કૌશિક ચિંતન.

Kaushi Amin

Kaushik Amin

કૌશિક ચિંતન.

શ્રી કૌશિક અમીન

વ્યવસાયે પત્રકાર તથા સામાજિક કાર્યકર શ્રી કૌશિક અમીન કોલેજ કાળથી જ લેખન કાર્ય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે. ગુજરાતમાં ચિત્રલેખા. નયા પડકાર તથા મુંબઈ સમાચાર સાથે સક્રિય પત્રકારત્વથી સંકળાયલા રહ્યા હતા. વિહાર, કેપિટલ સાપ્તાહિક તથા સાંજના સમાચાર પત્રનું પણ તેમણે પ્રકાશન કર્યું હતું.

અમેરિકામાં આવ્યા પછી નયા પડકાર, માનવ માસિક, ગુજરાત સાપ્તાહિક, ટી.વી એશિયા વગેરેમાં પણ એમનું મહત્વનું યોગદાન હતું. હાલમાં તેઓ ‘ગુજરાત ફાઉન્ડેશન’ નામની સંસ્થાના સ્થાપક અને ચેરમેન છે. જે ગુજરાત અને ભારત લક્ષી સાહિત્ય પ્રકાશન તથા સમાજિક પ્રવૃત્તિને સંકલિત કરતું રહ્યું છે. એઓ હાલમાં ન્યુ જર્સીના ‘ગુજરાત દર્પણ’માં પરામર્શ તરીકેની સેવા આપી રહ્યા છે. અનેક સાહિત્ય સભાનું કુશળતાથી સંચાલન કરી રહ્યા છે. ગુજરાત દર્પણમાં પ્રગટ થતી એમની ત્રણ વિભિન્ન કોલમ ‘જાગૃત જીવન’ ચિંતન્, ‘અનંતની ખોજમાં’ ખગોળ વિજ્ઞાન ‘દેશ અને દુનિયા’ પત્રકારત્વની એમની નિપુણતાનું દર્શન કરાવે છે.

મિત્રદાવે મિત્ર પ્રસાદી તરીકે ગુજરાત દર્પણમાં પ્રગટ થયેલી કોલમ મારા દેશ વિદેશના મિત્રો માટે ….આપને માટે રજુ કરું છું

Gujarat Darpan

June 12

જાગૃતજીવન

જૂન 2014
– કૌશિક અમીન

સુખ અને દુઃખ જીવનયાત્રાના એક સિક્કાની બે બાજુ જેવા છે. સાચા સુખ કે દુઃખની અનુભૂતિ સામાન્ય માનવી જ કરી શકે, અને જીવનયાત્રાના એ અનુભવો જ જીવનની સાર્થકતા પણ છે.

બાળકનું ઉદાહરણ આ સંદર્ભમાં જોવા જેવું છે.બાળક હંમેશા નિર્દોષ હોય છે, એ તેને ગમતી બધી જ વાતોમાં ઓતપ્રોત થઇ જાય છે. ભય કે દુઃખની એને કલ્પના પણ નથી. રમકડું રમવામાં ઓતપ્રોત થઈને આનંદ માણતું બાળક રમકડું તૂટતાં આક્રંદ કરીને ગામ ગજવવાની જરૂર નથી, પણ બાળક આ નીતિ રીતી ક્યાં સમજે છે?

સંબંધો, વૈભવ, સફળતા, સુખ કે દુઃખ આ બધા જીવનયાત્રાના મુકામો છે. યાત્રા આગળ વધે તેમ તે પાછળ રહેતા જાય છે.

પરિવાર, નામ, મોટાઈ, ગામ, ગોળ, જાત, રાજ્ય કે પ્રદેશ, દેશ પ્રત્યેનો તીવ્ર લગાવ અને એ માટે કંઈ પણ કરી છુટવાની મથામણમાં વ્યસ્ત રહેવું, એક તબક્કે આ બધું જ નિરર્થક સાબિત થઈને રહે છે. પરિણામે જે તબક્કામાં જીવનને, જે તે સમયમાં માનવું જોઈએ તે માણી નથી શકાતું. બિલકુલ પેલા બાળકની જેમ ભેંકડો તાણી રડવાનો વસવસો પણ નથી કરી શકતો. પરિણામે ત્રિશંકુ જેવી વેદનાઓમાં સરેરાશ માનવી અટવાયેલો રહે છે.

બધી વાર્તાઓના અંત કલ્પના કથાની જેમ ખાધું, પીધું ને રાજ કર્યું જેવા નથી હોતા. સફળતા તો મધ્યાંતર જ બની રહે છે. સુખ સફળતાની મથામણ જીવનયાત્રાના ઉત્તરાર્ધમાં જીવનથી ઉબાઈ જવાની પરિસ્થિતિમાં અનેકવાર ધકેલી મુકે છે, અને પછી સાર્થક જીવન, શાંતિ અને સ્વસ્થતાની તરસ મન મસ્તક ઉપર કબજો જમાવવા લાગે છે, અને સફળ મધ્યાંતરની એ કથા આગળ વધે છે. જીવનયાત્રાની વાર્તા નવી ઉચાઇઓએ પહોચે છે.

રામનો રાવણ વિજય કે પછી કુરુક્ષેત્રમાં કૌરવો સામેના વિજય સાથે તે કથાઓ સમાપ્ત નથી થઇ. આપણી જેમ જ તે જીવનયાત્રાઓ પણ આગળ વધી છે. રામ અને કૃષ્ણનાં જીવન પણ વેદનામય મથામણો સાથે જ સમાપ્ત થયા હતા.

જીવનયાત્રા એ ચડતા ગ્રાફ જેવી નથી.

સૌજન્ય “ગુજરાત દર્પણ”

10 responses to “કૌશિક ચિંતન.

 1. aataawaani August 22, 2014 at 2:23 PM

  પ્રિય પ્રવીણ ભાઈ
  તમારા લખાણ ઉપરથી કોશીક ભીનો પરિચય થયો .મારી બુધ્ધીતો એમને એક મહાન વ્યક્તિ તરીકે સ્વીકારે છે . આતા

  Like

 2. Pingback: ( 511) શ્રી કૌશિક અમીન અને એમનો એક ચિંતન લેખ ….( સંકલિત ) | વિનોદ વિહાર

 3. Vinod R. Patel August 21, 2014 at 8:42 PM

  ન્યુ જર્સી નિવાસી આપના મિત્ર કૌશિકભાઈ ના પરિચય સાથે એમના પ્રેરક લેખનો આસ્વાદ માણ્યો .
  ન્યુ જર્સી સાહિત્યકારોનું હબ બની ગયું લાગે છે . આપ, કૌશિકભાઈ ,હરનીશભાઈ .બીજા પણ હશે .
  હોકોબોન ના આદિલસાહેબ અને પ્રવીણભાઈ તો સારી ભાષા સેવા કરીને વિદાય થયા .

  કૌશિક્ભાઇનુ નામ વાંચેલું પરંતુ આવા સરસ લેખક કેવી રીતે મારાથી અજાણ્યા રહ્યા એની નવાઈ લાગી.
  એમની બીજી કૃતિઓ નો આસ્વાદ કરાવતા રહેશો .કેનેડાના કૌશિક પટેલને તો હું નામ અને એમના કામથી જાણું છું.
  આભાર.

  Liked by 1 person

 4. harnishjani52012 August 21, 2014 at 7:10 PM

  કૌશિકકુમારનું ચિંતન પણ તેમની વાતો જેટલું અગાધ છે. અભિનંદન પ્રવિણ કુમાર.

  Liked by 1 person

 5. pravinshastri August 19, 2014 at 10:31 PM

  મને કૌશિકભાઈ જેવાની મૈત્રી પ્રાપ્ત થઈ એ મારું અહોભાગ્ય છે.

  Like

 6. jugalkishor August 19, 2014 at 10:13 PM

  ગુજરાતીભાષા સાથે આટલો સક્રિય સંબંધ ધરાવતી વ્યક્તિ આગળ જતાં વિદેશે પણ એ જ સેવા, માતૃભાષાની કરતા રહે તે આપણા સૌ માટે આનંદનો ને પ્રેરણાનો વિષય છે. એમનો લાભ લઈને ગુજરાતીને વૈષ્વિક ધોરણે સંગઠિત કરવાના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. ખૂબ જ પ્રેરણાદાયી બાબત કહી છે.

  Like

 7. Amrut Hazari. August 19, 2014 at 10:12 PM

  Well done, Pravinbhai. Congrates for this publication. Kaushik Amin is a friend & philosopher..& a guide for everybody.

  Liked by 1 person

 8. chandravadan August 19, 2014 at 7:09 PM

  Kaushik Amin

  કૌશિક ચિંતન

  અને સફળ મધ્યાંતરની એ કથા આગળ વધે છે. જીવનયાત્રાની વાર્તા નવી ઉચાઇઓએ પહોચે છે.
  Kaushikbha’s Parichay read.
  The JIVAN YATRA.(as the JagrutJivan)…A Lekh read.
  A YATRA is a JOURNEY…..UPS & DOWNS…and then BALANCED STATE.
  The Journey must continue.
  The END is the DEATH.
  Then….others may or may not TALK about that YATRA.
  You are NOT there to witness that.
  SO….Just DO THE RIGHT as you march forward.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Inviting PRAVINBHAI & KUSHIKBHAI to Chandrapukar !

  Liked by 1 person

 9. pravinshastri August 19, 2014 at 6:11 PM

  થેંક્સ સુરેશભાઈ, શ્રી કૌશિકભાઈ બહુમુખી પ્રતિભાવ ધરાવનાર વ્યક્તિ છે. એમ્ની કોલમ “જાગૄત જીવન” ને મેંં કૌશિક ચિંતન નામ આપ્યું છે. અવાર નવાર હું મુંકતો રહીશ. આપને તો વગર પૂછ્યેજ મને ગમતા હાસ્ય ટૂચકા હા.દમાંથી કોઈક વાર ફેસબુક પર વહેતા કરું છું.

  Like

 10. સુરેશ August 19, 2014 at 4:56 PM

  બધી વાર્તાઓના અંત કલ્પના કથાની જેમ ખાધું, પીધું ને રાજ કર્યું જેવા નથી હોતા. સફળતા તો મધ્યાંતર જ બની રહે છે. સુખ સફળતાની મથામણ જીવનયાત્રાના ઉત્તરાર્ધમાં જીવનથી ઉબાઈ જવાની પરિસ્થિતિમાં અનેકવાર ધકેલી મુકે છે, અને પછી સાર્થક જીવન, શાંતિ અને સ્વસ્થતાની તરસ મન મસ્તક ઉપર કબજો જમાવવા લાગે છે, અને સફળ મધ્યાંતરની એ કથા આગળ વધે છે. જીવનયાત્રાની વાર્તા નવી ઉચાઇઓએ પહોચે છે.

  વન્ડરફૂલ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: