હું, ગુરુઓ અને ઈશ્વર – ત્રિશંકુ

લાંબા સમય પહેલાં લખાયલો આ લેખમાં થોડા સુધારા વધારા સાથે નવા જ લેખ તરીકે ફરી મારા નવા વાચક મિત્રો માટે રજુ કરું છું,

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

trishankus_heaven

હું, ગુરુઓ અને ઈશ્વર – ત્રિશંકુ

કહેવાય છે કે ગુરુ વગરનું જ્ઞાન નકામું. ગુરુ વગરનું જીવન વ્યર્થ છે.  તો મારા જેવા કેટલાક એમ માને છે કે આપણો સમાજ બની બેઠેલા અને વ્યાસપીઠ ચડીને બોધ આપનાર ધર્મગુરુઓએ આપેલ ધર્મના અફિણમાં જ ઉંઘ્યા કરે છે. એવા ગુરુઓની સમાજને જરૂર નથી. નેસમજવા જેવી વાત તો એ છે કે આપણને કોઈ ગુરુ ગમતા ન હોવા છતાં જાણ્યે અજાણ્યે આપણે પોતે જ જન સુધારણાગુરુ બની ગયા છે. જો કે આપણી એટલે કે આપણા જેવા જ આપણા મિત્રોની રેશનાલિઝમની કે ધર્મ વિરોધી વાતો જરાયે કોઈએ અસ્વીકાર કરવી પડે એવી નથી.

ધર્મ, ખાસ તો આપણા હિન્દુ ધર્મ વિરોધી બધા લેખોનો માત્ર એક જ સૂર અને એક જ તાલ ઘસાયલી રેકર્ડની જેમ વાગતો સંભળાય છે. આપણી એટલે કે ધર્મ વિરોધી બની બેઠેલા ઉપદેશકોની પોતાના દૃષ્ટિવર્તુળની ત્રિજ્યા ખુબ નાની હોય એવું લાગે છે અને તે મને કઠે છે. દુનિયા ખૂબ જ આગળ વધી ગઈ છે. ઘણી સામાજિક રૂઢીઓ બદલાઈ…

View original post 895 more words

Advertisements

13 ટિપ્પણીઓ (+add yours?)

 1. P.K.Davda
  જાન્યુઆરી 23, 2016 @ 20:27:07

  ગુરૂ એટએ શિક્ષક કે પ્રોફેસર એ અર્થમાં ગુરૂ ઉપયોગી છે. એ માહિતી અને માર્ગદર્શન આપી શકે. જીવન જીવવાના માર્ગદર્શન માટે મોટાભાગના કહેવાતા ગુરૂ સ્વાર્થી અને ઢોંગી નીકળ્યા છે. જીવન જીવવા માટે તમારો માર્ગ તમારે જ નક્કી કરવાનો છે. તમારો અંતરઆત્મા જ તમારો ગુરૂ થઈ શકે.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Sharad Shah
  જાન્યુઆરી 24, 2017 @ 13:07:28

  There is a law, “BEING ATTRACTS BEING”

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 24, 2017 @ 19:45:39

   It is only when we become our innate happiness that we can attract. Seeking happiness from the outside through things that we perceive will make us happy, will only lead to suffering. OSHO.

   Like

   જવાબ આપો

   • Sharad Shah
    જાન્યુઆરી 25, 2017 @ 00:51:20

    થોડી સમજફેર થઈ ગુજરાતીમાં વધુ સ્પષ્ટ કરું.
    એવો નિયમ છે કે જેવું આપણૂ લેવલ ઓફ બીઈંગ (જીવની જાત) હોય તેવા ગુરુઓ/જીવો પ્રત્યે આપણે આકર્ષાઈએ. દારુડિયો બીજા દારુડિયાઓને શોધી કાઢે તેમ જ.
    ઓશો જે કહે છે તે કે, “ભિતરનો આનંદ વહેવા માંડે તેની સુગંધથી અનેક લોકો આકર્ષાય છે. જ્યારે આપણે બહાર ચીજ વસ્તુઓમાં સુખ શોધીએ છીએ જે મળે તો પણ આપણને અસંતોષ અને પીડા બનેલી જ રહે છે.” એ એટલું જ સાચું છે. અસલ ચીજ ભિતરનો સ્વાનંદ છે………………

    Like

    જવાબ આપો

 3. Sharad Shah
  જાન્યુઆરી 25, 2017 @ 03:45:30

  કોઈ ગુરુ જ્ઞાન નથી આપતો. જ્ઞાન આપી શકાતું હોય તો બધાને ન આપી દે. હા, શિક્ષક જ્ઞાન આપે…વિજ્ઞાનનુ, ગણિતનુ કે અન્ય વિષયોનુ.. ગુરુ કેવળ જગાડી શકે, અંતરયાત્રા માટે પ્રેરી શકે, આહ્વાન કરી શકે, બાકી ભિતરની યાત્રા તો દરેકે સ્વયં જ કરવી પડે અને જ્ઞાન દરેક વ્યક્તિની ભિતર પેદા થાય. કોઈનુ ઊછીનુ હોય તે જ્ઞાન નથી. છત્તાં તે એક જ છે.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 25, 2017 @ 07:58:35

   પોતાનામાં પોતે ખોવાઈ જવું; અને પોતાનામાં પોતાને શોધવામાં ટૂંકા જીવતરને વહાવી દેવાની બધાને જ ઈચ્છા હોતી નથી. જેમને પોતાના જીવનથી અસંતોષ હોય તેઓ જ આંતરયાત્રાના માર્ગે વળે. એમને એ આંતરિક શાંતિ પણ અર્પે.

   Like

   જવાબ આપો

   • Sharad Shah
    જાન્યુઆરી 25, 2017 @ 11:31:29

    તમને કોઈ જબર જસ્તી નથી. એક્વેરીયમની માછલી સાગરની માછલી કરતા વધુ સુરક્ષિત હોય. નાની શી દુનિયા અને સમયસર ભોજન માલિક આપ્યા કરે અને મોજથી એ કાચના ઘરમાં જીવન વિતાવે. આ વાત તો એમના માટે જ છે જેમનામાં મહાસગરના જોખમો ઊઠાવવાનુ જોમ છે. જેમને સાગરની લહેરો સાથે ઝુલવું છે. જેમને સુર્ય પ્રકાશના રંગો માણવા છે. જેમને ઘુઘવતા સાગરમાં સ્વતંત્ર થઈને ઘુમવું છે. આપણને એક્વેરિયમમાં મજા આવતી હોય તેનાથી ખુશ હોઈએ તો મજા કરવી. પણ પછી સાગરની વાતો બધી ગપગોળા છે અને બધા ગુરુઓ જે સાગરની વાત કરે તે જુઠ્ઠા અને ઢોંગી છે તેવા વકતવ્યો ન આપવા. હા, કેટલાંક એવા શઠ ગુરુઓ હોય પણ ખરા. પણ એકવાર જેને સાગરનો અનુભવ થયો હોય તેને તે ન છેતરી શકે. એકવેરીયમની માછલીઓ છેતરાઈ જાય. અને છેતરાયા પછી કહેવા લાગે કે આ બધું સાગર બાગર જેવું કાંઈ નથી. પણ તેનાથી સાગરના અસતિત્વને કાંઈ ફરક ન પડે, નાહક એકવેરિયમની માછલી વાદ-વિવાદમાં ઉતરી દુખી થાય. આપણે તો એકવેરીયમમાં રહી જલસા કરવા. આ બધી સાગરની વાતો અને વિવાદોમાં ન પડવું.

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
     જાન્યુઆરી 25, 2017 @ 20:19:45

     શરદભાઈ આપે ખૂબ સરસ વાત કરી. ખૂબ જ વિચારવા જેવી અને ખરેખર સમજવા જેવી જ વાત છે. હું સામાન્યરીતે ઉપરછલ્લો સુખી માનવી છું. ગુરુ ક્લાસના માનવીઓ મારા લેવલ કરતાં ઊંચા આસન પર વિરાજે છે. જેમને જોવા સમજવા માટે માથા પરની ટોપી નીચે પડી જાય એટલી ડોક પાછળ વાળીને જોવું પડે. જેને અમેરિકન સ્લેંગ ભાષામાં “Pain in a neck” હું તો રસ્તે ચાલતો માનવી.

     Like

     જવાબ આપો

     • Sharad Shah
      જાન્યુઆરી 26, 2017 @ 02:54:10

      પ્રવિણભાઈ,
      શા માટે આપણી જાતને આટલી નીચી જોવી? કોઈ ભટકે તો ભટકી ભટકીને જવાનો ક્યાં? જ્યાં ચાર બાજુ એ જ છે. એના સિવાય બીજું કશું નથી. એક શક્તિ અનેકરુપે પ્રગટેલી છે. જેને પરમાત્મા કહે. નામ ગમે તે આપો. વિજ્ઞાન તેને એનર્જી કહે. આપણે જેને ભટકેલો કહીએ તે બહુ બહુતો દરુડિયો હોય કે વૈશ્યાગમન કરતો હોય કદાચ જુગાર રમતો હોય કે બે-પાંચ પચ્ચીસ કાયદાની નજરમાં ગુનાઓ કર્યા હોય એથી વધારે શું કરી શકવાનો? આપણી વ્યાખ્યાઓ મુજબ આવો માણસ ભટકેલો, છટકેલો કે લટકેલો જે કાંઈ કહીએ. તો પણ તેની ભિતર પરમાત્માનો અંશ છે અને પુરી સંભાવના છે કે તેવો માણસ પણ જીવનના મુળ ધ્યેય સુધી પહોંચી શકે. ઈતિહાસમાં આવા દાખલાઓ અંગુલીમાલ કે વાલિયા લુંટારાના છે જ. એટલે કોઈએ હતાશ કે નિરાશાના સુર કાઢવાની જરુર નથી હોતી કે પોતાની જાતને નીચી આંકવાની જરુર નથી હોતી. જીવનમાં ક્યારેય ગીલ્ટભાવ ન આવવા દેવો. જેવો છું તેનો સ્વિકાર કરવાની અને જાગૃત થવાની જરુર હોય છે.
      આપણે ખેતરને ખેડી શકીએ, ખાતર, પાણી, સારું બિયારણ નાખી શકીએ છીએ બાકી બીજને અંકુરિત કરવાનુ અને છોડ ઊછેરી તેમાં અનેક બીજને જન્મ આપવાનુ કામ એ પરમશક્તિ જ કરે છે. ભોજન બનાવી શકીએ, ખાઈ શકીએ પણ ભોજનમાંથી રક્ત,રસ, માંસ મજ્જા ન બનાવી શકીએ.
      ટેકનોલોજી ગમે તેટલી વિકસે ન તો ક્યારે કૃત્રિમ બીજ કે જીવ પેદા કરી શકે. વિજ્ઞાનની આ મર્યાદા છે. વિજ્ઞાન કેવળ બીજનુ રાસાયણિક વિશ્લેષણ કરી શકે, બીજ ઉત્પન ન કરી શકે. બહુ બહુ તો બીજના બંધારણમાં ફેરફાર કરી શકે. પણ આપણા કહેવાતા રેશનાલીસ્ટોને આટલી સીધી સાદી વાત સમજાતી નથી. વિજ્ઞાન ક્યારેય એનર્જીનુ સર્જન ન કરી શકે બહુ બહુ તો રુપાંતર જ કરી શકે છે. જે વૈજ્ઞાનિકો છે તેમને આ સમજાય છે અને એટલે જ તેઓ કોઈ પરમશક્તિ છે તેનો સ્વિકાર કરે છે પણ આ રેશનાલીસ્ટો બધા સુંઠના ગાંગડે થયેલા ગાંધી છે. વિજ્ઞાનની કેવળ વાતો કરે છે અને વિજ્ઞાનના નિયમોની ખબર નથી. કુતર્કથી કેટલાયને રવાડે ચઢાવી દીધા છે. આવા રેશનાલીસ્ટોથી ચેતતા રહેવું. તેમના બહુ પ્રભાવમાં આવવાની જરુર નથી. મસ્તીમાં અને જાગ્રુતિપૂર્વક જીવવું ન કોઈ કહેવાતા ધાર્મિક ગુરુઓની ચુંગાલમાં ફસાવું. કહેવાતા ધાર્મિકો અને કહેવાતા રેશનાલીસ્ટો બન્ને મુર્ખાઓની જમાત છે. એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. બાકી મુર્ખતામાં કોઈ ભેદ નથી.

      Liked by 2 people

      જવાબ આપો

      • pravinshastri
       જાન્યુઆરી 26, 2017 @ 08:28:01

       શરદભાઈ તમે જે વાત કરી તેમાંં કસું યે અસમ્મત થવા જેવું નથી.હું પણ આ જ માનું છું. તમારા જેટલા વ્યવસ્થિત શબ્દોમાં હું રજુ ના કરી શકું. તમારામાં એ કુશળતા છે.

       એક વાત કહું.
       બે બાળકો. ભાઈઓ. પિતા બન્નેને ઝિગ શો પઝલના બોક્ષ આપે. એક ભાઈ માથા કૂટ કરે. ચિત્ર ન બનાવી શકે, અકળાય બીજાની મદદ લે. પીસીસ ગોઠવીને એક સરસ ચિત્ર ઉપસાવે અને લોકોને બતાવે અને મેં કંઈ કર્યું. એને મદદ કરનાર એનો ગુરુ.
       બીજો ભાઈ મારા જેવો આળસુ હોય. એ જાણે છે કે બાપાએ જે બોક્ષ આપ્યું છે. એમાંથી આ જ ચિત્ર બનવાનું છે. ચિત્ર બનાવવું જ નથી. લમણાંજિક કરવી જ નથી.
       બન્ને ભાઈઓ મોટા થાય. બન્ને પાસે એક સરખી ઘરવખરી હોય. એનું ઘર વ્યવસ્થિત રીતે ગોઠવાયલું હોય. બીજાની પાસે પણ એ જ વસ્તુઓ હોય પણ ગમે તેમ પડી હોય. એને જરૂરી વસ્તુ એને અવ્યવસ્થિત ઢગલામાંથી જ મળી જતી હોય.
       બસ આ જ વાત છે. ઘણા ઘણા માનવીઓ આ રીતે જ જીવે છે. વૈચારિક ફિલોસોફી કે જીવનને વલોવ્યા કરીને એમાંથી નવનીત કાઢવાની કોશિશ કરતા રહે છે. કેટલાકને એવી પડી જ નથી. મારા જેવો જીવનમાં મળેલું ક્ષીર કે દૂધને દૂધ તરીકે પીવામાં માનતો હોય છે. દૂધને ફાડીને દહીં બનાવવું, પણી સાથે મેળવીને છાસ વલોવી માખણ બનાવીને ખાવું. કાહેકો કડાકૂટ કર્તવ્યમ!
       આપના પ્રતિભાવો ગમે છે.
       સ્વતંત્ર લેખ તરીકે આપે જે લખ્યું છે તેને વિસ્તૃત કરી મને મારા બ્લોગ માટે આપો. આપના અને અન્ય વાચકોના વિચારો કે પ્રતિભાવો એક સરસ ચર્ચા બની રહેશે. સામાન્યરીતે મિત્રના લેખોમાં હું મારી ટિપ્પણી ઉમેરતો નથી. દાખલા તરીકે ફેસબુકમાં કોઈ મિત્રની પોસ્ટ શેર કરું કે કોઈ મને એમની પોસ્ટ ટેગ કરે તો માત્ર લાઈકથી આગળ વધતો નથી. હમણાં મારા એક બિમાર સ્વજનની ખબર કાઢવા ન્યુ જર્સીથી ફ્લોરિડા આવ્યો છું કોમ્પ્યુટરપર વધુ સમય નથી મળતો. તમે આર્ટિકલ મોકલજો. હું કોપી પેસ્ટ કરી બ્લોગમાં મૂકતો રહીશ.

       Like

       જવાબ આપો

 4. Sharad Shah
  જાન્યુઆરી 26, 2017 @ 09:17:20

  પ્રવિણભાઈ;
  હમણા મેં એક ભજન ફેસબુક પર મુક્યું છે. કબીર પંથીઓનુ એક ગ્રુપ છે જે મધ્યપ્રદેશના દેવાસ પાસેના એક ગામમાં ચાલે છે. એ ગ્રુપ તારીખ ૨૩મી જાન્યુઆરીએ અહીં અમારા અશ્રમમાં આવેલ અને રાત્રે દોષ કલ્લાકનો ભક્તિ સંગિતનો કાર્યક્રમ રાખેલ. ખુ જ મજા આવી. અહીં અમારા ગુરુ પોતે ખુબ સારું ગાય છે અને અનેક કલાકારો આશ્રમમાં આવતા હોય છે. બિસ્મિલ્લાખાન, અબ્બુખાન, હરિપ્રસાદ ચોરસિયા જેવા મોટાગજાના કલાકારો આવે છે. અહી રોજ રાત્ર સંગિત સભા હોય. આ ગ્રુપના એક બહેન છે જેમનુ નામ શબનમબેન છે. મુસ્લમાન પરિવારથી છે તેમનુ ભજન છે. સાંભળજો. આપ સંદિતપ્રેમી છો તો ખુબ મજા આવશે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: