Normal
0
false
false
false
EN-US
X-NONE
HI
MicrosoftInternetExplorer4
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin:0in;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:10.0pt;
font-family:”Times New Roman”,”serif”;
mso-fareast-font-family:”Times New Roman”;}

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૩
“બેટી શ્વેતા! તું અહીં ક્યાંથી? તું સ્વીટ્ઝરલેન્ડ નથી ગઈ?.”
“પપ્પા, હું ગઈ’તી. ત્યાંથી હમણાં જ પાછી ફરી છું.”
કેમ શું થયું? અક્ષય ક્યાં છે? મજામાંતો છેને?
“પપ્પા, આઈ વોન્ટ ડિવૉર્સ. મારા જીવન સાથે ક્રુર રમત રમાઈ છે. મારી આંખે વૈભવના પાટા બાંધીને મને નરકમાં ધકેલી દીધી છે. પ્લીઝ મને મુક્ત કરો. હું સ્વીટ્ઝરલેન્ડથી ચાલી નથી આવી પણ છાનીમાની નાસી આવી છું. માત્ર તમને જણાવવા જ આવી છું. હું મોટાભાઈને ત્યાં ચાલી જઈશ. ભલે એમને નોકરી ગુમાવવી પડે. અહીં ન રહેવાય તો અમે ગામ ચાલ્યા જઈશુ.”
“પ્લીઝ મારા પર દયા કરો. મને આ લગ્નમાંથી છૂટી કરો.”
“અરે બેટી! આ તું શું બોલે છે? આવ બેટી. અહી મારી બાજુમા બેસ. આ પાણી પી અને સરખી વાત કર.” સુવર્ણાબેને માથા પર હાથ ફેરવતા કહ્યું.
ગણપત કાકા કૉફી અને ગોટા ટેબલ પર મુકી, બીજા નોકરોની જીજ્ઞાસા રોકવા ડાઈનિંગ રૂમના બારણા બંધ કરી ચાલ્યા ગયા.
બેટી, કૉફી પી અને માંડીને વાત કર. સુંદરલાલે વ્હાલથી કહ્યું.
શ્વેતાએ બે ઘુંટડા કૉફી પીધી.
એણે વાત શરૂ કરી. સુહાગ રાતથી માંડીને અત્યાર સુધીની શબ્દે શબ્દ વાત સંભળાવી.
“પપ્પા મમ્મી તમેજ કહો, તમે મને બેટી, બેટી કરો છો પણ તમારા જ પેટની દીકરી હોય તો તમે એને આવા ચારિત્ર્યહીન જમાઈ સાથે કેટલા દિવસ રાખશો?”
શ્વેતા કરગરતી હતી.
“હું તમારા સૌના જીવનમાંથી આશીર્વાદ સાથે વિદાય ઈચ્છું છું. પ્લીઝ મને આ લગ્ન બંઘનમાંથી મુક્ત કરો
સુંદરલાલ જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ તેનો ચહેરો લાલ થતો ગયો. આંખમાં અગ્નિ જ્વાળા
ભડકાતી હતી. સદાય સૌમ્ય સ્વરૂપના સુંદરલાલનો ક્રોધ જોઈને કે શ્વેતાની આપવીતી સાંભળીને સુવર્ણાબેન થરથર ધ્રૂજતા હતા. શેઠજીએ ડાઈનિંગ ટેબલ પર પડેલો ઠંડા પાણીનો જગ પોતાના માથાપર ઊધો વાળ્યો.
“હા બેટી, હવે તું ખરેખર વિધવા છે. મેં અક્ષયના નામનું નાહી નાખ્યું છે. હવેથી તું આ ઘરની વહુ નહી પણ અમારી દીકરી છે. પણ આજેતો તને જવા નહીં દઉ. તને મનપસંદ યોગ્ય છોકરા સાથે ધામધુમથી પરણાવીને જ તને આ ઘરમાથી વદા કરીશ.”
“બેટી મને માફ કર. વર્ષોથી તમારા ભાઈ બહેનના સંસ્કાર, તારું ઘડતર અને તારી તેજસ્વિતા અમારા મનમા વસી ગઈ હતી. મને અમારા કુપુત્રના લક્ષણોની ખબર તો હતી જ પણ એ બધી જ મર્યાદાઓ ઓળંગી ચુક્યો છે એ ખ્યાલ ન્હોતો. મને આશા હતી કે તારા જેવી પ્રતિભાશાળી છોકરી, એ વંઠેલને ઠેકાણે લાવી અમારા સૌનું જીવન સુધારશે. દીકરી તારે અહીં જ રહેવાનું છે..”
શ્વેતાએ ઉભા થઈ ટેબલ નેપકિનથી સુંદરલાલનું ભીનું માથું લૂછી નાખ્યુ.
“પપ્પા, હું અહી જ રહીશ. જો તમારા આશીર્વાદ અને ઈશ્વરકૃપા હશે તો હું મારા સત્યવાનને કેથી રૂપી યમ પાસેથી છોડાવીશ. ભૂંસાયલું સિંદુર અક્ષય પાસેજ પુરાવીશ. જો આજે તમો ઓફિસે જવાનું માંડી વાળો તો આપણે લંચ પછી વાતો કરી કંઈક રસ્તો કાઢીયે.”
“દીકરી સુખદ દીર્ઘાયુષ્ય ભોગવ”. સુવર્ણાબેનના મોં માથી આપોઆપ આશિષ વરસી પડ્યા . બ્રેકફાસ્ટ પછી શ્વેતા શાવર લઈ ફ્રેશ થઈ ગઈ. સુંદરલાલે ફોનના થૉડા નંબર દબાવ્યા. થોડી વાતો થઈ.
સફેદ હાકોબાના કુર્તા પાયજામા પહેરી શ્વેતાએ ફરી પપ્પા મમ્મીના ચરણ સ્પર્શ કર્યા. ઠાકોરજી આગળ દીવો કર્યો. નવજીવન માટે, બુદ્ધિ શક્તિ માટે યાચના કરી. ઠાકોરજી પાસેની એક ખાલી ડબ્બીમાં મંગળસૂત્ર મુકી દીધું. દેવસ્થાનમાંથી એક કાળો મણકો શોધી, લાલદોરામા પરોવી, કોઈને ન દેખાય એ રીતે પહેરી દીધો. જમણા હાથની એક સફેદ બંગડી પર માતાજીના કંકુનો ચાંલ્લો કર્યો. વિધવાના આવરણ નીચે સૌભાગ્ય પ્રતિક સાચવીને સંતાડ્યા. એને ખબર ન હતી કે પપ્પા મમ્મી પણ પાછળથી ભીની આંખે એ જોતા હતા.
લંચ પછી બંધ બારણે વાતનો દોર ચાલુ થયો.
“પપ્પા, આ કેથી કોણ છે?”
“કેથી મિરાન્ડા મૂળ ગોવાની છે. બાર ડાન્સર હતી. અક્ષય એને ઊંચકી લાવ્યો. એને પર્સનલ સૅક્રેટરી બનાવી દીધી. મન્થલી દસ હજાર લે છે પણ એનો ડોળો કરોડો પર છે. મન ફાવે ત્યારે આવે છે અને ચાલી જાય છે. એણે અક્ષયને વશમા કરી લીધો છે. અમારું જીવન બરબાદ કરી રહી છે.” સુંદરલાલે નિઃસાસો નાંખ્યો.
“આપણી ઓફિસમા કેટલા માણસો કામ કરે છે?”
“બન્ને ફ્લોર મળીને લગભગ સવા બસો કામ કરે છે.“
“મને નોકરીએ રાખી શકો?”
“અરે આ શું પૂછે છે? એ તો તારીજ કંપની કહેવાય.”
“ના એમ નહીં. મને ઓફિસીયલી હાલ પુરતી હ્યુમન રિસોર્સિસ ડાયરેક્ટર બનાવી શકો?”
“ઈટ્સ ડન.”
“શિવરાજ ફાઈનાન્સીંગ સાથે આપણા કેવા સંબધ છે?”
“શિવુ તો મારો કોલેજનો દોસ્ત. અમે બન્ને સાથે મુંબઈ આવેલા. સાથે શેર બ્રોકરને ત્યાં નોકરી કરેલી. પોતપોતાનો ધંધો પણ સાથેજ શરૂ કરેલો. પણ એનું શું કામ પડ્યુ?”
“મોટાભાઈને શિવરાજમા નોકરી અપાવી શકો?”
“પણ કેમ? એ અમારી સાથે સુખી નથી? પગાર ઓછો પડે છે? કોઈની કનડગત છે?”
“ના પપ્પા. મોટાભાઈ મારા વડિલ છે. હું એમના કરતાં ઊંચા સ્થાને હોઉ તો મને કામ કરતા સંકોચ થાય. મર્યાદા ન જળવાય. વળી સારા કામનો રિવૉર્ડ આપીએ તો સ્ટાફમાં કચવાટ ઉભો થાય.”
“તારી વાત વ્યાજબી છે. છતાંયે યોગેશ જેવા માણસ ને ગુમાવવાનું ખટકે છે. ચાલ અત્યારેજ શિવુ સાથે નક્કી કરી લઉં.”
સુંદરલાલે શિવાનંદ સાથે ફોન જોડ્યો.
“શિવુ,એક ખાસ કામ પડ્યું છે. શ્વેતા અમારી ઓફિસમાં કામ કરવાની છે. પણ એને એના મોટાભાઈનો ક્ષોભ નડે છે. કહેછે કે શિવુ અંકલ મોટાભાઈને નોકરી આપે તો જ એ ઓફિસમાં આવી શકે. જગ્યા કરી શકશે? “
“અરે, બનિયે! આજ તુને બહોત ધરમકા કામ કીયા હૈ. થેન્ક્યુ. મારે ઈક્વીટી ફંડ માટે એના જેવાજ માણસની જરૂર છે. તું કેટલો પગાર આપે છે?”
“મહિને પંચાવન હજાર આપું છું.”
“સાલો મક્ખીચૂસ. તને મારા સ્કેલસ તો ખબર છે. એને કહેજે હું એને પંચોતેર આપીશ. વત્તા દર ત્રણ મહિને ઓછામાં ઓછું દસ ટકા બોનસ. યોગેશને પગાર ઓછો પડે તો વધારી આપીશ. મારે એને ગુમાવવો નથી.”
શ્રેયા બે ધંધાધારી મિત્રોની આત્મીયતા અને મોટાભાઈની ફાયનાન્સિયલ દુનિયામાની મહત્તા સ્પિકર ફોન પર સાંભળતી રહી.
સુંદરલાલે ફોનનું સ્પિકર ચાલુ રાખી યોગેશભાઈનો નંબર જોડ્યો.
“કેમ છો વેવાઈ? ઘરે અને ઓફિસમાં બઘુ બરાબર છેને?”
“શેઠ સાહેબ હું તો તમારો સેવક. તમારો યોગેશ. વેવાઈ નહિ. માત્ર તમારો યોગેશ.
“ના ભાઈ ના. સેવક પણ નહીં અને યોગેશ પણ નહીં; હવે આપણે સરખે સરખા. હવેથી ભૂલમાંયે માત્ર યોગેશ કહેવાઈ જાય તો માફ કરજો. તમને યોગેશભાઈનું સંબોધન કરીશ્ હાં તો યોગેશભાઈ હું એમ કહેતો હતો કે હમણાં શિવુનો ફોન હતો. એને ઇક્વિટી ફંડમાટે તમારી જરૂર છે. બિચારો ખૂબ કાલાવાલા કરતો હતો. મારાથી હા ભણાઈ ગઈ છે. હવે મારા વચનનો સવાલ છે. તમે જશોને?”
“શેઠ સાહેબ તમારી ઈચ્છા એ મારે માટે શિરોમાન્ય આજ્ઞા. હું ત્યાં જઈશ.”
“વેરી ગુડ. થેન્ક્યુ. વન મોર ગુડ ન્યુઝ. આવતા વિકથી આપણી શ્વેતા સુવર્ણામાં મેનેજિંગ ડાયરેકટર તરીકે કામ શરૂ કરશે. હમણાજ મેં એની સાથે લ્યુસર્ન ફોન પર વાત કરી છે. તમને જય શ્રીકૃષ્ણ અને પ્રણામ કહ્યા છે. હું જરા ઉતાવળમાં છું. સાંજે શિવાનંદને મળી આવજો. ગુડ લક.”
ફરી વાર શિવાનંદનો નંબર જોડયો.
“શિવુ. યોગેશ સાથે નક્કી થઈ ગયું છે. આજે સાંજે એ તને મળવા આવશે. તેં રિક્વેસ્ટ કરી છે એમ કહ્યું છે. બફાટ ન કરતો. યાર અપની ઇજ્જતકા સવાલ હૈ.”
“લબાડ, ઘંટ, જૂટ્ઠો.”
“બસ બસ મારા વખાણ કરવાના બંધ કર. સુવર્ણા બધું સાંભળે છે.”
“ઓહ આઈ એમ સોરી.”
ફોન કટ થયો. બીજો નંબર જોડાયો.
સુવર્ણાબેન અને શ્વેતા સુંદરલાલની શીઘ્રનિર્ણય શક્તિને નિહાળતાં રહ્યાં.
“કેન આઈ ટોક ટુ મિસ્ટર રાયમોહન પ્લીઝ?”
“હી ઇઝ વિથ હિસ ક્લાયન્ટ. હુ ઇઝ સ્પિકિંગ પ્લીઝ્?”
“ધીસ ઇઝ સુંદરલાલ શેઠ.”
“સોરી સર. આઈ’લ કનેક્ટ રાઇટ વે સર.”
“થેન્કસ.”
“તમારે અરજન્ટ ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે. મારા હાથ નીચે એક એક્ષીક્યુટિવ પોસ્ટ ક્રીએટ કરવાની છે. મેનેજીન્ગ ડયરેકટર કે સીઈઓ જે યોગ્ય લાગે તે.”
“કોને એપોઇન્ટ કરવાના છો?”
“વહુ ગણો કે દીકરી ગણો. અમારી શ્વેતાને. સી ઈઝ વેલ ક્વોલિફાઈડ. સી હેઝ એમ.બી.એ ઇન ઈકોનોમિક્સ. અર્ન્ડ મેની એવોર્ડસ.”
“ઘરની જ છોકરી છે. પગાર કેટલો રાખવાનો છે?”
“મન્થલી દોઢ લાખ પ્લસ બોનસ અને એ ગ્રેડ સ્પેન્ડીંગ એકાઉન્ટ.”
“કાલે સવારે તમારા હાથમા આવી જશે. બીજી કંઈ સેવા?”
“મારું નવું વિલ બનાવવાનું છે. મારી હયાતી બાદ મારી સ્વોપાર્જીત તમામ સ્થાવર જંગમ સંપત્તિ એક માત્ર વારસદાર મારી પુત્રવધૂ શ્વેતાને મળે. શ્વેતા મારા પુત્ર અક્ષય કરતા સુવર્ણાની વધારે કાળજી રાખશે એની મને ગળાસુધીની ખાત્રી છે.”
“આર યુ સ્યોર એબાઉટ ધીસ સર?”
“એબ્સોલ્યુટલી”
“રાય અંકલ, પપ્પા, હું એક સુચન કરી શકું?” શ્વેતાએ અચકાતા અચકાતા પૂછ્યું
“કેમ નહી! ગો એહેડ.” એડવૉકેટ રાયમોહને સંમતિ આપી.
“મારા જેવી બીનઅનુભવી માટે દોઢલાખનો પગાર ઘણોજ વધારે કહેવાય. એના ચોથાભાગનો પણ વધારે કહેવાય. હું આટલા બધા પગારને લાયક નથી. સ્ટાફમા મારા કરતા વધુ લાયક વ્યક્તિને અન્યાય થાય.”
“આઈ એમ ધ બૉસ. લાયકાત અને પગાર મારે નક્કી કરવાનો છે.” સુંદરલાલ ગર્જ્યા.
“શ્વેતા, હી ઈઝ રાઈટ. બીઝનેસમા ઘરના પૈસા આ પગારના રૂપે ઘરમા રહે. દરેક પ્રાઈવેટ બીઝનેસમા આ રીતેજ ચાલે છે. બીજું, સંપત્તિ એ સત્તાનું પ્રતિક છે. પગાર પ્રમાણે હોદ્દાનુ માન જળવાય છે. બીજું કાંઈ?”
“વિલની વાત હાલ પૂરતી મુલતવી રાખી ન શકાય?
“કેમ?”
“અત્યારનો નિર્ણય મને વ્યાજબી લાગતો નથી. હા, એકાદ ટ્રસ્ટ બનાવી તેના ટ્રસ્ટીઓને સમય સંજોગો પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ. ટ્રસ્ટી તરિકે શિવુકાકા, આપણા ચાર્ટર એકાઉન્ટર, રાય અંકલ અને વીટો પાવર સાથે મમ્મીની નિમણુક કરવી જોઈએ. આજની પરિસ્થિતિ વર્ષો પછી બદલાય એ સ્વાભાવિક છે. આજની લાગણીશીલતા અને ભવિષ્યની વ્યાહવારિકતા જુદી જ હોવાની.”
“વેલ સેઇડ શ્વેતા. યુ આર રાઈટ. શેઠ સાહેબ, આ છોકરી તમારો ધંધો અને કુળ દિપાવશે.”
“થેન્ક્યુ ફોર યોર ગુડ વીસીસ, મીસ્ટર રાયમોહન. અમારી શ્વેતા દસ વર્ષની હતી ત્યારથી જ મારી નજર એના પર છે. એનામાં ત્રણે દેવીઓના આશિષ ઉતર્યા છે. શક્તિ, લક્ષ્મી અને સરસ્વતી. કોલેજમાં હતી ત્યારે એન.સી.સી. મા કેપટન હતી. સાથે સાથે હૉમગાર્ડમાં પણ સેવા આપતી હતી. જાત જાતની સ્પોર્સ્ટમા કેટલાયે ચંદ્રકો મેળવ્યા છે. ભણવામાં પણ ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ. ઈન્ટર નેશનલ ઈકોનોમિક્સના એના પેપર્સને યુનિવરસીટી તરફથી ફાળવેલો એવૉર્ડ મારા હાથેજ અપાયો હતો. તમારી વાત તદ્દન સાચી છે. મને ખાત્રી છે કે એ ગૃહલક્ષ્મી મારું કૂળ ઉજાળશે.”
“શેઠ સાહેબ તમારા સદભાગ્ય, અને તમારી મનુષ્ય પરીક્ષા શક્તિ ધન્યવાદને પાત્ર છે.”
રાયમોહને નમ્રતા પૂર્વક રજા માંગી; ઈફ યુ એલાઉ મી આઈ ગોટ ટુ ગો નાઉ. આજે સાંજે જ તમને તમારા ઘરના ફેક્ષ પર એપોઇન્ટમેન્ટ ડોક્યુમેન્ટ્સ મળી જશે. નમસ્તે સાહેબ.
ફોન કટ થયો.
સુંદરલાલ નિઃસાસા સાથે બબડ્યા ” ઓળખ્યા છતાં માણસને માણસ તરીકે ઘડી ન શક્યો. શું એ લોહીના સંસ્કાર કે સંપર્કના સંસ્કાર?”
Like this:
Like Loading...
Related
વાર્તા સરસ વહે છે….
મુળ તો બાપે દીકરાનો પક્ષ નથી લીધો અને જે પણ નિર્ણયો લીધા તે ત્વરીત લીધા, એ પ્લસ પોઈન્ટ કહેવાય….
LikeLike
માનનીય શ્રી ગાંડાભાઈ,
સાદર વંદન. વાંચતા રહેજો.
પ્રવીણ શાસ્ત્રી.
LikeLike
Thanks Pravinaben.
LikeLike
Story has good grip.
LikeLike
ખુબ સરસ.
LikeLike