જયજયવંતી. Jaijaivanti

સંગીત રસીયા મિત્રોએ લતા મંગેશકરના કંઠે ગવાયલુ અને શંકર જયકિશને સંગીત બધ્ધ કરેલું સીમા ફિલ્મનું આ ગીત તો વારંવાર સાંભળ્યું જ હશે. ચાલો ફરી એકવાર સાંભળી લઈએ પછી બીજી વાત.

Man Mohana Bade Jhoothe Lata Mangeshkar Seema (1955) Shankar Jaikishan / Shailendra..

 

હા આ રાગ છે જયજયવંતી. Jaijaivanti

જયજયવંતિ એ મારી સમજ બહારનો કોમ્પ્લેક્ષ રાગ છે. કેટલાક એને કાફી થાટનો કહે છે.

વાદી –રે   સંવાદી – પ. સમય રાત્રે બીજો પ્રહર; પ્રકૃતિ – ગંભીર જાતી સંપૂર્ણ

પકડ – ધનિરે (નિ કોમળ) રેગરેસા (ગ કોમળ)

એના બે અંગ  બાગેશ્રી અને દેશ

Sargam

બાગેશ્રી અંગ – આરોહ        S R G M P D, G M D N S

                અવરોહ        S n D P, N D P D D R g R S

દેશ અંગ –     આરોહ         S R G M P D, M P D N S

                અવરોહ        S n D P, n D P D M G, R g S.

આ ઉપરાંત ઘણી શાસ્ત્રીય માહિતી  છે પણ અનર્થ થાય એ ભયથી અહિ રજૂ કરતો નથી. જે મિત્રોએ શાસ્ત્રીય સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે તેઓ સરળતાથી આ રાગ સમજી શકાય એ કોમેન્ટમાં જણાવશે તો ઘણો આનંદ થશે, કંઈક શીખવા મળશે.

આ રાગને ગ્રંથસાહેબ ખમાજ થાટમાં પણ ગણે છે. અત્યારે તો આપણે જયજયવંતિ રાગ આપણી રીતે સાંભળીશું અને માણીશું.

 

 

  • Film – Mughal-e-Azam
  • Year – 1960
  • Rag – Jaijaivanti
  • Tal – Dadra
  • Music Director(s) – Naushad
  • Singer(s) – Lata Mangeshkar

 

 

 

“Thumak Chalat Ramchandra” by Lata Mangeshkar

 

 Classical Film Songs

Bairan Ho Gai Raina

 

 

 

Suni Suni Saaj Ki Sitar Par

 

 

Zindagi Aaj Mere Nam Se Sharamati Hai

  • Film – Son of India
  • Year – 1962
  • Rag – Jaijaivanti
  • Tal – Dadra
  • Music Director(s) – Naushad
  • Singer(s) – Mohd. Rafi

 

 

 

 Raag Jaijaiwanti : Dr Ashwini Bhide Deshpande

 

 

 

Raag Jaijaiwanti : Pandit Bhimsen Joshi

 

 

 

Ustad Bismilla Khan -Raga Jaijaiwanti

 

Raag Jaijaiwanti -by Ustad Bade Ghulam Ali Khan

 

15 responses to “જયજયવંતી. Jaijaivanti

  1. mdgandhi21, U.S.A. January 25, 2017 at 3:20 PM

    ગીતો સાંભળવાની ખુબ મજા આવી . આવી રીતે મજા કરાવતા રહેજો .

    Liked by 1 person

  2. aataawaani March 30, 2016 at 8:00 PM

    પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
    મનેતો તમારા જેવી પટેલ બાપા ની વાર્તા જેવી વાર્તાયું નો આવડે એટલે આવા અનુભવો લખવા પડે છે /

    Liked by 1 person

  3. aataawaani March 28, 2016 at 9:48 AM

    પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
    ગીતો સાંભળવાની ખુબ મજા આવી . આવી રીતે મજા કરાવતા રહેજો . અને મને વૃદ્ધ પણું જણાવવા ન દેતા તમારો આભાર

    Like

  4. pravinshastri March 19, 2016 at 11:50 AM

    મ્યુઝિક થેરેપીથી રોગ નાબુદી થાય કે નહીં, તે તો માત્ર અનુભવે જ સમજાય પણ એનાથી થોડી રાહત તો રહેતી જ હશે. શાસ્ત્રીય સંગીતની શાસ્ત્રીયતા સમજું કે ન સમજું પણ મને એનું એડિક્શન છે. પીવાનો શોખીન બીજાને પણ પીવાનો આગ્રહ કરે તે જ પ્રમાણે હું યે મને ગમતા રાગો બીજા સાંભળે એવો આગ્રહ કરતો રહું છું. મને વર્ષોથી ફિલ્મ જોવાની અનુકૂળતા નથી રહી. ૧૯૬૮ પછી ખૂબ જ ઓછી ફિલ્મ જોઈ છે. બોલીવુડ ગોસીપ વાંચું છું. ફેસબુક પર મસ્તી કરું છું.

    Like

  5. pravinshastri March 19, 2016 at 11:40 AM

    ગાંડાભાઈ, સ્નેહ વંદન. સંગીત શીખ્યો નથી, બસ ગમે છે. ગમે છે અને ગમે છે. હું સંકલિત માહિતી જ રજુ કરું છું. જો શક્ય હોય અને ઉપલબ્ધ હોય તો આપનું કોઈ રેકોર્ડિંગ મને મોકલો. હું જરૂર એનો સમાવેશ કરીર્શ. આપની વાત સાચી છે. વર્ડપ્રેસમાં ઉપર નીચે માત્રા નથી મૂકી શકાતી એટલે મૂળ સ્વરો અંગ્રેજીમાં કેપીટલ અને કોમળ/તિવ્ર સ્મોલ લખવાનું રાખ્યું છે. મને આપનો પ્રતિભાવ ગમ્યો.

    Like

  6. pragnaju March 19, 2016 at 8:44 AM

    NOOR JAHAN – DIL KA DIYA JALAYA – KOEL – YouTube
    Video for youtube Koel – Dil Ka Diya Jalaya▶ 4:31

    Jun 17, 2009 – Uploaded by mir963
    PAKISTANI OLD URDU SONGS MOVIE – KOEL DIRECTOR – MASOOD PERVEZ PRODUCER – MASOOD …
    Noor Jehan – Dil Ka Diya Jalaya Maine – Koel – YouTube
    Video for youtube Koel – Dil Ka Diya Jalaya▶ 4:49

    Sep 1, 2012 – Uploaded by RightCinemas
    Track: Rim Jhim Rim Jhim Paray Phuwar Title: Koel Directed by: Masood Pervez Music: Khursheed Anwar .

    Liked by 1 person

  7. pragnaju March 19, 2016 at 8:38 AM

    પ્રવીણ શાસ્ત્રિય રાગમા આશીસ આપો

    સૌના સુખનો સૂર બનીને
    જયજયવંતી થાજે
    આપને ભૂલી, બાપને ભૂલી
    રાગ ત્યાગનાં ગાજે
    રાગ ત્યાગનાં ગાજે

    શ્રદ્ધા છે મને પૂરેપૂરી
    શ્રદ્ધા થઈ જી જા
    હવે એ દિવસો દૂર નથી કે મ્યુઝિક થેરપીનું જ્ઞાન ધરાવતાં કોઈ અસ્થમા માટે માલકૌંસ સાંભળવાનું કહે અને કહે જયજયવંતી રાગ સાંભળવાથી કુંડલીની ચક્રો વધુ શક્તિશાળી બને છે. હોરમોનની ખામી હોય, કરોડરજ્જૂ, મણકા, બોનમેરો જેવી તકલીફો પર આ રાગથી ફાયદો થાય છે. મને ગમતું ગીત
    Koel – Dil Ka Diya Jalaya
    Tommydan333
    3 વર્ષ પહેલાં1,060 વાર જોવાઈ
    Dil Ka Diya Jalaya Performer: Noor Jehan Singer: Noor Jehan Music: Khawaja Khurshid Anwar Lyrics: Tanveer Naqvi Film: Koel, …

    Liked by 1 person

  8. ગાંડાભાઈ વલ્લભ March 19, 2016 at 5:32 AM

    નમસ્તે પ્રવિણભાઈ,
    મને ઘણા વર્ષો પહેલાં રમેશભાઈ ચિત્રે જેમની સાથે અમે એક શાળામાં શીક્ષક હતા તેમણે શાસ્ત્રીય સંગીતનો થોડો પરીચય કરાવ્યો હતો. એમણે જયજયવંતી રાગની જે ચીજ મને શીખવી હતી તે છે-
    મોરે મંદિર અબ લૌં નહિ આયે
    કૈસી ભૂલ ભયી મોસે આલી
    આ ચીજ મેં બીજા ગાયક પાસે પણ જયજયવંતી રાગમાં સાંભળી છે.
    મને આ રાગ ખુબ ગમ્યો હતો, મને આ રાગ બહુ મધુર લાગે છે. અને જે એક ભજનનો ઢાળ મારી પાસે ન હતો તેને મેં જયજયવંતીમાં સંગીતબદ્ધ કર્યું હતું.
    આ રાગના સ્વરો નીચે મુજબ છે.
    આરોહ- સા, રેગ્ રેસા, નિ્ ધ્ નિ્ રે મમપ નિ સાં
    અવરોહ- સાં નિધ પ, ધગમ, રેગ્ રેસા
    પકડ- રેગ્ રેસા નિસાધનિ્ રે
    વાદી રે સંવાદી પ
    જો કે વર્ડપ્રેસમાં લખવાની સગવડ ન હોવાથી નીચે બીંદી અને કોમળ સ્વરો દર્શાવવાનાં ચીહ્નો મુકી શકાતાં નથી. જયજયવંતીમાં ગાંધાર અને નિષાદ કોમળ છે, જે બતાવવાનાં ચીહ્નો અહીં નથી. મારી માહીતી પ્રમાણે કાફી થાટમાં ગાંધાર અને નિષાદ કોમળ હોય છે.

    Liked by 1 person

  9. pravinshastri March 19, 2016 at 12:18 AM

    નીતિનભાઈ અભિપ્રાય અને શ્રી કેલકરની સંગીત સભાના સૂચન માટે ખૂબ ખૂબ આભાર. દર મહિને એકાદરાગ મૂકું છું. મને શાસ્ત્રીય જ્ઞાન નથી પણ ખુબ ગમે છે.

    Like

  10. Neetin D. Vyas March 18, 2016 at 11:56 PM

    રાગ જઈજઈવંતી ને લક્ષમાં રાખી એક સરસ લેખ વાચવાની અને અને રાગ આધારિત કર્ણ પ્રિય ધૂનો સાંભળવાની મજા આવી. આ રાગ સુર શ્રી કેસરબાઈ કેલકરે બખૂબી ગાયો છે. You Tube પર 78 RPM ની રેકર્ડ અને સંગીત સભા માં લગભગ 45 મિનીટ સુધીનું ગાયન સાંભળવા મળશે।

    Liked by 2 people

  11. pravinshastri March 18, 2016 at 11:32 PM

    હવે તમારે ભૈરવી નો બીજો ભાગ મૂકવાનો સમય થઈ ગયો છે. મેં લિસ્ટ મૂક્યું છે તે મુજબ થોડા આપને ગમતાં ફિલ્મી કે નોનફિલ્મી ગીતો પોસ્ટ કરજો હું તે રીબ્લોગ કરીશ. મને ગમશે. સાથે મત્ર સૂર તાલ જ નહિ પણ શબ્દોની સમજ પણ તમે સરસ આપી શકો છો. મલકોસ દરબારી બધા અત્યંત જાનીતા રાગો છે. હું વારા ફરતી ઓછા જાણીતા રાગો મુકું છું.

    Like

  12. Vinod R. Patel March 18, 2016 at 10:44 PM

    આ બધાં જ કર્ણ પ્રિય ગીતો મને ગમતાં ગીતો હતા પણ એ રાગ જય જયવંતી પર આધારિત છે એ આજે પ્રવીણભાઈ એ કહ્યું ત્યારે ખબર પડી.સમજવામાં મુશ્કેલ ભલે હોય પણ જય જયવંતી રાગ નાં આવાં ગીતો કેટલો આનંદ આપે છે !
    સાહિત્ય ,સંગીત અને કળા માં જેઓ રસ ધરાવે છે એમનું જીવન સાર્થક બને છે.

    Liked by 1 person

  13. Pravin Patel March 18, 2016 at 10:41 PM

    यु तो हम औरंगज़ेब ही है
    फिर भी संगीत पर नागकी तरह झुम लेते है !

    Like

  14. Pravin Patel March 18, 2016 at 10:38 PM

    संगीत सुन कर अच्छा लगा
    यु तो हम औरंगज़ेब ही है !

    Like

  15. harnishjani52012 March 18, 2016 at 10:33 PM

    પ્રવીણભાઈ. મધુબનમેં રાધિકા નાચે રે– એ કયો રાગ છે. આ બધા ગીતો જોતાં લાગે છે કે જય જયવંતી બહુ કોમ્પ્લેક્ષ રાગ છે. ચઢાવ ઉતાર દિલમાં પેસી જાય છે. ધન્યવાદ.

    Like

Leave a comment