સૂર સ્નેહનું સગપણ

સૂર સ્નેહનું સગપણ

Gitarist images

હું ૧૦:૨૩ની ટ્રેઈન પકડવા ૩૪મી સ્ટ્રીટ સબવૅ પર ધસતો હતો. અચાનક મારા જાણીતા સૂરો કાને પડ્યા. ટેવાયલા કાને મગજને ઈશારો કર્યો. મગજે પગને આજ્ઞા આપી. પગ થંભી ગયા. ગિટાર પર એ.આર.રહેમાનના બોમ્બે ડ્રીમના નંબર ગુંજતા હતા.પાછું વળીને જોયું તો પાંત્રીશેક વર્ષનો મ્યુઝિસિયન ગિટાર પર ખૂબ સરસ રીતે સૂરો વહાવતો હતો. ‘રશ અવર’ની દોડધામમાં પણ કેટલાક રસિકો બે ત્રણ મિનિટ થોભતા. કોઈક ડોલર બે ડોલર કે થોડું પરચુરણ ખુલ્લા રાખેલા રસિકો ગિટાર બોક્ષમા નાંખી ટ્રેઈન પકડવા રોજીંદી દોડમા આગળ વધતાં.

હું થોભ્યો. બે-ત્રણ મિનિટ નહીં પણ પૂરી વીશ મિનિટ એને સાંભળતો રહ્યો. એનું સંગીત બીજા કરતાં કંઈક વિશિષ્ટ હતું. ઘડીકમા અમેરિકન જાઝ તો બે ત્રણ મિનિટમા એરેબિયન ત્ટ્યુન અને ત્યાંથી ભારતીય જોનપુરી. વૈશ્વિક સંગીતનો સરળ પ્રવાહ વહેતો હતો. મારી મીટિંગનો સમય પણ ભૂલાઈ ગયો. મારા હાથમા કે ગળામાં સંગીત ન્હોતું. મેં કોઈ જાતનું સંગીત શિક્ષણ લીધું ન્હોતું પણ મારા કર્ણને સૂર અને તાલ સાથે કુદરતી લગાવ છે. હું સાંભળતો રહ્યો. વાદકને જોતો રહ્યો.

એકસ્ટ્રા વાઈડ બેલ બોટમ જીન…. ઓમ્ અને DAV એમબ્રોઈડરી વાળી સફેદ કુર્તિ… ગળામાં વુડન બીડ્સની માળા… જમણા હાથમા બાંધેલો લાલ રૂમાલ… ઈંડિયન ન હતો છતાં એવો ભાસ ઉભો થતો હતો.

સમયનું ભાન થયું. ઈચ્છા અને કુતુહલ હોવા છતાં વઘુ રોકાઈ ન શક્યો. મારે મીટિંગ એટેન્ડ કરવાની હતી. અનાયાસે વૉલેટમાંથી દસ ડોલર નીકળ્યા અને એના બોક્સમા સર્યા. કલાકારે સ્મિત સાથે, આંખો વડે થેન્ક્યુ કહ્યું. મેં એને ‘થંબ્સ અપ’ ની સાઈન આપી અને વિદાય લીધી.

દશેક દિવસ પછી ફરીથી મારે ૩૪મી સ્ટ્રીટથી એજ ટ્રેઈન લેવાની હતી. મારી સ્મૃતિ સરવળી. આજે હું એક કલાક વહેલો નીકળ્યો. એજ DAV…એજ કર્ણપ્રિય ગિટાર…સબવૅ સ્ટેશનમા ક્ન્ટ્રી મ્યુઝિક ગુંજતું હતું. અમારી આંખો મળી. પરસ્પર પરિચયની પ્રતીતિ થઈ. વેસ્ટના સૂરોએ ઈસ્ટ તરફ વહેવા માડ્યું.અને એ ટ્રાન્સફોરમેશન ‘રઘુપતી રાઘવ’ ની ધૂન પર અટક્યું. વાદકની નજર ગોળાકાર ઓડિયન્સ પર ફરી ફરીને મારા પરજ સ્થગિત થતી. મને લાગતું કે DAV મારે માટેજ ખાસ સૂરોનું સર્જન કરતો હતો.

વહેતી સૂરગંગંગાના પ્રવાહ વચ્ચે અમારી આંખોએ પ્રસંસા અને આભારના ભાવની અભિવ્યક્તિ કરી લીધી. પણ મને સમયની મર્યાદા હતી. નાના સ્ટુલ પર સીડીની થપ્પી હતી. ‘WEST TO EAST’. કાર્ડબોર્ડ પર લખ્યું હતું, Only $5. મેં બે સીડી લઈ બોક્સમાં વીશ ડોલર મુંક્યા. દેવની આંખોએ આભાર વ્યક્ત કર્યો. મેં સમયસર ટ્રેઈન પકડી.

ત્યાર પછી એનો મેળાપ ન થયો. હું અન્ય બસકર (સ્ટ્રીટ આર્ટિસ્ટ) ને તક મળતા માણતો રહ્યો.
હું એક જાણીતી કોસ્મેટિક કોર્પોરેશનમા ઈન્ટરનેશનલ માર્કેટિંગમા કન્સલ્ટીંગ ડાઈરેકટર છું. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટ્રાવેલીંગ અને મિટિંગો એ જ મારું જીવન છે. આંતરરાસ્ટ્રિય સંસ્કૃતિ, ભોજન અને સંગીત મારે માટે અજાણ્યા નથી. સંગીત પ્રત્યે ખાસ લગાવ છે. શાત્રીયતાની સૂઝ નથી પણ માણી શકું છું. તક મળતા ઓપેરા, કોન્સર્ટ, ઈન્ડિયન ક્લાસિકલ અને ફિલ્મ સંગીતના પ્રોગ્રામ એટેન્ડ કરી લઊં છું. રોડ સાઈડ બસ્કરના જાઝ,રૉક, કન્ટ્રી અને લાઈટ ક્લાસિકલ સાંભળતા મારા પગ થંભી જાય છે.

. …..હું ફ્રાંસમા હતો. અચાનક એક દિવસ પેરિસના લુવ્ર અને ગ્લાસ પિરામિડ વચ્ચે અને ડિ’ લા કોન્કોર્ડની સામેના એક નાના કાફૅ કોર્નર પાસેથી પસાર થતો હતો. કાન પર અમેરિકન જાઝ અને ઈજીપશિયન સૂરોનું સંયોજન સંભળાયું. સ્મૃતિ સરવળી. આવું સર્જનતો માત્ર DAV જ કરી શકે. અંદર ડોકિયું કર્યું તો ખરેખર DAV જ હતો. સંગીત માણતા જુવાનીયાના ટોળા વચ્ચે ધૂન મચાવતો હતો. હું ત્યાં ગોઠવાયો. એની આશ્ચર્યચકિત આંખોએ મારી હાજરીની નોંધ લીધી. હું ત્યાં લગભગ એક કલાક રોકાયો. ગિટાર અવિરતપણે મઘુર તરંગો ફેલાવ્યા કરતી હતી. મારે વાતો કરવી હતી પણ તેના વાદનમા વિક્ષેપ કરવો યોગ્ય ન લાગ્યું. જારમાં થોડા યુરોની ટિપ્સ મુકી અને ટેબલ પર પડેલી બે સીડી ખરીદી મેં વિદાય લીધી.

થોડા સમય પછી મારે લંડન જવાનું થયું. પિકાડલી અંડરગ્રાઉન્ડ પર દેવ સંભળાયો. મારા માનસિક ટ્રેક પર સંલગ્ન થતા એજ સૂરો. પણ આજે દેવ એકલો ન હતો. સાથે વીશ બાવીશ વર્ષની છોકરી હતી. તે સરસ અવાજમા ડોલી પાર્ટોનનું ‘હિયર યુ કમ અગેઈન’ ગીત ગાતી હતી અને હળવેથી ટેમ્બરીન પર રિધમ આપતી હતી. આ વખતે ડેવે હાથના ઈશારાથી આવકાર આપ્યો. મેં બે આઈટમ સાંભળી.

સમયની મર્યાદા, એ મારી સૌથી મોટી કમનસીબી હતી. કલાક પછી હિથરો પરથી મેડ્રિડની ફ્લાઈટ પકડવાની હતી. એની આઈટમ પૂરી થતાં ગજવામાં છૂટા પડેલા ત્રીશ પાંત્રીશ યુરો એના બોક્ષમા ઠાલવ્યા. ડેવે છોકરીને ઈશારો કર્યો. છોકરીએ બે હાથ જોડી વંદન કરતાં ધીમે અવાજે કહ્યું “આપનો ઘણો આભાર” અને ગાવાનું શરૂ કર્યું. મારાથી પૂછાઈ ગયું, “Are you Gujarati?” એણે સ્મિત સાથે આંખો વડે હા કહી. ચાલુ ગીતે ટેબલ પરથી ત્રણ જુદી જુદી સીડી મને આપી. મેં એના હાથમાં મારા લોંગ આઈલેન્ડના ઘરનું એડ્રેસ કાર્ડ આપ્યું.

                                                                                -000-

સમય વહેતો ગયો. એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા. ડેવ ભુલાઈ ગયો. મારા લગ્ન થઈ ગયા. મેં કંપનીમાં સ્થાયી પોસ્ટ લઈ લીધી. જીવન સ્થાયી, શાંત અને સરળ હતું. આનંદ હતો. મારી પત્ની સુલભા ચાર મહિના પછી માતૃત્વ પ્રાપ્ત કરવાની હતી.

અમે એક શનીવારે બપોરે સેન્ટ્રલ પાર્ક પર પહોંચ્યા. હોર્સ બગીમાં રાઈડ લીધી. લગભગ પોણું ચક્કર ફર્યા ને ‘ડેવ’ સાથે લંડનમાં ગાતી હતી એ છોકરી નજરે પડી. એ ગાતી હતી. પણ સાથે ‘ડેવ’ ન્હોતો. મારા ખ્યાલ મુજબ એના હાથમાંની ગિટાર ‘ડેવ’ ની જ હતી. બગી થોભાવી અમે નીચે ઉતરી પડ્યા. સુલભાને બેંચ પર બેસાડી. હું ટોળામાંથી માર્ગ કરી છોકરીની સામે પલાંઠી વાળીને બેસી ગયો. આજે સમયની મર્યાદા ન્હોતી. જાણીતા સોંગથી ઓડિયન્સ મુગ્ધ હતું. બે આઈટમ પછી વૉકલ બંધ થયું. માત્ર ગિટાર ગુંજતી રહી. લેટિન લાઈટ ક્લાસિકલ પરથી ભારતીય ભૈરવી પર અટકી. સંગીત બંધ થયું. એણે વિખરાતા ટોળાને ફ્લાઈંગ કીસથી બાય કહ્યું.

મને કહ્યું “અંકલ, હું ગયા વીકમાંજ લંડનથી આવી”
એકજ શબ્દ ‘અંકલ’ થી એણે મારી સાથે આત્મીયતા સ્થાપિત કરી દીધી.

“અંકલ! તમારું કાર્ડ ખોવાઈ ગયું હતું. ત્રણ દિવસ ૩૪ સબવૅ પર મોર્નીગમા તમારી રાહ જોતાં પરફોર્મ કર્યું. તમે ન મળ્યા. આશા છોડી દીધી હતી. થેન્કસ ગોડ. સદભાગ્યે આજે તમે મળી ગયા.”
“ડેવ ક્યાં છે?”
“He is no more in this world”
“ઓહ, નો”
અપરિચિત છતાંયે ન સમજી શકાય એવો આત્મીય હતો. મને આઘાત લાગ્યો.
“તારું નામ શું છે બેન?”
“શૈલા”
“હમણાં ક્યાં રહે છે?”
“YMCA મા. આજ કાલમા કોઈ સસ્તી મોટેલ શોધી કાઢીશ.”
“જો વાંધો ન હોય તો આજે અમારે ત્યાં આવ. મારે ઘણી વાતો કરવી છે.”
વગર ઓળખાણે ગુજરાતી હોવાને કારણે જ સુલભા એ પણ આગ્રહ કર્યો.
“થેન્ક્યુ અંકલ! હું આવીશ.”

અમે ઘરે પહોંચ્યા. સાંજ પડી ગઈ હતી. ઘણું જાણવાની કુતુહલતાને પરાણે અંકુશમા રાખી. અમે ફ્રેસ થયા. અમારા હાઉસકિપર સવિતામાસીએ રસોઈ તૈયાર કરી રાખી હતી. અમે સૌએ ડિનર પતાવ્યું.
હાં! તો હવે ડેવ વિશે વિગતવાર વાત કરશે?
‘ડેવે’ તમારી સાથે કદીયે વાત કરી હતી? “તમે ડેવ સાથે કંઈ વાત કરી હતી?” શૈલાએ મને પૂછ્યું.
” ના “
“કારણ જાણો છો? ….ડેવ બોલી શકતો ન્હોતો.”
હું ચમક્યો. “શું તે મુંગો હતો?” આતો મારી કલ્પના બહારની વાત હતી. હવે ખ્યાલ આવ્યો કે તેને મેં કદીયે ગાતા સાંભળ્યો ન્હોતો. શૈલાએ વાત આગળ ચલાવી.
“ના. ડેવિડ મુંગો ન હતો.”
“ડેવ એની પત્ની કેથી સાથે ખુબ સુખી હતો. દિવસે એક વેર હાઉસમા નોકરી કરતો હતો. વીકમા ચાર રાત્રે ડાઈનરમા એનું બેન્ડ હતું. એ પ્રોફેશનલ સિંગર હતો. કોન્ટ્રાકટ ઉપરાંત ટીપ્સ પણ ઘણી મળતી. તેને એકજ ખરાબ વ્યસન હતું. તે ચેઈન સ્મોકર હતો.”

….એક દિવસ ગાતી વખતે એને લાગ્યું કે જીભમા લોચા વળે છે. સોડા પીધી. ઠીક લાગ્યું. બે દિવસ બાદ ફરી એવુંજ થયું. આ વખતે તે ગાઈ ન શક્યો. ખાવામાં પણ મુશ્કેલી પડવા માંડી. ડૉકટરને બતાવ્યું. ડૉકટરે ઓન્કોલોજીસ્ટને બતાવવાની સલાહ આપી.

…….અને ડાયગ્નોસીસ…ઓરલ કેન્સરની શરૂઆત હતી….સલાહ મળી…જીભનો થોડો ભાગ કાઢી નાંખી રૅડિયેશન ટ્રીટમેન્ટ લેવાથી કૅન્સર આગળ વધતું અટકશે સારા ગાયકની થોડી નહીં પણ મોટા ભાગની જીભ કાઢી નાંખવી પડી….ડેવિડ ભાંગી પડ્યો…નોકરી છૂટી ગઈ…બેન્ડ વિખેરાઈ ગયું… તેણે કેથીને સમજાવીને સ્વેચ્છાએ ડિવોર્સ આપી દીધા…ઘર આપી દીધું…સ્વાદ અને સ્વર વગરની જીંદગી અર્થ વગરની લાગવા માંડી…આત્મહત્યાનો વિચાર આવવા લાગ્યો…તેણે ડૉકટર બેનરજીને ડિપ્રેશનની વાત કરી…

ડૉકટર બેનરજીએ તેને હિંમત આપી. એને પં.રવીશંકર, ઉ. અમજદઅલીખાન અને ઝાકિરહુશેન ની સીડીના થોડા પીસ સંભળાવ્યા. “આ સંગીતકારોને સાંભળ. એમાં શબ્દવિહિન માત્ર સૂરો જ છે. ડેવિડ ભલે તું ગાઈ ન શકે. ગળાથી નહિ પણ તારા હાથથી સંગીત વહાવતો રહે. હાથ પગ તો છે ને! ટ્રિટમેન્ટ અને થેરેપી ચાલુ રાખ. વખત આવ્યે પ્લાસ્ટિક સર્જરી કરી જીભનું પણ કરીશુ. ડૉકટરે એને દસ-બાર મ્યુઝિક સીડી આપી.

ડૉકટરે આપેલી મ્યુઝિક સીડી એણે સાંભળી. વારંવાર સાંભળી. જાણે વાદ્ય સંગીતથી જીવન જીવવાનું નવું ભાથું મળ્યું. નવું જીવન મળ્યું. કંઈક પ્રેરણા જાગૃત થઈ. જીવાય તેટલું જીવવું છે. સંગીત વેચવું નથી. સામાન્ય લોકોમા વહેંચવુ છે. જેટલું ફરાય, જોવાય તેટલું સંગીત સાથે ફરવું છે. એ વોકલિસ્ટમાથી ગિટારીસ્ટ થયો. ન્યુયોર્કમા સબવૅ અને જુદા જુદા પાર્કમાં પર્ફોર્મન્સ માટે જરૂરી પરમિટ લઈને ડેવિડ સ્ટ્રીટ આર્ટિસ્ટ બસ્કર(Busker) બની ગયો. વિશ્વના અનેક સૂરોનો મધુર મેળાપ કરીને યુનિવર્સલ હાઈબ્રિડ મ્યુઝિશિયન થઈ ગયો.

ડૉકટરે પણ ગ્રીન સિગ્નલ આપ્યો. ” નાવ યુ આર ઓકે. સી યુ આફટર સીક્ષ મંથ્સ.”
એની સંગીત યાત્રા શરુ થઈ. એકાદ મહિનો પેરિસમાં ગાળી તે લંડન આવ્યો. પિકાડલી અંડરગ્રાઉંડ સ્પોટની પરમિટ લીધી.
શૈલા પાણી પીવા રોકાઈ.

મારાથી પૂછાઈ ગયું ” શૈલા! હી કુડ નોટ સ્પીક. હાવ ડુ યુ નો ઓલ ધીસ ડિટેઇલ્સ?”

જીભની સર્જરી પછી એણે ડાયરી લખવાનું શરુ કર્યું હતું. રોજ રાત્રે પ્રસંગો અને મનની વાત એમાં નોંધતો હતો. સાથમાં ઈરેઝેબલ ઈલેક્ટ્રોનિક પેડ રાખતો. થોડી ભાવાત્મક ઈશારતો અને પેડ દ્વારા અમારું કોમ્યુનિકેશન ચાલતું રહેતું.

“તારી ડેવિડ સાથે કઈ રીતે ઓળખાણ થઈ? તારો અને ડેવિડનો કેવો સંબંધ હતો? અંગત વાતો ન પૂછવી જોઈએ પણ તને વાંધો ન હોયતો તારો થોડો પરિચય આપશે?.” મારાથી પુછાઈ ગયું.

“સોરી અંકલ, મારી ઓળખાણ આપ્યા વગરજ તમારી મહેમાન બની ગઈ ખરું ને!” શૈલાએ હસતા હસતા કહ્યું.
મૂળતો અમે બારડોલીના પટેલ. મારા પાપા કેન્યામા જન્મેલા. ત્રણ વર્ષની ઉમ્મરે લંડન આવી ગયેલા. મારી મોમ માર્થા એમની હાઈસ્કુલ સ્વિટ હાર્ટ હતી. હાઈસ્કુલ પછી લગ્ન કરી લીધા. હું ચાર વર્ષની હતી ત્યારે મને પાપા સાથે મુકી ડિવોર્સ લઈ મારી મમ્મી ગ્લાસગો ચાલી ગઈ. હું, પાપા અને દાદીમા સાથે મોટી થઈ. માનો રંગ અને દાદીમાના ભારતીય સંસકાર વારસામા મળ્યા. દાદીમા થોડા સમય પહેલા દેવલોક પામ્યા. મેં ‘એ’ લેવલ પછી બે વર્ષ મ્યુઝિક એકૅડમીમાં ગાળ્યા. પાપાએ મારા શોખ સ્વભાવને હંમેશા પંપાળ્યો. પાપાનું પિકાડલી પર ન્યુઝ સ્ટેન્ડ છે. એમણે એક દિવસ ડેવ ને સાંભળ્યો. પાપાએ મને ફોન કરી એને સાંભળવા બોલાવી.

એની સ્ટાઈલ નોન ટ્રેડિશનલ હતી. જુદા જુદા સગીતના અખંડિત વહેતા પ્રવાહને, ભીંતને અઢેલીને હું માણતી રહી. રેઈનબૉના સ્પેક્ટ્રમમા જુદા જુદા કલરનું અસ્તિત્વ હોવા છતાં તેને જુદા પાડતી રેખા નથી હોતી તેમ ડેવ એક સૂરમાથી તદ્દન વિભિન્ન સૂરમા ક્યારે સરી જતો તેની ખબરજ ન્હોતી પડતી.

એણે સગીત સમેટ્યું. હું દોડીને એને માટે હોટ ચોકલેટ લઈ આવી. એને નવાઈ લાગી. એણે ગજવામાથી પેડ કાઢી લખ્યું. ‘થેન્ક્યુ. આઈ કેન નોટ સ્પીક. કેન યુ હેલ્પ મી? આઈ એમ લુકીંગ ફોર ઈનએક્સપેન્સિવ બેડ એન્ડ બ્રેકફાસ્ટ પ્લેસ.’

મેં કહ્યું “લેટ્સ ગો ટુ માય પાપા. હી મે બી એબલ ટુ હેલ્પ યુ.”
મેં મારા પાપાને સમજાવી દીઘા. પાપાએ અમારા વેમ્બલીના ઘરનો દાદીમાનો ખાલી પડેલો રૂમ એને ફાળવી આપ્યો. ડેવિડ અમારો પાક્કો દોસ્ત બની ગયો. હી ઈઝ માય બડી.

અમે લંડનના જુદા જુદા સ્પોટ પર પરફોર્મ કરતા રહ્યા. હું એનો અવાજ બની ગઈ. અમે બે વીક વૅનિસ ગયા. પ્લાઝામા ગાયું,.. વગાડ્યું…. અમને વિયેનાના ઓપેરા હાઉસ સામેના પાર્કમા ખૂબ સરસ પબ્લિક રિસ્પોન્સ મળ્યો. ત્યાંની સિમ્ફોની ઓર્કેસ્ટામાં અમને ઓફર થઈ પણ અમારે કોઈ એક જગ્યાએ સ્થાયી થવું ન હતું.

અમે શૈલાને સાંભળતા રહ્યા. સવિતામાસી પણ અમારી સાથે ગોઠવાઈ ગયા હતા. શૈલા પાણી પીવા અટકી. માસીએ કહ્યું “દિકરીનું ગળું સુકાતું હશે. જરા થોભો! હું સરસ કૉફી બનાવી લાઉ.”

…કૉફી, કૅઇક અને કુકીઝ આવી ગયા. અમે એને ન્યાય આપ્યો. શૈલાની વાતનો દોર ફરી શરૂ થયો.
ડેવિડની ઈચ્છા ઈન્ડિયા જવાની હતી. પાપાએ વ્યવસ્થા કરી આપી. અમે ઈજીપ્ત થઈ બોમ્બે પહોંચ્યા. ગૅઇટ વે અને ચોપાટી પર પરફોરમન્સ કર્યા. ઘણી નિરાશા સાંપડી. ત્યાંના લોકો પર્ફોરમિંગ આર્ટિસ્ટ અને ભિખારીનો તફાવત સમજતા ન્હોતા. સ્ટ્રીટ આર્ટિસ્ટને દયા ભીખ કે દાનની આશા નથી હોતી. એમને તો એપ્રિશીએશનની ભૂખ હોય છે. એના પુરસ્કાર તરીકે મળતી ટિપ્સ એજ બસ્કરનો સંતોષ છે.

અમે ઈન્ડિયાથી પાછા લંડન આવ્યા. એને અમેરિકા પાછા વળવું હતું. પણ અચાનક એની તબિયત લથડી. ખોરાક લેવાતો બંધ થઈ ગયો. અમે એને હૉસ્પીટલમા દાખલ કર્યો. કેન્સર ગળામાંથી ફેફસા અને લિવરમા પ્રસરી ચુક્યું હતું. ભાવીના એંધાણ સ્પષ્ટ હતા.

ડેવિડે એની પેડ પર છૂટા છૂટા શબ્દોએ લખ્યું….
ક્રિમેટ મી…બૅરી માય રિમેઇન્સ ઇન માય પેરન્ટસ ગ્રેવ…યુ કીપ માય . ગિટાર..સેવિંગ્સ આફ્ટર માય ફ્યુનરલ એક્સપેન્સ એન્ડ માય રૂમ રેન્ટ, ગોઝ ટુ માય એક્ષવાઈફ કેથી…
એણે કેથી અને ફિલાડેલફિયા પાસેની સીમેટરી નું એડ્રેસ લખ્યું.

છેલ્લે લખ્યું “બાઈ માય લિટલ સીસ.” હું બડીમાંથી એની બહેન બની ગઈ. એણે ધ્રુજતા હાથે પાપાના હાથ પકડ્યા. હાથની ધ્રુજારી ધીમે ધીમે બંધ થઈ ગઈ. એના શ્વાસ થંભી ગયા. ગિટાર ના તારોનું સંવેદન બંધ થયું.
એનો અગ્નિસંસ્કાર થયો. એના અસ્થિકુંભ, કેથીને પહોંચાડવાની રકમ અને આપને માટે થોડી સીડી લઈને ગયા વીકમાં અહિ આવી. મેં લંડનથીજ સિમૅટરી મેનેજમૅન્ટ સાથે અને કેથી સાથે વાત કરી આવતા મંગળવારે ‘એશિશ કંટેઇનર’ દફનાવવાની વ્યવસ્થા કરી દીધી છે. મંગળવારે સવારે વિઘિ પતાવીને સાંજે લંડન જવા નીકળીશ.

અમારા સૌની આંખ સજળ હતી. સુલભાએ શૈલાના માથે હાથ ફેરવ્યો, અને એને છાતી સાથે ચાંપી દીધી. અમારી વચ્ચે નામ વગરનું સગપણ સ્થાપીત થઈ ગયું.

સવિતામાસીએ હળવેથી સૂચન કર્યું ” દિકરી, તને કોઈ ભજન આવડતું હોય તો ગા. પ્રાર્થનાથી મનને શાંતી મળશે.

શૈલા થોડીવાર શાંત બેસી રહી. અમારા લિવીંગ રૂમની સેલ્ફ પર રાધાકૃષ્ણની પ્રતિમા હતી. તેની સામે તે તાકતી રહી. ધીમેથી હાથમા ગિટાર લીધી. કેદારના તરંગો માત્ર અમારા રૂમમાંજ નહિ પણ અમારા તન-મનમાં ગુંજવા લાગ્યા. આર્દભરી વિનંતિ હોય તેમ એણે ઉપાડ્યું “દરશન દો ઘનશ્યામ નાથ…”

…શૈલા અમારે ત્યાં રોકાઈ. બીજી સવારે YMCA માંથી એનો સામાન અમારે ત્યાં લઈ આવ્યા.
…મંગળવારે હું, સુલભા, સવિતામાસી અને શૈલા પેન્સિલવેનિયા પહોંચ્યા ત્યારે એના હસબંડ સાથે કેથી અને ફેમિલી પ્રિસ્ટ હાજર હતા.

…એમની ધાર્મિક વિધી પ્રમાણે ડેવિડની અસ્થિ એના માં-બાપની સાથે ભળી ગઈ.

… શૈલાએ સાડા સાત હજાર ડોલરની રકમ કેથીના હાથમા મુકી. કેથીએ તે રકમ શૈલાને પાછી આપતાં કહ્યું, “ધીસ ઈઝ ફોર અવર લવીંગ લિટલ સિસ્ટર”

…સગપણ વગરના સ્નેહના દિવડા અમારા સૌના હૈયામાં પ્રગટ્યા.

…શૈલાએ ગિટાર હાથમા લીધી. તે અશ્રુમાળા સાથે શબ્દવિહિન, ‘રઘુપતી રાઘવ રાજારામ’ ની ઘૂન ડેવિડની ગિટાર પરથી રેલાવતી રહી.

… સમજાયું નહિ… ડેવિડ સાથે અમારું શું સગપણ હતું!
__________________________________________________________________________________
વાચકમિત્રોને હાર્દિક વિનંતી. વાર્તા અંગેનો આપનો પ્રતિભાવ જણાવશોતો આભારી થઈશ.
Story published in
TIRANGA IN NEW JERSEY
May/June-2010

33 responses to “સૂર સ્નેહનું સગપણ

 1. Satish Parikh November 27, 2016 at 11:03 AM

  અદ્ભુત. ઘણા લાંબા સમય પછી આટલી સરસ વાર્તા વાંચવા મળી. વાર્તા નો અંત આંખ્મા આંસુ લાવ્યા વગર ન રહો. પિન્કી દલાલ ની વાત સ્સથે સંમત થાઉ છુ અને આ વાર્તા કોઇ જાણીતા સામયિક મા પ્રસિધ્ધ થાય તો શક્ય છે કે કોઇ ની જિંદગી સુધરી શકે.

  Liked by 1 person

 2. pravinshastri November 27, 2016 at 4:47 AM

  તુષારભાઈ, આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર, વાચતા રહેજો અને ગમો અણગમો જણાવતા રહેજો. કુશળ હશો.

  Like

 3. Tushar Bhatt November 27, 2016 at 3:47 AM

  Nam vagarna sagpan ni unchai amap j hoy!Ek vastu ne najar thi parkhi,tamari kalpana aatlu sundar sarjan kari shake chhe,e prashanshniy chhe.Bahott khuubb!

  Liked by 1 person

 4. Madhavi Majmudar March 20, 2015 at 9:10 PM

  Nice story,personal musical interest makes difference,heart touching story,thanks.

  Sent from my iPad
  Madhavi Majmudar
  102 Shalin Vrajdham Mandir Road
  Manjalpur Baroda 390011
  Phone:: 09974042104
  Landline:: 0265-2662104

  >

  Liked by 1 person

 5. aataawaani February 27, 2015 at 1:15 PM

  પ્રિન્ટીંગ પ્રેસમાં મને મદદ કરનાર છોકરી હાલી કે જેને હું મારી આગળની વાતમાં યાદ કરવાનો છું . તે પણ એક ગીટાર વાદકના પ્રેમમાં પડેલી

  Like

 6. aataawaani February 19, 2015 at 7:41 PM

  ગજબની સંગીત પ્રેમ સગાઈ કહેવાય
  સોરઠની શેણી વિજાણંદ ની આવી પ્રેમ કહાણી છે . શેણી વિજાણંદ નાં જંતર ઉપર મોહિત થઈને વિજાણંદને દિલ દઈ બેઠી હતી .
  વિજાણંદની વરમાળ નર બીજાને નાખું નઈ
  મર મેલાડીયો હોય પણ વર મારો વિજાનણદો

  Like

 7. Dilip Gajjar February 19, 2015 at 6:15 AM

  Khub saras prerak..vaarta.. maja aavi..

  Liked by 1 person

 8. oshrivastava February 19, 2015 at 5:02 AM

  आपकी रचना बहुत ही सुन्दर और ज्ञानवर्धक रहती हैं,धन्यवाद

  Liked by 1 person

 9. pravinshastri February 18, 2015 at 10:47 PM

  રાજુલબેન, આપના પ્રતિભાવ બદલ હંમેશ્નો આભારી છું. આપ તો સિધ્ધહસ્ત સાહિત્યકાર છો અને ઘણાં વિષયોનું ખેડાણ કરો છો. મર્ગદર્શન આપતા રહેજો.

  Like

 10. Rajul Shah February 18, 2015 at 10:13 PM

  પ્રવિણભાઇ,

  આપની વાર્તા કહેવાની શૈલી સરળ પણ ખુબ સરસ જ હોય છે.
  આજે આ આપની “સૂર સ્નેહનું સગપણ” નામને સાર્થક કરે એવી સુંદર અને મનને સ્પર્શી જાય એવી વાત ખુબ ગમી .
  સ્નેહ અને સગપણનો જો સૂર એક હોય તો હ્રદયને સ્પર્શ્યા વગર કેમ રહે?

  Liked by 1 person

 11. mdgandhi21, U.S.A. February 18, 2015 at 9:42 PM

  એક સત્ય કથા જેવો અહેસાસ કરાવે એવી ખુબ જ સુંદર ,હૃદય સ્પર્શી આંસુ પડાવતી ગજબની વાર્તા ! વર્ણવવા શબ્દો નથી. ‘અભિનંદન !’ સિવાય બીજું તો શું આપી શકાય ?

  Like

 12. Pravina Avinash February 18, 2015 at 7:04 PM

  Wonderful story.
  pravinash

  Liked by 1 person

 13. Raksha Patel February 18, 2015 at 6:04 PM

  તમારી હ્રદયસ્પર્શી વાર્તા વાંચતા લાગ્યું નહીં કે વાંચી રહી છું પણ અનુભવી રહી હતી. તમારી લેખન કળાને અભિનંદન! વાર્તા ખુબ ગમી!

  Like

 14. pravinshastri February 18, 2015 at 12:04 PM

  આપને મારી વાર્તા ગમી જાણી આનંદ થયો. રિબ્લોગ કરવા આપનો ખૂબ આભાર.

  Liked by 1 person

 15. Vinod R. Patel February 17, 2015 at 10:56 PM

  એક સત્ય કથા જેવો અહેસાસ કરાવે એવી ખુબ જ સુંદર ,હૃદય સ્પર્શી વાર્તા .

  પ્રવીણભાઈ તમારી વાર્તાઓમાં જીવન ધબકતું હોય છે.અને પાત્રા લેખન આબેહુબ ધ્યાન ખેંચે એવું હોય છે.

  શબ્દો પણ કેવા ચોટદાર . દાખલા તરીકે —

  રેઈનબૉના સ્પેક્ટ્રમમા જુદા જુદા કલરનું અસ્તિત્વ હોવા છતાં તેને જુદા પાડતી રેખા નથી હોતી તેમ ડેવ એક સૂરમાથી તદ્દન વિભિન્ન સૂરમા ક્યારે સરી જતો તેની ખબરજ ન્હોતી પડતી.

  આ વાર્તા વાંચીને રસિક ઝવેરી ની સત્ય કથા માઈકલ નું સ્મરણ થઇ આવ્યું .

  એની હરોળમાં ઉભી રહે એવી આ સુંદર ચોટદાર વાર્તા લખવા માટે અભિનંદન.

  Like

 16. dee35 February 17, 2015 at 10:16 PM

  વાહ,વડીલ વાહ,શું સરસ રંગ જમાવીને છેલ્લે આંસુ પડાવીને જ રહ્યા!સાચી હકીકત હશે તેમ માનીને આપને ખરીદેલ સીડીઓ સંભળાવવા જરુર વિનંતી કરીશ પણ મુ.સુરેશભાઈની કોમેન્ટનો જવાબ વાચીને ફૂગ્ગો ફુટી ગયો.ખેર લાંબા સમય બાદ સરસ ભાવવાહી વાર્તા માટે આભાર.તબીયત સાચવશો.

  Like

 17. pravinshastri February 17, 2015 at 5:41 PM

  સુરેશભાઈ તમને વાર્તા ગમી એ મને ગમ્યું. સવે પર એક સરસ ગિટરિસ્ટને સાંભળ્યો અને કાલ્પ્ના તરંગો વહેતા થયા. સત્યકથા નથી. પાંચ ચાંદ મળે તો આનંદઆનંદ.
  .

  Like

 18. સુરેશ જાની February 17, 2015 at 5:11 PM

  ઘણા વખત પછી એક સરસ વાર્તા વાંચી. જો સત્યકથા હોય તો ચાર નહીં પણ દસ ચાંદ.

  Liked by 1 person

 19. pravinshastri February 17, 2015 at 3:22 PM

  મારા બે સ્નેહીઓને ઓરલ કેન્સર હતું અને તેમણે જિંદગી દરમ્યાન ગુટકા માવા કે સિગરેટનો ઉપયોગ પણ ન્હોતો કર્યો છતાંયે એમને કેન્સર દર્મ્યાન જીભ ગુમાવવી પડી હતી અને આખરેતો એમને ગુમાવ્યા જ જો કે સિગરેટથી માત્ર ફેફસાનું જ કેન્સર થાય એવું નથી તમાકુથી ઓરલ કેન્સર થાય છે આપની વાત સાચી છે જો કોઈ ખાસ સામયિકમાં મારી આ વાર્તાનો સમાવેશ થશે તો આનંદ થશે પ્રતિભાવ બદલ આભારી છું કુશળ હશો

  Like

 20. pravinshastri February 17, 2015 at 3:11 PM

  પિન્કી બેન હું તો જોડણીની ભૂલો માટે ખૂબ જ પ્રખ્યાત છું

  Like

 21. pravinshastri February 17, 2015 at 3:09 PM

  વિમલાબેન આપે તો શબ્દ વદર પણ સરસ પ્રતિભાવ આપ્યો આપ અભિપ્રાય આપતા રહેશો તો મને ઘણું મર્ગ દર્શન મળશે આભાર વિમળાબેન

  Like

 22. pravinshastri February 17, 2015 at 3:02 PM

  ચિમનભાઈ આપને મારા સાદર વંદન. ઘણા વખતથી વાત કરવાની મને પણ ઈચ્છા હતી. મારો સેલ ફોન # ૭૩૨-૮૦૪-૮૦૪૫ છે. આપને મારી વાર્તા ગમી એટલે મને મારો કોલર ઉંચો કરવાનું મન થઈ ગયું. વાતો કરીશું. મને જાણવા શિખવા મળશે.

  Like

 23. pravinshastri February 17, 2015 at 2:57 PM

  લાંબા સમય પછી કોમ્પુટર શરૂ કર્યું છે. હવે નિયમિત રીતે પોસ્ટ કરતો રહીશ. ડોક્ટર સાહેબ પ્રતિભાવ લખતા રહેજો.

  Like

 24. pravinshastri February 17, 2015 at 2:54 PM

  સ્નેહી ભાઈશ્રી વલીભાઈ, આપનો એક શબ્દ માત્ર મારે માટે ઍવૉર્ડ બની રહે છે. બસ વાંચીને સલાહ સૂચન કરતા રહેજો. કુશળ હ્શો.

  Like

 25. vimala February 17, 2015 at 2:43 PM

  સગપણ વગરના સ્નેહના દિવડા …..માટે શબ્દો સુઝે નહીં કોઈ;
  કેમ કરી આપવો પ્રતિભાવ??.

  Liked by 1 person

 26. chaman February 17, 2015 at 1:03 PM

  વલીભાઈના ઉપરના શબ્દોની સાથે મારે મારા બે શબ્દો લખ્યા વગર મને આજે ઊંઘ નહીં આવે. વાર્તાની વસ્તુ, રજુઆત, પ્રસંગો, સંવાદો અને વાંચકો પરની પક્ક્ડ દાદ માગી લે છે. ઓફિસના સમયનો મારા લંચનો આસ્વાદ આ વાંચનમાં ક્યાં ગાયબ થઈ ગયો એની ખબર ન પડી અને વાર્તા પૂરી કર્યા વગર ન રહી શક્યો. તમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ.

  આવી પ્રસાદી લેતાં હાથ લંબાવવું ગમશે.

  મારા ખાસ મિત્રોને આની જાણ કરવી પડશે લાભ લેવા માટે.

  તમારો સંપર્ક નંબર મળે તો આ વાર્તા અંગે વધારે વાત કરવાની મનેચ્છા ખરી.
  કુશળતા ઈચ્છતો,
  ચીમન પટેલ ‘ચમન’

  Liked by 1 person

 27. Pinki Dalal February 17, 2015 at 11:55 AM

  *deapth , not death. Sorry for typo

  Liked by 1 person

 28. Pinki Dalal February 17, 2015 at 11:47 AM

  I can’t even express the intensity of this story. So touchy. Death of the story touched me. Tears in my eyes. I wish NGOs working for anti tobacco mission should publish this story in their in house magazine.

  Liked by 1 person

 29. chandravadan February 17, 2015 at 11:45 AM

  સગપણ વગરના સ્નેહના દિવડા અમારા સૌના હૈયામાં પ્રગટ્યા.
  …શૈલાએ ગિટાર હાથમા લીધી. તે અશ્રુમાળા સાથે શબ્દવિહિન, ‘રઘુપતી રાઘવ રાજારામ’ ની ઘૂન ડેવિડની ગિટાર પરથી રેલાવતી રહી.
  … સમજાયું નહિ… ડેવિડ સાથે અમારું શું સગપણ હતું!
  Love is the Bond in this Relationship !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 30. Valibhai Musa February 17, 2015 at 11:30 AM

  ગજબની વાર્તા ! વર્ણવવા શબ્દો નથી. ‘અભિનંદન !’ સિવાય બીજું તો શું આપી શકાય ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: