ડાયસ્પોરા સર્જક મીઠડી “વિનોદીની”

ડાયસ્પોરા સર્જક મીઠડી “વિનોદીની”

વિનોદીની

 

.
ગઈ કાલે દીકરી જેવી મીઠડી સાહિત્યકાર રેખા પટેલ “વિનોદીની” સાથે થોડી સ્નેહાળ વાતો થઈ. ઉચ્ચ સાહિત્યમાં રસ ધરાવનાર વાચક મિત્રો તો એના આ બ્લોગથી પરિચિત જ હશે.

.
https://vinodini13.wordpress.com/category/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/

.
હમણાં જ એમની બુકોનું ગુજરાતમાં જાણીતા સાહિત્યકારોની હાજરીમાં લોકાર્પણ થયું. રેખા બહેને એક સરસ વાત કરી. શ્રી બળવંતભાઈ જાનીએ રેખા બહેનને સૂચવ્યું કે હવે તમે અમેરિકામાં સ્થાયી થયા છો. અમેરિકાની વતો લખો.

.
શ્રીબળવંતભાઈ જાની ડાયસ્પોરા સાહિત્ય અને સાહિત્યકારોને પ્રકાશમાં લાવવા પ્રયત્નશીલ છે. પોતાને ખર્ચે ઘણું જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. હું સાહિત્યકાર નથી એ મારા સૌ વાચક મિત્રો જાણે છે. મારા પુસ્તકો પ્રગટ થયા નથી અને ગુજરાતમાં વેચાયા વહેંચાયા નથી. [માત્ર એક નવલકથા (શ્વેતા સિવાય)].

.
મારી વાર્તાઓ લખીને મારા બ્લોગ દ્વારા વિશ્વના દેશોમાં વહેતી કરું છું. હું ગુજરાત માટે અજાણ્યો છું. આજનું ગુજરાત, સાહિત્ય અને નામાંકિત સાહિત્યકારો મારે માટે અજાણ્યા છે. મારી વાતો અને ખાસ તો વાર્તાઓમાં અમેરિકામાં વસતા ભારતીય માનવ જીવનની વાતો જ વણું છું. મારે માટે અમેરિકા એ વાસ્તવિકતા છે અને ગુજરાત કે ભારત કલ્પના છે. ખૂબ જ ટૂંકા સમય માટે લાંબા સમયે ભારત આવવાનું થાય તો સ્વજનો સિવાય ત્યાંના સાહિત્યકારો સાથે પરિચય કેળવવાનો અવકાશ પણ નથી રહેતો. એટલે મને કોઈ ઓળખતું પણ નથી. મારા જેવા અનેક નાના નાના બ્લોગરો કંઈકને કંઈક ગુજરાતી ભાષામાં વિદેશની વાતો લખતા હશે. વિદેશમાં રહેતા જેઓ સારા સાહિત્યકારો છે અને જેમના પુસ્તકો પ્રગટ થયા છે તેઓને તો ગુજરાતી પ્રજા જાણે જ છે. ડાયસ્પોરા સાહિત્યકાર તરીકે જાણે જ છે; પણ જેઓ પ્રિન્ટ મિડીયામાં પ્રકાશિત નથી એઓને ડાયસ્પોરા સર્જક તરીકે ગુજરાતની પ્રજા ઓળખતી નથી કે ઓળખવા માંગતી નથી.

.
મારી જ વાત કરું. હું સાડા ત્રણ વર્ષથી મારો નાનો બ્લોગ ચલાવું છું.ગયે વર્ષે, ૨૦૧૫માં કુલ ૨૫૦૦૬ વ્યુઝમાંથી અમેરિકાના ૧૫૨૭૯ ભારતના ભારતના ૭૭૬૨ અને ૧૯૬૫ અન્ય દેશોના. કહેવાનો મતલબ એ કે ડાયસ્પોરા લેખનમાં ભારતના વાચકો કરતાં અમેરિકાના વાચકોને વધારે રસ છે. મારા જેવા અનેક હશે જેઓનું લેખન કે સાહિત્ય ગુજરાતમાં પહોંચતું હશે નહિ.

.
આશા છે કે ગુજરાતના વાચકો વેબજગતમાં ફાંફાફોળા કરીને જાણીતા નહિ એવા નાના ડાયસ્પોરા સર્જકોની પણ નોંધ લે. એવા સર્જકો માટે ભરતમાં પુસ્તક પ્રકાશન, પ્રસારણ અને વિદેશમાં વિતરણ એ આર્થિક રીતે દેવાળું કાઢવા જેવી જ વાત છે.

.
આ લેખ માત્ર મારા સૌ વાચક મિત્રોનો આભાર મનવા માટે જ લખ્યો છે. માત્ર મારી જ વાતો નહિ પણ વિદેશમાં રહેતા અને કંઈકને કંઈક પ્રદાન કરતા બ્લોગ શોધી ને વાંચતા રહેજો.

.
અંતે ફરી એક વાર મીઠડી “વિનોદીની”નો આભાર, શુભેચ્છા અને ધન્યવાદ.

 

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Rajul Kaushik
  જાન્યુઆરી 28, 2016 @ 16:04:47

  She is very good writer as well poet .

  Liked by 1 person

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  ઓગસ્ટ 11, 2016 @ 18:04:25

  આજેજ શ્રીમતી રેખબેનના બ્લોગ “વિનોદીની”ની મુલાકાત લીધી. સુંદર કવિતાઓ છે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: