વ્યોમ વિહાર-૩

વ્યોમ વિહાર-૩

S.Gandhi
લેખક: સુરેન્દ્ર શાંતિલાલ ગાંધીનું ટ્રાન્સજેન્ડર સ્વપ્ન.

વ્યોમે વિહરતા વિહરતા સ્વપ્ન દ્રષ્ટા થવાને અશક્ત એવો હું, કોઈ નટુ, ગટુ, ફટટુ લટટુ કે ટટટુ નાં સલાહ સૂચન ની પરવા કર્યા વગર હમેશ મુજબ માનસપટ પર ઉપસતા વિચારો ને અક્ષરદેહ આપતો રહું છું. અલબત્ત પરિપક્વતા વગર નો અભ્યાસી તો છું પણ વિદ્યાર્થી નથી. કારણ કે શિક્ષક જેવા કોઈ ના સુચવેલા વિષય ઉપર મેથી મારું તો એ હોમવર્ક કેહવાય !
હોમવર્ક તો કરું છું પણ એતો અમારા ઘર સંસાર ના હોમ મીનીસ્ટર ની પદવી શોભાવતી મારી પરમ પ્રેમાળ પત્ની ને પ્રસન્ન રાખવા માટે. “તુઝે દેખા, તુઝે ચાહા, તુઝે પૂજા મયને, બસ ઇતની ખતા હૈ મેરી અબ ઓર ખતા ક્યાં હૈ”,” છતાય કોઈક વાર પત્ની ને રીઝવવા કાજે ચંડી પાઠ કરવા જેવો અળવીતરો વિચાર સળવળે પણ ઉગતા પેહલા જ આથમી જાય. એક વાત યાદ રાખવાની સખ્ત જરૂર છે. રુદિયા માં વિરાજમાન રાણી ની પ્રસન્નતા પામનારાઓને માટે અન્ય ઉપાસના ગૌણ છે. બળવાખોર બળવાનો ની સંમતિ મળે કે ન મળે, આ સત્ય સનાતન છે.
વાત ક્યાં થી ક્યાં વળી ગઈ! મારા ફળદ્રુપ ભેજા માં થી છલકાતા છીછરા વિચારો ની વાત હતી. હમેશ મુજબ વાંચનારાઓ ની નજર માં કૈંક બનવાના પ્રયત્નો નાં સ્વપ્નો સેવતો રહું છું. એવાજ એક સ્વપ્ન માં મારું સુરૈયા માં રૂપાંતર થતું ભાળ્યું.આ કરિશ્મો છે કે કપટ? ખરેખર તો સ્વપ્નો માં પણ આવું કોણ વિચારે.? અનાયાસે આયના એ મારી નવીનતમ ઓળખાણ આપી. દાઢી નાં ખુપરા વગર નો ચેહરો માખણ જેવો મૃદુતામય જણાયો.લાઈન મારવાની લોલુપતા લુપ્ત થઇ.મન ગુંજી ઉઠ્યું ” નેણ સો નેણ નાહી મિલાઓ,દેખત સુરત આવત લાજ”… પણ નર્તન ની નજાકત ક્યાં થી લાવવી? ભલે છપ્પન ઇંચ ની છાતી નતી પણ મીડવેસ્ટ નાં સપાટ મેદાન જેવા લેન્ડસ્કેપ પર રોકી પર્વત ના સખ્ત તો નહી પણ ઉત્તુંગ શિખરો ની જોડે જમાવટ કરી. વિશુવ્વૃત (ઇક્વેટર) જેવી કમર ના ઘેરાવા માં ઘટાડો થયો પણ સાથે સાથે માંસલ ઢેકા ઘાટીલા ઠેકા લેવા માંડ્યા.
તાજેતર માં કોઈ એ પંડ નાં લિંગ માં કરેલા ફેરફાર નવા નથી. આપણી સન્સ્કૃતિ ભલે પુરાણી હોય પણ અર્ધ નારી નટેશ્વર , તાંડવ અને લાસ્ય નો ઉલ્લેખ આપણા સિવાય કોઈ પુરાણ માં નથી. ઇસી મેં તો મેદાન માર ગયા હિન્દુસ્તાન. અચ્છે દિન ની એવી તેવી, આપણા દિન તો પુરાણા જમાના થી અચ્છે જ છે. બેસવાની ધબ છબ માં ફર્ક પડ્યો. પણ એક મુશ્કેલી નવ ટળી. નળ બજાર ના ઘરાક ને ચીરા બજાર ની અવર જવર અને લેવડ દેવડ મોંઘી તો નહી પડી જાય ને?
ટોયલેટ સીટ ઉંચી રાખી ને અભિષેક કરવો કે નીચી રાખીને આસન માંડવું? પીએસએ ચેક કરાવવા યુરોલોજીસ્ટ પાસે જવું કે પીએમએસ ના લોચા લપસી માટે ગાયનેકોલોજીસ્ટ પાસે જવું? સ્વર માં મૃદુતા અવતરશે પણ એક કોકિલા બની શકાશે? નજર્યું ના બાણ થી વીંધાઈ ને લાજવંતી નજર ઝુકી જશે? કે પછી ટેનીસ ની રમત જેવી ફટકા બાજી થી નજરો ની આપ લે થશે? બ્રા વગર ચાલશે પણ બ્રીફ નું શું? મોરણી જેવી લટકાળી ચાલ ફાવશે? બાવા નાં બેય બગડ્યા તો? નહી મહિલા મંડલ માં જોડાવાય કે નહી ભૈલા મંડલ માં. હેન્ડીકેપ્ડ હસતી માં ગણના થવાના ચાન્સ ખરા? કારણ કે હેન્ડીકેપ્ડ પુરુષ અને સ્ત્રી માટે બધે અલગ લાઈન હોય છે પણ સૂડી વચ્ચે સોપારી જેવા નહી ઘર ના, નહી ઘાટ ના નું શું? અત્રે એક વાત યાદ રહે કે કુદરતી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ ની ઈજ્જત નો ફાલુદો કરવાની લેશ માત્ર ઈચ્છા નથી.એમની હિફાજત કરાય માનહાની નહી. માનવી ને મળતા બધા અધિકારો પર એમનો હક્ક નિર્વિવાદ છે. પણ હાથે કરી ને પગ પર પાનશેરી મારવા માં મૂર્ખાઈ ન હોય તો કઈ નહી પણ ડહાપણ નો અભાવ અવશ્ય છે.
અત્યંત ખળભલાટ મચ્યો અને આંચકા નો અનુભવ થયો. શું મેં પણ વાંચનારાઓની ચાહના મેળવવા માટે ઠાલી પ્રસિદ્ધિ મેળવવા માટે , હાથે કરી ને મારા લખાણ કેરા પગ પર પાનશેરી તો નથી ઠબકારી ને? અને ઠબકારી હોય તો ય શું ? કારણ કે હું નામાંકિત નથી, નામચીન નથી, નથી નામદાર કે વગદાર …. અતિશય નમ્રતા ભર્યો મારી કાબેલિયત નો નકાર માઝા મુકે તે પહેલા લુખ્ખું સુક્કું જે હોય તે સંકેલવા માં જ સલામતી છે……….

Vyom Vihar of July 2015 issue. Regards, Surendra Gandhi

લેખ પ્રેરણા – બ્રુસ જેનર.

Bruce-Jenner-People-Magazine-Cover

@@@@@@@@@@@@@@@@@@@@

અને પ્રવીણ શાસ્ત્રીની નવલકથા – વહેતી વાર્તા “શ્વેતા” નિકુળમાં થી નિકિતાની આ વાત પણ વાંચો.

નિકુળે ધ્રુજતા હાથે ગાઉન લીધો અને નર્સની પાછળ ગયો.
શ્વેતાએ પાસે પડેલું ફોર્બ્સ મેગેઝીન વાંચવા માડ્યું. પંદરેક મિનીટમા શારીરિક તપાસ પુરી થઈ. લિસાએ શ્વેતાને કહ્યું “પ્લીઝ, ડૉકટર વોન્ટસ યુ ઇન કન્સલટિંગ રૂમ”
“થેક્સ” શ્વેતા લિસાની સાથે કન્સલ્ટિંગ રૂમમાં ગઈ, કન્સલટિંગ રૂમમા નિકુળ અને શ્વેતાની સામે ડૉ.અડવાણી બેઠો હતો. એણે શરૂ કર્યું-
“નિકુળ ઇઝ એક્સેલન્ટ કેન્ડિડેટ ફોર SRS. સેક્સ રિએસાઈન્મેન્ટ સર્જરી (Sex Reassignment Surgary) કે વેજીનોપ્લાસ્ટિ (Vaginoplasty) કહેવાય એ સહેલાઈથી સફળ થઈ શકે એમ છે. આટલા વર્ષો સુધી એમણે શામાટે માનસિક રિબામણી ભોગવી તેજ મને સમજાતું નથી. નિકુળ ઈન્ટરસેક્સ ડિફોરમિટિસ સાથે જન્મ્યા છે. ખરેખર તો આ કરેક્શન નાની ઉમ્મરમાંજ થવું જોઈતું હતું. હજુએ મોડું નથી થયું. હું તમને Care of the Patient Undergoing SRS ની એક બુક આપીશ. એ ધ્યાનથી વાંચજો. સાથે બે સીડી આપીશ. એમાં શરીરશાત્રના અને સર્જરીના કેટલાક વાસ્તવિક ચિત્રો છે. એને બિભસ્ત ના ગણશો. તમે શાંતીથી જોજો અને એનો અભ્યાસ કરજો. તમને બુક અને સીડી રિફર કર્યા પછી કોઈ પણ પ્રશ્ન હોય તો એની નોંધ રાખજો. હું એનો ખુલાશો કરીશ. બધીજ સર્જરી હુંજ કરીશ. સર્જરી પહેલા કમ્પ્લીટ ફિઝીકલ કરાવવી પડશે. સેક્સ હોર્મોન્સ થેરેપી લેવી પડશે. બ્રેસ્ટ ઔગ્મેનટેશન સર્જરી, ફેસિયલ ફેમિનાઝેશન સર્જરી પણ લાઈન અપ કરવી પડશે. નિરાલીભાભી સરસ ભજન ગાતા હતા. એમના જેવો સુરીલો અવાજ કરવા માટે જરૂર પડે તો વોઇસ પીચ એલિવેટિંગ સર્જરી પણ કરીશું. મારે તમને નિકુળમાંથી નિરાલીભાભીમાં બદલવા છે….જો તમારી તૈયારી હોયતો!”
નિકુળ અને શ્વેતા સ્તબ્ધતાથી એને સાંભળી રહ્યા.
“એક વાતની મારે સ્પષ્ટતા કરવી જોઈયે. આ જીવન પરિવર્તનનો સવાલ છે. સેક્સની સાથે ઘણું ઘણું બદલાશે. સામાજિક સંબંધો પણ બદલાશે. પશ્ચિમના સમાજમાં એ અઘરું નથી …પણ આપણો ભારતનો સમાજ…યુ નો બેટર ધેન મી. આટલા વર્ષ પુરુષ તરીકે ગાળ્યા પછી સ્ત્રીત્વ સ્વીકારવા માટે કદાચ સાઈકો થેરેપીની પણ જરૂર પડે. એ તમારી પોતાની માનસિક તૈયારી પર આધાર રાખે છે. આ સર્જરીમાં રિવર્સલની શક્યતા નહિવત્ છે. તમે લંડનથી નિકળ્યા પછી મેં રાજુભાઈ સાથે ફોન પર વાત કરી લીધી છે. એમણેતો ગ્રીન સિગ્નલ આપી આશિર્વાદ આપી દીધા છે છતાં આખરી નિર્ણય તમારે કરવાનો છે.”
“બીજી એક ખાસ વાત. નિકુળે ત્રણથી ચાર મહિના અમારી સાથે રહેવું પડશે.”
“હવે હું તમને થોડા SRS ના રિઝલ્ટ બતાવીશ.”
લિસાએ લાઈટ ડિમ કરી. બીગ સ્ક્રિન પર સ્લાઈડ ધીમે ધીમે સરતી ગઈ.
વંડર ક્રિએશન ઓફ્ ડૉકટર અડવાની…
મેઇલ ટુ ફિમેલ…
બીફોર એન્ડ આફટર…
એડવર્ડ ટુ એલિઝાબેથ, બૉબી ટુ બારબરા, ડેવિડ ટુ ડોર્થી, ફ્રેન્ક ટુ ફ્રિડા, માર્ક ટુ મારિયા…એક પછી એક સ્લાઈડ્. અકલ્પીત પરિવર્તન. માનવે સુધારેલી કુદરતની ભુલો…અને છેલ્લી સ્લાઈડ… છેલ્લી સ્લાઈડમાં બિફોર સાઈડ પર માત્ર એક ફ્રેન્ચ કટ બિયર્ડ વાળો લોઇસ જ હતો. આફટરની સાઈડ બ્લેન્ક હતી. થોડીક ક્ષણો નિઃશબ્દ પસાર થઈ. છેવટે શ્વેતાએ ધીમે રહીને પુછ્યું લોઈસનું શું થયું?
ડોકટરે લિસા સામે જોઈને સ્મિત કર્યું. લિસા ઉભી થઈ. બીગ સ્ક્રિન આગળ લોઈસની બાજુના બ્લેન્ક સ્પેઇસ પાસે મારકણી અદામાં ઊભી રહી ગઈ. “આઈ એમ લોઇસ ટુ લિસા.”
અત્યાર સુધી સર્જરીની વાતો સાંભળીને સજ્જડ થઈ ગયેલા નિકુળથી બોલાઈ ગયું, “ઓહ માય ગોડ આઈ, આઈ ડોન્ટ બિલીવ ઇટ્.”
“યસ આઈ વોઝ લોઇસ. હેપીલી મેરિડ એન્ડ ફાધર ઓફ વન બેબી બૉય. લિવ્ડ ડ્યુઅલ જેન્ડર સિન્ડ્રોમ્. મારી વાઈફ લિન્ડા મારી મુઝવણ સમજી. સી રિયલી લવ્ઝ મી. કોઈકે લિન્ડાને ડૉકટર અડવાણીનું નામ આપ્યું. લિન્ડા મને અહીં લાવી. સ્વતંત્ર રીતે ડોકટરની હું જ પહેલી પેશન્ટ હતી. ડૉકટરે મારી સર્જરી તદ્દન ફ્રીમા કરી. બીજી સર્જરીઓ પણ તદ્દન નજીવી ફીમાં કરાવી આપી. હું લૉઇસમાંથી લિસા બની ગઈ.
અત્યારે હું ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમા મોડેલ તરીકે કામ કરું છું. વીકમાં ત્રણ દિવસ ડોકટરની મદદનિશ, અને પેશન્ટ ગાઈડ તરીકે કામ કરું છું. મારી એક્ષે મારા એક મિત્ર સાથે લગ્ન કર્યા છે. મારા સનને વીકમાં એકવાર મળું છું. હાલમાં મારા એક બોયફ્રેન્ડ સાથે રહું છું. વી હેવ એ ગ્રેઇટ સેક્સ લાઈફ.
વન મોર થીગ. દર બળેવ પર ડૉકટરને રાખડી બાંધું છું અને પાંચસો એક ડોલર ભેટ મેળવું છું. કાલનો આખો દિવસ હું તમારી સાથે ગાળીશ. આઈ એમ યોર ફ્રેન્ડ. કોઈ પણ અંગત કે શારીરિક પ્રશ્ન, જે તમને ડોકટરને પુછતા સંકોચ થાય, તે મને પુછી શકો છો.”
https://pravinshastri.wordpress.com/category/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%b2%e0%aa%95%e0%aa%a5%e0%aa%be/

One response to “વ્યોમ વિહાર-૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: