( 837) ૮૦ મા જન્મદિને એક નવું પ્રસ્થાન-વાર્તાઓ અને ચિંતન લેખોના ઈ-પુસ્તકોનું વિમોચન

pravinshastri January 15, 2016 at 8:10 AM

માનનીય સ્નેહાળ વડીલ મિત્ર વિનોદભાઈને જન્મદિનના વધામણાંની સાથે સાથે પુસ્તક પ્રકાશિત ઈ-પુસ્તકના વિમોચન માટે ખૂબ ખૂબ અભિનંદન અને સાદર પ્રણામ.
અજાતશત્રુ વિનોદભાઈનું સમગ્ર જીવન સંઘર્ષ, પુરુષાર્થ અને જીવનના અનેક સુખદ-દુઃખદ પ્રસંગોથી ભરપૂર છે. મારી સમજ પ્રમાણે તો એમનું જીવન જ સાહિત્યનો મહાગ્રંથ છે. એમણે એમની જીવન દ્ર્ષ્ટિ કમેશાં હકારાત્મક બનાવીને હસતે ચહેરે સુખદ સૃષ્ટિ સર્જી છે.
પ્રમાણિકપણે કહું તો એમનુ તમામ સર્જન હજું મેં વાંચ્યું નથી. છતાં છેલ્લા ત્રણ વર્ષમાં જેટલું વાંચ્યું છે તે બધું ઉત્તમ લાગ્યું છે. એઓ ગજબના સંકલનકાર છે. મારી વાર્તા ઉપરાંત મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી શરૂ કરવાની પ્રેરણા મને વિનોદ વિહારમાંથી જ મળી છે.
આગામી બીજા એકવીશ વર્ષ સુધી એઓ તંદુરસ્તી જાળવીને વાચકોને ઉત્તમ સાહિત્ય પીરસતા રહે એજ પ્રભુ પ્રાર્થના. હું જાણું છું કે મારા બ્લોગના બધા જ વાચકો વિનોદ વિહારથી અજાણ્યા નથી. તેમ છતાં એમના પ્રત્યેનો આદરભાવ એમની જીવન યાત્રાનો આ લેખ રીબ્લોગ કરવા પ્રેરે છે.

Vinod Patel

HAPPY BIRTHDAY VINODBHAI

વિનોદ વિહાર

૧૫મી જાન્યુઆરી, ૨૦૧૬ એ મારો ૮૦ મો  જન્મ દિવસ છે. આ દિવસે મારી જીવન યાત્રાનાં ૭૯ વર્ષ પૂરાં કરીને હું ૮૦ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.આ દિવસે ભૂતકાળમાં અમદાવાદમાં માણેલ પતંગોત્સવના આનંદ અને જન્મોત્સવના આનંદની એ મધુર યાદો તાજી થઇ જાય છે. “માણ્યું એનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણુ “

સમય સમયનું કામ કર્યે જાય છે . દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે એની સાથે નિયતિએ જે આવરદા નક્કી કર્યો હશે એમાંથી એક વર્ષ ઓછું થતું જાય છે. જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.

જોશ મલીદાબાદીનો એક સરસ શેર છે:

”જીતની બઢતી,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી “

જિંદગીની મુસાફરી માટે આપણી આ શરીર અને આત્માની ગાડી જન્મ નામના સ્ટેશનેથી ઉપડે છે અને ઉંમરના જુદા જુદા સ્ટેશનોએ વિવિધ અનુભવો કરાવતી છેવટે મૃત્યુના અંતિમ સ્ટેશને જઈને અટકી જાય છે.

૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન,બ્રહ્મ…

View original post 628 more words

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vimala Gohil
  જાન્યુઆરી 15, 2016 @ 12:00:13

  માનનીય વડીલ વિનોદભાઈને જન્મદિનના વધામણાં.આગામી વરસો પર્યંત તંદુરસ્ત રહીને પ્રેરણા સાહિત્ય પીરસતા રહે એજ અભિલાષા.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Vinod R. Patel
  જાન્યુઆરી 15, 2016 @ 12:31:50

  પ્રિય પ્રવીણભાઈ ,

  આપના મારા માટેના સ્નેહાળ શબ્દો મારા હૃદયને આદ્ર બનાવી ગયા. આપના જેવા મિત્રોનો પ્રેમ જ મને હું જે કઈ પણ અને જેવું પણ કઈ કરી રહ્યો છું એને બહેતર બનાવવાની સદા પ્રેરણા આપતા રહે છે.

  આપની શુભેચ્છાઓ અને પ્રેમ માટે આપનો ખુબ ખુબ આભાર

  Liked by 1 person

  જવાબ આપો

 3. harnishjani52012
  જાન્યુઆરી 16, 2016 @ 20:20:49

  આદરણીય વિનોદભાઈને સ્નેહ વંાન અને કોટી કોટી શુભેચ્ખાઓ.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: