મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

Aataa

મારા, તમારા આપણા સૌના આતાની વાતો

આતાવાણી

Bhanu_1તો પછી  આ મારા સહૃદયી  મિત્રો ભાઈઓ અને બહેનો  આગળ થોડી વાતો એમને વાંચવા આપીને  શા માટે  મારા હૈયાનો બોઝ હળવો ન કરું ? અને અમારી ગરીબી સામે ધીંગાણે ખભે ખભો  મિલાવીને  ચડનારી , અને ઈ બહાને  હું મારી 70 વરસ સુધી  સાથ  આપીને   પ્રેમ આપીને  મને પ્રફુલ્લિત  રાખનારી  પ્રેમાળ  પત્નીને  શા માટે યાદ ન કરું ,?
મેં મારી એક લાંબી 56 ક્ડીયુંની કવિતા  કે જે મને શ્રી સુરેશ જાનીએ મારા બ્લોગ આતાવાણીમાં   મૂકી આપી છે   , જેમાં 11 થી 15  સુધીની ક્ડીયું મારી પત્ની ભાનુમતી વિષે છે  . જે હું વિગત સાથે લખીને આપને વાંચવા આપું છું  ;
હું અમદાવાદમાં  પોલીસ ખાતામાં નોકરી કરતો હતો  ત્યારે  શ્રી પાવરી  કરીને પારસી ડી એસ પી  હતા  . તેઓએ એક વખત   પાણી  ભરેલાં બેડાં માથે મુકીને  દોડવાની  પોલીસની પત્નીઓની હરીફાઈ રાખેલી   , એમાં ભાનુમતી  પોતાનું નામ નોંધાઈ આવેલી   આવેલી મેં અને મારા દીકરાઓએ  હરીફાઈમાં ભાગ લેવાની નાં પાડેલી અને એવું કીદ્ધું કે …

View original post 328 more words

3 responses to “મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

  1. aataawaani March 16, 2016 at 9:41 AM

    પ્રિય વિનોદભાઈ અને મિત્રો
    મારી દાદીમા ક્યારેક જબરી ગપ ગોળા વાતો પણ કરતાં હું પહેલ વહેલો મુંબઈ જવાનો થયો , ત્યારે દાદીમાએ મને મુંબઈ વિશેની વાત કરી . આમ તો દાદીમા દેશીંગા , જુનાગઢ ,પોરબંદર . પોતાના જન્મનું ગામ જામનગર સુધી મુસાફરી કરી ચુકેલાં ,પણ તે મુંબઈની વાત આવી રીતે કરતાં ગગા મુંબઈથી મોટું દુનિયામાં કોઈ ગામ નથી . ત્યાં રહેવા માટે આપણાં જીવાં ગારાના ઘર નહી .અને બધાયને સોબન (પાકા )મકાનો અને સુવા પાથરવા માટે આપણાં જિવાં ગોદડાં નઈ બધાઈને સવામણ રૂ નાં ગાદલાં અને મુંબઈથી આઘું કોઈ ગામ નઈ , મુંબઈ એટલે ધરતીનો છેડો .

    Like

  2. Vinod R. Patel March 15, 2016 at 1:39 PM

    આતાજીએ આ લેખમાં એમના દુખી દિવસોમાં સ્વ.ભાનુમતીબેનને યાદ કરી એમના દિલનો ભાર હળવો કરવા પ્રયાસ કર્યો એ એક સ્વાભાવિક માનસિક પ્રક્રિયા છે.

    આતા(૯૫ વર્ષના )નાં દાદીમાં ની શિખામણ કેટલી સચોટ છે !

    ” ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ . ”

    આતાજીએ આ લેખ દ્વારા દાદીની એ શિખામણ માથે ચઢાવી છે.

    Liked by 1 person

  3. aataawaani March 15, 2016 at 1:03 PM

    પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ તમે મારી વાતને મહત્વ આપીને રે બ્લોગ કરી એ થી મારા પગનો દુ :ખાવો હળવો થયો .

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: