કિસ, વૅલેન્ટાઈન અને વ્યોમ વિહાર

KISS
કિસ, વૅલેન્ટાઈન અને વ્યોમ વિહાર

ચુંબનના ફાયદાઓ – સી.એન.ઍન સમાચાર

1. Kissing helps reduce blood pressure
Making out isn’t just good for your emotional heart, it gives your anatomical one a workout, too. “Kissing passionately gets your heartbeat revved in a healthy way that helps lower your blood pressure,” says Demirjian. “It dilates your blood vessels — blood is flowing in a good, solid fashion and getting to all your vital organs.”

2. Kissing zaps cramps and headaches
“Kissing is great if you have a headache or menstrual cramps,” says Demirjian. You may be inclined to wave away advances when you’re curled into an achy ball, but the blood-vessel dilation brought on by a good long smooching session can really help ease your pain. In fact, Demirjian recommends replacing the ol’ “Not tonight, dear — I have a headache” line with, “Honey, I have a headache. Come kiss me!”

3. Kissing fights cavities
A smooch-a-thon gets all, er, fluids flowing — including your saliva. “When you’re kissing, you’re secreting more saliva in your mouth,” says Demirjian. “That’s the mechanism that washes away the plaque on your teeth that leads to cavities.” (So much more fun than gargling!)

4. Kissing amps up your happy hormones
“If you’re feeling stressed or rundown, a little kissing or lovemaking [is] actually the elixir you need to… feel better,” says Demirjian. “It will relax, restore and revitalize you…. The feel-good chemicals in the brain get percolating: serotonin, dopamine, oxytocin — things you can get from the rush of exercising.”

5. Kissing burns (a few) calories
It can’t compare to 30 minutes on the elliptical, but a vigorous makeout session can burn 8 to 16 calories per smooch, says Demirjian. “Kissing and lovemaking can be a vigorous exercise if you’re fully engaged,” she says. “You need to have a passionate kiss [in order to burn those calories], but it doesn’t have to be a 10-hour makeout session.”

6. Kissing boosts self-esteem
One German study found that men who got a nice juicy kiss from their wives before leaving for work made more money. “If he leaves his home happy, he’s more productive at work because he’s not feeling emotionally distressed, so he’s going to make more money,” explains Demirjian. “Kissing has so much to do with your self-esteem and feeling loved and connected.”

7. Kissing can give you a facelift (kind of)
Per Demirjian, deep kissing can shape up the neck and jawline, which are often trouble spots for those concerned about looking older. “Your mouth has a number of facial muscles,” she says. “When those are engaged in kissing, you can tighten and tone them.”

8. Kissing is a barometer for sexual compatibility
It can be an excellent way to check out a potential partner for sexual compatibility before getting naked and emotionally involved, says Demirjian. But if your very first liplock with a new partner is meh, she recommends giving him or her one more shot.
“Sometimes during the first kiss, people are feeling awkward, nervous or embarrassed,” she says. “That might not breed the most seductive, sexy experience.” Second kiss is crappy, too? That’s your cue to take your lips — and the rest of you — elsewhere.

ચુંબનના ઉપરોક્ત આઠ ફાયદાઓનો લાભ લેતા લેતા અમારા કટાક્ષ લેખક શ્રી સુરેન્દ્રભાઈને વેલેન્ટાઈન ડે ને દિવસે આરોગ્યને માટે વધુ એક ફાયદો દેખાયો. બસ …એમણે તિરંગા ઈન ન્યુ જર્સી માટે બેધડક એમની કોલમ વ્યોમ વિહાર લખી નાંખી. કીસીંગ એક્ષરસાઈઝમાંથી નવરાશ મેળવીને શરમાતા-ગળકાતા એમણે મોડે મોડે એમનું “વ્યોમ વિહાર” મને પ્રકીર્ણ પ્રસાદી તરીકે આ રીતે મોલ્ક્યું. આશા છે કે આપને ગમશે.

Snehi Shri Pravinbhai,
In february some researchers talked about benefits of kiss and proclaimed that it can boost immune system. Based on that this Vyom Vihar was published in March issue of Tiranga. On second thought I am submitting this as well. See if you like it.Regards, Surendra Gandhi

વ્યોમ વિહાર

S.Gandhi

વ્યોમે વિહરતા વિહરતા કિસ યાને કે ચુંબન નાં ચુંબકત્વ ની ચમત્કારિકતા ની લેટેસ્ટ માહિતી મારા ધ્યાન માં આવી. ક્ષણ ભર તો મને લાગ્યું કે વકરેલા વેલેન્ટીન ના બચાવ માટે કોઈકે આ નવો નુસખો અજમાવ્યો લાગે છે. ખાસ કરી ને આપણા માદરે વતન નાં વેલેન્ટીન વિરોધી તત્વો નો રોષ ન ભભૂકી ઉઠે એટલે કિસ નાં બહાને પ્રેમી યુગલો મન માની કરી શકે.
વાત એમ બની છે કે કોઈક ચુંબન ચાહકે એલાન કર્યું છે કે ચુંબન કરવા થી ચુંબન કરનારાઓ ની ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. અર્થાત ચુંબન યાને કે કિસ ની પ્રક્રિયા માં કિસર અને કિસી આવશ્યક છે.
કિસ ની આપ લે થી ઈમ્યુન સિસ્ટમ પ્રબળ બને તો હવે પછી વેક્સીનેશન બેકાર થઇ જશે. બિચારા વેક્સીન બનાવનારાઓ નું દિવાળું ફૂંકાઇ જશે. ઠેર ઠેર કિસિંગ બાર અસ્તિત્વ માં આવશે. ઈમ્યુન સિસ્ટમ નબળી થઇ ગઈ છે ? કંઈ વાંધો નહી. કિસિંગ બાર માં જઈ ને કોઈક ને બે ચાર કિસ યાને કે ચુંબન ચોડી દ્યો અને બેડો પાર. જાહેર છે કે આવા બાર માં મહિલા બાર ગર્લ્સ અને ભૈલા બાર બોયઝ ને કામ મળશે. કારણ કે ઈમ્યુન સિસ્ટમ ની નબળાઈ સ્ત્રી અને પુરુષો બેઉ ને વર્તાઈ શકે. આડકતરી રીતે આવા કિસિંગ બાર માં સજાતીય અને વિજાતીય પ્રેફરન્સ ધરાવતા નબળા ઈમ્યુન સિસ્ટમ વાળા ની સગવડ પણ સચવાઈ જશે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ હજુ સુધી વાત આટલી આગળ વધી નથી. પોલિટીકલી કરેક્ટ સંજોગો માં ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બનાવવાનો હક્ક બધાને મળવો જોઈએ.

નાના બાળકો ને પણ કિસ નું મહત્વ સમજાવવું પડશે. કિસ ના કોચિંગ ક્લાસ ખોલવા પડશે. શાળા ઓ માં સેક્સ એજ્યુકેશન માં કિસ એજ્યુકેશન નો પણ સમાવેશ કરવો પડશે. એટલું જ નહીં પણ કિસ ટુર્નામેન્ટ યોજી ને વિજેતા વિદ્યાર્થી ઓ ને પારિતોષિક આપવા માં આવશે. એસ એ ટિ ટેસ્ટ માં કિસ ના વિષય ઉપર પણ ખાસ ધ્યાન આપવા માં આવશે. જો કે આ વિષય ની પ્રેક્ટીકલ એક્ઝામ નહી લઇ શકાય. ઈમ્યુન સિસ્ટમ મજબુત બનાવવા માટે કિસ શિવાય ના અન્ય પર્યાય પણ ચકાસવા માં આવે તો નવાઇ નહી. હિપ્પી ઓ ઈમ્યુન સિસ્ટમ નાં કમ્યુન ખોલે તો પણ નવાઇ નહી.

એફ ડી એ કિસ નાં રેગ્યુલેશન માટે ગાઈડ લાઈન બહાર પાડશે . કિસ ને હેલ્થ ઇન્સ્યુરન્સ માં અને મેડીકેર કવરેજ મળશે. બુઢાલોકો ને ઈમ્યુન સિસ્ટમ ને પણ ટેકો મળશે. અને સસરો સિક્સર મારશે તો માં રીટાયર શું કામ થાય? મેટરીમોનીઅલ જાહેરાતો માં પણ કિસ કરવાની લાયકાત ઉપર ધ્યાન આપવા માં આવશે. બસ આમ કિસ ની બોલ બાલા ની જમાવટ થશે. ના કરે નારાયણ ને કિસ ના ભાવ આસમાને જાય તો કિસ ને આવુટસોર્સ પણ કરવી પડે. અને ઓટો ઇન્ડસ્ટ્રી માં બને છે તેમ જાપાનીસ કે કોરિયન કિસ વધુ અસરકારક નીવડે. વળી જો ચીના ઓ નકલી કિસ બનાવી ને ઈમ્યુન સિસ્ટમ સાથે ચેડા કરે તો કેહવાય નહી.

આતંકવાદીઓ એમની ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બનાવવા માટે સ્વર્ગ ની એકોતેર લલના ઓ ને બદલે અહીં પૃથ્વી પર એક માગશે. કદાચ આમ પૃથ્વી પર સ્વર્ગ અવતરે? સખાવતી ઓ કિસ નો ધર્માદો કરશે અને સ્વયમ સેવકો લોકો ની ઈમ્યુન સિસ્ટમ ને સ્ટ્રોંગ બનાવવા માટે કમર કસશે. કદાચ કિસ ની મેનેજમેન્ટ માટે કોલ સેન્ટર પણ ખોલવા પડે. રેન્ટલ કાર ની જેમ રેન્ટલ કિસ કરનારા પણ મળે. વિમાન ની ટીકીટ ની જેમ અગાઉ થી કિસ નું બુકિંગ કરવા થી સસ્તા કિસ કરનારા પણ મળે. એક નાની કિસ નાં વામન નું વિરાટ માં રૂપાંતર વાત વાત માં થઇ ગયું. જુમ્મા ના ચુમ્મા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: