પેરેડાઈઝ ટુ હેવન

મારી આ ખાસ વાર્તા
ફિનીક્સ, એરિઝોનાના સાવજ…
૯૬ વર્ષના તરવરતા યુવાન.

Image
શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને સાદર અર્પણ

                                                                 આતાજી આપને હજુતો ઘણી વાર છે

 

                                                                પેરેડાઈઝ ટુ હેવન

      ‘પાપાજી હેરી બેટ્ટ ઇઝ એલાઈવ.’
      ‘હરીદાદા સ્વર્ગમાંથી પાછા આવ્યા’.
      ‘અરે ગપ્પા ના મારો. હરીદાદાને ફ્યુનરલ હોમમાં લઈ જતા મેં નજરો નજર જોયા છે.આજે સાંજે તો ફ્યુનરલહોમમાં વ્યુઈંગ અને પ્રાથના રાખી છે. જો જો ને ત્યાં ઊભા રહેવાની જગ્યા ન હોય એટલા માણસો હશે. હું તો વહેલો પહોંચી જઈશ.’
      ‘અરે! જવું હોય તો હમણાં જ પહોંચી જાવ. તમારા હરીદાદાને એકાદ કલાકમાં ઘેર લઈ જવાશે.’
     

      અને વાત સાચી હતી. એક્સોઆઠ વર્ષના હેરી બેટ્ટ એટલેકે હરીશંકર ભટ્ટને તેમના મૃત્યુ બાદ બોડીબેગમાં ગઈ કાલે ફ્યુનરલ હોમમાં લઈ ગયા હતા. આજે સાંજે તો વ્યુઈંગ અને પ્રાર્થનાનું આયોજન થયું હતું અને આખા ટાઉનમાં વાત વહેતી થઈ કે હરીશંકર ભટ્ટ ઉર્ફે હેરી બેટ્ટ જીવતા થયા અને ઘરે આવવા તૈયાર થાય છે. એમને લઈ જવા એમ્બ્યુલન્સ તૈયાર છે. પ્રેસ રિપોર્ટર્સ અને ટેલીવિઝન કેમેરા તેમના ન્યુઝમેનના ટોળા ફ્યુનરલ હોમ આગળ જમા થયા છે.
     

      અમેરિકાના નેશનલ હાઈવે પર આવેલા નાના ટાઉનમાં આવેલી મોટૅલ માલીક હરીશંકર ભટ્ટને ટાઊનમાં કોઈ ન ઓળખે એવું બને જ નહીં.

      ગુજરાતના ગામડાના હરીશંકર ભટ્ટ પી.ડબલ્યુ.ડીમાં નોકરી કરતા હતા. અંગ્રેજ એન્જીનિયરોની સાથે રસ્તા અને મકાનોના બાંધકામ માટે જવાનું થતું. અંગ્રેજી બોલતાં આવડી ગયું હતું. ભારતની આઝાદી પહેલા જ એને કોઈકે અમેરિકા આવવાનો રસ્તો બતાવ્યો. હરીશંકર, પત્ની રૂક્ષમણી ઉર્ફે રૂખી અને ચાર છોકરા સાથે અમેરિકા આવી પહોંચ્યા. ઠેર ઠેર બંધાતા રસ્તાઓ પર કામતો મળી ગયું પણ અનુકૂળ ન આવ્યું. હરીશંકરને હાઈવે પરની એક નાની આઠ ઓરડાની ઈનમાં મેનેજમેન્ટ અને મેન્ટેનન્સની નોકરી મળી. ઈનના માલિક ડોસા ડોસી પરલોક સિધાવ્યા અને આઠ ઓરડાની ઈન એટલે કે આજની આધુનિક ચાર માળની મોટી “હેરીબેટ્ટ મોટૅલ” હરીશંકરની થઈ ગઈ. હરીશંકરને ત્યાંના લોકોએ હેરી બેટ્ટ બનાવી દીધા.

      રૂક્ષમણી ચાર ટિનેજર છોકરા અને પતિને મૂકી સ્વર્ગે સિધાવ્યા. છૂટકો જ ન હતો. હરીશંકર ઈન્ડિયા જઈને લક્ષમીબેન ઉર્ફે લખીને લઈ આવ્યા. લખીએ સંસારમાં પોતાના ચાર પુત્ર ઉપરાંત રૂખીના ચાર એમ આઠ આઠ છોકરાઓને મોટા કર્યા. બધાને ભણાવ્યા. થોડા ભણી ગણીને ડોકટર ઍન્જીનિયર થયા તો બીજાઓ એ મોટેલનો ધંધાનો વિકાશ કર્યો. ભણેલા ગણેલાઓએ પણ મળી સંપીને પોતાના વ્યવસાયની આવક ભાઈઓની સાથે હોટેલ મોટેલમાં જ રોકી. આખા અમેરિકામાં છોકરાઓની ‘હેરીબેટ્ટ ઈન’ પ્રખ્યાત થતી ગઈ. વિખેરાયલા યુવાન છોકરાંઓએ દેશી વિદેશી પત્નીઓ સાથે સંસાર માંડ્યો. લક્ષ્મીબા પણ પોતાના અને રૂખીના છોકરાંઓને સમૃધ્ધીમાં આળોટતા જોઈને સંતોષથી સ્વર્ગે સિધાવ્યા.

      વિખેરાયલા વિશાળ કુટુંબમા હરીશંકર એકલા પડ્યા. દીકરાઓ કહે ‘પાપાજી અમારી સાથે ચાલો’. પાપાજી કહે કે ‘મારે આ શુકનીયાળ જગ્યા છોડવી નથી. મરીશ તો અહીં જ મરીશ.’
      એક અમેરિકન વહુએ કહ્યું, ‘પાપા ઈઝ ઓન્લી સિકટીફાઈવ. સ્ટિલ યંગ, સ્ટ્રોંગ એન્ડ હેન્ડસમ ટૂ. હી સૂડ ગેટ મેરી.’
અને હેરીપાપા ફરી ઘોડે ચઢી ત્રીસ વર્ષીય યંગ અમેરિકન મેરીને લઈ આવ્યા. મેરીએ કુટુંબમાં બે દીકરીનો વધારો કર્યો. આઠ ભાઈઓને રાખડી બાંધવા બે બહેનો મળી.

      પંચ્યાસી વર્ષની ઊમ્મરે હેરી બેટ્ટ માંદા પડ્યા. હોસ્પિટલમા છેલ્લા શ્વાસ ગણાતા હતા. પોતાના ફેમિલીમાં છોકરાંઓના છોકરાંઓમાં ચાર પાંચ તો જૂદી જૂદી સ્પેશીયાલીટિના ડોકટરો. હેરીપાપા બચી ગયા. સાજા થયા.

      જાણે પુનર્જન્મ થયો. ભુલાઈ ગયેલી સંધ્યા પૂજા પાઠ શરૂ થયા. રોજની દશ માળા હરી ઓઉમ નમઃશિવાયની શરૂ થઈ. પોતે હરી અને શંકર બન્નેને એક કરીને પોતાની જાતને ‘હરી ઓઉમ નમઃશિવાય’માં ડૂબાડી દેતા. માળાની સાથે મેડિટેશન અને પ્રાણાયામ.

લગભગ દશ વર્ષ પહેલા મેરી અને હેરી પાપા કારમાં સો માઈલ દૂર આવેલા શહેરમાં મંદીર ગયા હતા. મેરી જ ડ્રાઈવ કરતી હતી. કારને એક્સિડંટ થયો. મેરી મધરને તો તરત જ ભગવાને હેવનમાં બોલાવી લીધા.. હેરીપાપાને મલ્ટીપલ ફ્રેકચર હતું. મલ્ટીપલ સર્જરી કરાઈ હતી. કોમામાં સરી ગયા હતા. છેલ્લે પાપા વેન્ટીલેટર પર મુકાયા હતા. એક બે નહીં પણ પૂરા પિસ્તાળીસ દિવસ સૂધી વેન્ટીલેટર પર હતા. છેવટે કોઈ પણ આશા ના દેખાતા વેન્ટીલેટર કાઢી નંખાયું. હવે માત્ર ગણત્રીની મિનિટો કે કલાકો. લગભગ સવાસો તો ઘરના જ. અને તેમના સગા સ્નેહીઓ મળી પાંચસો સ્વજનો પાપાના તદ્દન ધીમા ચાલતા શ્વાસ બંધ થવાની રાહ જોતા હતા.

      મેરી મામાના ફ્યુનરલ પછી પાપાના ફ્યુનરલરની તૈયારી અઘરી ન્હોતી. બધું જ તૈયાર હતું. પણ કલાકો વિત્યા. રાહ જોવાતી રહી. ત્રીજે દિવસે પલ્સ વધવા માંડી. આંખો ખૂલી. ડોળા ફરવા માંડ્યા, ચેતના વધી. પાપાનો મોમાંથી ઝીણા અવાજે એક પ્રશ્ન નીકળ્યો “માય મેરી?”
      ડોક્ટર દીકરીએ જણાવ્યું સી ઈઝ રેસ્ટીંગ ઈન પીસ ઈન હેવન. હાથથી ક્રોસ વંદના કરી.. દવા, ઈલાજો અને સઘન ચાકરી શરૂ થઈ. પાપા સારા થઈ ગયા.
      બે વર્ષ બાદ હજાર માણસોની હાજરીમાં પાપાજીએ સો કેન્ડલ ધીમે ધીમે ફૃંક મારીને હોલવી. રંગેચંગે ધામધૂમથી પાપાજીની જન્મ શતાબ્દી ઉજવાઈ.

      પાપાજી અસલ મૉટેલમાં એની મેરીની સૌથી નાની દીકરી અને અમેરિકન જમાઈ સાથે રહેતા. પાપાનો દોહિત્ર બોબ એ મોટેલ સંભાળતો. પાપા વહેલી સવારથી ઈસ્ટર્ન બાલ્કનીમાં બેસીને સંધ્યા, માળા અને મેડિટેશન કરતા. બપોરે આરામ કરતા. સાજે વેસ્ટર્ન બાલ્કનીમાં બેસી ફરી પ્રભુ સ્મરણ કરતા. પાપાજી ખભાથી પગની પાની સુધીની સફેદ કફની પહેરતા. સફેદ દાઢી અને સફેદ વાળ સાથે એ રવિન્દ્રનાથ ટાગોર જેવા લાગતા.

      હેરી પાપાજીનો કુટુંબમેળો વર્ષમાં ત્રણ વખત આ મોટેલ પર ભરાતો. દિવાળી, ક્રિસમસ અને પાપાજીની બર્થ ડે. દર વર્ષે બર્થડે કેક પર એક એક કેન્ડલ ઉમેરાતી ગઈ. પાપાજીને બદલે ફેમિલીમાંની કોઈક નાની છોકરી કેન્ડલને ફૂંક મારી હોલવતી અને વીશ કરતી કે પાપાજી સવાસો વર્ષના થાય.

      અરે! ગઈકાલે જ એમની ૧૦૮મી બર્થડે ઉજવાઈ. કુટુંબના બધાજ સભ્યોએ પાર્ટીનો આનંદ માણ્યો. આ વખતની પાર્ટીનો માહોલ કંઈક જુદો જ હતો. કેકમાંથી બ્યુટિફુલ બેલે ડેન્સર નીકળી. પાપાની ચેરની આજુબાજુ સેક્સી લેપડેન્સ શરૂ કર્યો. દરેક જુદા જુદા ખુણા પરથી એરેબિયન ડેન્સર બહાર આવી. “હી ઈઝ એ જોલીગુડ ફેલો” અને “હેપી બર્થ ડે ટુ હેરી બેટ્ટ” ના ટ્યુન સાથે ડેન્સ શરૂ થયો. પાપાજી ડેન્સના બીટ્સની સાથે ડોલતા ડોલતા ‘હરિ ઓઉમ નમઃશિવાય’ નો જાપ કરતા રહ્યા. પાપાના બન્ને લેપ પર અર્ધનગ્ન સુંદરીઓ હતી. પાપાનો પવિત્ર દેહ અભડાયો….

      અને સુંદરીઓને લાગ્યું કે પાપાજી એકદમ ઠંડા થઈ ગયા. ડેન્સ બંધ થયો અને એકસો આઠની કેઇક કપાય તે પહેલા પાપાજીના જાપ બંધ થયા. આંખો બંધ થઈ. શ્વાસોછ્વાસ બંધ થયા. પલ્સે વિરામ લીધો. સંતાનોના ટોળામાં ચાર પાંચ તો ડોક્ટર હતા. એઓ દોડી આવ્યા. બધાએ એમના શરીરને તપાસ્યું. દોહિત્ર બોબે ઊંડા ગંભીર અવાજે જાહેર કર્યું “પાપાજી હેરી બેટ્ટ ઈઝ નો મોર વીથ અસ.” ક્ષણભરનો સન્નાટો અને સંતાનો અને સ્વજનોનો મોટો કોલાહલ. પાપાજી કેક કાપવા પણ ન રોકાયા. ઓહ્! વી કાન્ટ બીલીવ ધીસ. ઓન હીઝ વન હન્ડ્રેડ એઈઠ બર્થ ડે હી પાસ્ડ અવે.

      અને ફ્યુનરલ હોમના માણસો કાળી બોડી બેગમાં પાપાજીને લઈ ગયા. લગભગ સાતસો માણસો આઈ વિટનેશ હતા કે પાપાજીનું હાર્ટ બંધ થયું હતું. હેરી બેટ્ટની કેઇક કપાય તે પહેલા જ એઓ પ્રભુ સ્મરણ કરતાં સ્વર્ગારોહણ કરી ગયા.

      સ્વજનોએ તરત જ ફ્યુનરલનો પ્લાન ઘડી નાંખ્યો. બધાજ હાજર હતા. કોઈની રાહ જોવાની ન હતી. આવતી કાલે વ્યુઈંગ, પાપાની જીવન ઝરમર પ્રવચનો અને પરમ દિવસે સવારે ક્રિમેશન એટલે કે અગ્નીદાહ.

      પણા આજે સવારે ફ્યુનરલ ડાઈરેક્ટરનો ફોન આવ્યો “પાપાજી ઇઝ અલાઈવ”. મોટેલ પરના બધા પહેરે કપડે દોડ્યા. આ ચમત્કારના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. ફ્યુનરલ હોમની બહાર માનવ મહેરામણ ઉછાળા લેતો હતો. પાપાજી બહાર આવે તેની માત્ર ઝાંખી જ કરવી હતી. ટીવી અને પ્રેસ કેમેરા સાથે રિપોર્ટરો સમાચાર માટે હવાંતિયા મારતા હતા. બહાર એમ્બ્યુલન્સ એમને હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ માટે લઈ જવા તૈયાર હતી.

      ફ્યુનરલ ડાયરેક્ટર બહાર આવ્યા. એના પર પ્રશ્નોની ઝડી વરસી. એણે ટૂકું લેખીત નિવેદન વાંચ્યું.

‘પાપાજીના બોડીને બોડીબેગમાંથી બહાર કાઢી પ્રોસીજર ટેબલ પર સુવડાવ્યા હતા. આજે સવારે એમ્બામિંગ ટેકનિસીયને એમને ટેબલ પર ન જોતા ગભરાઈને તપાસ કરવા માંડી. પાપાજી પાસેના કોચ પર સ્વસ્થતાથી બેઠા હતા. એમણે ટેકનિશિયનને પુછ્યું “વ્હેર એમ આઈ?”
      ‘બસ અમે ફેમિલી અને પોલીસ ને ફોન કરી ને જણાવ્યું લે પાપા ઈઝ નોટ ડેડ. હી ઈઝ એલાઈવ. વી ડોન્ટ નો વોટ હેપન્ડ, હાવ હેપન્ડ. નો ફર્ધર ક્વેશ્ચન પ્લીઝ.’
      પાપાજીને વ્હીલચેરમાં એમબ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા. એમણે ફ્લાઈંગ કીસથી ટોળાનું અભિવંદન કર્યું. એમબ્યુલન્સ હોસ્પિટલ તરફ દોડી. પાપાજીની શારીરિક તપાસ થઈ. પાપાજીના બધાજ ટેસ્ટ તદ્દન નોર્મલ હતા. પાપાજીને મોટેલ પર લાવવામાં આવ્યા. પાછો ઉત્સવ શરૂ થયો. પાપાજીની આંખમાં ગજબની ચમક હતી. દાઢી અને માથાના સફેદ વાળ ચાંદીની જેમ ચળકતા હતા. એઓ એક્સોઆઠ નહીં પણ અઠ્ઠાવીસના યુવાન લાગતા હતા. કેઈક કપાઈ. અને એણે દોહિત્ર બોબને બોલાવ્યો.

      ‘માય સન, મારી વાત સાંભળ, સમજ અને કહું તેમ કર. હું હેવનમાં ગયો હતો. ત્યાં મેં નજર કરી તો મારી રૂખી, લખી અને મેરી પાંખો વાળી પરીઓ બનીને ઊડતી હતી. બધા દેવો અપ્સરાઓ સાથે રંગીન ક્રિડાઓ કરતા હતા. સુરા અને સુંદરીઓનો માહોલ હતો. મને ત્યાં ગમ્યું. પણ જે બે છોકરીઓ મારા ખોળામાં બેઠી હતી તે જ છોકરીઓ ત્યાં પણ હતી. તેમણે મને કહ્યું. અહીં આવવાની હજું વાર છે. તેઓ જ મને ફ્યુનરલ હોમમાં પાછી મુકી ગઈ. બોબ તું મારે માટે અહીં આપણી મોટેલમાં જ પેરેડાઈઝ બનાવ.’

      પાપાજીની ઈચ્છા પૂર્ણ કરવા સૌ લાગી ગયા. હોલીવુડ અને લોસવેગાસના સ્ટેજ અને શો ડાયરેકટરોએ મોટેલના કંપાઉન્ડમાં મોટો સેટ ઉભો કરી દીધો. રંગબેરંગી ફુવારાઓ, વૃક્ષ અને પંખીઓ, ફોગ મશીનના વાદળો, વાદળોમાં હરતી ફરતી અને સરતી અર્ધનગ્ન શો ગર્લ્સ અપ્સરાઓ. વિશાળ પારદર્શક ટબમાં તરતી મરમેડ. પાપાજી સુંદરીઓથી ઘેરાયલા હતા. પાપાજી બે મહિના સુધી પેરેડાઈઝનું જીવન માણતા રહ્યા.

      એક હોજ બબલી શેમ્પેઇન્જનો હતો. પાપાજી નગ્ન સુંદરીઓ સાથે હોજમાં તરતા હતા. એઓ સપાટી પર હાથ પગ હલાવ્યા વગર પડી રહ્યા. સુંદરીઓ એમના શરીર પર વાઈનની છાલકો ઊડાડતી હતી. પાપાજી એકદમ સ્થિર હતા. હલન ચલન બંધ થયું. રમત બંધ પડી. પાપાજીના શ્વાસ બંધ થયા. સુદરીઓ ગભરાઈને હોજની બહાર નીકળી આવી. બોબ દોડી આવ્યો. પાછા બધા સ્વજનો આવી પહોંચ્યા. ડોક્ટરોએ એમને હોજમાં જ તપાસ્યા. ફરી એજ નિદાન. પાપાજી ઈઝ નો મોર વીથ અસ.

      નિર્ણય લેવાયો. લેટ હીમ ફ્લોટ ઓન ધ વાઈન બેડ. હી મે કમ બેક. પેરેડાઈઝ સમેટી લેવાયું. હોજમાં પાપા તરતા રહ્યા. હોજ સુકાતો ગયો. પાપાનો દેહ દ્રાક્ષાસવમાં ગળાતો ગયો. હવે તે નિર્જીવ લાકડું બની ગયો. ઓપન એર વેટ ક્રિમેશનની મંજુરી લેવાઈ. વાઈનહોજમાં સંતાનોએ પ્રભુ સ્મરણ સાથે આગ મૂકી. આખો વાઈનહોજ જ્વાળાકુંડ બની ગયો. એના ધુમ્ર ગોટાઓએ આકાશમાં એક દાઢીવાળા મનુસ્યની આકૃતી સર્જી. શું એ પાપાનું સુખદ સ્વર્ગારોહણ હતું?

                                                                                            ********

      Man found alive in body bag after he was pronounced dead …
Workers at a U.S. funeral home say they found a man alive and … Howard says Williams had no pulse and was pronounced dead … 78-year-old man found alive in body bag. .

 

અને આવા સમાચાર તો ગુજરાતી વર્તમાનપત્રોમાં છાસવારે વાંચવા મળે કે ‘ફલાણો ડોસો કે ડોસી ચિતા પરથી બેઠી થઈ અને વાજતે ગાજતે ઘેર આવી.’

12 responses to “પેરેડાઈઝ ટુ હેવન

 1. મનસુખલાલ ગાંધી June 12, 2018 at 1:20 AM

  બહુ સરસ વાર્તા છે…

  Like

 2. pravinshastri January 21, 2017 at 11:45 AM

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

  આતાજી સાથે ફોન પર અનેક ગપ્પા મરાતા. એક સમાચાર યાહુ પર હતા તેની વાત મેં એમને કહી. મને કહે હું બસ આવી રીતે જ પાછો આવીશ. ૧૬ જૂન ૨૦૧૪માં લખાયલી આ વાત ફરી રજુ કરું છું.

  Like

 3. pravinshastri June 25, 2014 at 7:19 AM

  himatlal joshi

  1:28 AM (5 hours ago)

  to me
  પ્રિય પ્રવીણભાઈ
  હરિશંકર ભટ્ટ વાળી વાત બહુજ ગમી .મારે પણ ઈચ્છા છે કે મૃત્યુ પછી પાછા જીવતા થવું પછી કરવું શું ? ख्वाहिश हे मेरी माशूक मरनेके बाद जीना . तुझे पासमे बिठाके भर भर के जाम पीना
  એક વખત હું મરિ ગયો .મને સ્વર્ગમાં લઇ આવ્યા અને મને પૂછ્યું કે તમારે ક્યા જવું છે ?
  इस्राफ़िलने (जम ) पूछा जीना(स्वर्ग )में ले जाउ कहाँ तुझे मेने कहा हुरोकी गलीमें लेजा मुझे
  रूह कब्ज़ कर फिरस्ते जन्नत तक तो लाए पर ए नहीं बताया मयखाना कैसे जाए આતા નાં રામ રામ

  Like

 4. Sureshkant Patel June 21, 2014 at 2:27 AM

  Here is the concise summary of your succint Story writing ability :
  ” Kharra Abhari toe Aapna Vanchako chhiae “

  Like

 5. pravinshastri June 19, 2014 at 7:00 AM

  માનનીય ડૉ.સુરેશકાંતભાઈ,
  સાદર વંદન. મારી કલ્પનાને (કે તુક્કાને) આપે વજ્ઞાનિકરીતે પુષ્ટિકરણ કર્યું તે મને ગમ્યું. હજુ લિક્વીડ ક્રિમેશનને સંપૂર્ણ માન્યતા મળી નથી. બધા સ્ટેટ્ની તો ખબર નથી પણ અહીં ન્યુ જર્સીમાં જો ઓપન કાસ્કેટ વ્યુઈંગ રાખવું હોય તો એમ્બામિંગ ફરજીયાત છે, આપનો પ્રતિભાવ ખાસ કરીને આપણા ભારતના વાચકો માટે સરસ માહિતી પુરી પાડશે કે જ્યાં મૃત્યુ બાદ એમ્બામિંગની જરૂર નથી પડતી. આપનો અને વિનોદભાઈનો આભારી છું.

  Like

 6. Sureshkant Patel June 19, 2014 at 2:02 AM

  In fact’o – the body we used to dissect in Anatomy Hall at Medical College[s] during first year – were exactly like what Pravinkumar discribes in here :- ” solidly firm like a log of wood. ” & the solution they use is Formaldehyde [Drakshashav – containing alcohol has similar effect]. All the tissues including all vital organs & others like muscles tendons nerves cartilage etc,.becomes lusterless due to shrinkage as formaldehyde dries them out in 48 hours’ time period, depending on the concentration of the solution used.
  Secondly ,Shashtriji wrote that the Body was floating in the pool which reveals that the process of drowning took place in reality – as we all know this phenominon.
  I am so glad that Shri Vinodbhai brought this up noting – ‘Kamal or Kutuhal’ as a Parting Farewell !
  Thank You for this interesting Story & a provoking Discussion -as well.

  Like

 7. pravinshastri June 16, 2014 at 9:52 PM

  મેં થોડા સમય પર લિક્વિડ (કેમિકલ) અને બાયો ક્રિમેશન અંગે વાંચ્યું હતું. એમાં વોટર અને આલ્કલીના સંયોજનથી હાડકા સિવાયના બધા અવયવો મેલ્ટ થઈ જાય અને એને ફ્લેમલેસ ક્રિમેશન પણ કહે છે. (ગુગલમાં પણ આની માહિતી છે) દારુમાં દેહને ઓગાળી દેવાનો તુક્કો તો મારો જ છે. વડીલ આતાજી માટે બોડીબેગમાં જીવતા જણાયલા વૃદ્ધની વાત વાર્તાના રૂપે લખાઈ ગઈ.

  Like

 8. pravinshastri June 16, 2014 at 9:31 PM

  નવીનભાઈ મારે માટે આપના પ્રમાણિક અભિપ્રાયનું મુલ્ય ઘણું જ છે. બસ મને આ રીતના પ્રતિભાવો મળશે તો મારી ગુણવત્તા સુધારવાનો અવકાશ રહેશે. આતાજી હોસ્પિટલમાંથી સાજા થઈને આવ્યા પછી મે યાહુ પરના સમાચાર એમને જણાવ્યા હતા. અને આ વિચિત્ર વિષય પર કંઈક લખાઈ ગયું. ફરી એક વાર…વાંચતા રહેજો અને સૂચન કરતા રહેજો.

  Like

 9. Vinod R. Patel June 16, 2014 at 8:30 PM

  108 વર્ષના રંગીલા હરી શંકર ભટ્ટ -હેરી બેટ ની રંગભરી વાર્તાએ રંગ જમાવ્યો .

  આ માણસ પાસે યમરાજા પણ હારી ગયા અને એમને વાજતે ગાજતે પાછા મૂકી પણ ગયા !

  એક અજબ માણસની ગજબની ચઢાવ ઉતરાવ વાળી વાર્તા .

  આવા દેશી પણ રંગીલા હેરી બેટો શોધવા જઈએ તો ઘણા મળી આવે .

  હોજમાં પાપા તરતા રહ્યા. હોજ સુકાતો ગયો. પાપાનો દેહ દ્રાક્ષાસવમાં ગળાતો ગયો. હવે તે નિર્જીવ લાકડું બની ગયો.

  આ નવીન પ્રકારની અંતિમ વિદાય – આવું હોઈ શકે એ નવું જાણ્યું !

  પણ પ્રવીણભાઈ ની કલ્પના શક્તિની એ જ તો છે કમાલ !

  Like

 10. chandravadan June 16, 2014 at 3:16 PM

  Another Varta by Pravinbhai.
  Nice !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  My computer was not functiong..now a new one & able to visit your Blog.
  Hope to see you @ Chandrapukar !

  Like

 11. Navin Banker June 16, 2014 at 1:50 PM

  I am your Fan. But, somehow, this story did not touch me. I did not like this story.
  Navin Banker

  Like

 12. Manu Bhatt June 16, 2014 at 12:35 PM

  Pravinbhai,

  Enjoyed the story. You are a great story-teller.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: