કાવ્ય ગુંજન ૬

કાવ્ય ગુંજન ૬

Image
રચના ઉપાધ્યાય

ઈલેક્શન પછીની એક
“હાશ!”

હા! મારું ઘર અહીં છે જ
હા! આ ફૂટપાથ પર જ.
ભારતનાં કોઈપણ શહેરની જ
હા! ગાંધીનાં ભારતની જ.
કચરામાંથી બાંધેલું જ
હા! બાંધેલું પણ મેં જ.
પણ હમણાંનું મળતું નથી જ
હા! જ્યાં જે હતું તેનાંથી જુદું જ!
ચુંટણીનાં પતાકડાથી છવાયેલું જ
હા! મારું ઘર ખોવાયેલું જ!
ઠેકાણું માત્ર આ ઘર જ
હા! સત્તા પર કોઈ તો આવશે જ
વચનો બધાં આપશે જ
હા! મારે તો રહેવાનું અહીં જ
ચાલ જીવ કામે વળગ જ
હા! ઘર પાછું લે જ
કર્યા પછી પસ્તી ભેગી થોડી જ
હાશ! રચના નવાં ઘરની થઇ જ.

 

Image

સુરેન્દ્ર ગાંધી

શમણાં નો સહેવાસ

શમણાંમાં આવીને,  ક્ષણવારમાં ચાલી ગઈ.
સાંભરે ન કેમેય,  કેવી હતી ને કેવી નઈ.
આંખ્યુંના અણસારે,  વાતું એવી કરી ગઈ.
ગુંથણી એની કરવામાં,  આયખી સરી ગઈ.
લગન એની,   લાગણીઓને સ્પર્શી ગઈ.
વાદળી કોઈ,  મુશળધાર વરસી ગઈ.
મૂરત એની,  મન મંદિરીયે વસી ગઈ.
ઝંખના ઉપર મારી,  એ સહેજ હસી ગઈ.
ન રહી દૂર,  ન સમીપે આવી ગઈ.
ન અપનાવ્યો.  ન રહી પરાઈ.
પળ બે પળ,  એની સાથે આંખ મળી ગઈ.
હતાશા ને ઊરે,  આશા અવતરી ગઈ.

 

Image
પ્રા. શ્રી ચંદ્રકાન્ત દેસાઈ

આમ્રપાલી અને બુદ્ધ
(પૃથ્વી)
અનાર્યકરથી દીધું અજીઠું અન્ન આરોગવા
કઈ ચીવર પાત્ર ત્યાં સકળ ભિક્ષુસંઘે ભળી,
પ્રબુદ્ધ પ્રભુ આર્ય રમ્ય વનરાઈની કેડીઓ
પુનિત કરતાં જશે પતિત આમ્રપાલીગૃહે;
તથાગત પ્રવેશીને ખચિતરૂપજીવિનીગૃહે,
પ્રબુદ્ધ શુચિ ધર્મન સુરભી સૌમ્ય ફેલાવશે.

સ્વીકારી હતી ખીર એ મધુમયી સુજાતા તણી,
સ્વીકારી ફરી ગૌતમે મધુર વાનગી ભક્તિના
રસાર્ક સમી મિષ્ટ જે પીરસી આમ્રપાલીકરે;
અનાર્ય તણું અન્ન લૈ પરમ આર્ય આર્યત્ત્વમાં
વધૂ દૃઢ થયા, અનાર્ય જીવને સુઆર્યત્ત્વ દૈ.
ત્યજે સરપ કાંચળી, ત્યમ વિલાસી પ્રવૃત્તિ સૌ
ફગાવી દઈ આમ્રપાલી ગઈ બુદ્ધ ચર્ણે ઢળી,
થઈ પ્રવ્રજીતા ત્યજી મહલ, જીવવા સમ્યક.

(ચંન્દકાન્ત દેસાઈના “સૉનેટાંજલિ”માંથી સાભાર)

 

Image
Pinkijain Jain
• तसव्वुरात की परछाइयाँ उभरती हैं

मैं आ रही हूँ ज़माने की आँख से बचकर
नज़र झुकाये हुए और बदन चुराए हुए
खुद अपने कदमों की आहट से, झेंपती, डरती,
खुद अपने साये की जुंबिश से खौफ खाए हुए
तसव्वुरात की परछाइयाँ उभरती हैं

रवाँ है छोटी-सी कश्ती हवाओं के रुख पर
नदी के साज़ पे मल्लाह गीत गाता है
तुम्हारा जिस्म हर इक लहर के झकोले से
मेरी खुली हुई बाहों में झूल जाता है
तसव्वुरात की परछाइयाँ उभरती हैं

मैं फूल टाँक रही हूँ अपने जूड़े में
तुम्हारी आँख मुसर्रत से झुकती जाती है
न जाने आज मैं क्या बात कहने वाली हूँ
ज़बान खुश्क है आवाज़ रुकती जाती है
तसव्वुरात की परछाइयाँ उभरती हैं

मेरे गले में तुम्हारी गुदाज़ बाहें हैं
तुम्हारे होठों पे मेरे लबों के साये हैं
मुझे यकीं है कि हम अब कभी न बिछड़ेंगे
तुम्हें गुमान है कि हम मिलके भी पराये हैं।
तसव्वुरात की परछाइयाँ उभरती हैं

With Thanks,
From my Face book Friend Pinkijain Jain’s Time Line.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: