વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૦

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૦

Image

શ્વેતા અને નિકુળ કસ્ટમમાંથી બહાર નિકળ્યા ત્યારે એક લિમોઝિન શોફરના હાથમાં ‘નિકુળ એન્ડ શ્વેતા શેઠની’ કાર્ડબૉર્ડ સાઈન હતી. પાસે એક બ્યુટિફુલ યુવતી ઉભી હતી. શ્વેતા અને નિકુળ તેમની પાસે ગયા અને ઓળખાણ આપી.

“હાય શ્વેતા, હાય નિકુળ. આઈ એમ લિસા. ડૉ.અડવાનીસ્ સેક્રેટરી. વેલકમ ટુ યુએસએ.”
લિમોઝિન મેનહટ્ટન તરફ જઈ રહી હતી.
લિસાએ નિકુળ તરફ નજર રાખી આજના કાર્યક્રમની રૂપરેખા આપવા માંડી.

“આપણે પહેલા ‘ન્યુયોર્ક પેલેસ’ હોટેલ પર તમારો સામાન મુકી દઈશું. ચેક-ઈનની વાર છે. અત્યારે લંચ ટાઈમ છે. સામાન મુકીને આપણે લંચ માટે ‘બોમ્બે પેલેસ’ જઈશું. ડૉ.અડવાની પણ લંચ માટે ત્યાં આવી રહેશે. લંચ પછી આપણે સૌ ડોકટરની ઑફિસે જઈશું. આ તમને અનુકૂળ રહેશેને?”

નિકુળે જવાબ આપ્યો. “નો પ્રોબલેમ. ઈટ્સ ફાઈન વીથ અસ”

વેધર અને ઈન્ડિયાની ઔપચારીક વાતોમાં પચાસ અને એકાવન સ્ટ્રિટની વચ્ચે મેડિસન એવેન્યુ પર આવેલી ‘ન્યુયોર્ક પેલેસ હોટલ આવી ગઈ. બસ બોય રિસેપ્સન પાસે સામાન લઈ ગયો. ત્યાંથી તેઓ નજીક આવેલી ‘બોમ્બે પેલેસ’ પર પહોંચ્યા.

ડૉ.અડવાણી લોન્જમાં તેમની રાહ જોતા હતા. તેણે નિકુળ સાથે પહેલા હાથ મેળવ્યા અને પ્રેમથી ભેટી પડ્યા. “આઈ એમ ગ્લેડ ટુ સીયુ. નમસ્તે શ્વેતાજી. મુસાફરીમાં આપને કોઈ તકલીફ તો નથી પડીને?”

એપૅટાઈઝરથી માંડી ડિઝર્ટ સુધીની લંચની પ્લેટ ઝડપથી ખાલી કરતો અને સતત વાતો કરતો આદિત્ય એક કલાકમાં તો ડૉકટરને બદલે એક અતિપરિચિત મિત્ર બની ગયો. વચ્ચે કોઈ સવાલ પુછતો પણ જવાબની રાહ જોયા વગર હાંક્યે રાખતો. શ્વેતાને થતું, બાપરે દુકાળમાંથી આવ્યો હોય એમ ભીમની જેમ ખાય છે તો પણ કેવી ફિટનેસ જાળવી છે.

શ્વેતા એને જોતી રહી. એને સાંભળતી રહી. મોટેભાગે એની વાત, રાજુભાઈ અને નિરાલીભાભીના પ્રેમપ્રકરણ અને તેમની સાથે ગાળેલા સમયની જ હતી. શ્વેતાને લાગતું કે ડૉ.આદિત્યને કશેક જોયો છે. પણ ખ્યાલ આવતો ન હતો.

ગમે તેમ પણ રસિક યુવાન હતો. વાતમાં ક્યાયે મિસીસ અડવાણીનો ઉલ્લેખ ન આવ્યો. શ્વેતાને ઘણા પ્રશ્નો પુછવા હતા પણ ધૈર્ય રાખવું ઉચિત સમજી.

આદિત્યનું વ્યક્તિત્વ આકર્ષક હતું. એ સશક્ત અને સોહામણો હતો. શ્વેતા પોતાનેજ સમજી ન શકી. શું હું એટલી બધી ડેસ્પરેટ છું કે કોઈ પણ યુવાનને જોતાં તેના તરફ આપોઆપ ખેંચાઈ જવાય છે? કદાચ ઉમ્મરનો તકાદો હશે. અને આ ડોકટર! હલ્લો હાય સિવાય શ્વેતા તરફ ખાસ નજર પણ નાંખ્તો ન હતો. ધ્યાન પણ ક્યાં આપતો હતો. એનું સમગ્ર ધ્યાન તો નિકુળ તરફ હતું. નિકુળ એનો પેશન્ટ હતો. નિકુળના બેન બનેવી ડોકટરના મિત્ર હતા…. હું કોણ?

મારા બાપુજીના વિશ્વાસને અને એની કરોડોની મિલક્તને સાચવાની મારી જવાબદારી છે. બાપુજી ધારેતો મારે સેંકડો ક્વોલિફાઈડ હેન્ડસમ યુવાનોની લાઈન ઊભી કરી શકે એમ છે. માંકડા મનને ખીલે બાંધવાની જરૂર છે. શ્વેતા! ડોન્ટબી સો ચીપ. શ્વેતા! મેઇનટેઈન યોર ડિગ્નીટી.

બાપુજી પર બઘું છોડી દઈશ. આવતી કાલથી વૉલ સ્ટ્રીટમાં જવાનું શરૂ કરી દઈશ. લંડનનો પ્રોગ્રામ તો અધુરો રહ્યો. ન્યુયોર્કનો પુરો કરવો છે.

શ્વેતા એના વિચારોમાં ખોવાયલી હતી. લંચ પુરું થયા પછી, યંત્રવત્ બધાની સાથે ચાલતાં ચાલતાં ક્યારે પાર્ક એવેન્યુ પરની ડૉકટરની ઓફિસ પર પહોંયા તેનો પણ શ્વેતાને ખ્યાલ ન રહ્યો.

ઑફિસ કંઈ મોટી ન હતી. એક નાનો વેઈટિંગ રૂમ, એક ઑફિસરૂમ, એક એક્ઝામિનીંગ રૂમ અને એક પ્રમાણમાં બધા કરતાં મોટો કોન્ફરન્સ કે કન્સલટિંગ રૂમ. સ્ટાફમાં, લિસા સેકેટરી, એક રિસેપ્શનિસ્ટ અને એક નર્સ. વેઈટિંગરૂમની એક આખી દિવાલ લેમિનેટેડ પ્રિન્ટ થયેલા એવૉર્ડસ થી ભરેલી હતી. એક દિવાલ પર લિસા અને કેટલાક મોડેલના ફોટા હતા.

ઑફિસમાં દાખલ થતાંની સાથે આદિત્ય, ડૉ.અડવાણી બની ગયો. લિસા નિકુળ અને શ્વેતાને આઈસકોલ્ડ જલજીરા આપી ગઈ. શ્વેતા ગણગણી. “અકરાંતિયાની જેમ ખાય એટલે જલજીરા પીવુંજ પડેને!”

નર્સે આવીને કહ્યું “મિ.શ્રીવાસ્તવ પ્લીઝ કમ વીથ મી. અનડ્રેસ એન્ડ કવર યોરસેલ્ફ વીથ ધીસ ગાઉન.”

નિકુળે ધ્રુજતા હાથે ગાઉન લીધો અને નર્સની પાછળ ગયો.

શ્વેતાએ પાસે પડેલું ફોર્બ્સ મેગેઝીન વાંચવા માડ્યું. પંદરેક મિનીટમા શારીરિક તપાસ પુરી થઈ. લિસાએ શ્વેતાને કહ્યું “પ્લીઝ, ડૉકટર વોન્ટસ યુ ઇન કન્સલટિંગ રૂમ”

“થેક્સ” શ્વેતા લિસાની સાથે કન્સલ્ટિંગ રૂમમાં ગઈ
કન્સલટિંગ રૂમમા નિકુળ અને શ્વેતાની સામે ડૉ.અડવાણી બેઠો હતો. એણે શરૂ કર્યું-

“નિકુળ ઇઝ એક્સેલન્ટ કેન્ડિડેટ ફોર SRS. સેક્સ રિએસાઈન્મેન્ટ સર્જરી (Sex Reassignment Surgary) કે વેજીનોપ્લાસ્ટિ (Vaginoplasty) કહેવાય એ સહેલાઈથી સફળ થઈ શકે એમ છે. આટલા વર્ષો સુધી એમણે શામાટે માનસિક રિબામણી ભોગવી તેજ મને સમજાતું નથી. નિકુળ ઈન્ટરસેક્સ ડિફોરમિટિસ સાથે જન્મ્યા છે. ખરેખર તો આ કરેક્શન નાની ઉમ્મરમાંજ થવું જોઈતું હતું. હજુએ મોડું નથી થયું. હું તમને Care of the Patient Undergoing SRS ની એક બુક આપીશ. એ ધ્યાનથી વાંચજો. સાથે બે સીડી આપીશ. એમાં શરીરશાત્રના અને સર્જરીના કેટલાક વાસ્તવિક ચિત્રો છે. એને બિભસ્ત ના ગણશો. તમે શાંતીથી જોજો અને એનો અભ્યાસ કરજો. તમને બુક અને સીડી રિફર કર્યા પછી કોઈ પણ પ્રશ્ન હોય તો એની નોંધ રાખજો. હું એનો ખુલાશો કરીશ. બધીજ સર્જરી હુંજ કરીશ. સર્જરી પહેલા કમ્પ્લીટ ફિઝીકલ કરાવવી પડશે. સેક્સ હોર્મોન્સ થેરેપી લેવી પડશે. બ્રેસ્ટ ઔગ્મેનટેશન સર્જરી, ફેસિયલ ફેમિનાઝેશન સર્જરી પણ લાઈન અપ કરવી પડશે. નિરાલીભાભી સરસ ભજન ગાતા હતા. એમના જેવો સુરીલો અવાજ કરવા માટે જરૂર પડે તો વોઇસ પીચ એલિવેટિંગ સર્જરી પણ કરીશું. મારે તમને નિકુળમાંથી નિરાલીભાભીમાં બદલવા છે….જો તમારી તૈયારી હોયતો!”

નિકુળ અને શ્વેતા સ્તબ્ધતાથી એને સાંભળી રહ્યા.

“એક વાતની મારે સ્પષ્ટતા કરવી જોઈયે. આ જીવન પરિવર્તનનો સવાલ છે. સેક્સની સાથે ઘણું ઘણું બદલાશે. સામાજિક સંબંધો પણ બદલાશે. પશ્ચિમના સમાજમાં એ અઘરું નથી …પણ આપણો ભારતનો સમાજ…યુ નો બેટર ધેન મી. આટલા વર્ષ પુરુષ તરીકે ગાળ્યા પછી સ્ત્રીત્વ સ્વીકારવા માટે કદાચ સાઈકો થેરેપીની પણ જરૂર પડે. એ તમારી પોતાની માનસિક તૈયારી પર આધાર રાખે છે. આ સર્જરીમાં રિવર્સલની શક્યતા નહિવત્ છે. તમે લંડનથી નિકળ્યા પછી મેં રાજુભાઈ સાથે ફોન પર વાત કરી લીધી છે. એમણેતો ગ્રીન સિગ્નલ આપી આશિર્વાદ આપી દીધા છે છતાં આખરી નિર્ણય તમારે કરવાનો છે.”

“બીજી એક ખાસ વાત. નિકુળે ત્રણથી ચાર મહિના અમારી સાથે રહેવું પડશે.”
“હવે હું તમને થોડા SRS ના રિઝલ્ટ બતાવીશ.”

લિસાએ લાઈટ ડિમ કરી. બીગ સ્ક્રિન પર સ્લાઈડ ધીમે ધીમે સરતી ગઈ.

વંડર ક્રિએશન ઓફ્ ડૉકટર અડવાની…
મેઇલ ટુ ફિમેલ…
બીફોર એન્ડ આફટર…

એડવર્ડ ટુ એલિઝાબેથ, બૉબી ટુ બારબરા, ડેવિડ ટુ ડોર્થી, ફ્રેન્ક ટુ ફ્રિડા, માર્ક ટુ મારિયા…એક પછી એક સ્લાઈડ્. અકલ્પીત પરિવર્તન. માનવે સુધારેલી કુદરતની ભુલો…અને છેલ્લી સ્લાઈડ… છેલ્લી સ્લાઈડમાં બિફોર સાઈડ પર માત્ર એક ફ્રેન્ચ કટ બિયર્ડ વાળો લોઇસ જ હતો. આફટરની સાઈડ બ્લેન્ક હતી. થોડીક ક્ષણો નિઃશબ્દ પસાર થઈ. છેવટે શ્વેતાએ ધીમે રહીને પુછ્યું લોઈસનું શું થયું?

ડોકટરે લિસા સામે જોઈને સ્મિત કર્યું. લિસા ઉભી થઈ. બીગ સ્ક્રિન આગળ લોઈસની બાજુના બ્લેન્ક સ્પેઇસ પાસે મારકણી અદામાં ઊભી રહી ગઈ. “આઈ એમ લોઇસ ટુ લિસા.”

અત્યાર સુધી સર્જરીની વાતો સાંભળીને સજ્જડ થઈ ગયેલા નિકુળથી બોલાઈ ગયું, “ઓહ માય ગોડ આઈ, આઈ ડોન્ટ બિલીવ ઇટ્.”

“યસ આઈ વોઝ લોઇસ. હેપીલી મેરિડ એન્ડ ફાધર ઓફ વન બેબી બૉય. લિવ્ડ ડ્યુઅલ જેન્ડર સિન્ડ્રોમ્. મારી વાઈફ લિન્ડા મારી મુઝવણ સમજી. સી રિયલી લવ્ઝ મી. કોઈકે લિન્ડાને ડૉકટર અડવાણીનું નામ આપ્યું. લિન્ડા મને અહીં લાવી. સ્વતંત્ર રીતે ડોકટરની હું જ પહેલી પેશન્ટ હતી. ડૉકટરે મારી સર્જરી તદ્દન ફ્રીમા કરી. બીજી સર્જરીઓ પણ તદ્દન નજીવી ફીમાં કરાવી આપી. હું લૉઇસમાંથી લિસા બની ગઈ.

અત્યારે હું ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમા મોડેલ તરીકે કામ કરું છું. વીકમાં ત્રણ દિવસ ડોકટરની મદદનિશ, અને પેશન્ટ ગાઈડ તરીકે કામ કરું છું. મારી એક્ષે મારા એક મિત્ર સાથે લગ્ન કર્યા છે. મારા સનને વીકમાં એકવાર મળું છું. હાલમાં મારા એક બોયફ્રેન્ડ સાથે રહું છું. વી હેવ એ ગ્રેઇટ સેક્સ લાઈફ.

વન મોર થીગ. દર બળેવ પર ડૉકટરને રાખડી બાંધું છું અને પાંચસો એક ડોલર ભેટ મેળવું છું. કાલનો આખો દિવસ હું તમારી સાથે ગાળીશ. આઈ એમ યોર ફ્રેન્ડ. કોઈ પણ અંગત કે શારિરીક પ્રશ્ન, જે તમને ડોકટરને પુછતા સંકોચ થાય, તે મને પુછી શકો છો.”

ડોકટરે દિવાલ પરની ઘડિયાળ તરફ જોતા કહ્યું “મારે હજુ એક એપોઈન્ટમેન્ટ બાકી છે. અત્યારે તમને લિસા તમારી હોટેલ પર મુકી જશે. ત્યાં જઈ જરા ફ્રેશ થઈ જાવ. થોડો આરામ કરો. હું લગભગ સાત વાગે તમને પીક કરીશ આપણે ‘ઉત્સવ’માં ડિનર લઈશુ. તમારી રૂમનું રિઝર્વેશન કાલે બપોરે બાર વાગ્યા સુધીનુંજ છે. કાલથી તમારે ન્યુજર્સીમા અમારી સાથે જ રહેવાનું છે. મમ્મીનો ખાસ આગ્રહ છે. વધુ વાત ડિનર વખતે કરીશું.

લિસા, પ્લીઝ કેન આઈ હેવ માય આફટરનુન ટી? આઈ એમ વેરી હંગ્રી. લિસાએ ડોકટર માટે મોટા થર્મોસમાંથી ચ્હા કાઢી. માઈક્રોવેવમાં ગરમ કરી. મોટા બિયર મગમા છલ્લોછલ ચ્હા ભરી. ફ્રિઝમાંથી ચાર પાંચ થેપલા કાઢ્યા ગરમ કર્યા અને ડૉકટરને આપ્યા. લિસાએ બધાને માટે કૉફિ, ક્રેકર્સ અને ચીઝ કાઢી.

શ્વેતા કોફિનો પહેલો સીપ લે તે પહેલા તો એણે પાંચ થેપલા અને પોણું મગ કૉફિને પેટમાં ઑરી દીધા હતા. શ્વેતા વિચારતી હતી કે આ માણસનું નામ ‘આદિત્ય’ ને બદલે ‘ખાધી-દૈત્ય’ રાખવું જોઈતું હતું.

કૉફિ પછી નિકુળ અને શ્વેતા, લિસાની સાથે ‘ન્યુયોર્ક પેલૅસ’ હોટેલ પર ગયા. બન્નેએ શાવર લીધો. શાવર પછી નિકુળ સોફા પર આડો પડ્યો. તે શારિરીક અને માનસિક રીતે થાકેલો હતો. શ્વેતાએ બેડ પર સુતા સુતા લિસાએ આપેલી બુકલેટ વાંચવા માંડી.

સાંજે સવા સાત વાગ્યે લોન્જમાંથી ફોન આવ્યો કે ડૉ. આદિત્ય એમની રાહ જુએ છે.

નિકુળ અને શ્વેતા નીચે આવ્યા. આદિત્યએ એની ટુ સીટર સ્પોર્ટ્સ ફરારી, વેલે માટે આપી અને ટેક્ષી કેબમાં સૌ ‘ઉત્સવ’ પર ડિનર માટે પહોંચ્યા. ફરી પાછું લંચ સમયનું જ પુનરાવર્તન. મોઢાના ત્રણ કામ. ખાવું, બોલવું અને જો નાક કામ કરતું બંધ થાય તો શ્વાસ લેવો. આદિત્ય એવો મનવ હતો કે એનું મો એ ત્રણે કામ સાથે કરતું હતું.

શ્વેતાએ ધીમે રહીને પુછ્યું “SRS નો કેટલો ખર્ચો થાય?”

આદિત્યના હાથ અટકી ગયા. એણે નાઈફ, ફૉર્ક નીચે મુક્યા. બન્ને કોણી ટેબલ પર ગોઠવી અને બે હથેળીમાં એની ચીન ગોઠવી. એણે ટગર ટગર શ્વેતા સામે જોયાજ કર્યું. શ્વેતાએ પ્રશ્ન પુછવા બદલ ક્ષોભ અનુભવ્યો.

“સારું થયું કે તમે મને પુછ્યું. મને તો એમ, કે હું મારા અંગત મિત્રો માટેજ કંઈ કરી રહ્યો છું. પણ હવે ખ્યાલ આવ્યો કે હું વ્યાપારીઓ સાથે ડિલ કરી રહ્યો છું.”

“ના ડૉકટર. પ્લીઝ ડોન્ટ મિસઅંડરસ્ટેન્ડમી, આ તો અમેરિકામા આ સર્જરી અને ટ્રીટમેન્ટનો શું ખર્ચો થાય. તે જાણવાનુ કુતુહલ થયું.”

“એ તો કોણ ફી ચુકવવાનું છે એના પર આધાર રાખે છે.”

“નિકુળ મારો મિત્ર છે. ધારોકે મારે એની ફી ચુકવવાની હોય તો?….”

“હું માનું છું કે તમે ન ચુકવી શકો”

“કેટલા ડોલર્સ્? અત્યારે ચેક લખી આપું”
“તમને ન પોસાય…. છતાંયે કહું છું…. “

“મારી મમ્મી છેલ્લા પાંચ વર્ષથી એને માટે વહુ શોધે છે. પણ બિચારી મમ્મીનો મેળ બેસતો નથી. તમારે ક્યાતો એને માટે તમારા જેવી સુંદર અને એડ્યુકેટેડ ‘ડોટર-ઈન-લૉ’ શોધી કાઢવાની અગર એને કન્વીન્સ કરવાની કે તમારા નંગને કોઈ સારી છોકરી, એની વીંટીમા જડવા તૈયાર નથી. આ ફી તમે ચુકવી શકશો? આ બે માંથી એક પણ ન થઈ શકે તો તમારે….” વાક્ય અધુરું મુકી આદિત્યે વેઇટરને બોલાવ્યો.

શ્વેતાના હાર્ટબીટ વધી ગયા. કેવો નફ્ફટ અને નટખટ છે. દિવસભર એનું ધ્યાન તો નિકુળ પર હતું. શું એણે મારું મન વાંચ્યું હશે?
રૂમ પર આવ્યા ત્યારે શ્વેતા આદિત્યના વિચારમાં હતી. નિકુળ કોઈ બીજી જ ચિંતામાં હતો. શારીરિક માનસિક રીતે સર્જરી જરૂરી હતી પણ એ સ્ત્રીત્વ પામ્યા પછી શું. પછી આ દુનિયામાં મારું કોણ. અત્યારેતો સમાજમાં નિકુળ તરીકે, પુરુષ તરીકે મારું સ્થાન છે. કંપનીમાં ઉંચો હોદ્દો છે. જીજાજી મને એની પુત્રીને સાચવું છું એટલેજ ભાવ રાખતા હશે? મારામાં નહિ પણ મારા મેડિકલ કેસમાંજ રસ લેતા હશે. શ્વેતાને પણ હવે મારામાં શામાટે રસ હોય. હવે એની નજર આદિત્ય પરજ છેને! સ્ત્રી બન્યા પછી પાર્વતિબા મને એના ધરમાં સંગ્રહે પણ નહીં. ના મારે ઓપરેશન નથી જ કરવું. કુદરતની ઈચ્છાએ જન્મ્યો છુ, એની ઈચ્છા પ્રમાણે જીવી જઈશ.

લિસા તો એના બોયફ્રેન્ડ સાથે રહી શકે છે. ઈન્ડિયામાં કન્વર્ટેડ લેડીને બૉયફ્રેન્ડ મળે ખરો? પુરુષ તરીકે પણ શારીરિક સુખથી વંચિત છુ. સ્ત્રી તરીકે શારિરીક ભુખ ભાંગે એવું કોઈ પ્રીય પાત્ર મળશે એની પણ શી ખાત્રી છે? અત્યારેજ જીજાજીને ફોન કરી ને કહી દઉં, કોઈ ઓપરેશન નથી કરાવવું. હવે શ્વેતાને જે કરવું હોય તે કરે. હું વહેલી તકે બોમ્બે જઈને કંપનીનું કામ શરુ કરી દઈશ.

નિકુળે રાજુભાઈનો ફોન જોડ્યો…

 

One response to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૦

  1. chandravadan May 22, 2014 at 10:46 AM

    મારા વહાલા વાચક મિત્રો, ભલે મારી નવલકથા “શ્વેતા” આજ સુધી ન વાંચી હોય. હવે પછી પણ વાંચવાના ન હોય, પણ આજનું પ્રકરણ ૨૦ એકવાર જરૂરથી વાંચજો. ગુજરાતી નવલકથામાં ભાગ્યેજ કે કદી યે ન વણાયલી વાત જાણવા મળશે. મેડિકલ ડોકટર છો? તમને પણ ગમશે. તો વાંચો
    Read the Book Sweta.
    Read this Post.
    Read the Post as a Medical Doctor.
    Pravinbhai, as a non-medical writer, you had used the Medical Terminology and tried to make the general public understand the reality of the Human Body and by this you have tried to remove the misconceptions/misunderstandings of the married life….infertily….& other “intimate” social issues that play a role in the Human Relationships.
    It is the lack of understanding of the Human Body & the Diseases that had lead to break-ups. I felt the need of bring that needed understanding & therefore started the MANAV TANDURASTI Posts @ my Blog Chandrapukar.
    Some of your Readers must have read those Health Posts…but those who had not, I give the LINK to those Health Posts….The LINK is>>>

    http://chandrapukar.wordpress.com/category/%e0%aa%a4%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a5-health/

    Hope to see the Readers to these Posts via this Link.
    Nice Post, Pravinbhai !
    Dr. Chandravadan Mistry
    Avjo @ my Blog !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: