(૧) મા–દીકરીનો પ્રેમ (૨) ધર્મીને ત્યાં ધાડ !!

મિત્રો આજે આપને માટે બે સરસ લઘુકથા ‘મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી’ રજુ કરું છું શ્રી વિનોદભાઈની વાત ભારતની ભૂમિ પરના મા-દીકરીના સ્નેહની વાત છે; અને ચિમનભાઈની વાત અમેરિકાની સૌએ પાઠ ભણવાની વાત છે. બસ બન્ને  સાક્ષરપટેલ મિત્રોની વાત વાંચી આપનો પ્રતિભાવ પાઠવશો. અમને સૌને આનંદ થશે.

વિનોદ વિહાર પોસ્ટ ( 677 )

મા–દીકરીનો પ્રેમ …..લઘુ કથા …… વિનોદ પટેલ

Vinod Patel

Posted by Vinod R. Patel on March 13, 2015
  માંi.pngદીકરી
ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ

મા–દીકરીનો પ્રેમ

બેંગ્લોરમાં રહેતી શિલ્પા આજે સવારથી જ ખુબ ખુશ હતી.
ખુશ કેમ ના હોય, કેમ કે અમદાવાદમાં રહેતી શિલ્પાની પ્રિય માતા શાંતાબેન એમના વ્હાલના દરિયા જેવી એમની દીકરી સાથે દિવાળી ઉપર ઘણા સમય બાદ થોડા દિવસો માટે રહેવા આવવાનાં હતાં.
શિલ્પા સાત વર્ષની હતી ત્યારે જ એક ગંભીર અકસ્માતમાં એના પિતાનું દુખદ અવસાન થયું હતું .શિક્ષકાની નોકરી કરી વિધવા માતા શાંતાબેને ઘણી આર્થિક મુશ્કેલીઓ વેઠીને શિલ્પા અને એની એક મોટી બેનને ખુબ પ્રેમથી ઉછેર્યા અને બન્ને દીકરીઓને સારું શિક્ષણ અને સંસ્કાર મળે એ માટે ખુબ જીવન સંઘર્ષ કર્યો હતો.કહેવાય છે ને કે ભગવાન જ્યારે બધે પહોંચી વળી ના શક્યો ત્યારે એણે માતાનું સર્જન કર્યું!

સ્કુલ અને કોલેજનો અભ્યાસ અમદાવાદમાં પૂરો કર્યા પછી શિલ્પાને ત્યાં જ એક નાની સોફટ્વેર કંપનીમાં જોબ મળી તથા મોટી દીકરીને પરણાવી એના સાસરે વળાવી ત્યારે એની માતાને અનહદ આનંદ થયો હતો.

બે વર્ષ અમદાવાદમાં જોબ કર્યા પછી શિલ્પાને બૅંગલોરમાં એક જાણીતી મલ્ટીનેશનલ કમ્પનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ખુબ સારા પગારની જોબ મળતાં એ બેંગ્લોરમાં એની એક ખાસ મિત્ર સાથે એપાર્ટમેન્ટ ભાડે રાખી રહેતી હતી. માતાના ધાર્મિક અને સેવાના સંસ્કારો શિલ્પામાં બરાબર ઉતર્યા હતા એટલે જોબ સાથે ફાજલ સમયે શિલ્પા એની મનગમતી સેવા પ્રવૃતિઓમાં પણ સમય આપતી હતી .

શિલ્પાને આજે ખબર હતી કે મમ્મી અગાઉ નક્કી કર્યા પ્રમાણેના સમયે આવશે જ પરંતુ આજે ઘડિયાળ જાણે ધીમી ચાલતી હોય એમ એને લાગતું હતું.

હાલ મમ્મી કેટલે આવી છે એ જાણવા માટે શિલ્પાએ એના સેલ ફોનથી શાંતાબેનને ફોન જોડ્યો.

માતા શાંતાબેન દીકરીનો ફોન આવ્યો એથી ખુબ ખુશ થઇ ગયાં.લગભગ ૨૦ મિનીટ સુધી મા-દીકરીની ફોનમાં વાત ચાલતી રહી એની બન્નેમાંથી કોઈને પણ ખબર ન રહી .પ્રેમ આગળ સમય પણ હારી જાય છે !

યાદ આવતાં શિલ્પાએ અધવચ્ચેથી ફોનની વાત અટકાવીને માતાને પૂછ્યું :

”મમ્મી ,તને પૂછવાનું તો ભૂલી જ ગઈ, પણ તું હાલ ક્યાંથી બોલે છે ?”

મમ્મી કહે: “દીકરી , તારા ફ્લેટ નીચે રોડ ઉપરની ફૂટપાથ ઉપરથી જ બોલું છું. “

શિલ્પા કહે :“અરે મમ્મી, હું તારી સાથે ૨૦ મીનીટથી વાત કરી રહી છું, પણ તેં કહ્યું કેમ નહિ કે તું નીચે આવી ગઈ છે ? “

માતા શાંતાબેન કહે: “ દીકરી, તારી સાથે વાતો કરવાના આનંદમાં એ કહેવાનું જ હું તો ભૂલી ગઈ ! “

આવો હોય છે મા-દીકરીનો પ્રેમ !

3 responses to “( 677 ) મા–દીકરીનો પ્રેમ …..લઘુ કથા …… વિનોદ પટેલ”
1. Vinod R. Patel March 15, 2015 at 1:52 PM
Sahradayi Modi of PRATILIPI posted this comment on F.B.
Sahradayi Modi
March 13
I am running out of words. That moment when a respected writer writes a wonderful story casting you and your beautiful world ( obviously with little bit of fiction 😛 ) A story written by Vinod R. Patel . I am overwhelmed. Feeling pampered after really a long time and yes of course you made my day 🙂
#me #motherdaughter #mystory
Reply
2. pragnaju March 14, 2015 at 8:22 AM
સંવેદનશીલ મઝાની વાર્તા
Reply
3. સુરેશ જાની March 14, 2015 at 7:23 AM
ચાલો … આપણે એકલા ભુલકણા નથી. મહિલાઓ પણ હોય છે !!

*****************

ધર્મીને ત્યાં ધાડ !!

ચમન

લેખકઃ ચીમન પટેલ ‘ચમન’

selena-getting-gas-guy getiing gas
મેઘાને ‘ગ્રોસરી સ્ટોર’માં મારે અવાર નવાર મળવાનું થતું હતું.
અમે બંને ગુજરાતી હોઇ ‘કેમ છો?’ નો અમારો વહેવાર હતો, પણ કોઇક કોઇક વાર અમે એક બીજાના કુટુંબીઓની વાત કાઢીને, સ્ટોરમાં થોડો સમય પસાર કરી લેતા હતા.
આજે મેઘાએ મને સ્ટોરમાં જોતાં જ ઉભો રાખ્યો ને કહ્યું; ‘મારે તમને એક વાત કરવી છે જો તમારી પાસે થોડો સમય હોય તો?’
‘સ્યોર’, મારે કોઇ ઉતાવળ નથી!’ મેં કહ્યું.
મેઘાએ વાતની શરુઆત કરી; ‘તમે મારા દિકરા વિશે જે સલાહ આપી હતી એ સાચી પડી!’

વાત એમ હતી કે અમારી એક બીજાના કુટુંબોની વાતોમાં એક વાર મેં મેઘાને પૂછેલું; ‘તમારા કુટુંબમાં તમે કોણ કોણ છો?’
મેઘા બોલી; ‘‘હું અને મારો ૧૮ વર્ષનો દિકરો બસ.’
‘કેમ, તમારા ‘હસબન્ડ’….’ હું આગળ બોલવા જાઉ ત્યાં જ મેઘા બોલીઃ ‘એ, બે વર્ષ પહેલા ‘હાર્ટએટેક’ માં ગુજરી ગયા!’.
મેં દિલસોજી વ્યક્ત કરી અને ત્યારથી મને મેઘા માટે કુણી લાગણી પેદા થઇ હતી.
એક દિવસે એણે, સામે ચડીને, મને એના દિકરા કુનાલની પ્રશંસા કરતાં એના એક સારા કામની વાત કરી.
કુનાલ એક દિવસ એની ગાડીમાં ‘ગેસ’ ભરી રહ્યો હતો ત્યારે બાજુના પંપ પર ‘ગેસ’ ભરવા પ્રયત્ન કરતી એક દેખાવડી ‘મેક્સીકન’ યુવતિએ કુનાલ પાસે આવી, પેટ્રોલ ભરવા થોડા પૈસા આપવાની કામણ હાસ્ય સાથે માગણી કરી. કુનાલે એના પાકીટમાંથી દસ ડોલર કાઢીને એને આપ્યા. હાસ્ય વેરતી, આભાર માની એ એની ગાડી માં ‘ગેસ’ ભરવા લાગી.
આ વાત મેઘાએ મને જ્યારે કહી ત્યારે મેઘાને મારાથી કહેવાઇ ગયું હતું; ‘ધર્મીને ત્યાં ધાડ કેમ પડતી હશે’?
મેઘા બોલી;‘હું સમજી નહીં! તમે શું કહેવા માગો છો?’
મેઘાને ચેતવણી આપતાં મે ઉમેર્યું; ‘મેઘાબેન, અત્યારનો સમય સારા માણસો માટે નથી. આજકાલ આવી દેખાવડી છોકરીઓ ભલા માણસોનો લાભ લઇ એમને જ ફસાવતી હોય છે. ભલમણસાઇનો જમાનો હવે રહ્યો નથી! સારા માણસો આ ભૂલી જાય છે એમની ભલમણસાઇના જોશમાં!
આજે મેઘાને એના દિકરા કુનાલની કોઇ બીજી સારી ભલમણસાઇની વાત કહેવી હશે એવું મને લાગ્યું.
મેઘાએ વાતની શરુઆત કરી.
ગઇ વખતની જેમ, એજ પંપ પર, પેલી ‘મેકસીકન’ છોકરીએ ફરી કુનાલ પાસે આવીને પૈસાની માગણી કરી ત્યારે કુનાલે આ વખતે દિલગીરી સાથે એ છોકરીને કહેવું પડ્યું ‘ ‘સોરી’, મારી પાસે તમને આપવા જેટલા પૈસા નથી’
‘ઓ કે’ કહી એ તો એની ગાડી પાસે ગઇ અને ફોન પર વાત કરવા લાગી જે કુનાલે જોયું અને એને થયું કે ‘બલા ગઇ’!
પાંચ મિનિટમાં તો પોલીસ ત્યાં આવી ગઇ! પોલીસની પૂછપરછમાં પેલી યુવતિએ પોલીસને કહ્યું; ‘ મારે થોડા પૈસા ગેસ માટે ખૂટતા હતા તો આ યુવાન પાસે પૈસાની માગણી કરી તો એણે પૈસા આપવાની સામે ‘સેક્સ’ની માગણી મૂકી! પોલીસ કુનાલ પાસે આવીને પેલી યુવતીની વાત કુનાલને કહી. કુનાલ પોલીસને કહેતો રહ્યો કે એ યુવતી ખોટું બોલે છે. એણે એવું કહ્યું જ નથી! એ છોકરીની આગળની વાત કુનાલ પોલીસને કહેવા જતો હતો, પણ પોલીસે કુનાલને પુરો સાંભળ્યા વગર જ એને હાથકડી પહેરાવવા જતો હતો ત્યાં જ આ બધું નિહાળતો સ્ટોરનો ભારતીય માલિક ત્યાં દોડતો આવી પહોચ્યો. એ માલિકે પોલીસને કહ્યું; ‘હું આ પંપનો માલિક છું ને આ છોકરી આવી રીતે લોકોની પાસેથી પૈસા પડાવે છે એ મેં જોયું છે. કેટલાયે દિવસોથી હું આની ફરિયાદ પોલીસને કરવા વિચારતો હતો. આ છોકરાને હું સારી રીતે જાણું છું. મને આ મોકો મળતાં આ છોકરીને આજે ખુલ્લી પાડવા દોડતો આવ્યો છું. આ છોકરો બિલકુલ નિર્દોષ છે. હું એની આપને ગેરંટી આપું છું.”
આ સાંભળી પેલી છોકરી તો ઝટ ગાડી ચાલું કરીને ત્યાંથી ભાગી અને એની પાછળ ભાગી પોલીસ.
કુનાલે એ માલિકનો ખુબ ખુબ આભાર માન્યો એને આ ન કલ્પેલા સંકટમાંથી બચાવવા માટે .
બસ, આ જ વાત મેઘાને મને કહેવી હતી. ધર્મીને ત્યાં કેમ ધાડ પડે છે એ વાત એને હવે સમજાઇ ગઇ હતી!!

(૨૦ઓક્ટોબર’૧૩)

3 responses to “(૧) મા–દીકરીનો પ્રેમ (૨) ધર્મીને ત્યાં ધાડ !!

  1. મનસુખલાલ ગાંધી, U.S.A. March 17, 2015 at 12:16 AM

    બહુ સુંદર અને વધારે તો સમજવા જેવી વાત છે….. અને અમેરીકાની પોલીસની રીતભાત માટે માટે તો તમે અને શ્રી હરનીશભાઈએ ઘણું લખ્યું છે…..અને આજે અમેરીકામાં તો ઠીક, ભારતમાંય તે કોઈ પણ સ્ત્રી સાચી કે ખોટી કોઈ પણ પુરુષની વીરૂધ્ધની ફરિયાદ કરશે તો પોલીસ તરતજ એ માણસને પકડી લેશે…. અમેરીકામાં આવું બનવું સાવ સામાન્ય છે….અને પેટ્રોલ સ્ટેશન ઉપર પેટ્રોલ ભરાવવાને બહાને યુવતીઓ દ્વારા પૈસા માંગવા એ સાવ સામાન્ય છે…… એકજ મીનીટમાં પોલીસ હાથકડી પહેરાવી દેશે….

    આ વાર્તા દ્વારા ચીમનભાઈએ તથા તમે પણ જાગૃત રહેવા માટેની સરસ શિખામણ આપતી વાર્તા આપી છે…

    Liked by 2 people

  2. પ્રેમપરખંદા March 16, 2015 at 11:58 PM

    એક વાર્તા લાગણીદાયક અને એક બોધદાયક.
    સરસ રચનાઓ.

    Like

  3. Satish Parikh March 16, 2015 at 11:26 PM

    Both are very good. Mother daughter story is really good. So do the story. Of our beloved Chimanbhai.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: