસો સ્વભાવે જ ખુબ મીઠા હોય છે એનો એક દાખલો આ મજાના લેખના લેખક પ્રવીણ શાસ્ત્રી છે.

  મને પણ ઘણા વરસોથી ડાયાબીટીસ-૨ છે.રોજ ત્રણ ટાઈમ ગોળીઓ ઝાપટીને કાબુમાં રાખું છું .
  સવારે માવાની બરફીની કટકી ઝાપટીને આ લખું છું.!આ એક મનની નબળાઈ કહેવાય પણ થોડામાં શું થવાનું છે એમ કહી કોઈ વાર મીઠાઈનો ટેસ્ટ પણ કરી લઉં છું. દરેકની દર્દીની લગભગ આવી સ્થિતિ હોય છે.રોજ સવારે સુગર માપું છું . ખોરાક પર જ સુગરનો આધાર હોય છે.

  ડાયાબીટીસ મંથની ઉજવણીને યોગ્ય સરસ લેખોની મજા માણી .

  Liked by 1 person

 9. pravinshastri November 4, 2016 at 12:45 PM

  જ્યાં ઝાપટવાનું મળે ત્યાં અબોટિયુમ કે લુંગી પહેરી બેસી જવાનું. એટલું કે નોન્વેજ કે માછલાં મરધા ના ફાવે. બાકી નમઃ પાર્વતી પતયે હરહર મહાદેવ.

  Like

 10. સુરેશ જાની November 4, 2016 at 12:01 PM

  શીરા ખાતર શ્રાવક થવા પણ તૈયાર રહેવું – એ સાચો બ્રાહ્મણ ધર્મ છે.
  એ જ રીતે ઈદના દિવસે શિર ખુર્મા પણ આરોગવાનું મહાતમ છે !

  Liked by 1 person

 11. pravinshastri November 14, 2013 at 8:07 PM

  ગાંધી સાહેબ, હું પોતે પણ મીઠ્ઠા લોહીનો માણસ છું.

  Like

 12. mdgandhi21, U.S.A. November 14, 2013 at 8:03 PM

  તમારી છેતો વાર્તા, પણ આ તો ઘર ઘરની જાહેર અને ખાનગી કહાણી છે, ડાયાબિટિઝવાળાને પણ ગળપણ ભાવતુંજ હોય છે, અને કોઈ કોઈ વાર છાનામાના ઝાપટી પણ લેતાં હોયજ છે…સિરીયલ અને ફીલમોમાં તો હાસ્ય માટે આવા પ્રસંગો ખાસ મુકતા હોય છે…..સરસ વાર્તા…….

  Like

 13. pravinshastri November 14, 2013 at 3:29 PM

  ડાવડા સાહેબ મને યે ડાયાબિટિઝ છે. યુવાનીમાં ગળપણ મોંમાંયે ન્હોતો મુકતો. આજે ગળ્યું ખાવા મન લલચાય છે. આજે વર્લ્ડ ડ્યાબિટિઝ ડે છે એટલે જૂની વાર્તા પાછી પોસ્ટ કરી.
  આપનો પ્રતિભાવને વડિલ મિત્રનો આશીર્વાદ સમજું છું

  Like

 14. P.K.Davda November 14, 2013 at 1:29 PM

  તમારી વાર્તાઓમાં પાત્રોની આસપાસના વાતાવરણનું વર્ણન ખૂબ જ વાસ્તવિક હોય છે, પાત્રોના આપસમાં સંબંધોની વિગત, પાત્રોનો સ્વભાવ વગેરે એટલા તો વાસ્તવિક હોય છે કે જાણે બધું આપણી નજર સામે બનતું હોય એવું લાગે છે. ખરેકર ટૂંકી વાર્તાઓના હાલના ફાલમાં તમારી વાર્તાઓ આગલી હરોડની છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: