ગુરુજીઓ….પ્લીઝ ગેટ લોસ્ટ

Asaram

ગુરુજીઓ….પ્લીઝ ગેટ લોસ્ટ

ડોક્યુમેન્ટ ફાઈલની સાફસૂફી કરતાં; લાંબા સમય પહેલાં મારા એક રેશનાલિસ્ટ મિત્રને લખેલો પત્ર મારી ફાઈલમાંથી મળી આવ્યો. મિત્ર સાથે સારા અંગત સંબંધ છે. પરસ્પર માન અને સ્નેહ છે. માત્ર મારા વિચારો અને ગ્રંથીનો મેળ બેસતો નથી. આદરણીય મિત્રનું નામ કાઢીને એ પત્ર આપની સમક્ષ રજુ કરું છું. ખરેખર તો હું મારા માનસને આપની સમક્ષ એક્સપોઝ કરું છું.
***
માનનીય શ્રી @@@@ભાઈ,
સાદર સપ્રેમ વંદન. આપની બુધ્ધીમતા માટે મને ખૂબજ આદરં છે. આપના પુસ્તકો વાંચ્યા નથી, એટલે સમજવાની તો વાત જ ક્યાંથી આવે. પણ આપણે મળ્યા છીએ. મેં તમને સાંભળ્યા છે અને વિચારો જાણ્યા છે. વિચારો રજુઆત કરવાની શૈલી આદર ઉત્પન્ન કરે એવી છે.
ખેર, હું મારી જ વાત કરીશ. હું ચિંતક, ફિલોસોફર કે અભ્યાસુ નથી. મારી પોતાની સમજ અને સંજોગો પ્રમાણે મારું જીવન વહેતું રહ્યું છે; અને એમાં મેં કદી અસંતોષ અનુભવ્યો નથી.(ખાખરાની ખિસકોલી).
મારો એક જ ખૂબ મોટો દુર્ગુણ છે કે હું ગુરુતા ગ્રંથીવાળા ગુરુઓનું વૈચારિક ડોમિનેશન સહન કરી શકતો નથી. (શક્ય છે કે મારા વિચારો પણ એમના જેવા જ હોય) પછી એ ધાર્મિક હોય કે રિફોર્મિસ્ટ રેશનાલિસ્ટ હોય. મારી ૭૫ વર્ષની ઉમ્મરમાં મેં કુલ ૭૫ મિનિટ છપાયલા કાટલા જેવા બાપુઓના ધાર્મિક પ્રવચનો સાંભળ્યા નથી. એ ક્ષમતા મારામાં નથી. છતાં ઘણી રીતે હું ધાર્મિક છું.
કેટલાક રેશનાલિસ્ટોની એકની એક વાત મને ખરેખર બોરિંગ લાગે છે. (સભાનપૂર્વક એમના નામનો ઉલ્લેખ નથી કરતો) જેમ આસારામ અને એમના દીકરા પોતે કૃષ્ણનો અવતાર બની જાય છે તેજ પ્રમાણે કેટલાક પોતે, બુદ્ધ-વિવેકાનંદનો પૂનર્જન્મ એમનામાં થયો હોય એવી ભ્રાંતીમાં રાચતા હોય એવી છાપ મારા માનસપટ પર પેદા કરે છે. એમાં પણ એમનો નહીં પણ મારો જ દોષ છે. મને ધર્મ કે રેશનાલિઝમનો બોધ આપનારની વાતો ખરેખર બોરિંગ અસહ્ય કંટાળા જનક લાગે છે. એમાં કદાચ એમની સારી વાતો પણ ઉપેક્ષા થઈ જાય છે.
આ શુભ ભાવનાવાળા પ્રચારકો જ મારા ચેતાતંત્રમાં ટેરરિસ્ટ્સ બનીને તોડફોડ મચાવે છે. કદાચ એઓના હઠાગ્રહને કારણે જ યુધ્ધોનો જન્મ થતો હશે.
@@@@ભાઈ, એક આડ વાત યાદ આવી. પહેલાના જમાનાની પ્રેમાળ-શરમાળ પત્નીઓ પતિને કાગળ લખતી તેમાં છેલ્લે લખતી “થોડું લખ્યું, ઘણું કરી વાંચજો” પણ સાહેબ, આપણી બાબતમાં એવું નથી હોં…ન લખેલું ખોટું ખોટું ના વાંચશો. જો તમે ફરમાવશો તો બસ #####ના બ્લોગમાં આવી, હાજરીનો ચાંલ્લો “લાઈક” લગાવી મૂંગે મોઢે વિદાય લઈશ.
આતો મારા ભેજાના યુનિક સિગ્નલો છે. “અપુનકી બ્રેઈન સર્કિટમેં પહેલે સે હી કુછ ગરબડ હૈ,” @@@@ભાઈ, માફ કરના; ઘણી ઘણી બાબતોમાં, હું સીરિયસલી અનસીરિયસ છું. અપુનકા સોચનેકા તરિકા હી ટેઢા હૈ. ઈમ્પ્રુવમેન્ટકા કોઈ ચાન્સ નહીં હૈ. %%%%% તો મુઝકો ટેગ લગા દીયા હૈ. “ડોસા ત્રિશંકુ હૈ.”
મળીશું …આનંદની વાત કરીશું. અવિવેક થયો હોય તો માફી ચાહું છું. કુશળ હશો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: