કાવ્ય ગુંજન ૧૦
રણધીર નાયક, “મગ્ન”
કશું કારણ હતું
હું હતો ને ઘર હતું, પ્રતિક્ષાને બારણે તોરણ હતું
દર્પણ બીચારું ઝુર્યા કરે, વ્યગ્રતાનું કશું કારણ હતું
શક્યતાની રેખાઓ મૂઠીમાં કેદ કરગરતી હતી
યાદના સ્વપ્ના કોરા રહ્યાં, નીંદરનું એ રણ હતું
એમાં તે શું મઝા, જે બે ચાર દીન રણકે ને તૂટી પડે
પ્રેમની ઘુઘરીઓને તદ્દન, કાચૂ જ ઝારણ હતું
રાત ભર તું આવશે જ ની મખમલી પ્રતિક્ષા
ભલા એ જ મારા સ્વપ્નાનું ભારણ હતુ
કારણો મારી એકલતા કાંઈજ બાકી રહ્યા નથી
કારણનું કારણ શું હતું, તેનું જ કશું તારણ ન હતું
મધુ શાહ
તારુ નામ
પુર્ણિમાના ચંદ્ર પર ઘૂંટીને તારું નામ લખ્યું
તે ચંદ્ર પણ ઘટીને અમાસે અદૃશ્ય કેમ થયો?
સૂર્યના પ્રત્યેક કિરણ પર રોશન તારું નામ કર્યું
તે સુર્ય પન અરે! સાંજ પડતાં જ ડૂબી કેમ ગયો?
વિશાળ વૃક્ષના પાંદડે પાંદડે તારું નામ કોતર્યું
પાંદડાં ખેરવી નાંખતો પાનખર તે વૃક્ષને પણ કેમ નડ્યો?
વાદળમાં ચમકતી વીજળીની ઉપર તારું નામ જડ્યું
પ્રભુ કરે તારું નામ અમર, છો વીજપ્રપાત મુજ પર થયો!
સુરેન્દ્ર ગાંધી.
યાચના
પ્રભુજી હવે ક્યારે થાશે પધરામણી
કોણ કરશે તવ આગમન કેરી વધામણી
છે અસંખ્ય અવતાર તારા તારણહાર
ડુબાડીને પણ મુજને કરજે ભવસાગર પાર
સીતાના સહાયક ને ગીતા કેરા ગાયક
દેજે આશીશ થાઉં તવ કૃપાને લાયક
તારા જ નામ કેરી ઘણાવું ધૂણી
રાખજે મને સદાય તારો ઋણી
અર્ઘ્ય શું આપું શેણે પખાળું તવ ચરણ
છું અભ્યાગત અકિંચન
યાચું તવ શરણ
Like this:
Like Loading...
Related
તારુ નામ
પુર્ણિમાના ચંદ્ર પર ઘૂંટીને તારું નામ લખ્યું>>>>>>>>ખુબ ખુબ સરસ ખુબ ગમ્યું
LikeLike