શ્વેતાને શુભાશિષ
Unsolicited review of Shri Harish Naik (Gujarat Samachar)
૧૬મી જાન્યુઆરીથી શરુ થનાર વહેતી વાર્તા “શ્વેતા” માટે બાળ સાહિત્યના જાણીતા માનીતા સર્જક અને ગુજરાત સમાચાર ઝગમગના લેખક સંપાદક પૂજ્યશ્રી હરીશ(દાદા) નાયક ના પ્રેરણા દાયક શબ્દો…
ભાઈશ્રી,
અત્યાર સુધી ક્યાં છૂપાયા હતા તમે?
આવી સુદર રહસ્ય રોમાંચ-ભરી નવલકથા લખવામાં આટલું મોડું થાય? ભલે થયું, હવે ચાલુ જ રાખશો. આશા રાખું, બીજી નવલ શરુ જ કરી દીધી હશે. હવે નોન-સ્ટોપ ચાલવા દો.
થોમસ હાર્ડી મોટી ઉમ્મરે લેખક થયો હતો. બાવન વર્ષે તેની લેખન-પ્રક્રિયા શરૂ થઈ, પછી તો આ જુઓ—–
Two on A Tower, Tess of the D’Urbervilles, The madding world. A Pair of t he blue eyes, Far from the Meddling Crowd. Woodlanders. અમે કોલૅજમાં ભણેલા અને અમારા પ્રોફેસર એસ.આર. ભટ્ટ તો થોમસ હાર્ડીના વખાણ કરતા થાકે નહિ. કહે, Story must move. If story does not move you move.
મિત્ર! આને લઘુ-નવલ ના કહેશો. સંપૂર્ણ નવલકથા છે. એ – ત્રિઅંકી નાટક, કોઈ પ્રવેશ ચૂક્યો નથી. ચિત્રપટની પટકથાની જેમ ઝાટકાથી શરૂ થઈ છે. રચના, દરેક પ્રકરણ, નવો વળાંક, પાટા બદલાય, પણ ગાડી એજ, પ્રવાસીઓ એજ, (જૂના) વાસી થાય નહિ; નવા પોતપોતાની આઈડેન્ટીટી સાથે ઉમેરાતા રહે. દરેકનું સંધાણ, કોઈ એલફેલ કે અમસ્તુ નહિ. ફ્લેશ-બેક તો એવા કે ધપ્પા અને ધપ્પા મારીને પાછી ગતીને વેગમાં લાવી દે!
તા. ૨૦ ઓક્ટોબરથી ૨૮ ઓક્ટોબર હું હોસ્પિટલ હતો. ૨૮મીએ ૮૫ પૂરા કર્યા. માથું ઊંચું રાખી, દીવો ચોપડી પર ખેંચી વાંચવા માંડ્યું. એક મિનિટના એક લેખે પાના વંચાતા ગયા. દરેક પ્રકરણે થાક ખાવા શ્વા લેવા રોકાતો અને ફરી શરૂ. ૨૨૦ મિનિટમાં ચોપડી પૂરી. એક્કી બેઠકે કહે છે તે યથાર્થ.
નવીનતા ભરપૂર છે, સાથે દરેક પ્રકરણે વાર્તા ફંટાઈ શકે; નાયિકા જો વિચારવંત ન હોય તો ફેંકાઈ જાય. અમેરિકામાં એવી ફેંકાયલી-નગવાયલી પાત્રિકાઓ ઘણી.
પહેલા મુખ્ય-પાત્રના મૃત્યુ-આપઘાત-થી તો રહસ્યકથા જ શરૂ થઈ શકે. અગાથા ક્રિસ્ટી તો ત્યાંથી જ શરૂ કરે. તમે ય કરી શકત. પણ તમારે તો અમારી ગુર્જરી ભારતીય સામાજિક કથા લખવી હતી. રહસ્યનો લોભ જતો કરી મૃત્યુનું રહસ્ય ટૂંકાણમાં જ પતાવી દીધું કે વાર્તા ચાલી આગળ.
શ્વેતાને જો આદિત્ય ન મેળવી આપ્યો હોત તો દુઃખ થતે. કેટલી સહનશીલ, સાહસિક, વિચારશીલ. ઘોડેસવારી વખતે મજા આવી ગઈ પણ તમે તેની વ્યાયાત્મક કારકીર્દીનો પાયો ચણી એ ઘટનાને વાસ્તવિક બનાવી દીધી. નહિ તો ફેન્ટસી બની જાત.
વયસ્ક પાત્રોને પણ આપે ચેતનવંતા બનાવ્યા છે. ના, તેમની જુવાની કંઈ ઓછી તિકડમ વાળી ન હતી!
શુધ્ધ ભારતીય લગ્ન સંસ્કારો સાથે આધુનિક રીત રસમોને જોડીને સમોસાને ચિકન યા ચિકનને સમોસાનો અણસાર આપી શેડો-પ્લેની કરામત ગમી.
૬૦ વર્ષથી સંપાદક-લેખક રહ્યો છું. ધણું લખી શકું. પણ મોટ્ટા અક્ષરે લખાયેલા ‘ધન્યવાદ‘ માં બધું સમાવી લેશો.
આટલી સ્ફૂર્તિદાયક કથા મન્થલી મેગેઝિનમાં ન લખાય. હવેથી આખી હસ્તપ્રત એક્કી વખતેજ લખી નાંખશો. પછી ભલે તે હપ્તાવાર છપાયા કરે.
શાસ્ત્રીને શીશ,
વીણાની ઝણકે વીણ,
પ્ર હેલ સામે છે ટહેલ,
લખતા રહો, લખતા રહો, લખતા રહો.
હરીશ નાયક.
Harish Naik
C/O Meeta Joshi28 W.3rd Steet. Apt 1209
South Orange. NJ 07079
973-763-3687
Nov. 1st, 2011
હરીશ દાદાનો એક માણવા જેવો વિડીયો.
http://www.youtube.com/watch?v=JvlKpP2N-4k
Like this:
Like Loading...
Related
મિત્ર! આને લઘુ-નવલ ના કહેશો. સંપૂર્ણ નવલકથા છે. એ – ત્રિઅંકી નાટક, કોઈ પ્રવેશ ચૂક્યો નથી. ચિત્રપટની પટકથાની જેમ ઝાટકાથી શરૂ થઈ છે. રચના, દરેક પ્રકરણ, નવો વળાંક, પાટા બદલાય, પણ ગાડી એજ, પ્રવાસીઓ એજ, (જૂના) વાસી થાય નહિ; નવા પોતપોતાની આઈડેન્ટીટી સાથે ઉમેરાતા રહે. દરેકનું સંધાણ, કોઈ એલફેલ કે અમસ્તુ નહિ. ફ્લેશ-બેક તો એવા કે ધપ્પા અને ધપ્પા મારીને પાછી ગતીને વેગમાં લાવી દે!
Selected some words of RESPECTED HARISH NAIK (Dada).
Such words mean a lot when theycome from the HEART of a HONEST Person….a RESPECTED WRITER.
Pravinbhai….This is the BLESSING from God to you !
Thanks for the VIDEO LINK….I viewed that & came to know a GREAT PERSON whom I had NOT known before. It will be my pleasure talking to him.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pravinbhai..if you meet Harishkaka..pass my regards & Namaste….If possible let him read the JivanKatha Book & others books you got from me.I will be blessed with him reading them !
LikeLike
વાહ…વાહ… એક એક લીટી, એક એક શબ્દ સત્ય છે હરીશભાઇનો. હરીશભાઇ મારા પણ મિત્ર છે. ઘણી જુની યાદો છે તેમની સાથે. ગુજરાત સમાચાર..ચાની લારી પર થયેલી વાતો…૧૯૯૧-૯૨ દરમ્યાન, વિદેશી આવૃત્તિ વખતનો પત્રવ્યવહાર…સુખદ અને દુઃખદ પ્રસંગોનાં સંભારણા….ને ઘણુંબધું…
આવતીકાલે અમદાવાદ જઉં છું. ૧૦ માર્ચ પછી ફરી ઇ-મેઇલ મારફતે મળીશું. ત્યાં સુધી સંપર્ક કટ.
Navin Banker .
713-955-6226
http://navinbanker.gujaratisahityasarita.org/
LikeLike
વલીભાઈ, સાદર વંદન. એક વાર્તા અનાયાસે વાર્તાના કદ કરતાં લાંબી થઈ ગઈ અને એ વહેતી વાર્તા લઘુ નવલ બની ગઈ. આપ દર સપ્તાહે વાંચતા રહી આખરી પ્રતિભાવ આપશો તો ભવિષ્યના મારા લખાણ માટે માર્ગદર્શક બનશે.
પ્રવીણના વંદન.
LikeLike
પ્રવીણભાઇ,
૧૬મી જાન્યુઆરીથી શરૂ થનાર ‘શ્વેતા’ નવલકથા માટે આગોતરા અભિનંદન. નવીનભાઈ બેન્કર ૧૭મી જાન્યુઆરીએ ભારત આવે છે. તેઓશ્રી મને મળવાના છે. તેમની પાસેથી ‘શ્વેતા’ વિષે વધુ જાણીશ. હપ્તેહપ્તે આવશે એટલે ‘શ્વેતા’ને માણીશ પણ ખરો. મેં પોતે પણ નવલકથા ઉપર હાથ અજમાવ્યો નથી, પણ તમારી ‘શ્વેતા’ની વાત જાણીને મને પણ ચાનક ચઢી છે અને મારા જૂના પટારામાંથી એક લઘુનવલ શોધી કાઢી છે અને તેને હું ટૂંક સમયમાં મારા બ્લોગ ઉપર રજૂ કરવા જઈ રહ્યો છું. પ્રેરણા બદલ આભાર.
LikeLike