કૌશિક ચિંતન (૫)

Kaushi Aminકૌશિક અમીન

કૌશિક ચિંતન (૫)

માનવ માત્રના મનમાં સારપ હંમેશા રમતી રહે છે. સારપની ભરતી ઓટ ચાલ્યા કરે છે. માનવીનું જીવન લહેરની જેમ સતત કોઈ એક લયમાં હોય છે. તેને પણ પછડાટ લાગતી હોય છે. મોજાની જેમ તે પણ છિન્નભિન્ન જોવા મળે છે. માનવી તેના આસપાસના વાતાવરણથી પણ દોર્વાતો હોય છે. કાદવમાં કમળ ખીલે એ કુદરતનો ક્રમ છે, પરંતુ માનવી જો કળણોમાં ખૂટેલો હોય તો તે કમળની જેમ નિર્લેપ ભાગ્યે જ રહી શકે! માનવીનો ચહેરો-મહોરો કે તેની નજરે દેખાતી જીવનચર્યા એ એની સાચી ઓળખ નથી. અંતે તો માનવી મનથી, મગજથી દોરવાય છે. તેની આસપાસનું પર્યાવરણ તેના મનનું, જીવનચર્યાનું અને તેથી ખરા માનવીનું નિર્માણ કરે છે. મન અને તેમાં રચાતા-રમાતા આટાપાટા એજ સાચા માનવીની ઓળખ બની રહે છે.

પરમ તત્વ અને ભૌતિક જરૂરિયાતો વચ્ચેની કશ્મકશ, માનવીને જેટલો સુહ્યદ બનાવે છે તેટલો જ જંગલી પણ બનાવી શકે છે. પ્રાણીઓમાં અને માનવીમાં પાયાનો આ જ તો તફાવત છે. ઉત્ક્રાંતિની સાથે પશુમાંથી માનવીમાં પરિવર્તનતો થયું, પણ મનમાં ધરબાયેલી પેલી જંગલિયત સમૂળી નાશ પામતી નથી. એ જ જોતાં પશુ તો છે તેવા જ વર્તે છે. એની સાથે પનારો પાડનાર પણ એને એ જ રીતે ઓળખી લે છે, સ્વીકારી લે છે. સાપ અને નોળિયો એકબીજાને ઓળખે છે. બિલાડી અને કૂતરો પણ એ જ ઓળખથી એકબીજા સાથે વર્તે છે. પ્રાણી પોતાની મર્યાદાઓને છૂપાવવાની કોઈ કોશિશ કરતાં નથી.

માનવી પોતે જે છે તેવી ઓળખ હંમેશાં આપી શકતો નથી. પેલી સારપના સિક્કાની બીજી બાજુ પર પેલી જંગલિયત ઢંકાયલી પડી રહે છે. એ ધરબાયલી જંગલિયત ઉછળીને બહાર આવે તો શું? એની કોઈ ખાત્રી ખરી? હજારો વર્ષ માનવી શાંતિ અને મોક્ષની પાછળ ઝાંઝવાના જળની જેમ દોડ્યો છે. એકલી સારપ જો માનવીની ઓળખ હોત તો લંકા દહન, કુરુક્ષેત્ર કે એકવીસમી સદીમાં ૯/૧૧ કે ૨૬/૧૧ સર્જાત ખરાં કે? આપણા અહંકાર, ભૌતિક ક્ષુલ્લક સુખ પાછળની દોટ કે સત્તાલાલસા, દંભ, મોહ, માન મરતબાની ભૂખ, ઉપરછલ્લી જાહોજહાલીની લાલસાના સોનેરી મૃગ પાછળ આપણે સહુ અધ્ધર શ્વાસે હરણફાળ ભરી રહ્યાં છીએ. માનવ મન અંદરથી જ અંધકારમાં ધકેલાય છે, ઉજાશ ક્યાંય દેખાય છે ખરો? આંતરમનના આપણા વૈભવને આપણે ક્યારે પારખીશું?

સૌજન્યઃ
કૌશિક અમીન
જાગૃત જીવન
ગુજરાત દર્પણ
નવેમ્બર ૨૦૧૪

2 responses to “કૌશિક ચિંતન (૫)

  1. pravinshastri November 13, 2014 at 10:12 PM

    ઘૂઘટકે પટ ખોલ, તૂઝે પિયા મીલેંગે જેવી જ વાત. બાહ્ય મહોરું ફગાવી આંતર ચક્ષુ દ્વારા દર્પણમાં જોઈશું તો આપણામાં કેટલો અંશ માનવીય છે અને કેટલો અને કયો પશુ આપણામાં ભરાયો છે તે સમજાશે. જાગૃત જીવનને મેં કૌશિક ચિંતનનું નવું નામકરણ કર્યું છે.

    Like

  2. Amrut Hazari. November 13, 2014 at 10:05 PM

    મનકી આંખે ખોલ તુજે પિયા મીલેંગે….સવાલ યહ હૈ કી મન મોરા બાવરાં હો ગયા હૈ….કયા ગલત અૌર ક્યા સહી….વો પરખ નહિ રહા હૈ………કૌશિકભાઇ, તદ્દન સાચી વાત……માનવી માનવતા ખો બૈઠા હૈ……….મીકેનીકલ જીવન જીને લગા હૈ. દીલ અૌર દિમાગ દોનોકો આદમી ગવાં બૈઠા હૈ……વો ‘ સ્વ ‘ મેં ખો ગયા હૈ…..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: