વડીલો અને સંતાનોની પરસ્પર અપેક્ષાઓ – શરદ શાહ.

sharad_shah_1

Sharad Shah
May 22, 2015 @ 02:46:45

વડીલો અને સંતાનોની પરસ્પર અપેક્ષાઓ

શા માટે મોટાભાગના બાળકો વૃધ્ધ મા-બાપને પોતાની સાથે રાખવા કે તેમની સેવા કરવા તૈયાર નથી? ચાલો તેના કારણો તપાસીએ અને ઉપાયો વિચારીએ.

મારે દેખ્યે કારણો નીચે મુજબ છે.

– કોઈપણ પ્રવાહ હોય,(પછીતે પ્રેમનો પ્રવાહ હોય તો પણ,) હંમેશા ઉપરથી નીચેની તરફ જ વહે છે. આપણે આપણા બાળકોને પ્રેમ કર્યો તેઓ તેમના બાળકોને પ્રેમ કરે તે કુદરતી છે. અને આજ નિયમ તમામ પ્રાણી જગતને લાગુ પડે છે. પરંતુ મા-બાપને આ કુદરતી નિયમની ખબર નથી પડતી અને પોતાના બાળકો પાસે વધુ પડતી આશાઓ અને અપેક્ષાઓ રાખે છે.
– મા-બાપનુ પોતાનુ જીવન અને બાળકોને આપેલ સંસ્કાર બાળકોના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણે પોતે જીવનભર પૈસાને વધુ મુલ્ય આપઈએ અને બાળકો પાસે અપેક્ષા રાખીએ કે તેઓ પૈસાને નહી પણ સેવાને વધુ મુલ્ય આપે તે કેવી રીતે શક્ય બને? મોટાભાગના મા-બાપ બેહોશીમાં જ જીવન જીવે છે. તેમને એ પણ ખબર નથી હોતી કે તેઓ કેવા સંસ્કારોનુ સિંચન તેમના બાળકોને કરે છે. પરંતુ વાવેલાં બીજ કાંટા બની વાગે ત્યારે આશ્ચર્ય થાય છે કે અરે! મેં તો આંબો વાવ્યો હતો અને આ બાવળીયો કેમ ઉગ્યો?
– સ્વાસ્થ્ય પરત્વે બેધ્યાન મા-બાપ બિમારીઓ નોતરે છે અને બીજા પર બોઝ બને છે.
– ઘણા મા-બાપ સમજે છે કે પૈસો ભેગો કર્યો હશે તો બધા આપણી ગરજ કરતાં આવશે અને આપણા બાળકો પણ આપણને પુછશે. આ ધારણા તદ્દન ખોટી છે. સંબધનો આધાર પૈસો કે લાલચ બને તે સંબધ ક્યારેય મીઠો ન હોય. પછી ભલે ને બાળકો ધનની લાલચે સેવા કરવાનો અને પ્રેમ પ્રદશિત કરવાનો ઢોંગ કરતા હોય.જુઠ આખરે જુઠ જ હોય છે. કદાચ અહમ પોષાય પણ તૃપ્તી ન મળે.
– પ્રેમ તત્વ શું છે તેનો આપણને કોઈ અનુભવ નથી હોતો. આપણે જેને પ્રેમ સમજીએ છીએ તે મોટાભાગે અહમ કેંદ્રિત હોય છે. બાળક માટે પ્રેમ ઓછો પરંતુ મારા બાળક માટે વધુ. જેના પર વધુ આધિપત્ય જમાવી શકીએ તેના માટે પ્રેમ વધુ અને જેના પર કોઈ આધિપત્ય ન હોય તેના પર પ્રેમ નહીવત. આ જુઠા પ્રેમના લક્ષણૉ છે. યુવાનીમાં કામના આવેગોને પ્રેમ સમજીએ. આમ આપનો જુઠો પ્રેમ પરિવર્તિત થૈ આપણને પણ જુઠો પ્રેમ મળે છે જે ક્યારેક પ્રેમનિ ભ્રમણા ઊભી કરે પણ તે તકલાદી જ હોય. જરા અમથું મેણુ કે કડવું વચન, અને વર્ષોનો જુઠો પ્રેમ કડડભુસ.
– મા-બાપને એક ભ્રમણા હોય છે કે મેં મારા બાળકો માટે આ કર્યું અને તે કર્યું. પેટે પાટા બાંધી છોકરાઓને ઊછેર્યા. અને છોકરાઓ અમારુ ધ્યાન જ નથી આપતા. જ્યારે સત્ય એ છે કે મેં કર્યું…મેં કર્યું એક ભ્રમ સિવાય કાંઇ નથી.. આપણે એક નિમિત માત્ર હોઈએ છીએ.
મારે દેખ્યે કેટલાંક ઊપાયો
– કુદરતના નિયમોને જુઓ અને સમજો.
– વધુ પડતી આશાઓ અને અપેક્ષાઓ બાળકો તરફથિ ન રાખો.
– તમારી વહુની સંસ્કારિતતા જુદા પ્રકારની છે તેથી તેની સાથેનો સંઘર્ષ ટાળૉ.
– વહુ જેવી છે તેવી તેનો સ્વિકાર કરી પ્રેમથી અને કળથી તેની સાથે વહેવાર કરો.
– જે પરિસ્થિતી છે તેનો સ્વિકાર કરો.
– ચારે બાજુ દોડ અને હરિફાઈને કારણે તમારા બાળકોના બાળકો ઊછેરવાનો સમય અને શક્તિ તેમના મા-બાપની નથી. તેમને તમારી સેવાઓની જરુર છે જ. જેનો લાભ લો.
– પતિ-પત્નીના ઝગડામાં કે તેમની અંગત બાબતોમાં ક્યારેય દખલગીરિ ન કરો. તેમનુ જીવન છે અને તેઓ જે રીતે જિવવા માંગતા હોય તે રીતે જીવવા દો. કાંઈ ખોટું કરતા હોય તો એક બે વાર ધ્યાન દોરવું. પણ પછી તેમને છોડી દેવા. ઘણિવાર ઠોકરો જીવનના બહુમુલ્ય પાઠ શિખવે છે જે યુનિવર્સિટી નથી શિખવી શક્તી.
– ઘરમાં હાસ્ય અને આનંદનુ વાતાવરણ બની રહે તે તરફ ધ્યાન આપો.
– બને તેટલા ફ્લેક્સીબલ રહો. સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. જે પરિવર્તનો પહેલા એક શતકમાં આવતા તે હવે એક દસકમાં આવે છે. સમય સાથે ચાલો.
– મિતાહારી બનો અને સ્વાસ્થ્યનુ પુરતુ ધ્યાન રાખો. કસરતો ન થાય તો કાંઈ નહી
થોડું ચાલવું, હળવો શ્રમ કરવો જે ઘરકામમાં મદદરુપ થાય.
– તમને આનંદ આપતી પ્રવૃત્તિ શોધી રોજ એક બે કલ્લાક તે કરવી.
– માંગ્યા વગર સલાહ ન આપો.
– જે થાય તે જોયા કરો, ભલે તેનાથી આર્થિક કે અન્ય નુકશાન થતું હોય. પણ જીવ ક્યારેય ન બાળૉ.
– પ્રકૃતિ સાથે રોજ એક કલ્લાક વિતાવો.
– રોજ એક કલ્લાક ધ્યાન કરો.
– પોતાની જાતને બદલી શકાય તેમ ન જ લાગે તો વૃધ્ધાશ્રમનો સહારો લો. દુર રહેવાથી બાળકો સાથેનો પ્રેમ જળવાઈ રહેશે.

4 responses to “વડીલો અને સંતાનોની પરસ્પર અપેક્ષાઓ – શરદ શાહ.

  1. pravinshastri May 25, 2015 at 9:32 AM

    રાજુલબેન આપ હેમાબહેક દેસાઈનો પ્રતિભાવ જોશો તો લાગશે કે સંસાર સાર નહીં પણ કેટલાક માંબાપને અસાર સંસારનો અનુભવ થાય છે.

    Like

  2. pravinshastri May 25, 2015 at 9:27 AM

    હેમાબહેન આપની વાત સાચી છે. મેં એક નહીં પણ અનેક દાખલાઓ જોયા છે કે એકના એક પૂત્ર અને પૂત્રવધુ પર પુશ્કળ પ્રેમ રાખી તેમના હિતને માટે તમામ કરી છૂટવાની વૃત્તિ રાખવા વાળા વડિલોને પણ સાથે રાખવા પૂત્રવધુઓ તૈયાર નથી કારણ કે લગ્ન પહેલાથી જ સંયુક્ત કુટુંબમાં ન રહેવું એ ગ્રંથી દૃઢ થઈ ચૂકી હોય છે.

    Like

  3. Rajul Kaushik May 25, 2015 at 7:45 AM

    Sansar Sar or we can say Sansar Geeta .

    Liked by 1 person

  4. Hema desai May 25, 2015 at 12:57 AM

    I hv seen one of relatives, whatever Said in the article,they r following that,still their daughter in law don’t like to keep them.they strikly doing what is saying the article.what to say?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: