મુકેશ રાવલ

મુકેશ રાવલ
મારા ફેસ-બુક મિત્ર મુકેશ રાવલના પ્રારબ્ધ અને પુરુષાર્થની પ્રેરણાત્મક જીવન કથા.

12106908_770175809794508_8710836212121418365_n_004

.

આજે અમારે બેસતું વર્ષ….. જો કે ભારતની જેમ અહીં બહાર ફરતા બેસતું વર્ષ કે આપણા તહેવારોની રોનક તો ના જ જણાય, પણ કોઇ ભારતીયના ઘરે જાવ તો અચુક દિવાળીનો માહોલ મઠીયા-ઘૂઘરા ને દિવા જોઇને અનુભવી શકો…અહીં કોઇ ખાસ મિત્ર કે સગા સંબંધી હોય અને નજીક રહેતા હોય તો અનેઅમેરીકામાં તેય કામ-ધંધા-નોકરી પછી ટાઇમ મળે તો બેસતા વર્ષના દિવસે કે તહેવારોના દિવસે એકબીજાના ઘરે જાય, બાકીતો જન્મ દિવસ હોય કે અન્ય કોઇ તિથી-પ્રસંગ હોય કે કથા-હવન જેવી ધાર્મિક વિધી હોય કે કોઇપણ વાર-તહેવારની ઉજવણી હોય તે તેના દિવસની આગળ -પાછળ આવતા શનિ-રવિની રજામાં જ ગોઠવાતાં હોય, જેથી દરેકને રજા હોઇ હાજર રહી શકે. બેસતુ વર્ષ જેવા તહેવારો કોઈ એકજ જગ્યાએ મિત્ર-સંબંધીના ઘરે પાર્ટીના સ્વરૂપે કે કોઇ મંદિર કે કોઇ હોલમાં પણ ઉજવાય જેથી બધા એક સાથે એકબીજાને મળી શકે અને સાથે આનંદ માણી શકે…આનુ એક કારણ એ પણ ખરુ કે લોકોને એકબીજાના ઘરે જવા માટેનો સમય બચે, એકથી વધારે મિત્રો-સંબંધી એક સાથે મળી શકે.
આજે અમારે બેસતા વર્ષની પાર્ટી-સંમેલન એક મંદિરના હોલમાં ગોઠવાઈ છે.
આજે બેસતા વર્ષની ખુશી તો ખરી જ અને તેની ખુશીમાં હું મારી બીજી એક ખુશી ભુલીજ ગયો હતો, જે Hetal Patel સાથે ફોન પર વાતો કરતા, તેમની એક પોસ્ટમાં મેં કરેલી કોમેન્ટની તેમણે યાદ અપાવી અને તે ખુશી યાદ આવી ગઈ…. આભાર હેતલભાઇ.. like emoticon
હા, તો આજે બેસતુ વર્ષ એ તો એક જોગાનુજોગ તે ખુશીની સાથે ભળી ગયેલી ખુશી તરીકે આવ્યુ છે…અને તે ખુશી ને અંગ્રેજી તારીખ સાથે સંબંધ છે.
બરાબર પંદર વર્ષ પહેલા, આજના દિવસે, એટલે કે ૧૨મી નવેમ્બર,૨૦૦૦ ના રોજ હું મારી ઝળહળતી કારકિર્દી, મારા કુટુંબ, મારા બાળપણથી લઈને યુવાની સુધીના મિત્રો, અને ખાસતો જે ધરતીની રજકણે રજકણ ને મેં મારા પગથી પણ ઓળખી કાઢી હતી તે ધરતી-માતૃભુમિ-ભારતને છોડીને તદ્દન અજાણી ધરતી-દેશ-અમેરિકામાં પગરવ માંડ્યા હતા. જોકે મારી પત્નિ તો મારા કરતા ચાર વર્ષ પહેલા જ અહિં આવી ગઈ હતી.
યુ.એસ.એ. ના ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન જેવા દેશના ચોથા નંબરના મોટા શહેરથી મારી અમેરિકન કારકિર્દી ( કારકિર્દી તો હવે આજે કહી શકુ છું પણ ત્યારેતો એક અનિશ્ચિત જીંદગી જ કહેવાય)ની શરૂઆત થઈ. પત્નિના માસા-માસી સથવારે અને હુંફથી શરૂઆતનો મહિનો તો ફરવા અને જોવા-સમજવામાં જ વિતાવી દીધો. અને સ્વમાની જીવ હોવાથી, માસા-માસીના પ્રેમાળ વ્યવહાર અને પત્નિ જ જોબ કરતી હોવા છતાં પત્નિ સાથે સ્વતંત્ર રહેવાનુ નક્કી કર્યુ અને મારા માટે જોબ શોધવી શરુ કરી…
યુ.એસ.એ. આવતા પહેલાં જ મેં થોડી ઘણી માહિતી મેળવી લીધી હતી કે ત્યાં જઈને શું કરવુ અને કયા પ્રકારની જોબ મારાથી થઈ શકે જેથી ભવિષ્યમાં જે ધંધો કરવો હોય તેમાં અનુકૂળતા રહે અને એ પણ નક્કી કરી લીધુ હતુ કે….જ્યારે આપણો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થવા જઈ રહ્યા છે તો, તે દેશની સારામાં સારી જગ્યા એજ શું કામ સ્થાયી ના થવુ!!!!
આ બધુ ધ્યાન રાખીને ફક્ત એક મહિનાની સામાન્ય જાણકારી સાથે, મિત્રો અને અહીંના સંબંધીઓ ના સ્વાનુભાવો જાણીને મને હોટેલ-મોટેલ-પ્રોપર્ટી બિઝનેસ યોગ્ય લાગ્યો હતો (પ્રોપર્ટી બિઝનેસ નો ઇન્ડિયાનો પણ ૧૫ વર્ષનો અનુભવ હતોજ)…અને છેવટે ધર્મજના એક પટેલ મિત્રની નવીજ શરુ કરેલી ફ્રેન્ચાઇઝ હોટેલ-મોટેલમાં કોઇપણ જાતના અહીંના અનુભવ વગર મેનેજમેન્ટ સંભાળી લીધુ… અહીં કાર એ હાથપગ ગણાય છે તેથી માસાની કાર તેમને સોંપીને બધાની સલાહ જુની કાર લેવાની હોવા છતાં મારા ઓટૉમોબાઇલના શિક્ષણ અને શોખને લીધે મેં સ્વિડિશ મેઇડની SAAB કાર લોનથી લીધી…. શરૂઆતમાં એકાદ મહિનો તકલીફ પડી.. જે મિત્ર હોવાના નાતે મિત્રે ચલાવી પણ લીધી… અને પછી નસીબની યારી, પત્નિ અને મિત્રની મદદગારી અને મારી કામગીરી ના ત્રિવેણી સંગમે માઝા મુકી… ડલાસ જેવા શહેરના ભારે ધંધામાં નસીબ ઝળકી ઉઠ્યુ… બે જ વરસમાં તે જ હોટેલ જ્યાં હું કામ કરતો હતો તે જ હૉટેલમેં લિઝ પર લઈને કામચલાઉ માલિક બની ગયો….સાથે સાથે અમેરિકન સ્ટોક માર્કેટમાં રોઅાણ અને ટ્રેડીંગ શરુ કર્યા… અને જૂની કાર નાની હોઇ બદલી નાખી અને નવીજ લોન્ચ થયેલી Toyota Corolla લીધી. બસ હવે મંઝીલ હતી સારામાં સારી જગ્યાએ જવાની.. જે દોઢજ વરસમાં ફળિભુત થતી લાગી અને અમેરિકાના સહુથી મોટા રાજ્ય ટેક્ષાસને અલવિદા કરીને અમેરિકાના નંબર વન ગણાતા ગોલ્ડન સ્ટૅટ કેલિફોર્નિયા તરફ કોઇજ જાતની ઓળખાણ કે પ્રિ-પ્લાનિંગ વગરજ ઘરવખરી ને મુવર કંપનીની ટ્રકમાં ચડાવીને મહિના પછી કેલિફોર્નિયામાં હું જણાવુ તે સ્થળે (કેમકે મારુજ નક્કી નહોતુ કે કેલિફોર્નિયામાં ક્યાં રોકાવુ?) ડિલીવરી આપવા જણાવીને, ટેક્ષાસથી કેલિફોર્નિયા, બાય રોડ, રસ્તે આવતા દરેક સ્ટેટ ના દરેક જોવાલાયક સ્થળોની મુલાકાત લેતા લેતા નીકળી પડ્યા…જેઓ જાણતા હતા તેઓ તો અંદરખાનેથી અમને મુર્ખા જ માની રહ્યા હતા કે અજાણ્યા સ્થળે કોઇજાતના રેફરન્સ વગર, સારુ મળેલુ કામ છોડીને જઈ રહ્યા છે… પણ મારી આકાંક્ષાઓની ક્યાં કોઇને ખબર હતી!!!!!
ટેક્ષાસ,ન્યુ મેક્સીકો, એરિઝોના, નેવાડા અને કેલિફોર્નિયા એમ પાંચ રાજ્યોમાં ફરતા ફરતા-જોવાલાયક સ્થળો જોતા જોતા, લાસ વેગાસમાં પાંચ દિવસ રહ્યા પછી, કેલિફોર્નિયા જતા પહેલા એક મિત્રના રેફરન્સ સાથે એક ભાઇને કેલિફોર્નિયા ફોન કર્યો કે જો કોઇ જોબ હોય તો ધ્યાને રાખીને મને ફોનથી જણાવજો… અને તે ભાઇએ પોતાની જ હોટેલમાં મેનેજરની જગ્યા માટે ફોન પરથીજ બધુ જાણીને અમને નક્કી કરી લીધા. રસ્તે આવતા કોઇ સંબંધીકે મિત્રોને મળતા મળતા પુરા ૨૪ દિવસે ભરપુર ફર્યાના આનંદ સાથે ૨૦૦૪ ના જાન્યુઆરીની ચોથી તારીખે કેલિફોર્નિયામાં તે ભાઇની હોટેલ ઉપર પંહોચ્યા, કામને જાણ્યુ, પણ માફક સેલેરી ના હોઈ બીજી કોઇ જોબ માટે જણાવ્યુ, અને તે અજાણ્યા મિત્રના જ બીજા મિત્ર, જે ત્યાં બહાર પાર્કીંગ લોટમાં મળી જતા, ગુજરાતી હોઇ ઓળખાણ નીકળી અને તેમની હોટેલ ઉપર મેનેજર તરીકે ૬ મહિના પછી જગ્યા ખાલી થવાની હોઇ તે માટે જણાવ્યુ…. પણ વચ્ચેના છ મહિના માટે શું? તેની વ્યવસ્થા પણ તેમણે જ કરી આપી ને એક ભાઇની નવીજ શરુ થયેલી ફ્રેન્ચાઇઝ હોટેલ ઉપર ડેસ્ક ક્લાર્ક તરીકે અમને બંનેને જોબ મળી ગઈ અને બીજા જ દિવસથી જોબ શરુ કરી. એપાર્ટમેન્ટ ભાડે રાખીને ઘરવખરીની ડિલીવરી ત્યાં મેળવી લીધી.
હવે બધા દિવસો કાંઇ થોડા સરખા હોય!!! જ્યાં જોબ કરતા હતા તે ભાઈએ પગાર અડધો આપવા માંડયો અને અવનવા બહાના બતાવ્યા કર્યા… જે ભાઈ દ્વારા જોબ મળેલી તેને વાત કરી, તેણે પણ પોતાનાથી કાંઇ થાય તેમ નથી તેમ જણાવી દીધુ…. છેવટે તે જોબ આઠ મહિના સુધી કરીને છોડી દીધી, બાકીના પગાર માટે સરકારી રાહે કામ કર્યુ…. અને બાકીનો પુરો પગાર પડેલી અગવડના ખર્ચ સાથે ચાર મહિનામાં મેળવી લીધો.
આઠ મહિનાની આવી જોબથી માધવી થાકી ગઈ અને પોતાની મેડિકલ ફિલ્ડની જોબ કરવી છે તેવુ નક્કી કર્યુ. નવી જોબ શરુ કરતા અગાઉ ફરીથી ફરવા જવાનુ ગોઠવ્યુ કેમકે એકવાર જોબ-ધંધો શરુ કરો પછી ફરવા જવાનો બહુ ટાઇમ મલતો નથી. ઇન્કમ માટે ચિંતા નહોતી કેમકે સ્ટોક માર્કેટ ચાલુજ હતુ જે આરામથી રહી શકાય તેટલુતો રળીજ આપતુ હતુ…. અને કેલિફોર્નિયાથી શિકાગો ફરવા જવાનુ અને શિકાગો રહેતા સંબંધીને (કાકા સસરાને) મળી આવવાનુ ગોઠવ્યુ… ઘરવખરીને ફરી પેક કરીને સ્ટોરેજમાં પેક કરી. અને ફરી Toyota Corolla માં કારવાં શરુ થયો અને વચ્ચે આવતા સ્થળો જોતા જોતા ૧૨ દિવસ પછી શિકાગો પંહોચ્યા…
અહીં નસીબ પાછુ બદલાયુ…. માધવીને એક સારી મેડિકલ ફર્મમાં ઊંચા પગારે જોબ મળી. હવે શિકાગો રહેવાનુ નક્કી થયુ… મેં પણ કાકાની ઓળખાણથી એક ઓટોમોબાઇલ કંપનીમાં સામાન્ય જોબ શોધી કાઢી. ફરી એપાર્ટમેન્ટ ભાડે રાખ્યુ…કેલિફોર્નિયા બાય એર જઈને સામાન ને મુવર કંપનીને સોંપીને પાછો આવ્યો.બંનેને જોબ હોવાથી બીજી કાર લેવાની જરુર પડી અને Honda S2000 Convertible સ્પોર્ટસ કાર મારા માટે લીધી… શિકાગોના બર્ફિલા વાતાવરણમાં અમે બંને ઘણી સારી કહી શકાય તેવી જોબ-પણ મનથી ના ગમતી- કરતા રહ્યા….. અને શિકાગોનુ એક કાયમી સંભારણુ બની રહ્યુ-અમારી યાશવી નો જન્મ. અને લક્ષ્મીના જન્મ સાથેજ લક્ષ્મીએ ફરી અમારા દ્વાર ખટખટાવ્યા… ફરી કેલિફોર્નિયાથી હોટેલ મેનેજમેન્ટ માટે જોબની ઓફર આવી… જુની જોબ સમેટવાનો ટાઇમ માંગીને અમે યાશવીને ૬ મહિનાની લઈને કેલિફોર્નિયા આવવાનુ નક્કી કર્યુ… નાની બેબી હોઈ બેબીનો સામાન વધારે રાખવો પડતો હોઈ ફરીને બંને કાર વેચીને Honda CRV SUV લીધિ… અને ફરી શિકાગોથી કેલિફોર્નિયા રિટર્ન થયા, પણ આ વખતે જુદોજ રસ્તો લીધો અને નોર્થ અમેરિકાના રાજ્યો ફરતા ફરતા લાંબો રુટ પસંદ કરીને કેલિફોર્નિયા આવ્યા. કેલિફોર્નિયામાં હોટેલ મેનેજમેન્ટની જોબ શરુ કર્યાના થોડાજ મહિનામાં એટલેકે યાશવિની પહેલી બર્થડે નો દિવસ જ નક્કી કરીને તે હોટેલને લિઝ ઉપર લઈ લીધી…. અને પછી તો રિયલ એસ્ટૅટ બિઝનેશ પણ શરુ કર્યો….અવારનવાર પ્રોપર્ટી માટે ફરવાનુ થતુ હોઈ અને માર્કેટમાં નવા કોન્સેપ્ટ વાળી કાર આવતી હોઈ Lexus CT-200 Hybrid કાર લીધી…..મિત્રો અને સંબંધીઓના સાથ સથવારે બિઝનેસ વધતો ગયો… પોતાની મોટેલ લેવાઈ… એમ કરતા બરાબર જામી ગયા અને છેવટે ૧૫ વરસમાં એક માંથી ત્રણ મોટેલ (ટોટલ ૧૪૦ રુમ) અને પાંચ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ ના માલિક બની ગયા…હવે લગભગ રિટાયર્ડ જેવી લાઇફ બની ગઈ… ફરવાનો શોખ યથાવત રહ્યો… કાર નાની લાગી અને છેવટે આજે છે તે BMW X-5-35 Diesel Custom made કાર આવી….
આજે હું અમેરિકાના સારામાં સારા રાજ્ય (કેલિફોર્નિયા) ના, સારામાં સારી કાઉન્ટી (ઓરેન્જ કાઉન્ટી) ના સારામાં સારા શહેર-એનાહેમ (ડિઝનિલેન્ડ ફેઇમ) માં રહીને મારુ સપનુ પુર્ણ કર્યાનો સંતોષ મેળવી રહ્યો છું….

2 responses to “મુકેશ રાવલ

 1. pravinshastri November 15, 2015 at 5:02 PM

  તદ્દન સાચી વાત.

  Like

 2. Rajul Kaushik November 15, 2015 at 4:54 PM

  પ્રારબ્ધ અને પુરુષાર્થ ભળે
  તેને સઘળુ મળે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: