આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

Aataa

.
“આતાવાણી”ના બ્લોગર મિત્રો અને તેમના વાચક વર્ગ માટે એક નાના સમાચાર.

.

ઋષિ જીવન જીવતાં આ સંસારી જિવડા સાથે મને ન્યુ જર્સીમાં થોડાક કલાક ગાળવાનો અમૂલ્ય લાભ મળ્યો. ટેનેસીથી એમના પૌત્ર ડેવિડના પરિવાર સાથે આતા ૩૦ ઓક્ટોબર શુક્રવારે ન્યુ જર્સી આવ્યા. માર્ગમાં મારે ત્યાં થોભવાના હતા. કાર તકલીફ ને કારણે એ શક્ય ન બન્યું. એઓ સીધા એમના પૂત્ર દેવ જોષીને ત્યાં જ પહોંચી ગયા.

.
શનિવારે એમના સુપુત્ર દેવ જોષીને ત્યાંથી એમને લઈને હું રેડિયો દિલના “છેલ છબિલો ગુજરાતી” કાર્યકર્મમાં કૌશિક અમીન સાથે વાર્તાલાપ માટે ગયા. એમના જીવનની રસપ્રદ વાતો લગભગ દોઢ કલાક ચાલી. એમનું બાળપણ, આર્મી અને પોલીસ તરીકેના અનુભવો. એરિઝોનાનો વસવાટ અને જીવન, કનક રાવળ અને સુરેશ જાનીની મૈત્રી, બ્લોગ, સાહિત્ય અને શાયરીઓ. જીવન સ્પેક્ટ્રમના રંગો દંભ વગરની વાણીમાં રેડિયો શ્રોતાજનો માટે વહેતા કર્યા.

.

એમની સાથે કારમાં પણ અંગત જીવન અને વિચારોની મુક્ત મને લ્હાણી કરી. (બધું ના લખાય. પ્રાઈવસી એક્ટ લાગુ પડે)

.
ગઈ કાલે રવિવારે ત્રણથી પાંચ દેવ જોષીના “ભારત દર્શન” રેડિયો પ્રોગ્રામમાં પણ એમણે શેર શાયરીની રંગત જમાવી.

.
સાંજે “ગુજરાત દર્પણ” કાર્યાલયમાં સ્થાનિક મિત્રો સાથે આતા-વાચાનો જલસો થઈ ગયો. તંત્રીશ્રી સુભાષભાઈ શાહ અને એમના ધર્મપત્ની ભગવતીબહેનની યજમાનગીરી હેઠળ, આતા, જાણીતા પત્રકાર અને ‘ગુજરાત ફાઉન્ડેશન ઇન્ક’ના ચેરમેન કૌશિક અમીન, દેવ જોષી, ગુજરાત ટાઈમ્સના ભૂતપૂર્વ તંત્રી રમેશભાઈ જાદવ અને એમના પત્ની, સિનિયર સેવાના લોકપ્રિય આગેવાન જોસેફ પરમાર, “Jagadish Christian.Com મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું”ના બ્લોગર જગદિશ ક્રિશ્ચિયન, સાહિત્ય અવલોકનકાર મિત્ર અમૃત હજારીએ આતાનો સંગરંગ માણ્યો હતો.

.
કોઈ પણ વિષય એવો ન હોય કે જેને માટે એમની પાસે શેર શાયરી ન હોય. એમની તંદુરસ્તી અને એમની અદભૂત સ્મરણ શક્તિને દાદ આપવી ઘટે. વાત વાતમાં જે વયસ્ક વડીલો ઘડપણના ગીતો ગાતા હોય એમણે આતા પાસે ઘણાં પાઠો શીખવાના છે. એમના અસ્ખલિત વાણીપ્રવાહમાં અઢી-ત્રણ કલાક અમો સૌ વહેતા રહ્યા. (સમય મર્યાદાવાળા ફંકશનમાં એમને માઈક આપવાનો ચાળો કોઈએ કરવો નહીં )
આતા અને બીલક્લિન્ટન વચ્ચે થોડીક સામ્યતા છે.
બન્નેને વીગન છે. આતા દૂધ કે દૂધની બનાવટો, દહીં, છાસ, માખણ, ધી ખાતાં નથી. મીઠું, મરચા, મસાલાવાળું પણ ખાતા નથી. (શું ખાય તે તો જો તમે જમવા બોલાવો તો એમને જ પૂછી લેજો) ફાર્મસિસ્ટ ભૂખ્યા ન રહે એ ભાવનાથી હું રોજના ૧૪-૧૫ ગોળા ગળું છું (મારો ગ્રાન્ડસન ફાર્મસિસ્ટ છે) આતા એક પણ ગોળી ગળતા નથી.
બીજી સામ્યતા એ છે કે બન્ને સુંદર મહિલાઓના વ્હાલા યંગ મેન છે.
અત્યારે તો આટલું જ.

26 responses to “આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

  1. pravinshastri January 21, 2017 at 7:10 PM

    પ્રવીણભાઈ હું જ્યારે આતાને મળ્યો હતો ત્યારે તમારા ફોટા અંગેની વાત પણ થઈ હતી. એમની સ્મરણ શક્તિ પણ અદભૂત હતી. એમને તમારી યાદ હતી. એ સૌના વડીલ હતા પણ જરા પણ વડીલપણાના ભાવ વગર બધાના જ મિત્ર હતા. પ્રતિભાવ અને સમર્ણાંજલિમાં જોડાવા બદલ આપનો ખૂખૂબ આભાર.

    Like

  2. Pravin Patel January 21, 2017 at 4:00 PM

    આ પોસ્ટ ફેબુ પર મુકી હતી !

    ૯૪ વરસ ખુબ જ જીંદાદિલનું જીવન જીવીને આતાજી પરમમાં લીન થઈ ગયા !
    આતાજીએ ફિનીક્ષ વસવાટ છોડવાના સમયે મારી સાથે આ ફોટો પડાવ્યો હતો અને ત્યારે બોલ્યા હતા કે ” જબ આતા જાતા રહેગા તબ આતાકો યાદ કરને કામ આતા રહેગા ! ”

    આતાજી સાથે તેમના બ્લોગ – ” આતા વાણી “વિશે વાતચિત થતા તેઓએ મને પ્રવિણકાંત શાસ્ત્રીનો પરિચય કરાવ્યો હતો !
    આજે શાસ્ત્રી મારા પરમ મિત્ર છે !

    અત્રે ફોટો મુકી શકાયો નથી !

    Liked by 1 person

  3. Pingback: આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

  4. DEV November 7, 2015 at 11:18 AM

    Great blog Pravibhai and it is always a pleasure speaking with you and I respect you a lot for giving so much respect to my “Bhai”

    Liked by 1 person

  5. pravinshastri November 3, 2015 at 10:17 PM

    બધું ના કહેવાય.

    Like

  6. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. November 3, 2015 at 9:52 PM

    બહુ સુંદર અહેવાલ આપ્યો છે. પ્ણ, તમે એકલાજ લાભ લઈ ગયા, બીજા બધા રહી ગયા……અને મુલાકાતની વાતો લખવામાં પ્રાઇવસી એક્ટ નડે છે….!!!!! .. વાહ, ભાઈ વાહ……….. એકલપેટા…. બહુ સસ્પેન્સ લાગે છે….

    Liked by 1 person

  7. pravinshastri November 3, 2015 at 8:13 PM

    રમેશભાઈનું નામ તો જગજાહેર છે.

    Like

  8. pravinshastri November 3, 2015 at 8:11 PM

    થેન્ક્યુ થેન્ક્યુ. વિનોદભાઈ મને એમની આ લિન્કની ખબર ન હતી. હું આ લિન્ક જરૂરથી કૌશિકભાઈને પહોંચાડીશ. મને ખાત્રી છે કે એમને આ ગમશે જ અને રેડિયો પર વહેતી થશે જ.

    Like

  9. Vinod R. Patel November 3, 2015 at 6:04 PM

    પ્રવીણભાઈ,

    રમેશભાઈ એમના દેશ ભક્તિ ના ગીતની જે વાત કરે છે એના વિડીયો ગાનની લીંક નીચે આપું છું.

    કવિ શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ રચિત ગીત ‘જયહિન્દ જયઘોષ તિરંગા”….

    સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત

    Liked by 1 person

  10. pravinshastri November 3, 2015 at 4:23 PM

    ચોક્કસ હું આપના કાવ્ય પઠન માટે હું કૌશિકભાઈને આગ્રહ પૂર્વક વાત કરીશ.

    Like

  11. nabhakashdeep November 3, 2015 at 4:13 PM

    આદરણીય આતાજીની વાત નિરાલી…આપની આ સફર…શ્રી કૌશિકભાઈ ને શ્રી પ્રવિણભાઈના સાનિધ્યમાં સાચે જ વાર્તાલાપ થકી લાખેણી થઈ ગઈ…ધન્યતા અનુભવાય એવી વાત.

    આદરણીયશ્રી પ્રવિણભાઈ…આપની, વિનોદભાઈ, આતાજીને પ્રજ્ઞાબેન વ્યાસની ,સદા ઝીંદાદિલી વાળી ખુમારીની વાતો જ અનોખી અનુભવાય છે. આપનો ‘ભઈ’ શબ્દ પિતાજી માટે ઘરમાં બોલાવવાની વાત , અમારા પોતાની જ લાગી…અમે પણ બાપા, બાપુજી, પિતાજી ને બદલે ભઈને ખાવા બોલાવવા દોડતા. આપે, સાહિત્ય પ્રેમીજનોના જે નામ લેખમાં લખ્યાણ છે, એ સૌ પ્રતિભાવંત છે…અને નેટ જગતે ખ્યાત છે. શ્રી જગદિશભાઈ આણંદના છે..અમારા વિસ્તારના. શ્રી પ્રવિણભાઈ…લાગવગ કરજો..અમારા દેશભક્તિના ગાનને રેડિયો ઉપર ગુંજાવવા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

  12. pravinshastri November 3, 2015 at 2:17 PM

    પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રીભાઈ
    તમારા કારણે મને ન્યુ જર્સીમાં ખુબ મજા આવી .તમારે લીધે મને ઘણા નવા જુના મિત્રોને મળવાનું બન્યું .ભાઈ શ્રી કૌશિક અમીનના રેડિયો સ્ટેશન તમે મને લઇ ગયા . અહી મને કૌશિક ભાઈને ત્યાં એમના રેડીઓના લીધે મારો અવાજ ઘણા બધા ભાઈ બહેનોએ સાંભળ્યો .પછી બીજે દિવસે પ્રસિદ્ધ ગુજરાત દર્પણના તંત્રી અને માલિક ની ઓફિસે તમે મને લઈ ગયા . અહી પણ મિત્રો મળ્યા અને મિત્રો બન્યા . શ્રી રમેશ જાદવે મને પોતાના વિવરણ વાળી પાતંજલિ યોગ દર્શન ની મોટી બુક ભેટ આપી . જે મેં સહર્ષ સ્વીકારી . શ્રી કૌશિક અમીને મને પોતાની સ્વામી વિવેકાનંદની બુક પ્રેમથી આપી અને મેં અતિ પ્રેમથી સ્વીકારી અને તમારી શ્વેતા બુક પણ મને તમે ભેટ આપી . જે મને ખુબ ગમી . અને ભાઈ શ્રી સુભાષ શાહ અને ભગવતી બેન તરફથી દરિયા પારના સર્જકોની બુક ભેટ મળી . અને આ કારણે મને ઘણા વખત થી સંપર્ક નોતો એ ડો. કિશોર મોદીની ભાળ મળી . મારા સુપુત્ર દેવ જોશી ને ત્યાં મને મળવા માટે શ્રી સુરેશભાઈ અને શ્રી પ્રમોદભાઈ સહ પત્ની આવ્યા . અને તેઓએ મને બરાબરનો ખીલવ્યો અને બાપુ મેં પણ મારી વાતુંને પ્રવાહ વહેતો કર્યો . અને મારા અવાજના લીધે એ ચારેય જણાના કાનના મેલ ઓગળી ગયા , અને કાન બહાર નીકળી ગયા . અને પછી પોતાના કાનના ડ્રમ ફૂટી ન જાય એ માટે જલ્દી વિદાય લીધી . અને આ બધું શાસ્ત્ર વેત્તા પ્રવીન્ભાઈને લીધે શક્ય બન્યું. પણ એક મને વહ વહો રહી ગયોકે એમના પત્નીએ મારા માટે ખાસ મરચાં વગરનું ઊંધિયું બનાવ્યું . એમની દીકરી જમાઈ મને મળવા આવવાના હતા અને મારા મારા પૌત્ર ડેવિડ અને એની ફેમીલી માટે ખાવાનું લઇ આવવાના હતા . એ અમે ખાઈ ન શક્યા . કેમકે અમુક અગમ્ય કારણો સર અમે પ્રવીણ ભાઈને ઘરે ન જઈ શક્યા.

    Like

  13. pravinshastri November 3, 2015 at 10:13 AM

    જ્યારે જ્યારે તમારા નામનો ઉલ્લેખ આવ્યો ત્યારે “દીકરા જેવો ” ક્વોટ વપરાયો હતો. બીજા પણ એક બે નામની વાત થઈ હતી. દેવ જોષીએ સરસ મજાની કોમેન્ટ પણ કરી કે ભાઈએ (આતાને દીકરાઓ ભાઈ કહે છે, હું પણ મારા પિતાશ્રીને ભઈ કહેતો હતો) એટલા બધા દીકરા બનાવ્યા છે કે મારે માટે વારસામાં કાંઈ રહેવાનું જ નથી. દેવ જોષી પણ પ્રભાવશાળી વ્યક્તિ છે.

    Like

  14. સુરેશ November 3, 2015 at 7:49 AM

    વાહ! સરસ વર્ણન. જાણે જાતે મળ્યા હોય એવો આનંદ થયો.
    (સમય મર્યાદાવાળા ફંકશનમાં એમને માઈક આપવાનો ચાળો કોઈએ કરવો નહીં ) સાચી વાત !

    Liked by 1 person

  15. pravinshastri November 2, 2015 at 10:01 PM

    એમના આશિર્વાદ તો મળ્યા. ભાગ્યશાળી તો ખરો જ. હવે ન્યુ જર્સી આવવાનો આપનો વારો.

    Like

  16. pravinshastri November 2, 2015 at 9:59 PM

    અવાર નવાર આતા સાથે વાત થાય ત્યારે તમારા નામનો ઉલ્લેખ આવે છે કિશોરભાઈ.

    Like

  17. kishoremodi November 2, 2015 at 9:22 PM

    શ્રી.અાતા સાથે મારો ખૂબ જૂનો સંબંધ છે…વર્ષોથી અચાનક પરિચય થયેલો જ્યારે એઓ એરીઝોના રહેતા હતા…એમણે ત્યાં મોરનો પણ સફળતાપૂર્વક ઉછેર કરેલો.એમના પુત્ર દેવ જોશૌ અને એમના ધર્મપત્ની એક દિવસ અમારાં મહેમાન થયેલા.ખેર,ફરીથી અાપે અમારી યાદ તાજી કરી તે બદલ અાપશ્રીનો ખૂબ ખૂબ અાભાર.

    Liked by 1 person

  18. PK Davda November 2, 2015 at 9:16 PM

    તમે કંઈ પુણ્ય કર્યા હશે એટલે આતા સામે ચાલીને તમને મળવા આવ્યા.

    Liked by 1 person

  19. Vinod R. Patel November 2, 2015 at 1:11 PM

    Reblogged this on વિનોદ વિહાર and commented:
    મિત્રો,

    આતાવાણી બ્લોગ(https://aataawaani.wordpress.com/)ના ૯૪ વર્ષના સદા બહાર બ્લોગર અને મારા મિત્ર શ્રી હિમતલાલ જોશી જેઓ આતાજી ને નામે ઓળખાય છે તેઓ ઘણા વર્ષો ફિનિક્ક્ષ ,એરિજોના એકલા રહ્યા પછી હાલ તેઓ ટેનેસીમાં એમના પૌત્ર ડેવિડના પરિવાર સાથે રહે છે.ઉપરની લીંક પર ક્લિક કરીને એમના બ્લોગની મુલાકાત લેવાથી આ ૯૪ વર્ષના મારા મિત્રનો પરિચય તમને મળી જશે.

    બે દિવસ પહેલાં આતાજીએ ન્યુ જર્સી જઈને રેડિયો પ્રોગ્રામ તથા અન્ય સાહિત્ય ગોષ્ટીના પ્રોગ્રામોમાં ભાગ લીધો હતો એનો રસસ્પદ અહેવાલ મારા એવા જ બ્લોગર મિત્ર જાણીતા વાર્તા લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના બ્લોગમાં રજુ કર્યો છે એને વિ.વિ. ના વાચકો માટે અહી ફરી રજુ (રી-બ્લોગ ) કરતાં આનંદ થાય છે.

    વિનોદ પટેલ

    Liked by 1 person

  20. pravinshastri November 2, 2015 at 1:02 PM

    ખરેખર. ઉમ્મરે પણ ઘરડા તો ન કહેવાય. લાકડી વગર ચાલે છે. બેસવા ઊઠવામાં ચપળતા છે. બાગકામ અને ખોદકામ કરે છે. મસ્ત રીતે બહોળો પરિવાર હોવા છતાં સ્વજનોથી દૂર એકલા રહી જીવન સંભાળે છે. સ્મરણ શક્તિ તે જ છે. રોદળાં રડતા નથી. ઘડપણનો એક પણ અંશ દેખાતો નથી.

    Like

  21. pravinshastri November 2, 2015 at 12:57 PM

    આાતાના કેમેરામાં એમણે કેમેરો બીજાને સોંફી ઘણાં ફોટા લેવડાવ્યા છે. ફોટા શોખીન રંગીન વ્યક્તિત્વ છે. ઈ-મેઈલ કરશે. હું રેડિયો લિન્ક માટે દેવ જોષીને પૂછી જોઈશ.

    Like

  22. pravinshastri November 2, 2015 at 12:51 PM

    મેં એમને તમારા સમાચાર અને પ્રણામ પાઠવ્યા હતા.

    Like

  23. harnishjani52012Harnish November 2, 2015 at 12:47 PM

    આતાજીને વંદન..શારીરીક અશક્તિને કારણે ન મળાયું આતો ઘર આંગણે ગંગા આવી અને પ્યાસા રહી ગયા.

    Liked by 1 person

  24. Vinod R. Patel November 2, 2015 at 12:44 PM

    વાહ શું સદા બહાર આતાજી ની મહેમાન ગીરી અને શું મિત્ર શા સ્ત્રીજી ની યજમાન ગીરી …

    આતાની આ યાદગાર ન્યુ જર્સી નો શાસ્ત્રીજી એ લખેલ આંખે દેખ્યો અહેવાલ મજાનો રહ્યો.

    એ વાંચીને તમને ત્યાં ન્યુ જ્ર્શીમાં આવી હશે એવી મજા મને પણ વાંચીને આવી ગઈ .જાણે હું

    પણ ત્યાં હાજર હતો એવો અહેસાસ થયો.

    એક સૂચન- આતાજીના રેડિયો પ્રોગ્રામ ની લીંક જો મળે તો બ્લોગમાં મુકશો તો આતાજીને

    સાંભળવાંની વાચકો મજા માણી શકાશે. કોઈ વિડીયો લીધો હોય તો શ્રી દેવ જોશી નો સંપર્ક કરીને

    મુકશો તો એક સંભારણું બની જશે.

    Liked by 1 person

  25. Deejay.Thakore. November 2, 2015 at 12:36 PM

    ઉમંરે ઘરડા પણ દીલથી રંગીલા એમજને?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: