હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…

santa-claus-sleeping-in-living-room

હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…

ધીમે પગલે સાન્તા લિવિંગ રૂમમા દાખલ થયા. મનિષાની પાછળ જઈને હૉ…હૉ…હૉ… નો સંકેત આપ્પ્યો; પણ હૉ…હૉ…હૉ…ની પાછળ ખોં…ખોં…ખોં…ખોં…સતત ઉધરસનું ખાંખણું આવ્યું. સાન્તા સોફા પર ફસડાઈ પડ્યા. મનિષા દોડીને પાણી લઈ આવી.

‘પપ્પા આજે સવારે તમને તાવ પણ હતો છતાંયે તમે જીદ કરીને ગયા જ. હવે તો થોડું મન હળવું કરો! ગીતામાં પણ કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આપણા નસીબમાં શ્રેણિકનું સુખ ન લખાયું હોય. સુખ દુઃખનું ચક્ર જીવનમાં ફરતું જ રહેવાનું છેને? તમે જ અમને શિખામણ આપો છો અને દર ક્રિસમસ પર અમને આપેલી સલાહ ભૂલી જાવ છો. એ વાતને પણ ઘણા વર્ષો થઈ ગયા.’

‘શ્રેણિક તારા હૈયાની બહાર નીકળ્યો છે ખરો? ‘
‘દીકરી મેં જ તારા શ્રેણિકને…’
‘બસ પપ્પા બસ…’
‘મારે કંઈ સાંભળવું નથી. કાલથી તમારે ઘરમાંથી બહાર નીકળવાનું નથી.’
એણે પપ્પાના લાંબા સૂઝ્ બેલ્ટ જેકેટ અને સફેદ દાઢી ઉતાર્યા.’

‘કેટલા બધા શ્રેણિક મારા ખોળામાં બેસવા આવે છે. હું માંદો છું એવું મને લાગતું જ નથી. જો હું બિમાર લાગું છું?’ અને ફરી પાછી ઉધરસ ઉપડી. સસરાજીએ ખોં ખોં ની ઊધરસને હૉ…હૉ…હૉ…..માં બદલવાની નિષ્ફળ કોશીષ કરી. મનિષા પાસે બેસી એમના વાંસા પર હાથ ફેરવતી રહી. આજે એ સસરાજીને કંઈક કહેવા માંગતી હતી પણ આ ખાંસી…

પપ્પા એટલે મનિષાના સસરા રાજેદ્ર શાહ. ઈન્ડિયાથી દીકરા મહેન્દ્ર અને ગુણીયલ વહુ મનિષાની સાથે રહેવા આવ્યા તે સમયે પૌત્ર શ્રેણિક પાંચ વર્ષનો હતો. પુત્ર મહેન્દ્ર ઈ.આર. ફિઝિશીયન હતો. હતો. એ ખૂબજ સુખદ વર્ષો હતા. પુત્રની હોસ્પિટલમાં જ રાજેન્દ્ર શાહ વોલેન્ટિયર તરીકે સેવા આપતા હતા. મનિષા ગ્રામર સ્કુલમાં શિક્ષીકા હતી. જાતે જૈન હતા પણ દરેક ધર્મ પ્રત્યે સમભાવ હતો. પૌત્ર શ્રેણિકને માટે નાતાલની ઉજવણી થતી. ક્રિસમસમાં આખું ઘર શણગારાતું હતું.

આજે માત્ર નાનું પ્લાસ્ટિકનું ક્રિસમસ ટ્રી ફ્લોર પર ગોઠવાયલું હતું. ફ્લોર પર નાના શ્રેણિકનો ફોટો હતો. છાતી પર સોફા પરનો પીલો દબાવીને ખાંસતા દાદાજી શ્રેણીકના ફોટા સામે તાકી રહ્યા હતા.

પૌત્ર તો અમેરિકાની ધરતી પર જનમ્યો હતોને! અમેરિકાના અને ઈન્ડિયાના બધા તહેવારો આનંદ પુર્વક ઉજવાતા. રાજેન્દ્ર શાહના એકના એક પૂત્રનો પૂત્ર, દાદાજીનો લાડકો પૌત્ર હતો.

એ જ્યારે છ વર્ષનો હતો ત્યારે દાદાજીએ સાન્તા ડ્રેસ વસાવ્યો હતો. ક્રિસમસ ઈવને દિવસે શ્રેણીકના દસ-બાર મિત્રો આવ્યાં હતાં. સાન્તા બનેલા દાદાજીને પહેલા તો કોઈએ ઓળ્ખ્યા જ ન હતા. સાન્તાએ બધા બાળકોને ગિફ્ટ આપી. નોર્થ પોલ અને રેન્ડિયર સ્લેજની વાતો કરી. બધાને ખૂબ મજા આવી. આ સીલસીલો બીજા ચાર વર્ષ ચાલુ રહ્યો.

શ્રેણીક દસ વર્ષનો થયો. દાદાજીએ લટકાવેલા મોજામાં એક ચિઠ્ઠી હતી. સાન્તા, પ્લીઝ કેન યુ ગીવ મી ઈલેક્ટ્રોનિક ગેઈમ ધીસ યર? ક્રિસમસ ઈવને દિવસે બપોરે દાદાજીએ સાન્તાનો આઉટફીટ ચડાવ્યો અને શ્રેણીકને લઈને પાડોસમાં આવેલા મોલમાં ચાલતા પહોંચી ગયા. “ટેઇક યોર પીક”.

અને શ્રેણીકે તેની પસંદગીની ઇલેક્ટ્રોનિક ગેઈમ ખરીદી. ઘરે આવતા રોડ ક્રોસ કરવાનો હતો. દાદાજી થોભી ગયા. નાનો શ્રેણીક ઉત્સાહમાં દોડતો રહ્યો. અને….એક જ ક્ષણમાં ટ્ર્કના વ્હિલ નીચે નિર્જીવ માંસનો લોચો બની ગયો.

ખાંસતા દાદાજીની આંખો સજળ હતી. આજે તો એ અઢાર વર્ષનો હોત. એ શું માંગતે? બધાની પાસે આજ કાલ આઈ ફોન હોય છે. મારી પાસે તે આઈ ફોન જ માંગતે. ના…ના..આઈ ફોન તો હવે બાર વર્ષના છોકરા છોકરીઓ વાપરે છે. હવે તો એ કોલૅજ જતો હશે. મન ગમતી સ્પોર્ટ કાર જ માંગતે. મરૂન કલરની…કન્વર્ટેબલ….’મારે કહેવું પડતે…દીકરા મારી પાસે એટલા બધા ડોલરતો નથી…પણ હું તારા ડેડી મમ્મીને સમજાવીશ, એ તને જરૂર અપાવશે….ફોટા સામે જોઈને દાદાજી અસ્તિત્વ ન ધરાવતા અઢાર વર્ષના શ્રેણીક સાથે મનોમન વાત કરતા હતા.

‘રસોઈ ઠરી ગઈ છે. હું ગરમ કરું છું. મારે તમને એક સરસ વાત કરવાની છે. જમતા જમતા વાત કરીશું.’

‘મહેન્દ્ર હોસ્પિટલથી આવ્યો?’

‘ના, અડધો કલાકમાં આવશે.’
‘આપણે સાથે જ બેસીશું. હવે ક્યાં આપણાથી બધું પળાય છે? શ્રેણિક તો રાત્રે અગીયાર વાગે પણ ખાતો અને મને ખવડાવતો. મને ખાસ ભૂખ પણ નથી. પણ સાથે બેસીશ.’

રાજેન્દ્રભાઈ શ્રેણિકના અકસ્માત અને અપમૃત્યુ માટે પોતાને ગુનેગાર ગણતા. માનતા હતા કે ભગવાને એક લઈ લીધો તો તેના બદલામાં બીજો આપશે. પણ જ્યારે એને ખબર પડી કે પૂત્ર મહેન્દ્રએ ‘વન ઈઝ ફન’ ની માન્યતા પ્રમાણે શ્રેણિકના જન્મ પછી વેસેક્ટોમિ કરાવી લીધી હતી ત્યારે એમનામાં મનિષાને કેમ સધ્યારો આપવો એ સમજાતું ન હતું. ‘ધ્રુવં જન્મ મૃતસ્ય ચ’ નું શાન્તવન મનિષાને ન આપી શક્યા કે ન તો પૌત્ર પત્યેની પોતાની બેદરકારીને ક્ષમા કરી શક્યા.

જે સ્ટોરમાંથી શ્રેણિક માટે ગૅઇમ લીધી હતી તે સ્ટોરના મેનેજરની પરવાનગી લઈને સ્ટોરના દરવાજા પાસે સાન્તાક્લોઝ બનીને પોતાના પૈસાથી વસાવેલી નાની નાની ગિફ્ટ આપતા. ક્રિસમસને દિવસે સવારે હૉસ્પિટલના પૅડ્રિયાટિક વૉર્ડમાં બાળકોને ગિફ્ટ આપતા. બધા બાળકોને એ વ્હાલથી એક વિચિત્ર સવાલ પૂછતા કે ‘આર યુ ફ્રેન્ડ ઑફ શ્રેણિક? યુ લુક લાઈક શ્રેણિક’. અબુધ બાળકોને સમજાતું નહીં પણ રમકડાની લાલચે સાન્તાક્લોઝના સવાલનો જવાબ હકારમાં આપતા.

આખું વર્ષ સ્કુલ પાસે ક્રોસીંગ ગાર્ડ તરીકે સેવા આપતા. દરેક બાળકમાં એને શ્રેણિકનો ચહેરો દેખાતો.

એમને અસ્થમાની બિમારી હતી. ઘણીવાર શ્વાસ લેવામાં શ્રમ પડતો. છેલ્લા ચાર દિવસથી એમને તાવ હતો. ધ્રૂજતા શરીરને સમતોલ રાખીને સ્ટોર પાસે હૉ…હૉ…હૉ…..કરવા બેસી જતા. આજે મનિષાને ખબર પડી ગઈ કે પપ્પા ને તાવ છે. ઠંડી લાગે છે. પણ ન માન્યું. આજે ક્રિસમસ ઈવ છે. મારે જવું જ પડશે. અને ગયા પણ ખરા. બસ કાલે હૉસ્પિટલ જઈશ, વધેલા ટોય બાળકોને વહેંચી દઈશ. પછી આરામ જ આરામ. પણ સફેદ માસ્ક પહેરીને જઈશ. મારી ઊધરસના જર્મસ મારા શ્રેણિકોને ન લાગવા જોઈએ.

……..અને ફરી વાર સતત ઊધરસનો હુમલો. એમને શ્વાસ લેવાની મુશ્કેલી પડવા લાગી.

મનિષાએ પોર્ટેબલ સીલિન્ડરમાંથી પપ્પાને ઓક્સિજન આપવો શરુ કર્યો. ૯૧૧ ને એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. આ પહેલા પણ બે વખત હૉસ્પિટલ દોડવું પડ્યું હતું.

મહેન્દ્રને ફોન કર્યો ‘મનુ સ્ટે ધેર. આઈ એમ બ્રિંગિંગ પપ્પા ટુ ઈ.આર. આઈ થીંક હી હેસ કાર્ડીયોપુલ્મનરી એટૅક.’

ચાર મિનીટમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ દોડતી થઈ. પેરામૅડિક ટેકનિશીયને નાઈટ્રૉ ટેબ્લેટ આપી. ઓક્સિજન ચાલુ હતો. પાસે બેઠેલી મનિષાને આંખના ઇશારે બોલાવી. મનિષાએ કાન પપ્પાના મોં પાસે ધર્યા. પપ્પા ગણગણ્યા.

“હું પાછો આવીશ, મને સ્પોર્ટ કાર અપાવીશને?”

એમ્બ્યુલન્સ ઈ.આર પાસે અટકી અને પપ્પાનો શ્વાસ પણ અટકી ગયો.

આજે સવારથી મનિષા પપ્પાને શુભ સમાચાર આપવાની કોશીશ કરતી હતી કે મહેન્દ્રની વેસેક્ટોમી ની રિવર્સલ સર્જરી સફળ થઈ છે. અને સારા સમાચારના એંધાણ મળ્યા છે.

21 responses to “હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…

 1. pravinshastri December 8, 2015 at 6:20 AM

  હિમતભાઈ આપનો આભાર.

  Like

 2. હિમતભાઇ મેહતા December 6, 2015 at 10:44 AM

  “હું પાછો આવીશ, મને સ્પોર્ટ કાર અપાવીશને?”

  એમ્બ્યુલન્સ ઈ.આર પાસે અટકી અને પપ્પાનો શ્વાસ પણ અટકી ગયો. ..વેદના ની પરાકાષ્ટા અહી મન માં કૈક રૂંધાયેલ શ્વાસ છે ખુબ સરસ પ્રવીણભાઈ ..

  Liked by 1 person

 3. હિમતભાઇ મેહતા December 6, 2015 at 10:38 AM

  ફોટા સામે જોઈને દાદાજી અસ્તિત્વ ન ધરાવતા અઢાર વર્ષના શ્રેણીક સાથે મનોમન વાત કરતા હતા.ખુબ હદય સ્પર્શી

  Liked by 1 person

 4. pravinshastri December 26, 2014 at 11:58 PM

  ચિમનભાઈ, ગમે તે ક્લાસમાં મૂકોને! મારો સુરતી મિત્ર ચંદુ ચાવાલા મારા માટે કહેતો ફરે છે”સાસ્ટરી બીલકુલ ટુ હન્ડ્રેડ પર્સન્ટ બંડલ છાપ વારટા લખવાવારો મની બેઠેલો વારટાકાર છે” તો મારા એક વિદ્વાન મિત્ર કહે છે કે વાંદરો હજુ ગુંલાટ ભૂલ્યો નથી. ૯૫% વાર્તામાં સેક્સ ઘૂસાડે . છે. પાંચ ટકાજ ભૂલમાં સેક્સ વગરની આવી વાર્તા લખે છે. માનું છું કે એ થી એફ સૂધીમાં સી આપશો તો આનંદ થશે. આપનો આભાર.

  Like

 5. chaman December 26, 2014 at 7:51 PM

  તમે ખડખડાટ હસાવી જાણો છો અને હવે રડાવી પણ જાણો છે. તમને કેવા લેખક વર્ગમાં મૂકવાની મારી આજની મૂઝવણ કોને લખુ કે કહું?

  “ચમન”

  Liked by 1 person

 6. pravinshastri December 26, 2014 at 11:02 AM

  જયેન્દ્રભાઈ પ્રતિભાવ બદલ આપનો ઘણો આભાર.

  Like

 7. jashara December 26, 2014 at 9:36 AM

  …. જીવન-પ્રેમનું સુંદર નિરૂપણ .. અને સહેજ દુખદ… પરંતુ વિસર્જન જરૂરી છે નવ-સર્જન માટે …

  Like

 8. Vinod R. Patel December 25, 2014 at 2:05 PM

  Reblogged this on વિનોદ વિહાર and commented:
  મિત્રો,
  વી.વી. ની આ અગાઉની પોસ્ટ નમ્બર ૬૧૯ માં તમે મારી બે ક્રિસમસ વાર્તાઓ વાંચી.
  આજની પોસ્ટમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લોગમાં પોસ્ટ થયેલ અને મને ગમેલ એક હૃદય સ્પર્શી ક્રિસમસ વાર્તા એમના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.
  મારી પોસ્ટમાંની બે વાર્તાઓમાં એક ૪ વર્ષની બાળકી અને એક પંદર વર્ષના ટીન-
  એજ્રરની વાત છે તો પ્રવીણભાઈ ની વાર્તામાં એક વયોવૃદ્ધ પૌત્ર પ્રેમી દાદા રાજેન્દ્ર ભાઈની દિલને સ્પર્શી જાય એવી વાત છે , જે આપને જરૂર ગમશે.
  ફરી સૌ વાચકોને ક્રિસમસ અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ ની અનેક શુભેચ્છાઓ.
  વિનોદ પટેલ

  Like

 9. vijayshah December 25, 2014 at 12:24 PM

  hraday sparshi sundar vaartaa.. Reblogged on Gadya sarjan with expacted permission

  Like

 10. pravinshastri December 25, 2014 at 11:27 AM

  અમૃતભાઈ મારા હૈયાની જ વાતો આપના શબ્દોમાં…..આપણા સૌના જીવનમાં કંઈ કેટલી ભાવાત્મક સંવેદનાઓ વ્યક્ય અવ્યક્ત સ્વરૂપે સચવાયલી હોય છે. આનંદ ઉલ્લાસના પ્રસંગ કે દિવસો એ જ બનેલી દુખદ ઘટનાઓનું માન્સિક પુનરાવર્તન થયા કર્તું રહે છે.
  દાદાજી પૌત્રની દુર્ઘટનાની સ્મૃતિ સાથે જ જિવ્યા અને શ્રેણિક બનીને જ વિદાય થયા. અવલોકન બદલ આપનો આભાર.

  Like

 11. pravinshastri December 25, 2014 at 11:15 AM

  આભાર મનુભાઈ

  Like

 12. Amrut Hazari. December 25, 2014 at 11:12 AM

  પ્રવિણભાઇ,
  કોઇઅે સાચુ જ કહેલું છે કે,‘ યાદોના પાનાથી ભરેલી છે. જીંદગી, સુખ અને દુ:ખના પ્રસંગોથી ભરેલી છે જીંદગી,….
  અેકલા બેસીને અેકવાર વિચારી તો જૂઓ, કોઇ અંગત વગર કેટલી અઘૂરી છે જીંદગી.‘ અઘૂરીને આપણે જો ‘તન્હાઇ‘ કહીઅે તો દાદાજીની જીંદગી શ્રેણિક વિનાની ,જીંદગી બની ગઇ હતી.
  તેમનાઆ જીવનને તેઓ શ્રેણિકની ગેરહાજરીમાં શ્રેણિક સાથે અેકાકાર થયેલી જીંદગી તરીકે જીવી રહ્યા છે., અભેદ..અદ્વેત..( નોન ડયુલિઝમ)..અેકરુપ…વનનેસ…અખંડ…અને અેટલેજ દરેક બાળકમાં તેઓ શ્રેણિકને જોતા હતાં. શ્રેણિક શબ્દની વ્યાખ્યા : ‘ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી.‘ છે. દાદા અને શ્રેણિક અેક અટૂટ બંઘનથી જોડાયેલાં હતાં. સાન્તા બનવાની તેમની જીદ ન્હોતી….તેઓ તો શ્રેણિકના દોરવ્યા પાત્ર ભજવતાં હતાં, જેથી તેઓ શ્રેણિકને પોતાની નજીક જૂઅે. અને અેટલે જ વહુને કહે છે કે, ‘ દીકરી મેં જ તારાં શ્રેણિકને…..‘ ને પોતાને ગુનેગાર સમજીને ખો…ખો…ખો….ને હો…હો…હો..માં બદલવાની કોશીશ કરતાં કરતાં વિદાય વેળાઅે કહેતાં જાય છે કે હું પાછો આવીશ…શ્રેણિક થઇને..અને..લેખકે મહેન્દ્રની બાપ બનવાની શક્તિ પાછી લાવી દીઘી….
  યોસોફ મેકવાને સુંદર શબ્દોમાં કહ્યુ છે કે,‘ જાણી લીઘું આ જિંદગી કેવળ મજાક છે,
  સીઘા દીસે જ્યાં માર્ગ, ત્યાં નાજુક વળાંક છે.‘
  અેટલે જ કદાચ, દાદા અને પૈાત્ર, પૈાત્રીના સંબંઘો દુનિયાના સૌથી મજબુત સંબંઘો રહેલાં છે. આપણે બઘા આ દાદાના રોલમાં સૌથી પવિત્ર આનંદ માણીઅેછીઅે.
  પ્રેમનું સુંદર પ્રત્યારોપણ.
  અભિનંદન.
  અમૃત હઝારી.

  Like

 13. Manu Bhatt December 25, 2014 at 10:59 AM

  Beautiful story.

  Like

 14. pravinshastri December 25, 2014 at 9:42 AM

  ન્વીનભાઈ અમદાવાદનું હવામાન અનુકૂળ છે ને? ત્યાંની પ્રવૃત્તિનો હેવાલ જણાવતા રહેજો.

  Like

 15. Navin Banker December 25, 2014 at 1:12 AM

  ખુબ સુંદર, હ્રદયસ્પર્શી વાર્તા. આપને નાતાલની શુભેચ્છાઓ અને નવા વર્ષની શુભકામનાઓ

  નવીન બેન્કર

  Liked by 1 person

 16. Vinod R. Patel December 24, 2014 at 11:14 PM

  સુંદર હૃદયસ્પર્શી ક્રિસમસ સ્ટોરી .

  પૌત્ર શ્રેણિકના આકસ્મિક મોત માટે દાદા પોતાને ગુનેગાર માને છે અને શ્રેણીક પ્રત્યેનો અધુરો

  રહેલો પ્રેમ ક્રિસમસ ઉપર અન્ય શ્રેણીકોને ભેટ આપી પૂરો કરવાનો પ્રયત્ન કરે છે.મનીષા

  રાજેન્દ્રભાઈને જે સારા સમાચાર કહેવા જતી હતી એ જો એમણે પહેલાં સાંભળ્યા હોત તો

  કદાચ તેઓ બીજો શ્રેણિક જોવા માટે જીવી ગયા હોત !

  એમના છેલ્લા શબ્દો “હું પાછો આવીશ, મને સ્પોર્ટ કાર અપાવીશને?” ઘણા સૂચક છે

  અને વાર્તાને નવો આયામ આપે છે. અભિનંદન.

  પ્રવીણભાઈ ,આપને શુભ ક્રિસમસ અને નવા વર્ષની અનેક શુભેચ્છાઓ

  Like

 17. mdgandhi21, U.S.A. December 24, 2014 at 11:02 PM

  જ્યારે સુખની વાત સાંભળવાનો સમય આવ્યો ત્યારેજ જીવનલીલા સંકેલાઈ ગઈ….બહુ કરૂણ વાર્તા……..

  હમણાં, ૪-૫ દિવસ પહેલાં લોસ એન્જલસમાં ક્રીસ્ટમસ પાર્ટી પછી શાળાના બાળકો અને માબાપ સમુહમાં રસ્તો ઓળંગતાં હતાં ને એક છોકરાએ લાલ બત્તીની પરવા કર્યા વગર ગાડી ચલાવીને નાના બાળકો સહિત ૪-૫ જણને યમસદન પહોં ચાડી દીધા,,,,,

  Like

 18. aataawaani December 24, 2014 at 10:48 PM

  પ્રિય પ્રવીણ ભાઈ
  વાર્તામાં પુત્રવધુનો પ્રેમ પણ છે અને બે મૃત્યુના માઠા સમાચાર પણ છે . હોય ત્યારે એકલો દૂધપાક અબખે પડી જાય માટે સાથે સુરતી બેને બનાવેલું કારેલાનું શાક હોયતો વધારે ગમે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: