
સુરેન્દ્ર ગાંધી
મે ૧૧, ૨૦૧૪ ના આગામી ‘મધર્સ ડે’ ની શ્રધ્ધાંજલી.
સરી રહેલા સમયને પળભર ખમવું પડશે
છે માતૃવંદના દિન, મારી સાથે એને ય નમવું પડશે
કરુણામૂર્તિને આંગણે, કઠણાઈ કદી ન આવે
પરોણાગતનાં પારખાં, લાચારી નવ કોઈ કરાવે
સદાય હસતો રહે વાત્સલ્યમય ચહેરો
હોય જેને રામનું રખોળું, કરે ભૈરવ એનો પહેરો
કસોટી નવ થાયે જેના પ્રેમ તણી
કથીરનો કાયા કલ્પ કરે, માતૃત્વ તણો પારસમણી
બને બેચેની બાવરી, રહે અળગો દુખનો સથવારો
સ્વર્ગાધિક છે જેના ચરણસ્પર્શતણો ઓવારો.
Rachana Upaadhyay 1
આવું શું કામ કરું?
ખુદના હોવાનું વિસ્મય લઇ ફર્યા કરું
પછી ખભે ભાર હોવાની ફિકર કરું
રેતી પર દરિયાનાં મોજાંથી ચાસ કરું
કશુંએ ના ઉગવાની પછી ફરિયાદ કરું
હું મારામાં જ સર્વને ગોત્યાં કરું
ત્યાં જ ખુદ થી ખુદાને ખોયાં કરું
ઉપર ચઢવાની લાયમાં રહ્યા કરું
છે સાપ સીડીની રમત એ ભૂલ્યાં કરું
અંકાયેલ ગલીઓની જ સફર કરું
શબ્દોની નવી “રચના”ની ઉમ્મીદ કરું.

હીંચકો * રમણીક અગ્રાવત
સાંજે હીંચકો ખાલી ન રહે
આખી સાંજ હીંચકો ઝૂલ્યા કરે
બાપાને આવતાં જુએ કે
બાજુમાંથી ખસી પત્ની ઘરમાં વળે
ધીમેકથી બાપા ગોઠવાય બાજુમાં
વાતો અને હીંચકો ધીરે ધીરે ચગે.
બાપા ઘણીવાર ટોકેઃ
આમ હીંચકા ખાતો વાંચતો ન હો તો,
આંખો વહેલી બગડશે.
ચશ્મા તો આવ્યા જ.
એક સાંજે બાપા ચશ્મા, દાંતનું ચોગઠું ને
લાકડી મૂકી બહુ આઘેરાક નીકળી ગયા…
હીંચકાને એક ઠેલે વીતે મહિનો
બીજે ઠેલે વળે વરસ, વરસો.
હીંચકામાં ઉમેરાયો દીકરાના પગનો ઠેલો
આપણે પગ વાળી નિરાંતમાં ઝૂલીએ…
હમણાંથી દીકરાને હીંચતો મેલી હુંય
સાંજે સાંજે ચાલવાને રવાડે ચડ્યો છું…
Like this:
Like Loading...
Related
Thanks Gandi Saheb
LikeLike
બહુ સુંદર કાવ્યો છે.
LikeLike