કલકત્તાની એ સાંજ

કલકત્તાની એ સાંજ
Monday, August 17, 2015
જિપ્સીની ડાયરી

captain-narendra-2
કેપ્ટન નરેન્દ્ર ફણશે.

http://www.captnarendra.blogspot.com માંથી સાભાર.
આસપાસ – ચોપાસ : કંઈક વાંચેલું, કંઈક સાંભળેલું: ૧ – સૌથી જુનો વ્યવસાય
૧. કલકત્તાની એ સાંજ:

એક જમાનામાં કલકત્તાના એસ્પ્લેનેડ મેદાનમાં લોક નાટ્ય ‘જાત્રા’ (આપણે ત્યાં થતી ભવાઈ જેવી કલા), બાઉલ ગાયકો અને લોકવાર્તા કહેનાર કલાકારો ડાયરો જમાવતા. લોકો ટોળે વળી તેમને સાંભળવા એકઠા થાય. તે દિવસે હું એક મોટા ટોળામાં સામેલ થયો અને વાર્તાકારે શરૂ કરેલી કથા એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યો. તેણે કહેલી વાત જેવી સાંભળી તેવી જ અહીં ઉતારી છે.

“રાયબહાદુરની કલકત્તામાં આવેલી રાજબાડીના જલસાઘરમાં સંગીત રસિકો હકડેઠઠ થઈને બેઠાં હતા. પ્રસંગ જ એવો હતો. બનારસ ઘરાણાંના રાજેશ્વરીદેવીના અગ્રગણ્ય શિષ્ય પંડિત ઉમાપ્રસાદનો રાગદારીનો કાર્યક્રમ હતો. દિલ્હી, કાનપુર, મેરઠ અને લખનૌની સંગીત સભાઓમાં સુવર્ણનાં બિલ્લા જીતી આવેલા પંડિતજીનો અવાજ કસાયેલો હતો. તાલિમ પણ એટલી જ જબરજસ્ત. આજે તો જલસાઘરના ઉપરના ભાગમાં અાવેલી ગૅલેરીમાં ચિકના પડદા ગોઠવાયા હતા અને તેની પાછળ રાજબાડીની મહિલાઓ બેઠી હતી. આજનાે કાર્યક્રમ રાયબહાદુરના પાટવીપુત્ર બિનૉયબાબુના માનમાં રાખવામાં આવ્યો હતો.

“રાયબહાદુરની સરકારમાં સારી વગ હતી. વિલાયતની અગ્રગણ્ય કંપનીઓની એજન્સીઓ તેમને મળી હતી. બિનૉયબાબુ બનારસમાં રાયબહાદુરના વ્યાપારની શાખાના સંચાલક હતા. ત્યાં જ તેમણે સ્નેહ લગ્ન કર્યાં અને પત્ની સાથે કલકત્તા પહેલી વાર આવ્યા હતા તેથી ઘરમાં ખુશીની હવા દોડી રહી હતી.

તાનપુરાનાં તાર ઝંકારાયાં. પંડિતજીએ તેમના ધીર ગંભીર અવાજમાં ગાવાની શરૂઆત કરી. જેમ જેમ કાર્યક્રમ અાગળ વધતો ગયો, શ્રોતાઓ મંત્રમુગ્ધ થતા ગયા. કાર્યક્રમના અંતરાળ બાદ કોઈએ પંડિતજીને વિનંતી કરી : તેમનાં ગૂરૂમાતા રાજેશ્વરી દેવીની પ્રિય ‘ચીજ’ સંભળાવો!

વિલંબીતમાં પંડિતજીએ એવી મજાની હવા બાંધી, રસિયાઓ ‘વાહ વાહ’ કરતા થાકતાં નહોતાં. ત્યાર પછી શરૂ થયો દ્રુત અને તબલાંની સંગતમાં રાગ બરાબર જામ્યો. અચાનક શું થયું કોણ જાણે, પંડિતજી સમ ચૂકી ગયા. તેમણે ફરી એક વાર તાનનાં આવર્તન ગાયાં અને – ફરીથી સમ પર આવી ન શક્યા. બધા આશ્ચર્યમાં પડી ગયા! પંડિતજીને તાનનું ફરી એક વાર આવર્તન કરવાની વિનંતી કરતાં તબલચીએ ફરી તબલાં પર થાપ મારી અને અચાનક રાણીવાસના ચીક પાછળથી તાન સંભળાઈ! રાગની બારીકીઓ રજુ કરીને ગાયિકાએ તબલાંની છેલ્લી ‘તિરકીટ ધા!’ પર તાન પૂરી કરી.

જલસાઘરમાં બેઠેલો ભદ્રગણ અવાચક થઈ ગયો.

પંડિતજીએ રાણીવાસ તરફ જોઈ બેઉ હાથ જોડ્યાં અને બોલ્યા, “ધન્ય! ધન્ય!”

રાય બહાદુરનો ચહેરો અચાનક લાલ થયો. તેમણે પંડિતજી તરફ નજર કરી અને ઉપરના માળ પર લગાવેલા ચિક તરફ તીવ્રતાથી જોયું.

મિત્રો, આ સરસ વાત આગળ વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો

http://www.captnarendra.blogspot.com

સૌજન્ય શ્રી નરેન્દ્ર ફણસે.

One response to “કલકત્તાની એ સાંજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: