કાવ્ય ગુંજન ૩૯

પ્રતિલિપિના ફલક પર શ્રી જનકભાઈ ફેસ બુકે કેવી રીતે અમના કાવ્યોને વિશ્વાકાશમાં ઊડવા પાંખો આપી તે આ રીતે જણાવે છે.
In February 2010, I joined the Facebook revolution. Poetry was the purpose, but neither the approach nor the end goal was clear. I was fortunate enough to come across few young but enthusiastic writers, who I started collaborating with.My passion has led me to form a team ‘ મળેલા જીવ ‘and poetry groups ‘કાવ્યો-ગઝલો નું આદાન-પ્રદાન ‘ and ‘ ગુજરાતી+ કવિતાઓ અને સંગીત ‘ in Facebook. Purpose of my passion is to increase my knowledge, to share our thoughts, ideas and writings.

જનકભાઈ ગદ્યમાં વાતો કરે અને તે આપોઆપ પદ્ય બની જાય. એમના હાથમાં પેન પેપર તો હોવાના જ. જે લખાઈ જાય; જેને કવિતા જ કહેવી પડે. અને જો પેન પેપર ના હોય તો. તો સેલફોનના રમકડા પર કાવ્ય સર્જન ક્યાં નથી થતું…તો આજે માત્ર આપને માટે

.

JanakDesai
Janak M Desai

***

આયરે મૂઆ આય, તું કેમરે ઊભો તંઇ?
શેં શેરીને નાકે ઊભો, તાક્યા કરે છ અંઇ?
આ બોલીવૂડ નથ, કે વાજિંત્રો વાગશે…,
આંખ્યુંના ઇજન નો ઢંઢેરો પીટાય નૈ;
આયરે મૂઆ આય, તુંને હમજાય છે ક નૈ?
કેસરિયા પૂર આયા, અંગે અંગ છલકાયા,
કોરે ઊભા રઇ, છબછબીયા માં મઝા નૈ,
પૂરેપુરો પલળી જો,
તું પટ મહીં પગ મૂકી, પાછુ વળી જોઇશ નૈ,
આયરે મૂઆ આય, તું ક્યાં હુધી કોરો રઈશ?
આયરે મુઆ આય, આયરે તું અંઇ,
આવ, મને બાથ મહીં ઝાલીશ તો જાય કંઇ નૈ,
નજરો થી નાહ્ય ‘ને અધરો થી પાય, તો
હોશ ગયે હાશ થશે, ગામ આખુય જોતું જશે રઇ;
આયરે મૂઆ આય,
કોન મોંડી હોંભળ તું, હું વાત્યું મોંડીશ નૈ
પિચકારી ફાગણની વાગી મુંને એવી ક,
તરબતર કરવાને હું થઇ છું અધીર મહીં,
આવે તો મારું હું છાલક તને એવી કે,
સળગાવું જે આગ મહી, બુઝાય કેમે નૈ..

પુનરપિ :
કૌમાર્યથી અળગા થવા,
ઉત્સુક હતી, હું કેટલી !
કે આગમાં લપકી જતાં,
તે પતંગિયાના જેટલી;
ટોળા મહીં નજર્યું મળી,
રે! એકાંતની કેવી ઘડી!
ટોળે મળી પરણ્યા પછી,
ટોળે રહી, પણ એકલી;
ઉડતી રહી પણ કેટલી?
તેં ઢીલ મૂકી તેટલી,
તે દોર ટૂંકી કેટલી?
ટૂંકી નજર હતી તેટલી;
‘ને માંડ જ્યાં આંબી શકું,
તેં ત્યાં જ દોરી ઝાટકી,
જો, તો ય હું ઉડતી રહી,
સર્વે દિશામાં કેટલી !
તેં માન તો દીધું ઘણું
જાહેરમાં કીધું ઘણું
પણ મહેફીલો વિખર્યા પછે
રે! નજર અંદાઝી કેટલી !
નિર્ભય રહી વહેતી રહી
ખામોશ રહી સહેતી રહી
તારા મરોડે ઘટ્યાં કરી
આખી રહી ! હું કેટલી ?
મારું જ ઘર! મારી પ્રથા ?
સમજી શકે તું ક્યાં વ્યથા ?
કે ઉંબરે સતત હું રાહ જોઉં
નજર્યું મળી જાય એટલી.
****
સામે તું ઊભી, કાળી સાડીમાં,
હળવેથી લહેરાતો જેનો રેશમી લાલ પાલવ..
.. ઈજન દેતો હોય જાણે,
તરસ્યાં આદ્ર વદનને ઢાંકતા તારા આછા પોલકા પર
મારી નજરને લલચાવતો, જાણે અજાણે,
…‘ને તુંય જોને !! મારી ઉર્મીયોને ઉશ્કેરી
એક કરી એક, દ્રશ્યો ખોલાવે
આતુર મારું હૈયું, મારી ઉત્સુક નજર
ધીરેથી તારા સ્તનને મારા બંને હાથ પહેરાવે;
.
ઉત્સુક તુંય, બુલંદ નજરથી પૂછે મને તું …
‘હવે પછી શું ?’
ત્વરિત, પછી તું … જોજન કાપી પાસે આવી,
બહેક્યા મુજને ઓર બહેકાવી
એક ઝડપમાં મુજ બેય હાથોને, કટિ પહેરાવી
બંધ કરેલા કમાડ હારે, સજ્જડ તંગ, અંગેઅંગ,
અધરેઅધર સજાવી ;
.
વદનેથી તુજ ખુશ્બુ સરકી મુજ અંગેઅંગ વીંટળાય.,
ધાગો હોય સુત્તરનો જાણે, ભીંસ વધતી જ જાય,
પછી ઉષ્મા ઉભરાય, પછી હાથ સરકતો જાય,
પછી રેબઝેબ પ્રસ્વેદ થકી તું
મને ભીંજવતી જાય;
સન્નાટો કે ચીખ હવે, મને કશુંય ન સમજાય
નયનેથી તુ નીતરી નીતરી, અંગેઅંગ વર્તાય
શ્વાસ-ઉચ્છવાસે કહેતી જાણે
અહો પ્રિયે તમે કહો મને, તમને શું સમજાય?.
કે પ્રેમ તટેથી ઉભરી ઉભરી હવે પુષ્પરજ છંટાય;
.
પડખાં બે ને એક પથારી, એક ઓરડે દ્રશ્ય-સવારી,
કલ્પના સહુએ નેવે મૂકી પ્રેક્ષક આવ્યો સ્ટેજ,
તમેય વળી તો, વળગ્યાં અમોને સ્હેજ
પછી કેડ કનેથી મને ધકેલ્યો છેક
અડાબીડ જંગલમાં હારે,
લેવા પ્રણય ગીતની ટેક
ઘૂઘવાટ અને પછડાટ પછે
મૌન મહીં વરતાયું એવું , કે
વર્તાયા બંનેય એક.

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

  1. Sharad Shah
    માર્ચ 05, 2016 @ 02:36:41

    પ્રથમ કાવ્ય “આય રે મુઆ આય” અતિ સુંદર. માહીં પડ્યા તે મહાસુખ માણેની યાદ અપાવી.

    Liked by 1 person

    જવાબ આપો

  2. pragna monani
    માર્ચ 05, 2016 @ 05:11:58

    શ્રુંગાર રસને ખૂબ ખૂબ સુંદર અને સરળ શૈલી મા રજૂ કરતી રચનાઓ. …સુંદર….

    Liked by 1 person

    જવાબ આપો

  3. Amrut Hazari.
    એપ્રિલ 05, 2016 @ 08:59:12

    હિરાની પરખ તો પહેલે દિવસે જ થઇ ગયેલી. હવે તો તે હિરા ઉપરથી નીકળતા કિરણોને માણી રહ્યા છીઅે….બેસ્ટ વીશીશ….

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: