કાવ્ય ગુંજન ૩૬

કાવ્ય ગુંજન ૩૬

.

આકાશ્દીપ

રમેશ પટેલ (આકાશદીપ )

.
ગગન શરદનું
છંદ–સ્ત્રગ્ધરા
ધીરે ધીરે ઢળે રે, ગગન શરદનું, સાંજ લાગે સજીલી
ડોકાયો ચાંદ ગોરો,ધવલ રૂપલ એ ,વ્હાલ ઢોળે ઉરેથી
શ્વેતાંગી પાવની એ, મનહર સરિતા, વૈભવી દર્શની એ
હૈયાં ઝીલે સુધાને, પરિમલ મધુરો, સ્નેહથી ભીંજવે રે

રેલાયે રેત પાટે, ગગન ઘટ અમી , ચાંદની રૂપેરી
ઊઠે જોમે લહેરો, જલધિ જલ રમે, વિંટતી સ્નેહ વેલી
વ્યોમે છાયી મજાની, ઋતુ શરદ ભલી, રાતડી પૂર્ણ રાણી
ઝૂમે વૃક્ષો રમંતાં, કુદરત હરખે, વાહરે આ ઉજાશી

શોભે તૃપ્તિ ભરીને, શરદ જન ઉરે, અમૃતાની કટોરી
કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે?
રમેશ પટેલ(આકાશદીપ)
(નોંધઃ આ કાવ્યમેં મિત્ર રમેશભાઈ પટેલના આકાશદીપ બ્લોગમાંથી અધિકાર પુર્વક તફડાવ્યું છે. એમના બ્લોગમાં ઉત્તમ કાવ્યોનો ખજાનો છે)

******

JanakDesai

Janak M Desai
Mountainside, NJ

.
કોઈ કહો મને:
—————–

.
તેં પાથર્યા તુજ કેશ, કે કોઈ ભાળે નહિ,
કે પ્રણય કેરી રાતને કોઈ અજવાળે નહિ;
ખીલે છે તું જ્યારે જ્યારે, અંધારે છે રાત,
કે અજવાળ્યા વદનને તું ભરી લે છે બાથ;
કે પૂર્ણ હું પ્રકાશ્યો હોઉં, હું હોઉં છું વિરહી ત્યારે,
જાણે કળા કરંતો મોર કહંતો: ‘તું આવને કને અત્યારે’!!
‘ને બીજ બની અદ્રશ્ય થાઉં, આલિંગન હારે જ્યારે જ્યારે,
અંગે અંગે નૂર રહે, ‘ને પ્રણયામૃતના પૂર વહે છે ત્યારે…

કે વિજ્ઞાન નહિ, છે પ્રણય કેરું જ્ઞાન તે!,
સમજાય નહિ કોઈને રે કેમ? કોઈ કહો મને;
કે પૂર્ણ ખીલે ઈચ્છાઓ જ્યારે, પ્રણય પૂનમની રાત કહે,
‘ને પૂર્ણ થયે ઈચ્છાઓ સારી, જાણે અંધારી હોય રાત…

…એમ વાત વહે;
કેમ? કોઈ કહો મને;
કે રાત અમાસી વસમી લાગે, ‘ને પૂનમે પ્રણય જાગે
થાય સહુને આવું રે કેમ, કોઈ કહો મને, કોઈ કહો મને.
જનક મ. દેસાઈ

**************************

.

ToofanPatel

Toofan Patel
August 8 •
સૂરજ ને કહી દેજો આજે કોઈ જઈ,
ચાંદની સાથે મારી ખુશી પણ ગઈ,
નહોતો મિનારો, મંઝિલ નહોતી કોઈ,
આશાઓ ટુટી જેની દિવાલો પણ નંઈ,
ઉડતું આભેથી એક પંખી પડ્યું કોઈ,
વિના ઘાવે એની, પાંખ લોહીયાળ થઈ,
જખ્મ ઠોકરના એવા ખાસ નહોતા કંઈ,
વેણ શબ્દોના મલમ કામ ના આવી કંઈ,
વફાની તાપણીએ એ વફા નહોતી કંઇ,
બેવફાઈની કરવતો, કાળજા કાપી ગઈ,
જોયું હર મેડી ‘તૂફાન’ મહેલે અમે જઇ,
ઝુંપડી મુજ ગરીબની સળગાવી ગયું કોઈ…
-તૂફાન પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: