રમા હાઉસકિપર કે સ્લેવ?

રમા
હાઉસકિપર કે સ્લેવ?

woman cleaning the floor with a cloth

Credit – Google Images

‘સર, આઈ વોન્ટ ટુ ગો ટુ ઈન્ડિયા. મારે ઈન્ડિયા જવું છે. આજે ને આજે. અત્યારે ને અત્યારે.’
રમાએ ૯૧૧ ડાયલ કરી ફોન પર ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં કહીને ફોન મૂકી દીધો. ત્રણ મિનિટમાં તો લાલ ભૂરી લાઈટ સાથે બે પોલિસ કાર આવીને ઉભી રહી.
……..અને
થોડી જ મિનિટોમાં ટીનેજર રમા પોલિસ સ્ટેશનમાં ઑફિસરની સામે બેસીને રડતી હતી. થોડું ભાંગ્યુ તૂટ્યું અંગેજી બોલતી હતી. ઈન્ટરપ્રિટર તરીકે કોઈ હાઈસ્કુલમાં નોકરી કરતા એક ગુજરાતી બહેન સેવા આપતા હતા.
‘પ્લીઝ મને ઈન્ડિયા મોકલી આપો. મારા પર દયા કરો.’
‘સ્ટોપ ક્રાઈંગ. તું કોણ છે, તને શું પ્રોબ્લેમ છે એ જાણ્યા વગર કોઈ પણ તને મદદ કરી શકે નહીં. શાંતિથી વાત કર. તારે કંઈ ખાવું છે?’ મહિલા ઓફિસરે એક પ્લેટમાં થોડી કૂકીઝ આપી. પેપર કપમાં જ્યૂસ આપ્યો.
‘તું અમેરિકામાં કેવી રીતે આવી અને કેમ ઈન્ડિયા જવું છે?’ માંડીને વાત કર.
‘સાહેબ, મારી મા ઈન્ડિયામાં, આન્ટીના પપ્પા મમ્મીને ત્યાં કામ કરે છે. આન્ટી અને ડોકટર સાહેબ તેની બે વર્ષની ટીનાને લઈને ઈન્ડિયા આવ્યા હતા. હું નાની ટીનાને રમાડતી હતી. આન્ટી પણ અહીં ડોકટર છે. એક દિવસ મને આન્ટીએ પૂછ્યું તારે ટીનાની સાથે રમવા અમેરિકા આવવું છે? હું તો ખૂશ થઈ ગઈ. હું તને થોડું કામ કરવા અને ટીના સાથે રમવાના રોજના પાંચ ડોલર આપીશ. તને ખબર છે પાંચ ડોલર એટલે રોજના અઢીસો રૂપિયા. તને ગુણાકાર કરતાં આવડે છે? રોજના અઢીસો રૂપિયા એટલે એક મહિનાના કેટલા રૂપિયા થાય. મેં તો મોઢે મોઢે ગણીને કહી દીધું સાડા સાત હજાર રૂપિયા? આટલા બધા? સાહેબના બા પણ આવવાના છે. એને કામમાં થોડી મદદ કરવાની અને ટીના થોડી મોટી થાય એટલે તારે પણ અમેરિકન સ્કુલમાં ભણવા જવાનું.’
‘સાહેબ હું ગરીબ ઘરની છોકરી હતી અને આઠમા ધોરણ સૂધી પહેલા નંબરે પાસ થતી હતી. મને તો આન્ટી સાક્ષાત દયાની દેવી લાગ્યા હતા. મારા બાપાને હું ખૂબ વ્હાલી. એણે તો એ તો અમેરિકા આવવા દેવાની ચોખ્ખી ના જ પાડી. પણ મેં જદ કરી. આન્ટીએ મને સમ્જાવ્યું કે અમેરિકામાં તો રૂપિયા કામ ન લાગે. તારો સાડા સાત હજાર રૂપિયાનો પગાર તારી માને આપી દઈશું. તારે તો મારે ત્યાં મફત ખાવાનું, તને સરસ ડ્રેસ પણ અપાવીશું. અમારી સાથે કારમાં ફરવાનું અને નાની ટીના સાથે રમવાનું. એવી કઈ મુરખ છોકરી હોય જે આવી તક ગુમાવે? મમ્મીએ રડતે હૈયે હા પાડી. બાપાને સમજાવ્યા કે આમ પણ છોકરી તો વહેલી મોડી પારકે ઘેર જવાની જ છે. જો એનું ભવિષ્ય સુધરતુ હોય તો જવા દો.’
‘પછી આન્ટી અને ડોક્ટર અંકલે શું કર્યું તેમાં તો મને સમજ ના પડી પણ હું અને ડોક્ટર સાહેબના બા અમેરિકા આવી ગયા. મારા પાસ્પોર્ટમાં મારી ઉમ્મર ઓગણીસ વર્ષની બતાવાઈ હતી. મારો શારીરિક વિકાશ મોટી ઉમ્મરની છોકરી જેવો હતો.’
‘હું ટીનાની બધી જ કાળજી રાખતી. અમે જ્યારે અમેરિકા આવ્યા ત્યારે એક લેડી સાજે રાંધવા માટે આવતી હતી. બે વીક પછી એને રજા આપી દીધી હતી. એક બાઈ દર બુધવારે આખું ઘર સાફ કરવા આવતી હતી તે પણ આવતી બંધ થઈ ગઈ. બાથી બિચારાથી રાંધવાનું કામ થતું ન હતું. એઓ જેમતેમ કરતાં રસોઈ કરતાં. એમાં પણ આન્ટી રોજ વાંધો કાઢતાં. હું બાને મારાથી બનતી મદદ કરતી. બા બિચારા એની નાની ઓરડીમાં બેસીને છાનામાના રડતા. મને કહેતા “ચાલ રમા આપણે દેશ ભેગા થઈ જઈએ.” પણ હું કહેતી, બા તમે જાવ, મારે તો અમેરિકામાં ભણવું છે’
‘મેં જ્યારે આન્ટીને કહ્યું કે મારે સ્કુલમાં જવું છે. તો એમણે કહ્યું તું સ્કુલે જશે તો તારો કયો બાપ ટીનાને રાખશે. આટલો બધો પગાર મફતનો આપીએ છીએ. તે દિવસે હું ખૂબ રડી હતી.’
‘હવે હું મોટી થતી હતી. મારા કપડાં નાના પડતાં હતા. આન્ટી એક દિવસ એની ડોક્ટર બહેનપણીને ત્યાથી એની દીકરીઓના જૂના ફાટેલા કપડાં મારે માટે લઈ આવ્યા. એટલામાં બા માંદા પડી ગયા. ડોક્ટર અંકલ એમને ઈન્ડિયામાં કોઈ ઘરડા ઘરમાં મૂકી આવ્યા. મારી જીંદગી છેક જ એકલવાઈ થઈ ગઈ. મારું કોઈ સગું ન હતું. કોઈ બહેનપણી ન હતી. હવે તો રસોઈની જવાબદારી પણ મારે જ સંભાળવી પડતી હતી.’
‘શરૂઆતમાં તો બા હતા ત્યારે કોઈકવાર ડોક્ટર અંકલ અમને મંદિરે લઈ જતાં. બાને ઈન્ડિયા મોકલી આપ્યા પછી મારું તો તે પણ જવાનું બંધ થઈ ગયું. મેં એક વાર ડોક્ટર અંકલને રિક્વેસ્ટ કરી કે મારે ઈન્ડિયા પાછા જવું છે. અંકલે કહ્યું કે હું એરેન્જ કરીશ. અમે વાતો કરતાં હતાં ત્યારે આન્ટી અમારી વાત સાંભળી ગયા. ‘ગરીબની દયા ખાઈને અમેરિકા લાવ્યા. તને ભાન છે તારો આવવા જવાનો ખર્ચો કેટલા લાખ રૂપિયા થાય? એ કોણ તારો બાપ આપવાનો છે?’
‘તે દિવસે મારાથી ભૂલ થઈ ગઈ. મારાથી કહેવાઈ ગયું ‘આન્ટી મારો બાપ તમારા બાપની જેમ સરકારી નોકરીમાં લાંચના પૈસા નથી કમાતો. હું યે તમારું મફતનું નથી ખાતી?’ અને આન્ટીએ મને ખૂબ મારી હતી. છેવટે ડોક્ટર અંકલે મને છોડાવી.’
‘મને હવે થોડું થોડું અંગ્રેજી સમજ પડે છે. મને એમ કે હું ખરેખર અઢાર વર્ષની થાઉં ત્યાં સૂધી સુખે દુ;ખે દિવસો ખેંચી કાઢું. પછી ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં લખીને સીટીઝન બની જઈશ, પણ હવે હું રાહ જોઈ શકંા એમ નથી.’
‘બે દિવસ પહેલા આન્ટીના એક કઝિન આવ્યા હતા. ચાલીસ પિસ્તાળીસ વર્ષના હશે, આન્ટી અને ડોકટર અંકલ ઘેર ન હતા. એમના કઝિને મારી ખોટી રીતે છેડછાડ કરવા માંડી. મેં એમને ના કહી તો પણ એ માન્યા નહીં. છેવટે મારા હાથમાં બેઝબોલ બેટ આવ્યું. મેં એમને માથામાં માર્યું. અને ગઈ કાલે રાતે મારે ફરીથી આન્ટીના હાથનો માર ખાવો પડ્યો. જૂઓ સાહેબ મારા વાંસામાં ચંપલે ચંપલે મને મારી છે તેની ખાત્રી કરી લો.’
બસ, ઓફિસરને માટે આટલું પુરતું હતું.
રમાને ડિવિઝન ઓફ યુથ સર્વિસીસમાં મોકલવાની વ્યવસ્થા થઈ ગઈ. પોલિસ અને એફ.બી.આઈ એ જરૂરી કામકાજ અને તપાસના ચક્રો ચાલુ કરી દીધા. આ ચાલતું હતું ત્યારે ડોક્ટરની વાઈફનો ફોન આવ્યો.
‘અમારી રમા નામની ઈન્ડિયન હાઉસકીપર ચોરી કરીને નાસી ગઈ છે.’ પ્લીઝ ફાઈન્ડ હર.
‘મૅમ. પ્લીઝ કમ ડાઉન ટુ પોલિસ સ્ટેશન. વી નીડ સમ મોર ઈન્ફોર્મેશન.’
રમાની ડોક્ટર આન્ટી આવી પહોંચ્યા.
પોલિસ પાસે જરૂરી વોરન્ટ તૈયાર હતું. ડોક્ટર આન્ટીને ઍરૅસ્ટ કરવા માટે એમના ઘરે કે હોસ્પિટલ જવું ન પડ્યું.
કહેવાની જરૂર નથી કે આન્ટીની બધી જ શારીરિક તપાસ દેવયાની ખોબ્રાગેડની જેમ જ થઈ. ભારત સરકારે દેવયાની બહેનના ડિપ્લોમેટિક સ્ટેટસનું રક્ષણ આપી નાસી છૂટવાની સગવડ કરી આપી પણ આજે પણ દેવયાની સ્વરૂપની ઘણી આન્ટીઓ સમાજમાં પડેલી હશે જ, જેને જેલ સિવાય બીજે કશે જવાની તક નહીં મળે.
આરોપો હતા….
ઈમિગ્રેશન ફ્રોડ, હ્યુમન ટ્રાફિકિંગ, ચાઈલ્ડ લેબર વાયોલેશ્ન્સ, ચાઈલ્ડ એબ્યુઝ અને એવા અને સંકળાયલા અઢાર કાયદાકીય ગુનાઓ.
આ અમેરિકા છે. ભારતના ન્યાયતંત્ર કરતાં થોડુંક વધુ સ્વચ્છ છે.
કેસ અને જજ્મેન્ટની કલ્પના આપ પર જ છોડું છું.
વાચક મિત્રો…
આ એક વાસ્તવદર્શી પણ કાલ્પનિક વાર્તા છે. આપણા સમૃધ્ધ પ્રોફેશનલ કે સમૃધ્ધ વેપારીઓ જેઓ પૂરો પગાર આપીને જરૂરી સેવાઓ મેળવી શકે એમ છે તેઓ પણ આપણા જ અબુધ દેશવાસીઓનું શોષણ કરવામાં શાણપણ સમજે છે. શા માટે? માત્ર આપનો પ્રતિભાવ જ આ દિશામાં વધુ પ્રકાશ પાથરી શકે.

Advertisements

17 ટિપ્પણીઓ (+add yours?)

 1. Rajul Kaushik
  નવેમ્બર 15, 2015 @ 16:04:15

  લોભે લક્ષણ જાય તે આનું નામ. અમેરિકન મેઇડ રાખે તો તેની સાથે કોઇ જાતની બાંધછોડ ન કરી શકે પણ અબુધ ભારતિય રમા જેવા પોતાના ભાવિની આશામાં આંગળી આપે તો તેમને આખે આખા નિચોવી લેવામાં ક્યાં કોઇ આડો હાથ ધરવાનું હતુ?
  માનવ દેહમાં રહેતા શેતાનને તો સજા જ હોય ને?

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 15, 2015 @ 17:01:15

   રાજુલબેન આવા કિસ્સા અમેરિકા અને ઈંગ્લેડમાં બને છે. આ હાઉસ કિપર તરીકેની કલ્પના છે. પણ કન્વિનીયન સ્ટોરમાં કામ કરતા કેટલાક અન ડોક્યુમેન્ટેડ સગાઓનું પણ આવી રીતે જ શોષણ થાય છે. મારી એક વારતા “એક તણખલાનો ભાર” પણ આ જ વાત કહે છે. સમય હોય તો ઈન્ડેક્ષમાંથી વાંચી પ્રતિભાવ આપશો. કુશળ હશો.

   Like

   જવાબ આપો

 2. chaman
  નવેમ્બર 15, 2015 @ 17:51:15

  વાર્તા વિષય બદલ્યો પણ એ જરુંરી છે. સરસ.

  Liked by 1 person

  જવાબ આપો

 3. Divyesh
  નવેમ્બર 15, 2015 @ 18:05:01

  સુંદર કાલ્પનિક વાર્તા. કદાચ ડોક્ટરની મેડિકલ માલપ્રેકટિસની તપાસ થાય઼ તો પણ તમારી વાર્તાને લંબાવવા ઘણો મસાલો મળત. દેશીઓ તેમાં પણ પાછા નથી પડ્તાં.

  Liked by 1 person

  જવાબ આપો

 4. Manish Desai
  નવેમ્બર 16, 2015 @ 05:33:33

  સરસ..

  Liked by 1 person

  જવાબ આપો

 5. Gajanan Raval
  નવેમ્બર 16, 2015 @ 06:37:00

  Your stories are fwded by Harishbhai.. This fiction is really eye opener for many.. Indians. I also find in some cases make many frauds that made me think..what is the use of going to temples and talking about heritage…!! Let’s stop being hypocrates..
  Salisbury,MD-USA

  Liked by 1 person

  જવાબ આપો

 6. JATI N C BHATT
  નવેમ્બર 16, 2015 @ 06:37:00

  kai pan paymant vagar mafat ma kamwal male ane india ma kayad khas kadak nathi, nana manso ni majaburi no bharapor labh udhavay a j mnasha hai shake

  Liked by 1 person

  જવાબ આપો

 7. Pravin Patel
  નવેમ્બર 16, 2015 @ 15:48:59

  અમેરિકામાં બે પાંચ રમાઓ હશે,દેશના મોટા શહેરોમાં ફલેટે ફલેટે,અને બંગલે બંગલે આવી ઘણી રમાઓ જેલ જેવું જીવન સહન કરીને જીવે છે !
  થોડા સમય પર ક્રાઈમ પેટ્રોલ સીરિયલે આ બાબતે એક એપીસોડ રજુ કર્યો હતો !

  Liked by 1 person

  જવાબ આપો

 8. Rajnikant .Modi.
  નવેમ્બર 17, 2015 @ 09:03:26

  Greed, and exploitation.

  Liked by 1 person

  જવાબ આપો

 9. Navin Banker
  નવેમ્બર 22, 2015 @ 20:39:09

  ામે તો ત્રીસ ત્રીસ વર્ષથી આવું બધું જોતા આવ્યા છીએ. ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડીયાએ પણ આવા એપિસોડ્સ પ્રસારિત કર્યા છે. એ જોઇ જોઇને મન આળુ થઈ ગયું છે.તમે દુનિયામાં ક્યાંક્યાં આડા હાથ દેવા જવાના છો ? એ તો ચાલ્યા જ કરવાનું છે.

  નવીન બેન્કર (હ્યુસ્ટન)

  Liked by 1 person

  જવાબ આપો

 10. Satish Parikh
  નવેમ્બર 16, 2016 @ 21:47:35

  adbhut vaarta. many of our Indians (not all) never ashamed in exploiting young girls/woman to work like a slave and take advantage of her situation. Devyani KHobragade is a recent example who being in such a high posiition exploited her maid unto the last. I have seen many Indian store owners do the same thing.

  Liked by 1 person

  જવાબ આપો

 11. mhthaker
  નવેમ્બર 18, 2016 @ 00:49:25

  Pravinbhai– you have described all with in good social frame work–with stray indications only..Devyani KHobragade and other આન્ટીના એક કઝિન આવ્યા હતા. ચાલીસ પિસ્તાળીસ વર્ષના હશે,
  Yes as many friends explained it happens beyond words..

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: