અપેક્ષાઓ (૨)
એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ
ઉમ્મર વધતા શારીરિક નબળાઈઓ ઉપરાંત, તેમાં જ્યારે માનસિક હતાશા ઉમેરાય ત્યારે ડિપ્રેશન આવે એ સ્વાભાવિક છે. સંસ્કાર અને સંસકૃતિની વ્યાખ્યાઓ ખૂબજ ઝડપથી બદલાતી રહે છે. સમાજ અને કૌટુંબિક પરિવર્તન ખૂબ જ ઝડપથી થાય છે. ઉમ્મર વધતા વૃધ્ધ પગો નવી વિચાર ધારા અને યુવાજીવન શૈલી સાથે કદમ મિલાવી શકતા નથી.
સ્હેજે એ વયસ્કો વૃધ્ધાવસ્થાને શ્રાપ માનતા થઈ જાય છે. મન આળું કે ખાટું થઈ જાય છે. શું આપણે ,એટલે કે વયસ્કો આપણી દૃષ્ટિ બદલી શકીયે?
ચાલો બીજી રીતે વિચારીએ.
બે વ્યક્તિ એક જ ટ્રેઈનમાં એકજ દિશામાં મુસાફરી કરે છે. બન્ને વ્યક્તિ બારી પાસે સામ સામેની સીટ પર બેઠા છે. ટ્રેઈનની ગતીની ઉંધી દિશામાં બેઠેલી વ્યક્તિ પસાર થઈ ગયેલા દૃશ્ય જુએ છે. સામેની વ્યક્તિ સામેથી આવનાર દૃશ્ય જુએ છે. એક હંમેશા ભૂતકાળ જ જુએ છે. બીજી વ્યક્તિ આવનાર ભવિષ્ય જુએ છે.
જો આજથી પાંચ વર્ષ પછી, પંદર વર્ષ પછી અથવા બાકી રહેલા જીવન કાળ…