કાવ્ય ગુંજન ૧૨

 

કાવ્ય ગુંજન ૧૨

રચના ઉપાધ્યાય
અલવિદા ખુદા.

હે   મારા    ખુદા,    તારે રસ્તે
મેં બહુ દિલથી   સજદા*  કર્યા
જે   દહેજમાં    લાવી       હતી      
એ   બધું જ    તારે નામ   કરી
નામ   નિશાન   સઘળું     મુકી
તારે  ત્યાંથી    વિદાય થાવ છું
ફક્ત લુટાયેલી અસ્મતને ^લઇ
દામનની બધીએ રચના છોડી
તારી બંદગીની તમન્ના લઈને
અલવિદા ખુદા.

સજદા = નમન, વંદન. અસ્મત = શિયળ, સ્ત્રીની ઈજ્જત

************************************

 

Himatbhai Mehta
near Mumbai, India

અપીલ યમ ને …..

મૃત્યુ  તું કીડી થી  કુંજ ને   ભલે હણે
અચાનક  છીનવે    ગર્ભ ને પણ તું !
હસ્ત મેળાપે કરે વિધવા નવોઢા ને
મંડપ માં   ભલે મારે છે  સુકન્યા ને

કદી વાવાઝોડું બની હણે જન ને
પ્રલય બની ત્રાટકે મારવા સૌ ને
આશા    ભર્યા યુવાન ને મારી ને
બક્ષે જીવન,  તને ઝંખતા વૃદ્ધ ને

સ્વભાવ જો હોય હણવાનો હોય
તો   હણી લે         મુજમાં રહેલ,
તુંજ થી મહાન.. …..તુજ થી ક્રૂર
કામ  ક્રોધ  લોભ  મોહ    દ્રેષ ને….
નઠારા વિકારો ને…

********************************************

હિમતભાઇ મેહતા..

 

રણધીર નાયક – મગ્ન

ચહેરા
ઉદાસીનાં મહોરાં પહેરી ફરતા ચહેરા
સ્વાર્થના બુરખા ઓઢી મળતા ચહેરા
દર્દ ફરિયાદ અને મતલબ પૂરા થયાં
લાગણીને લાત મારી  ખસતા ચહેરા
ભીંત બારી બારણાં પોપચાં ઢળતા  રહ્યા
સ્મૃતિના રૂમાલે      અઅશ્રુ લૂછતા ચહેરા
દુવા  દયા અને પ્રાર્થના   ફ્રીઝ થઈ ગયા
હવે શ્ર્ધ્ધાની ચ્યુંઈગ ગમ ચાવતા ચહેરા
કલાકો    દિવસો ને વર્ષો વીતી ગયા
માદરે વતનની યાદે ભીજાતા ચહેરા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: