પ્રજ્ઞા

પ્રજ્ઞા

એલીવેટર આજે જ રિસાયું હતું.

સામાન ચડાવતાં દમ નીકળી ગયો. બધું એમનું એમ નાંખીને નીચેની રેસ્ટ્રોરાંટમાં ખાવા જવાના હતાં ત્યાં જ એક છોકરીએ બારણે ટકોરા માર્યા. ‘અંકલ આન્ટી મારું નામ ધ્વનિ છે. હું તમારી પાડોસી છું. મમ્મી એ કહેવડાવ્યું છે કે તમારો સામાન અનપેક કરતાં તો વાર લાગશે. આજે સાંજનું ડિનર અમારી સાથે જ લેજો.’ અમારે માટે આ સુખદ આશ્ચર્ય જ હતું. ખાવાનું તો ઠીક પણ લાગણીશીલ પાડોશી મળ્યાનો ખુબ આનંદ થયો.

મને મુંબઈથી સુરતની બ્રાંચમાં પ્રમોશન મળ્યું હતું. અમારી કંપનીએ જ સરસ ફ્લેટની વ્યવસ્થા કરી આપી હતી. નીચે દુકાનો હતી અને ઉપર રહેવાસી ફ્લેટ્સ હતા. મુંબઈના પ્રમાણમાં સારું હતું.

સહસંકોચ અપરિચિત પાડોસીનું આમંત્રણ સ્વીકારી લીધું. નવી ઓળખાણ જરૂરી હતી.
અમે પહોંચી ગયા. સરસ સાદો અને સ્વચ્છ એપાર્ટમેન્ટ. એક આધેડવયના જાજરમાન મહિલાએ હાથ જોડી અભિવાદન કર્યું. ધ્વનિએ પરિચય આપ્યો. આ મારા મમ્મી પ્રજ્ઞાબેન. મમ્મી બ્રેઈલ ટાઈપીંગ કરે છે. અને રોજ સાંજે થોડા સ્ટુડન્ટને સંગીત શીખવે છે. હું કોલેજના છેલ્લા વર્ષમાં છું. મને પણ સંગીતનો શોખ છે. હું ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનું ફ્યુઝન કરવા પ્રયત્ન કરતી રહું છું.

અને પછી ડિનર લેતાં તો ઘણી આડી તેડી વાતો થઈ. ખ્યાલ આવ્યો કે પ્રજ્ઞાબેન જન્મથી જ અંધ હતાં. માંબાપ ગરીબ બ્રાહ્મણ. વિધવા નિઃસંતાન શ્રીમંત માસીએ પ્રજ્ઞાબેનને દીકરી ગણીને સહારો આપ્યો હતો. અને ધ્વનિ પંદર વર્ષની થઈ ત્યાં સુધી એને ઉછેરી પોતાની વારસદાર બનાવી દેવલોક પામ્યા હતાં. આ એપાર્ટમેન્ટની જગ્યાએ માસીનું ઘર હતું. બિલ્ડરે ઘર સારી જેવી કિંમતે ખરીદી લીધું ઉપરાંત એક ફ્લેટ પણ આપ્યો. ધ્વનિને કોલેજ માટે પણ સારી જેવી મદદ કરી.

‘અંકલ આઈ હોપ કે તમને પાડોસમાં અમારા સંગીતના ઘોંઘાટનો ત્રાસ ન લાગે. તમારા પહેલાં જે પાડોસી હતા એઓ ઔરંઝેબ હતા.’

‘અરે! હું બાદશાહ નથી પણ સંગીતની બાબતમાં અકબર છું. મને અને શ્રુતિને સંગીત ગમે છે. મુંબઈમાં શક્ય એટલા બધા જ શાસ્ત્રીય અને સુગમ સંગીતના કાર્યક્રમો એટેન્ડ કર્યા હતા. બાય ધ વે મારું નામ શ્રેયસ અને આ શ્રુતિ. હું કન્સ્ટ્રકશન કંપનીમાં કસલ્ટિંગ એન્જીનીયર છું. શ્રુતિ કોલેજમાં લેક્ચરર હતી. અમે સુરત આવ્યા એટલે એણે કોલેજ છોડી દીધી. અમારે ત્યાં થોડા મહિના પછી બાળ મહેમાનનું આગમન થવાનું છે.’ ધ્વનિ જોઈ શકતી હતી. પ્રજ્ઞાબેન માટે મૌખિક માહિતી જરૂરી હતી. મેં અમારો પરિચય આપી દીધો. ‘અહીં અમારા કોઈ સગા કે મિત્રો નથી. મારા પહેલા સગા આપ પડોસી જ છો.’

પજ્ઞાબેન શ્રુતિની પાસે આવ્યા અને માથે હાથ ફેરવી કહ્યું, ‘કોન્ગ્રેચ્યુલેશન. હું હમ્મેશા ધરે જ છું. કોઈ પણ કામ હોય કે મુંઝવણ હોય તો મુઝાશો નહીં. હું તમારી પાસે જ છું.’ મને સમજાયું નહીં કે એને ક્યાંથી ખબર પડી કે શ્રુતિ આજ જગ્યાએ છે?

આ પછી તો અમારો એપાર્ટમેન્ટ સરસ રીતે ગોઠવાઈ ગયો. મારે તો ઘણો સમય આજુબાજુ ફરતાં રહેવાનું થતું. પણ પ્રજ્ઞાબેનની હુંફ હતી. એક ઘરોબો કેળવાઈ ગયો હતો. એઓ શ્રુતિની સારી કાળજી રાખતાં હતાં. માત્ર એમના એપાર્ટમેન્ટમાં જ નહીં, પણ હવે તો અમારા એપાર્ટમેન્ટમાં એવી રીતે હરતાં ફરતાં કે કલ્પનામાં પણ ન આવે કે એઓ જોઈ શકતાં નથી. અમને એક વિચાર સતત આવતો. પ્રજ્ઞાબેનના પતિ અને ધ્વનિના પિતા કોણ હતા. એમના દિવાન ખંડમાં માત્ર એક જ ફોટો હતો અને તે એમના માસીનો. અમે વ્યવહારમાં નિકટતા કેળવી હતી પણ એટલા નજીક તો ન જ કહેવાઈએ કે અંગત વાતો પૂછી શકીયે.

ધીમે ધીમે જાણવા મળ્યું કે પ્રજ્ઞાબહેને કોઈપણ શાળાકીય શિક્ષણ લીધું જ ન હતું પણ જેમ જેમ ધ્વનિ મોટી થતી ગઈ તેમ તેમ એ પણ એની સાથે સ્કુલ કોલેજનું શિક્ષણ મેળવતાં ગયા હતાં. જેટલુ ધ્વની ભણી તેટલું જ એમણે પણ મૌખિક જ્ઞાન મેળવી લીધું હતું. એને કોઈ પ્રમાણ પત્રની જરૂર ન હતી. માસીના અવસાન બાદ બ્રેઇલ શિખ્યા હતા અને સાઉન્ડ એકટિવેટેડ આધુનિક કોમ્પ્યુટર પણ શિખવા માંડ્યું હતું. સંગીત તો જાણે જન્મથી જ આપોઆપ કઠમાં સ્થાયી થઈ ગયું હતું. શાસ્ત્રીય રાગ જ્ઞાન ફળીયાના શીવુ કાકાએ કરાવ્યું હતું. બસ નાનપણથી જ જુદાજુદા રાગમાં ભજન અને ગીતોનું કંપોઝીશન કરતાં થઈ ગયા હતાં.

એક રવીવારે અમે બેઠાં હતાં. મેં પજ્ઞાબેન ને એક ભજન કે પ્ર્રાર્થના ગીત સંભળાવવાની વિનંતી કરી. એમણે એક બે શાસ્ત્રીય રાગ પરની બંદિશ સંભળાવી. પછી એમણે સરસ્વતી સ્તવન ઉપાડ્યું. ‘જયજગદિશ્વરી માત સરસ્વતી’ મેં પણ સાથે ગણગણવા માંડ્યું. મેં આ પ્રાર્થના અનેક વાર સાંભળી હતી. પણ મેં નોધ્યું કે પ્રજ્ઞાબેનના કાન મને સાંભળતાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. એમણે તાનપુરો બાજુ પર મૂક્યો.

‘શ્રેયસભાઈ તમે આ પ્રાર્થના ક્યાંથી શીખ્યા? બાગેશ્વરી રાગમાં મેં જાતે આ તૈયાર કરી હતી. મેં મારા કોઈ સ્ટુડન્ટને પણ આ શીખવી નથી અને મેં તમને મારી સાથે સૂરમિલાવી બરાબર મારી સાથે ગણગણતા સાંભળ્યા છે. તમે પણ સરસ ગાવ છો. જરા ખુલ્લા અવાજે તમે ફરી એકવાર એકલા ગાશો?’

મને જરા ક્ષોભ થયો. ‘હું ગાયક નથી. આતો મેં ઘણી વખત સાંભળ્યું છે એટલે કંઠસ્થ થઈ ગયું છે. તમારા જેવું મારાથી ન ગવાય.’

બધાનો આગ્રહ હતો અને મેં મને આવડે તેવું ગાયું.

‘સરસ રીતે ગાયું. હવે મને કહો કે તમે આ ક્યાં સાંભળ્યું કે ક્યાં શીખ્યા?’

ન દેખતી આંખમાં પણ આંસુ હોઈ શકે એ આજે નજરે નિહાળ્યું

‘અધેરીમાં અમારી ઓફિસ બિલ્ડિંગની સામે એક અપંગ બાવાજી હાથલારીમાં બેસીને આ પ્રાર્થનાથી ગાવાની શરૂઆત કરતા હતા. એક છોકરો ફેરિયાની લારીમાં બેસાડી લઈ આવતો હતો. સાંજે સાત વાગ્યે એને લઈ જતો હતો. અમે રોજ સવારે ઓફિસમાં જતાં પહેલા એક લારી પરથી ચા ગોટાનો નાસ્તો કરતાં. તે જ સમયે બાવાજીને લઈને છોકરો આવતો. હાર્મોનિયમ પર આ પ્રાર્થના ગાયા પછી આખો દિવસ શાસ્ત્રીય રાગ પરના આધારિત ફિલ્મી ગીતો ગાતા.

‘મારે એમને મળવું છે. અંકલ મને બોમ્બે લઈ જશો?’ ધ્વનિએ હળવેથી પૂછ્યું.

‘સ્યોર મારે આવતા ગુરુવારે જવાનું જ છે. આપણે જઈશું.

ગુરુવારે મેં મારું કામ પતાવ્યું. શ્રુતિએ પ્રજ્ઞાબેન અને ધ્વનિને મુંબઈમાં ફેરવ્યા. રાત શ્રુતિના મોટાભાઈને ત્યાં ગાળી. શુક્રવારે વહેલી સવારે અંધેરી મારી અસલ ઓફિસ બિલ્ડિંગ પાસે પહોંચ્યા. જૂની ટેવ પ્રમાણે ચા ગોટાનો નાસ્તો પણ કર્યો. બાવાજીની પ્રતિક્ષા કરતાં ઉભા રહ્યાં.

બાવાજીને રેંકડીમાં લઈને છોકરો આવ્યો. બાવાજી શરૂ કરે તે પહેલા જ એના ચાહકોનું લારીની ફરતે નાનું વર્તુળ રચાઈ ગયું.

અમે સૌ પાર્ક કરેલી કારમાં બેસીને જ એમને સાંભળતાં રહ્યાં. એની સાથે જ સૂરમાં સૂર મેળવી પ્રજ્ઞાબેન ગાતાં રહ્યાં. સરસ્વતિ સ્તવન પુરું થયું.

‘ધ્વનિ દીકરી એ જ તારા પિતા કાનજી છે. મને એની પાસે લઈ જા.’ અમે ટોળામાંથી માર્ગ કાઢી બાવાજી પાસે ગયા. બાવાજીતો શ્રીમંત દેખાતા પ્રજ્ઞાબેનને પહેલા ઓળખી ન શક્યા. પણ હું એમની બાજુમાં હતો. એમણે મને ઓળખ્યો.

‘સાહેબ ઘણાં લાંબા સમય પછી દેખાયા? બોલો સાહેબ આપની શું ફરમાઈશ છે?’

‘બાપુ જય રધુનંદન જય સિયારામ ગીત સંભળાવોને?’

અને એમણે એ શરું કર્યુ. પ્રજ્ઞાબેને એની સાથે જ ગાવાની શરૂઆત કરી. બાવાજી એકદમ અટકી ગયા.

‘કોણ પ્રગની?’

‘હા કાના, હું પ્રગની.’
‘બાવાજી અમારી સામે અવાચક થઈ ને જોતા રહ્યા. પ્રગની વગર આંખે તેં મને ઓળખ્યો અને આંખ હોવા છતાં એ મેં તને ના ઓળખી. વીસ બાવીસ વરસ થીયાં, તું તો ખુબ બદલાઈ ગઈ. મોટી શેઠાણી જેવી દેખાય એટલે ન ઓળખાઈ’.

‘સાહેબ, આ બે દીકરીઓ કોણ છે?’

‘આ મારી વાઈફ શ્રુતિ છે અને આ છે; પ્રજ્ઞાબેનની દીકરી ધ્વનિ.’ હજુ પ્રજ્ઞાબહેને બાવાજી સાથે કોઈ પર્દાફાસ ન કર્યો હોવાથી મેં માત્ર પ્રજ્ઞાબહેનની દીકરી તરીકે જ ઓળખાણ આપી.

‘કાના, યાદ છે? જગાશેઠને ત્યાં આપણે ભજનમાં આપણે સાથે પહેલી જ વાર સરસ્વતી વંદના ગાઈ હતી.’

‘હા કેમ નહીં? હું રોજ મારી શરૂઆત સંગીતની દેવી શારદા સ્તવન સાથે જ કરું છું. બાગેશ્વરીમાં તેં આ ભજન સરસ ગુંથ્યું છે.’

‘તને હમણાં ગાયું તે ભજન પણ યાદ હશે.’

‘હા એ પણ હું ઘણી વાર ગાઉં છું જ. આ દીકરી એ કહ્યું અને મેં ગાયું.’

‘અને તે રાત્રે તું મને હાથ પકડીને અને મને ઉંચકીને મારે ધેર લઈ આવ્યો હતો…અને મારી માં અને બાપુ બહાર ગયા હતાં પછી જે થયું તે પણ તને યાદ હશે, ખરું ને?’

‘પ્રગની’ ભુલવા કેટલીયે કોશીશ કરી. હું પણ ભાન ભુલ્યો હતો. મેં એક બે વાર તને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ જીવનની મોટી ભુલ થઈ ગઈ. કોળીના દીકરાએ બ્રાહ્મણની દીકરીના દેહને અપવિત્ર કર્યો. હું હમેશાં ભગવાનનો અને તારો ગુનેગાર છું

પ્રગની મને માફ કર. મારા પાપની શિક્ષા મને મળી ગઈ છે.’

‘કાના એ તારી ભુલ નથી. આંખ વગરની જુવાન છોકરીને જો પેટની ભુખ લાગે તો શરીરની ભુખ ન લાગે? તે દિવસે મને જ ભુખ લાગી હતી. તને ખબર નથી પણ તેં તો મને અંધાપાના સહારા જેવી દીકરીની ભેટ આપી છે. મેં તો એનું રૂપ જોયું નથી પણ તું તો જોઈ શકે છે. સુંદર છેને? કોલેજમાં ભણે છે અને મને પણ ભણાવે છે.’

‘આજે અંકલે ભગવાન બનીને મને મારા બાપુ મેળવી આપ્યા. ચાલો બાપુ, હું તમને લેવા આવી છું.’ ધ્વનિ બાવાજીને વળગીને રડી પડી.

બાવાજી પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ધ્વનિના માથે હાથ ફેરવતા રહ્યા.

એને થોડો સમય રડવા દીધા. જરા શાંત થયા પછી એમણે નજીકના ફેરિયા છોકરાને બોલાવ્યો. ‘બેટા મેરી રેંકડીકો અન્નપુર્ણા લે ચલો.. મેરે મહેમાન કે સાથ ભોજન કરના હૈ.’ બાવાજીએ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી લીધી હતી.

‘અહીં મન મુંકીને વાત ન થાય. આજે મારી દીકરી સાથે પહેલી વાર ભોજન કરતાં વાત કરીશું.’

અન્નપુર્ણા અમારી ઓફિસ સ્ટાફની માનીતી હોટલ હતી. આંગણાંમાં જ છત્રીઓ સાથે ટેબલ સેટ કરેલા હતા.

‘પ્રગની, મને માંડીને વાત કર. જે કાઈ બન્યું તે પછી દશેક દિવસમાં તો હું ગામ છોડી ગયો હતો. તેં આ બધું કેવી રીતે સંભાળ્યું.મને કાંઈ સમજાતું નથી.’

‘શ્રેયસભાઈ તમને પણ જરા કઢંગુ લાગતું હશે. આ કાનજી મારાથી તો ચાર વર્ષ મોટો. પહેલેથી જ તુંકારાનો સંબંધ. હું ગામગોર બ્રાહ્મણની દીકરી. નાનપણથી મને ખુબ સાચવતો. હાથ પકડી મેળામાં લઈ જતો. એને પણ ગાવાનો શોખ. આંધળાઓ ગાવા સિવાય શું કરે? અમારા પંડિતજીએ મને મફતમાં રાગ રાગણી શીખવેલા. હું જે શીખું તે કાનજીને શીખવતી. દિવસમાં બધે દૂધ વેચવા જાય. મંદિરમાં કે કોઈને ત્યાં ભજન હોય તો કાનજી હાર્મોનિયમ વગાડે અને સાથે ગાય પણ ખરો.

જગાશેઠને ત્યાંથી ભજન બાદ આપણે સાથે મારે ત્યાં આવ્યા. રસ્તામાં પાણીના ખાબોચિયામાં પગ માં જરા વાગ્યું. કાનજીએ મને ઉંચકી લીધી. તે રાત્રે હું ન સમજી શકું એવી શરીરની ભુખ ઉપડી. બસ ન ધારેલું થઈ ગયું. થોડા જ દિવસોમાં ઘ્વનિનો દેહઘડર થવા માંડ્યો. માં ને ખબર પડી. બાપાએ પણ મને ખુબ મારી. નામ પુછ્યું. કાનજીનો તો કોઈ જ દોષ ન હતો. એને તો ખબર જ ન હતી. મેં મુંગા મુંગા સહન કર્યું. મારી ભુલ સમજાઈ. મારી માં મને ગર્ભપાત માટે સુરત લઈ આવી. અમે માસીને ત્યાં ઉતર્યા હતાં. વિધવા માસી મેટિક પાસ. માસા ઈન્કમટેક્ષ ઓફિસર હતાં. સારો જેવો પૈસો મુકી ગયેલાં. અક્સ્માતમાં મૃત્યુ થયેલું. વિમાની પણ સારી રકમ મળેલી. અમને આર્થિક મદદ કર્યા કરતાં. એમણે મને ગર્ભપાત કરતાં અટકાવી. મારી અને આવનાર બાળકની બધી જવાબદારી લઈને મારી બાને રવાના કરી. ધ્વની અઢારની થઈ ત્યારે

એના જન્મની બધી વાત એને સમજાવી દીધી.’

‘કાના તું કેમ ગામ છોડીને નાસી ગયો હતો? આ પગ કેવી રીતે કપાઈ ગયા શું થયું હતું?’

‘પ્રગની, તું તો બંગલાવાળા રમેશભાઈને ઓળખે છે. એણે મારું એક ગાયન ટેપ કરેલું અને મને ટેપ આપેલી. એણે મને મુંબઈના એક ફિલમ વાળાનું સરનામું આપ્યું હતું. મેં તેને ટેપ મોકલી. તેણે મને મુંબઈ બોલાવ્યો. છાનો માનો કહ્યા વગર ચાલી નીકળ્યો. આ પરાની ટ્રેઈનની ધક્કામુક્કીનો અનુભવ નહીં. લટકીને જતો હતો. હાથ છુટી ગયા. પછી મારું શું થયું તે મને ખબર નથી. ’ ‘જાગીને જોઉં તો બન્ને પગ વગર કોઈ હોસ્પિટલના ખૂણે તડફડતો હતો. બે દિવસ પછી મને હોસ્પિટલના કામદારો ફુટપાથ પર બેસાડી ગયા.’

‘એક સર્વોદય સંસ્થાના બહેન મને કારમાં લઈ ગયા. ખરેખર તો ભિખારીઓ માટેની જ એક સુધરેલી વ્યવસ્થીત સંસ્થા છે. શરૂઆતમાં મારી સંભાળ લીધી. જો ઘરે જવાની ઈચ્છા હોય તો ગામ જવાની વ્યવસ્થા કરવાની પણ મદદ કરવા તૈયાર હતા. પણ ગામ આવીને પણ શું કરું? મને આ રેંકડી આપી. હું ભીખ માંગતો નથી. હું માનું છું કે હું ગીતો વેચું છું. પહેલા મનમાં એવી આશા હતી કે અંધેરીમાં કોઈ સંગીતકાર મને સાંભળે તો હું પણ પ્લેબેક સિંગર બની જાઉં પણ હજુ હું બાવો ને બાવો જ રહ્યો.’ બાવાજી હસ્યા.
‘લારીમાં દિવસ દરમ્યાન જે મળે તેમાંથી અમુક એ સંસ્થામાં જાય. બાકીના મને મળે. સંસ્થા માંદગી વખતે દવાદારુની કાળજી રાખે. ઝૂપડી છાપરાની સગવડ કરી આપે. એમાંથી કામ કરતા છોકરાંઓને રાત્રે ભણાવે. મારે એક જીવને કેટલું જોઈએ હું ખુબ સુખી છું. દીકરી હું તારી સાથે નહીં આવી શકું. તું પ્રગનીને સાચવ. મારે તારો ભાર બનીને ન જીવવું જોઈએ. મેં આજ સુધીમાં તારે માટે કે તારી મમ્મી માટે શું કર્યું? પ્રગની માટે ઓળખાણ. ઘણું વ્હાલ અને લાગણી. પણ અમારી વચ્ચે આજ કાલના જેવો કાંઈ લવરીયા પ્રેમ પણ ન હતો. હું તારે ત્યાં બાપ બનીને આવું, રહું, લોકો મને પ્રગનીનો કયો સગો માનશે. પ્રગનીની સંભાળ માટે કદાચ તારું સર્જન થયું હશે. ભગવાને તારા જન્મ માટે મને ભલે નિમિત્ત બનાવ્યો પણ હું બાપ ના કહેવાઉ. દીકરી, પ્રગની જ તારી માં અને બાપ છે. હું ખુબ સુખી છું. અને આ સુખથી જ ટેવાઈ ગયો છું. આપણા સમાજ જુદા છે. મારે તમારી સાથે તમને ભાર રૂપ નથી બનવું. બેટી તું તારી મા જીવે ત્યાં સુધી કાળજી રાખજે. લગ્ન કરીને સુખી થજે. પ્રગની, દીકરીના લગ્ન કર્યા પછી જમાઈને લઈને અહીં જરૃર લઈ આવજે. મારી આંખ ઠરશે. હું ભણ્યો નથી. પણ વાંચતા આવડે છે. રાત્રે ઘણું વાંચું છું. લખાતું નથી. તારા સમાચાર બાવાજીના નામે અન્નપુર્ણાના સરનામે લખતી રહેજે.

વગર ઓર્ડર કર્યે અમારા ચારને માટે ડિલક્ષ થાળી આવી, બાવાજી માટે એક રોટલો, દાળ અને કાંદાની કચુંબર આવી. એણે મેનેજરને બોલાવ્યો. ‘લખમનજી યે હમારે મહેમાન સાહબકો તો તુમ પહચાનતે હી હો. ઔર યે મેરે ગાંવકી બેટીયાં હૈ. મેરે હિસાબમેંસે બેટી કો ગ્યારાહજાર એક રૂપિયા દેના હૈ. કિતના બેલન્સ હૈ?’

‘મેં દેખતા હું.’ લખમન એના કોમ્પ્યુટરમાં જોઈ આવ્યો.

‘બાવાજી પૈતીસ હજાર સાતસો જમા હૈ.’

‘અચ્છા બેટી કો પચ્ચીસ હજાર દે દો.’

‘બેટી, આ મારી ભીખની કમાણી નથી. આ તારી મમ્મીએ મને શીખવેલા સંગીતની કમાણીમાંથી સર્વોદય સંસ્થાને આપતાં વધેલી બચત છે. તારા લગ્ન માટે કામ લાગશે. પ્રગની તારી દીકરી એ ભગવાને આપેલો પ્રસાદ છે. હું માત્ર નિમિત્ત જ બન્યો છું. બાવાજીની આંખ ભીની હતી.

એણે છોકરાને બુમ પાડી. છોકરો દોડતો આવ્યો. કાનજી બાવાજીની રેંકડી અસલ જગ્યાએ ચાલી ગઈ. અમે જોતાં જ રહી ગયાં. મેનેજરે અમારા ટેબલ પર બીલને બદલે પચ્ચીસ હજારનું એક કવર અમારા ટેબલ પર મુંક્યું. દૂરથી બાવાજીના કંઠથી ગવાતું સૂરદાસનું ભજન “પ્રભુ મોરે અવગુન ચિત્ત ન ધરો” સંભળાતું હતુ.

મને લાગ્યું કે હું મુંબઈમાં નથી. કોઈ જુદી જ દુનિયામાં છું.

43 responses to “પ્રજ્ઞા

 1. pravinshastri August 6, 2018 at 12:22 AM

  આભાર વૈશાલીબેન.

  Like

 2. Vaishali Keyur Dave August 5, 2018 at 11:07 AM

  માનવીય સંબંધોને ખુબ સંવેદનશીલ રીતે રજૂ કર્યા છે

  Liked by 1 person

 3. pravinshastri December 11, 2017 at 11:23 PM

  તૃપ્તિબહેન, બ્લોગની મુલાકાત લઈને ગમતું ગમતું વાંચતા રહેજો. ન ગમે તે પણ જણાવતા રહેહો.

  Like

 4. TRUPTI DESAI November 27, 2017 at 2:32 PM

  ohoo, such a beautiful story and amazing narration, I don’t know how i missed reading this earlier, keep writing more stories please.

  Liked by 1 person

 5. Ajay Panchal September 14, 2016 at 9:32 PM

  Wow! Very good story.

  Liked by 1 person

 6. Madhavi Majmudar June 18, 2015 at 1:29 AM

  Very nice,heart touching story,unbelievable,good story.thanks.

  Sent from my iPad
  Madhavi Majmudar
  102 Shalin Vrajdham Mandir Road
  Manjalpur Baroda 390011
  Phone:: 09974042104
  Landline:: 0265-2662104

  >

  Liked by 1 person

 7. aataawaani March 30, 2015 at 12:20 AM

  પ્રિય પ્રવીણ ભાઈ
  તમારા લેખો બહુ મને ગમે એવા હોય છે .

  Liked by 1 person

 8. aataawaani March 23, 2015 at 11:51 PM

  પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રી
  તમારી વાર્તાઓ અજોડ હોય છે .

  Like

 9. aataawaani March 21, 2015 at 9:07 PM

  આજે પાછા પંડિત જસરાજજીને સાંભળિયા શું ગજબનો અવાજ છે .
  પ્રવીણ ભાઈ તમે તમારી અદ્ભુત વાર્તાઓ સાથે આવા ગીતો ગજલો સંભળાવો છો એ મને બહુ ગમે છે .
  મને મદિરાનાં ગીતો ગજલો કવ્વાલીઓ બહુ ગમે છે . જોકે હું મદિરાપાન કરતો નથી . પણ એક વખત એક દારૂના નશામાં મદહોશ સ્ત્રીએ મને વોડકા પીવા આપ્યો હું પાણી સમજીને જરાક પીધો પણ ગળે નહિ ઉતારેલો પણ મને રૂવાળા ખડાં કરી દ્યે એવો સ્વાદ લાગ્યો .

  Like

 10. aataawaani March 21, 2015 at 1:24 PM

  thank you pravinkaant bhaai

  Liked by 1 person

 11. pravinshastri March 20, 2015 at 12:08 AM

  રાજુલબેન, સાદર વંદન. આપે હંમેશા વાર્તાઓ વાંચી, પ્રતિભાવ આપી મને ઉત્સાહિત કર્યો છે. આપનો આભારી છું. આજે ૨૦ માર્ચે દુનિયાના ઘણાં દેશોમાં “વિશ્વ વાર્તાદિન ઉજવાય છે. જો વાર્તાવાચકો ન હોય તો વાર્તા લેખકોનું પણ અસ્તિત્વ ન હોય. વારતા લેખક હંમેશા વાર્તાવાચકોનો ઋણી છે. હું પણ આપનો ઋણી છું.

  Like

 12. Rajul Kaushik March 19, 2015 at 9:57 PM

  ખરેખર કહેવું પડે !!!! દરેક વખતે જુદો જ એંગલ અને જુદી જ માવજત પણ દરેક વખતે એક હકિકત સાવ સરખી અને એ વાર્તાની જમાવટ.
  ખુબ સરસ……

  Liked by 1 person

 13. pravinshastri March 17, 2015 at 10:53 PM

  રક્ષાબેન, આપને મારી વાર્તાઓ ગમે છે એનો આનંદ અને વાર્તા સર્જનનો સંતોષ. બહેન વાંચતા રહેજો અને ગમો અણગમો જરૂરથી જણાવતા રહેજો. ફરીવાર પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.

  Like

 14. Raksha Patel March 17, 2015 at 9:17 PM

  તમારી વાર્તાઓ વાંચવી ખુબ ગમે છે. શરુથી અંત સુધી પકડી રાખે છે. તેના અંત પણ ઘણા રસપ્રદ હોય છે. પ્રજ્ઞા – વાર્તા જ્વલન્ત ઉદાહરણ છે.

  Liked by 1 person

 15. preeti tailor March 16, 2015 at 1:07 AM

  aadarniy murabbishri ,
  aankho ane man beu palalya …kudratni akal vyavstha je potana pratyek balakni ketli saras sambhal rakhe chhe !!! enu advitiy praman ..
  khub gami ..aabhar ..

  Liked by 1 person

 16. Vinod R. Patel March 15, 2015 at 11:22 PM

  ચીમનભાઈની વાત સાચી છે. એક વાર તમારી વાર્તા વાંચવાનું શરુ કરીએ એ પછી હવે શું થશે
  એ જાણવા એ પૂરી વાંચવી જ પડે. રસથી ભરપુર. જરા ય રસ ક્ષતિ નહિ . પ્રવીણભાઈ તમોએ
  વાર્તા લખવાની કળા સરસ વિકસાવી છે .સહજ રીતે વાર્તા પ્રવાહ વહેતો રહે છે.વાર્તાની મજા એના અંત ભાગમાં હોય છે. અહીં આ વાર્તામાં તમોએ જુના પેમીઓનું કેવું સરસ મિલન કરાવ્યું છે !
  માનવ મનની સંવેદનાઓ જે વાર્તા જગાડી શકે એ જ ખરી વાર્તા અને એમાં તમે પારંગત છો એમાં ના નહિ.
  સમાજમાંથી પાત્રો લઇ એમના જીવનના તાણાવાણાઓને ગુંથી લેતી કથા કાલ્પનિક હોવા છતાં એ જાણે કોઈ સત્ય ઘટના ના વાંચતા હોઈએ એવું તમારી વાર્તા વાંચતાં લાગ્યા કરે છે.

  આવી સરસ સંવેદનાઓથી ભરપુર વાર્તાઓનો આસ્વાદ કરાવવા માટે અભિનંદન, પ્રવીણભાઈ .

  Like

 17. pravinshastri March 15, 2015 at 11:43 AM

  અમૃતભાઈ આપ મને મારી પહેલી વાર્તાથી જ ઉત્સાહીત કરતા રહ્યા છો. પરિણામ સ્વરૂપે આપને ગમતું લખવાનો પ્રયત્ન કરતો રહું છું. ભિખારીઓ કે બાવાજી માટે સર્વોદય જેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં છે કે નહીં તે ખબર નથી. એ માત્ર મારી કલ્પના જ છે. હમણાં જ સમાચાર વાંચ્યા કે ભિખારીઓ પણ લાખોપતિ હોય છે. એટલે બાવાજી પાસે ૩૦-૩૫ હજારની કલ્પના માટે હું ખોતો ન કહેવાઉં. આ તો યોગિનીએ મને કહ્યું હતું કે બાવાજી પાસે આટલા બધા પૈસા ના હોય. ગપ્પા ના માર…આ વાત આપની જાણ માટે.

  Like

 18. Hazari Amrut March 15, 2015 at 11:07 AM

  વાર્તા ખૂબ ગમી. લખતા રહો. ગુજરાતમાં સાહિત્યના ખેંરખાં રહે છે. તેમની આંખ ના ખૂલે તો ચિંતા ના કરતાં. આત્મસંતોષ મહાન ઇનામ છે.

  Liked by 1 person

 19. pravinshastri March 15, 2015 at 8:43 AM

  મનસુખલાલભાઈ, આપના પ્રેમાળ પ્રતિભાવ મળતા રહે છે. હંમેશનો આભારી છું. જોડણીની વાત સાચી જ છે. પહેલાં હું થોડો બેદરકાર અને નફ્ફટ હતો. સાક્ષરમિત્રોની ટીકા અને સલાહ વ્યાજબી જ છે. સુધારવા કોશિશ કરતો રહું છું. તમને વાર્તા ગમી એનો મને આનંદ અને સંતોષ..કુશળ હશો.

  Like

 20. pravinshastri March 15, 2015 at 8:37 AM

  બટન તૂટે તો ટાંકવાવાળા ખીજાય. જ્યારે મિત્રોની કોમેન્ટ આવે ત્યારે છપ્પનનું શર્ટ પહેરી લઉં છું. કેટલીક વાર કેટલાક મિત્રો(?) કોમેન્ટ વખતે બાઇકની હેલ્મેટ પહેરવી પડે છે. નોકરી, કામધંધા વગરનો નવરો અને આળસુ છું. અને આળસુઓનું કલ્પના જગત વિશાળ અને વિચિત્ર હોય છે. બધીજ વાતો કાલ્પનિક છે. વાતો જ લખું છું. કાવ્ય મારે માટે ‘ખાટી દ્રાક્ષ છે’ બ્લોાગમાં મિત્રોના તફડાવેલા કાવ્યો મૂકતો રહું છુ,

  Liked by 1 person

 21. મનસુખલાલ ગાંધી, U.S.A. March 15, 2015 at 12:33 AM

  આંખો રડાવી ગઈ….હૃદયસ્પર્શી વાર્તા….

  આવડી મોટી વાર્તામાં કદાચ ૨-૪ જોડણીની ભુલો રહી જાય તેનાથી વાર્તામાં કોઈ ફરક નથી પડતો…. આમ ૨-૪ જોડણી ની માથાકુટમાં પડશો તો વાર્તાનું અનુસંધાન બાજુ પર રહી જશે અને વાર્તા પુરી પણ નહીં થાય… તમારે ક્યાં “ગુજરાતી”ની પરીક્ષા આપવા જવું છે,,,,??? ૨-૪ દીર્ઘ કે રસ્વ ઈ કે ઊમાં કોઈ ફરક નથી પડતો…..અમને પરદેશમાં આવું સરસ “ગુજરાતી” વાંચવા મળે છે તેજ અમારો ખજાનો છે….

  Liked by 1 person

 22. chaman March 15, 2015 at 12:09 AM

  તમારી બધી વાર્તાઓ વિવિધ દીશાઓ તરફ લઈ જાય છે. વિચાર આવે છે કે આ વાર્તાઓનું ભાથુ ક્યાંથી મળે છે કે મેળવો છો એની મૂઝવણ થઈ એટલે દિલ હળવું કરવા આ લખ્યું. તમારી જે વાર્તાઓ મેં વાચી એ એકજ બેઠેકે તમે મને વંચાવી છે એ કલા તમારી પાસે છે. હવે આગામી વાર્તા કેવી હશે એની કલ્પના કરી ખોટા પડવું એ કરતાં બાંધી મુઠી લાખની. સરસ વાર્તા. મને ગમી એટલે તો ઉંઘને રોકી રાખી આ પ્રતિભાવ પુરો કરી રહ્યો છું. અભિનંદન ખોબલે ખોબલે. બહું ફુલાતા ના! નહિતર શર્ટનું બટક તૂટ્યું સમજો!
  ‘ચમન’

  Like

 23. M.D.Gandhi, U.S.A. March 14, 2015 at 6:57 PM

  આંખ ભીની કરી મુકી….હૃદયસ્પર્શી વાર્તા….
  પ્રવીણભાઈ,, આવડી મોટી વાર્તામાં કદાચ ૨-૪ જોડણીની ભુલ થઈ જાય તેની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વાર્તાઓ આપતાં રહો… ૨-૪ જોડણી સુધારવા જતાં પણ વાર્તાની લીંક-અનુસંધાન ભુલાઈ જશે…અને વાર્તા અધુરી રહી જશે….તમારે ક્યાં પરિક્ષા આપવા જવાનું છે,….. અમને પરદેશમાં આવું નવીન પ્રકારની “ગુજરાતી” વાર્તાઓ વાંચવા મળે છે એજ ઘણું છે…

  Like

 24. pravinshastri March 14, 2015 at 5:05 PM

  શ્રી રજનીકાંત શાહ એમના ઈ-મેઈલદ્વારા જણાવે છે….

  rajnikant shah
  2:39 AM (14 hours ago)

  to me
  dramatic story.
  good
  keep up,…..
  રજનીકાંતભાઈ આપનો આભારી છું.
  પ્રવીણ..

  Like

 25. pravinshastri March 14, 2015 at 5:01 PM

  આતાને વાર્તા ગમે એટલે એમના પ્રેમ ભર્યા આશિષ મમ્ળે જ મળે. આતાને મારી વાર્તા ન ગમે તો કોઈને પણ ન ગમે. મારા નમસ્કાર.

  Like

 26. pravinshastri March 14, 2015 at 4:58 PM

  બહેન, બ્લોગ પર આવી, વાંચી, પ્રતિભાવ આપવા બદલ આભારી છું.

  Liked by 1 person

 27. pravinshastri March 14, 2015 at 4:56 PM

  શ્રી આનંદ રાવ ના આબર સહિત એમનો ઈ-મેઇલ સંદેશ પ્રતિભાવ વાચક મિત્રો માટે એઅજુ કરું છું.
  anand rao

  10:36 AM (6 hours ago)

  to me
  Pravinbhai, I read your story “પ્રજ્ઞા”
  The musical atmosphere you have injected in it is very good.

  Like

 28. aataawaani March 14, 2015 at 12:45 PM

  પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
  બહુ દિલ ચશ્પ વાર્તા હતી . તમારો આભાર આવી સરસ વાર્તા વાંચવા આપવા બદલ

  Like

 29. pravinshastri March 14, 2015 at 11:19 AM

  નિરંજનભાઈ આપની વાત તદ્દન સાચી છે. અને દરેક વખતે જોડણી સુધારવાનો પ્રયત્ન કરતો રહું છું. ઘણા સ્નેહી મિત્રોએ જોડણી બાબતમાં મારા કાન પકડ્યા છે. પ્લીઝ, વાંચતા રહેજો. મારા એક મિત્રએ તો સીધું જ કહ્યું હતું કે તારી વાર્તાની વાત ચૂકી જવાય છે અને જોડણી મારા માથામાં વાગે છે. એની વાત ખોટી તો નથી જ. સ્પેલ ચેકરમાં જોઈને સુધારવાનો પ્રયાસ કરતો રહું છું…..નિરંજનભાઈ બ્લોગ પર પધારતા રહેજો.

  Like

 30. pravinshastri March 14, 2015 at 11:07 AM

  માનનીય પ્રજ્ઞાબેન,
  સાદર વંદન. આપનું મારા બ્લોગ પર આગમન અને પ્રતિભાવ મારે માટે મૂલ્યવાન પારિતોષિક છે. આપને યોગ્ય લાગે તે પ્રમાણે માર્ગદશન આપતા રહેજો. મિંચેલી આંખે બનીયે પ્રજ્ઞાવાન એ પણ આપની વાત ઘણુ કહી જાય છે.

  Like

 31. પ્રેમપરખંદા March 14, 2015 at 10:56 AM

  ચોક્કસ સાહેબ.

  Like

 32. pravinshastri March 14, 2015 at 10:51 AM

  અનિલાબેન બ્લોગ પર પધારી પ્રતિભાવ આપવા બદલ ઘણો આભાર. અન્ય પોસ્ટ પણ જોતા રહેજો.

  Like

 33. pravinshastri March 14, 2015 at 10:49 AM

  મનુભાઈ આપના તરફથી હંમેશા ઉત્સાહ વધારનાર પ્રતિભાવ મળતા રહે છે. હાર્દિક આભાર.

  Like

 34. pravinshastri March 14, 2015 at 10:47 AM

  આપને મારી વાર્તા ગમી એટલે કૃતિ સર્જનનો મારો સંતોષ. વાંચતા રહેજો. યથાયોગ્ય સૂચન કરતા રહેજો.

  Like

 35. pravinshastri March 14, 2015 at 10:45 AM

  આપના પ્રતિભાવ બદલ આભારી છું. આપણે આવી રીતે મળતા રહીશું.

  Liked by 1 person

 36. Niranjan Mehta March 14, 2015 at 9:59 AM

  હૃદયસ્પર્શી વાર્તા. ઘણા વખતે સુંદર રચના મળી. એક વાત તરફ ધ્યાન દોરું? આશા છે આ વાતને આપ સાચા અર્થમાં સ્વીકારશો. લખાણમાં જોડણીની ક્ષતિઓ નજર આવે છે. તો તે માટે યોગ્ય કરશો તો વાંચવાનો રસ જળવાઈ રહેશે. આભાર.

  Liked by 1 person

 37. pragnaju March 14, 2015 at 8:26 AM

  ‘તારી મમ્મીએ મને શીખવેલા સંગીતની કમાણી…’ અનુભવનો તે પડઘો હોય છે, તે મૂળ તત્વ આપણા માનસ પટમાં ઝીલાય,અને આપણે તે ભાવ સાથે તાદાત્મ્ય અનુભવીએ, ત્યારે આપણી સંવેદનશીલતા બરાબર પાંગરી છે,તેમ કહી શકાય
  ટળવળતી હોય આંખ જેને જોવાને
  એ મીંચેલી આંખે ભાળુ
  અંદર તો એવું અજવાળું અજવાળું
  જીવન સાર્થક બનતું એનું
  ધ્યેય છે જેની પાસે …
  દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
  એ જ ખરાં બળવાન …
  આપણે બનીએ પ્રજ્ઞાવાન

  Liked by 1 person

 38. Anila Patel March 14, 2015 at 5:17 AM

  Atyant rasprad ane hrudayspershi varta.

  Liked by 1 person

 39. Manu Bhatt March 14, 2015 at 2:34 AM

  Very good!

  Liked by 1 person

 40. dee35(USA) March 14, 2015 at 1:37 AM

  બહુ સરસ વાર્તા.આભાર.

  Liked by 2 people

 41. પ્રેમપરખંદા March 14, 2015 at 1:07 AM

  અહા, ખુબ સુંદર હ્રદયસ્પર્શી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: