યાદ રાખવા જેવું નાટક સંતુ રંગીલી (૧૯૭૩)

 

યાદ રાખવા જેવું નાટક

સંતુ રંગીલી (૧૯૭૩)

rarita joshi

સરિતા જોશી
‘આ ફૂલરાણીનું રાજ અમર તપો.’
૧૯૭૩ના વર્ષમાં અલગ કર્ણાટક રાજ્યની રચના થઈ, અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્ન થયા, સચિન તેંડુલકર અને ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ થયો અને મધુરાયે લખેલા નાટક ‘સંતુ રંગીલી’નો પહેલો શૉ તા. ૧૬મી નવેમ્બર, ૧૯૭૩ના રોજ અમદાવાદના નાટ્યગૃહમાં ભજવાયો! ઈન્ડિયન નેશનલ થીએટરનું આ નિર્માણ ઘણું જ લોકપ્રિય બન્યું અને તેણે ઝડપભેર બેવડી સદી પૂરી કરી. તેનો ૨૦૦મો શૉ મુંબઈની જયહિન્દ કોલેજ ખાતે તા. ૧૨મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ થયો.

madhuray

સંતુ રંગીલી નાટકના કુલ ૫૦૦થી વધુ શૉ થયા હોવાનું કહેવાય છે. પ્રવીણ જોશી તેના દિગ્દર્શક હતા અને હીરો પણ હતા અને સરિતા જોશી સાથે તેમની જોડી બહુ જામી હતી. નાટકના અન્ય કલાકારોમાં સુરેશ રાજડા, લીલા જરીવાલા, સાધના પટેલ, દિનકર જાની, લતેશ શાહ, પ્રદીપ મરચંટ, શરદ સ્માર્ત, જયાબહેન ભટ્ટ, ડી.એસ. મહેતા, સરોજ દેસાઈ અને શફી ઈનામદાર હતા.

૧૯૮૦માં પ્રવીણ જોશીના અવસાન બાદ તેમના ભાઈ અરવિન્દ જોશીએ સફળતાપૂર્વક નાટકનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ નાટકમાં સુંદર અભિનય માટે સરિતા જોશીને તા. ૧૪-૦૧-૧૯૮૯ના રોજ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનના હસ્તે સંગીત નાટક એકાડેમીનો એવૉર્ડ મળ્યો હતો.

બર્નાર્ડ શૉના મૂળ પાત્રો અને મધુરાયે ઘડેલા તેમના ગુજરાતી અવતાર આ પ્રમાણે છેઃ

HENRY HIGGINS હિમાદ્રિવદન વીરમિત્ર વૈષ્ણવ
ELIZA DOOLITTLE સંતુ કરસન મિસ્ત્રી
COLONEL PICKERING ડૉ. બુવારીયા
FREDDY મનોજ ધરમલાલ
MRS. PEARCE દેવીબહેન
ALFRED DOOLITTLE કરસનભાઈ પશાભાઈ મિસ્ત્રી
MRS. HIGGINS લેડી સૌદામિની
MRS. EYNSFORD HILL શ્રીમતી ધરમલાલ
CLARA બીના ધરમલાલ

બર્નાર્ડ શૉએ ૧૯૧૨માં પિગ્મેલિયન નાટક લખ્યું હતું. ત્યાર પછી તેની પિગ્મેલિયન ફિલ્મ ૧૯૩૮માં બની. તે પછી માય ફેર લેડી નાટક (૧૯૫૬), માય ફેર લેડી ફિલ્મ (૧૯૬૪) અને સંતુ રંગીલી નાટક (૧૯૭૩) આવ્યા. આ યાદગાર સફરનો મજેદાર સચિત્ર અહેવાલ વાંચો નીચેની લિન્ક પરઃ
પિગ્મેલિયનથી માય ફેર લેડી અને
સંતુ રંગીલી સુધીની યાદગાર સફર

http://mavjibhai.com/pygmalion-santu-safar/pygmalion-santu.htm
બર્નાડ શૉએ ૧૯૧૨માં લખેલું પિગ્મેલિયન નાટક વાંચવું છે? અમેરિકાની Pennsylvania State University તરફથી તેની સરસ ઈ-બૂક બનાવવામાં આવી છે. ક્લીક કરો અને વાંચો આ ઈ-બૂકઃ
PYGMALION-PENN-EBOOK

http://mavjibhai.com/pygmalion-penn-ebook.pdf
૧૯૭૩ના સંતુ રંગીલી નાટકનું દુર્લભ ઓડિયો રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. આ રેકોર્ડિંગ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનના પ્રણેતા લલિતભાઈ શાહ પાસે સચવાયેલું હતું. આ રેકોર્ડિંગ વિશે વધુ માહિતી જો કોઈની પાસે હોય તો તે mavjibhai@gmail.com પર ઈ-મેલ કરીને મોકલાવવા વિનંતી છે.

જે રસિક જનોને આ ઓડિયો રેકોર્ડિંગ સાંભળવાની ઈચ્છા હોય તેમને નીચેની લિન્ક કરી પોતાના કોમ્પ્યુટર પર સમગ્ર નાટક ડાઉનલોડ કરી સાંભળવા વિનંતી છે. ડાઉનલોડ થતી ફાઈલ ઝીપ ફાઈલ છે જેને કોઈ પણ ઝીપ સોફ્ટવેર વડે ખોલવાથી તેમાંથી એમ.પી.-૩ ફાઈલ બહાર આવશે. અહીં અપાયેલ સાઉન્ડ રેકોર્ડિંગ Hi-Fi Stereoમાં છે એટલે જો હોમ થીએટર પર વગાડીને સાંભળશો તો ખુશ થઈ જવાશે.
(૧) સંતુ રંગીલી નાટક : અંક પહેલો
(ઝીપ ફાઈલની સાઈઝ ૪૬.૭૩ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૪૯ મિનિટ ૫૫ સેકન્ડ)

https://dl.dropboxusercontent.com/u/75617680/Santu_Rangili_Ank_Ek.zip

 

(૨) સંતુ રંગીલી નાટક : અંક બીજો
(ઝીપ ફાઈલની સાઈઝ ૨૧.૭૦ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૨૩ મિનિટ ૧૦ સેકન્ડ)

https://dl.dropboxusercontent.com/u/75617680/Santu_Rangili_Ank_Be.zip

 

(૩) સંતુ રંગીલી નાટક : અંક ત્રીજો
(ઝીપ ફાઈલની સાઈઝ ૧૦.૫૯ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૧૧ મિનિટ ૧૮ સેકન્ડ)

https://dl.dropboxusercontent.com/u/75617680/Santu_Rangili_Ank_Tran.zip

 

(૪) સંતુ રંગીલી નાટક : અંક ચોથો
(ઝીપ ફાઈલની સાઈઝ ૭.૧૯ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૭ મિનિટ ૪૦ સેકન્ડ)

https://dl.dropboxusercontent.com/u/75617680/Santu_Rangili_Ank_Char.zip

 

(૫) સંતુ રંગીલી નાટક : અંક પાંચમો
(ઝીપ ફાઈલની સાઈઝ ૧૪.૬૧ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૧૫ મિનિટ ૩૫ સેકન્ડ)

https://dl.dropboxusercontent.com/u/75617680/Santu_Rangili_Ank_Panch.zip

 
આ ભજવાયેલા સંતુ રંગીલી નાટકનું રેકોર્ડિંગ સાંભળી તેની સરખામણી મધુરાય લિખિત છપાયેલા સંતુ રંગીલી નાટક (રૂપાલી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ એપ્રિલ ૧૯૭૬) સાથે કરવાની તસ્દી ન લેશો. છપાયેલી ચોપડી મૂળ પિગ્મેલિયનને અનુસરે છે તો પ્રવીણ જોશીનું નાટક માય ફેર લેડી ફિલ્મને અને બન્ને વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે. જો કે હાથી તથા ઘોડો બન્ને ઉમદા અને સવારી કરવા માટે ગમે તેવા પ્રાણી છે. એ તો એવું છે કે કોઈને હાથી ગમે તો કોઈને ઘોડો!

૧૯૩૮ની પિગ્મેલિયન ફિલ્મ અને ૧૯૬૪ની માય ફેર લેડી ફિલ્મ જોવાની લાલચ થઈ આવે છે? બેઉ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. શોધ કરશો તો મળી આવશે. ન મળી શકે તો માવજીભાઈને કહેજો. તેમની પાસે તો તે બન્ને ફિલ્મ ઘણા વર્ષોથી છે. જો તમે ૧૯૬૪ની માય ફેર લેડી ફિલ્મ જોશો તો તમને તેના અગાઉના નાટક-ફિલ્મના તમામ સંસ્કરણ ફીક્કા લાગશે.

સૌજન્ય http://mavjibhai.com/index.html

 

 

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

  1. Vimala Gohil
    જાન્યુઆરી 13, 2016 @ 14:32:28

    આભાર…આભાર…આભાર… સાહેબ,
    આજે તો આપે પ્રસાદી જ નહીં પણ પુરો ભોજન થાળ જ પીરસી દીધો!!!
    જોકે હજુ પ્રસાદી જ ચાખી છે,હવે ભરપેટ(મનભેર) જમીશું નિરાંતે.

    Liked by 1 person

    જવાબ આપો

  2. Rajul Kaushik
    જાન્યુઆરી 13, 2016 @ 20:15:30

    પિગ્મેલિયન, માય ફેર લેડીથી માંડીને સંતુ રંગીલી સુધીની કેવી મઝાની સફર !
    સંતુ રંગીલી નાટક તોમેં પણ જોયેલુ.
    જે અદાથી સરિતા ખટાઉ બોલતા ‘ એક દિ તારો ય ડંકો વાગશે…
    અને થિયેટર તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠતુ. સાચે જ એ સમયે સરિતા જોષી અને પ્રવિણ જોષીના નામનો ડંકો વાગતો.

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
      જાન્યુઆરી 13, 2016 @ 21:35:24

      તમે તો અભ્યાસુ સમિક્ષક છો. કેટલીક વાર સારી સ્કિપ્ટ થી કલાકાર વખણાય તો કેટલીક વાર કલાકારની અદાથી સ્ક્રિપ્ટ વખણાય. જ્યારે બન્નેનો સમન્વય થાય ત્યારે એ ચિરંજીવી બની જાય. એક સીધું સાદું વાક્ય “કિતને આદમી થે/” બોલાય એટલે આખી ફિલ્મ સામે આવી જાય.

      Like

      જવાબ આપો

  3. Rajul Kaushik
    જાન્યુઆરી 13, 2016 @ 21:36:44

    સાવ સાચી વાત.

    Liked by 1 person

    જવાબ આપો

  4. Vinod R. Patel
    જાન્યુઆરી 16, 2016 @ 20:39:54

    સંતુ રંગીલી નાટક અમદાવાદ માં ભજવાતું હતું એ જોયું હતું. સરિતા જોશીની અદાકારી હજુ યાદ છે. એમણે પાત્રને જીવી જાણ્યું હતું. પ્રવીણ જોશી નો અને INT નો એ વખતે ડંકો વાગતો હતો.

    Liked by 2 people

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: