ચુંબનમીમાંસા

કુરુક્ષેત્ર

 ચુંબનમીમાંસા

136497-136496Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

136497-136466અમુક વિશેષજ્ઞોનું માનવું છે…

View original post 861 more words

6 responses to “ચુંબનમીમાંસા

 1. pravinshastri October 23, 2018 at 11:10 PM

  યુ વેલકમ.

  Like

 2. pragnaju October 23, 2018 at 10:32 PM

  Thank you, – Gracias.– Merci = Merci Beaucoup)
  – Grazie. Arigato ありがとう– do jeh, daw-dyeh.
  – Danke sehr.i– Khop Khun Mak Kha.

  Like

 3. pravinshastri October 22, 2018 at 9:24 PM

  પ્રજ્ઞાબહેન આપની આ સરસ વાત આપના આભાર સહિત એક સ્વતંત્ર પોસ્ટ તરીકે મારા બ્લોગમાં રજુ કરું છું.

  Like

 4. pragnaju October 22, 2018 at 6:09 PM

  વિવિધ વિચારો-
  સુ શ્રી કાજલબેન-‘મેં એને અંદર લીધો અને ચુંબન કર્યું. “ આ વાક્ય વાંચીને તમને શો વિચાર આવે છે? છોકરાની ઉંમર બે વર્ષની હોઈ શકે એવો વિચાર આવે છે ખરો? શરીર ઉપર ઢાંકી રાખેલા સભ્યતાનાં આવરણોએ આપણા વિચારવાની દિશાને વન-વે ટનલમાં ઢાળી દીધી છે.’
  ……………………..
  ચુંબનની અનોખી વ્યાખ્યા સમું ઉમદા અછાંદસમને ખબર નથી
  હોઠ મદદ છે
  રાત્રિ મૂળ છે
  પવન ઝેર છે
  ઘાસ અત્તર છે
  સમય ઓરડી છે
  ચુંબન માળો છે
  લોહી ભરતી છે
  ઋતુ યંત્ર છે
  ઉજાશ ઊંડાણ છે
  પથ્થર ખાલીપો છે
  તરા ગાલ પર ફાટ્યા વગરના
  બોંબ જેવો મસોઃ
  મારા હોઠ નિષ્કાસિત અવાજ ચાખે છે – હિમાંશુ પટેલ
  …………..

  ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ,
  પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું,-અવિનાશ વ્યાસ
  ……………………………………………….
  આ અંગે લયસ્તરો પરના કાવ્ય
  જેનીએ મને ચુંબન કર્યું જ્યારે અમે મળ્યા-
  જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
  કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
  તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
  કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
  કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
  કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
  કે જેનીએ મને ચુંબન કર્યું.
  – જેમ્સ લે હન્ટ
  (અનુ. વિવેક મનહર ટેલર)
  માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! વિદેશમાં મુલાકાત થાય ત્યારે ચુંબન કરવાની પ્રણાલિ તો સામાન્ય છે પણ અહીં ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એ ‘ઉછળવા’ની ક્રિયા આખી વાતને અસામાન્ય બનાવી દે છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય આ ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.
  રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે થાય છે. અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે.
  એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
  આ કવિતાની કેવી-કેવી પ્રતિકવિતાઓ બની છે વાત પોતે આ કવિતાની લોકપ્રિયતાની દ્યોતક છે: પ્રતિકવિતાઓ
  Jenny kiss’d me when we met,
  Jumping from the chair she sat in;
  Time, you thief, who love to get
  Sweets into your list, put that in!
  Say I’m weary, say I’m sad,
  Say that health and wealth have miss’d me,
  Say I’m growing old, but add,
  Jenny kiss’d me.
  – James Henry – Leigh Hun
  ………………………………….પવન ફેરવે અેમ સઘળાં ફરે છે!
  જુઓ જળ ઉપર પાન કેવાં તરે છે!

  નથી ભૂલતા પ્રેમ કરવાનું તત્ત્વો;
  કિરણ ઝાડને રોજ ચુંબન કરે છે!

  ઉપર ધગધગે છે ઘણા વર્ષથી પણ;
  અરે! ખૂબ ઊંડે તો માટી ઠરે છે!

  ચરણમાં તમારા અમે ફૂલ વેર્યા;
  સિતારા ય આકાશમાંથી ખરે છે!

  ઉપર આભમાં ઝાડ અેકેય ક્યાં છે?
  અહીં ઝાડવાં રોજ જીવે, મરે છે.

  – જિજ્ઞેશ વાળા
  રમેશ પારેખ માટે સમગ્ર વિશ્વ એની પ્રિયતમા છે
  અને એમની કવિતા પ્રિયતમાના (વિશ્વના) હોઠ પર કરેલું ચુંબન છે. …
  (કવિશ્રીના દેહવિલયને ખબર વાંચીને લખાયેલું કાવ્ય) કાવ્યમાં ઉમાશંકર જોષીની વિશ્વસંવેદનાની નોંધ લીધી છે.
  …………………………………….
  જયારે

  તમે

  કોઈના ચહેરાને

  તમારી બેઉ હથેળી વચ્ચે લઇ

  એને હળવેકથી ચૂમીને

  પછી કહો કે

  “ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”

  ત્યારે

  એના ગાલ પર ઉતરી આવતી લાલાશ

  એની

  આંખો સુધી ન પહોંચે

  બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!- એષા દાદાવાળા
  ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
  પન્નાબહેનનું, ‘તું આંખોમાં આંખ પરોવી દીર્ઘ ચુંબન કરે’ કાવ્ય મેં વાંચ્યું. મારાથી બોલાઈ ગયું, ‘Wow! શયનગૃહની અંદરનું આટલું અંગત દૃશ્ય, એક ગુજરાતી સ્ત્રી, આટલી હદે ખુલ્લી રીતે વર્ણવી શકે ? ‘ત્વચાની રજાઈ ઓઢાડે, વાઘા ઉતારે’ – કેટલી ૠજુતા સમાયેલી છે આ શબ્દોમાં ? અમે પુષ્ટિમાર્ગીઓ ઠાકોરજીનાં વસ્ત્રોને વાઘા કહીએ. મને ખબર નથી કે પન્નાબહેને પણ એ શબ્દ અહીં એ જ કારણસર વાપર્યો છે કે નહીં, પણ મારા માટે સંભોગની પ્રક્રિયાને તેમણે સમાધિની કક્ષાએ પહોંચાડી છે. એ જ કાવ્યમાંની બીજી એક પંક્તિ ય મને સ્પર્શી ગઈ તે હતી, ‘આ બધું મને એટલું ગમે છે, એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.’

  આધ્યાત્મિક લખાણોમાં આપણે વાંચીએ છીએ કે ‘સૌ પ્રથમ પોતાને પ્રેમ કરતાં શીખો, તો જ બીજાને પ્રેમ આપી શકશો.’ પન્નાબહેન માટે પોતાને ગમવાનું કારણ ભલે બીજું છે, પણ એમાં આધ્યત્મિક્તાની થોડી છાંટ કદાચ છૂપાઈ હશે ? એ છાંટ વિશે ત્યારે મને વિચાર નહોતો આવ્યો, પણ હવે વિલાસબહેનના રંગે રંગાઈ છું, અને ઉંમરલાયક થઈ છું, એટલે આવે છે.

  પ્રેમની પરાકાષ્ટાને પોરસતી એ જ કવયિત્રી ઘેલછાભર્યા પ્રેમ માટે ટકોર પણ કરી જાણે છે ઃ

  પાંદડી વાયરાને વળગી શું કામ ?
  વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
  પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
  હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?

  અને વળી ક્યારેક પુરુષપ્રધાન સમાજમાં પત્નીને જે રીતે પતિનો પડછાયો થઈને રહેવું પડે છે, તેને પડકાર આપવામાં પણ પન્નાબહેને પાછું જોયું નથી. મને પ્રિય તેમનું આ કાવ્ય માયા એનજેલુની કૃતિ Phenomenal Woman ની ઝાંખી કરાવે છે.

  કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

  ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
  કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
  અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
  જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
  મને આવું અઢેલવાનું મંજૂર નથી.

  પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
  પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
  મનની માલિક હું મારે તે બીક શી?
  હું તો મૌલિક છું,
  હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
  મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

  માપસર બોલવાનું માપસર ચાલવાનું,
  માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
  માપસર ઓઢવાનું,
  માપસર હળવાનું માપસર ભળવાનું,
  આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
  મને આવું પીગળવાનું મંજૂર નથી.

  કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
  ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

  તો વળી આ કાવ્યમાં કોઈ વિધવાની વ્યથાનો ભાસ થાય છે. એક લોકગીતના શબ્દો લઈ, એક નવી જ ભાવના અહીં વર્ણવી છે.

  સોના વાટકડી જેવું આ કાળજું
  ને યાદનું કેસર ઘોળ્યા કરું
  આંખની સામે જે ચહેરો હતો
  એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

  બારણાની બ્હાર આ રસ્તો પડયો છે
  પણ ચાલવાનું મન મને થાતું નથી.
  ક્યારનો ઉજાગરાનો દીવો બળે ઃ
  કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

  હાલ આસ્થા ચેનલ પર, ‘અસ્મિતા પર્વ’ સમયે, બિન્દુ ભટ્ટની અખેયપાતર નવલકથાના સર્જન વિશે તેમણે જે કહ્યું તે હું સાંભળતી હતી. તેમાંથી પન્નાબહેનની સર્જક્તા વિશે એમનાં અમુક વિચારો અપનાવી શકાય તેમ મને લાગ્યું. બિન્દુબહેન કહે છે કે ‘શેરીએ શેરીએ પતિ હોવા છતાં જીવનની ધાર જીરવી રહે છે, એવી કેટલીયે સતીઓ છે.’ અહીં એવી સતીઓને, એ પરિસ્થિતિમાંથી છૂટવા માટે, પન્નાબહેન આમ કહી પ્રોત્સાહન આપવા માગે છે.
  સતી નામના કાવ્યમાં તેમણે લખ્યું છે ઃ

  પતિને પરમેશ્વર માનનારી

  હું સતી સ્ત્રી નથી.

  અને એટલે જ

  પતિના અવસાન પછી

  રદ્દ થઈ ગયેલા અસ્તિત્વમાં

  મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ

  શેષ આયુષ્ય વીતાવવાના

  આપણા ઉત્કૃષ્ટ રિવાજને

  હું

  વધાવી શકતી નથી.

  હું

  Liked by 1 person

 5. pravinshastri July 7, 2015 at 7:24 AM

  ફ્રેન્ચ કીસમાં સૌથી વધુ આદાન પ્રદાન થતું હોય છે. અને ચુંબન માત્ર હોઠ પુરતું જ મર્યાદિત નથી શરીરના પ્રત્યેક અંગને ચૂસી શકાય કે ચાટી શકાય. જેવા જેવા આવેગો.

  Like

 6. Sharad Shah July 7, 2015 at 12:25 AM

  રેશનાલીટી (વિવેક)(વિજ્ઞાન) તો કહે કે,” ચુંબનની સમગ્ર પ્રક્રિયા બેક્ટેરીયાનુ આદાનપ્રદાન છે અને ભયાનક રોગને આમંત્રણ બની શકે છે” તો શું આ કહેવાતા રેશનાલીસ્ટો, ચુંબનથી વંચિત રહેતાં હશે? નથી જ રહેતાં.
  પરંતુ દરેક જગ્યાએ રેશનાલીટી કામ નથી આવતી. રેશનાલીટી કરતાં શારીરિક આવેગો, ભાવનાઓનુ પડલું ઘણુ ભારે હોય છે. એ વાત કદાચ રેશનાલીસ્ટોને સમજાય જો થોડા ઘણે અંશે રેશનાલીટી જેવું કાંઈ હોય તો?

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: