અવળચંડી અંજલી

અવળચંડી અંજલી

દાદીમાં અને નાનીમાં બન્ને ગ્રાન્ડમધર્સને આજે બાપુની રામાયણ કથામાં લઈ જવાની l.જવાબદારીમાંથી અંજલિ છટકી ગઈ હતી.અંજલિ એના ફ્રેન્ડસની ગેન્ગ સાથે બીચ પર નાસી છૂટી હતી. ડેડી-મમ્મી, મમ્મીની જોબ પરની સમર પિકનિક પર જવાના હતા. બિચારી ભાભી ગ્રાન્ડમધર ઈન લૉની મેન્ડેટરી સેવામાં ભેરવાઈ ગઈ હતી.

અંજલિ બીચ પરથી આવી ત્યારે મોટાભાઈ, પત્ની વિરહની વેદના ફૂટબોલ ગેઈમ જોઈને હળવી કરતા હતા. મોટાભાઈ, આખા ઘરમાં એકલા, જાણે વનવાસ ભોગવતા હોય એવું લાગતું હતું. કોફી ટેબલ પર ખાલી પિઝા બોક્સ અને ચાર પાંચ ખાલી બિયર કેન પડ્યા હતા.

‘બડે ભૈયા, ક્યા બાત હૈ. આપકી વાઈફકો ઓલ્ડ લેડિઝ હરન બનાકે ઉઠાલે ગઈ. અકેલે અકેલે અકેલે અકેલે.’

એય અંજુડી તું છટકી ગઈ ને પરમ પૂજ્ય યોગી બાપુની રામ કથામાં તારી ભાભીને ગ્રાન્ડમા સાથે ગસડાવું પડ્યું. બધા છોકરાઓ સાથે ક્યાં ભટક્યા કરે છે? મારો આખો સન્ડે વોસ્ડ આઉટ થઈ ગયો.

કામ ડાઉન માય ડિયર બ્રધર, આઈ એમ સોરી ફોર યુ. આમ ડિપ્રેસ થવાની જરૂર નથી. ભાભી એની ફેમિલી હાઉસવાઈફ તરીકેની ડ્યુટિ જ પર્ફોમ્સ કરે છે. બિચારા ગ્રાન્ડમાં કરે પણ શું? આ કથા-બથાનું ધીમે ધીમે એક એડિક્શન થઈ ગયું છે. ગ્રાન્ડમાં જ્યારે ડ્રાઈવ કરતા હતા ત્યારે બધું ઓકે હતું. પણ એકવાર એક્સિડ્ન્ટ થયો અને ડેડીએ મનાઈ ફરમાવી દીધી. સી ઈઝ ઓન્લી સેવન્ટી નાઈન. અમેરિકામાં તો નાઈન્ટી યરની ઓલ્ડ લેડી પણ ડ્રાઈવ કરે છે. ફરીથી ગ્રાન્ડમાં ડ્રાઈવ કરતા થઈ જાય તો ધર્મયાત્રામાંથી ભાભીની અને મારી છૂટ્ટી થાય.

એની વે મેં મારા એસિયન સ્ટડિઝના ટર્મ પેપરમાં માયથોલોજી એન્ડ રામાયનનો પ્રોજેક્ટ કર્યો હતો. આજે બાપુની એ ભક્ત સ્ટ્ડન્ટની પરિક્ષા લઈશ. થોડા ક્વેશ્ચન પુછીને ફિલમ ઉતારીશ.

…અને એના બન્ને અંગુઠાઓ આઈ ફોન કીબોર્ડપર ડેન્સ કરવા લાગ્યા.

**********

‘બન્ને ગ્રાન્ડમાં, આપ બાપુના ક્લાસમાં કેવું રામાયણ શીખી આવ્યા તેની મારે ટેસ્ટ લેવી છે.
તૈયાર થઈ જાવ.’

માય ફર્સ્ટ ક્વેશ્ચન.

‘રામ લક્ષમન અને ભરતના યંગેસ્ટ બ્રધરનું નામ શું?’

‘શત્રુઘ્ન’. કુલ અને કામ નાનીએ જવાબ આપ્યો.

‘વેરીગુડ. એના ફાધરનું નામ શું?’

‘દશરથ.’

‘રોંગ.’

‘ઓકે. લવ અને કુશ કોના સન હતા?’

‘રામના.’

‘અગેઈન રોંગ.’

મમ્મીની ધીરજ ના રહી. ‘વ્હોટ યુ મીન રોન્ગ?’

‘યસ મૉમ. યોર મામ ઈઝ રોન્ગ.’

‘રામ, કક્ષમન, ભરત એન્ડ શત્રુઘનના ડેડીનું નામ ભુવનેશ્વરીપ્રસાદ સિંહા છે.’

‘લવ અને કુશના ફાધર શત્રુઘ્ન સિંહા છે.’

‘એઈ ચાંપલી, ડોન્ટ ગેટ સ્માર્ટ. ગ્રાન્ડમા રામાયણની કથા સાંભળવા ગયા હતા. બોલીવુડની નહીં સમજી.’
મોટાભાઈ બન્ને ગ્રાન્ડમાના બચાવ પક્ષે તાડુક્યા.

‘ઓકૅ ઓકૅ.. નો બોલીવૂડ…. સીરીયસલી…. રીયલ રામાયણ. ભાભી સાહેબ તમે ધાર્મિક ક્રાઉડમાં આજે બાપુની જ્ઞાનયજ્ઞમાં અને સીનીયર વડીલોની સેવા માટે કથામાં ગયા હતા. તમે સરસ સેવા બજાવી…. ધન્યવાદ ભાભીજી. ડબલ પૂણ્ય તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગયું. ધન્યવાદ.’
ભાઈ ભાભીના ધોવાઈ ગયેલા વીકએન્ડ પર અંજલિએ મીઠું મરચું ભભરાવ્યું.

‘ફોર ટ્વેન્ટી થાઉઝન્ડ વ્હોટ ઈઝ ધ નૅઇમ ઓફ શત્રુધ્નસ વાઈફ. ફોર્ટી સેકન્ડ. યુ હેવ ઓલ ફોર લાઈફ લાઈન બાકી હૈ. ડેડી મમ્મી એઝ ઓડિયન્સ પૉલ. કોલ યોર બકા ફ્રેન્ડ મોટાભાઈ. એક્ષપર્ટ એડવાઈકઝ ફ્રોમ ગ્રાન્ડમા એન્ડ ડબલ ડીક.’

ભાભીઉવાચ. ‘બહેનબા અંજલી બચ્ચનજી. આઈ ડોન્ટનો. આઈ ડોન્ટ કૅર. એન્ડ આઈ ક્વિટ.’

‘અચ્છા એ તો મને ખબર છે કે આપને ધર્મજ્ઞાનમાં ઈન્ટરેસ્ટ જ નથી. કથામાં એ બેસીને સ્માર્ટફોન પર તમારા બકાની સાથે ટેક્ષ્ટ ટોક જ કર્યા કરતા હશો. ચલો માફ કર્ દીયા. હવે આ એન્સર આપણે દ્વિગુણી, ડેડી મમ્મીના મધર ઈન લૉને પૂછીયે. રામાયણના શત્રુધ્નના ધર્મ પત્નીનું નામ શું?’

‘મોટી ગુરુમાતા થવા બેઠી છે. આઈ ફોન કે કોમ્પ્યુટરમાંથી ઝીણી ઝીણી નક્કામી વાતો શોધીને અમારી સામે પંડિતાઈનું પ્રદર્શન કરે છે. અમારી આગળ ખોટી હોંશિયારી મારવાનું બંધ કર.’ ગ્રાન્ડમાંએ ડોળા કાઢી દમભિડાવ્યો.

અંજલીએ હસતા હસતા બાઉન્ડ્રી મારી. ‘ગીતાકી બુકમેં આપકે ભગવાન શ્રી કૃષ્ણજીને કહા હૈ કી; ક્રોધ અજ્ઞાનતા સે ઉત્ત્પન્ન હોતા હૈ. આપકે કથાબાપૂઓસે મેરા ગુગલ ગુરૂ ઈઝ મોર ઈન્ટેલિજન્ટ. અગર આપ દોનો શત્રુધ્નકી વાઈફકા નામ નહી જાનતે, તો બી હમ્મલ એન્ડ પોલાઈટલી આસ્કમી. આઈ વીલ ટેલ યુ.’

દાદીમાં એ હસતાં હસતાં કહ્યું ‘જલ્દી ભસો અને રામાયણની પત્તર ખાંડવાનું બંધ કરો’

‘ભરતની વાઈફનું નામ માંડવી અને શત્રુધ્નની વાઈફનું નામ શ્રુતકીર્તિ હતું. આ બન્ને સીતાની કઝીન હતી.’

‘હે મારી વ્હાલી એકની એક મહાજ્ઞાની નણંદ અંજુડી દેવી આપ જ્યારે મહાભારતનું જ્ઞાન પ્રવચન કરતાં હતાં ત્યારે તમારા મૅરૅજ પ્રોસ્પેક્ટમાં દુર્યોધન અને શકુની હતાં. હવે રામાયણમાં કોનો નંબર લાગે છે? રામ, લક્ષમણ, ભરત કે શત્રુધ્ન?’ કૌટુંબિક ધર્મસભામાં ભાભીએ અંજલીને સળી કરી છાપરે ચડાવી.

‘મારા મોટાભાઈની એકની એક બ્યુટિફુકલ વાઈફ, તમને રિસ્પેકટફુલ રિક્વેટ કરું છું કે જો તમે મારે માટે કોઈ કેન્ડિડેટની શોધ કરતાં હો તો રામ, લક્ષમણ, ભરત કે શત્રુધ્નનો વિચાર કરતાં જ નહીં.’

‘રામકુમાર બિલકુલ માવડિયા. સ્ટેપ મમ્મી એ કહ્યું કે ફોરેસ્ટમાં જા. તો ભાઈસાહેબે ચાલવા માંડ્યું. પોલિટિક્સમાં જરા બી નોલેજ નહીં. પેલો લક્ષમણ પોતાની વાઈફને ઊંઘતી રાખીને, વાઈફનો વિચાર કર્યા વગર ભઈયાની સેવા કરવા ભાગ્યો, ભાઈ ભાભીની પાછળ જંગલના વાંદરા નચાવવા. ભરતભાઈ રાજ કરવાનો ચાન્સ છોડીને રામબાપુના સૂઝની અયોધ્યા બહાર આરતિ ઉતારવા બેસી ગયા. અને શત્રુધ્નજી કોને ખબર…શું કરતા હતા. યા યા. તમારા બૉલિવૂડના બિહારીબાબુ એ ભાઈએ રિઈન્કાર્નેશનનો એડવાટેજ લઈને બોલીવૂડમાં પૂનમ સાથે ઈલ્લુ કરીને મેરેજ કરી લીધા પછી રીના રોય સાથે ચક્કર ચલાવ્યું. એમ આઈ રાઈટ ભાભી સાહેબ?’

‘જ્ઞાનેશ્વરી નટખટ અંજુડીદેવી તમને કોલેજમાં વિદ્યાભ્યાસ માટે મોક્લ્યા છે. હોલીવૂડ બોલીવૂડ અને રામાયણ મહાભારતના ચૂંથણા કરવા નથી મોકલ્યા! ભણવું ન હોય તો ઘરમાં રસોઈ કરતાં શીખ.’ મોટાભાઈએ દમ ભિડાવ્યો.

અંજલિ અને એના ભાઈ ભાભી ત્રણે અમેરિકામાં જ જન્મ્યા હતા. ફાધર મધર તેમના લગ્ન પછી તરત જ અમેરિકા આવ્યા હતા. દાદીમા મોટાભાઈના જન્મ સયથી જ અમેરિકામાં હતા. નાની હમણાં જ ઈન્ડિયાથી આવ્યા હતા.ભાઈ ભાભી કે અંજલિને ગુજરાતી વાંચતા લખતાં આવડતું ન હતું. હિન્દીભાષામાં પણ ફાંફા જ. પણ સબટાયટલ વાળી ઇન્ડિયન મુવી જોઈ લેતા. દાદીમાંએ ભારતીય સંસ્કારના બહાના હેઠળ આખા પરિવારને રામાયણ મહાભારતની સિરીયલ જોવાની ફરજ પાડી હતી. બસ ત્યારથી અંજલિ રામાયણ-મહાભારતની અને તેના પાત્રોની મજાક ઉડાવતા થઈ ગયેલી. દાદીમાં તાજેતરમાં જ ભારતથી આવેલા નાનીમાંને બધે ધાર્મિક કથાઓમાં લઈ જતાં. દાદીમાં ઘણાં સમયથી અમેરિકામાં હતાં એટલે ડ્રાઈવ કરતાં હતાં પણ એક એક્સીડન્ટ પછી પપ્પાએ મનાઈ કરી હતી.

સુખી કુટુંબ એકબીજાની ટીખળ કરતું અને હાસ્યની છોળો ઉછળતી.

‘જો બધા દશરથજીના સન્સ કામ ન લાગતા હોય તો હનુમાનજીની સાથે નક્કી કરીએ, તને એની સાથે કુદાકુદ કરવાની મજા આવશે. તારો દેખાવ પણ બંદરછાપ જ છેને!’

‘નો આઈ હેવ બેટર ચોઈસ. હાવ એબાઉટ રાવન. જો સીતાજીને બદલે મને લેવા આવે તો હું તો જમ્પ મારીને પુષ્પક વનમાં બેસી જાઉં. વાઉવ રાવન ઇઝ વેરી રીચ, સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ પરસન. ગ્રાન્ડમાં તમે મને મેન્ડેટરી રામાયણ સિરીયલ જોવા બેસાડેલી તેમાં રામ બનેલો અરૂણ ગોવિલ કેવો ગબલો વેદિયો લાગતો હતો. એના કરતાં તો અરવિંદ ત્રિવેદીની પર્સનાલિટી જોરદાર હતી. વાઉવ જાણે લંકાનો મોગલે આઝમ! સીતા-દિપિકા અને અરવિંદજી-રાવણ જાહેરમાં ઈન્ડિયન પાર્લામેન્ટમાં સાથે ગયેલા એવું તો ડેડી જ કહેતા હતા. આપણે તો વિલન જ વધારે ગમે. અપુનકે સામને લપ્પુક હિરોકી કોઈ વેલ્યુ નહીં.’

એઈ અંજુડી હાવ એબાઉટ બોલીવૂડ રા.વન?

‘નો….નો ડિયર ભાભીસાહેબ. બોલીવૂડના બંદરખાનની વાત કરો છો? નો વે. આઈ ડોન્ટ લાઈક એની ખાન. મને તો બધા હલકટ લાગે છે. મને ખબર છે કે તમે બધા ખાનના ફેન છો. ઈન્ડિયન ગોસરી સ્ટોરમાંથી બોલીવૂડના મેગેઝિન પણ લઈ આવો છો. મારા મોટાભાઈ પણ હવે એના નામ પાછળ ખાન લાસ્ટનેઈમ લગાવવાના છે. તમે શાહરૂખની વાત કરતા હો તો બધાને ભલે ગમતો હોય પણ ટુ માય પરસનલ ઓપિનિયન મને તો બીલકુલ બંદરછાપ લાગે છે.’

‘તમે બન્ને નણંદ ભોજાઈ રાવન ફિલ્મની વાત કરો છો તો તમને રા.વન નો અર્થ ખબર છે?’

પહેલી વખત જ બોલીવૂડ જેવા સબ્જેક્ટમાં નાનીમાંએ ધડાકાબંધ એન્ટ્રી મારી.

‘ઓહ માય ગોડ! નાની, તમે મુવી જૂઓ છો?’

‘કેમ! સફેદ લૂગડાવાળી ડોસીઓથી સિનેમા ન જોવાય? હું જ્યારે કોલેજમાં નોકરી કરતી હતી ત્યારે મેં ઈન્ટરકોલેજ કોમ્પીટિશન નાટકોનું ડિરેક્શન કર્યું હતું. તમારા નાના સાથે થિયેટરમાં નાટક સિનેમા જોવા એ પણ અમારે માટે એક રોમેન્ટિક ટાઈમ હતો. એમના ગયા પછી હવે ઘરે બેસીને એમને યાદ કરીને એકલી એકલી જોવાનું રાખ્યું છે. ફિલ્મ કે ડ્રામામાં રસ છે. આર્ટિસ્ટની ગોસીપમાં રસ નથી. ચાલો બોલો રા’વનનો અર્થ ખબર છે?’

નાનીમાંને જૂનવાણી ડોસીમાં માનતી દોઢડાહી અંજલિનું મોં પહોળું થઈ ગયું.

‘નો નાની માં આઈ ડોન્ટનો. પણ હમણાં જ ગુગલમાંથી ફાઈન્ડ આઉટ કરું છું.’

‘તારા ફિંગરને ટ્રબલ આપવાની જરુર નથી. દશ માથાના રાવણ સાથે આ સાયન્સ ફિક્શન ફિલ્મને કાંઈ સંબંધ નથી. રા.વન એટલે જારગન સોફ્ટવેર નું ઍક્રનિમ Random Access Version One.’

દાદીમાં, ડેડી, મમ્મી, ભાઈ ભાભી સૌએ તાળી પાડી મિતભાષી નાનીમાંને બ્રાવો, બ્રાવો કરી વધાવી દીધા. મમ્મીએ કહ્યું, ‘મેરી મમ્મીને અંજલિગુરુમાં કી છૂટ્ટી કર દી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ મમ્મી.’

ભાભીએ પણ ગુગલ આસિસ્ટેડ અંજલિનણંદને જ્ઞાન આપવાનું શરૂ કર્યું.
‘એન્ટરટેઇન્મેટ બિઝનેશમાં આખા વર્ડમાં રીચેસ્ટ પરસન કોણ છે એ ખબર છે?’

‘અમિતાભ બચ્ચન.’

‘નોપ્.’

‘ધેન હુ?’

‘એઝ ઓફ ટુ ડે રિચેસ્ટ ઈઝ માય ફેવરિટ જૅરી સેઇન્ફિલ્ડ અને નંબર ટુ ઈઝ યોર બંદરખાન.’

‘ઓહ, વાઉવ!’

‘બેટી અંજલી, તારે પુરાણના રાવણ અને તેના ફેમિલી વિશે જાણવું છે?’ ઓછું બોલતાં નાનીમાંનું બેટિંગ હજુ ચાલતું હતું.

અંજલિ કૉફી ટેબલ પર પલાંઠીવાળીને સોફા પર બેઠેલા નાનીમાંની સામે બેસી ગઈ.

‘રાવણના ફાધરનું નામ વિશ્વશ્રવા. વિશ્વશ્રવાને બે વાઈફ હતી. એકનું નામ વરવર્ણિની અને બીજીનું નામ કૈકસી. વરવર્ણિનીના સનનું નામ કુબેર. કૈકસીને ચાર સંતાનો હતાં. રાવણ, કુમ્ભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ. રાવણે એના હાફબ્રધર કુબેર પાસેથી લંકાનું રાજ લઈ લીધું અને કાઢી મૂક્યો. એણે પોતાની બહેન શૂર્પણખાના મેરેજ વિદ્યુવિહ્વા સાથે કરાવ્યા. રાવણની વાઈફનું નામ મંદોદરી. મંદોદરીના ફાધરનું નામ મય અને મંદોદરીની મધરનું નામ હેમા. હેમા અપ્સરા હતી. રાવણ અને મંદોદરીના સનનું નામ ઈન્દ્રજીત. ઈન્દ્રજીતે ઈન્દ્રને હરાવ્યો હતો. એનું બીજું નામ મેઘનાદ.’

‘કુમ્ભકર્ણની વાઈફનું નામ વજ્રજ્વલા અને વિભીષણની વાઈફનું નામ સરમા. રાવણમાં દુર્ગુણ કરતાં સદ્ગુણો વધારે હતા. મોટામાં મોટો અવગુણ જે તારામાં પણ છે અને બંદરખાનમાં પણ છે, તે મિથ્યાભિમાન. ‘

‘તારા મગજમાં કદાચ એમ હશે કે તારી બન્ને ઈન્ડિયાબોર્ન ગ્રાન્ડમધર્સ જૂનવાણી અને મોડર્ન લાઈફ અને ટેકનોલોજીથી ઈગ્નોરન્ટ હશે, પણ તારા ગુગલના ચોરાટીયા ઈન્ફરમેશન કરતાં હું વધારે ભણી છું અને વધારે ભણાવ્યું છે. એ ભૂલતી નહીં કે આખરે તો વીકીપીડીયામાં ઈન્ફોર્મેશન ફીડ કરવા વાળા અમારા જેવા જ હોય છે. અમારા જેવા નિવૃત ડોસા ડોસીઓ બાવા બાપુની કથામાંથી કંઈક તો નવું શોધી કાઢીયે છીએ. ફોર અસ કથા ઈઝ ગુડ એન્ટરટેઈન્ટમેન્ટ’

‘વાઉવ! નાનીમા. યુ આર ગ્રેઇટ.’ અંજલિએ બન્ને કાન પકડ્યા. ‘હવેથી અંજલિગુગલગુરુમાં સ્ટેજ પરથી ડિસએપિયર થઈ ગઈ એમ સમજી લો.’

‘ના એમ ગુરુમાંથી ભાગી ના જવાય. હું હવે તારી પાસે ડ્રાઈવિંગ શિખવાની છું. હું તો હવે અમેરિકામાં જ રહેવાની છું. એટલે કાર તો જૉઈશે જ. લાયસન્સ મળે એટલે તારી અને તારી ભાભીની રાઈડની જરૂર ના રહે!’

આજ સૂધી નાનીમાંને મૌનીમાં માનતી નણંદ-ભાભી પહોળા મોં સાથે પહોળી આંખે જોઈ રહ્યા હતા. બન્ને ગ્રાન્ડમધર વિનરની અદાથી એકબીજા સાથે હસ્તધૂનન કરતાં હતાં. ધીમે ધીમે અવળચંડી અંજલીના ભેજાના વળ સીધા થતા હતા.

17 responses to “અવળચંડી અંજલી

 1. pravinshastri March 16, 2016 at 10:17 PM

  જાડેજા સાહેબ બ્લોગ પર પધારી ઉત્તેજન આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

  Liked by 1 person

 2. Pradhyumansinh Jadeja March 16, 2016 at 9:51 PM

  Speechless against your art of words #Shashtrijiii… Hats off…
  ‘રાવણના ફાધરનું નામ વિશ્વશ્રવા. વિશ્વશ્રવાને બે વાઈફ હતી. એકનું નામ વરવર્ણિની અને બીજીનું નામ કૈકસી. વરવર્ણિનીના સનનું નામ કુબેર. કૈકસીને ચાર સંતાનો હતાં. રાવણ, કુમ્ભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ. રાવણે એના હાફબ્રધર કુબેર પાસેથી લંકાનું રાજ લઈ લીધું અને કાઢી મૂક્યો. એણે પોતાની બહેન શૂર્પણખાના મેરેજ વિદ્યુવિહ્વા સાથે કરાવ્યા. રાવણની વાઈફનું નામ મંદોદરી. મંદોદરીના ફાધરનું નામ મય અને મંદોદરીની મધરનું નામ હેમા. હેમા અપ્સરા હતી. રાવણ અને મંદોદરીના સનનું નામ ઈન્દ્રજીત. ઈન્દ્રજીતે ઈન્દ્રને હરાવ્યો હતો. એનું બીજું નામ મેઘનાદ.’

  ‘કુમ્ભકર્ણની વાઈફનું નામ વજ્રજ્વલા અને વિભીષણની વાઈફનું નામ સરમા. રાવણમાં દુર્ગુણ કરતાં સદ્ગુણો વધારે હતા. મોટામાં મોટો અવગુણ જે તારામાં પણ છે અને બંદરખાનમાં પણ છે, તે મિથ્યાભિમાન. ‘ 😉

  Liked by 1 person

 3. R.M.Modi March 7, 2016 at 10:19 AM

  Very nicely done.

  Liked by 1 person

 4. chaman November 24, 2014 at 9:34 AM

  આવો ભઈ હરખા આપણે બેઉ સરખા!

  Like

 5. pravinshastri November 23, 2014 at 10:17 PM

  ટમે ટો બઢૂ બૌ કઈ ડીઢુ ચમનભાઈ. ટમે મારેટાં આવો ને ખાઢા ઇઢા વગર નઈ બોલવાનું વરટ લઈને ચાઈલા જાવ ટે કેમ ચાલે?

  Like

 6. chaman November 23, 2014 at 9:49 PM

  હુ તો બોયો નહીં ને ચાયો નહીં!

  Liked by 2 people

 7. aataawaani November 22, 2014 at 8:35 AM

  પ્રિય પ્રવીણભાઈ શાસ્ત્રી
  ઘણું જાણવા મળ્યું .હું શીખવા માગું છું અને શીખતો રહીશ અને અત્યારે મારામાં જે કંઈ આવડત જેવું લાગે છે એ મેં શીખી નેજ મેળવી છે મને તો એમ લાગે છે કે હું કદાચ ચિત્તાના લાકડાં ઉપર સુતો હઈશ તોપણ મને કંઈક પ્રશ્ન ઉપસ્થિત થશે તોપણ હું મારી સ્મશાન યાત્રામાં આવેલા મિત્રોને ચિત્તામાંથી બેઠો થઈને પૂછી લઈશ .

  Like

 8. jugalkishor November 21, 2014 at 11:48 PM

  તદ્દન ભાર વિનાની હળવી ને પાત્રોના સરળ વ્યવહારોમાં પ્રગટતી વાર્તા ! પૌરાણિક વસ્તુને આધુનિક સામગ્રી સાથે એક જ શ્વાસે (એટલે કે ચાલુ વાક્યે) જોડવાની કરામત પણ જોવા મળી…..!

  Liked by 1 person

 9. pravinshastri November 21, 2014 at 10:19 AM

  આતાજી, નમ્સ્કાર.
  એમ તો મેં એવી પણ વાત કશે વાંચેલી કે એ યજ્ઞનો થોડો પ્રસાદ અંજનાને પણ કોઈક રીતે મળેલો અને એમાંથી હનુમાનજી પ્રગટ થયેલા. આવી તો ઘણી ઘણી વાતો જુદી જુદી રીતે કહેવાઈ છે.
  મારી વાર્તાનું પાત્ર એક સુખી કુટુંબની નિર્દોષ લાડકી દીકરી દાદીમાંઓની ગિલ્લી ઉડાવે અને ભાભી-નણંદ પણ મુક્ત રીતે એકબીજાની મશ્કરી કરતા હોય છે.
  ને આતાજી જમાના બદલ ગયા હૈ. હવે કોઈ રખાત કે મિસ્ટ્રેસ શબ્દ નથી વાપરતા. પરણ્યા વગર સાથે રહેનાર સ્ત્રી-પુરુષો એકબીજાને “ડોમેસ્ટીક પાર્ટનર ગણે છે.

  Like

 10. aataawaani November 21, 2014 at 9:27 AM

  પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
  જો મને આ અવળચંડી અંજની મને પૂછે કે રામ લક્ષમણ ભારત શત્રુઘન નાં બાપનું નામ શું? તો હું તુરત જવાબ આપું કે યજ્ઞ કેમકે યજ્ઞમાંથી પ્રગટ થએલી વસ્તુ ત્રણેય રાણીયોને આપી અને રાણીઓ ગર્ભ વતી થએલી .અને મને પરણવાનો આ ખતરનાક અંજલિ પ્રસ્તાવ મુકે તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું કે એક મહિનો તારી ટ્રાય કરી જોઉં અને પછી નક્કી કરું કે તું મને પત્ની તરીકે યોગ્ય છે કે રખાત તરીકે ?

  Liked by 1 person

 11. pravinshastri November 21, 2014 at 7:40 AM

  રાજુલબેન આપના પ્રતિભાવ બદલ ઘણો આભાર.

  Like

 12. pravinshastri November 21, 2014 at 7:38 AM

  નમસ્તે ગાંધી સાહેબ. આજે મારા અનેક ગુગલ અને બીજા સર્ચ એન્જીનમાંથી માહિતીઓ સંકલીત કરે છે અને પોતે ઘણા જ્ઞાની છે એવું પ્રદર્શીત કરવાનો પ્રયાસ કરે છે. આમ છતાં ગુગલ કે વિકિપિડીયામાં માહિતી મુકનાર તો આપણા જ વિદ્વાનો હોય છે જેમણે અનેક વિગતો એકત્ર કરીને એ માહિતી કોમ્પ્યુટરમાં ફીડ કરી હોય..એટલે જ મેં નાનીમાના શબ્દોમાં, નીચે મુક્યું છે….

  “”તારા ગુગલના ચોરાટીયા ઈન્ફરમેશન કરતાં હું વધારે ભણી છું અને વધારે ભણાવ્યું છે. એ ભૂલતી નહીં કે આખરે તો વીકીપીડીયામાં ઈન્ફોર્મેશન ફીડ કરવા વાળા અમારા જેવા જ હોય છે. અમારા જેવા નિવૃત ડોસા ડોસીઓ બાવા બાપુની કથામાંથી કંઈક તો નવું શોધી કાઢીયે છીએ. ફોર અસ કથા ઈઝ ગુડ એન્ટરટેઈન્ટમેન્ટ’

  Like

 13. mdgandhi21, U.S.A. November 21, 2014 at 12:50 AM

  આજે તો એવી માહિતી આપી છે કે, રામાયણની કથા તો સુધી તો ઘણી વાર સાંભળી છે, વાંચી છે, પણ સુધી અત્યાર સુધી તો આવું વિચરવાનું મગજમાંય નહોતું….. મને લાગે છે કે જબરું સંશોધન કર્યું છે….

  બહુ ગમ્યું….

  Like

 14. Rajul Shah November 20, 2014 at 3:51 PM

  કેટલીક પૌરાણિક માહિતી સાથે ખુબ હળવાશભર્યો સરસ લેખ.

  Like

 15. Kiran Modi November 20, 2014 at 10:44 AM

  Nice end.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: