કાવ્ય ગુંજન ૮

Image

વિનોદ પટેલ

એક બાજુ છે દેશના ધન કુબેર મુકેશ અંબાણીનો જગતનો પ્રથમ નબરનો૧ બીલીયન ડોલરની કિંમતનો ૨૭ મજલાનો મહેલ . રહેનાર ફક્ત પાંચ જણ
અને
બીજી બાજુ છે મુંબઈ શહેરની પાઈપોમાં કામ ચલાઉ ઘર કરી રહેતાં
માંડ પેટ ભરી જિંદગી બસર કરતા અગણિત નગ્ન દેહી દરિદ્ર જનો .
મારા મનના દર્પણમાં પ્રતિબિબિત મારા વિચારો મારી
નીચેની રચનામાં વ્યક્ત કરેલ છે .

ગાઈએ છીએ છાશ વારે ,
ઊંચા અવાજે ,તાના ખીંચ કે ,
મેરા દેશ મહાન , મેરા દેશ આઝાદ ,
પણ આ તસ્વીર શુ કહી રહી છે ?
કેટલો બધો વિરોધાભાસ ,
એકબાજુ ,
ઊંચા મહેલો, ધનનું વરવું પ્રદર્શન ,
બીજી બાજુ
પાઈપોમાં પણ રહેવાની નહી જગા
એક સવાલ
દરિદ્ર જનતા ક્યારે જોશે આઝાદી કે અમન
દેશના લાંચિયા વહીવટદારો પાસે
છે આનો કોઈ જવાબ ?

યાદ આવે આજે
કવિ ઉમાશંકરની આ અમર પંક્તિઓ ……

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
વિનોદ પટેલ

બ્લોગ “વિનોદ વિહાર”માંથી સાભાર

Image

સુરેન્દ્ર ગાંધી

વાત-વસવાટ

ભવિષ્યનો શું ભરોસો?
વર્તમાનમાં રહું છું
લાલિત્ય સંગ નથી લગાવ
અંતરની વાત સાદગીથી કહું છું
ખ્યાલોમાં એમના હરપળ રહું છું
પારકાને ય પોતીકાં કહું છું
છુપાઉં શું એમનાથી અંતરની વાત
તારલાઓ સંગ વીતાવી છે રાત
ઘડ્યા વિધાતાએ કેવા અજાયબ ઘાટ
સંગાથીએ ચીંધી વિરહની વાટ
બે કુમળી કુંપણો ખીલતાં જ કરમાઈ
હતી કહેવા પુરતી વસંતની સગાઈ
દિલ એમનું જીતવા આવશે ઘડી
(એ) હૈયા ધારણે પ્રેમની બાજી હારવી પડી
રૂદન શું કરું? નીસરતાં જ આંસુ સુકાણા
કિસ્સા, કલમ ઉપાડતાં જ બન્યા પુરાણા.

Image

Pinkijain Jain [FACE BOOK]
आज भी एक सवाल है इस दिल में ,
प्यार का गम बेशुमार है इस दिल में ,
कुछ कह नहीं पाता ये दिल मगर ,
किसी के लिए बहुत प्यार है इस दिल में

Image 

રચના ઉપાધ્યાય

આ તારું પિંજર ને આ મારું
ના હું એને છોડી શકું ના તું
ભલે ગમે તેટલું લાગતું જુનું
તોયે દિલને ઘણુંએ વળગેલું
મનવા કરવું તો આટલું જકરવું
પિંજર ભલેને અકબંધ રહેતું
બસ મનથી મન સુધીને બાંધવું
તારામાં તું ને મારામાં મારે રહેવું
તોયે તારાં હાથનું મારામાં ભીડાવું
મારું અડાબીડ તારામાં ઉગવું
બસ રચનાનું આમ જ નીપજવું
થાય ભલેને છંદનું મળવું ન મળવું

May 27 2014 @ San Francisco, based on Capulo’s painting.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: