
ગામડામાં એક કહેવત હોય છે કે વરસાદ અને વહુ ને જશ નહિ. વરસાદ ચોમાસામાં ના આવે સમયસર; તો લોકો ગાળો દે, કે કેટલી બધી ગરમી છે પણ વરસાદ આવતો નથી. વહેલો આવી જાય તો પણ લોકો ગાળો દેવાના, કે ઉનાળુ બાજરીનો પાક ઊભો છે તે બગડશે. જોરદાર ઝાપટા પડે તો પણ નકામો છે, પુર આવી જાય. ધીમે ધીમે ઝરમર ઝરમર પડે તો પણ કહેશે કાદવ થાય છે. ખેંચાઈ જાય તો કહેશે પાક સુકાઈ ચાલ્યો ક્યારે આવશે? શિયાળામાં આવે તો ખલાસ બહુ ગાળો ખાવાનો. અમારે અહીં તો બારેમાસ આવતો હોય છે. અહીં ચોમાસા જેવી કોઈ સ્પેશલ ઋતુ નથી. સહેજ વાતાવરણ ગરમ થયું કે વરસાદની પધરામણી થઈ જાય. જોકે આપણે ત્યાં દેશમાં વરસાદમાં નહાઈએ છીએ એવું અહિ ના કરાય કારણ અહિ વરસાદી પાણી બહુ ઠંડું હોય છે.
વહુને પણ એવું જ હોય છે, ગમે તેટલું કામ કરે કોઈ જશ મળે નહિ. અહિ વાતે વાતે થેંક યુ કહેવાનો અને એપ્રિસિયેટ કરવાનો રિવાજ છે…