કાવ્ય ગુંજન ૩૨

કાવ્ય ગુંજન ૩૨

JanakDesai
Janak M Desai
શક્ય શું ના હો સહજ કે હું કરું સ્વીકાર સહુ?
હો અલગ મુજથી ભલે, પણ હો પસંદ તેથી જ તો.
શક્ય શું ના હો સમજવો માનવીને એ રીતે?
કે જે રીતે તે પણ ઘડાયો, હો કારણો તેથી જ તો.
ઓહ પૂર્વગ્રહ!, અનુમાન સૌ! ઓહ સ્વાર્થ મુજ સ્વભાવમાં!
વિસાત શું તે હિસાબની!!! સમજ્યો નહિ તેથી જ તો.
થ્યે જાગૃતિ હો પ્રતિક્રમણ મુજ અંતરે શું શક્ય ના?
હિસાબમાં જીવ્યા થકી વંચિત રહ્યે…
…સમજ્યે બધું,
…પરિવર્ત મુજ વિચાર સહુ,
પામ્યો હવે હું પ્રેમને, તેથી જ તો, તેથી જ તો.
જનક મ. દેસાઈ

ToofanPatel

 ડો. સુરજ પટેલ.
Toofan Patel

સહનશીલતા ની મૂર્તી સમા આજ મેં જોયા છે,
દબાયેલી લાગણીઓ સાથે એમને જીવતાં જોયા છે,
લાવી આપ્યું છે ભાઈને નવોનક્કોર બાઈક જોને,
એમને બસની ગીરદીમાં ઑફિસે જતાં જોયા છે,
ઝભ્ભો એમનો ખબર નંઈ કેટલા દિ થી ચલાવે છે,
એજ જૂના પહેરણની ફાટેલ બાંય ચડાવતાં જોયા છે,
કાલે લઈને આવ્યા હતા નવા બુટ મારા માટે,
ફાટેલ એમના જુતા આજે જાતે સાંધતાં જોયા છે,
આવ્યા વળાવવા હસતાં-હસતાં કૉલેજ સુધી મુજને,
આંખ માં બે આંસુ સાથે ભાંગેલ પગે જતાં જોયા છે,
કેટલી કરે છે પપ્પા મારા ‘તૂફાન’ જોને કરકસર,
એમનું આ રૂપ જોઈ મેં મારા આંસુ વહેતાં જોયા છે…
-તૂફાન પટેલ

S.Gandhi
Surendra Ganghi

રંજ
ન રહ્યો હવે એકલતા નો કોઈ રંજ
રુદન કરી ને અશ્રુ ઓ થાક્યા
યાદો માં ભટકતા શેષ સ્વપ્નો વિખરાયા
ન રહ્યો હવે એકલતા નો કોઈ રંજ
ખરતા પર્ણો ની જેમ સ્વજનો વિખુટા થયા
શ્વાસ ની આવન જાવન જેવા સમ્બન્ધો આવ્યા અને ગયા
ન રહ્યો હવે એકલતા નો કોઈ રંજ
બની શુષ્ક વાટિકા, અરમાનો રહ્યા તરસ્યા
કફોડી હાલત ને ભસ્મીભૂત કરવા અંગારા પણ ન વરસ્યા
ન રહ્યો હવે એકલતા નો કોઈ રંજ……….

3 responses to “કાવ્ય ગુંજન ૩૨

 1. Ramesh Patel August 29, 2015 at 5:44 PM

  Janak M Desai
  શક્ય શું ના હો સહજ કે હું કરું સ્વીકાર સહુ?
  હો અલગ મુજથી ભલે, પણ હો પસંદ તેથી જ તો.

  ….

  બીજાને પૂર્વગ્રહ છોડી ,જેવો છે તેવો સ્વીકારવો એ બહુ મોટી ,માનવતાની વાતની સૌરભ રચના થકી વહી છે.

  Toofan Patel

  સહનશીલતા ની મૂર્તી સમા આજ મેં જોયા છે,
  દબાયેલી લાગણીઓ સાથે એમને જીવતાં જોયા છે,
  લાવી આપ્યું છે ભાઈને નવોનક્કોર બાઈક જોને,
  એમને બસની ગીરદીમાં ઑફિસે જતાં જોયા છે,

  મધ્યમવર્ગી કુટુમ્બની , સંતાનોના ઉજળા ભવિષ્ય માટે તપધરતા વ્યક્તિત્ત્વને, ડૉશ્રીતુફાને..ખૂબ જ સુંદરરીતે અભિવ્યક્ત કર્યું છે. આવી ભાવવાહી કૃતિઓ સાહિત્યની પ્રસાદીરૂપ છે.

  શ્રીપ્રવિણભાઈ સુંદર કાવ્યથાળ ધર્યો…પીરસતા રહેજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. pravinshastri August 26, 2015 at 10:02 AM

  હું તમારા કાવ્યો અને લેખોની રાહ જોઉં છું.

  Like

 3. Shahad Shah August 26, 2015 at 9:34 AM

  ‘મા’ના ગુણગાન કરતા અનેક કાવ્યો, કથાઓ, વાર્તાઓ જગતના દરેક સાહિત્યમાં જોવા મળે છે પરંતુ ‘બાપ’ પર બહુ ઓછું લખાય છે. જ્યારે બાળકની પરવરીશમાં બાપનો ફાળો પણ અનન્ય હોય છે. બાપ પરોક્ષરીતે પોતાના સંતાનોના ઊછેર અને જરુરીયાતોને પૂરી કરવા મહેનત કરે છે પરંતુ ભાગ્યેજ તેની નોંધ લેવાય છે. પોતાના બાળકના ઘડતર માટે બાપે ઘણીવાર કડક બનવું પડે છે જેને કારણે બાપની સેવાઓ અને લાગણી કે પ્રેમને ઓછું આંકવામાં આવે છે. તુફાન પટેલનુ કાવ્ય દુનિયાના બધા ‘બાપ’ને ગર્વ આપે તેવું છે. રચના અને ભાવ પણ સુંદર છે.
  શ્રી જનકભાઈ દેસાઈનુ કાવ્ય પણ ગમ્યું.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: