કૂતરાંની જાત

શું શ્લીલ અને શું અશ્લીલ

“અશ્લીલ”ની શબ્દકોષ પ્રમાણેની વ્યાખ્યાઓ
.
શોભા ન આપે તેવું, અસુંદર. (૨) બોલતાં કે સાંભળતાં ભૂંડું લાગે તેવું, ભૂંડી ગાળોથી ભરેલું, ગ્રામ્ય, ‘વલ્ગર’ બીભત્સ; નઠારું (૨) અસભ્ય; ગ્રામ્ય બેશરમી; નિર્લજ્જપણું.

[ સં. અ ( નહિ ) + શ્લીલ ( શોભાવાળું ) ] ગામડીઆ બોલી. ગાળ; અપશબ્દ. ( કાવ્ય ) સાંભળતાં શરમ, અણગમો કે અપશુકનનો ભાવ પેદા કરે એવી ભાષા વાપરવાનો દોષ. સાંભળવાથી શરમ આવે એવા શબ્દ. કેળવણી નહિ પામેલું. નઠારૂં; બીભત્સ; બોલતાં કે સાંભળતાં શરમ આવે એવું; અસભ્ય; ગ્રામ્ય.
.
ગુજરાતી લેક્ષિકોન પ્રમાણે, અશ્લીલના અર્થમાં મને ક્યાંએ કામક્રિડા, રતિક્રિડા, નરનારીની સંભોગ ક્રિયાને અશ્લીલ ગણવામાં આવી નથી. સાંસ્કૃતિક રીતે ખજુરાહોના શિલ્પ કે વાત્સાયનના કામસૂત્રની વાતોને સર્વાનુમતે અશ્લીલ ગણાયા નથી. નરનારીના દેહસમાગમ કે એની અભિવ્યક્તિને ભદ્ર સમાજ અશ્લીલ ગણતો આવ્યો છે. છતાં એનું પ્રદર્શન ના કરાય. એની વાતો ના થાય વિગેરેના બંધનો બાંધછોડ સાથે સ્વીકારાયા છે. સમય સ્થળ અને વ્યક્તિ કે સમાજ પોતાના અલગ મૂલ્યોથી મૂલવતો રહ્યો છે.
.
નર અને નારીનો દેહ સંબંધ પછી તે માનવ હોય કે પ્રાણી હોય એ અનિવાર્ય છે. માનવ એ ગુપ્ત રાખીને જ અંગત કામસંવેદના જાગૃત રાખે છે. નગ્નતા ઉપર આવરણ રાખીને આકર્ષણ સર્જે છે. એ શ્લીલ છે. પણ ખૂલ્લે આમ પ્રદર્શન કરવું કે પ્રદર્શન જોવું એ ભદ્ર સમાજમાં અશ્લીલ ગણાય છે. પણ ભદ્ર કોણ. ભદ્રતાનું લાયસન્સ ક્યાં મળે?
.
હું નાનો હતો. શેરીમાં રખડતાં કૂતરા, બકરા બકરીઓ, મરઘા મરઘી અમારે માટે નવાઈની વાતો ન હતી. એમની વચ્ચેનું મેટિંગ અમે કુતુહલતાથી જોતા. એમાં રસ પણ પડતો. શેરી-મહોલ્લાના કોઈ વડીલ બુમ પાડતા “છોકરાંઓ શું જૂઓ છો. જાવ ઘરમાં જાવ.” અમે ભાગતાં છૂપાઈને જોતાં. બિચારા પ્રાણીઓ પર પથરા પડતા.
.
કારણકે વડીલોની દૃષ્ટિએ પ્રાણીઓ અભદ્ર હતા. હવે એ જ દૃશ્ય બે પુખ્ત ઉંમરની વ્યક્તિ રસ્તામાં જૂએ તો શું પ્રતિભાવ આપે?
.
શ્વાનની કામક્રિડા અને પ્રતિભાવની વાતો શ્લીલ ગણાય કે અશ્લીલએનો નિર્ણય આપ વાચકો પર છોડું છું. મિત્ર લેખક શ્રી કૌશિક દીક્ષિતની એક લઘુવાર્તા આપને માટે રજુ કરું છું. જેને અશ્લીલ ગણીને એક સામયિકે જાકારો આપ્યો હતો. હું ચોક્કસ પણે માનું છું કે મારા વાચક વર્ગમાં ૧૮ વર્ષની નીચેના કોઈ કિશોર કિશોરીઓ નથી જ…..જો કોઈ બાળકો વાંચતા હો તો અહીંથી અટકી જવા આ શાસ્ત્રીદાદાની વિનંતી છે. જોકે આ તેમને સમજાય એવી વાર્તા નથી જ.

.

Kaushik Dixita

                                                   કૌશિક દીક્ષિત

કૂતરાંની જાત

.
રોશની અમારી ઓફિસમાં રીસેપ્શનીસ્ટ તરીકે ત્રણેક મહીનાથી જોડાઈ હતી. જુવાન , ચપળ અને અલ્લડ વ્યક્તિત્વ. આખી ઓફીસ જાણે રાતોરાત જુવાન થઇ ગઈ! ઓઝાએ વાળમાં ‘ડાય’ કરાવી, કુલકર્ણીએ ‘કાકા’-છાપ ચશ્માની ફ્રેમ બદલી, ગોલ્ડન-રીમ-લેસ ફ્રેમની નવી નજર પહેરી. પેલો સંત ગણાતો પુરોહિત પણ ચોળાએલા પેન્ટ-શર્ટની જગ્યાએ ઇસ્ત્રીદાર પહેરવા માંડ્યો. થોડો-ઘણો ફેર તો મારામાં પણ પડ્યો હોવાનું મારે કબૂલવું પડશે!
આટલા વખતમાં અમે કેટલાં નજીક આવી ગયાં છીએ! રોજ સવારે ઓફિસમાં આવી, મારી કેબીનના બારણાને હડસેલો મારી કૈક મસ્ત રીતે “ હાય બોસ ! હું આવી ગઈ છું!” એમ ટહુકો કરી જતી. કોઈક વાર “બોસ” ને સ્થાને ‘હાય હેન્ડસમ’ કહેવાતું, ક્યારેક તેમાં રોશનીની મારકણી આંખનો ઉલાળો પણ ભળતો. અને સાચું કહું? હું પાણી-પાણી થઇ જતો! સાલું, આપણે ય તે માણસ છે ને, યાર! પણ રોશની આટલી રંગીન હશે, તેનો અનુભવ મને કાલે જ થયો. બે-ત્રણ દિવસ પહેલા જ તેના હાથથી જ મારી ‘ટાઈ’ની ‘નોટ’ તેણે ઠીક કરી, તે ય મારી કેબીનમાં! સાલું કોઈ જોઈ જાય તો! મને સાચે જ ગલીપચી થઇ હતી. એ પાછી, જાણે છે કે હું પરણેલો છું, અને સ્મિતા પ્રેગ્નન્ટ છે તેની ય તેણે જાણ છે. પણ આવી ‘હોટ’ વ્યક્તિ વગર માંગ્યે પીરસતી હોય ત્યારે ‘પરિણીત’ હોવાની બાબત કોણ યાદ રાખે? શું કહો છો તમે? બે વર્ષ પહેલા સ્મિતા સાથે લગ્ન કરી મેળવેલો ‘પરિણીત’નો દરજ્જો પહેલી વાર ખૂંચ્યો. બાપુ! હું પ્રપોઝ કરું તો રોશની ‘ના’ ન કહે!
જબરો ફોરવર્ડ ફટાકો છે રોશની! ગઈ કાલે બપોરે લંચ વખતે મારી કેબીનમાં આવી. રીસેસનો સમય. બધો સ્ટાફ લંચ માટે બહાર ગએલો. કેબીનમાં આવી પાંડુને ‘રાજરત્ન’ રેસ્ટોરાંમાંથી ઢોંસા લાવવા તેણે જ રવાના કર્યો. અને આવીને, બીજી ખુરશી ઘસડી લાવી ને મારી લગોલગ બેસી ગઈ. મને ગમ્યું ય ખરું- ખોટું કેમ કહેવાય? વિસ્ફારિત થએલી મારી આંખોને તેણે ઓળખી. ‘વ્હાય ડોન્ટ વી બુક અ રૂમ ઇન અ હોટલ ટૂ નાઈટ?’-તેણે લળીને લાડમાં કહ્યું. તેની આંગળીઓ મારા વાળને સહેલાવવા માંડી. હું તો માંડ માંડ ભાનમાં રહ્યો! હું રેશમી સ્પર્શ માણતો રહ્યો, અને મારી મંજુરીની દરકાર કર્યા સિવાય જ તેણે હોટલ રોયલ રીજન્સીમાં, મારા જ ફોન ઉપરથી મિસ્ટર અને મિસિસ શેખર ગુપ્તાના નામે રૂમ બુક કર્યો. ફ્લાઈંગ કિસ કરીને ગઈ તે તેની જગ્યાએ. હું ઓફીસ છૂટવાની, સાંજ પડવાની અને રાત પડવાની રાહ જોવા માંડ્યો. સ્મિતાને પણ ફોન કરી દીધો કે – ‘હું ઓફીસ કામે બહારગામ જાઉં છું અને મોડી રાતે અથવા સંવારે પાછો આવીશ.’
ઓફીસ છૂટી. રોશની મારી કેબીનમાં આવી. અમે બંનેએ એક એક કપ કોફી પીધી. અંધારું થતાં જ અમે ઓફીસ બહાર નીકળ્યા.
“ઇફ યુ ડોન્ટ માઈન્ડ આઈ’લ ડ્રાઈવ ધ કાર’ રોશની એ કહ્યું. આજે તો બધું જ ‘હા’. મેં તેને ગાડીની ચાવી આપી. તે ડ્રાઈવર સીટ ઉપર બેઠી, અને હું તેની પડખે ગોઠવાયો. હોટલ રોયલ રીજન્સી શહેરથી ખાસ્સી દૂર. રસ્તો તદ્દન ખાલી હતો. કારની સ્પીડ ૧૦૦-૧૨૦ની હશે. રોશની આટલું સારું ડ્રાઈવ કરતી હશે તેનો મને ખ્યાલ જ ન હતો.આવી સ્માર્ટ છોકરીનો સંગ, અને આજની રાત! ક્યા બાત હૈ!
પણ…અચાનક બ્રેક વાગી. ગાડી સાઈડમાં ઉતરી ગઈ, અને ઝાડ સાથે અથડાઈને ઉભી રહી.રોશનીએ બચાવવાના પૂરતાં પ્રયત્નો કર્યાં, પણ રસ્તાની વચોવચ મૈથુન-રત શ્વાન યુગલ અમારી કાર નીચે આવી જ ગયું! હું બેભાન થયો તે અગાઉનું દ્રશ્ય મને હજુ યાદ છે – સ્ટીયરીંગ વ્હીલ ઉપર હાથ પછાડી રોશની બરાડી ઉઠી હતી –‘સાલી કૂતરાની જાત!’
પોતાના ગુસ્સા ઉપર કોઈ કેટલો કંટ્રોલ કરે?’
૦૦૦૦૦૦૦૦૦૦૦
આમાં અશ્લીલતા ક્યાં આવી.?

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Ravi Jadhav
  જાન્યુઆરી 25, 2016 @ 23:21:32

  GOOD. KEEP IT UP. EXPECT MORE OG YOUR CREATIVITY.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Sharad Shah
  જાન્યુઆરી 26, 2016 @ 11:21:08

  સલામ દિક્ષિતભાઈ. આટલી સુંદર અને માર્મિક વાર્તાને અશ્લીલ કહી નકારનાર સંપાદકની માનસિકતા અંગે શું કહેવું?

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 26, 2016 @ 12:28:26

   ચીતા નહી શરદભાઈ, કૌશિકભાઈ માટે આ નફ્ફટ સંપાદક અમેરિકામાં બેઠો છે. તમે તો મારી સાથે અસકાર કરીને બેઠા છો. શું તમારી કેટેગરી કાઢી નાખું?

   Like

   જવાબ આપો

 3. Pravin Patel
  જાન્યુઆરી 27, 2016 @ 12:03:48

  અશ્લીલતા રોયલ રીજન્સી હોટેલના રૂમમાં આચરી શકાઈ હોત પણ તે પહેલા શ્વાન યુગલે તેમની અશ્લીલતા બતાવીને રોશનીની અશ્લીલતા કરતા રોકી દીધી !
  સ્મિતાએ પૂરી નીષ્ટાથી ગૌરી વ્રત કર્યા હશે !

  Liked by 1 person

  જવાબ આપો

 4. મનસુખલાલ ગાંધી, U.S.A.
  ઓગસ્ટ 06, 2016 @ 23:15:53

  સરસ લેખ છે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: