વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૨

Image

                                                          વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૨

જે વખતે અક્ષય-કેથીની કાર્યવાહી ચાલતી હતી તેજ સમયે ગોવાના બાગા બીચ પાસેના કેથીના એપાર્ટમેન્ટમાં પણ રૅડ પડી હતી. કેથીની કહેવાતી માં, મસાજ પાર્લર અને એસ્કોર્ટ સર્વીસ ચલાવતી હતી. રિટેઇલ ડ્રગનો ધંધો પણ ચાલતો હતો. કેટલીક યુરોપિયન છોકરીઓને બોલિવુડમાં કામ આપાવવાની લાલચે ફર્નાન્ડિસ પાસે મોકલવામાં આવતી હતી.
 
મુર્ખ અક્ષયને વિવિધતાનો ચટકો લાગ્યો હતો. એને શ્વેતાતો શું, કોઈ ઈન્ડિયન સ્ત્રીમા રસ ન હતો.
ડ્રગ, હાર્ડ લિકર, ગોરી ચામડી અને ગરમ હોઠનું વ્યસન સહેલાઈથી છૂટતું નથી. કેથી સેકસ અને ડ્રગને રવાડે ચડાવીને અક્ષયને આર્થિક રીતે ચૂસતી રહેતી હતી. એના કરોડો લઈને ડ્રગ્માં રોકીને અબજો કમાવા હતા. ઈન્ટરનેશનલ ડ્રગ ક્વીન બનવું હતું.
 
શ્વેતાની વાતના બે ચાર વાક્યો મોટા ઓપરેશન ના પાયાની ઈંટો બની ગઈ હતી.
                                                                        ***
આજે શ્વેતાનો ઓફિસમાં પહેલો દિવસ હતો. વહેલી સવારનું ચોઘડીયુ સારું હતુ એ બહાને, સવારે નવને બદલે સાડા સાત વાગ્યે દહિં ખાઈને શેઠજીની સાથે ઓફિસે પહોંચી ગઈ હતી. તે શેઠજીની ઓફિસમાં જ હતી. દર પંદર મિનીટે મલહોત્રા પોતાની રીતે અક્ષય-કેથીના સમાચાર આપતા રહેતા હતા. અલબત્ત તેણે મસાજ પાર્લરની વાત ન્હોતી કરી.
ઈન્ટરોગેશન વખતે મોનિટર પર મળતી માહિતીને આધારે અબ્દુલ્લા અને ફર્નાન્ડિસ માટેના જરૂરી વોરન્ટ મેળવી લેવાયા હતા.
 
કમિશનર સાહેબે મલહોત્રાને ફોન કરીને ધન્યવાદ આપ્યા હતા. મલહોત્રાએ ટ્રાન્સફરનો ઈશારો કરી જોયો. કમિશનર સાહેબ હસ્યા “એમ આઈ ધેટ સ્ટુપીડ? સારા ઓફિસરને હું એમ જવા દઈશ એમ માને છે. ફર્ગેટ ઈટ. યોર્ પ્રમોશન પેપર્સ આર ઓન ધ વે. કીપ અપ યોર ગુડ વર્ક.એન્ડ ટેઈક કેરો ઓફ શેઠ ફેમિલી.” ફોન કટ થઈ ગયો હતો.
 
કોનસ્ટેબલ, અક્ષયને સિવિલ ડ્રેસમા બેઠેલા મલહોત્રા પાસે લઈ આવ્યો.
“આવો અક્ષય શેઠ, આવો બેસો.” મલહોત્રાએ ઉભા થઈ અક્ષય સાથે હાથ મેળવી આવકાર આપ્યો. “આજે આ ધમાલમાં સવારનો બ્રેકફાસ્ટ પણ મીસ થયો ખરુંને? અમારા ડિપાર્ટમેન્ટના કામકાજ એવા છે કે ઘણીવાર અમારા પણ રાંધ્યા ધાન રવડી જાય છે. બાય ધ વે, મારું નામ મનહર. મને તમારો મિત્રજ સમજજો.”
એક હવાલદાર ટ્રેમા પાણીના બે ગ્લાસ, કૉફીપોટ અને ખારા-ગળ્યા બિસ્કિટ મુકી ગયો. મલહોત્રાએ બે મગમાં કૉફી કાઢી.
“અક્ષય! રિલેક્ષ થાવ અને બ્રેકફાસ્ટ કરો.”
અક્ષયની ગભરામણ અને ધ્રુજારી હજુ પણ થંભી નહોતી. એણે કાંપતા બે હાથે ફૉફીમગ પકડી એક ધૂંટડો ભર્યો.
“અક્ષય તમે કેટલા સમયથી ડ્રગ લો છો? હું તમને એક મિત્ર તરીકે પુછું છું. આ બિસ્કિટ લો. પ્લેનમાંથી ઉતર્યા પછી કશું જ ખાધું ન હોય. ભુખે પેટે મગજ પણ ન ચાલે.” મલહોત્રા એ સવાલ સાથે ખાવાનો આગ્રહ કર્યો.
“સાહેબ, લગભગ એક વર્ષથી.”
“મને સાહેબ કહેવાની જરૂર નથી. કયા કયા ડ્રગ લો છો?”
“મને નામ તો ખબર નથી પણ કેથી આપતી તે સિગરેટ પીતો હતો અને સ્ટ્રોથી સ્નિફ કરતો હતો.”
“નિડલ ?”
“એક વાર લીધી હતી પણ મને નિડલ-ઈન્જેકશન બીક છે. નથી લેતો.”
“જુઓ, તમે સંસ્કારી કુટુંબમાંથી આવો છો અને ખોટી સોબતમાં ખરાબ રસ્તે જઈ રહ્યા છો. એક વખત પોલિસ રેકર્ડ પર ચડ્યા પછી પોલિસ તમારા પર સતત નજર રાખશે. શંકા પડશે તો ઘરની પણ સર્ચ થશે. જો ધરમાંથી ડ્રગ નીકળશે તો ઘરના માલિક એટલે કે તમારા ફાધરને પણ હાથ કડી પહેરાવીને લોક- અપમાં બેસાડી દેશે. ન્યુઝ મિડિયાને સરસ મસાલો મળી જશે. આ બધું થશે તમારે લીધે.”
“સાહેબ, મને એક મોકો આપો. હું બધું છોડી દઈશ.”
“સાહેબ નહિ, દોસ્ત.”
સુંદરલાલ શેઠે અમારા ડિપાર્ટમેન્ટના ફંડફાળામા હંમેશા ઉદાર સખાવત કરી છે. તમને એક ચાન્સ મળે એવી કોશિશ કરીશું. ગેરંટી નથી આપતો. બીજી એક સ્પટતા કરી લઉ. આ તમારે માટે નથી. જો તમે સુંદરલાલ શેઠના સુપુત્ર નહોત તો મારી સામે બસવાને બદલે સળીયા ગણતા હોત અગર સિંહાના દંડા ખાતા હોત. સુંદરલાલ શેઠની પ્રતિષ્ટા માટે છે. જો નહિ સુધરો તો પરિણામ ઘણું ખરાબ આવશે.જુઓ સામે બાથરૂમ છે. ત્યાં જઈને ફ્રેશ થઈ આવો. હું તમને તમારી ઓફિસ પર પહોંચાડી દઈશ. બીજી એક વાત. આજે સવારે જે કાંઈ બન્યુ છે એ અંગેની વાત કોઈને પણ કહેશો નહિ. જાણે કશું બન્યુ નથી એવું વર્તન રાખજો”
“થેન્ક્યુ સાહેબ” મલહોત્રાની ના છતાંયે સિંહાએ ભણાવેલો પાઠ એને ધ્રુજાવતો હતો.
 
જ્યારે અક્ષય બાથરૂમમાં હતો ત્યારે મલહોત્રાએ સુંદરલાલ શેઠને છેલ્લો ફોન કર્યો.
“શેઠ સાહેબ બધું સેટ થઈ ગયું છે. બરાબર અગીયાર વાગ્યે હું અક્ષયને ઓફિસ પર મુંકી જઈશ. તમે અને શ્વેતા આજની ઘટના માટે સંપૂર્ણ રીતે અજાણ્યા રહેજો. કોઈપણ પૂછપરછ કરશો નહિ. લેટ્સ પ્લે કુલ. આલ્બમ તમને કાલે મળી જશે. એન્જોય યોર ડે વીથ યોર સન.” અત્યારે મનહર મલહોત્રા નહિ પણ સત્તાધારી ઈનસ્પેકટર મલહોત્રા બોલતો હતો.
સુંદરલાલ શેઠ ઘડાયલા હતા. છતા એક વાર વિવેક કર્યો. “ઈનસ્પેકટર સાહેબ, આપનો ઘણો આભાર. લંચ સાથે લઈશું”
“સોરી. અક્ષયને મુકીને સીધા ચર્ચગેટ પહોંચવાનું છે.”
ફોન ડિસકનેક્ટ થયો.
મલહોત્રા અક્ષયને લઈને બાઈક પર નીક્ળ્યા. પાછળ બેઠા બઠા અક્ષય મુંઝાતો હતો. શ્વેતાને શું થયું હશે? જો મળી જાય તો માફી માંગીને એને સમજાવી લઈશ. મારા પપ્પાની ઈજ્જતને આંચ આવવા નહિ દઉં. પપ્પાએતો કહ્યું હતું કે આઈ વીલ ટેઈક કેર ઓફ ઈટ. એમણે શું કર્યું હશે? ન મળે તો યોગેશભાઈને શો ખુલાસો આપવો? પોતાનું મગજ જવાબ આપે તે પહેલા તો ઓફિસ આવી પહોંચી.અક્ષય બઐક પરથી ઉતર્યો.
‘ટેઇક કેર’ કહીને મલહોત્રાએ બાઈક મારી મુકી.
                                                                    ***
મલહોત્રાના છેલ્લા ફોન પછી શ્વેતાએ સુંદરલાલના ચરણસ્પર્શ કર્યા. બાપુજી હવે હું પણ મારું કામ શરુ કરું. આશિર્વાદ આપો કે હું મારી જવાબદારી સંભાળવાને લાયક બની રહું. થોડી નિકુળ સાથે પણ ચર્ચા કરી લઉ.
“જા બેટા સફળ થા”
શ્વેતા એની ઓફિસમા ગઈ અને નિકુળને ફોન કરી પોતાની ઓફિસમાં બોલાવ્યો.
સુંદરલાલ શેઠે બન્ને હાથ બોચી પર મુકી એના પર માથું ટેકવ્યું. આંખો બંધ કરી અક્ષયની રાહ જોવા લાગ્યા.
                                                               ***
સામાન્ય રીતે અક્ષય ભાગ્યેજ શેઠજીની ઓફિસમાં જતો. એ પોતાની ઓફિસમાંજ જતો. આજે સીધો પપ્પાની ઓફિસ આગળ આવીને દીનાબેનને પુછ્યું “પપ્પા છે?”
“હા, છે. વહેલી સવારથી તારી રાહ જુએ છે.” ઓફિસમાં બે-ત્રણ વ્યક્તિ જ એવી હતી જે અક્ષયને તું-તાં કરી શકતી.
ડોર નોક કરીને અક્ષય પપ્પાની ઓફિસમાં દાખલ થયો. રૂમમાં દાખલ થતા પહેલા એણે યોગેશભાઈની ગેરહાજરીની નોંધ લીધી.
“પપ્પા, આઈ એમ હિયર.”
સુંદરલાલે આંખ ખોલ્યા વગરજ કહ્યું, “બેસ.”
અક્ષય બેઠો.
“ક્યારે આવ્યો?”
“આજે સવારે જ આવ્યો.”
“તો ઓફિસ પર આવવાની અત્યારે ફુરસદ મળી?”
“પપ્પા, થાકેલો હતો એટલે થોડો આરામ કરીને આવ્યો. “પપ્પા શ્વેતાના કંઈ સમાચાર? યોગેશ પણ દેખાતો નથી.”
“યોગેશ નહિ. તારા વડિલ છે યોગેશભાઈ કે મોટાભાઈ કહેતા શીખ્. તેં સ્વિટ્ઝરલેન્ડમા શ્વેતાની તપાસ કરી હતી?”
“હા પપ્પા, બહુ શોધી, પણ પત્તો ન લાગ્યો.”
શેઠજીએ આંખ ખોલી. પોતાનું લેપટોપ અક્ષય તરફ ફેરવ્યું. અક્ષયલીલાની સ્લાઈડ સરતી ગઈ. શેઠજીની આંખો બંધ હતી. અક્ષયને કેથી સાથેની પહેલી સ્લાઈડથી જ સમજાઈ ગયું કે તે હારી ગયો છે. એણે લેપટોપ બંધ કર્યુ. શેઠજી ખંધુ હસ્યા. “હનિમુન તો સારું માણ્યું, દિકરા.”
અક્ષય એની ખુરસી પર જાણે જડાઈ ગયો. થોડો સમય કોઈ પણ સવાલ જવાબ વગર પસાર થઈ ગયો. છેવટે એણે પુછ્યું “પણ શ્વેતાને ક્યાં શોધવી?”
પપ્પાએ ઠંડે કલેજે રિમોટ સ્વિચથી બે રૂમ વચ્ચેનું પોકેટ ડોર ખોલ્યું. “ચેક ઇન ધ નેક્ષ્ટ રૂમ.”
કોન્ફરનસ રૂમમાં! તે ઊભો થયો. કોન્ફરન્સ રૂમને બદલે ઓફિસ થઈ ગઈ હતી. ડેસ્કની મુખ્ય ચેર બાજુ શ્વેતા હતી. ડેસ્કની બીજી બાજુ નિકુળ હતો. નિકુળના એક હાથમા ફ્લાવર્સ બુકે હતા. તેઓ બન્ને, ડેસ્ક તરફ ઢળેલા હતા બન્નેનો એક એક હાથ એકમેકના ગળા પર હતો. નિકુળ અને શ્વેતાના ગાલ ચોંટેલા હતા.
“યુઉઉઉ….બિઇઇઇચ”
અક્ષયે દાંત કચકચાવીને બરાડો પાડ્યો.
********************

5 responses to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૨

 1. ગોદડિયો ચોરો… April 6, 2014 at 8:52 PM

  શ્રી પ્રવિણભાઇ

  થોડો વ્યસ્ત હોવાથી આપના શાસ્ત્રી વાર્તા પ્રકરણો વાંચી શક્યો નથી

  એટલે આજે લાઇક રુપી હાજરી પુરાવી જાઉં છું મને આપની વારતા વાંચવી ખુબ ગમે છે

  એટલે ફરી દરેક માં પ્રતિભાવ રજુ કરીશ. માફી સહ

  Like

 2. pravinshastri April 4, 2014 at 12:44 PM

  આશા છે કે આવનારા પ્રકરણો પણ આપને ગમશે.

  Like

 3. pravina Avinash April 4, 2014 at 12:28 PM

  Nice way to teach lesson. Mr. Akshay, how do you feel?

  pravinash
  http://www.pravinash.wordpress.com

  Like

 4. Mukesh Raval April 4, 2014 at 4:23 AM

  તો છેવટે અક્ષયને ગુસ્સો આવીજ ગયો…..આવીજ કાંઇક કલ્પના કરેલી….પણ અહીં જરા જલદી શ્વેતાનું રહસ્ય ખુલી ગયુ…… ખેર..લેખકની કલ્પના પ્રમાણે જ ચાલવાદો… મઝા આવી.

  Like

 5. chandravadan April 3, 2014 at 11:26 AM

  એક એક હાથ એકમેકના ગળા પર હતો. નિકુળ અને શ્વેતાના ગાલ ચોંટેલા હતા.
  “યુઉઉઉ….બિઇઇઇચ”
  અક્ષયે દાંત કચકચાવીને બરાડો પાડ્યો.
  After the Book reading….it is a REVISIT.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Hope you read the Posts on the SOCIAL PARIVARTAN….and today on my Sasuji.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: