કાવ્ય ગુંજન ૧૫
ચન્દ્રકાંત દેસાઈ
જોબનિયું
મારા જીવનને આંબે, ઓલી મનડાની ડાળે,
મહેકે મંજરીએ મંજીરીએ મીઠું જોબનીયું,
ઘેલી યમુનાના બીર, ઓલ્યા સાગરનાં પૂર,
ગાય યુગયુગથી પ્રીતિનાં ગીતડાં મધુર,
વહે વણથંભી એવી સુરસરગમ પ્રચુર,
જ્યારે વાગે પૂરબહાર ઓલ્યું જોબનજંતરિયું.
સુરેન્દ્ર ગાંધી
આંતર ખેવના
મુલાયમ હોઠો નું સ્મિત બની રહું ,
તમારા પ્રેમ ના એકરાર નું ગીત બની ગુન્જુ
ફૂલ જેવા ગાલો ઉપર ઝાંકળ બની જામી રહું ,
આપણા હૈયા ને જોડતી સાંકળ બની રહું
બનો જો મદિરા તો છલકતો જામ બની જાવું,
બેહ્કાવો નખરાળી અદાઓથી તો કુરબાન થઇ જાવું
માદક આંખોં ને કાજળ બની શોભાવુ,
શ્યામલ ઝુલ્ફો માં વાદળ બની સંતાઈ રહું
હોય હિંમત તો છેડો હૃદય વીણા ના તાર,
હું ઝણકાર થઇ જાવું
સુણાવો બે બોલ પ્રેમ ના, રણકાર કરી બતાવું
વસુછું તમારા હૃદય માં,
નીરખો ઝુકાવી ને ગરદન,
હું સાક્ષાતકાર થઈ જાવું..
Like this:
Like Loading...
Related
બસ, જેમનો પોતાનો બ્લોગ નથી એવા મિત્રોના કાવ્યોને અન્ય ગુજરાતીઓને પહોંચાડવાનું કામ કરું છું. મને તો બે પંક્તિનું જોડકણું લખતાં પણ નથી આવડતું. બહેન આપ તો સાહિત્યકાર છો. આપના પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
BAHU J SUNDAR RACHNAO SHASTRI SAHEB
LikeLike