“શ્વેતા”- સ્વ. શ્રી તુષાર ભટ્ટ અને શ્રી રમેશ જાદવ.
શ્વેતા નવલકથાની પૂર્ણાહુતિ પહેલાં સદ્ગત શ્રી તુષાર ભટ્ટના પ્રતિભાવ મુકવાની લાચચ રોકી શકતો નથી.. હું મારા નાનાભાઈ મહેશભાઈ ભટ્ટ સાથે એમના અંતિમ દિવસોમાં એમની ખબર કાઢવા ગયો હતો. “શ્વેતા”ની વાત નીકળતાં મેં એમને એ પુસ્તક આપ્યું. એમણે એમની બહેન શીલાબેન ભટ્ટ દ્વારા ઈ-મૅઇલથી એમનો પ્રતિભાવ મોકલી આપ્યો….એમની વિદાયના માત્ર પંદર દિવસ પહેલા. શ્વેતાના અંતિમ પ્રકરણ પહેલા મારી સદગત્ તુષારભાઈ ભટ્ટને હાર્દિક અશ્રુભીની શ્રદ્ધાંજલી. ભટ્ટ પરિવારના આભાર સહિત એમનો પ્રતિભાવ આપને માટે રજુ કરું છું.
From: Tushar Bhatt

J-3/14, Patrakar Colony
Naranpura Ahmedabad.
Dear Pravinbhai/Maheshbhai,
It was very nice of you both to have paid a visit to my house to enquire after my health. The following are few lines I have send regarding “Shweta”. Hope my views will be useful to you.
“Shweta”, an action-based novel is set in USA where the author lives and is using a various mixture of Gujarati as spoken in America and English in Gujarat by NRIs.
It is a welcome effort because very few attempts have been made to document new immerging Gujaratis as in USA. Also devoid of pompus Gujaratis, which is ornamental and as if same special language is used in literature. It is not so. Mr. Shashtri is a Surti and after 42 years still loves his motherland.
Pravinbhai as he is known among friends is an unassuming man. It is a good marketing tactic. His style does not possess, literary embellishment and easy to read. It also keeps in pace with modern trend in world literature. He deserves a better noticed. Gujaratis in America have a habit of using literature as social stepping stone, which evalues both literature and writers. Pravinbhai is mercifully free from this.
Tushar Bhatt
Former Editor, Times of India
અને આ છે …શ્વેતાના લોકાર્પણ સમયે સાહિત્યકાર, પત્રકાર શ્રી રમેશભાઈ જાદવ તરફ થી મળેલો શુભેચ્છા સંદેશ.
રમેશ જાદવ
“શ્વેતા”ના લોકાર્પણ સમયની શુભેચ્છા.
પ્રવીણ શાસ્ત્રી રચિત પ્રથમ લઘુનવલ ‘શ્વેતા‘ અતિ રસપૂર્ણ અને પ્રેરણારૂપ નવલ છે. ૨૧મી સદીના સમાજલક્ષી ગુણધર્મોને તેમણે વાર્તાના રસપ્રદ પ્રવાહમાં આબેહૂબ પ્રગટ કર્યા છે. આધુનિક જીવનના રંગ-તરંગોને મેઘધનુષ્યની જેમ કથામાં વણી લઈ સપ્તરંગોથી તેને ઝળહળિત કર્યા છે. કથાના પ્રસંગો, તેના બનેક પાત્રો અને જીવનની ઘટનાઓને, તેમના મનો ભાવોને વાણીના અસ્ખલિત પ્રવાહની જેમ અતિસય વેગીલા બનાવ્યા છે અને તેથી કથાનો પ્રવાહવાચકના મનને સતત જકડેલું રાખે છે. માનવ જીવનની સાંસારિક પરંપરાની અનુભૂતિ કરાવે છે.
નવલની ભાષા ગુજરાતી છે, અંગ્રેજી શબ્દોથી પ્રચુર છે, પણ વાચકના મનમાં ખટકે એવી નથી. આજના વર્તમાન જીવનની એ નક્કર વાસ્તવિકતા છે. તેમના સાહિત્યિક લેખનના શબ્દો, ભાષા અને શૈલીપણ રસાળ છે. ઔચિત્યસભર છે. તેથી વાર્તાનો પ્રવાહ પણ રસમય બની સતત વહેતો રહે છે છે.
‘શ્વેતા‘ના લેખક પ્રવીણભાઈએ તેમના જીવનનો શ્રેષ્ઠ સમયગાળો અમેરિકામાં વીતાવ્યો અને ભૌતિકજગતના જ્ઞાનીપુરુ બની ગયા હોય એમ નથી લાગતું? લઘુનવલમાં સાંસારિક દૃશ્ય-શ્રાવ્ય વર્ણનોની વણજારો ઊભી થતી જાય ત્યારે વાચકોને તેનો જરૂર અહેસાસ થવાનો! તેમની કલમમાંથી ભૌતિક જગતની સર્વે ચીજવસ્તુઓ અને સુવિધાઓની માહિતીપૂર્ણ અને અસરકારક વિગતો શબ્દે શબ્દોમાં સતત પ્રગટ થતી જાય ત્યારે તે વાંચીને વાંચકને જરૂર આશ્ચર્ય થશે! વાહ, અદભૂત વર્ણન છે.
યુવાન વયે વાર્તાલેખનના વ્યસને પ્રવીણભાઈનું ઈન્ટર સાયન્સનું વર્ષ બગાડ્યું હતું, એવી ટકોર એમણે જાતે કરી છે. પણ એમને એ સમયે કદાચ ખબર નહિ હોય કે તેમના પ્રારબ્ધે જ તેમને ગુજરાતી ભાષાના વાર્તાકાર કે નવલકથાકાર બનાવવા તેમના જીવનને વળાંક આપ્યો હતો. તેથી ભલે ૭૦ વર્ષની ઉમર સુધી તેઓ ગુજરાતીભાષાની કલમથી વંચિત રહ્યા, પણ જેવા સાંસારિક જીવનની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા કે તરતજ તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં પ્રવૃત્ત થવા ઝંપલાવ્યું, ભલે હું નિવૃત્ત થયો, હું વૃધ્ધજન થયો પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યેના મારા મનોભાવ મરી પરવાર્યા નથી, એવા દૃઢનિરધાર સાથે તેમણે ૭૦ વર્ષની વયે કલમ ઉપાડી અને જીવનનો નવો પ્રવાહ વહેતો કર્યો.
**************
(તેમની આ ટકોરે મારા જીવનના ઈન્ટર સાયન્સના વર્ષને મળેલા અણધાર્યા વળાંકની યાદને તાજી કરી છે. ૧૯૫૭માં વિશ્વના પ્રથમ ઉપગ્રહ સ્પુતનિકના ઉડાણ સાથે વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે અવકાશી દોડ શરૂ થઈ અને તેમાં હું આકર્ષાયો. અવકાશ વિજ્ઞાનનો ચાહક અને સાથે વિજ્ઞાન લેખક પણ બન્યો. તેથી થવું હતું ડૉક્ટર પણ થયો વિજ્ઞાન સ્નાતક અને પછી તરત જ પત્રકારત્વમાં ઝંપલાવ્યું. વિજ્ઞાન મને તેની પરાકાષ્ઠા રૂપે અધ્યત્મ ભણી દોરી ગયું. બાહ્ય જગતના સત્યોને બદલે આંતરિક જગતના સત્યોની ખોજ કરવા તથા એ અધ્યાત્મ પથને સાદી-સરળ ગુજરાતી ભષામાં લોકો સૂધી પહોંચાડવા માટે પ્રવૃત્તિશીલ બન્યો. એજ તો પ્રભુએ ઘડેલું મારું પ્રારબ્ધ છે. કશું બગડ્યું નથી)
********************
૭૦ વર્ષની વયે લખેલી આ પહેલી લઘુનવલ બદલ પવીણભાઈને અભિનંદન પાઠવું છું અને જીવનના એ નવતર પ્રવાહને સતત જીવંત રાખી ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાની લોકસેવા માટે વધુ અને વધુ પ્રયત્નશીલ બનતા જશે એવી શુભકામના!
રમેશ જાદવ, તંત્રીઃ ગુજરાત ટાઈમ્સ.
માનનીય શ્રી રમેશભાઈ જાદવના સાહિત્ય સંગમ દ્વારા અપાયલા એક અછડતા પરિચય માટે નીચેની લિન્ક પર ક્લિક કરો
http://gujaratisahityasangam.wordpress.com/2009/02/19/ramesh-jadav-ek-achhadato-parichay/
Like this:
Like Loading...
Related
Tusharbhai & Rameshbhai Jagav.
Nice words from means a lot.
Happy to know that !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ my Blog !
LikeLike
નરેન્દ્રભાઈ આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. તુષારભાઈ આટલી ઉંંચાઈએ પહોંચ્યા પછી પણ નાનામાં નાની વ્હ્યક્તિ માટે પણ Down to earth રહ્યા હતા.
કુટુંબ વાત્સલ્યની વાતમાં જ્યારે માતાની વાત નીકળે ત્યારે એઓ કહેતા કે મારે તો બે માતા…દેવકી અને યશોદા. આમાં ઘણું ઘણું આવી જાય….(એમના આ શબ્દો પરથી જ મેં મારી એક વાર્તાનું શિર્ષક દેવકી યશોદા આપ્યું છે)
એમના આ પ્રગટ કરેલા ઈ-મેઇલમાં એમની નાની બહેન’ બીના બહેનનો અમેરિકાનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો જે મેં કૌટુંબિક પ્રાઈવસીના આદર માટે કાઢી નાંખ્યો છે. બીના બહેને જ મને એમના દેહાંત સમાચાર આપ્યા હતા.
LikeLike
સ્વ. તુષારભાઈની વાત જ ન્યારી છે! આપે તેમના વિશે ખાસ લેખ લખીને ઘણી બધી જુની યાદો તાજી કરી આપી.
તુષારભાઈને કૅપ્ટન નરેન્દ્ર પર ખાસ સ્નેહ હતો. ‘જિપ્સીની ડાયરી’ના લગભગ પ્રત્યેક અંકમાં તેમનો પ્રતિભાવ આવતો જ, અને તેમાં જે વાતો લખતા, મૂળ લેખ કરતાં તેમનો પત્ર વધુ દીપી ઉઠતો. જ્યારે તુષારભાઈ છેલ્લી વાર અમેરિકા તેમનાં બહેનને ઘેર બેકર્સફીલ્ડ આવ્યા, કૅપ્ટનને મળવા ત્રણસો માઈલનો પ્રવાસ કરીને હંસાબહેનની સાથે તેની લગુના નિગેલ ખાતે આવેલ મઢૂલીમાં આવ્યા હતા. આવો સ્નેહ ભાગ્યે જ કોઈના નસીબમાં લખાયેલો હોય છે. આ હતી કૅપ્ટનની તુષારભાઈ સાથેની પહેલી અને છેલ્લી મુલાકાત. તેમની માંદગીમાં ઘણી વાર ટેલીફોન પર વાત થયેલી, પણ અવસાનની વાત અખબારમાં વાંચી.
આપના લેખે તેમની યાદ તાજી કરી, આંખ ભીંજવી અને હૃદયે ફરી શ્રદ્ધાંજલિ અર્પી. આપનો આભાર, પ્રવીણભાઈ.
LikeLike
Harnishbhai, I am lucky get your support and time to time proper guidance in my writing. Thanks again Harnishbhai.
LikeLike
સ્વજન હોવાને કારણે અમે નાનપણથી એક બીજાને ઓળખતાં હતાં. છેલ્લી વખત જ્યારે ઇન્ડિયા ગયો ત્યારે એમની તબિયત ખૂબ જ ખરાબ હતી. સરખું બોલાતું પણ નહતું છતાં એ ધીમે ધીમે ખુબજ પ્રેમથી ભૂતકાળ વાગોળ્યો. મને કહ્યું કે હું શ્વેતા માટે મારો અભિપ્રાય આપીશ. એમણે નવલકથા. વાંચી અને શીલાબહેન દ્વારા ઈ-મેઇલથી આ પ્રતિભાબ મોકલી આપ્યો. છેલ્લા પ્રકરણ પહેલા એક શ્ર્દ્ધાંજલી તરીકે એમનો ઈ-મેઇલ રજુ મારા વાચકો માટે રજુ કર્યો. એમની સાથેની વાત દ્વારા જાણ્યું હતું કે અમેરિકામાં એમના સક્રિય સહકારથી ગુજરાત ટાઈમ્સ શરૂ થયું હતું. એજ ગુજરાત ટાઈમ્સના એદિટર તરી કે રહી ચૂકેલા શ્રી રમેશભાઈ જાદવએ “શ્વેતા”ના લોકાર્પણ સમયે સંદેશ મોકલ્યો હતો તે પણ એ ઈરાદાથી જ સાથે રજુ કર્યો છે. સુરેશભાઈ આ સાથે એક બીજી વાત પણ કહી દઉ.. ગુજરાતી બ્લોગ જગતમાં મારા જેવા નવાંગુતો માટે આપ દિવાદાંડી બની રહ્યા છો. અસ્તુ.
LikeLike
તુષારભાઈનો ઉલ્લેખ થાય અને કશું ન લખું તો એ સાગરદીલ સજ્જનને અન્યાય કર્યો ગણાય. મેં જે ચપટીક કથા સાહિત્ય લખ્યું છે – એની શરૂઆત કરવામાં એમનો ફાળો બહુ જ અગત્યનો રહ્યો હતો.
મારી એકમાત્ર વાર્તા ‘ ઈશ્વરનો જન્મ’ મૂળ અંગ્રેજીમાં લખી હતી; અને એ તુષાર ભાઈની પ્રેરણા અને ટિપ્પણીઓએ આખરી રૂપ પામી હતી. એનું ગુજરાતીકરણ તો પછી થયું.
પણ એનાથી ઘણી મહત્વની બાબત એ કે, એમની સાથે અથવાડિયામાં બે ત્રણ વખત ચેટ થતી. આટલા મોટા ગજાના પત્રકાર હોવા છતાં કદી એમણે પોતાની મોટાઈનો દેખાડો કર્યો ન હતો.
સદગતને ફરીથી ભાવભરી અંજલિ.
LikeLike
Tusharbhai was a great man professionally and socially.
Coming from him is a great honor for you.
Ramshbhai Jadav is also a brilliant journalist and learned man. His opinion also counts.
Good for you Pravinbhai.
Harnish.
LikeLike