‘આદિલ’ ઘરેથી નીકળ્યો, મિત્રોને શોધવા
ઓ! દુશ્મની તું ક્યાથી સામી મળી ગઈ?
– સ્વ. આદિલ મન્સુરી
સવારના પહોરમાં કશાક સંદર્ભમાં સ્વ. આદિલ મન્સુરીની એક ગઝલના મત્લાનો આ શેર ગણગણતાં અચાનક જ એ મહાન વિચાર સ્ફૂર્યો. આદિલજીને સ્વર્ગસ્થ કહેવાય? એ જનાબ તો જન્નતમાં ગયા હશે, માટે જન્નતનશીન શબ્દપ્રયોગ વાપરવો ન જોઈએ?
અને તરત આ અદકપાંસળી જીવને બીજો અને વધારે મહત્વનો વિચાર સ્ફૂર્યો. આટલા બધા સ્વર્ગસ્થ કે જન્નત નશીન કે ‘હેવન’વાસી થાય તો શું નરક ઉર્ફે જહન્નમ ઉર્ફે હેલ ખાલીખમ હશે?!
એમ તો કેમ બને? અને પછી નર્કસ્થોનું લિસ્ટ બનવા લાગ્યું. હિટલર, મુસોલિની, ઈદી અમીન, રાવણ, અમીચંદ, મીરજાફર વિ. વિ. અને …..અગણિત, અનામી ગુંડાઓ, ચાંચિયાઓ, રાક્ષસો પણ ખરા જ ને? દુનિયામાં નર્કસ્થ થવાની લાયકાત ધરાવતા ખવીસોની કાંઈ ખોટ છે?!
અને આ લેખનું શિર્ષક જ જોઈ લો ….
નર્કસ્થ ….સુરેશ જાની !
પણ એ તો કદાચ આ જણનું મરણોત્તર સંબોધન થવાનું. હાલ તો નર્કમાં નહીં – પણ આખી…
નર્કસ્થ માટે કોઈ સૌજન્ય જરૂરી નૈ !!
બસ …
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ‘ વહાવતા રહીએ.
LikeLiked by 1 person
ગમ્યુ એટલે તફડાવ્યું. એક બ્લેન્કેટ પરમીશન આપી દો એટલે ભદ્રભાષામાં લખવાનું યાદ રહેશે. “સૌજન્ય શ્રી સુરેશ જાની”. આમાં ભૂલી ગયો હતો. સુધારી લઈશ. થેન્ક્સ.
LikeLike
તમને આ અવળવાણી ગમી – એ ગમ્યું !!!
નર્કસ્થ ….સુરેશ જાની !
LikeLiked by 1 person