એકલવાઈ.

એકલવાઈ.
વાર્તા નહિ – એક તદ્દન સત્ય વાત.

Alone-quote-wallpaper

 

.
૧૯૭૦માં અમેરિકા આવ્યો. આઠેક વર્ષ નાની મોટી લેબમાં કામ કર્યું અને ૧૯૭૮માં   Engalhad Corpઈંગલહાર્ડ કોર્પોરેશન ના આર. એન્ડ ડી Now BASF માં સ્થાયી થયો. મારી સાથે લગભગ રિટાયર થવાની ઉમરની સહકાર્યકર એન્જલીના કે જેને હું કાયમ એન્જી-બેન્જી કહેતો (તદ્દન સાચું નામ). એ સિંગલ હતી. એની સાથે મને હળવી વાતો કરવાનું ગમતું. એ બીજા કોઈ સાથે જે વાતો ન કરતી તે મારી સાથે હૈયું ઉઘાડીને કરતી. હું મશ્કરી કરતો કે જો મારી વાઈફ મને ડિવોર્સ આપે તો હું તારી સાથે લગ્ન કરું. એ કહેતી તારી વાઈફ નસીબદાર છે. તે જ વર્ષની ફ્રિસમસ પાર્ટીમાં એ યોગિનીને મળી હતી.
’૭૯ ના અરસામાં ‘લે ઓફ્ફ’ શરૂ થયો. ખૂબ જૂના સીનીયરોને સારા પેન્સન પેકેજથી છૂટા કરવામાં આવ્યા. કોઈને કલ્પના ન હતી કે એન્જીને પણ લૅ ઑફ્ફ મળશે. એને પણ પેકેજ મળી ગયું. ચોસઠવર્ષની તંદુરસ્ત અને બ્યુટિફુલ વૃધ્ધા ભાંગી પડી.
હું એને લન્ચ રૂમમાં લઈ ગયો. બસ એ બોલ્યા વગર મારી સામે જોતી રહી. આંખમાંથી પાણી પડવાનું શરૂ થયું. મેં આશ્વાસન આપ્યું.
‘આમ પણ એક બે વર્ષમાં તો રિટાયર થવાનું જ હતું ડબલ સેવર્ન્સ પે સાથે તારે કશું જ ગુમાવવાનું નથી.’
પ્રવીન હું પૈસાને નથી રડતી. આપણે મારી સિંગલ લાઈફ વિશે મારી ઘણી મજાક કરતાં, પણ ખરેખર તો સિંગલ હોવાનું દુખ હું કાલથી અનુભવીશ. અત્યાર સૂધી હું પાંત્રીસ વર્ષથી ઈંગલહાર્ડને પરણી હતી. યુ ઓલ આર માઈ ફેમિલી મેમ્બર્સ.
મારી વાત સાંભળ.
મારા માં બાપ યુગોસ્લાવીયાથી આવ્યા હતાં. મારા જન્મ પછી મારા ફાધરે મારી બિમાર મધરને ડિવોર્સ આપીને બીજા લગ્ન કરી લીધા. હું અને મારી મોટી બેન મારી મધરની કાળજી લેતા હતા. મારી બેન એક ડાયનરમાં વેઈટર હતી. એણે મને ભણાવી. ભણી રહ્યા પછી ઈંગલહાર્ડમાં નોકરી મળી.
એક યુગોસ્લાવિયન બોય ફ્રેન્ડ મળ્યો. ડેડિંગ શરૂ થયું અને એક દિવસે મને અચાનક ખબર પડી કે મારી મોટી બહેન એની સાથે રહેવા ચાલી ગઈ છે. મારી મધરની જવાબદારીમાં અને આ જોબમાં મારા લગ્નનો વિચાર આવ્યો જ ન હતો.
ફ્રેન્ડ હતા. એકની સાથે મન મળ્યું હતું. પણ તે મેરિડ હતો. એની વાઈફ પણ મારી ફ્રેન્ડ બની ગઈ હતી. પ્રેમાળ હતી. લૂઈને મારા શરીરમાં રસ હતો.
હું ઓલ્ડ ફેસન છું. હું શારીરિક સંબંધમાં આગળ વધી શકી નહીં. ધીમે ધીમે સંબંધનો અંત આવ્યો. મારી બિમાર માં મરી ગઈ. હું એકલી સાંજ અને રાત વિતાવતી રહી. ઈંગલહાર્ડ મારું ફેમિલી બની ગયું હતુ. મને પૈસાની જરૂર નથી, જીવન જીવવા માટે પુરતા છે પણ આજે મને મારા કુટુંબમાંથી મને જાકારો મળ્યો છે.
જો હું આજના સમયની જેમ મર્યાદા વગરની હોત તો આજે મારી પાસે એક દીકરો કે દીકરી હોત અને તે તારી ઉમરના જ હોત. હું એકલી ના હોત.
ચાર આંખ ભીની થઈ.
પાછળથી અમારા લેબ ડાયરેક્ટર મી. લિંકને આવીને અમારા ખભા હાથ મૂકીને કહ્યું વી વિલ બી ઈન ટચ વીથ ઓલ ધ ટાઈમ. ટુ મોરો વી હેવ એરેન્જ લેબ ડિનર એટ લૌકાસ. અમારી છેલ્લા વાર્તાલાપનો અંત આવ્યો ( લૌકાસ એક સરસ મજાનું ઈટાલિયન ડાયનર જ્યાં અમે વારંવાર પાર્ટી ગોઠવતાં)
રિટાયર ડિનર, ….એકાદ મહિના પછી ઘરેથી બનાવેલી કુકીઝ પેસ્ટ્રીઝ લઈને એન્જી લેબમાં આવી હતી. મિત્રોએ અમારી ટિખળી દોસ્તી જોઈ હતી. એક બીગ માઉથે કહ્યું પણ ખરું કે ‘સી ઈઝ હિયર ટુમ સી હર બોય ફ્રેન્ડ શાસ્ત્રી’
એન્જી એ તો એ કોમેન્ટ હળવાશથી લીધી અને મને વળગી પણ કરી. પણ હું એટલો હળવો ન થઈ શક્યો. બસ ટોળે મળીને વાતોમાં દિવસ પૂરો થયો. સમય જતાં સંપર્ક તૂટી ગયો. એ ક્યાં છે તેની ભાળ લેવાની તસ્દી મારા વહેતા જીવનમાં મેં પણ ન લીધી. આજે ખબર નથી કે એ ક્યાં છે. આજે જો હયાત હોય તો સો વર્ષ ઉપરની એની ઉમર હોય. હયાત હોવાની શક્યતા જ નથી.
“જો હું આજના સમયની જેમ મર્યાદા વગરની હોત તો આજે મારી પાસે એક દીકરો કે દીકરી હોત અને તે તારી ઉમરના જ હોત. હું એકલી ના હોત.” વાક્ય સાથે એન્જી-બેન્જી મારા મનમાં જીવંત છે.
એન્જી-બેન્જી ઈઝ સ્ટીલ એલાઇવ ઇન માય હાર્ટ, એઝ લવિંગ ફ્રેન્ડ.
વેસ્ટર્ન કલ્ચરમાં પણ “શીલ” અંગે ના જૂનવાણી મૂલ્યો જળવાયલાં હતાં.

Advertisements

12 ટિપ્પણીઓ (+add yours?)

 1. હીમતભાઇ
  જાન્યુઆરી 07, 2016 @ 11:53:12

  ખૂબ સુંદર રીતે રજૂ કરી છે વાત. …હદય ને હદય મળે છે

  Liked by 1 person

  જવાબ આપો

 2. Deejay.Thakore.
  જાન્યુઆરી 07, 2016 @ 12:36:54

  જુની યાદો તાજી કરવાથી શું ફાયદો? જે છે તેને જ માણી લેવી. બહોત ગઈ થોડી રહી અબ પસ્તાએ ક્યા હોય!

  Liked by 1 person

  જવાબ આપો

 3. Vimala Gohil
  જાન્યુઆરી 07, 2016 @ 14:45:23

  સહજ સ્પષ્ટ લાગણીભરી વાર્તા.આંખોને નમ કરી ગઈ આપની સુંદર રજુઆત.
  સાચી વાત, એન્જી-બેન્જી જેવા વ્યક્તિઓ હમેશા આપણી સાથેજ હોય છે.

  Like

  જવાબ આપો

 4. Vimala Gohil
  જાન્યુઆરી 07, 2016 @ 14:50:46

  અરે! વાર્તા ક્યાં???? આતો સત્ય વાત….વાંચતા -વાંચતા વાર્તા રસ માણ્યા જેવુ જ લાગ્યુ.

  Liked by 1 person

  જવાબ આપો

 5. ગાંડાભાઈ વલ્લભ
  જાન્યુઆરી 07, 2016 @ 17:04:01

  સરસ રજુઆત પ્રવિણભાઈ. બહેનજીનું શોર્ટ બેન્જી કર્યું!! પશ્ચમીકરણ?!!

  Liked by 1 person

  જવાબ આપો

 6. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.
  જાન્યુઆરી 07, 2016 @ 19:26:43

  પ્રસંગો તો આપણી સાથે ઘણાં બનતાં હોય છે, પણ,આપણને ખયાલ પણ નથી રહેતો. એક પ્રસંગને તમે સરસ રીતે વાર્તામાં ઉતાર્યો છે. આ વાંચતાં યાદ આવે કે આવા કેટલાયે પ્રસંગો આપણાં જીવનમાયે આવ્યાં હોય, જે આવી વાર્તાઓ વાંચીએ ત્યારે યાદ આવે તેને વાગોળવાની પણ એક મજા છે. યાદ કરવા માટે તમે સરસ રીત આપી છે..

  સુંદર વાર્તા……………………

  Liked by 1 person

  જવાબ આપો

 7. Pravin Patel
  જાન્યુઆરી 08, 2016 @ 15:40:30

  એન્જી બેનજીએ તમને પુત્ર બંનાવવા આડકતરા ઈશારા કર્યા,પણ વહેતા જીવનના પૂરમાં તમે આ ધર્મની માતા ગુમાવી દીધી,એવું થઇ જતા રોકાયું હોત તો એન્જીને શીલ રક્ષણ કર્યાનું વળતર પ્રાપ્ત થયું હોત !
  આજે એન્જી તમારા દિલમાં યશોદા સ્વરૂપે વસ્તી હોત !
  મને વાર્તા ( સત્ય હકીકત ) ખુબ ખુબ ગમી,તમે એન્જિના કનેયા બની ગયા હોત તો તે પર મગજ વિચારે ચડ્યું !

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 08, 2016 @ 16:25:18

   એન્જીલિના પાસે કોઈકને દત્તક લેવાનો વિચાર તો એની ચાળીસીમા કોઈકે સૂચવેલો પણ એ નાના મોટા સૌને મિત્ર જ ગણતી. એને તો પોતાના લોહીના સંતાનની જ ઝંખના હતી. જે યોગ્ય ઉમ્મરે ન સંતોષાય અને એનો કહેવાનો મતલબ એ જરાય ન હતો કે એ મને પુત્રવત ગણતી. મેં તો એની સાથે માત્ર ૧૫ મહિના જ કામ કરેલું પણ મારા સ્વભાવને કારણે એ મારી વધુ નજીક આવી હતી. મારા હળવા સ્વભાવને કારણે અનેક લે ઓફ્ફ છતાં ૭૦ વર્ષની ઉમ્મર સૂધી ૩૨ વર્ષ એકજ ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરી શક્યો.

   Like

   જવાબ આપો

 8. Tushar Bhatt
  જાન્યુઆરી 10, 2016 @ 05:29:56

  Ha…sheel ane sanskar koi ek deshno ijaro na hoi shake.Saras rajuat chhe aapni.
  Family hoy ke na hoy,prem ni zankhana to prani matra ne hoy j.

  Liked by 1 person

  જવાબ આપો

 9. Manu Bhatt
  જાન્યુઆરી 18, 2016 @ 18:53:38

  Great!

  Liked by 1 person

  જવાબ આપો

 10. aataawaani
  જાન્યુઆરી 29, 2016 @ 12:47:35

  प्रिय शास्त्री भाई
  तमारी आ वाट मारा ह्रदयने स्पर्शी गई . बहु गमी . सरस सत्य घटना
  वर्षो पहला मने एक एंजला नामनी निखालस मित्र मली इ सीनियर सेन्टरमा कर्मचारी हती . कर्मचारिओथि सीनियरों साथे बहु हलाय भलाई नही . एवी रीते सिनियरोें पण मली न शके एवो कायदो . पहेली वखत एंजलए मारी सामे स्मित कर्यु . मने थयु के आ हसि अने इ मारी जालमा फसी . में एनी सामे जोयु अने हुँपण हसयो . आ क्रम अमारे रोजनो थई गयो . क्रिस्टमस आव्वानी हती / मने विचार आव्यो के हुँ आने कार्ड अपु पण में जाते लखिने आपवानो विचार कर्यो . मारा एक त्मारा जेवा मित्र छे . इ इंग्लिशना विद्वान छे तेने में कीधु भाई तमे मने एवु लखि आपो के तारु एक सेकण्ड्नु स्माइल मने २४ क्लॉक प्रफुल्लित राखे छे . आ भाई ए मने सरस अलंकारिक इंग्लिशमा लखि आपप्यु पछि में मारी जाते लखिने कार्ड तैयार कर्युं हुँ कार्ड लाईने एनी आववानी वाट जोतो उभो इ आवि एटले में एने कार्ड आप्युं , ए कार्ड लेने नौकरी उपर जति रही आने हुँ गंजीफ़े रमवा सर्व साथे बेसी गयो . थोड़ी वरमा इ कायदानी परवा कर्या वगर मरी पास आवि आने वांकी वलिने मारा मोढ़ा ऊपर पोतनो गाल मुक्यो . आने आ भायङै जोरथि चुंबन कर्यु . एना माटेनो शेयर
  तुम जहां कहींभी जाओ मुझको पता बताना
  तेरी दीद का दीवाना . मुझको न भूल जाना …दीद = दर्शन

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: