રિવર્સલ ૯ વાર્તા # ૭૨

રિવર્સલ ૯

માયાની ઈવનિંગ બર્થડે પાર્ટી

આ તો આપે ગયા મહિને વાંચ્યું જ હતું. (ન વાંચ્યું હોય તો રિવર્સલ ૮ વાંચી જાવ.) જરા યાદ કરાવું….

પટેલ બાપાએ વ્હાલથી માયાની બર્થડે પાર્ટી બેકયાર્ડમાં ગોઠવી. મંગળા માસીને ટોની અને એની અઢાર વર્ષની ગર્લ ફ્રેન્ડ ઍરપૉર્ટ પરથી લઈ આવ્યા. અડધો કલાકમાં કથા પૂરી થયા બાદ બધાએ પાડોસણ રોઝીના સ્વિમિંગપૂલમાં ઝંપલાવ્યું…..

…..માયા, મમ્મી અને મંગળા માસી સાથે વાતો કરતી હતી ત્યાં ટોની છોકરા છોકરીના ઝૂંડ  સાથે આવી પહોંચ્યો. એક છોકરીના હાથમાં વનપીસ સ્વિમિંગ સ્યૂટ હતો. એણે માયાને આપ્યો.આન્ટી ધીસ વીલ ફીટ યુ. ચેન્જ ધીસ.સોરી, વી કેન નોટ ફાઈન્ડ સ્વિમિંગકોસ્ચુમ  ફોર બીગ એમપી આન્ટી. સી ડોન્ટ નીડ વન. લેટ્સ ગો. છોકરા છોકરીઓ મંગળા આન્ટીને પહેરેલે કપડે જ પૂલમાં ઘસડી ગયા. મંગળા માસી બૂમો પાડતા રહ્યા.  હું ડૂબી જઈશ…મને બચાવો બચાવો. બધા હસતા હતા. પટેલ બાપાએ કહ્યું.  અરે, એમ્પી. હું છું ને? મેં  તમને આજ સૂધી ડુબવા દીધા છે?

મંગળા માસીને માટે આ આપત્તિકાળ હતો. પુરુષોને સ્પર્ષ પણ ન કરવાના સાંપ્રદાયિક આદેશનો  ભંગ કરી એઓ પટેલબાપાને વળગી રહ્યા. ભીના વસ્ત્રોમાંનો ઉભરાતો દેહ પટેલ બાપાની ઉઘાડી છાતી પર ઘસાતો હતો. બાપાએ મંગળામાસીને હળવેથી દૂર કરતાં કહ્યું ” તરતા ન આવડે તો પણ અહીં ગભરાવા જેવું નથી. અહિ પાણી માત્ર ચાર ફૂટ ઊંડું જ છે. આપણાંથી આમ જાહેરમાં વળગીને ઉભા ન રહેવાય. બસ નિરાંતે પાણીમાં ઉભા રહીને આનંદ કરો.

માયાની મમ્મીએ કહ્યું ‘માયા જલ્દી કપડા બદલી પૂલમાં જા. જો વિનોદ પેલી મોના અને લીસાની વચ્ચે પૂલમાં ઉભો છે. મોડું થાય તે પહેલા પાણીમાં કૂદ.’

‘પણ મમ્મી મને તરતા નથી આવડતું, મને બીક લાગે છે.’

‘અરે, દીકરી….પૂલમાં આટલા બધા છે તે તને ડૂબવા દેશે?   જા પૂલમાં પડ નહીંતો ચૂલામાં પડવાનો વખત આવશે. જોતી નથી અડધી નાગી છોકરીઓની વચ્ચે વિનોદ ઊભો છે. પહોંચ, જલ્દી પહોંચ’.

‘ના મમ્મી, બાપા પૂલમાં છે….મને શરમ લાગે છે. મારે તો લાજ મર્યાદા સાચવવી પડેને?’

‘તું મર્યાદાની વાત છોડ. બાપા મંગળામાસી અને રોઝીની વચ્ચે ઉભા છે ને તારો નાવલીયો બે પટાકડીઓ સાથે ના’વા પડ્યો છે. તારો દીકરો ચાર ગોપીઓ વચ્ચેનો કન્હૈયો  પાણીમા રાસ રમે છે અને તું સાસુની લાલ સાડી પહેરી કિનારે ઉભી છે? દોડ.  મરદને સાચવતા ન આવડે તો પૂલને બદલે કૂવામાં પડવાનો વારો આવે.  દોડ.   કપડા બદલ અને કૂદ પાણીમાં.’

…અને ખરેખર માયા સ્વિમસ્યુટ પહેરીને શરમાતી શરમાતી,  પૂલની ધાર પર આવીને ઉભી રહી. બધાનું ધ્યાન એના પર કેન્દ્રીત થયું. બધાએ એને તાળીઓથી વધાવી લીધી. બિચારી માયા ક્ષોભ અને બીકથી ગભરાતી હતી. બધાએ તાળી સાથે ‘જમ્પ માયા જમ્પ’, ‘જમ્પ માયા જ્મ્પ’ શરુ કર્યું.

વિનોદ બે હાથ પહોળા કરી ઉભો રહ્યો. એકાએક માયાને કોઈકે ધક્કો માર્યો અને માયાનો સુંદર દેહ વિનોદના હાથમાં સમાઈ ગયો. વિનોદે બધાના દેખતા માયાના હોઠપર કસકસ્તું ચુંબન ચપકાવી દીધું. માયાના જીવનનો આ પહેલો જાહેર રોમાન્સ હતો. બાપા સહિત બધા તાળીઓ પાડી ગાતા હતા “હેપી બર્થ ડે ટુ યુ” મંગળામાસી મોઢું વકાસી બાપાને અને માયાને જોતા હતા. બાપા શરમ વગર મંગળામાસીના બન્ને ખભા પર હાથ મૂકી કાનમાં કહેતા હતા ‘મંગળી આ અમેરિકા છે.’

જીવનમાં પહેલીવાર જ જૂનવાણી વિચારની માયા વિનોદના હાથોમાં સુરક્ષીત હોવાનો ભાવ અનુભવતી હતી. આધુનિક બાપા પર પ્રેમ ઉભરાતો હતો. હંમેશા સાડી અને પંઝાબી લધરવધર વાવટા ફરકાવતી માયા રોઝીના પુલમાં જૂદાજ ભાવો સાથે ખરેખર વિનોદના હાથોમાં વહેતી હતી.

બેકયાર્ડના એક ખૂણામાં બાર્બેક્યુનો ધૂમાડો. થોડા અંતરે શેકાતી મક્કાઈ ભૂટ્ઠા પાપડીના લોટનો ઘારો, પોપકોર્ન, સોડા, સરબત, બરફના ગોળા અને આઈસક્રિમની જ્યાફત ઉડતી હતી. માયાના પપ્પા કોઈ ન જૂએ તેમ ખૂણામાં સંતાઈને બાર્બેક્યુ ઉડાવતા હતા. ડીજેએ બોલિવૂડને અને ભાંગરાને બાજુ પર મૂકીને કેરૅબિયન અને મેક્સિકન બીટ્સ ચાલુ કર્યા હતા. દેશી આમત્રિતો એક પણ શબ્દ સમજતા નહતા પણ તેમના શરીરો તાલમાં ડોલતા હતા. બસ એ ધમાકેદાર માહોલ હતો. મંગળામાસી બિચારા એક ખૂણાંમાં ધાર પકડીને ઊભા ઊભા રાહ જોતા હતા કે હવે ક્યારે પુરું થાય અને બધા પૂલમાંથી બહાર નીકળે.

એની પ્રાર્થના ફળી હોય એમ ડીજે એ એનાઉન્સ કર્યું કે હવે બે કલાકની વિશ્રાંતી. ઈવનીંગ પાર્ટી વીલ સ્ટાર્ટ એટ સિક્સ ઓ’ ક્લોક.

બધાનું ઈવનિંગ પાર્ટી માટેનું વસ્ત્ર પરિધાન શરું થયું. માયાને તૈયાર કરવા માટે બે છોકરીઓ બ્યુટિ પાર્લરમાંથી આવી હતી. આવો શણગાર તો એના લગ્નમાં પણ થયો ન્હોતો. બધાને ફોર્મલ ડ્રેસમાં આવવા આમંત્રણ અપાયું હતું. મુંઝવણ બિચારા મંગળામાસીને થતી હતી. એની પતરાની પેટી ખોલવાનો પણ સમય મળ્યો ન હતો. અરે ટેણકાએ લાવીને કપડાની પેટી ક્યાં મૂકી હતી તે પણ ખબર ન હતી. શું પહેરવું? માયાએ એનું સાડીઓથી ભરેલું ક્લોઝેટ ખુલ્લું કરી દીધું પણ તકલીફ હતી બ્લાઉઝની. સ્થુળ કાયા પર કશું ફીટ થાય એમ નહતું. મંગળામાસીને શું ખબર કે અમેરિકા પહોંચશે તે જ દિવસે મોટી પાર્ટી છે. એને તો એટલી જ ખબર કે માયાની બર્થ ડે નિમિત્તે કથા છે.

પ્લેનમાં બેઠા બેઠા મનમાં વીપીને ઠેકાણે લાવવા કેટલું વિચાર્યું હતું. પણ આ વીપીનુ અમેરિકા તો ધાર્યા કરતાં જૂદું જ નિકળ્યું. એણે તો સાંભળ્યું હતું કે અમેરિકામાં તો જ્યાં જાવ ત્યાં ગુજરાત દેખાય અને બાપાના ભવ્ય મંદીરો દેખાય. અહીં તો ગુજરાતીના ઘરમાં પણ અમેરિકા પેધુ પડેલું છે. હે ભગવાન હું વિઠ્ઠલીયાને સુધારું કે નહીં પણ મારે એની સાથે બગડવું નથી. અત્યાર સૂધી બાપાની શીક્ષાપત્રી જાળવી છે અને આ ઉમ્મરે વટલાવું નથી.

‘પણ પહેરવું શું? એને મદદ કરનારી મહિલાઓ જાત જાતની સલાહ આપતી હતી. માસી એકલી બ્રા ચાલશે હવે તો ફેશન છે. કોઈકે કહ્યું બાપાનું ટીશર્ટ પહેરી લો અને ઉપર શાલ વિંટાળી દો.’

ઈન્ડિયામાં વાઘ જેવા મંગળામાસી અમેરિકાના અજાણ્યા વાતાવરણમાં પહેલે દિવસે બકરી થઈ ગયા. આવતાની સાથે જ વીપીએ એને બાઝીને ગોળ ગોળ ફેરવી, પાણીમાં ભીની કરી. એના સહારા માટે એને વળગવું પડ્યું.  બધાની સામે માનથી વાત કરી અને નાનપણમાં ચીઢવતો તેમ ખાનગીમાં મંગળી પણ કહી દીધું… પણ અત્યારેતો બ્લાઉઝ વગર….ઓ મારા ભગવાન મારી લાજ રાખજે….આ વિઠ્ઠલીયો ડોસો થયો તો પણ સુધર્યો નહીં.   હજુ પણ નટખટ અને નફ્ફટ છે.

અને ભગવાને એની લાજ રાખી. મગળામાસીની મુઝવણ મહિલાઓ દ્વારા ધીમે ધીમે રોઝી પાસે પહોંચી. રોઝીએ એની મૃત માતાનો પાર્ટી ડ્રેસ સાચવી રાખ્યો હતો. મંગળા માસીને ફીટ થાય એમ હતો. રોઝી ડ્રેસ સાથે આવી પહોંચી. માય ફ્રેન્ડ ટ્રાય ધીસ. ઈટ વીલ ફીટ યુ. મંગળામાસીએ

થોડી આનાકાની સાથે સમય વર્તી ડ્રેસ પહેરી જોયો. બરાબર ફીટ થઈ ગયો. જીંદગીમાં પહેલી વાર આવો ઝગારા મારતો ડ્રેસ પહેર્યો હતો. મગળા માસી સુંદર લાગતા હતા. એણે પૂરી સાઈઝના આયનામાં જોયું એ પોતાને પણ ઓળખી ન શક્યા.  મંગળામાસી મનમાં ને મનમાં ગણગણતા હતા, ‘મને સમજાતું નથી કે આ વિઠ્ઠલીયા એ એવો તે શું જાદુ કર્યો કે બાજુની ગોરકી એના ફેમિલી માટે આટલું બધું કરવા તૈયાર થાય છે. સાંભળ્યું હતું કે અમેરિકાના લોકો વર્ષોથી રહેતા પાડોસીના નામ પણ નથી જાણતા.  નક્કી વિઠ્ઠલીયાનું લફરું જ છે. મંગળામાસી ગાઊન ને આપતેમ ફેરવીને જોતા હતા ને મોટેથી ચીસ પાડી.

‘હાય માં. આતો મારી ઈજ્જત કાઢવા પાડોસણે ફાટેલો ડ્રેસ  મોલ્ક્યો છે. હું કાંઈ ભિખારણ કે વાસણ વેચવાવાળી નથી કે આવા ફાટેલા કપડા લઉં. આ જમણી બાજુ ઘુંટણથી છેક નીચે સુધી ફાટેલો છે.’ જે છોકરી ડ્રેસ પહેરવામાં મદદ કરતી હતી તેણે કહ્યું માજી….

‘એઈ, મને માજી નહીં;  માસી કહે.. હાં આ ડ્રેસ ફાટેલો નથી તો શું છે? જો આ લાંબ્બો ચીરો.’

‘સોરી માસી, આ તમને શોભે એવો, ઓલ્ડ ફેશન પાર્ટી ડ્રેસ છે. એને વન સ્લિટ ગાઉન કહેવાય. હવે બધા ટુ સ્લિટ ગાઉન પહેરે છે. આ બારીમાંથી જૂઓ પેલી મરુન ડ્રેસ વાળી લેડીને જૂઓ. બન્ને બાજુ કમરથી જ સ્લિટ છેને! તમારી ઉમ્મર વાળા આવો જ પાર્ટી ગાઉન પહેરે છે. જૂઓ પેલી બાજુ સીગરેટ પીએ છે તે બ્લેક લેડીએ તમારા જેવો જ ગાઉન પહેર્યો છે. માત્ર કલર જ  જૂદો છે. ચાલો જલ્દી તૈયાર થઈ જાવ.. બધા ગેસ્ટ આવી ગયા છે.’

‘દીકરી એક કામ કરને બેન.’  મંગળામાસી હવે દયામણું કરગરતા હતાં

‘વ્હોટ?’   છોકરી કંટાળી હતી.

‘મને એક પીન મારી આપને, આ તો મારી જાત ઉધાડી દેખાય છે.’

‘નો,  એતો એમજ હોય. રોઝી આન્ટીના મોંઘા ડ્રેસમાં પીનના કાણાં ન પડાય. યુ લુક ફાઈન લેટ્સ ગો. માય બોય ફ્રેન્ડ ઇસ વેઈટિંગ ફોર મી. બઉ લાંબુ વેઈટ ન થાય.  કૉઈ બીજીની સાથે ચાલવા માંડશે.’

બિચારા મંગળામાસી સ્લીટ ભેગી કરી પગ સંતાડતા ટેન્ટમાં આવ્યા. એણે જોયું તો અડધા ઉપરાંત મહેમાનો તો અમેરિકન કાળીયા ધોળીયા હતાં. જેઓ ગુજરાતીઓ હતા તેઓ પણ અંગ્રેજીમાં જ ઠોકાઠોક કરતા હતા. એમ તો એને પણ થોડું અગ્રેજી તો આવડતું હતું પણ બોલવા સાંભળવાનો મહાવરો ન હતો. માયા કે માયાની મમ્મી દેખાતી ન હતી. વિનોદ અમેરિકનો સાથે ટોળામાં હતો. કદાચ દારુ પણ પીતો હોય. અને મંગળા માસીની આંખો વીપીને શોધતી હતી. એટલામાં પાછળથી ખભાપર હાથ પડ્યો.

‘હાય એમ.પી. યુ લુક બ્યુટિફુલ. ચાલો હું તમને આપણા ટેબલ પર લઈ જાઉં. હાથમાંથી ડ્રેસનો છેડો છોડો અને મારી બગલમાં હાથ  નાંખી એ હાથ છાતી પર મૂકો. અહીં સન્નારીઓને પુરુષો માનપૂર્વક પાર્ટીમાં એસ્કોર્ટ કરીને લઈ જાય છે.’

‘અરે! વીપી આવું ના થાય. શીક્ષાપત્રીમાં પરપુરુષને અડવાની મનાઈ છે.’

‘મંગળીઈઈઈઈ. આજનો દિવસ હું કહું છું તેમ કર. પાપ લાગે તો કાલે પ્રાયશ્ચિત કરજે માય ચાલ્ડહુડ ફ્રેન્ડ….’

અને શરમાતા અકળાતા ગોળ ટેબલ પર મંગળામાસીએ સ્થાન લીધું.

ટેબલ પર વિઠ્ઠલબાપા, તેની જમણી બાજુ રોઝી રોઝીની બાજુમાં રોઝીનો એક્ષ. એક્ષની બાજુમાં એક્ષની નવી બ્લેક ગર્લફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની બાજુમાં રોઝીની બહેન માર્થા, માર્થાની બાજુમાં એનો બોયફ્રેન્ડ, અને સર્કલ પુરું કરતા મંગળા માસી અને મંગળામાસીની બાજુમાં પટેલબાપા. બાપાએ મંગળા માસીને બધાની ઓળખાણ કરાવી. બધાએ હેન્ડશેક માટે હાથ લંબાવ્યો પણ મંગળામાસીએ બે હાથ જોડીને પ્રણામ કર્યા. મનમાં હતું જેટલું ઓછું પાપ થાય તેટલું સારું.

            પટેલબાપાએ બધાને મંગળામાસીની ઓળખાણ માય ચાઈલ્ડહુડ ફ્રેન્ડ ‘મીસ મંગળા’ તરીકે આપી. આ ઉમ્મરે આજ સુધીમાં કોઈએ આવું કહ્યું ન હતું. મોં શરમથી લાલચોળ થઈ ગયું.

            એની પાછળના ટેબલ પર સિનીયોર સીટીજન સેન્ટરના આમંત્રીત ડોસા-ડોસીઓ પટેલને સંભળાય તેમ ગુસપુસ કરતા હતા. તેમાં જમનામાસી (ખાનગીમાં જમના જાડી), કાંતામાસી (ખાનગીમાં કાન્તાક્યૂટ), રમામાસી (રમતીમાસી), લલિતામાસી (કાણી પવાર)ની પટેલ કેવા સારા હતા ને હવે ગોરકીમાં ભેરવાઈ ગયા પછી કેટલા બગડી ગયા તેની સમીક્ષાઓ કરતા હતા. કાન્તામાસીતો કહેતા હતા કે પટેલ તો મારા ખાસ દોસ્ત હતા. આગળ  બેઠેલામાંથી માત્ર પટેલ અને મંગળામાસી જ ગુજરાતી જાણતા હતા. પટેલતો મસ્તાના મૂડમાં હતા, પણ મંગળામાસી વિઠ્ઠલીયાની યશ ગાથા સાંભળીને વિચારતા હતા કે વાંદરો ઘરડો થયો પણ ગુંલાંટ મારવાનું ન ભૂલ્યો. બદમાશને અંગુઠા પકડાવવા જોઈએ.

જમનામાસીએ માયાને બોલાવી મોટેથી જ કહ્યું ‘અલી, જરા તારી નવી સાસુ સાથે અમારી ઓળખાણતો કરાવ!’

કપલ ડેન્સ શરૂ થયો. પહેલા વિનોદ અને માયાએ ડેન્સ શરૂ કર્યો. પણ માયાને તો સ્ટેપ આવડે નહીં. વિનોદને વળગીને બિચારી ફરતી રહી. પછી મધ્યમાં માયાની મમ્મી પપ્પા, અને પટેલબાપા અને રોઝીએ ડેન્સ શરૂ કર્યો. માયાના પપ્પાને આલ્કોહોલની અસર હોય એવું લાગ્યું. બિચારા બેસી ગયા. પટેલબાપા અને રોઝીએ તો સાલસા શરૂ કરી દીધા. સૌ તાળી પાડતા રહ્યા, વધાવતા રહ્યા. બિચારી માયા શરમાતી અકળાતી વિચારતી હતી, બાપા આ બધું ક્યારે શીખ્યા? નક્કી રોઝી જ વિનોદની બીજી બા બનવાની. બાપાની સાથે શોભે છે એમાં તો ના ન પડાય.

એવામાં વિનોદના એક બ્લેક મિત્રે મંગળામાસી પાસે આવીને પૂછ્યું ‘કેન આઈ હેવ ઑનર ટૂ ડેન્સ વિથ યુ મેમ?’  મંગળામાસી ફાટી આંખે બરાડતા હતા. નો…નો..નો..નો. વગર વિચાર્યે એણે પટેલને બૂમ પાડી…’વીપી મને બહું ઉંઘ આવે છે. મારે સૂઈ જવું પડશે.’

પટેલબાપાએ ખૂબ જ સ્વસ્થતા અને સમભાવથી કહ્યું “હું સમજી શકું છું, મંગળાબેન. લાબી મુસાફરી અને તરત આ પાર્ટીની ધમાલમાં તમને જરા પણ આરામ નથી મળ્યો. જાવ કપડા બદલી મારા બેડરૂમમાં આરામ કરો. કાલે સવારે વાતો કરીશું…”

મંગલામાસી વધતા હાર્ટબીટને પકડતા હોય તેમ બરાડ્યા “વીપીઈઈઈઈઈઈઈ!! તમારા બેડરૂમમાં?…….”

  (બાકીની વાત તો આવતે મહિને જ.)

32 responses to “રિવર્સલ ૯ વાર્તા # ૭૨

 1. aataawaani August 21, 2016 at 7:32 AM

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  તમારી વાત ને હું માન આપું છું . લખતાં પહેલાં સો વખત વિચાર કરવો જોઈએ .

  Liked by 1 person

 2. pravinshastri August 20, 2016 at 10:37 PM

  આતાજી અહિં ના લખાય, જેમણે ન વાંચવું કે ન જાણવું જોઈએ તે પણ જાણી જાય.

  Like

 3. aataawaani August 20, 2016 at 10:29 PM

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  તમારી કુશળતા મારી ન કહેવા જેવી વાતો પણ ઓકાવી નાખશે .

  Liked by 1 person

 4. pravinshastri August 20, 2016 at 7:00 PM

  આતાજી આપનો વટ છે. જો તમારો દીકરો સુરેશ બસ સ્ટેન્ડ પર અંગુઠો હલાવતો ચાર કલાક ઉભો રહે તો પણ એને કે મને કોઈ એની કારમાં રાઈડ ના આપે. હા હા હા હા.

  Like

 5. aataawaani August 20, 2016 at 5:12 PM

  હું જેઈલમાં જઈશ તો મને નમણીઓજ છોડાવશે .
  એક વખત અમે હું અને મારી વાઈફ બસમાં બેસવા માટે બસ સ્ટેન્ડ ઉપર બેઠાં હતાં . એટલામાં ગ્લોરિયા એના પતિ હુંઆન સાથે કારમાં જતી હતી . હવે તો ગ્લોરિયા સરસ ઈંગ્લીશ બોલતી હતી . મને પુચ્છ્યું ક્યાં જવું છે ? મેં કીધું સુપર માર્કેટમાં એના ધણીને કીધું (હુકમ કર્યો ) આમને લઈલે પછી અમે એની કારમાં બેસી ગયાં . અમે વસ્તુ ખરીદી લિધા પછી .અમને ઘરે પણ મૂકી ગઈ .

  Liked by 1 person

 6. pravinshastri August 20, 2016 at 12:41 PM

  મેં આગળ કહ્યું નહિ કે “નમણી, જુવાન, પરણેલી જુવાન પણ તમને કંઈક ને કંઈક આપી જાય છે. જૂઓને, બધા જ સફેદ દાઢીવાળાઓ લલનાઓની બાબતમાં નસીબદાર હોય છે. એક સફેદ દાઢીવાલો ભોગ ભોગ્વા પછી જોધપુરની જેલમાં હેવી મજા કરે છે!!!!

  Like

 7. aataawaani August 20, 2016 at 10:08 AM

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  હું અમેરિકન સરકાર તરફથી ચાલતા ઈંગ્લીશ ક્લાસમાં ભણવા જતો . આ બાબત ઘણું કહેવાય ગયું છે .છતાં જાણવા જેવું બાકી રહી ગયેલ આપ જેવા મિત્રો માટે કહું છું .
  ભણવા આવનારાઓ ભાંગ્યું તૂટ્યું ઈંગ્લીશ જાણતા હતા .પણ એક ગ્લોરિયા નામની નમણી પરણેલી જુવાન છોકરી ઇંગ્લિશનો એક શબ્દ જાણતી નોતી . એક વખત તેણે મારી પાસે પાંચ ડોલરના છુટા માગ્યા .મારી પાસે ફક્ત બેજ ડોલર હતા . મેં તેને કહેવડાવ્યું કે મારી પાસે પૂરતા પૈસા નથી . ફક્ત બેજ ડોલર છે . તે બોલી મને બે ડોલર આપ હું કાલે તુને આપી દઈશ . એમ કહી એણે મને પાંચની નોટ આપી . અને બોલી આ રાખ અને મને કાલે તું ત્રણ ડોલર આપી દેજે . હું બીજે દિવસે તેને ત્રણ ડોલર આપવા ગયો . તેણે ઇશારાથી પૈસા લેવાની ના પાડી . એક છોકરીને મેં પૂછ્યું કે ગ્લોરિયા પૈસા લેવાની ના કેમ પાડે છે . તે બોલી ગ્લોરિયા કહે છે કે તમે બહુ સજ્જન માણસ છો અને મને બહુ ગમો છો .એટલે એ પૈસા એમને બક્ષિસ કરું છું ,

  Liked by 1 person

 8. pravinshastri August 20, 2016 at 8:17 AM

  આતાજી, આપનામાં એક નહી પણ અનેક વિવિધ શક્તિ છે કે તમે અનેક પ્રકારની વિવિધતા વાળી મહિલાઓને આકર્ષી શકો છો. યુવાન હોય કે ધરડી, કાળી હોય કે ગોરી, અભણ હોય કે વિદ્વાન, સ્વદેશી હોય કે પરદેશી બધી જ સ્ત્રી શક્તિઓ તમને વળ્ગે છે. (ઘણા બધા ડોસાઓ તમારી અદેખાઈ કરે છે.)

  Like

 9. aataawaani August 20, 2016 at 2:08 AM

  હું એક્ષન પાર્કમાં ઊંડા પાણીમાં પડી ગયો . ધાર્યા કરતાં પાણીમાંથી નીકળતાં વધારે વાર લાગી . રક્ષક યુવતી પાણીમાં કૂદી પડી અને મને બૂડતાં બચાવી લીધો .
  મને ચક્કર આવ્યા કરતું હતું . હું તત્કાલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો . નર્સોએ એક્સ – રે વગેરે પ્રાથમિક તપાસ કરી . થોડી વારે ડો . સ્ત્રી શક્તિ આવી મને કેટલાક પ્રશ્નો પૂછ્યા . મારા જવાબો એને સંતોષ કારક। . લાગ્યા અને સલાહ આપીકે તમારે દોડવું નહિ . ભૂખ ,તરસ ખેંચવી નહીં .ઉશ્કેરાય જવું નહિ . તમારે કોઈ દવાની જરૂર નથી . એ ડોકટરના લાસ્ટ નામનો ઉચ્ચાર રાંદલ જેવો થતો હતો મેં તેને કહ્યું રાંદલમા હું તમને પગે લાગુ છું . હવે આવી સ્ત્રી શક્તિઓને દંડવત પ્રણામ કરવા પડે હો . શાસ્ત્રી ભાઈ .

  Liked by 1 person

 10. aataawaani August 20, 2016 at 1:43 AM

  આતા તમેતો નવરા ધૂપ છો . શાસ્ત્રી સાહેબ કઁઇ નવરા નથી કે નવું નવું ઊંધિયું પીરસ્યા કરે ? જુવોને રાતના દોઢ વાગ્યે લખવા મંડયા .

  Liked by 1 person

 11. aataawaani August 10, 2016 at 8:38 PM

  મારી યાદ શક્તિ મને દગો દ્યે છે . બહુ ભૂલી જવાય છે .

  Like

 12. pravinshastri August 10, 2016 at 12:17 PM

  આપના શુભાશિષ વર્ષો વર્ષ મળતા રહે એ જ અભ્યર્થના.

  Like

 13. aataawaani August 10, 2016 at 11:58 AM

  પટેલ બાપાનુંdampaty જીવન અમર રહે અને પ્રવીણ કાન્ત શાસ્ત્રીની લખાણ પ્રવૃત્તિ અમરરહે

  Liked by 1 person

 14. aataawaani August 9, 2016 at 1:36 PM

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  પટેલ બાપાને તમે આધુનિક કરી દીધા . પુલમાં પડે ત્યારે કેટલા ઓછાં કપડાં પહેર્યા હોય ?

  Liked by 1 person

 15. aataawaani May 2, 2016 at 9:33 AM

  પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
  તમારી વાર્તાઓ મને બહુ ગમે છે .

  Like

 16. aataawaani April 19, 2016 at 7:39 PM

  પ્રિય સ્નેહલ મિત્રો
  આપ સહુનું કહેવાનું છેકે મારે લખતા રહેવું . તો હું મગજને કસરત આપવા માટે લખતો રહીશ 72 કડી વાળા ભજનમાં વધારો .
  सिर्फ अपनाही ख्याल करके जिए तो हम क्या जीते जाई
  ज़िंदा दिलका तकाज़ा यह है ओरोके लिए जीते जा ઈ ….संतो।
  ज़िंदादिली = आनन्दित स्वभाव ,खुश मिज़ाज़ी तक़ाज़ा = मांग
  वामन बनके बळीराजा से प्रभुने किनी गदाई
  कायनात लीनी तिन कदमोमे नाम वामन रह जाई …संतो
  ગદાઈ = ભિખારી પણું કાયનાત = બ્રહ્માંડ। સ્વર્ગ , મૃત્યુલોક પાતાળ।
  આપ સહુનો પ્રેમ મને પડી પથારીએ મરવા નહી દ્યે હું મરી જઈશ તો પણ હાલીને સ્મશાને જઈશ તમારા જેવા સ્હેહીઓની કાન્ધને તકલીફ નહિ આપું
  તમે બધા મારી પાછળ પાછળ ગીત ગાતા હાલ્યા આવજો .

  Liked by 1 person

 17. aataawaani April 2, 2016 at 9:22 AM

  હજીતો માયાની ઇવનિંગ પાર્ટીજ ઉજવાણી હવે કાળી મેઘલી રાતની અર્ધી રાતે ક્યારે ઉજવાશે . ?

  Liked by 1 person

 18. aataawaani May 18, 2015 at 6:06 AM

  પટેલ બાપા મંગલા માસીને કદી ડૂબવા દેતા હશે ? આવી મંગલા માસી ડૂબી જાય તો પટેલ બાપા ગાંડા થઇ જાય .

  Liked by 1 person

 19. aataawaani March 2, 2015 at 1:28 AM

  dear pravinbhai tamari vaartaao rs dayak hoy chhe .

  Like

 20. aataawaani February 25, 2015 at 8:16 PM

  પ્રિય પ્રવીન્કાંત ભાઈ
  પટેલ્બાપા બહુ રંગીન જવાન છે , મોટી ઉમરના છે તોય જવાન જેવા જલસા કરે છે .
  लिखते रहो हम पढ़ते रहेंगे

  Like

 21. aataawaani December 9, 2014 at 10:19 PM

  માયાની મમી ને કેવી પડે .ઓલી બિચારી કહે મને શરમ આવે છે . તો મમ્મીએ અર્ધી નાગી છોકરીયું વચે ઉભેલા રાસ રમતા કનૈયાને દેખાડ્યા આ જમાનામાં આવી મ્મીયુંનીજ જરૂર છે .દીકરીયુંનો ગભરાટ જતો રહે અને તરવરાટ આવી જાય . પ્રવીણભાઈ શું વાર્તાની રચના કરો છો . દિલચશ્પ વાર્તા લખનારા તમને શાબાશી

  Like

 22. aataawaani December 3, 2014 at 4:12 PM

  મારી બર્થ ડે પાર્ટીમાં ફક્ત પુરુશોનેજ આમંત્રણ આપવાનું છે .

  Like

 23. aataawaani November 19, 2014 at 7:14 PM

  પ્રિય પ્રવીન્કાંત ભાઈ આ વાચવાની બહુ મજા આવે છે . ગજબની બર્થ ડે પાર્ટી હતી

  Like

 24. aataawaani November 16, 2014 at 10:39 PM

  પ્રિય પ્રવીણ ભાઈ તમારી વાર્તાઓ મજા આવે એવી હોય છે અને તમારી કોમેન્ટો પણ ઉત્સાહ પ્રેરક હો છે .ભગવાન તમારી મગજ શક્તિ અને હાથ શક્તિમાં ખુબજ વધારો કરે .

  Like

 25. pravinshastri August 19, 2014 at 1:42 PM

  બસ આપના આશીર્વાદ મળતા રહેશે અને હું લખતો રહીશ.
  પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.

  Like

 26. himmatlal August 19, 2014 at 1:02 PM

  પ્રિય પ્રવીણ ભાઈ તમારી કથાઓ વાંચવાની બહુ મઝા આવે છે .

  Like

 27. aataawaani August 8, 2014 at 12:01 PM

  પ્રિય ગોવિંદ ભાઈ
  ગોદડીયા ચોરામાં તો હવે મોટા મોટા માણસો આવવા માંડ્યા .સ્વર્ગ લોકથી દેવતાઓ માંડ્યા આવવા મનેતો ચોરામાં જવું બહુ ગમે છે કેમકે ત્યાં ઘણું જાણવાનું મળે છે .

  Like

 28. aataawaani August 7, 2014 at 9:03 PM

  પ્રિય પ્રવીણ ભાઈ મારા જેવા જરા (વૃદ્ધાવસ્થા )માં આલોળતાને જુવાન જોધ નાચતા કરીડ્યો એવી તમારી વાર્તા હોય છે .માયાની મમ્મી અર્ધી નાગીયું છોકરીયુંને દેખાડી પોતાની દીકરીનો ક્ષોભ તોડી નાખે છે .

  Like

 29. aataawaani August 2, 2014 at 10:16 AM

  દીકરીયુંને માયાની મમ્મી જેવી મમ્મીની જરૂર છે .
  ખોટો ક્ષોભ રાખીને ધીમી આત્મ હત્યા કરવાની જરૂર નથી ,

  Like

 30. aataawaani July 18, 2014 at 4:43 PM

  પ્રિય પ્રવીન્કાંત ભાઈ
  જો હું તે પાર્ટીમાં હોતતો હું પણ પાણીમાં કુદી પડત અને મંગળા માસીને બચાવવાનું પુણ્ય કમાઈ લેત

  Like

 31. yuvrajjadeja February 5, 2014 at 12:36 AM

  ઓહો … ઘણું જ રસપ્રદ છે … હવે પહેલા વહી ચુકેલી વાતો પણ જલ્દી વાંચવી પડશે ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: