કાવ્ય ગુંજન ૨૫

કાવ્ય ગુંજન ૨૫

S.Gandhi

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

દીવા સ્વપ્ન

ભાળ્યો આંખો માં એમની અમી સાગર
હતો હું આ પાર, ને એ પેલી પાર
પારખી ને ભોળપણ ની અદાઓ એમની નિગાહો માં
ચહું છું ક્યારેક તો સમાશે બાંહો માં
ચાહત માં એવી કવેળા નાં આવે
(જયારે) બેવફાઈ નો આરોપ સનમ મારા શિરે લગાવે
જાકારો ભણ્યો એમની મેહ્ફીલે, પણ કદમ ન ઉપડી શકયા
(કારણ કે) એમની નમેલી નજરું ના ખૂણે ખૂણે થી
રોકાઈ જવાના ભાવ ભર્યા અણસાર આવ્યા
(અને) ઠેકાણું મિલન કેરું તો ન બતાવ્યું
પણ સ્વપ્નો માં ય ન દેખા દીધી
ના કર્યું અણછાજતું કૈંક, વળી ના રીઝવ્યા તમને
મહોબ્બત ની રસમો આમજ નિભાવી જાણી અમે
ક્યારે મળ્યા અને ક્યારે વિખુટા થયા એ યાદ નથી
તો ય હર મુલાકાત નો અંજામ જુદાઈ શીદને
વારમ વાર આ ખ્યાલ સતાવી જાય છે
અરીસો છો ને લાગે ઝાંખો
ઢળતો સુરજ પણ હોય છે સોહામણો
પૂર્યા સાથીયા પાનખર નાં રંગે
ખરતા પાંદડા થશે વિદાય ઉમંગે
ઉઘાડી આંખે દીવા સ્વપ્નો લાખ નિહાળ્યા
અંધકાર ને પોષવા માટે દીવા કંઈક સળગાવ્યા

Natavar Mahetaનટવર મહેતા

મુજ મહત્વ

રહી રહી હવે મને કહી રહ્યો છે મારો પડછાયો;
હુંય હું નથી રહ્યો, થઈ ગયો હું એનાથી પરાયો.

ઘરનાં બધાં આયના ઉતારી ફેંકી દો હવે દોસ્તો;
હર આયનામાં હું જ મને અલગ અલગ જણાયો.

ન કોઈ દવા કામ આવશે, ન તો કોઈ દુઆ હવે;
જવા દો યારો,માસૂમ નજરોથી છું હું તો ઘવાયો.

તન્હાઈના તણખલે તરી ગયો આખો ભવસાગર;
લાગણીના પુરમાં એમ તો હું પણ ઘણો તણાયો.

પાણી મૂલ્ય આંસુની કિંમત ત્યારે સમજાય મને;
જ્યારે ભીની ભીની આંખોએ મહેફિલમાં હરખાયો.

સ્નેહની,વહાલની માયાજાળ પણ બહુ મજબૂત છે;
બચતો રહ્યો તો ય હું પણ છેવટે એમાં જ ફસાયો.

મારું મહત્વ ન સમજાયું સનમ,ન સમજાશે તમને;
જરા પ્રેમથી જોયું હોત તો સમજાત છું હું સવાયો.

ખામોશીના પડઘા ગુંજતા રહેશે મારા ગયા બાદ;
હર મહેફિલમાં મારા ગયા બાદ હું જ છું છવાયો.

નટવર મહેતા feeling thankful
49 mins • Lake Hopatcong, NJ •

દુનિયામાં રહી કોઈ સંબંધથી પર થવાય નહીં;
પ્રભુ પણ પ્રભુ છે, એનાથી પથ્થર થવાય નહીં.

ચાર દીવાલો, એક છત જરૂરી છે મકાન માટે;
તો ય હર મકાનથી એમ કદી ઘર થવાય નહીં.

છત્રી રેઈનકોટ લઈ નીકળી પડે રોજ ઘરેથી;
એવા અરસિક શખ્સથી તરબતર થવાય નહીં.

કેટલીક પળ જિંદગીભર એવી જ રહી જાય છે.
એનાથી કદી ઉજવણીનો અવસર થવાય નહીં.

આયનો રોજ મને જોયા રાખે છે ને કહ્યા રાખે;
એની અંદર ભલે છું, એની ભીતર થવાય નહીં.

થતા થતા હું તો થઈ ગયો જિંદગીભર જેમનો;
દોસ્ત, એમનાથી જ મારા અકસર થવાય નહીં.

એક વણપૂછાયેલ સવાલ બની છે ગયો નટવર;
હાય રે કિસ્મત,એનાથી હવે ઉત્તર થવાય નહીં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: