કાવ્ય ગુંજન ૭.

કાવ્ય ગુંજન ૭.

Image
સુરેન્દ્ર ગાંધી.

પ્રેમીઓની દર્દ, વેદના, વિરહ અને તડપનોની કવિતાના બેતાજ બાદશાહ જેવા મારા મિત્ર સુરેન્દ્રભાઈ ગાંધીએ એમની ૨૫ મે ને દિવસે ઉજવેલી લગ્ન જયંતી પ્રસંગે આપેલી કાવ્ય ભેટ ખાનગી ન રહેતાં જાહેર થઈ ગઈ. તો માણીએ

એક પ્રેમ કાવ્ય.

Image

 

શબ્દોમાંથી સૂર વહાવતા એક જાણીતા એન્જીનીયરિંગ પ્રાધ્યાપક કવિ એટલે

Image
શ્રીચન્દ્રકાન્ત દેસાઈ

પ્રાતઃકાળે ઝાકળ

આ હરિયાળી    ભિંજાણી,
આ વનશ્રી ખૂબ રિઝાણી,
નહીં વાદળ નહીં વીજ કડાકા, પણ છંટાણા પાણી…આ.

નાજુક મોતીભરી ચુંદડીએ કાયા      મઢી ધરાની,
પર્ણપુષ્પમાં પ્રગટ્યું સ્મિત ને પમરી મ્હેક મજાની;
                                             નહીં સંગીત નહીં સાજ, તોય
                                             શી સ્ફૂરતી અમીયલ વાણી!…આ.

ભર્યું ભાનુએ એક રંગડગ ક્ષિતિજ તણા પગથારે,
દ્વિતિય ચરણ સળવળતું છાનું છપનું આભકિનારે,
                                             પદરવશ્રવણે ઘૂંઘટ ઓથે
                                             લજાય         વસુધારાણી…આ.

_____X_____

 

Pravin કવિ.(?)

ચિંતામાં રિબાતી માવડીને અમેરિકામાં તનતોડ મહેનત કરતા એન.આર.આઈ પોપટનો સધ્યારો સંદેશ…

મારી માને એટલું કહેજો
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ સરોવરની પાળ,
પોપટ આંબાની ડાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,

પોપટ લીલા ડોલરની લ્હેર કરે
પોપટ બેઠો બેઠો મજા કરે. (?)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: